09-09-2024
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો -
યોગબળ થી ખરાબ સંસ્કારો નું પરિવર્તન કરી સ્વયં માં સારા સંસ્કાર ભરો . જ્ઞાન અને
પવિત્રતા નાં સંસ્કાર સારા સંસ્કાર છે”
પ્રશ્ન :-
આપ બાળકોનો બર્થ રાઈટ (જન્મસિદ્ધ અધિકાર) કયો છે? તમને હમણાં કઈ ફીલિંગ આવે છે?
ઉત્તર :-
તમારો બર્થ રાઈટ છે મુક્તિ અને જીવન મુક્તિ. તમને હમણાં ફીલિંગ આવે છે કે અમારે બાપ
ની સાથે પાછા ઘરે જવાનું છે. તમે જાણો છો - બાપ આવ્યા છે ભક્તિ નું ફળ મુક્તિ અને
જીવનમુક્તિ આપવાં. હવે બધાએ શાંતિધામ જવાનું છે. બધાએ પોતાનાં ઘર નો સાક્ષાત્કાર
કરવાનો છે.
ઓમ શાંતિ!
મનુષ્ય બાપ ને
સાચાં પાતશાહ (સદ્દગુરુ) પણ કહે છે. અંગ્રેજી માં પાતશાહ નથી કહેતા, એમાં ફક્ત સાચાં
ફાધર કહે છે. ગોડફાધર ટ્રુથ (સત્ય) કહેવાય છે. ભારત માં જ કહે છે સાચાં પાતશાહ. હવે
અંતર તો ખૂબ છે, એ ફક્ત સાચું કહે છે, સાચું શીખવાડે છે, સાચાં બનાવે છે. અહીં કહે
છે સાચાં પાતશાહ. સાચાં પણ બનાવે છે અને સચખંડ નાં બાદશાહ પણ બનાવે છે. આ તો બરોબર
છે - મુક્તિ પણ આપે છે, જીવનમુક્તિ પણ આપે છે, જેને ભક્તિ નું ફળ કહેવાય છે.
લિબ્રેશન (મુક્તિ) અને ફ્રુસન (જીવનમુક્તિ). ભક્તિનું ફળ આપે છે અને લિબ્રેટ (મુક્ત)
કરે છે. બાળકો જાણે છે અમને બંને આપે છે. લિબ્રેટ તો બધાને કરે છે, ફળ તમને આપે છે.
લિબ્રેશન (મુક્તિ) અને ફ્રુસન (જીવનમુક્તિ) - આ પણ ભાષા બનાવેલી છે ને? ભાષાઓ તો
ખૂબ છે. શિવબાબા નાં નામ પણ ઘણાં રાખી દે છે. કોઈને કહો એમનું નામ શિવબાબા છે તો કહી
દે છે અમે તો એમને માલિક જ કહીએ છીએ. માલિક તો ઠીક છે પરંતુ એમનું નામ પણ જોઈએ ને?
નામ-રુપ થી ન્યારી કોઈ વસ્તુ હોતી નથી. માલિક પણ કોઈ વસ્તુ નાં બને છે ને? નામ-રુપ
તો જરુર છે. હવે આપ બાળકો જાણો છો - બાપ બરોબર લિબ્રેટ પણ કરે છે પછી શાંતિધામ માં
બધાએ જરુર જવાનું છે. પોતાનાં ઘર નો સાક્ષાત્કાર બધાએ કરવાનો છે. ઘરે થી આવ્યા છે
તો પહેલાં તેનો સાક્ષાત્કાર કરશે, એને કહેવાય છે ગતિ-સદ્દગતિ. શબ્દ કહે છે પરંતુ
અર્થરહિત. આપ બાળકો ને તો ફીલિંગ રહે છે, અમે પોતાનાં ઘરે પણ જઈશું અને ફળ પણ મળશે.
