09-07-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - સાચાં બાપ ની સાથે અંદર - બહાર સાચાં બનો , ત્યારે જ દેવતા બની શકશો . તમે બ્રાહ્મણ જ ફરિશ્તા સો દેવતા બનો છો”

પ્રશ્ન :-
આ જ્ઞાન ને સાંભળવા અથવા ધારણ કરવાનાં અધિકારી કોણ હોઈ શકે છે?

ઉત્તર :-
જેમણે ઓલરાઉન્ડ પાર્ટ ભજવ્યો છે, જેમણે વધારે ભક્તિ કરી છે, એ જ જ્ઞાન ને ધારણ કરવામાં ખૂબ આગળ જશે. ઊંચ પદ પણ એ જ મેળવશે. આપ બાળકોને કોઈ-કોઈ પૂછે છે - તમે શાસ્ત્રો ને નથી માનતાં? તો બોલો, જેટલાં અમે શાસ્ત્ર વાંચ્યા છે, ભક્તિ કરી છે, એટલી દુનિયામાં કોઈ નથી કરતાં. અમને હવે ભક્તિનું ફળ મળ્યું છે, એટલે હવે ભક્તિની જરુર નથી.

ઓમ શાંતિ!
બેહદનાં બાપ બેહદનાં બાળકોને સમજાવે છે, સર્વ આત્માઓનાં બાપ સર્વ આત્માઓને સમજાવે છે કારણ કે એ સર્વ નાં સદ્દગતિ દાતા છે. જે પણ આત્માઓ છે, જીવ આત્માઓ જ કહેવાશે. શરીર નથી તો આત્મા જોઈ નથી શકતો. ભલે ડ્રામા નાં પ્લાન અનુસાર સ્વર્ગ ની સ્થાપના કરી રહ્યા છે પરંતુ બાપ કહે છે હું સ્વર્ગ ને જોતો નથી. જેમના માટે છે તે જ જોઈ શકે છે. તમને ભણાવીને પછી હું તો કોઈ શરીર ધારણ કરતો જ નથી. તો શરીર વગર જોઈ કેવી રીતે શકીશ? એવું નથી, જ્યાં-ત્યાં હાજર છું. બધું જોઉં છું. ના, બાપ ફક્ત જુએ છે આપ બાળકોને, જેમને ગુલ-ગુલ (ફૂલ) બનાવીને યાદની યાત્રા શીખવાડે છે. ‘યોગ’ શબ્દ ભક્તિ નો છે. જ્ઞાન આપવા વાળા એક જ્ઞાન નાં સાગર છે, એમને જ સદ્દગુરુ કહેવાય છે. બાકી બધાં છે ગુરુ. સાચ્ચું બોલવા વાળા, સચખંડ સ્થાપન કરવાવાળા એ જ છે. ભારત સચખંડ હતું, ત્યાં બધાં દેવી-દેવતા રહેતા હતાં. તમે હમણાં મનુષ્ય થી દેવતા બની રહ્યા છો. તો બાળકો ને સમજાવે છે-સાચાં બાપ ની સાથે અંદર-બહાર સાચ્ચું બનવાનું છે. પહેલાં તો કદમ-કદમ પર જુઠ્ઠું જ હતું, તે બધું છોડવું પડશે જો સ્વર્ગ માં ઊંચ પદ મેળવવા ઈચ્છો છો તો. ભલે સ્વર્ગ માં તો અનેક જશે પરંતુ બાપ ને જાણીને પણ વિકર્મો ને વિનાશ નથી કર્યા તો સજાઓ ખાઈને હિસાબ-કિતાબ ચૂક્તુ કરવા પડશે, પછી પદ પણ ખૂબ ઓછું મળશે. રાજધાની સ્થાપન થઈ રહી છે. પુરુષોત્તમ સંગમયુગ પર. રાજધાની ન તો સતયુગ માં સ્થાપન થઈ શકે, ન કળિયુગ માં કારણ કે બાપ સતયુગ અથવા કળિયુગ માં નથી આવતાં. આ યુગ ને કહેવાય છે પુરુષોત્તમ કલ્યાણકારી યુગ. આમાં જ બાપ આવીને બધાનું કલ્યાણ કરે છે. કળિયુગ પછી સતયુગ આવવાનો છે એટલે સંગમયુગ પણ જરુર જોઈએ. બાપે બતાવ્યું છે આ પતિત જૂની દુનિયા છે. ગાયન પણ છે દૂર દેશ કા રહને વાલા… તો પારકા દેશ માં પોતાનાં બાળકો ક્યાંથી મળશે? પારકા દેશ માં પછી પારકા બાળકો જ મળશે. તેમને સારી રીતે સમજાવે છે-હું કોનામાં પ્રવેશ કરું છું. પોતાનો પણ પરિચય આપે છે અને જેમનામાં પ્રવેશ કરું છું એમને પણ સમજાવું છું કે આ તમારો અનેક જન્મો નાં અંત નો જન્મ છે. કેટલું ક્લિયર છે!

