09-05-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમને
નશો રહેવો જોઈએ કે જે શિવ ની બધા પૂજા કરે છે , એ હમણાં આપણા બાપ બન્યાં છે , આપણે
એમનાં સન્મુખ બેઠાં છીએ”
પ્રશ્ન :-
મનુષ્ય ભગવાન પાસે થી ક્ષમા કેમ માંગે છે? શું તેમને ક્ષમા મળે છે?
ઉત્તર :-
મનુષ્ય સમજે છે અમે જે પાપ કર્મ કર્યા છે તેની સજા ભગવાન ધર્મરાજ દ્વારા અપાવશે,
એટલે ક્ષમા માંગે છે. પરંતુ તેમને પોતાનાં કર્મો ની સજા કર્મભોગ નાં રુપ માં ભોગવવી
જ પડે છે, ભગવાન તેમને કોઈ દવા નથી આપતાં. ગર્ભજેલ માં પણ સજાઓ ભોગવવાની છે,
સાક્ષાત્કાર થાય છે કે તમે આ-આ કર્યુ છે. ઈશ્વરીય ડાયરેક્શન (માર્ગદર્શન) પર નથી
ચાલ્યાં એટલે આ સજા છે.
ગીત :-
તૂને રાત ગવાઈ…
ઓમ શાંતિ!
આ કોણે કહ્યું?
રુહાની બાપે કહ્યું. એ છે ઊંચા માં ઊંચા. બધા મનુષ્ય કરતાં પણ, બધા આત્માઓ કરતાં પણ
ઊંચા. બધા માં આત્મા જ છે ને? શરીર તો પાર્ટ ભજવવા માટે મળ્યું છે. હમણાં તમે જુઓ
છો સંન્યાસીઓ વગેરે નાં શરીર નું પણ કેટલું માન હોય છે. પોતાનાં ગુરુઓ વગેરે ની
કેટલી મહિમા કરે છે. આ બેહદ નાં બાપ તો ગુપ્ત છે. આપ બાળકો સમજો છો શિવબાબા ઊંચા
માં ઊંચા છે, એમનાં કરતાં ઊંચું કોઈ નથી. ધર્મરાજ પણ એમની સાથે છે કારણકે
ભક્તિમાર્ગ માં ક્ષમા માંગે છે-હે ભગવાન, ક્ષમા કરજો. હવે ભગવાન શું કરશે? અહીં
ગવર્મેન્ટ (સરકાર) તો જેલ માં નાખશે. એ ધર્મરાજ ગર્ભજેલ માં દંડ આપે છે. ભોગના પણ
ભોગવવી પડે છે, જેને કર્મભોગ કહેવાય છે. હવે તમે જાણો છો કર્મભોગ કોણ ભોગવે છે? શું
થાય છે? કહે છે - હે પ્રભુ, ક્ષમા કરો, દુઃખ હરો, સુખ આપો. હવે ભગવાન કોઈ દવા કરે
છે શું? એ તો કાંઈ કરી ન શકે. ત્યારે ભગવાન ને કેમ કહે છે? કારણકે ભગવાન ની સાથે પછી
ધર્મરાજ પણ છે. ખોટું કામ કરવા થી જરુર ભોગવવું પડે છે. ગર્ભજેલ માં સજા પણ મળે છે.
સાક્ષાત્કાર બધા થાય છે. સાક્ષાત્કાર વગર સજા નથી મળતી. ગર્ભજેલ માં કોઈ તો દવા
વગેરે નથી. ત્યાં સજા ભોગવવી પડે છે. જ્યારે દુઃખી થાય ત્યારે કહે છે ભગવાન આ જેલ
માંથી કાઢો.