નંબરવાર તમને મળે છે તો બીજા ધર્મ વાળાઓને પણ પછી સમય અનુસાર મળે છે. બાપે સમજાવ્યું
હતું આ પર્ચી છે ખૂબ સરસ - તમે સ્વર્ગવાસી છો કે નર્કવાસી છો? આપ બાળકો જ જાણો છો આ
મુક્તિ-જીવનમુક્તિ બંને ઈશ્વરીય જન્મસિદ્ધ અધિકાર છે. તમે લખી પણ શકો છો. બાપ પાસેથી
આપ બાળકોને આ જન્મસિદ્ધ અધિકાર મળે છે. બાપ નાં બનવાથી બંને વસ્તુ પ્રાપ્ત થાય છે.
તે છે રાવણ નો જન્મસિદ્ધ અધિકાર, આ છે પરમપિતા પરમાત્મા નો જન્મસિદ્ધ અધિકાર. આ છે
ભગવાન નો જન્મસિદ્ધ અધિકાર, તે છે શૈતાન નો જન્મસિદ્ધ અધિકાર. એવી રીતે લખવું જોઈએ
જે કંઈક સમજી શકે. હવે આપ બાળકોએ સ્વર્ગ સ્થાપન કરવાનું છે. કેટલું કામ કરવાનું છે!
હમણાં તો જાણે કે બેબી (નાનું બાળક) છે, જેમ મનુષ્યો કળિયુગ માટે કહે છે કે હજી નાનું
બાળક છે. બાપ કહે છે સતયુગ ની સ્થાપના માં બેબી છે. હમણાં આપ બાળકો ને વારસો મળી
રહ્યો છે. રાવણ નો કોઈ વારસો નહીં કહેવાશે. ગોડફાધર પાસેથી તો વારસો મળે છે. એ કોઈ
ફાધર થોડી છે? તેને (રાવણ ૫ વિકારો ને) તો શૈતાન કહેવાય છે. શૈતાન નો વારસો શું મળશે?
૫ વિકાર મળે છે, શો (દેખાવ) પણ એવો કરે છે, તમોપ્રધાન બની જાય છે. હવે દશેરા કેટલો
ઉજવે છે? સેરીમની (ઉત્સાહ) મનાવે છે. ખૂબ ખર્ચા કરે છે. વિદેશ થી પણ નિમંત્રણ આપીને
બોલાવે છે. સૌથી નામી-ગ્રામી દશેરા ઉજવે છે મૈસુર માં. પૈસાવાળા પણ ખૂબ છે. રાવણ
રાજ્ય માં પૈસા મળે છે તો અક્કલ જ ચટ થઈ જાય છે. બાપ વિસ્તાર માં સમજાવે છે. આનું
નામ જ છે રાવણ રાજ્ય. તેને પછી કહેવાય છે ઈશ્વરીય રાજ્ય. રામરાજ્ય કહેવું પણ ખોટું
થઈ જાય છે. ગાંધીજી પણ રામરાજ્ય ઈચ્છતા હતાં. મનુષ્ય સમજે છે ગાંધીજી પણ અવતાર હતાં.
એમને કેટલાં પૈસા આપતા હતાં. એમને ભારત નાં બાપુજી કહેતા હતાં. હવે આ તો આખા વિશ્વ
નાં બાપુ છે. હમણાં તમે અહીં બેઠાં છો, જાણો છો કેટલાં જીવ આત્માઓ હશે? જીવ (શરીર)
તો વિનાશી છે, બાકી આત્મા છે અવિનાશી. આત્માઓ તો અનેક છે. જેમ ઉપર તારાઓ રહે છે ને?
તારાઓ વધારે છે કે આત્માઓ વધારે છે? કારણ કે તમે છો ધરતી નાં સિતારાઓ અને તે આકાશ
નાં સિતારાઓ. તમને દેવતા કહેવાય છે તે પછી તેને પણ દેવતા કહી દે છે. તમને ભાગ્યશાળી
સિતારા કહેવાય છે ને?