હમણાં તમે અહીં પુરુષાર્થી છો, સંપૂર્ણ પવિત્ર નથી. સંપૂર્ણ પવિત્ર ને ફરિશ્તા કહેવાય છે. જે પવિત્ર નથી એમને પતિત જ કહેવાશે. ફરિશ્તા બન્યા પછી ફરી દેવતા બનો છો. સૂક્ષ્મવતનમાં તમે સંપૂર્ણ ફરિશ્તા જુઓ છો, એમને ફરિશ્તા કહેવાય છે. તો બાપ સમજાવે છે-બાળકો, એક અલ્ફ ને જ યાદ કરવાના છે. અલ્ફ એટલે બાબા, એમને અલ્લાહ પણ કહે છે. બાળકો સમજી ગયા છે બાપ પાસે થી સ્વર્ગ નો વારસો મળે છે. સ્વર્ગ કેવી રીતે રચે છે? યાદ ની યાત્રા અને જ્ઞાન થી. ભક્તિમાં જ્ઞાન હોતું નથી. જ્ઞાન ફક્ત એક જ બાપ આપે છે બ્રાહ્મણો ને. બ્રાહ્મણ ચોટલી છે ને? હમણાં તમે બ્રાહ્મણ છો પછી બાજોલી રમશો. બ્રાહ્મણ, દેવતા, ક્ષત્રિય… આને કહેવાય છે વિરાટ રુપ. વિરાટ રુપ કોઈ બ્રહ્મા, વિષ્ણુ, શંકર ને નહીં કહેવાશે. એમાં ચોટલી બ્રાહ્મણ તો નથી. બાપ બ્રહ્મા તન માં આવે છે-આ તો કોઈ જાણતું નથી. બ્રાહ્મણ કુળ જ સર્વોત્તમ કુળ છે, જ્યારે બાપ આવીને ભણાવે છે. બાપ શૂદ્રો ને તો નહીં ભણાવશે ને? બ્રાહ્મણો ને જ ભણાવે છે. ભણાવવામાં પણ સમય લાગે છે, રાજધાની સ્થાપન થવાની છે. તમે ઊંચા માં ઊંચા પુરુષોત્તમ બનો. નવી દુનિયા કોણ રચશે? બાપ જ રચશે. આ ભૂલો નહીં. માયા તમને ભૂલાવે છે, એનો તો ધંધો જ આ છે. જ્ઞાન માં એટલું ઇન્ટરફિયર નથી કરતી, યાદ માં જ કરે છે. આત્મામાં ખૂબ કચરો ભરેલો છે, એ બાપ ની યાદ વગર સાફ થઈ ન શકે. યોગ શબ્દ થી બાળકો ખૂબ મૂંઝાય છે. કહે છે બાબા, અમારો યોગ નથી લાગતો. હકીકત માં યોગ શબ્દ એ હઠયોગીઓનો છે. સંન્યાસી કહે છે બ્રહ્મ સાથે યોગ લગાવવાનો છે. હવે બ્રહ્મ તત્વ તો ખૂબ મોટું વિશાળ છે, જેવી રીતે આકાશ માં સ્ટાર દેખાય છે, તેવી રીતે ત્યાં પણ નાનાં-નાનાં સ્ટાર જેવા આત્માઓ છે. એ છે આકાશ થી પાર, જ્યાં સૂર્ય-ચંદ્ર ની રોશની નથી. તો જુઓ, કેટલાં નાનાં-નાનાં રોકેટ તમે છો. ત્યારે બાબા કહે છે પહેલાં-પહેલાં આત્માનું જ્ઞાન આપવું જોઈએ. તે તો એક ભગવાન જ આપી શકે છે. એવું નથી, ફક્ત ભગવાન ને નથી જાણતાં. પરંતુ આત્મા ને પણ નથી જાણતાં. આટલાં નાનાં આત્મા માં ૮૪ નાં ચક્ર નો અવિનાશી પાર્ટ ભરાયેલો છે, આને જ કુદરત કહેવાય છે, બીજું કંઈ નથી કહી શકતાં. આત્મા ૮૪ નું ચક્ર લગાવતો જ રહે છે. દર ૫ હજાર વર્ષ પછી આ ચક્ર ફરતું જ રહે છે. આ ડ્રામા માં નોંધ છે. દુનિયા અવિનાશી છે, ક્યારેય વિનાશ નથી થતો. તે લોકો દેખાડે છે મોટો પ્રલય થાય છે પછી શ્રીકૃષ્ણ અંગૂઠો ચૂસતાં પીપળા નાં પાન પર આવે છે. પરંતુ એવું કાંઈ થાય થોડી છે? આ તો બેકાયદે છે. મહાપ્રલય ક્યારેય થતો નથી. એક ધર્મ ની સ્થાપના અને અનેક ધર્મો નો વિનાશ ચાલતો જ રહે છે. આ સમયે મુખ્ય ૩ ધર્મ છે. આ તો આ કલ્યાણકારી સંગમયુગ છે. પરંતુ જૂની દુનિયા અને નવી દુનિયામાં રાત-દિવસ નો ફરક છે. કાલે નવી દુનિયા હતી, આજે જૂની છે. કાલ ની દુનિયામાં શું હતું? આ તમે સમજી શકો છો. જેઓ જે ધર્મ નાં છે, એ ધર્મ ની જ સ્થાપના કરે છે. તે તો ફક્ત એક આવે છે, ઘણાં નથી હોતાં. પછી ધીરે-ધીરે વૃદ્ધિ થાય છે.

