09-06-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમે
આખા વિશ્વ પર શાંતિ નું રાજ્ય સ્થાપન કરવાવાળા બાપ નાં મદદગાર છો , હવે તમારી સામે
સુખ - શાંતિ ની દુનિયા છે”
પ્રશ્ન :-
બાપ બાળકો ને શા માટે ભણાવે છે, ભણતર નો સાર શું છે?
ઉત્તર :-
બાપ પોતાનાં બાળકો ને સ્વર્ગ નાં પ્રિન્સ (રાજકુમાર), વિશ્વ નાં માલિક બનાવવા માટે
ભણાવે છે, બાપ કહે છે બાળકો ભણતર નો સાર છે દુનિયાની બધી વાતો ને છોડી દો, એવું
ક્યારેય ન સમજો અમારી પાસે કરોડ છે, લાખ છે. કાંઈ પણ હાથ માં નહીં આવશે એટલે સારી
રીતે પુરુષાર્થ કરો, ભણતર પર ધ્યાન આપો.
ગીત :-
આખિર વહ દિન
આયા આજ…
ઓમ શાંતિ!
બાળકોએ ગીત
સાંભળ્યું - છેવટે વિશ્વ પર શાંતિ નો સમય આવ્યો. બધા કહે છે વિશ્વ માં કેવી રીતે
શાંતિ થાય? પછી જે ઠીક સલાહ આપે છે તેમને ઈનામ આપે છે. નેહરુ પણ સલાહ આપતા હતાં,
શાંતિ તો થઈ નહીં. ફક્ત સલાહ આપીને ગયાં. હમણાં આપ બાળકો ની બુદ્ધિ માં છે કે કોઈ
સમયે આખા વિશ્વભર માં સુખ, શાંતિ, સંપત્તિ વગેરે હતી. તે હમણાં નથી. હવે ફરી થવાની
છે. ચક્ર તો ફરશે ને? આ આપ સંગમયુગી બ્રહ્મણો ની બુદ્ધિ માં છે. તમે જાણો છો ભારત
પાછું સોના નું બનવાનું છે. ભારત ને જ ગોલ્ડન સ્પૈરો (ચકલી) કહેવાય છે. ભલે મહિમા
તો કરે છે પરંતુ ફક્ત કહેવા માત્ર. તમે તો હમણાં પ્રેક્ટિકલ માં પુરુષાર્થ કરી રહ્યાં
છો. જાણો છો બાકી થોડા દિવસ છે તો આ બધી નર્ક નાં દુઃખ ની વાતો ભૂલાઈ જાય છે. તમારી
બુદ્ધિ માં હવે સુખ ની દુનિયા સામે છે. જેમ પહેલાં વિલાયત થી આવતા હતાં તો સમજતા હતાં
હવે બાકી થોડો સમય છે પહોંચવા માં કારણકે પહેલાં વિલાયત થી આવવામાં ખૂબ સમય લાગતો
હતો. હમણાં તો એરોપ્લેન (વિમાન) માં જલ્દી પહોંચી જવાય છે. હવે આપ બાળકો ની બુદ્ધિ
માં છે કે હવે આપણા સુખ નાં દિવસો આવવાનાં છે, જેનાં માટે પુરુષાર્થ કરી રહ્યાં છીએ.