સારું, આનાં પર પછી
પરસ્પર ચર્ચા કરજો. બાબા હમણાં આ વાત નથી કરતાં. આ તો સમજાવ્યું છે કે સર્વ આત્માઓનાં
એક બાપ છે, આમની બુદ્ધિમાં તો બધાં છે, જે પણ મનુષ્ય-માત્ર છે, બધાનાં એ બાપ છે. આ
તો બધાં જાણે છે કે આખી સૃષ્ટિ સમુદ્ર પર ઉભી છે. આ પણ કંઈ બધાને ખબર નથી. બાપે
સમજાવ્યું હતું રાવણ રાજ્ય આખી સૃષ્ટિ પર છે. એવું નથી કે રાવણ રાજ્ય કોઈ સાગર ની
પાર છે. સાગર તો ઓલરાઉન્ડ (બધે) છે જ. કહે છે ને - નીચે ભેંસ છે, એના શિંગડા પર
સૃષ્ટિ ઉભી છે. પછી જ્યારે થાકી જાય છે તો શીંગડા બદલે છે. હવે જૂની દુનિયા ખલાસ થઈ
નવી દુનિયાની સ્થાપના થાય છે. શાસ્ત્રો માં તો અનેક પ્રકારની વાતો દંતકથાઓ માં લખી
દીધી છે. આ તો બાળકો સમજે છે - અહીં બધાં આત્માઓ શરીર ની સાથે છે, એમને કહેવાય છે
જીવ આત્માઓ. તે જે આત્માઓનું ઘર છે ત્યાં તો શરીર નથી. એને કહેવાય છે નિરાકારી. જીવ
આકારી છે એટલે સાકાર કહેવાય છે. નિરાકાર ને શરીર નથી હોતું. આ છે સાકારી સૃષ્ટિ. તે
છે નિરાકારી આત્માઓની દુનિયા. આને સૃષ્ટિ કહેવાશે, તેને કહેવાય છે ઇનકોર્પોરિયલ
વર્લ્ડ (નિરાકારી દુનિયા). આત્મા જ્યારે શરીર માં આવે છે ત્યારે આ ચુર-પુર ચાલે છે.
નહીં તો શરીર કંઈ કામનું નથી રહેતું. તો એને કહેવાય જ છે નિરાકારી દુનિયા. જેટલાં
પણ આત્માઓ છે તે બધાં અંત માં આવવા જોઈએ એટલે આને પુરુષોત્તમ સંગમયુગ કહેવાય છે. બધાં
આત્માઓ જ્યારે અહીં આવી જાય છે તો ત્યાં પછી એક પણ નથી રહેતો. ત્યાં જ્યારે એકદમ
ખાલી થઈ જાય છે ત્યારે પછી બધાં પાછા જાય છે. તમે આ સંસ્કાર લઈ જાઓ છો નંબરવાર
પુરુષાર્થ અનુસાર. કોઈ નોલેજ નાં સંસ્કાર લઈ જાય છે, કોઈ પવિત્રતા નાં સંસ્કાર લઈ
જાય છે. આવવાનું તો પછી પણ અહીં જ છે. પરંતુ પહેલાં તો ઘરે જવાનું છે. ત્યાં છે સારા
સંસ્કાર. અહીં છે ખરાબ સંસ્કાર. સારા સંસ્કાર બદલાઈને ખરાબ સંસ્કાર થઈ જાય છે. પછી
ખરાબ સંસ્કાર યોગબળ થી સારા થાય છે. સારા સંસ્કાર ત્યાં લઈ જશો. બાપ માં પણ ભણાવવાનાં
સંસ્કાર છે ને? જે આવીને સમજાવે છે. રચયિતા અને રચના નાં આદિ-મધ્ય-અંત નાં રહસ્ય