હમણાં આપ બાળકો કોની
સામે બેઠાં છો? ઊંચા માં ઊંચા બાપ છે, પરંતુ છે ગુપ્ત. બીજા બધા નાં તો શરીર દેખાય
છે, અહીં શિવબાબા ને તો પોતાનાં હાથ-પગ વગેરે નથી. ફૂલ વગેરે પણ કોણ લેશે? આમનાં
હાથે થી જ લેવા પડશે, જો ઈચ્છે તો. પરંતુ કોઈની પાસે થી પણ લેતા નથી. જેમ તે
શંકરાચાર્ય કહે છે અમને કોઈ અડે નહીં. તો બાપ કહે છે હું પતિતો નું કાંઈ પણ કેવી
રીતે લઈશ? મને ફૂલ વગેરે ની જરુર નથી. ભક્તિમાર્ગ માં સોમનાથ વગેરે નાં મંદિર બને
છે, ફૂલ ચઢાવે છે. પરંતુ મને તો શરીર નથી. આત્મા ને કોઈ અડશે કેવી રીતે? કહે છે હું
પતિતો થી ફૂલ કેવી રીતે લઉં? કોઈ હાથ પણ ન લગાવી શકે. પતિતો ને અડવા પણ ન દે. આજે
‘બાબા’ કહે કાલે પછી જઈને નર્કવાસી બને છે. એવાં ને તો જુએ પણ નહીં. બાપ કહે છે-હું
તો ઊંચા માં ઊંચો છું. આ બધા સંન્યાસીઓ વગેરે નો પણ ડ્રામા અનુસાર ઉદ્ધાર કરવાનો
છે. મને કોઈ જાણતા જ નથી. શિવ ની પૂજા કરે છે પરંતુ એમને જાણે થોડી છે કે આ ગીતા
નાં ભગવાન છે અને અહીં આવીને જ્ઞાન આપે છે. ગીતા માં શ્રીકૃષ્ણ નું નામ આપી દીધું
છે. શ્રીકૃષ્ણએ જ્ઞાન આપ્યું બાકી શિવ શું કરતાં હશે? તો મનુષ્ય સમજે છે એ આવતા જ
નથી. અરે, પતિત-પાવન શ્રીકૃષ્ણ ને થોડી કહેવાશે? પતિત-પાવન તો મને કહે છે ને? તમારા
માં પણ કોઈ થોડા છે જે આટલો રીગાર્ડ (માન) રાખી શકે છે. રહે કેટલાં સાધારણ છે,
સમજાવે પણ છે-હું આ સાધુઓ વગેરે બધા નો બાપ છું. જે પણ શંકરાચાર્ય વગેરે છે, તે બધા
નાં આત્માઓ નો હું બાપ છું. શરીરો નાં બાપ જે છે એ તો છે જ, હું છું સર્વ આત્માઓ નો
બાપ. મારી બધા પૂજા કરે છે. હમણાં એ અહીં સન્મુખ બેઠાં છે. પરંતુ બધા સમજે થોડી છે
કે અમે કોની સામે બેઠાં છીએ.
આત્માઓ જન્મ-જન્માંતર
થી દેહ-અભિમાન માં ફસાયેલા છે એટલે બાપ ને યાદ નથી કરી શકતાં. દેહ ને જ જુએ છે.
દેહી-અભિમાની હોય તો તે બાપ ને યાદ કરે અને બાપ ની શ્રીમત પર ચાલે. બાપ કહે છે મને
જાણવા માટે બધા પુરુષાર્થી છે. અંત માં પૂરાં દેહી-અભિમાની બનવાવાળા જ પાસ થશે. બાકી
બધા માં થોડું-થોડું દેહ-અભિમાન રહેશે. બાપ તો છે ગુપ્ત. એમને કાંઈ પણ આપી ન શકાય.
બાળકીઓ શિવ નાં મંદિર માં પણ જઈને સમજાવી શકે છે. કુમારીઓએ જ શિવબાબા નો પરિચય આપ્યો
છે. છે તો કુમાર-કુમારીઓ બંને જરુર. કુમારોએ પણ પરિચય આપ્યો હશે. માતાઓ ને ખાસ ઉઠાવે
છે કારણકે તેમણે પુરુષો કરતાં વધારે સર્વિસ (સેવા) કરી છે. તો બાળકો ને સર્વિસ નો
શોખ હોવો જોઈએ. જેમ તે ભણતર નો પણ શોખ હોય છે ને? તે છે શારીરિક, આ છે રુહાની.
