09-05-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમે અહીંયા આવ્યાં છો સેલ્ફ રિયલાઈઝ કરવાં , તમે પોતાને આત્મા સમજી પરમાત્મા બાપ થી સાંભળો , દેહી - અભિમાની રહેવાનો અભ્યાસ કરો”

પ્રશ્ન :-
ઘણીવાર બાળકો થી કોઈ-કોઈ પૂછે છે કે તમે આત્મા નો સાક્ષાત્કાર કર્યો છે, તો તમે તેને કયો જવાબ આપો?

ઉત્તર :-
બોલો હાં, અમે આત્મા નો સાક્ષાત્કાર કર્યો છે. આત્મા જ્યોતિ બિંદુ છે. આત્મા માં જ સારા કે ખરાબ સંસ્કાર છે. આત્મા ની બધી નોલેજ હમણાં અમને મળી છે. જ્યાં સુધી આત્મા નો સાક્ષાત્કાર નહોતો કર્યો ત્યાં સુધી દેહ-અભિમાની હતાં. હમણાં અમને પરમાત્મા દ્વારા ગોડ રિયલાઈઝેશન અને સેલ્ફ રિયલાઇઝેશન થયું છે.

ગીત :-
ન વહ હમસે જુદા હોંગે…

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં રુહાની બાળકોએ આ ગીત સાંભળ્યું. રુહાની બાળકો કહે છે શરીર દ્વારા. એવું કોઈ ક્યારેય નહીં કહેશે કે અમે મરી મટશું સાધુ-સંતો ની ઉપર. બાળકો જાણે છે - આપણે એમની સાથે જવાનું છે, આ શરીર છોડી દેવાનું છે એટલે કહે છે, આ શરીર છોડીને આપણે ચાલ્યાં જઈશું બાપની સાથે. બાપ આવ્યાં જ છે સાથે લઈ જવાં. આ ખૂબ સમજણ ની વાત છે. બાળકો બોલાવે છે, અમને પતિતો ને આવીને પાવન બનાવો, પછી શું કરું. અહીં તો નહીં છોડી જશે. આ આખી દુનિયા પતિત છે આ પતિત દુનિયાથી પાવન દુનિયામાં લઈ જવા માટે બાપ આવ્યાં છે. આપણને આત્માઓને સાથે લઈ જશે. આ આખી દુનિયા વિશશ (વિકારી) છે - આ પણ તમે જાણો છો. તમે કોઈને વિકારી, પતિત કહેશો તો પણ બગડી જશે. મનુષ્યો ને સમજાવવાનું ખૂબ યુક્તિ થી છે. મહિમા કરવાની છે એક બાપ ની. હમણાં આપ બાળકોને નોલેજ મળી છે, ખૂબ સમજણ થી વાત કરવાની છે. ક્યાંય જુઓ છો, પ્રશ્ન-ઉત્તર કરે છે તો બોલો અમે હજું કાચ્ચાં છીએ, મોટી બહેન આવીને રેસ્પોન્ડ (ઉત્તર) આપશે.

