09-04-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમે
હમણાં સત્ય બાપ દ્વારા સાચ્ચી વાતો સાંભળી અજવાળા માં આવ્યાંં છો તો તમારું કર્તવ્ય
છે બધાને અંધકાર માંથી કાઢી અજવાળા માં લાવવાનું”
પ્રશ્ન :-
જ્યારે આપ બાળકો કોઈને
જ્ઞાન સંભળાવો છો તો કઈ એક વાત જરુર યાદ રાખો?
ઉત્તર :-
મુખ થી વારંવાર બાબા-બાબા કહેતાં રહો, આનાંથી હું-પણું સમાપ્ત થઈ જશે. વારસો પણ યાદ
રહેશે. બાબા કહેવાથી સર્વવ્યાપી નું જ્ઞાન પહેલાં થી જ ખતમ થઈ જાય છે. જો કોઈ કહે
ભગવાન સર્વવ્યાપી છે તો બોલો બાપ બધાની અંદર કેવી રીતે હોઈ શકે?
ગીત :-
આજ અંધેરે મેં
હૈં ઇન્સાન…
ઓમ શાંતિ!
બાળકોએ શું
કહ્યું અને કોને પોકાર્યા? હે જ્ઞાન નાં સાગર અથવા હે જ્ઞાન સૂર્ય બાબા… ભગવાન ને
બાબા કહેવાય છે ને? ભગવાન બાપ છે તો તમે બધા બાળકો છો. બાળકો કહે છે અમે અંધારા માં
આવીને પડ્યાં છીએ. તમે અમને અજવાળા માં લઈ જાઓ. બાબા કહેવાથી સિદ્ધ થાય છે કે બાપ
ને પોકારે છે. બાબા શબ્દ કહેવાથી પ્રેમ આવી જાય છે કારણકે બાપ પાસે થી વરસો લેવાય
છે. ફક્ત ઈશ્વર કે પ્રભુ કહેવાથી બાપ નાં વારસા ની રસના નથી આવતી. બાબા કહેવાથી
વારસો યાદ આવી જાય છે. તમે પોકારો છો બાબા અમે અંધકાર માં આવીને પડ્યાં છીએ, આપ હવે
ફરી જ્ઞાન થી અમારો દીપક જગાડો કારણકે આત્માઓ નાં દીપક બુઝાયેલા છે. મનુષ્ય મરે છે
તો ૧૨ દિવસ દીવો પ્રગટાવે છે. એક ઘી નાખવા માટે બેસી રહે છે કે ક્યાંક દીવો ઓલવાઈ ન
જાય.
બાપ સમજાવે છે - તમે
ભારતવાસી અજવાળા માં અર્થાત્ દિવસ માં હતાં. હવે રાત માં છો. ૧૨ કલાક દિવસ, ૧૨ કલાક
રાત. તે હદ ની વાત. આ તો બેહદ નો દિવસ અને બેહદ ની રાત છે. જેને કહેવાય છે કે
બ્રહ્મા નો દિવસ - સતયુગ-ત્રેતા, બ્રહ્મા ની રાત - દ્વાપર-કળિયુગ. રાત્રે અંધકાર
હોય છે. મનુષ્ય ઠોકરો ખાતા રહે છે. ભગવાન ને શોધવા માટે ચારેય તરફ ફેરા લગાવે છે,
પરંતુ પરમાત્મા ને મેળવી નથી શકતાં. પરમાત્મા ને મેળવવા માટે જ ભક્તિ કરે છે.
દ્વાપર થી ભક્તિ શરુ થાય છે અર્થાત્ રાવણ રાજ્ય શરુ થાય છે. દશેરા ની પણ એક કથા
બનાવી છે. કથા હંમેશા મનોમન બનાવે છે, જેવી રીતે બાઈસ્કોપ, નાટક વગેરે બનાવે છે.
શ્રીમત્ ભગવત્ ગીતા જ છે સાચ્ચી. પરમાત્માએ બાળકો ને રાજયોગ શીખવાડ્યો, રાજાઈ આપી.