શારીરિક ભણતર ભણશે, આ ડ્રિલ વગેરે શીખશે, મળશે કાંઈ પણ નહીં. સમજો, હમણાં કોઈને
બાળક જન્મે છે તો ધૂમધામ થી તેની છઠ્ઠી વગેરે મનાવે છે, પરંતુ તે મેળવશે શું? એટલો
સમય જ નથી જે કાંઈ મેળવી શકે. અહીં થી પણ જઈને જન્મ લે છે પરંતુ તે પણ સમજશે તો
કાંઈ નહીં. અહીં થી જુદા થયેલા હશે તો જે શીખીને ગયાં હશે તે અનુસાર નાનપણ માં જ
શિવબાબા ને યાદ કરતા હશે. આ તો મંત્ર છે ને? નાના બાળકો ને શીખવાડશે, તે બિંદુ વગેરે
તો કાંઈ સમજશે નહીં. ફક્ત શિવબાબા-શિવબાબા કહેતાં રહેશે. શિવબાબા ને યાદ કરો તો
સ્વર્ગ નો વારસો મેળવી શકશો. આવી રીતે તેમને સમજાવશો તો તે પણ સ્વર્ગ માં આવી જશે.
પરંતુ ઊંચ પદ નહીં મેળવી શકે. એવાં ઘણાં બાળકો આવે છે, શિવબાબા-શિવબાબા કહેતાં રહે
છે. પછી અંત મતિ સો ગતિ થઈ જશે. આ રાજધાની સ્થાપન થઈ રહી છે. હવે મનુષ્ય શિવ ની પૂજા
કરે છે, પરંતુ જાણે થોડી છે? જેમ નાનું બાળક શિવ-શિવ કહે છે, સમજતું નથી. અહીં પણ
પૂજા કરે છે પરંતુ પરિચય કાંઈ પણ નથી. તો તેમને બતાવવું જોઈએ, તમે જેમની પૂજા કરો
છો એ જ જ્ઞાન નાં સાગર, ગીતા નાં ભગવાન છે. એ અમને ભણાવી રહ્યાં છે. આ દુનિયામાં
બીજા કોઈ મનુષ્ય નથી જે કહી શકે કે શિવબાબા અમને રાજયોગ ભણાવી રહ્યાં છે. આ ફક્ત તમે
જાણો છો તે પણ ભૂલી જાઓ છો. ભગવાનુવાચ હું તમને રાજયોગ શીખવાડું છું. કોણે કહ્યું -
ભગવાનુવાચ, કામ મહાશત્રુ છે, આનાં પર જીત મેળવો. જૂની દુનિયા નો સંન્યાસ કરો. તમે
હઠયોગી હદ નાં સંન્યાસી છો. એ છે શંકરાચાર્ય, આ છે શિવાચાર્ય. આ આપણને શીખવાડે છે.
શ્રીકૃષ્ણ આચાર્ય ન કહી શકાય. તે તો નાનું બાળક છે. સતયુગ માં જ્ઞાન ની જરુર નથી
રહેતી.
જ્યાં-જ્યાં શિવ નાં
મંદિર છે, ત્યાં આપ બાળકો ખૂબ સારી સેવા કરી શકો છો. શિવ નાં મંદિરો માં જાઓ, માતાઓ
નું જવું સારું છે, કન્યાઓ જાય તો તેનાથી સારું છે. હમણાં તો આપણે બાબા પાસે થી
રાજ્ય ભાગ્ય લેવાનું છે. બાપ આપણને ભણાવે છે પછી આપણે મહારાજા-મહારાણી બનીશું. ઊંચા
માં ઊંચા બાપ જ છે, આવી શિક્ષા કોઈ મનુષ્ય આપી ન શકે. આ છે જ કળિયુગ. સતયુગ માં હતું