તમે કહો છો શિવબાબા સમજાવે છે, ભગવાનુવાચ - મનુષ્ય બધા પતિત છે. પતિત તો ભગવાન હોઈ ન શકે. પતિત-પાવન ને બોલાવે છે કારણ કે પતિત છે. દેહધારીઓ ને ભગવાન ન કહી શકાય. ભગવાન નિરાકાર શિવ ને કહેવાય છે, શિવ નાં મંદિર પણ ઘણાં છે. પહેલાં-પહેલાં જ્યારે એક વાત ને સમજી લે ત્યારે રહી શકશે. પહેલાં-પહેલાં બતાવો કે શિવ ભગવાનુવાચ - શિવબાબા કહે છે કે મામેકમ્ યાદ કરો. એમને પોતાનું શરીર નથી. બ્રહ્મા-વિષ્ણુ-શંકર ને પણ પોતાનું સૂક્ષ્મ શરીર છે. જોવામાં આવે છે. આ તો જોવામાં નથી આવતાં. એમને કહેવાય જ છે - પરમપિતા પરમાત્મા. તમે પણ કહેશો અમે આત્મા એક શરીર છોડી બીજું લઈએ છીએ. તમે પોતાનાં આત્મા નો સાક્ષાત્કાર કર્યો છે. ભક્તિમાર્ગ માં સાક્ષાત્કાર માટે નૌધા ભક્તિ કરે છે. પરંતુ ભક્તિ કરવા વાળાઓએ ક્યારેય સાક્ષાત્કાર નથી કર્યો. એ શું વસ્તુ છે, એ બિલકુલ નથી જાણતાં. ફક્ત કહે છે - એ નિરાકાર છે. વાતચીત તો આત્મા કરે છે. સંસ્કાર પણ આત્મા માં રહે છે. આત્મા નીકળી જાય છે તો ન આત્મા, ન શરીર વાત કરી શકે છે. આત્મા વગર શરીર કંઈ કરી ન શકે. પહેલાં તો આત્માને ઓળખવાનો છે અને બાપ દ્વારા જ બાપને ઓળખી શકશો. આત્મા ને પરમપિતા પરમાત્મા નો સાક્ષાત્કાર કેવી રીતે થઈ શકે છે - જ્યારે કે પોતાને જ નથી જાણી, જોઈ શકતાં. ભલે કહે છે “ચમકે છે અજબ તારો” પરંતુ આ કોઈને ખબર નથી કે આત્મા માં ૮૪ જન્મો નો પાર્ટ નોંધાયેલો છે. મનુષ્ય બિલકુલ દેહ-અભિમાની રહે છે. હવે બાપ કહે છે દેહી-અભિમાની બનો. પોતાને આત્મા સમજી પછી મારા દ્વારા સાંભળો. સાંભળવા વાળો આત્મા છે, આત્મા ને સાંભળવા વાળા પરમાત્મા જોઈએ. મનુષ્ય ને સમજાવવા વાળા મનુષ્ય જ હશે. આ આત્મા નું જ્ઞાન કોઈને નથી એટલે કહેવાય છે પહેલાં આત્મા ને જાણો. સેલ્ફ રિયલાઈઝ કરો. આત્મા પોતે જ કહે છે - આત્મા ને અમે રિયલાઈઝ કેવી રીતે કરીએ? આ થોડી કોઈને ખબર છે, આપણી આત્મા માં કેવી રીતે આખો પાર્ટ ભરાયેલો છે. સાધુ-સંન્યાસી વગેરે કોઈ બતાવી ન શકે. બાપે જ આવીને બાળકો ને સેલ્ફ રિયલાઈઝ કરાવવું પડે છે. બાપ કહે છે - પોતાને આત્મા સમજી મુજ નિરાકાર પરમપિતા પરમાત્મા થી સાંભળો. આત્મા અને પરમાત્મા જ્યારે મળે ત્યારે આ વાતો થાય. દુનિયાને આ ખબર જ નથી કે પરમપિતા પરમાત્મા ક્યારે આવશે? કેવી રીતે આવી ને સમજાવશે? ન જાણવાનાં કારણે મતભેદ માં આવી જાય છે. તે બધાનો આધાર છે શાસ્ત્રો પર. બાપ કહે છે - તેનાથી ન તમે મને રિયલાઈઝ કરી શકશો, ન પોતાને રિયલાઈઝ કરી શકશો. તેઓ તો કહી દે આત્મા સો પરમાત્મા. એવું કહેવાથી શું થશે? આપણ ને પતિત થી પાવન કોણ બનાવશે? ત્રિકાળદર્શી કોણ બનાવશે? કોઈ પણ આત્મા અને પરમાત્મા નું જ્ઞાન તો આપી નથી શકતાં એટલે તમે કહો છો જે આત્માઓ પોતાનાં બાપ ને નથી જાણતાં, તે નાસ્તિક છે. તેઓ પછી કહી દે કે જે ભક્તિ નથી કરતાં, તે નાસ્તિક છે. હવે આપ બાળકો ભક્તિ તો કરતાં નથી. તમારી પાસે ચિત્ર ખૂબ સારા છે. ચિત્રો પર જ સમજાવાય છે. કોઈએ વિશ્વ નો નક્શો જોયો જ નહીં હશે તો તેને શું ખબર - લન્ડન ક્યાં છે? અમેરિકા ક્યાં છે? જ્યાં સુધી શિક્ષક બેસી નક્શા પર સમજાવે એટલે તમે આ ચિત્ર બનાવ્યાં છે પરંતુ ડિટેલ માં કોઈ સમજી નથી શકતાં. સૂર્યવંશીઓએ આ રાજધાની ક્યાંથી લીધી? પછી ચંદ્રવંશીઓએ કેવી રીતે લીધી? શું સૂર્યવંશીઓ થી લડાઈ કરી? તમે સમજો છો બધાને વારસો એક બાપ થી મળે છે. સૂર્યવંશી, ચંદ્રવંશી તો વિશ્વ નાં માલિક છે. બીજો કોઈ ધર્મ જ નથી હોતો તો લડાઈની વાત જ નથી. હવે તમે સમજો છો, અમે વિશ્વનાં માલિક બનીએ છીએ. એવું નહીં કે સૂર્યવંશીઓ થી ચંદ્રવંશીઓ એ જીત્યું કે યુદ્ધ ચાલ્યું. ના, અલગ-અલગ વંશજ હોય છે.