સમજાવે છે. બીજ ની પણ સમજણ આપે છે, તો આખા ઝાડ ની પણ સમજણ આપે છે. બીજ ની સમજણ છે
જ્ઞાન અને ઝાડ ની સમજણ થઈ જાય છે ભક્તિ. ભક્તિ માં ખૂબ વિસ્તાર હોય છે ને? બીજ ને
યાદ કરવું તો સહજ છે. ત્યાં જ ચાલ્યું જવાનું છે. તમોપ્રધાન થી સતોપ્રધાન બનવા માટે
થોડો જ સમય લાગે છે. પછી સતોપ્રધાન થી તમોપ્રધાન બનવામાં એક્યુરેટ ૫ હજાર વર્ષ લાગે
છે. આ ચક્ર એકદમ એક્યુરેટ બનેલું છે જે રિપીટ થતું રહે છે. બીજા કોઈ આ વાતો બતાવી ન
શકે. તમે બતાવી શકો છો. અડધું-અડધું કરાય છે. અડધું સ્વર્ગ, અડધું નર્ક પછી તેનો
વિસ્તાર પણ બતાવે છે. સ્વર્ગ માં જન્મ ઓછા, આયુષ્ય વધારે (લાંબુ) હોય છે. નર્ક માં
જન્મ વધારે, આયુષ્ય ઓછું (ટૂંકું) હોય છે. ત્યાં છે યોગી, અહીં છે ભોગી એટલે અહીં
ખૂબ જન્મ થાય (લે) છે. આ વાતો ને બીજા કોઈ નથી જાણતાં. મનુષ્યો ને કંઈ પણ ખબર નથી.
ક્યારે દેવતાઓ હતાં? તે કેવી રીતે બન્યાં? કેટલાં સમજદાર બને છે? આ પણ તમે જાણો છો.
બાપ આ સમયે બાળકોને ભણાવીને ૨૧ જન્મો માટે વારસો આપે છે. પછી આ તમારા સંસ્કાર રહેતા
નથી. જેમ રાજાઈ નાં સંસ્કાર બને છે તો જ્ઞાન નાં, ભણતર નાં સંસ્કાર પૂરાં થઈ જાય
છે. આ સંસ્કાર પૂરા થશે તો નંબરવાર પુરુષાર્થ અનુસાર રુદ્ર માળા માં પરોવાઈ જશો પછી
નંબરવાર આવશો પાર્ટ ભજવવાં. જેમણે પૂરાં ૮૪ જન્મ લીધાં છે, તે પહેલાં આવે છે. એમનું
નામ પણ બતાવે છે. શ્રીકૃષ્ણ તો છે પહેલાં રાજકુમાર સ્વર્ગ નાં. તમે જાણો છો ફક્ત એક
થોડા જ હશે? આખી રાજધાની હશે ને? રાજા ની સાથે તો પછી પ્રજા પણ જોઈએ. બની શકે છે -
એક દ્વારા બીજા નો જન્મ થતો જાય. જો કહે ૮ સાથે આવે છે, પરંતુ શ્રીકૃષ્ણ તો નંબરવન
માં આવશે ને? ૮ સાથે આવે છે તો પછી શ્રીકૃષ્ણનું આટલું ગાયન શા માટે? આ બધી વાતો
આગળ ચાલીને સમજાવશે. કહે છે ને આજે તમને ખૂબ ગુહ્ય માં ગુહ્ય વાતો સંભળાવું છું.
કંઈક તો બાકી રહેલું છે ને? આ યુક્તિ સારી છે - જે વાત માં જુઓ, નથી સમજતા તો બોલો,
અમારા મોટા બહેન જવાબ આપી શકશે અથવા તો કહેવું જોઈએ હજી બાપે બતાવ્યું નથી.