પછી ભક્તિમાર્ગ માં બેસીને કથાઓ બનાવે છે. વ્યાસે ગીતા બનાવી અર્થાત્ કથા બનાવી.
સાચ્ચી વાત તો બાપ દ્વારા તમે હમણાં સાંભળી રહ્યાં છો. હંમેશા બાબા-બાબા કહેવું
જોઈએ. પરમાત્મા આપણા બાબા છે, નવી દુનિયા નાં રચયિતા છે. તો જરુર એમની પાસે થી આપણને
સ્વર્ગ નો વારસો મળવો જોઈએ. હમણાં તો ૮૪ જન્મ ભોગવી આપણે નર્ક માં આવીને પડ્યાં છીએ.
બાપ સમજાવે છે બાળકો, તમે ભારતવાસી સૂર્યવંશી, ચંદ્રવંશી હતાં, વિશ્વ નાં માલિક હતાં,
બીજો કોઈ ધર્મ નહોતો, એને સ્વર્ગ અથવા કૃષ્ણપુરી કહેવાય છે. અહીં છે કંસપુરી.
બાપદાદા યાદ અપાવે છે, લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. બાપ જ જ્ઞાન નાં સાગર, શાંતિ
નાં સાગર પતિત-પાવન છે, નહીં કે પાણી ની ગંગા. બધી બ્રાઈડ્સ (સજનીઓ) નાં એક જ ભગવાન
બ્રાઈડગ્રૂમ (સાજન) છે - આ મનુષ્ય નથી જાણતાં, એટલે પૂછાય છે - આત્મા નાં બાપ કોણ
છે? તો મુંઝાઈ જાય છે. કહે છે અમે નથી જાણતાં. અરે આત્મા, તમે પોતાનાં બાપ ને નથી
જાણતાં? કહે છે ગોડ ફાધર, પછી પૂછાય છે - એમનું નામ-રુપ શું છે? ગોડ ને ઓળખો છો? તો
કહી દે છે સર્વવ્યાપી છે. અરે, બાળકો નાં બાપ ક્યારેય સર્વવ્યાપી હોય છે શું? રાવણ
ની આસુરી મત પર કેટલાં બેસમજ બની જાય છે. દેહ-અભિમાન છે નંબરવન. પોતાને આત્મા
નિશ્ચય નથી કરતાં. કહી દે છે હું ફલાણો છું. આ તો થઈ ગઈ શરીર ની વાત. અસલ માં સ્વયં
કોણ છે - આ નથી જાણતાં. હું જ્જ છું, હું આ છું… ‘હું’ ‘હું’ કહેતાં રહે છે, પરંતુ
આ ખોટું છે. હું અને મારું આ બે ચીજ છે. આત્મા અવિનાશી છે, શરીર વિનાશી છે. નામ
શરીર નું પડે છે. આત્મા નું કોઈ નામ નથી રખાતું. બાપ કહે છે - મારું નામ શિવ જ છે.
શિવજયંતી પણ મનાવે છે. હવે નિરાકાર ની જયંતી કેવી રીતે હોઈ શકે? એ કોનામાં આવે છે?
આ કોઈને ખબર નથી. બધા આત્માઓ નું નામ આત્મા જ છે. પરમાત્મા નું નામ છે શિવ. બાકી બધા
છે સાલિગ્રામ. આત્માઓ બાળક છે. એક શિવ સર્વ આત્માઓ નાં બાપ છે. એ છે બેહદ નાં બાપ.
એમને બધા પોકારે છે કે આવીને અમને પાવન બનાવો. અમે દુઃખી છીએ. આત્મા પોકારે છે,
દુઃખ માં બધા બાળકો યાદ કરે છે અને પછી આ જ બાળકો સુખ માં હોય છે તો કોઈ પણ યાદ નથી
કરતાં. દુઃખી બનાવ્યાં છે રાવણે.
