09-11-2024
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - બાપ
આવ્યા છે આપ બાળકોને ભક્તિ તૂ આત્મા થી જ્ઞાની તૂ આત્મા બનાવવા , પતિત થી પાવન
બનાવવા”
પ્રશ્ન :-
જ્ઞાનવાન બાળકો ક્યા ચિંતન માં સદા રહે છે?
ઉત્તર :-
હું અવિનાશી આત્મા છું, આ શરીર વિનાશી છે. મેં ૮૪ શરીર ધારણ કર્યા છે. હવે આ અંતિમ
જન્મ છે. આત્મા ક્યારેય નાનો-મોટો નથી થતો. શરીર જ નાનું-મોટું થાય છે. આ આંખો શરીર
માં છે, પરંતુ આનાથી જોવા વાળો હું આત્મા છું. બાબા આત્માઓ ને જ જ્ઞાન નું ત્રીજું
નેત્ર આપે છે. એ પણ જ્યાં સુધી શરીર નો આધાર ન લે ત્યાં સુધી ભણાવી નથી શકતા. આવું
ચિંતન જ્ઞાનવાન બાળકો સદા કરે છે.
ઓમ શાંતિ!
આ કોણે કહ્યું?
આત્મા એ. અવિનાશી આત્માએ કહ્યું શરીર દ્વારા. શરીર અને આત્મામાં કેટલો ફરક છે? શરીર
૫ તત્વો નું આટલું મોટું પુતળું બની જાય છે. ભલે નાનું પણ છે તો પણ આત્મા થી તો
જરુર મોટું છે. પહેલા તો એકદમ નાનું પિંડ (શરીર) હોય છે, જ્યારે થોડું મોટું થાય છે
ત્યારે આત્મા પ્રવેશ કરે છે. મોટું થતા-થતા પછી આટલું મોટું થઈ જાય છે. આત્મા તો
ચૈતન્ય છે ને? જ્યાં સુધી આત્મા પ્રવેશ ન કરે, ત્યાં સુધી શરીર કોઈ કામનું નથી રહેતું.
કેટલો ફરક છે. બોલવા, ચાલવા વાળો પણ આત્મા જ છે. તે આટલી નાનકડી બિન્દી જ છે. તે
ક્યારેય નાનો-મોટો નથી થતો. વિનાશ ને નથી પામતો. હવે આ પરમ આત્મા બાપે સમજાવ્યું છે
કે હું અવિનાશી છું અને આ શરીર વિનાશી છે. એમનામાં હું પ્રવેશ કરી પાર્ટ ભજવું છું.
આ વાતો તમે હમણાં ચિંતનમાં લાવો છો. પહેલા તો ન આત્માને જાણતા હતાં, ન પરમાત્મા ને
જાણતા હતાં, ફક્ત કહેવા માત્ર કહેતા હતાં હે પરમપિતા પરમાત્મા. આત્મા પણ સમજતા હતાં
પરંતુ પછી કોઈએ કહ્યું તમે પરમાત્મા છો. આ કોણે બતાવ્યું? આ ભક્તિ માર્ગ નાં ગુરુઓ
અને શાસ્ત્રોએ. સતયુગમાં તો કોઈ બતાવશે નહીં. હવે બાપે સમજાવ્યું છે તમે મારા બાળકો
છો. આત્મા નેચરલ (કુદરતી) છે, શરીર અન-નેચરલ માટીનું બનેલું છે. જ્યારે આત્મા છે તો
બોલે-ચાલે છે. હવે આપ બાળકો જાણો છો આપણને આત્માઓને બાપ આવી ને સમજાવે છે. નિરાકાર
શિવબાબા આ સંગમયુગ પર જ આ શરીર દ્વારા આવીને સંભળાવે છે. આ આંખો તો શરીરમાં રહે જ
છે. હવે બાપ જ્ઞાન-ચક્ષુ આપે છે. આત્મા માં જ્ઞાન નથી તો અજ્ઞાન-ચક્ષુ છે. બાપ આવે
છે તો આત્મા ને જ્ઞાન-ચક્ષુ મળે છે. આત્મા જ બધું કરે છે. આત્મા કર્મ કરે છે શરીર
દ્વારા. હમણાં તમે સમજો છો બાપે આ શરીર ધારણ કર્યું છે. પોતાનું પણ રહસ્ય બતાવે છે.
સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત નું રહસ્ય પણ બતાવે છે. આખા નાટક ની પણ નોલેજ આપે છે. પહેલા
તમને કાંઈ પણ ખબર ન હતી. હા, નાટક જરુર છે. સૃષ્ટિ નું ચક્ર ફરે છે. પરંતુ કેવી રીતે
ફરે છે? એ કોઈ નથી જાણતું. રચયિતા અને રચના નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન હમણાં તમને
મળે છે. બાકી તો બધી છે ભક્તિ. બાપ જ આવીને તમને જ્ઞાની તૂ આત્મા બનાવે છે. પહેલા
તમે ભક્તિ તુ આત્મા હતાં. તમે આત્મા ભક્તિ કરતા હતાં. હમણાં તમે આત્મા જ્ઞાન સાંભળો
છો. ભક્તિ ને કહેવાય છે અંધકાર. એવું નહીં કહીશું ભક્તિથી ભગવાન મળે છે. બાપે
સમજાવ્યું છે ભક્તિનો પણ પાર્ટ છે, જ્ઞાન નો પણ પાર્ટ છે. તમે જાણો છો આપણે ભક્તિ
કરતા હતાં તો કોઈ સુખ નહોતું. ભક્તિ કરતા ધક્કા ખાતા રહેતા હતાં. બાપ ને શોધતા હતાં.
હવે સમજો છો યજ્ઞ, તપ, દાન, પુણ્ય વગેરે જે કંઈ કરતા હતાં, શોધતા-શોધતા ધક્કા
ખાતા-ખાતા હેરાન થઈ જાય છે. તમોપ્રધાન બની જાય છે કારણકે ઉતરવાનું હોય છે ને? ખોટું
કામ કરવું છી-છી થવાનું હોય છે. પતિત પણ બની ગયા. એવું નથી કે પાવન થવા માટે ભક્તિ
કરતા હતાં. ભગવાન થી પાવન બન્યા વગર આપણે પાવન દુનિયામાં જઈ નહીં શકીશું. એવું નથી
કે પાવન બન્યા વગર ભગવાન થી નથી મળી શકતા? ભગવાન ને તો કહો છો આવીને પાવન બનાવો.
પતિત જ ભગવાન થી મળે છે પાવન બનવા માટે. પાવન થી તો ભગવાન મળતા નથી. સતયુગ માં થોડા
આ લક્ષ્મી-નારાયણ ને ભગવાન મળે છે? ભગવાન આવીને તમને પતિતો ને પાવન બનાવે છે અને તમે
આ શરીર છોડી દો છો. પાવન તો આ તમોપ્રધાન પતિત સૃષ્ટિ માં રહી ન શકે. બાપ તમને પાવન
બનાવીને ગુમ થઈ જાય છે, એમનો પાર્ટ જ ડ્રામા માં વન્ડરફુલ છે. જેમ આત્મા જોવામાં
આવતો નથી. ભલે સાક્ષાત્કાર થાય છે તો પણ સમજી ન શકે. બીજા તો બધા ને સમજી શકો છો આ
ફલાણા છે, આ ફલાણા છે. યાદ કરો છો. ઇચ્છો છો ફલાણાનો ચૈતન્ય માં સાક્ષાત્કાર થાય,
બીજો તો કોઈ મતલબ નથી. સારું, ચૈતન્ય માં જુઓ છો પછી શું? સાક્ષાત્કાર થયા પછી તો
ગુમ થઈ જશે. અલ્પકાળ ક્ષણભંગુર સુખની આશા પૂરી થશે. એને કહેવાય છે અલ્પકાળ
ક્ષણભંગુર સુખ. સાક્ષાત્કાર ની ઇચ્છા હતી એ મળ્યું. બસ, અહીં તો મૂળ વાત છે પતિત થી
પાવન બનવાની. પાવન બનશો તો દેવતા બની જશો અર્થાત્ સ્વર્ગમાં ચાલ્યા જશો.
શાસ્ત્રો માં તો કલ્પ
ની આયુ લાખો વર્ષ લખી દીધી છે. સમજે છે કે કળિયુગમાં હજી ૪૦ હજાર વર્ષ પડયા છે. બાબા
તો સમજાવે છે આખું કલ્પ ૫ હજાર વર્ષ નું છે. તો મનુષ્ય અંધકારમાં છે ને? એને કહેવાય
છે ઘોર અંધકાર. જ્ઞાન કોઈ માં છે નહીં. તે બધી છે ભક્તિ. રાવણ જ્યાર થી આવે છે, તો
ભક્તિ પણ એની સાથે છે અને જ્યારે બાપ આવે છે, તો એમની સાથે જ્ઞાન છે. બાપ થી એક જ
વાર જ્ઞાનનો વારસો મળે છે. ઘડી-ઘડી નથી મળી શકતો. ત્યાં તો તમે કોઈને જ્ઞાન દેતા નથી.
