09-06-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  15.02.20    બાપદાદા મધુબન


“ મન ને સ્વચ્છ , બુદ્ધિ ને ક્લિયર રાખી ડબલ લાઈટ ફરિશ્તા સ્થિતિ નો અનુભવ કરો”


આજે બાપદાદા પોતાનાં સ્વરાજ્ય અધિકારી બાળકો ને જોઈ રહ્યા છે. સ્વરાજ્ય બ્રાહ્મણ જીવન નો જન્મસિદ્ધ અધિકાર છે. બાપદાદાએ દરેક બ્રાહ્મણ ને સ્વરાજ્ય નાં તખ્તનશીન બનાવી દીધાં છે. સ્વરાજ્ય નો અધિકાર જન્મતા જ દરેક બ્રાહ્મણ આત્મા ને પ્રાપ્ત છે. જેટલાં સ્વરાજ્ય સ્થિતિ બનો છો એટલાં જ પોતાનામાં લાઈટ અને માઈટ નો અનુભવ કરો છો.

બાપદાદા આજે દરેક બાળક નાં મસ્તક પર લાઈટ નો તાજ જોઈ રહ્યા છે. જેટલી પોતાનામાં માઈટ (શક્તિ) ધારણ કરી છે એટલો જ નંબરવાર લાઈટ નો તાજ ચમકે છે. બાપદાદાએ બધાં બાળકો ને સર્વશક્તિ અધિકાર માં આપી છે. દરેક માસ્ટર સર્વશક્તિમાન છે, પરંતુ ધારણ કરવામાં નંબરવાર બની ગયા છે. બાપદાદાએ જોયું કે સર્વશક્તિઓની નોલેજ પણ બધામાં છે, ધારણા પણ છે પરંતુ એક વાત નું અંતર પડી જાય છે. કોઈ પણ બ્રાહ્મણ આત્માને પૂછો-દરેક શક્તિ નું વર્ણન પણ ખૂબ સારું કરશે, પ્રાપ્તિ નું વર્ણન પણ ખૂબ સારું કરશે. પરંતુ અંતર આ છે કે સમય પર જે શક્તિ ની આવશ્યક્તા છે, તે સમય પર તે શક્તિ કાર્ય માં નથી લગાવી શકતાં. સમય નાં/ગયાં પછી મહેસૂસ (અનુભવ) કરે છે કે આ શક્તિની આવશ્યક્તા હતી. બાપદાદા બાળકો ને કહે છે-સર્વશક્તિઓ નો વારસો એટલો શક્તિશાળી છે જે કોઈ પણ સમસ્યા તમારી આગળ રહી નથી શકતી. સમસ્યા-મુક્ત બની શકો છો. ફક્ત સર્વશક્તિઓ ને ઈમર્જ રુપ માં સ્મૃતિ માં રાખો અને સમય પર કાર્ય માં લગાવો. એનાં માટે પોતાની બુદ્ધિની લાઈન ક્લિયર રાખો. જેટલી બુદ્ધિની લાઈન ક્લિયર અને ક્લિન હશે એટલી નિર્ણય શક્તિ તીવ્ર હોવાનાં કારણે જે સમયે જે શક્તિ ની આવશ્યક્તા છે તે કાર્ય માં લગાવી શકશો કારણ કે સમય પ્રમાણે બાપદાદા દરેક બાળક ને વિઘ્ન-મુક્ત, સમસ્યા-મુક્ત, મહેનત કે પુરુષાર્થ-મુક્ત જોવા ઈચ્છે છે. બનવાનું તો બધાએ છે જ પરંતુ લાંબાકાળ નો આ અભ્યાસ આવશ્યક છે. બ્રહ્મા બાબા નાં વિશેષ સંસ્કાર જોયા - “તરત દાન મહાપુણ્ય”. જીવન નાં આરંભ થી દરેક કાર્ય માં તરત દાન પણ, તરત કામ પણ કર્યુ. બ્રહ્મા બાપની વિશેષતા નિર્ણય શક્તિ સદા ફાસ્ટ રહી. તો બાપદાદાએ રીઝલ્ટ જોયું. બધાને સાથે તો લઈ જ જવાના છે. બાપદાદા ની સાથે ચાલવા વાળા છો ને? કે પાછળ-પાછળ આવવા વાળા છો? જ્યારે સાથે ચાલવાનું જ છે તો ફોલો બ્રહ્મા બાપ. કર્મ માં ફોલો બ્રહ્મા બાપ અને સ્થિતિ માં નિરાકારી શિવ બાપ ને ફોલો કરવાના છે. ફોલો કરતા આવડે છે ને?