હવે તમારી બુદ્ધિ માં આ ચિત્રોનો બધી નોલેજ છે. સ્કૂલ માં પણ વિદ્યાર્થી ભણે છે તો બુદ્ધિમાં બધી નોલેજ આવી જાય છે. નાનાં બાળકોને પુસ્તક માં દેખાડાય છે - આ હાથી છે, આ ફલાણા છે. હવે તમે આ ડ્રામા ને જાણી ગયાં છો. આ આખું ચક્ર બુદ્ધિ માં છે. આ છે બધી નવી વાતો અને આ વાતો ને બ્રાહ્મણ કુળ જ સમજશે. બીજા તો બેસી ફાલતુ ડિબેટ (ચર્ચા) કરશે. એવું પણ નથી બધાને સાથે સમજાવી શકાય છે. ના, અલગ-અલગ સમજાવવાનું હોય છે. કાયદો પણ છે પહેલાં બાપ ને, આત્મા ને સમજે પછી ક્લાસ માં બેસે તો સમજશે, નહીં તો સમજી નહીં શકે. સંશય ઉઠાવતાં જ રહેશે. તમારે સમજાવવાનું છે ભગવાન એક જ છે - એ ઊંચા માં ઊંચા છે. દેવતાઓ ને પણ ભગવાન ન કહી શકાય. આત્માનું પણ જ્ઞાન હવે તમને મળ્યું છે. કર્મનું ફળ આત્મા જ ભોગવે છે. સંસ્કાર આત્મા માં જ રહે છે. આત્મા સાંભળે છે આ ઓરગન્સ (અવયવો) દ્વારા. ભગવાન બાપ એક છે, વારસો એમનાથી મળે છે. બાબાએ સમજાવ્યું છે - તમે પોતાને આત્મા નિશ્ચય કરો અને બાપ સાથે બુદ્ધિયોગ લગાવો. જન્મ-જન્માંતર ભક્તિ કરતાં આવ્યાં છો. હનુમાન નાં પુજારી હશે તો હનુમાન ને યાદ કરશે કે કૃષ્ણ નાં પુજારી હશે તો કૃષ્ણ ને યાદ કરશે. હવે તમને સમજાવાય છે - તમે આત્મા છો. તમારા પરમપિતા પરમાત્મા છે. એમને યાદ કરવાથી જ બાપ નો વારસો મળશે, જે બાપ છે સ્વર્ગ નાં રચયિતા, તો જરુર આપણે સ્વર્ગ માં હોવા જોઈએ. ભારત સ્વર્ગ હતું. હમણાં તો સ્વર્ગ નથી, જે રાજાઈ હોય. નર્ક માં તો રાવણ ની રાજાઈ છે. આપણી રાજધાની કેવી રીતે ચાલી પછી નીચે ઉતર્યા, કંઈ પણ નથી જાણતાં. હમણાં તમે જાણો છો પુનર્જન્મ લેતાં-લેતાં આપણે નીચે ઉતરવાનું જ છે. હવે ફરી બાપ કહે છે, મને યાદ કરો તો તમે પાવન બનશો. સ્વર્ગ નો વારસો મળશે. આપણે બાપ નાં બનીએ છીએ તો બાપ નો વારસો મળે છે. પરંતુ જ્યાં સુધી તમોપ્રધાન થી સતોપ્રધાન ન બનીએ, યોગ થી પાવન બનીએ ત્યાં સુધી વારસો મળી ન શકે. બાપ કહે છે, મને યાદ કરવાથી તમારા વિકર્મ વિનાશ થશે, વિકર્માજીત બનશો, આ ખાતરી છે. સમજણ આપવી પડે છે. કોઈ સમજશે, કોઈ તેજ બુદ્ધિ વાળા હશે તો અવાજ કરવા લાગે છે. કોઈ ન કોઈ વિઘ્ન નાખવા વાળા નીકળી પડે છે. કોઈ હંગામા કરે તો બોલવું જોઈએ - એકાંત માં આવીને સમજો. અહીં નો કાયદો છે - ૭ દિવસ ભઠ્ઠી માં રહી ને સમજવું કારણકે આ જ્ઞાન નવું હોવાનાં કારણે મનુષ્ય મુંઝાય છે. કોઈ પણ પહેલાં નવું સેવાકેન્દ્ર ખુલે છે તો તેમાં હોશિયાર હોવા જોઈએ જે બધાને સમજાવી શકે. ભગવાન તો બધાનાં એક છે, બધા આત્માઓ ભાઈ-ભાઈ છે. પરમાત્મા બધા નાં બાપ છે. પોકારે છે પતિત-પાવન આવો તો જરુર એ પાવન છે, એ ક્યારેય પતિત થતાં નથી. બાપ જ આવીને પતિતો ને પાવન