બાબાએ પુરુષાર્થ પણ બહુ જ સહજ બતાવ્યો છે. ડ્રામા અનુસાર કલ્પ પહેલાં ની જેમ, આ
સરટેન (નિશ્ચિત) છે. તમે દેવતા હતાં, દેવતાઓ નાં કેટલાં અનેકાનેક મંદિર બની રહ્યાં
છે. બાળકો જાણે છે આ મંદિર વગેરે બનાવી ને શું કરશે? બાકી દિવસ કેટલાં છે? આપ બાળકો
નોલેજ ની ઓથોરિટી છો. કહેવાય પણ છે પરમપિતા પરમાત્મા સર્વ શક્તિમાન્ ઓલમાઈટી ઓથોરિટી
(સર્વોચ્ચ સત્તા) છે. તમે જ્ઞાન ની ઓથોરિટી છો. તે છે ભક્તિ ની ઓથોરિટી. બાપ ને
કહેવાય છે ઓલમાઈટી ઓથોરિટી. આપ બાળકો નંબરવાર પુરુષાર્થ અનુસાર બની રહ્યાં છો. તમને
સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન છે. જાણો છો આપણે પુરુષાર્થ કરી રહ્યાં છીએ બાપ
પાસે થી વારસો મેળવવા નો. જે ભક્તિ ની ઓથોરિટી છે તે બધાને ભક્તિ જ સંભળાવે છે. તમે
જ્ઞાન ની ઓથોરિટી છો તો જ્ઞાન જ સંભળાવો છો. સતયુગ માં ભક્તિ હોતી જ નથી. પુજારી એક
પણ હોતાં નથી, પૂજ્ય જ પૂજ્ય છે. અડધો કલ્પ છે પૂજ્ય, અડધો કલ્પ છે પુજારી.
ભારતવાસીઓ માટે જ છે, પૂજ્ય હતાં તો સ્વર્ગ હતું. હમણાં ભારત પુજારી નર્ક છે. આપ
બાળકો હમણાં પ્રેક્ટિકલ લાઈફ બનાવી રહ્યાં છો. નંબરવાર પુરુષાર્થ અનુસાર બધાને
સમજાવતા રહો છો અને વૃદ્ધિ મેળવતા રહો છો. ડ્રામા માં પહેલાં થી જ નોંધ છે. ડ્રામા
તમને પુરુષાર્થ કરાવતો રહે છે, તમે કરતા રહો છો. જાણો છો ડ્રામા માં આપણો અવિનાશી
પાર્ટ છે, દુનિયા આ વાતો ને શું જાણે? આપણો જ ડ્રામા માં પાર્ટ છે. જે કહેશે તે જ
સમજશે ને કે કેવી રીતે આપણો ડ્રામા માં પાર્ટ છે. આ સૃષ્ટિ ચક્ર ફરતું જ રહે છે. આ
વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી તમારા સિવાય બીજા કોઈ ને ખબર જ નથી. ઊંચા માં ઊંચા કોણ
છે, દુનિયામાં કોઈ નથી જાણતું. ઋષિ-મુની વગેરે પણ કહેતાં હતાં-અમે નથી જાણતાં.
નેતી-નેતી કહેતાં હતાં ને? હમણાં આપ બાળકો તો જાણો છો એ રચયિતા બાપ છે અને આપણને
ભણાવી રહ્યાં છે. આ પણ બાબાએ વારંવાર સમજાવ્યું છે કે અહીં જ્યારે બેસો છો તો
દેહી-અભિમાની બનીને બેસો. એક બાપ જ રાજયોગ શીખવાડે છે અને વર્લ્ડ ની
હિસ્ટ્રી-જોગ્રોફી સમજાવે છે. બાપ કહે છે હું કોઈ થોટ રીડર (વિચારો ને વાંચનાર) નથી,
આટલી મોટી દુનિયા છે, તેને શું બેસીને રીડ કરશે (વાંચશે)? બાપ તો સ્વયં કહે છે હું
ડ્રામા ની નોંધ અનુસાર આવું છું તમને પાવન બનાવવાં. ડ્રામા માં મારો જે પાર્ટ છે તે
જ ભજવવા આવું છું. બાકી હું કોઈ થોટ રીડ નથી કરતો, બતાવું છું મારો શું પાર્ટ છે અને
તમે શું પાર્ટ ભજવી રહ્યાં છો. તમે આ નોલેજ શીખી ને બીજાઓ ને શીખવાડી રહ્યાં છો.