ડબલ વિદેશીઓ ને ફોલો કરતા આવડે છે? ફોલો કરવાનું તો સહજ છે ને? જ્યારે ફોલો જ કરવાનું છે તો કેમ, શું, કેવી રીતે… આ સમાપ્ત થઈ જાય છે. અને બધાને અનુભવ છે કે વ્યર્થ સંકલ્પ નાં નિમિત્ત આ કેમ, શું, કેવી રીતે… જ આધાર બને છે. ફોલો ફાધર માં આ શબ્દ સમાપ્ત થઈ જાય છે. કેવી રીતે નહીં, આવી રીતે. બુદ્ધિ તરત જ્જ કરે છે આવી રીતે ચાલો, આવી રીતે કરો. તો બાપદાદા આજે વિશેષ બધાં બાળકો ને ભલે પહેલી વાર આવ્યા છે, ભલે જૂનાં છે, આ જ ઈશારો આપે છે કે પોતાનાં મન ને સ્વચ્છ રાખો. ઘણાઓનાં મન માં હજી પણ વ્યર્થ અને નેગેટિવ નાં ડાઘ નાના-મોટા છે. એના કારણે પુરુષાર્થ ની શ્રેષ્ઠ સ્પીડ, તીવ્રગતિ માં અડચણ આવે છે. બાપદાદા સદા શ્રીમત આપે છે કે મન માં સદા દરેક આત્મા પ્રત્યે શુભ ભાવના અને શુભકામના રાખો - આ છે સ્વચ્છ મન. અપકારી પર પણ ઉપકાર ની વૃત્તિ રાખજો-આ છે સ્વચ્છ મન. સ્વયં પ્રતિ તથા અન્ય પ્રતિ વ્યર્થ સંકલ્પ આવવા-આ સ્વચ્છ મન નથી. તો સ્વચ્છ મન અને ક્લિન અને ક્લિયર બુદ્ધિ. જ્જ કરો, પોતે પોતાને અટેન્શન થી જુઓ, ઉપર-ઉપર થી નહીં, ઠીક છે, ઠીક છે. ના, વિચારી ને જુઓ-મન અને બુદ્ધિ સ્પષ્ટ છે, શ્રેષ્ઠ છે? ત્યારે ડબલ-લાઈટ સ્થિતિ બની શકે છે. બાપ સમાન સ્થિતિ બનાવવાનું આ જ સહજ સાધન છે. અને આ અભ્યાસ અંત માં નહીં, લાંબાકાળ નો આવશ્યક છે. તો ચેક કરતા આવડે છે? પોતાને ચેક કરજો, બીજાઓને નહીં કરતાં. બાપદાદાએ પહેલાં પણ હસવાની વાત બતાવી હતી કે ઘણાં બાળકોની દૂર ની નજર ખૂબ તેજ છે અને નજીક ની નજર કમજોર છે એટલે બીજાઓને જ્જ કરવામાં ખૂબ હોશિયાર છે. પોતાને ચેક કરવામાં કમજોર નહીં બનતાં.