દિવસે-દિવસે ગુહ્ય માં ગુહ્ય સંભળાવે છે. આ કહેવામાં શરમ ની વાત નથી. ગુહ્ય માં
ગુહ્ય પોઈન્ટ્સ જ્યારે સંભળાવે છે તો તમને સાંભળીને ખૂબ ખુશી થાય છે. અંત માં પછી
કહી દે છે મનમનાભવ, મધ્યાજીભવ. શબ્દ પણ શાસ્ત્ર બનાવવા વાળાઓએ લખ્યા છે. મૂંઝાવાની
તો જરુર નથી. બાળક બાપ નું બન્યું અને બેહદ નું સુખ મળ્યું. આમાં મન્સા, વાચા,
કર્મણા પવિત્રતા ની જરુર છે. લક્ષ્મી-નારાયણ ને બાપ નો વારસો મળ્યો છે ને? આ પહેલાં
નંબર માં છે, જેમની જ પૂજા થાય છે. સ્વયં ને પણ જુઓ - મારા માં આવાં ગુણ છે. હમણાં
તો બેગુણ છો ને? પોતાનાં અવગુણો ની પણ કોઈને ખબર નથી.
હવે તમે બાપ નાં બન્યા
છો તો જરુર પરિવર્તન થવું જોઈએ. બાપે બુદ્ધિનું તાળું ખોલ્યું છે. બ્રહ્મા અને
વિષ્ણુ નું પણ રહસ્ય સમજાવ્યું છે. આ છે પતિત, એ છે પાવન. એડોપ્શન આ પુરુષોત્તમ
સંગમયુગ પર જ થાય છે. પ્રજાપિતા બ્રહ્મા જ્યારે છે ત્યારે જ એડોપ્શન થાય છે. સતયુગ
માં તો થતું નથી. અહીં પણ કોઈને બાળક નથી થતું તો પછી એડોપ્ટ કરે છે. પ્રજાપિતા ને
પણ જરુર બ્રાહ્મણ બાળકો જોઈએ. આ છે મુખ વંશાવલી. તે છે કુખ વંશાવલી. બ્રહ્મા તો
પ્રસિદ્ધ છે. એમની અટક જ બેહદની છે. બધાં સમજે છે પ્રજાપિતા બ્રહ્મા આદિ દેવ છે,
એમને અંગ્રેજી માં કહેવાશે ગ્રેટ-ગ્રેટ-ગ્રેન્ડ ફાધર. આ છે બેહદની અટક. તે બધી હોય
છે હદ ની અટક એટલે બાપ સમજાવે છે - આ જરુર બધાને ખબર હોવી જોઈએ કે ભારત મોટા માં
મોટું તીર્થ છે, જ્યાં બેહદ નાં બાપ આવે છે. એવું નથી, આખા ભારત માં વિરાજમાન થયાં
છે. શાસ્ત્રો માં મગધ દેશ લખેલ છે, પરંતુ નોલેજ ક્યાં શીખવાડે છે? આબૂ માં કેવી રીતે
આવ્યાં? દેલવાડા મંદિર પણ અહીં આખું યાદગાર છે. જેમણે પણ બનાવ્યું, તેમની બુદ્ધિ
માં આવ્યું અને બેસીને બનાવડાવ્યું. એક્યુરેટ મોડલ તો બની ન શકે. બાપ અહીં જ આવીને
બધાની સદ્દગતિ કરે છે, મગધ દેશ માં નહીં. તે તો પાકિસ્તાન થઈ ગયું. આ છે પાક સ્થાન.
હકીકત માં પાક સ્થાન તો સ્વર્ગ ને કહેવાય છે. પાક અને નાપાક નો આખો ડ્રામા બનેલો
છે.
તો મીઠાં-મીઠાં
સિકીલધા બાળકો - તમે આ સમજો છો આત્મા-પરમાત્મા અલગ રહે બહુકાલ… કેટલાં સમય પછી મળ્યા
છે? ફરી ક્યારે મળશે? સુંદર મેળો કરી દીધો જ્યારે સદ્દગુરુ મળ્યા દલાલ નાં રુપ માં.