જરુરત જ નથી. જ્ઞાન એમને મળે છે જે અજ્ઞાન માં છે. બાપ ને કોઈ પણ જાણતું જ નથી. બાપ
ને ગાળો દીધા વગર કોઈ વાત જ નથી કરતાં. આ પણ આપ બાળકો હમણાં સમજો છો. તમે કહો છો
ઈશ્વર સર્વવ્યાપી નથી, એ આપણા આત્માઓનાં બાપ છે અને તેઓ કહે છે કે ના, પરમાત્મા
ઠીક્કર-ભીતર માં છે. આપ બાળકોએ સારી રીતે સમજ્યું છે - ભક્તિ બિલકુલ અલગ ચીજ છે, એમાં
જરા પણ જ્ઞાન નથી હોતું. સમય જ આખો બદલાઈ જાય છે. ભગવાન નું પણ નામ બદલાઈ જાય છે,
પછી મનુષ્યો નું પણ નામ બદલાઈ જાય છે. પહેલા કહેવાય છે દેવતા, પછી ક્ષત્રિય, વૈશ્ય,
શૂદ્ર. તે દૈવી ગુણવાળા મનુષ્ય છે અને આ છે આસુરી ગુણો વાળા મનુષ્ય. બિલકુલ છી-છી
છે. ગુરુનાનકે પણ કહ્યું છે અશંખ ચોર… મનુષ્ય કોઈ એવું કહે તો એમને ઝટ કહીશું તમે આ
શું ગાળ દો છો? પરંતુ બાપ કહે છે આ બધો આસુરી સંપ્રદાય છે. તમને ક્લિયર (સ્પષ્ટ) કરી
સમજાવે છે. આ રાવણ સંપ્રદાય, તે રામ સંપ્રદાય. ગાંધીજી પણ કહેતા હતાં અમને રામરાજ્ય
જોઈએ છે. રામરાજ્ય માં બધા નિર્વિકારી છે, રાવણ રાજ્ય માં છે બધા વિકારી. આનું નામ
જ છે વેશ્યાલય. રૌરવ નર્ક છે ને? આ સમય નાં મનુષ્ય વિષય વૈતરણી નદી માં પડ્યા છે.
મનુષ્ય, જનાવર વગેરે બધા એક સમાન છે. મનુષ્ય ની કોઈ પણ મહિમા નથી. ૫ વિકારો પર આપ
બાળકો જીત મેળવી મનુષ્ય થી દેવતા પદ મેળવો છો, બાકી બધા ખતમ થઈ જાય છે. દેવતાઓ
સતયુગમાં રહેતા હતાં. હમણાં આ કળિયુગ માં અસુર રહે છે. અસુરો ની નિશાની કઈ છે? ૫
વિકાર. દેવતાઓ ને કહેવાય છે સંપૂર્ણ નિર્વિકારી અને અસુરો ને કહેવાય છે સંપૂર્ણ
વિકારી. તેઓ છે ૧૬ કળા સંપૂર્ણ અને અહીં કળાહીન. બધા ની કળા કાયા ચટ થઈ ગઈ છે. હવે
આ બાપ બાળકો ને બેસી સમજાવે છે. બાપ આવે પણ છે જૂની આસુરી દુનિયા ને પરિવર્તન કરવા.
રાવણ રાજ્ય વેશ્યાલય ને શિવાલય બનાવે છે. એમણે તો અહીં જ નામ રાખી દીધું ત્રિમૂર્તિ
હાઉસ, ત્રિમૂર્તિ માર્ગ… પહેલા થોડાં આ નામ હતાં? હવે હોવું શું જોઈએ? આ આખી દુનિયા
કોની છે? પરમાત્મા ની છે ને? પરમાત્મા ની દુનિયા છે, જે અડધો કલ્પ પવિત્ર, અડધો
કલ્પ અપવિત્ર રહે છે. ક્રિયેટર (રચયિતા) તો બાપ ને કહેવાય છે ને? તો એમની જ આ દુનિયા
થઈ ને? બાપ સમજાવે છે હું જ માલિક છું. હું બીજરુપ, ચૈતન્ય, જ્ઞાન નો સાગર છું. મારા
માં બધું જ્ઞાન છે બીજા કોઈમાં નથી. તમે સમજી શકો છો આ સૃષ્ટિ ચક્ર નાં
આદિ-મધ્ય-અંત ની નોલેજ બાપ માં જ છે. બાકી તો બધા છે ગપોડા. મુખ્ય ગપોડા બહુ જ ખરાબ
છે, જેના માટે બાપ ફરિયાદ કરે છે. તમે મને ઠિક્કર-ભીત્તર, કુતરા-બિલાડી માં સમજી
બેઠાં છો. તમારી શું દુર્દશા થઈ ગઈ છે?