બાપદાદાએ પહેલાં પણ કહ્યું છે કે જેવી રીતે હવે આ પાક્કુ થઈ ગયું છે કે હું બ્રહ્માકુમારી/બ્રહ્માકુમાર છું. ચાલતાં-ફરતાં-વિચારતાં-અમે બ્રહ્માકુમારી છીએ, અમે બ્રહ્માકુમાર બ્રાહ્મણ આત્મા છીએ. એવી રીતે હવે આ નેચરલ સ્મૃતિ અને નેચર બનાવો કે “હું ફરિશ્તા છું”. અમૃતવેલે ઉઠતાં જ પાક્કુ કરો કે હું ફરિશ્તા પરમાત્મ-શ્રીમત પર નીચે આ સાકાર તન માં આવ્યો છું, બધાને સંદેશ આપવા માટે તથા શ્રેષ્ઠ કર્મ કરવા માટે. કાર્ય પૂરું થયું અને પોતાની શાંતિ ની સ્થિતિ માં સ્થિત થઈ જાઓ. ઊંચી સ્થિતિ માં ચાલ્યા જાઓ. એક-બીજા ને પણ ફરિશ્તા સ્વરુપ માં જુઓ. તમારી વૃત્તિ બીજાઓને પણ ધીરે-ધીરે ફરિશ્તા બનાવી દેશે. તમારી દૃષ્ટિ બીજા ઉપર પણ પ્રભાવ પાડશે. આ પાક્કુ છે કે અમે ફરિશતા છીએ? ફરિશ્તા ભવ નું વરદાન બધાને મળેલું છે? એક સેકન્ડ માં ફરિશ્તા અર્થાત્ ડબલ લાઈટ બની શકો છો? એક સેકન્ડ માં, મિનિટ માં નહીં, ૧૦ સેકન્ડ માં નહીં, એક સેકન્ડ માં વિચારો અને બન્યા, એવો અભ્યાસ છે? સારું, જે એક સેકન્ડ માં બની શકે છે, બે સેકન્ડ માં નહીં, એક સેકન્ડ માં બની શકે છે, તે એક હાથ ની તાળી વગાડો. બની શકો છો? એમ જ નહીં હાથ ઉઠાવતાં. ડબલ વિદેશી નથી ઉઠાવી રહ્યાં! સમય લાગે છે શું? સારું, જે સમજે છે કે થોડો સમય લાગે છે, એક સેકન્ડ માં નહીં, થોડો સમય લાગે છે, તે હાથ ઉઠાવો. (ઘણાઓએ હાથ ઉઠાવ્યો) સારું છે, પરંતુ લાસ્ટ ઘડી નું પેપર એક સેકન્ડ માં આવવાનું છે પછી શું કરશો? અચાનક આવવાનું છે અને સેકન્ડ નું આવવાનું છે. હાથ ઉઠાવ્યો, કોઈ વાંધો નથી. મહેસૂસ કર્યુ, આ પણ ખૂબ સારું. પરંતુ આ અભ્યાસ કરવાનો જ છે. કરવો જ પડશે એમ નહીં, કરવાનો જ છે. આ અભ્યાસ ખૂબ-ખૂબ-ખૂબ આવશ્યક છે. ચાલો, છતાં પણ બાપદાદા થોડો સમય આપે છે. કેટલો સમય જોઈએ? બે હજાર સુધી જોઈએ. ૨૧ મી સદી તો તમે લોકોએ ચેલેન્જ કરી છે, ઢંઢેરો પીટ્યો છે, યાદ છે? ચેલેન્જ કરી છે-ગોલ્ડન એજેડ દુનિયા આવશે તથા વાતાવરણ બનાવીશું. ચેલેન્જ કરી છે ને? તો આટલાં સુધી તો ખૂબ સમય છે. જેટલું સ્વ પર અટેન્શન આપી શકો, આપી શકો કે નહીં, આપવાનું જ છે. જેવી રીતે દેહ-ભાન માં આવવામાં કેટલો સમય લાગે છે? બે સેકન્ડ? જ્યારે ઈચ્છતા પણ નથી પરંતુ દેહ-ભાન માં આવી જાઓ છો, તો કેટલો સમય લાગે છે? એક સેકન્ડ કે એનાથી પણ ઓછો લાગે છે? ખબર જ નથી પડતી કે દેહ-ભાન માં આવી પણ ગયા છો. એવી રીતે આ અભ્યાસ કરો-કંઈ પણ થાય, કંઈ પણ કરી રહ્યા હોય પરંતુ આ પણ ખબર જ ન પડે કે હું સોલ કોન્શિયસ, પાવરફુલ સ્થિતિ માં નેચરલ થઈ ગયો છું. ફરિશ્તા સ્થિતિ પણ નેચરલ હોવી જોઈએ. જેટલો પોતાનો નેચર ફરિશ્તાપણા નો બનાવશો તો નેચર સ્થિતિ ને નેચરલ કરી દેશે. તો બાપદાદા કેટલાં સમય પછી પૂછે? કેટલો સમય જોઈએ? જયંતિ, બોલો - કેટલો સમય જોઈએ? વિદેશ તરફ થી તમે બોલો-કેટલો સમય વિદેશ વાળા ને જોઈએ? જનક, બોલો (દાદીજીએ કહ્યું આજ ને આજ થશે, કાલે નહીં) જો આજ ની આજ છે તો હમણાં બધાં ફરિશ્તા થઈ ગયાં? થઈ જશો, ના. જો થઈ જશો તો ક્યાં સુધી? બાપદાદાએ આજે બ્રહ્મા બાપ નાં કયા સંસ્કાર બતાવ્યા? તરત દાન મહાપુણ્ય.