બાપ સમજાવે છે - આ
રાવણ તમારો જૂનો દુશ્મન છે. આ પણ ડ્રામા નો ખેલ બનેલો છે. તો હમણાં બધા અંધકાર માં
છે એટલે પોકારે છે હે જ્ઞાન સૂર્ય આવો, અમને અજવાળા માં લઈ જાઓ. ભારત સુખધામ હતું
તો કોઈ પોકારતા નહોતાં. કોઈ અપ્રાપ્ત વસ્તુ નહોતી. અહીં તો ચિલ્લાવતા રહે છે, હે
શાંતિ દેવા. બાપ આવીને સમજાવે છે - શાંતિ તો તમારો સ્વધર્મ છે. ગળા નો હાર છે. આત્મા
શાંતિધામ નો રહેવાસી છે. શાંતિધામ થી પછી સુખધામ માં જાય છે. ત્યાં તો સુખ જ સુખ
છે. તમારે ચિલ્લાવવાનું નથી હોતું. દુઃખ માં જ ચિલ્લાવે છે - રહેમ કરો,
દુઃખહર્તા-સુખકર્તા બાબા આવો. શિવબાબા, મીઠાં બાબા ફરી થી આવો. આવે જરુર છે ત્યારે
તો શિવજયંતી મનાવે છે. શ્રીકૃષ્ણ છે સ્વર્ગ નાં પ્રિન્સ. તેમની પણ જયંતી મનાવે છે.
પરંતુ શ્રીકૃષ્ણ ક્યારે આવ્યાં, આ કોઈને ખબર નથી. રાધા-કૃષ્ણ જ સ્વયંવર પછી
લક્ષ્મી-નારાયણ બને છે. આ કોઈ પણ નથી જાણતું. મનુષ્ય જ પોકારતા રહે છે - ઓ ગોડ ફાધર…
સારું, એમનું નામ-રુપ શું છે તો કહી દે છે નામ-રુપ થી ન્યારા છે. અરે, તમે કહો છો
ગોડ ફાધર પછી નામ-રુપ થી ન્યારા કહી દો છો. આકાશ પોલાર છે, તેનું પણ નામ છે આકાશ.
તમે કહો છો અમે બાપ નાં નામ-રુપ વગેરે ને નથી જાણતાં, સારું પોતાને જાણો છો? હા, અમે
આત્મા છીએ. સારું આત્મા નું નામ-રુપ બતાવો. પછી કહી દે છે આત્મા સો પરમાત્મા છે.
આત્મા નામ-રુપ થી ન્યારો તો હોઈ ન શકે. આત્મા એક બિંદુ સ્ટાર (સિતારા) જેવો છે.
ભ્રકુટી ની વચ્ચે રહે છે. જે નાનકડા આત્મા માં ૮૪ જન્મો નો પાર્ટ નોંધાયેલો છે. આ
ખૂબ સમજવાની વાત છે એટલે ૭ દિવસ ભઠ્ઠી ગવાયેલી છે. દ્વાપર થી રાવણ રાજ્ય શરુ થયું
છે ત્યાર થી વિકારો ની પ્રવેશતા થઈ છે. સીડી ઉતરતા આવ્યાં છે. હવે બધાને ગ્રહણ
લાગેલું છે, કાળા થઈ ગયા છે એટલે પોકારે છે હે જ્ઞાન સૂર્ય આવો. આવીને અમને અજવાળા
માં લઈ જાઓ. જ્ઞાન અંજન સદ્દગુરુ દિયા, અજ્ઞાન અંધેર વિનાશ… બુદ્ધિ માં બાપ આવે છે.
એવું નથી જ્ઞાન અંજન ગુરુ દિયા… ગુરુ તો અનેક છે, એમનાં માં જ્ઞાન ક્યાં છે! એમનું
થોડી ગાયન છે! જ્ઞાન-સાગર, પતિત-પાવન, સર્વ નાં સદ્દગતિ દાતા એક જ બાપ છે. પછી બીજું
કોઈ જ્ઞાન આપી કેવી રીતે શકે? સાધુ લોકો કહી દે છે ભગવાન ને મળવાનાં અનેક રસ્તા છે.