બાપ કહે છે આપ બાળકોને કોઈ તકલીફ નથી આપતો. બાળકોને તકલીફ શા માટે આપશે? (મોસ્ટ બિલ્વેડ) સૌથી પ્રિય બાપ છે ને? કહે છે હું તમારો સદ્દગતિ દાતા, દુઃખહર્તા-સુખકર્તા છું. યાદ પણ મને એક ને કરો છો. ભક્તિમાર્ગ માં શું કરી દીધું છે, કેટલી ગાળો મને આપે છે! કહે છે ગોડ ઈઝ વન. સૃષ્ટિ નું ચક્ર પણ એક જ છે, એવું નથી, આકાશ માં કોઈ દુનિયા છે. આકાશ માં સ્ટાર્સ છે. મનુષ્ય તો સમજે છે એક-એક સ્ટાર માં સૃષ્ટિ છે. નીચે પણ દુનિયા છે. આ બધી છે ભક્તિમાર્ગ ની વાતો. ઊંચા માં ઊંચા ભગવાન એક છે. કહે પણ છે આખી સૃષ્ટિનાં આત્માઓ તમારામાં પરોવાયેલા છે, આ જાણે કે માળા છે. આને બેહદની રુદ્ર માળા પણ કહી શકાય છે. સૂત્ર માં બાંધેલી છે. ગાય છે પરંતુ સમજતા કંઈ નથી. બાપ આવીને સમજાવે છે-બાળકો, હું તમને જરા પણ તકલીફ નથી આપતો. આ પણ બતાવ્યું છે જેમણે પહેલાં-પહેલાં ભક્તિ કરી છે, એ જ જ્ઞાન માં આગળ જશે. ભક્તિ વધારે કરી છે તો ફળ પણ એમને વધારે મળવું જોઈએ. કહે છે ભક્તિનું ફળ ભગવાન આપે છે, એ છે જ્ઞાન નાં સાગર. તો જરુર જ્ઞાન થી જ ફળ આપશે. ભક્તિ નાં ફળની કોઈને પણ ખબર નથી. ભક્તિનું ફળ છે જ્ઞાન, જેનાથી સ્વર્ગ નો વારસો સુખ મળે છે. તો ફળ આપે છે અર્થાત્ નર્કવાસી થી સ્વર્ગવાસી બનાવે છે એક બાપ. રાવણ ની પણ કોઈને ખબર નથી. કહે પણ છે આ જૂની દુનિયા છે. ક્યારથી જૂની છે-તે હિસાબ નથી લગાવી શકતાં. બાપ છે મનુષ્ય સૃષ્ટિ રુપી ઝાડ નાં બીજરુપ. સત્ય છે. એ ક્યારેય વિનાશ નથી થતું, એને ઉલ્ટું ઝાડ કહે છે. બાપ ઉપર છે, આત્માઓ બાપ ને ઉપર જોઈને બોલાવે છે, શરીર તો નથી બોલાવી શકતું. આત્મા તો એક શરીર માંથી નીકળી બીજા માં ચાલ્યો જાય છે. આત્મા નથી ઘટતો, નથી વધતો, નથી ક્યારેય મૃત્યુ થતું. આ ખેલ બનેલો છે. આખાં ખેલ નાં આદિ-મધ્ય-અંત નાં રહસ્ય બાપે બતાવ્યા છે. આસ્તિક પણ બનાવ્યા છે. આ પણ બતાવ્યું કે આ લક્ષ્મી-નારાયણ માં આ જ્ઞાન નથી. ત્યાં તો આસ્તિક-નાસ્તિક ની ખબર જ નથી રહેતી. આ સમયે બાપ જ અર્થ સમજાવે છે. નાસ્તિક એમને કહેવાય છે જે નથી બાપ ને, નથી રચના નાં આદિ-મધ્ય-અંત ને, નથી ડ્યુરેશન ને જાણતાં. આ સમયે તમે આસ્તિક બન્યા છો. ત્યાં આ વાતો જ નથી. ખેલ છે ને? જે વાત એક સેકન્ડ માં થાય છે તે પછી બીજી સેકન્ડ માં નથી થતી. ડ્રામા માં ટીક-ટીક થતી રહે છે. જે પાસ્ટ (પહેલાં) થયું ચક્ર ફરતું જશે. જેવી રીતે બાયસ્કોપ હોય છે, બે કલાક કે ત્રણ કલાક પછી ફરી એ જ બાયોસ્કોપ હૂબહૂ રિપીટ થશે. મકાન વગેરે તોડી નાખે છે પછી જોશે બનેલું છે. એ જ હૂબહૂ રિપીટ થાય છે. આમાં મૂંઝાવાની વાત જ નથી. મુખ્ય છે આત્માઓનાં બાપ પરમાત્મા છે. આત્મા પરમાત્મા અલગ રહે બહુકાલ… અલગ થાય છે, ત્યાં આવે છે પાર્ટ ભજવવાં. તમે પૂરા પ હજાર વર્ષ અલગ રહ્યા છો. આપ મીઠાં બાળકોને ઓલરાઉન્ડ પાર્ટ મળ્યો છે એટલે તમને જ સમજાવે છે. જ્ઞાન નાં પણ તમે અધિકારી છો. સૌથી વધારે ભક્તિ જેમણે કરી છે, જ્ઞાન માં પણ એ જ આગળ જશે, પદ પણ ઊંચ મેળવશે. પહેલાં-પહેલાં એક શિવબાબા ની ભક્તિ થાય છે પછી દેવતાઓની. પછી પ તત્વો ની પણ ભક્તિ કરે છે, વ્યભિચારી બની જાય છે. હવે બેહદનાં બાપ તમને બેહદમાં લઈ જાય છે, તે પછી ફરી બેહદની ભક્તિ નાં અજ્ઞાન માં લઈ જાય છે. હવે બાપ આપ બાળકોને સમજાવે છે-પોતાને આત્મા સમજી મુજ એક બાપ ને યાદ કરો. છતાં પણ અહીંથી બહાર જવાથી માયા ભૂલાવી દે છે. જેવી રીતે ગર્ભ માં પશ્ચાતાપ કરે છે-અમે આવું નહીં કરીશું, બહાર આવવાથી ભૂલી જાય છે. અહીં પણ એવું છે, બહાર જવાથી જ ભૂલી જાય છે. આ ભૂલ અને અભુલ નો ખેલ છે. હમણાં તમે બાપ નાં એડોપ્ટેડ બાળકો બન્યા છો. શિવબાબા છે ને? એ છે સર્વ આત્માઓનાં બેહદનાં બાપ. બાપ કેટલાં દૂર થી આવે છે? એમનું ઘર છે પરમધામ. પરમધામ થી આવશે તો જરુર બાળકો માટે સૌગાત (ભેટ) લઈને આવશે. હથેળી પર બહિશ્ત સૌગાત માં લઈ આવે છે. બાપ કહે છે સેકન્ડ માં સ્વર્ગ ની બાદશાહી લો. ફક્ત બાપ ને જાણો. સર્વ આત્માઓનાં બાપ તો છે ને? કહે છે હું તમારો બાપ છું. હું કેવી રીતે આવું છું-એ પણ તમને સમજાવું છું. મને રથ તો જરુર જોઈએ. કયો રથ? કોઈ મહાત્મા નો તો નથી લઈ શકતાં. મનુષ્ય કહે છે તમે બ્રહ્મા ને ભગવાન, બ્રહ્મા ને દેવતા કહો છો. અરે, અમે ક્યાં કહીએ છીએ? ઝાડ ની ઉપર એકદમ અંતમાં ઉભા છે, જ્યારે કે ઝાડ પૂરું તમોપ્રધાન છે. બ્રહ્મા પણ ત્યાં ઉભા છે તો અનેક જન્મો નાં અંત નો જન્મ થયો ને? બાબા સ્વયં કહે છે મારા અનેક જન્મો નાં અંત નાં જન્મ માં જ્યારે વાનપ્રસ્થ અવસ્થા થાય છે ત્યારે બાપ આવે છે. જેમણે આવીને ધંધો વગેરે છોડાવ્યો. ૬૦ વર્ષ પછી મનુષ્ય ભક્તિ કરે છે ભગવાન ને મળવા માટે.