બાપદાદા નો દરેક બાળક સાથે પ્રેમ છે, તો એમ જ સમજે છે કે એક બાળક પણ ઓછો (પાછળ) ન રહે. નંબરવાર કેમ? બધાં નંબરવન થઈ જાય તો કેટલું સારું છે. અચ્છા.

પ્રશાસક વર્ગ (એડમિનિસ્ટ્રેશન વિંગ) નાં ભાઈ-બહેનો સાથે:- પરસ્પર મળીને શું પ્રોગ્રામ બનાવ્યો? એવો તીવ્ર પુરુષાર્થ નો પ્લાન બનાવ્યો કે જલ્દી થી જલ્દી આપ શ્રેષ્ઠ આત્માઓનાં હાથ માં આ કાર્ય આવી જાય. વિશ્વ પરિવર્તન કરવાનું છે તો પૂરું એડમિનિસ્ટ્રેશન બદલવું પડશે ને? કેવી રીતે આ કાર્ય સહજ વધતું જાય, ફેલાતું જાય, એવું વિચાર્યુ? જે પણ ઓછા માં ઓછા મોટાં-મોટાં શહેરો માં નિમિત્ત છે એમને પર્સનલ સંદેશ આપવાનો પ્લાન બનાવ્યો છે? ઓછામાં ઓછું આ તો સમજે કે હવે આધ્યાત્મિકતા દ્વારા પરિવર્તન થઈ શકે છે અને થવું જોઈએ. તો પોતાનાં વર્ગ ને જગાડજો એટલે આ વર્ગ બનાવાયા છે. તો બાપદાદા વર્ગ વાળા ની સેવા જોઈ ખુશ છે પરંતુ આ રીઝલ્ટ જોવાનું છે કે દરેક વર્ગ વાળાએ પોત-પોતાનાં વર્ગ ને ક્યાં સુધી મેસેજ આપ્યો છે? થોડા જગાડ્યા છે કે સાથી બનાવ્યા છે? સહયોગી, સાથી બનાવ્યા છે? બ્રહ્માકુમાર નથી બનાવ્યા પરંતુ સહયોગી સાથી બનાવ્યાં?

બધાં વર્ગો ને બાપદાદા કહી રહ્યા છે કે જેવી રીતે હમણાં ધર્મ નેતાઓ આવ્યા, નંબરવન વાળા નહોતાં છતાં પણ એક સ્ટેજ પર બધાં ભેગા થયા અને બધાનાં મુખે થી આ નીકળ્યું કે આપણે બધાએ મળીને આધ્યાત્મિક શક્તિને ફેલાવવી જોઈએ. એવી રીતે દરેક વર્ગ વાળા જે પણ આવ્યા છો, તે દરેક વર્ગ વાળાઓએ આ રીઝલ્ટ કાઢવાનું છે કે અમારા વર્ગ વાળા માં મેસેજ ક્યાં સુધી પહોંચ્યો છે? બીજું-આધ્યાત્મિકતા ની આવશ્યક્તા છે અને અમે પણ સહયોગી બનીએ આ રીઝલ્ટ હોય. રેગ્યુલર સ્ટુડન્ટ નથી બનતા પરંતુ સહયોગી બની શકે છે. તો હમણાં સુધી દરેક વર્ગવાળાઓની જે પણ સેવા કરી છે, જેવી રીતે હમણાં ધર્મ નેતાઓને બોલાવ્યા, એવી રીતે દરેક દેશ થી દરેક વિંગ વાળાઓને કરો. પહેલાં ઈન્ડિયા માં જ કરો, પછી ઈન્ટરનેશનલ કરજો, દરેક વર્ગ નાં એવાં ભિન્ન-ભિન્ન સ્ટેજ વાળા ભેગા થાય અને આ અનુભવ કરે કે અમારે લોકોએ સહયોગી બનવું છે. આ દરેક વર્ગ ની રીઝલ્ટ હમણાં સુધી કેટલી નીકળી છે? અને આગળ નો શું પ્લાન છે? કારણ કે એક વર્ગ, એક-એક ને જો લક્ષ રાખીને સમીપ લાવશે તો પછી બધાં વર્ગ નાં જે સમીપ સહયોગી છે ને, એમનું સંગઠન કરીને મોટું સંગઠન બનાવીશું. અને એક-બીજાને જોઈ ઉમંગ-ઉત્સાહ પણ આવે છે. હમણાં છૂટાછવાયા છે, કોઈ શહેર માં કેટલાં છે, કોઈ શહેર માં કેટલાં છે! સારા-સારા છે પણ બધાનું પહેલાં સંગઠન ભેગું કરો અને પછી બધાને મળીને સંગઠન મધુબન માં કરીશું. તો એવો પ્લાન કંઈ બનાવ્યો? બનાવ્યો હશે જરુર. વિદેશ વાળાઓને પણ સંદેશ મોકલ્યો હતો કે વિખરાયેલા ખૂબ છે. જો ભારતમાં પણ જુઓ તો સારા-સારા સહયોગી આત્માઓ જગ્યા-જગ્યા પર નીકળ્યા છે પરંતુ ગુપ્ત રહી જાય છે. એમને મળીને કોઈ વિશેષ પ્રોગ્રામ રાખીને અનુભવ ની લેવડ-દેવડ કરે એમાં અંતર પડી જાય છે, સમીપ આવી જાય છે. કોઈ વર્ગ નાં પ હશે, કોઈ નાં ૮ હશે, કોઈ નાં ૨૫-૩૦ પણ હશે. સંગઠન માં આવવાથી આગળ વધી જાય છે. ઉમંગ-ઉત્સાહ વધે છે. તો હમણાં સુધી જે બધાં વર્ગો ની સેવા થયેલી છે, એનું રીઝલ્ટ કાઢવું જોઈએ. સાંભળ્યું, બધાં વર્ગ વાળા સાંભળી રહ્યા છો ને? બધાં વર્ગવાળા જે આજે વિશેષ આવ્યા છે તે હાથ ઉઠાવો. ખૂબ છે. તો હવે રીઝલ્ટ આપજો - કેટલાં-કેટલાં, કોણ-કોણ અને કેટલાં ટકા માં સમીપ સહયોગી છે? પછી એમનાં માટે રમણીક પ્રોગ્રામ બનાવીશું. ઠીક છે ને?