આમનું રાજ્ય. આ રાજા-રાણી કેવી રીતે બન્યાં, કોણે રાજયોગ શીખવાડ્યો, જે સતયુગ નાં
માલિક બન્યાં? જેમની તમે પૂજા કરતા રહો છો એ અમને ભણાવી ને સતયુગ નાં માલિક બનાવે
છે. બ્રહ્મા દ્વારા સ્થાપના, વિષ્ણુ દ્વારા પાલના…..પતિત પ્રવૃત્તિ માર્ગવાળા જ
પાવન પ્રવૃત્તિ માર્ગ માં જાય છે. કહે પણ છે બાબા અમને પતિતો ને પાવન બનાવો. પાવન
બનાવીને આ દેવતા બનાવો. તે છે પ્રવૃત્તિ માર્ગ. નિવૃત્તિ માર્ગ વાળા નાં ગુરુ બનવાનું
જ નથી. જે પવિત્ર બને છે તેમનાં ગુરુ બની શકે છે. એવાં ઘણાં કમ્પેનિયન (સાથી) પણ
હોય છે, વિકાર માટે લગ્ન નથી કરતાં. તો આપ બાળકો એવી-એવી સર્વિસ કરી શકો છો. અંદર
શોખ હોવો જોઈએ. અમે બાબા નાં સપૂત બાળકો બની, કેમ નહીં જઈને સર્વિસ કરીશું? જૂની
દુનિયા નો વિનાશ સામે છે. હમણાં શિવબાબા કહે છે શ્રીકૃષ્ણ તો હોઈ ન શકે. તે તો એક જ
વખત સતયુગ માં હશે. બીજા જન્મ માં એ જ ફિચર્સ એજ નામ થોડી હશે? ૮૪ જન્મ માં ૮૪
ફિચર્સ. શ્રીકૃષ્ણ આ જ્ઞાન કોઈને શીખવાડી ન શકે. તે શ્રીકૃષ્ણ કેવી રીતે અહીં આવશે?
હમણાં તમે આ વાતો ને સમજો છો. અડધોકલ્પ સારા જન્મ હોય છે પછી રાવણરાજ્ય શરુ થાય છે.
મનુષ્ય હૂબહૂ જાણે જાનવર જેવાં બની જાય છે. એક-બીજા સાથે લડતાં-ઝઘડતાં રહે છે. તો
રાવણ નો જન્મ થયો ને? બાકી ૮૪ લાખ જન્મ તો છે જ નહીં. આટલી વેરાઈટી (વિવિધતા) છે.
જન્મ થોડી એટલાં લે છે? તો આ બાપ બેસી ને સમજાવે છે. એ છે ઊંચા માં ઊંચા ભગવાન. એ
ભણાવે છે, નેક્સ્ટ માં પછી (ભગવાન પછી) આ પણ તો છે ને? નહીં ભણશો તો કોઈની પાસે જઈને
દાસ-દાસીઓ બનશો. શું શિવબાબા ની પાસે દાસ-દાસી બનશો? બાપ તો સમજાવે છે ભણતા નથી તો
જઈને સતયુગ માં દાસ-દાસીઓ બનશો. જે કાંઈ પણ સર્વિસ નથી કરતા, ખાધું-પીધું અને સૂતાં
એ શું બનશે? બુદ્ધિ માં આવે તો છે ને શું બનીશું? અમે તો મહારાજા બનીશું. મારી સામે
પણ નહીં આવશે. પોતે પણ સમજે છે-આવાં અમે બનીશું. પછી છતાં પણ શરમ ક્યાં છે? અમે
પોતાની ઉન્નતિ કરીને કાંઈક મેળવી લઈએ, સમજતા જ નથી. ત્યારે બાબા કહે છે એવું ન સમજો
આ બ્રહ્મા કહે છે, હંમેશા શિવબાબા માટે સમજો. શિવબાબા નો તો રીગાર્ડ રાખવાનો છે ને?