બાપ કહે છે તમે બધાં મનુષ્ય મત પર હતાં, હમણાં બાબા તમને શ્રીમત આપી રહ્યા છે. શાસ્ત્ર લખવા વાળા પણ મનુષ્ય છે. દેવતાઓ તો લખતા નથી, નથી વાંચતાં. સતયુગ માં શાસ્ત્ર હોતા નથી. ભક્તિ જ નથી. શાસ્ત્રો માં બધાં કર્મકાંડ લખેલા છે. અહીં એ વાત નથી. તમે જુઓ છો બાબા જ્ઞાન આપે છે. ભક્તિમાર્ગ માં તો આપણે શાસ્ત્ર ખૂબ વાંચ્યા છે. કોઈ પૂછે તમે વેદો-શાસ્ત્રો વગેરે ને નથી માનતાં? બોલો, જે પણ મનુષ્ય માત્ર છે એમના કરતાં વધારે અમે માનીએ છીએ. શરુથી લઈને અવ્યભિચારી ભક્તિ અમે શરુ કરી છે. હમણાં તમને જ્ઞાન મળ્યું છે. જ્ઞાન થી સદ્દગતિ થાય છે પછી અમે ભક્તિ કેમ કરીએ? બાપ કહે છે-બાળકો, હિયર નો ઇવિલ, સી નો ઇવિલ… તો બાપ કેટલું સરળ રીતે સમજાવે છે - મીઠાં-મીઠાં બાળકો, પોતાને આત્મા નિશ્ચય કરો. હું આત્મા છું, તે કહી દે છે અલ્લાહ છું. તમને શિક્ષા મળે છે હું આત્મા છું, બાપ નું બાળક છું. આ જ માયા ઘડી-ઘડી ભુલાવે છે. દેહ-અભિમાન હોવાથી જ ઉલ્ટા કામ થાય છે. હવે બાપ કહે છે-બાળકો, બાપ ને ભૂલો નહીં. સમય વેસ્ટ નહીં કરો. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. રચયિતા અને રચના નાં રહસ્ય ને યથાર્થ સમજી આસ્તિક બનવાનું છે. ડ્રામા નાં જ્ઞાન માં મૂંઝાવાનું નથી. પોતાની બુદ્ધિ ને હદ થી કાઢી બેહદ માં લઈ જવાની છે.