મધુબન વાળાએ ખાલી નથી રહેવાનું. ખાલી રહેવા ઈચ્છો છો? બિઝી રહેવા ઈચ્છો છો ને? કે થાકી જાઓ છો? વચ્ચે-વચ્ચે ૧૫ દિવસ રજા પણ હોય છે અને હોવી પણ જોઈએ. પરંતુ પ્રોગ્રામ ની પાછળ પ્રોગ્રામ લિસ્ટ માં હોવા જોઈએ તો ઉમંગ-ઉત્સાહ રહે છે, નહીં તો જ્યારે સેવા નથી હોતી તો દાદી એક કમ્પલેન કરે છે. કમ્પલેન બતાવે? કહે છે બધાં કહે છે-પોત-પોતાનાં ગામ માં જઈએ. ચક્કર લગાવવા જઈએ, સેવા માટે પણ ચક્કર લગાવવા જઈએ એટલે બિઝી રાખવા સારું છે. બિઝી હશો તો ખિટ-ખિટ પણ નહીં થશે. અને જુઓ, મધુબન વાળાઓની એક વિશેષતા પર બાપદાદા પદમગુણા મુબારક આપે છે. ૧૦૦ ગુણા પણ નથી, પદમગુણા. કઈ વાત પર? જ્યારે પણ કોઈ આવે છે તો મધુબન વાળાઓમાં એવી સેવાની લગન લાગી જાય છે જે કંઈ પણ અંદર હોય, એ છૂપાઈ જાય છે. અવ્યક્તિ દેખાય છે. અથક દેખાય છે અને રિમાર્ક લખીને જાય છે કે અહીં તો દરેક ફરિશ્તા લાગી રહ્યા છે. તો આ વિશેષતા ખૂબ સારી છે જે એ સમયે વિશેષ વિલ પાવર આવી જાય છે. સેવા ની ચમક આવી જાય છે. તો આ સર્ટિફિકેટ તો બાપદાદા આપે છે. મુબારક છે ને? તો તાળી તો વગાડો મધુબન વાળા. ખૂબ સારું. બાપદાદા પણ એ સમયે ચક્કર લગાવવા આવે છે, તમને લોકોને ખબર નથી પડતી પરંતુ બાપદાદા ચક્કર લગાવવા આવે છે. તો આ વિશેષતા મધુબન ની વધારે આગળ વધતી જશે. અચ્છા.