બનાવશે. સતયુગ માં બધા છે પાવન. કળિયુગ માં બધા છે પતિત. પતિત અનેક હોય છે, પાવન થોડાંક હોય છે. સતયુગ માં બધાં તો નહીં જશે. જે પતિત થી પાવન બને છે, તે જ પાવન દુનિયામાં જાય છે. બાકી બધા નિર્વાણ દુનિયામાં ચાલ્યાં જશે. આ પણ જાણો છો, આખી દુનિયા આવીને મત નહીં લેશે. આ મુશ્કેલ છે જે તમે આખી દુનિયાને મત આપો. હમણાં બધાનો કયામત નો સમય છે. વિનાશ બધાનો થવાનો છે. સમજાવવાની ખૂબ યુક્તિ જોઈએ. જે શાંતિ થી બેસી સાંભળે, ડિસ્ટર્બન્સ (ખલેલ) ન કરે. પહેલાં-પહેલાં તો બાપ નો પરિચય આપવાનો છે. શિવબાબા જ પતિત-પાવન છે, એ જ સમજાવે છે. ગીતા માં પણ શબ્દ પ્રસિદ્ધ છે. પતિત-પાવન બાપ જ કહે છે કે મને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે. ગીતા થી જ આ શબ્દ સંબંધ રાખે છે. શિવબાબાએ કહ્યું છે - મને યાદ કરો. હું સર્વશક્તિમાન્, પતિત-પાવન છું. ગીતા જ્ઞાન દાતા, જ્ઞાન નો સાગર છું. ગીતા નાં શબ્દ તો છે ને. ફક્ત તેઓ કહે છે કૃષ્ણ ભગવાનુવાચ, તમે કહો છો શિવ ભગવાનુવાચ. ભગવાન નિરાકાર છે, એ ક્યારેય પુનર્જન્મ માં નથી આવતાં, અલોકિક દિવ્ય જન્મ લે છે. સ્વયં જ સમજાવે છે - હું સાધારણ વૃદ્ધ તન માં આવું છું, જેને ભાગીરથ કહે છે. બ્રહ્મા દ્વારા જ રચના રચે છે. તો મનુષ્ય નું નામ બ્રહ્મા રખાય છે. વ્યક્ત બ્રહ્મા થી પછી પાવન અવ્યક્ત ફરિશ્તા બની જાય છે. બાપ આવે જ છે - પતિતો ને પાવન બનાવવાં. તો જરુર ફરી પતિત દુનિયા પતિત શરીર માં આવશે. આ છે ડીટેલ (વિસ્તાર) ની સમજણ. પહેલાં તો સમજાવવું જોઈએ - ભગવાન કહે છે કે કલ્પ પહેલાં ની જેમ મને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે, પતિત થી પાવન બનો. ગાય પણ છે, હે પતિત-પાવન આવો. ગંગા તો છે જ. તમે પોકારો છો તો જરુર ક્યાંક થી આવશે. પતિત-પાવન આવે છે પતિત થી પાવન બનાવવાનો પાર્ટ ભજવવાં. બાપ કહે છે, તમે પાવન હતાં પછી તમારા માં ખાદ પડી છે, તે યોગબળ થી જ નીકળશે. તમે પવિત્ર બની જશો પછી પાવન દુનિયામાં જ આવશો. પતિત દુનિયાનો વિનાશ થઇ જશે. જે સમજાવાય છે તેને સારી રીતે ધારણ કરવાનું છે. આપણે તો ફક્ત ઊંચે થી ઊંચા બાપની મહિમા કરીએ છીએ. બેહદ નાં બાપ સમજાવે છે તમે ૮૪ જન્મો નો પાર્ટ ભજવતાં-ભજવતાં કેટલાં પતિત બન્યાં છો. પહેલાં પાવન હતાં, હવે પતિત બન્યાં છો ફરી યાદ ની યાત્રા પર રહેવાથી તમે પાવન બની જશો. ભક્તિમાર્ગ થી તમે સીડી નીચે ઉતરતા જ આવ્યાં છો. આ તો બિલકુલ જ સહજ વાત છે. આ તો બાળકોની બુદ્ધિમાં બેસવું જોઈએ. સવારે ઉઠીને વિચાર સાગર મંથન કરવું જોઈએ પછી જે પણ આવે તેમને સમજાવવાનું છે. મોરલી ની મુખ્ય પોઇન્ટસ (વાત) નોટ કરી લેવી જોઈએ પછી રિપીટ કરવી જોઈએ. તો દિલ પર પાકું થઈ જાય.