એમની સાથે પછી ધર્મરાજ પણ છે. નહીં તો ધર્મરાજ નાં દંડા પણ ખૂબ ખાશો. કુમારીઓએ તો
બહુ જ હોશિયાર થવું જોઈએ. એવું થોડી, અહીં સાંભળ્યું બહાર ગયા તો ખલાસ! ભક્તિમાર્ગ
ની કેટલી સામગ્રી છે. હવે બાપ કહે છે વિષ (વિકાર) છોડો. સ્વર્ગવાસી બનો. એવાં-એવાં
સ્લોગન (સુવિચાર) બનાવો. બહાદુર શેરનીઓ (સિંહણો) બનો. બેહદ નાં બાપ મળ્યાં છે પછી
શું પરવા! ગવર્મેન્ટ ધર્મ ને જ નથી માનતી તો તે પછી મનુષ્ય થી દેવતા બનવા કેવી રીતે
આવશે? તેઓ કહે છે અમે કોઈ પણ ધર્મ ને નથી માનતાં. બધાને અમે એક સમજીએ છીએ પછી
લડો-ઝઘડો કેમ છો? જુઠ્ઠું તો જુઠ્ઠું સાચાં ની રત્તી પણ નથી. પહેલાં-પહેલાં ઈશ્વર
સર્વવ્યાપી થી જ જુઠ્ઠું શરુ થાય છે. હિંદુ ધર્મ તો કોઈ નથી. ક્રિશ્ચન નો પોતાનો
ધર્મ ચાલ્યો આવે છે. તે પોતાને બદલતા નથી. આ એક જ ધર્મ છે જે પોતાનાં ધર્મ ને બદલી
હિન્દુ કહી દે છે અને પછી નામ કેવાં-કેવાં રાખે છે, શ્રી શ્રી ફલાણા… હવે શ્રી
અર્થાત્ શ્રેષ્ઠ છે ક્યાં? શ્રીમત પણ કોઈની નથી. આ તો તેમની આઈરન એજડ (કળિયુગી) મત
છે. તેને શ્રીમત કેવી રીતે કહી શકાય છે. હવે તમે કુમારીઓ ઉભી થઈ જાઓ તો કોઈને પણ
સમજાવી શકો છો. પરંતુ યોગયુક્ત સારી હોશિયાર બાળકીઓ જોઈએ. અચ્છા.
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતાની
ઉન્નતિ કરવા માટે બાપ ની સર્વિસ (સેવા) માં તત્પર રહેવાનું છે. ફક્ત ખાવું, પીવું,
સુવું આ પદ ગુમાવવું છે.
2. બાપ નો અને ભણતર
નો રીગાર્ડ રાખવાનો છે. દેહી-અભિમાની બનવાનો પૂરે-પૂરો પુરુષાર્થ કરવાનો છે. બાપ ની
શિક્ષાઓ ને ધારણ કરી સપૂત બાળક બનવાનું છે.
વરદાન :-
સેવા કરતા
ઉપરામ સ્થિતિ માં રહેવાવાળા યોગયુક્ત , યુક્તિયુક્ત સેવાધારી ભવ
જે યોગયુક્ત,
યુક્તિયુક્ત સેવાધારી છે તે સેવા કરતા પણ સદા ઉપરામ રહે છે. એવું નથી સેવા વધારે છે
એટલે અશરીર નથી બની શકતાં. પરંતુ યાદ રહે કે મારી સેવા નથી, બાપે આપી છે તો
નિર્બન્ધન રહેશો. ટ્રસ્ટી છું, બંધનમુક્ત છું એવી પ્રેક્ટિસ કરો. અતિ નાં સમયે અંત
ની સ્ટેજ, કર્માતીત અવસ્થા નો અભ્યાસ કરો. જેવી રીતે વચ્ચે-વચ્ચે સંકલ્પ નાં
ટ્રાફિક ને કંટ્રોલ કરો છો એવી રીતે અતિ નાં સમયે અંત ની સ્ટેજ નો અનુભવ કરો ત્યારે
અંત નાં સમયે પાસ વિથ ઓનર બની શકશો.
સ્લોગન :-
શુભ ભાવના
કારણ ને નિવારણ માં પરિવર્તન કરી દે છે.
અવ્યક્ત ઈશારા -
રુહાની રોયલ્ટી અને પ્યોરિટી ની પર્સનાલિટી ધારણ કરો
પવિત્રતા
બ્રાહ્મણ-જીવન નાં વિશેષ જન્મ ની વિશેષતા છે. પવિત્ર સંકલ્પ બ્રાહ્મણો ની બુદ્ધિ
નું ભોજન છે. પવિત્ર દૃષ્ટિ બ્રાહ્મણો ની આંખો ની રોશની છે, પવિત્ર કર્મ બ્રાહ્મણ
જીવન નો વિશેષ ધંધો છે. પવિત્ર સંબંધ અને સંપર્ક બ્રાહ્મણ જીવન ની મર્યાદા છે. એવી
મહાન ચીજ ને અપનાવવામાં મહેનત નહીં કરો, હઠ થી અપનાવો. આ પવિત્રતા તો તમારા જીવન
નું વરદાન છે.