મીડિયા વિંગ:- વિદેશ માં પણ મીડિયાનું શરુ થયું છે ને? બાપદાદાએ જોયું છે કે મીડિયા માં હમણાં મહેનત સારી કરી છે. હવે સમાચાર-પત્ર માં કાઢવાનું શરુ થયું છે અને પ્રેમ થી પણ આપે છે. તો મહેનત નું ફળ પણ મળી રહ્યું છે. હજી વધારે પણ વિશેષ સમાચાર-પત્રો માં, જેવી રીતે ટી.વી.માં કોઈએ પણ એકધારું થોડા સમય પણ આપી દીધું છે ને? રોજ ચાલે છે ને? તો આ પ્રગતિ સારી છે. બધાને સાંભળવામાં સારો અનુભવ થાય છે. આવી રીતે સમાચાર-પત્ર માં વિશેષ ભલે અઠવાડિયા માં, ભલે રોજ, કે દર બીજા દિવસે એક પીસ (એક ટુકડો) નિશ્ચિત થઈ જાય કે આધ્યાત્મિક શક્તિ વધારવાનો મોકો છે. એવો પુરુષાર્થ કરો. આમ સફળતા છે, કનેક્શન પણ સારું વધતું જાય છે. હવે કંઈક કમાલ કરીને દેખાડો સમાચાર પત્ર ની. કરી શકો છો? ગ્રુપ કરી શકો છો? હાથ ઉઠાવો-હા, કરીશું. ઉમંગ-ઉલ્લાસ છે તો સફળતા છે જ. કેમ નથી થઈ શકતું? અંતે તો સમય આવશે જે બધાં સાધન તમારા તરફથી યુઝ થશે. ઓફર કરશે તમને. ઓફર કરશે કંઈક આપો, કંઈક આપો. મદદ લો. હમણાં તમારે લોકોએ કહેવું પડે છે-સહયોગી બનો, પછી તે કહેશે અમને સહયોગી બનાવો. ફક્ત આ વાત પાક્કી રાખજો-ફરિશ્તા, ફરિશ્તા, ફરિશ્તા. પછી જુઓ, તમારું કામ કેટલું જલ્દી થાય છે. પાછળ પડવું નહીં પડે પરંતુ પડછાયાની જેમ તે જાતેજ પાછળ આવશે. બસ, ફક્ત તમારી અવસ્થા ન બનવાથી રોકાયેલું છે. એવરરેડી બની જાઓ તો ફક્ત સ્વીચ દબાવવાની વાર છે, બસ. સારું કરી રહ્યા છો અને કરશો.

ચારેય તરફનાં દેશ-વિદેશ નાં સાકાર સ્વરુપ માં કે સૂક્ષ્મ સ્વરુપ માં મિલન મનાવવા વાળા સર્વ સ્વરાજ્ય અધિકારી આત્માઓ ને, સદા આ શ્રેષ્ઠ અધિકાર ને પોતાનાં ચલન અને ચહેરા થી પ્રત્યક્ષ કરવાવાળા વિશેષ આત્માઓ, સદા બાપદાદા નાં દરેક કદમ માં ફોલો કરવાવાળા, સદા મન ને સ્વચ્છ અને બુદ્ધિ ને ક્લિયર રાખવા વાળા એવા સ્વતઃ તીવ્ર પુરુષાર્થી આત્માઓ ને, સદા સાથે રહેવાવાળા અને સાથે ચાલવા વાળા ડબલ લાઈટ બાળકો ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.

વરદાન :-
સાધનો ને નિર્લેપ તથા ન્યારા બની કાર્ય માં લગાવવા વાળા બેહદનાં વૈરાગી ભવ

બેહદનાં વૈરાગી અર્થાત્ કોઈ માં પણ લગાવ નહીં, સદા બાપ નાં પ્રિય. આ પ્યારા-પણું (પ્રિયપણું) જ ન્યારા બનાવે છે. બાપ નાં પ્યારા નથી તો ન્યારા પણ નથી બની શકતાં, લગાવ માં આવી જશો. જે બાપ નાં પ્યારા છે તે સર્વ આકર્ષણો થી પરે અર્થાત્ ન્યારા હશે-આને જ કહે છે નિર્લેપ સ્થિતિ. કોઈ પણ હદ નાં આકર્ષણ નાં લેપ માં આવવા વાળા નથી. રચના અથવા સાધનો ને નિર્લેપ થઈને કાર્ય માં લાવો-આવાં બેહદના વૈરાગી જ રાજઋષિ છે.

સ્લોગન :-
દિલ ની સચ્ચાઈ-સફાઈ છે તો સાહેબ રાજી થઈ જશે.