મારો પાર્ટ જ છે પતિતો ને પાવન બનાવવાનો. આ પણ આપ બાળકો જાણો છો, તમે તિથિ-તારીખ
વગેરે બધું જાણો છો. દુનિયામાં કોઈ થોડી જાણે છે? તમને બાપ શીખવાડી રહ્યાં છે પછી
જ્યારે આ ચક્ર પૂરું કરશો ત્યારે ફરી બાબા આવશે. તે સમયે જે દૃશ્ય ચાલ્યું તે ફરી
કલ્પ પછી ચાલશે. એક સેકન્ડ ન મળે બીજા થી. આ નાટક ફરતું રહે છે. આપ બાળકો ને બેહદ
નાં નાટક ની ખબર છે. તો પણ તમે ઘડી-ઘડી ભૂલી જાઓ છો. બાબા કહે છે તમે ફક્ત યાદ કરો,
આપણા બાબા, બાબા છે, એ જ શિક્ષક છે, ગુરુ છે. તમારી બુદ્ધિ એ તરફ ચાલી જવી જોઈએ.
આત્મા ખુશ થાય છે બાપ ની મહિમા સાંભળી ને. બધા કહે છે અમારા બાબા, બાબા છે, શિક્ષક
છે, એ જ સાચાં છે. ભણતર પણ સાચ્ચું અને પૂરું છે. તે મનુષ્ય નાં ભણતર અધૂરા છે. તો
આપ બાળકો ની બુદ્ધિ માં કેટલી ખુશી હોવી જોઈએ! મોટી પરીક્ષા પાસ કરવાવાળા ની બુદ્ધિ
માં વધારે ખુશી રહે છે. તમે કેટલું ઊંચુ ભણો છો તો કેટલી અત્યંત ખુશી હોવી જોઈએ?
ભગવાન, બાબા, બેહદ નાં બાપ આપણને ભણાવી રહ્યાં છે. તમારાં રોમાંચ ઊભાં થઈ જવાં (તમારે
ગદ્દગદ્દ થઈ જવું) જોઈએ. એ જ એપિસોડ (અધ્યાય) રીપિટ થઈ રહ્યો છે, તમારા સિવાય કોઈને
ખબર નથી. કલ્પ ની આયુ જ વધારી દીધી છે. તમારી બુદ્ધિ માં હવે ૫ હજાર વર્ષ ની આખી
વાર્તા ચક્ર લગાવતી રહે છે, જેને જ સ્વદર્શન ચક્ર કહેવાય છે.
બાળકો કહે છે બાબા,
તોફાન ખૂબ આવે છે, અમે ભૂલી જઈએ છીએ. બાબા કહે છે તમે કોને ભૂલી જાઓ છો? બાપ જે તમને
ડબલ સિરતાજ વિશ્વ નાં માલિક બનાવે છે એમને તમે કેવી રીતે ભૂલો છો? બીજા કોઈને નથી
ભૂલતાં. સ્ત્રી, બાળકો, કાકા, મામા, મિત્ર-સંબંધી વગેરે બધા યાદ છે. બાકી આ વાત ને
તમે ભૂલો કેમ છો? તમારું યુદ્ધ આ યાદ માં છે, જેટલું થઈ શકે યાદ કરવાના છે. બાળકો
ને પોતાની ઉન્નતિ માટે સવારે-સવારે ઉઠી બાપ ની યાદ માં યાત્રા કરવાની છે. તમે અગાસી
પર કે બહાર ઠંડી હવા માં ચાલ્યાં જાઓ. અહીં જ આવીને બેસવું કાંઈ જરુરી નથી. બહાર પણ
જઈ શકો છો, સવાર નાં સમયે કોઈ ડર વગેરે ની વાત નથી રહેતી. બહાર જઈને ચાલો. પરસ્પર આ
જ વાતો કરતા રહો, જોઈએ કોણ બાબા ને વધારે યાદ કરે છે, પછી બતાવવું જોઈએ કેટલો સમય
અમે યાદ કર્યા. બાકી નો સમય અમારી બુદ્ધિ ક્યાં-ક્યાં ગઈ. આને કહેવાય છે - એક-બીજા
માં ઉન્નતિ મેળવવી. નોંધ કરો કેટલો સમય બાપ ને યાદ કર્યા? બાબા ની જે પ્રેક્ટિસ છે
તે બતાવે છે. યાદ માં તમે એક કલાક પગપાળા કરો તો પગ થાકશે નહીં. યાદ થી તમારા કેટલાં