2. સૂક્ષ્મવતન વાસી ફરિશ્તા બનવા માટે સંપૂર્ણ પવિત્ર બનવાનું છે. આત્મા માં જે કચરો ભરાયેલો છે, તેને યાદ નાં બળ થી કાઢી સાફ કરવાનો છે.

વરદાન :-
ઈશ્વરીય રસ નો અનુભવ કરી એકરસ સ્થિતિ માં સ્થિત રહેવા વાળા શ્રેષ્ઠ આત્મા ભવ

જે બાળકો ઈશ્વરીય રસ નો અનુભવ કરી લે છે એમને દુનિયાનાં બધાં રસ ફિક્કા લાગે છે. જ્યારે છે જ એકરસ મીઠો તો એક જ તરફ અટેન્શન જશે ને? સહજ જ એક તરફ મન લાગી જાય છે, મહેનત નથી લાગતી. બાપ નો સ્નેહ, બાપ ની મદદ, બાપ નો સાથ, બાપ દ્વારા સર્વ પ્રાપ્તિઓ સહજ એકરસ સ્થિતિ બનાવી દે છે. એવી એકરસ સ્થિતિ માં સ્થિત રહેવાવાળા આત્માઓ જ શ્રેષ્ઠ છે.

સ્લોગન :-
કચરા ને સમાવીને રતન આપવા જ માસ્ટર સાગર બનવું છે.