શાસ્ત્ર વાંચવા, યજ્ઞ, તપ વગેરે કરવાં - આ બધા ભગવાન ને મળવાનાં રસ્તા છે પરંતુ
પતિત પછી પાવન દુનિયામાં જઈ કેવી રીતે શકે છે? બાપ કહે છે - હું સ્વયં આવું છું.
ભગવાન તો એક જ છે બ્રહ્મા-વિષ્ણુ-શંકર પણ દેવતા છે, એમને ભગવાન નહીં કહેવાશે. એમનાં
પણ બાપ શિવ છે. પ્રજાપિતા બ્રહ્મા તો અહીં જ હશે ને? પ્રજા અહીં છે. નામ પણ લખેલું
છે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈન્સ્ટીટ્યૂશન (સંસ્થા). તો બાળકો થયાં. અસંખ્ય બી.કે.
છે. વારસો શિવ પાસે થી મળે છે, નહીં કે બ્રહ્મા પાસે થી. વારસો દાદા પાસે થી મળે
છે. બ્રહ્મા દ્વારા બેસીને સ્વર્ગ માં જવાને લાયક બનાવે છે. બ્રહ્મા દ્વારા બાળકો
ને એડોપ્ટ કરે છે. બાળકો પણ કહે છે બાબા અમે તમારા જ છીએ, તમારી પાસે થી વારસો લઈએ
છીએ. બ્રહ્મા દ્વારા સ્થાપના થાય છે વિષ્ણુપુરી ની. શિવબાબા રાજયોગ શીખવાડે છે.
શ્રીમત અથવા શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ ભગવાન ની ગીતા છે. ભગવાન એક જ નિરાકાર છે. બાપ
સમજાવે છે - આપ બાળકોએ ૮૪ જન્મ લીધાં છે. આત્મા પરમાત્મા અલગ રહ્યાં બહુકાળ… બહુકાળ
થી અલગ તો ભારતવાસી જ હતાં. બીજો કોઈ ધર્મ નહોતો. એ જ પહેલાં-પહેલાં છૂટા પડ્યાં
છે. બાપ થી છૂટા પડીને અહીં પાર્ટ ભજવવા આવ્યાં છે. બાબા કહે છે - હે આત્માઓ, હવે
મુજ બાપ ને યાદ કરો. આ છે યાદ ની યાત્રા અથવા યોગ-અગ્નિ. તમારા માથા પર જે પાપો નો
બોજો છે, તે આ યોગ-અગ્નિ થી ભસ્મ થશે. હે મીઠાં બાળકો, તમે ગોલ્ડન એજ (સતયુગ) થી
આયરન એજ (કળિયુગ) માં આવી ગયા છો. હવે મને યાદ કરો. આ બુદ્ધિ નું કામ છે ને? દેહ
સહિત દેહ નાં બધા સંબંધ છોડી મામેકમ્ યાદ કરો. તમે આત્મા છો ને? આ તમારું શરીર છે.
હું-હું આત્મા કરે છે. તમને રાવણે પતિત બનાવ્યાં છે. આ ખેલ બનેલો છે. પાવન ભારત અને
પતિત ભારત. જ્યારે પતિત બને છે તો બાપ ને પોકારે છે. રામરાજ્ય જોઈએ. કહે પણ છે,
પરંતુ અર્થ ને નથી સમજતાં. જ્ઞાન આપવા વાળા જ્ઞાન નાં સાગર તો એક જ બાપ છે. બાપ જ
આવીને સેકન્ડ માં વારસો આપે છે. હમણાં તમે બાપ નાં બન્યાં છો. બાપ પાસે થી સૂર્યવંશી,
ચંદ્રવંશી વારસો લેવાં. પછી સતયુગ, ત્રેતા માં તમે અમર બની જાઓ છો. ત્યાં એવું નહીં
કહેશે કે ફલાણા મરી ગયાં. સતયુગ માં અકાળે મૃત્યુ થતું નથી. તમે કાળ પર જીત મેળવો
છો. દુઃખ નું નામ નથી રહેતું. એને કહેવાય છે સુખધામ. બાપ કહે છે હું તો તમને સ્વર્ગ
ની બાદશાહી આપું છું. ત્યાં તો ખૂબ વૈભવ છે. ભક્તિમાર્ગ માં મંદિર બનાવ્યાં છે તે
સમયે પણ કેટલું ધન હતું. ભારત શું હતું! બાકી બીજા બધા આત્માઓ નિરાકારી દુનિયા માં
હતાં. બાળકો જાણી ગયા છે - ઊંચા માં ઊંચા બાબા હમણાં સ્વર્ગ ની સ્થાપના કરી રહ્યાં
છે. ઊંચા માં ઊંચા છે શિવબાબા, પછી છે બ્રહ્મા-વિષ્ણુ-શંકર સૂક્ષ્મવતન વાસી. પછી આ
દુનિયા.