પહેલી-પહેલી મુખ્ય વાત છે બાપ ને યાદ કરવાં. બાપ જ કહે છે મનમનાભવ, મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. હવે કરો ન કરો તમારી મરજી. બાપ નું ફરમાન તો મળેલું છે. પાવન દુનિયામાં જવાનું છે તો પછી પતિત દુનિયામાં બુદ્ધિ નો યોગ ન જવો જોઈએ. વિકાર માં નથી જવાનું. સમજણ તો ખૂબ મળતી રહે છે. અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સવારે-સવારે ઉઠીને વિચાર સાગર મંથન કરવાનું છે. બાપ જે સંભળાવે છે તે નોટ કરી રિપીટ કરવાનું છે, બીજાઓને સંભળાવવાનું છે. બધાને પહેલાં-પહેલાં બાપ નો જ પરિચય આપવાનો છે.

2. પાવન દુનિયામાં ચાલવા માટે આ પતિત દુનિયાથી બુદ્ધિયોગ નીકાળી દેવાનો છે.

વરદાન :-
નંબરવન બિઝનેસમેન બની એક - એક સેકન્ડ કે સંકલ્પ માં કમાણી જમા કરવાવાળા પદમપતિ ભવ

નંબરવન બિઝનેસમેન તે છે જે સ્વયં ને બીઝી રાખવાની વિધિ જાણે છે. બિઝનેસમેન અર્થાત્ જેમનો એક સંકલ્પ પણ વ્યર્થ ન જાય, દરેક સંકલ્પ માં કમાણી હોય. જેવી રીતે તે બિઝનેસમેન એક-એક પૈસાને કાર્ય માં લગાવી પદમગુણા બનાવી દે છે, એવી રીતે તમે પણ એક-એક સેકન્ડ કે સંકલ્પ કમાણી કરીને દેખાડો ત્યારે પદમપતિ બનશો. આનાંથી બુદ્ધિનું ભટકવાનું બંધ થઈ જશે અને વ્યર્થ સંકલ્પો ની કમ્પલેન પણ સમાપ્ત થઈ જશે.

સ્લોગન :-
જે માંગે છે તે ખુશી નાં ખજાના થી સંપન્ન નથી થઈ શકતાં.

આ અવ્યક્ત ઇશારા - સદા અચળ , અડોલ , એકરસ સ્થિતિ નો અનુભવ કરો

સદા માસ્ટર સર્વશક્તિવાન ની સીટ પર સેટ રહેવાવાળા જ અચળ-અડોલ રહે છે. બાપદાદા કહે છે બાળકો શરીર પણ ચાલ્યું જાય પરંતુ તમારી ખુશી ન જાય. પૈસા તો એની આગળ કંઈ પણ નથી, જેમની પાસે ખુશીનો ખજાનો છે એમની સામે કોઈ મોટી વાત નથી અને સદા સહયોગી સેવાધારી બાળકો ની સાથે બાપદાદા રહે છે એટલે ગભરાવાની કોઈ વાત નથી.