ગુરુ તો ખૂબ છે ને એટલે સદ્દગુરુ કહેવાય છે. સ્ત્રી ને જ્યારે હથિયાલો બાંધે (પ્રતિજ્ઞા
કરાવે) છે તો પણ કહે છે આ પતિ તમારા ગુરુ, ઈશ્વર છે. પતિ તો પહેલાં-પહેલાં નાપાક
બનાવે છે. આજકાલ તો દુનિયામાં ખૂબ જ ગંદગી થઈ ગઈ છે. હવે આપ બાળકોએ તો ગુલ-ગુલ
બનવાનું છે. આપ બાળકોને પાક્કો-પાક્કો હથિયાલો બાપ બાંધે છે.
આમ તો શિવજયંતિ ની
સાથે જ રક્ષાબંધન થઈ જાય છે. ગીતા જયંતિ પણ થઈ જવી જોઈએ. શ્રીકૃષ્ણ જયંતિ થોડા સમય
પછી નવી દુનિયામાં થઈ છે. બાકી તહેવાર બધાં આ સમય નાં છે. રામ નવમી ક્યારે થઈ? એ પણ
કોઈને ખબર છે શું? તમે કહેશો નવી દુનિયામાં ૧૨૫૦ વર્ષ પછી રામ નવમી થાય (આવે) છે.
શિવ જયંતિ, કૃષ્ણ જયંતિ, રામ જયંતિ ક્યારે થઈ….? આ કોઈ પણ બતાવી ન શકે. આપ બાળકો પણ
હવે બાપ દ્વારા જાણી ગયાં છો. એક્યુરેટ બતાવી શકો છો. એટલે આખી દુનિયાની જીવન કહાણી
તમે બતાવી શકો છો. લાખો વર્ષની વાત થોડી બતાવી શકે? બાપ કેટલું સારું બેહદ નું ભણતર
ભણાવે છે. એક જ વાર તમે ૨૧ જન્મો માટે નિર્વસ્ત્ર થવાથી બચી જાઓ છો. હમણા તમે ૫
વિકારો રુપી રાવણ નાં પારકા રાજ્ય માં છો. હવે આખું ૮૪ નું ચક્ર તમારી સ્મૃતિ માં
આવ્યું છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. બેહદ સુખ
નો વારસો પ્રાપ્ત કરવા માટે મન્સા-વાચા-કર્મણા પવિત્ર જરુર બનવાનું છે. સારા
સંસ્કાર યોગબળ થી ધારણ કરવાનાં છે. સ્વયં ને ગુણવાન બનાવવાનાં છે.
2. સદા ખુશી માં રહેવા
માટે બાપ જે રોજ ગુહ્ય-ગુહ્ય વાતો સંભળાવે છે, એને સાંભળી અને બીજાને સંભળાવવાની
છે. કોઈ પણ વાત માં મુંઝાવાનું નથી. યુક્તિ થી જવાબ આપવાનો છે. શરમ નથી કરવાની.
વરદાન :-
સુખ સ્વરુપ બની
દરેક આત્મા ને સુખ આપવા વાળા માસ્ટર સુખદાતા ભવ
જે બાળકો સદા યથાર્થ
કર્મ કરે છે એમને એ કર્મ નું પ્રત્યક્ષફળ ખુશી અને શક્તિ મળે છે. એમનું દિલ સદા ખુશ
રહે છે, એમને સંકલ્પ માત્ર પણ દુઃખ ની લહેર ન આવી શકે. સંગમયુગી બ્રાહ્મણ અર્થાત્
દુઃખ નું નામ-નિશાન નહીં કારણ કે સુખદાતા નાં બાળકો છે. એવાં સુખદાતા નાં બાળકો
સ્વયં પણ માસ્ટર સુખદાતા હશે. તે દરેક આત્મા ને સદા સુખ આપશે. તે ક્યારેય ન દુઃખ
આપશે, ન દુઃખ લેશે.
સ્લોગન :-
માસ્ટર દાતા
બની સહયોગ, સ્નેહ અને સહાનુભૂતિ આપવી - આ જ રહેમદિલ આત્મા ની નિશાની છે.