જ્ઞાન થી જ આપ બાળકો
ની સદ્દગતિ થાય છે. ગવાય પણ છે - જ્ઞાન, ભક્તિ અને વૈરાગ. જૂની દુનિયા થી વૈરાગ આવે
છે, કારણકે સતયુગ ની બાદશાહી મળે છે. હવે બાપ કહે છે - બાળકો, મામેકમ્ યાદ કરો. મને
યાદ કરતાં-કરતાં તમે મારી પાસે આવી જશો. અચ્છા.
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. માથા પર જે
પાપો નો બોજ છે તેને યોગ-અગ્નિ થી ભસ્મ કરવાનો છે. બુદ્ધિ થી દેહ સહિત દેહ નાં બધા
સંબંધો છોડી એક બાપ ને યાદ કરવાનાં છે.
2. પોકારવા કે
ચિલ્લાવવા નાં બદલે પોતાનાં શાંત સ્વરુપ માં સ્થિત રહેવાનું છે, શાંતિ ગળા નો હાર
છે. દેહ-અભિમાન માં આવીને “હું” અને “મારું” શબ્દ નથી કહેવાનો, સ્વયં ને આત્મા
નિશ્ચય કરવાનો છે.
વરદાન :-
પોતાની સતોગુણી
દૃષ્ટિ દ્વારા અન્ય આત્માઓ ની દૃષ્ટિ , વૃત્તિ ને પરિવર્તન કરવાવાળા સાક્ષાત્કાર
મૂર્ત ભવ
કહેવત છે દૃષ્ટિ થી
સૃષ્ટિ બદલાય છે. તો તમારી દૃષ્ટિ એવી સતોગુણી હોય જે કેવા પણ તમોગુણી કે રજોગુણી
આત્મા ની દૃષ્ટિ, વૃત્તિ અને એમની સ્થિતિ બદલાઈ જાય. જે પણ તમારી સામે આવે એમને
દૃષ્ટિ દ્વારા ત્રણેય લોકો ની, પોતાની પૂરી જીવન કહાણી ની ખબર પડી જાય - આ જ છે નજર
થી નિહાલ કરવાં. અંત માં જ્યારે જ્ઞાન ની સર્વિસ નહીં હશે ત્યારે આ સર્વિસ ચાલશે.
સ્લોગન :-
પવિત્રતા નું
પ્રેક્ટિકલ સ્વરુપ સત્યતા અર્થાત્ દિવ્યતા છે.
આ અવ્યક્ત ઈશારા -
મહાન બનવા માટે મધુરતા અને નમ્રતા નો ગુણ ધારણ કરો
મધુરતા અને નમ્રતા નો
ગુણ નમતા શીખવાડે છે. જેટલાં તમે હમણાં સંસ્કાર માં, સંકલ્પો માં નમશો એટલું વિશ્વ
તમારી આગળ નમશે. નમવું અર્થાત્ નમાવવાં. સંસ્કાર માં પણ નમવું. આ સંકલ્પ પણ ન આવે
બીજા અમારી આગળ પણ તો થોડા નમે. આપણે નમીશું તો બધા નમશે. જે સાચાં સેવાધારી હોય છે
તે જ્યારે બધાની આગળ નમે છે ત્યારે સેવા કરી શકશે.