પાપ કપાઈ જશે. ચક્ર ને તો તમે જાણો છો, રાત-દિવસ તમને હવે આ જ બુદ્ધિ માં છે કે આપણે
હવે ઘરે જઈએ છીએ. પુરુષાર્થ કરો છો, કળિયુગી મનુષ્યો ને જરા પણ ખબર નથી - મુક્તિ
માટે કેટલી ભક્તિ કરતા રહે છે. અનેક મતો છે. આપ બ્રાહ્મણો ની છે જ એક મત, જે
બ્રાહ્મણ બને છે, તે બધાની છે શ્રીમત. તમે બાપ ની શ્રીમત થી દેવતા બનો છો. દેવતાઓ
ની કોઈ શ્રીમત નથી. શ્રીમત હમણાં જ આપ બ્રાહ્મણો ને મળે છે. ભગવાન છે જ નિરાકાર. જે
તમને રાજયોગ શીખવાડે છે, જેમની પાસે થી તમે પોતાનું રાજ્ય-ભાગ્ય લઈ કેટલાં ઊંચા
વિશ્વ નાં માલિક બનો છો! ભક્તિ માર્ગ નાં વેદ-શાસ્ત્ર વગેરે કેટલાં અસંખ્ય છે. પરંતુ
કામ ની ફક્ત એક ગીતા જ છે. ભગવાન આવીને રાજયોગ શીખવાડે છે. તેને જ ગીતા કહેવાય છે.
હમણાં તમે બાપ પાસે થી ભણો છો, જેનાંથી સ્વર્ગ નું રાજ્ય મેળવો છો. જે ભણ્યા તેમણે
લીધું. ડ્રામા માં પાર્ટ છે ને? જ્ઞાન સંભળાવવા વાળા જ્ઞાન સાગર એક જ બાપ છે. એ
ડ્રામા પ્લાન અનુસાર કળિયુગ નાં અંત સતયુગ નાં આદિ નાં સંગમ પર જ આવે છે. કોઈ પણ
વાત માં મૂંઝાશો નહીં. બાપ આમનાં માં આવી ને ભણાવે છે બીજું કોઈ પણ ભણાવી ન શકે. આ
(દાદા) પણ આગળ કોઈ પાસે થી ભણેલા હોત તો બીજા પણ ઘણાં તેમની પાસે થી ભણેલા હોત. બાપ
તો કહે છે આ ગુરુઓ વગેરે બધાનો ઉદ્ધાર કરવા હું આવું છું. હમણાં આપ બાળકોનો
મુખ્ય-ઉદ્દેશ સામે છે. આપણે આ બનીએ છીએ, આ છે જ નર થી નારાયણ બનવાની સત્ય કથા. આની
પછી ભક્તિમાર્ગ માં મહિમા ચાલે છે. ભક્તિમાર્ગ નાં રીવાઝ ચાલ્યાં આવે છે. હવે આ
રાવણ રાજ્ય પૂરું થવાનું છે. તમે હવે દશેરા વગેરે માં થોડી જશો? તમે તો સમજાવશો આ
શું કરે છે. આ તો બેબીઝ નું કામ છે. મોટા-મોટા વ્યક્તિઓ જોવા જાય છે. રાવણ ને કેવી
રીતે બાળે છે, આ છે કોણ? કોઈ બતાવી ન શકે. રાવણ રાજ્ય છે ને? દશેરા વગેરે માં કેટલી
ખુશી મનાવે છે, જેમાં રાવણને બાળતા આવ્યાં છે. દુઃખ પણ ચાલ્યું આવે છે, કાંઈ પણ સમજ
નથી. હમણાં તમે સમજો છો આપણે કેટલાં બેસમજ હતાં! રાવણ બેસમજ બનાવી દે છે. હમણાં તમે
કહો છો બાબા અમે લક્ષ્મી-નારાયણ જરુર બનીશું. અમે કંઈ ઓછો પુરુષાર્થ થોડી કરીશું? આ
એક જ સ્કૂલ છે, ભણતર ખૂબ સહજ છે. વૃદ્ધ-વૃદ્ધ માતાઓ બીજું કાંઈ નથી યાદ કરી શકતી તો
ફક્ત બાપ ને યાદ કરે. મુખ થી હે રામ તો કહે છે ને? બાબા આ ખૂબ સહજ બતાવે છે તમે
આત્મા છો, પરમાત્મા બાપ ને યાદ કરો તો તમારો બેડો પાર થઈ જશે. ક્યાં ચાલ્યાં જશો?
શાંતિધામ-સુખધામ. બીજું બધું ભૂલી જાઓ. જે કાંઈ સાંભળ્યું છે, વાંચ્યું છે તે બધું
ભૂલી ને પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો તો બાપ પાસે થી વારસો જરુર મળશે. બાપ ની
યાદ થી જ પાપ કપાઈ જાય છે. કેટલું સહજ છે. કહે પણ છે ભ્રકુટી ની વચ્ચે ચમકે છે
સિતારો. તો જરુર આટલો નાનો આત્મા હશે ને? ડોક્ટર લોકો ખૂબ કોશિશ કરે છે, આત્મા ને
જોવાની. પરંતુ એ ખૂબ સૂક્ષ્મ છે. હઠ વગેરે થી કોઈ જોઈ ન શકે. બાપ પણ એવા જ બિંદુ
છે. કહે છે-જેમ તમે સાધારણ છો, હું પણ સાધારણ બની તમને ભણાવું છું. કોઈને શું ખબર
કે આમને ભગવાન કેવી રીતે ભણાવતા હશે? શ્રીકૃષ્ણ ભણાવે તો આખા અમેરિકા, જાપાન વગેરે
બધી તરફ થી આવી જાય. તેમનાં માં એટલી કશિશ છે. શ્રીકૃષ્ણ ની સાથે પ્રેમ તો બધાનો છે
ને? હમણાં તો આપ બાળકો જાણો છો આપણે એ બની રહ્યાં છીએ. શ્રીકૃષ્ણ છે પ્રિન્સ, એમને
ખોળા માં લેવા ઈચ્છે છે તો પુરુષાર્થ કરવો પડે, કોઈ મોટી વાત નથી. બાપ પોતાનાં બાળકો
ને સ્વર્ગ નાં પ્રિન્સ, વિશ્વ નાં માલિક બનાવવા માટે ભણાવે છે.
બાપ કહે છે-બાળકો,
ભણતર નો સાર છે-દુનિયા ની બધી વાતો ને છોડી દો. એવું ક્યારેય ન સમજો કે અમારી પાસે
કરોડ છે, લાખ છે. કાંઈ પણ હાથ માં નહીં આવશે એટલે સારી રીતે પુરુષાર્થ કરો. બાપ ની
પાસે આવો છો તો બાપ ફરિયાદ કરે છે, ૮ મહિના થી આવો છો અને બાપ જેમની પાસે થી સ્વર્ગ
ની બાદશાહી મળે છે એમને આટલો સમય મળ્યાં પણ નહીં? કહે છે બાબા ફલાણું કામ હતું. અરે,
તમે મરી જાત તો પછી અહીં કેવી રીતે આવત? આ બહાના થોડી ચાલી શકશે? બાપ રાજયોગ શીખવાડી
રહ્યાં છે અને તમે શીખતા નથી, જેમણે ખૂબ ભક્તિ કરી હશે તેમને ૭ દિવસ તો શું એક
સેકન્ડ માં પણ તીર લાગી જાય. સેકન્ડ માં વિશ્વ નાં માલિક બની શકે છે. આ પોતે અનુભવી
બેઠાં છે, વિનાશ જોયો, ચતુર્ભુજ રુપ જોયું, બસ, સમજવા લાગ્યાં ઓહો, હું વિશ્વ નો
માલિક બનું છું. સાક્ષાત્કાર થયો, ઉમંગ આવ્યો અને બધું છોડી દીધું. અહીં આપ બાળકો
ને ખબર પડી બાપ આવ્યાં છે, વિશ્વની બાદશાહી આપવાં. બાબા પૂછે છે નિશ્ચય ક્યારે થયો?
તો કહે છે ૮ મહિને. બાબાએ સમજાવ્યું છે મૂળ વાત છે યાદ અને જ્ઞાન. બાકી તો
સાક્ષાત્કાર કોઈ કામ નાં નથી. બાપ ને ઓળખી લીધાં તો પછી ભણવાનું શરુ કરો તો તમે પણ
આ બની જશો. પોઈન્ટ્સ મળે છે જે કોઈને પણ સમજાવી શકો છો. ખૂબ મીઠાશ થી સમજાવો.
શિવબાબા જે પતિત-પાવન છે, કહે છે મને યાદ કરો તો પાવન બની પાવન દુનિયાનાં માલિક બની
જશો. યુક્તિ થી સમજાવવાનું છે. તમે ઈચ્છો છો ને-ગોડફાધર લિબરેટ કરી સ્વીટ હોમ (પરમપિતા
મુક્ત કરી શાંતિધામ) પાછા લઈ જાય. સારું, હવે તમારા ઉપર જે કાટ (જંક) ચઢેલો છે તેનાં
માટે બાપ કહે છે મને યાદ કરો. અચ્છા.
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1.
સવારે-સવારે ઉઠી ચાલતાં સમયે બાપ ને યાદ કરો, પરસ્પર આ જ મીઠી રુહરિહાન કરો કે જોઈએ
કોણ કેટલો સમય બાબા ને યાદ કરે છે? પછી પોતાનો અનુભવ સંભળાવો.
2. બાપ ને ઓળખી લીધાં
તો પછી કોઈ બહાનું નથી આપવાનું, ભણતર માં લાગી જવાનું છે, મોરલી ક્યારેય પણ મિસ નથી
કરવાની.
વરદાન :-
સર્વ નાં ગુણ
જોતા સ્વયં માં બાપ નાં ગુણો ને ધારણ કરવા વાળા ગુણમૂર્ત ભવ
સંગમયુગ પર જે બાળકો
ગુણો ની માળા ધારણ કરે છે તે વિજય માળા માં આવે છે એટલે હોલીહંસ બની સર્વ નાં ગુણો
ને જુઓ અને એક બાપ નાં ગુણો ને સ્વયં માં ધારણ કરો, આ ગુણ માળા બધા નાં ગળા માં
પડેલી હોય. જે જેટલાં બાપ નાં ગુણ સ્વયં માં ધારણ કરે છે એમનાં ગળા માં એટલી મોટી
માળા પડે છે. ગુણમાળા ને સિમરણ કરવા થી સ્વયં પણ ગુણમૂર્ત બની જાઓ છો. આનાં જ
યાદગાર માં દેવતાઓ અને શક્તિઓ નાં ગળા માં માળા દેખાડે છે.
સ્લોગન :-
સાક્ષીપણા ની
સ્થિતિ જ યથાર્થ નિર્ણય નું તખ્ત છે
અવ્યક્ત ઈશારા -
આત્મિક સ્થિતિ માં રહેવાનો અભ્યાસ કરો, અંતર્મુખી બનો
અંતર્મુખી બનીને
કાર્ય કરવા થી વિઘ્નો થી, સંકલ્પો થી બચી જશો અને સમય પણ ખૂબ બચી જશે. જે અંતર્મુખી
રહે છે એમનાં માં સ્મૃતિ ની સમર્થી પણ આવે છે અને આત્મા રુપી નેત્ર પાવરફુલ બનતું
જાય છે જેનાંથી જો કોઈ વિઘ્ન પણ આવવાનું હશે તો આ મહેસુસતા આવશે કે આજે કોઈ પેપર
આવવાનું છે અને જેટલું પહેલાં થી ખબર પડતી જશે તો હોંશિયાર હોવાનાં કારણે સફળતા
મેળવી લેશે.