નવી દુનિયાનાં મનુષ્યો
અને જૂની દુનિયાનાં મનુષ્યો માં રાત-દિવસ નો ફરક છે. અડધા કલ્પ થી લઈને અપવિત્ર
મનુષ્ય, પવિત્ર દેવતાઓને ને માથું નમાવે છે. આ પણ બાળકોને સમજાવ્યું છે પહેલા-પહેલા
પૂજા થાય છે શિવબાબા ની. જે શિવબાબા જ તમને પૂજારી થી પૂજ્ય બનાવે છે. રાવણ તમને
પૂજ્ય થી પૂજારી બનાવે છે. પછી બાપ ડ્રામા પ્લાન અનુસાર તમને પૂજ્ય બનાવે છે. રાવણ
વગેરે આ બધા નામ તો છે ને? દશેરા જ્યારે મનાવે છે તો કેટલા મનુષ્યોને બહાર થી બોલાવે
છે. પરંતુ અર્થ કાંઈ નથી સમજતાં. દેવતાઓ ની કેટલી નિંદા કરે છે? આવી વાતો તો બિલકુલ
છે નહીં. જેમ કહે છે ઈશ્વર નામ-રુપ થી ન્યારા છે અર્થાત્ નથી. એમ આ જે કાંઈ રમત
વગેરે બનાવે છે તે કાંઈ પણ છે નહીં. આ બધી છે મનુષ્યોની બુદ્ધિ. મનુષ્ય મત ને આસુરી
મત કહેવાય છે. યથા રાજા-રાણી તથા પ્રજા. બધા એવાં બની જાય છે. આને કહેવાય જ છે
ડેવિલ વર્લ્ડ (આસુરી દુનિયા). બધા એકબીજાને ગાળો આપતા રહે છે. તો બાપ સમજાવે છે -
બાળકો, જ્યારે બેસો છો તો સ્વયંને આત્મા સમજી બાપ ને યાદ કરો. તમે અજ્ઞાન માં હતા
તો પરમાત્મા ને ઉપર માં સમજતા હતાં. હમણાં તો જાણો છો બાપ અહીં આવેલા છે તો તમે ઉપર
માં નથી સમજતા તમે બાપ ને અહીં બોલાવ્યા છે, આ શરીર માં. તમે જ્યારે પોત-પોતાના
સેન્ટર માં બેસો છો તો સમજો છો શિવબાબા મધુબન માં બ્રહ્મા તન માં છે. ભક્તિમાર્ગ
માં તો પરમાત્મા ને ઉપર જ માનતા હતાં. હે ભગવાન… હવે તમે બાપ ને ક્યાં યાદ કરો છો?
શું બેસી ને કરો છો? તમે જાણો છો - બ્રહ્માનાં તનમાં છે તો જરુર અહીં યાદ કરવા પડશે.
ઉપર માં તો છે નહીં. અહીં આવેલાં છે - પુરુષોત્તમ સંગમયુગ પર. બાપ કહે છે તમને આટલા
ઊંચા બનાવવા હું અહીં આવ્યો છું. આપ બાળકો અહીં યાદ કરશો. ભક્ત ઉપર માં યાદ કરશે.
તમે ભલે વિદેશ માં હશો, તો પણ કહેશો બ્રહ્મા નાં તનમાં શિવાબાબા છે. તન તો જરુર
જોઈએ ને? ક્યાંય પણ તમે બેઠાં હશો તો જરુર અહીં યાદ કરશો. બ્રહ્માનાં તનમાં જ યાદ
કરવા પડે. ઘણાં બુદ્ધિહીન બ્રહ્મા ને નથી માનતાં. બાબા એવું નથી કહેતા બ્રહ્મા ને
યાદ ન કરો. બ્રહ્મા વગર શિવબાબા કેવી રીતે યાદ આવશે? બાપ કહે છે હું આ તનમાં છું.
આમના માં મને યાદ કરો એટલે તમે બાપ અને દાદા બંને ને યાદ કરો છો. બુદ્ધિ માં આ
જ્ઞાન છે, એમનો પોતાનો આત્મા છે. શિવબાબા ને તો પોતાનું શરીર નથી. બાપે કહ્યું છે
હું આ પ્રકૃતિ નો આધાર લઉં છું. બાપ બેસી આખા બ્રહ્માંડ અને સૃષ્ટિ નાં
આદિ-મધ્ય-અંત નું રહસ્ય સમજાવે છે અને બીજું કોઈ બ્રહ્માંડ ને જાણતું જ નથી. બ્રહ્મ
જેમાં હું અને તમે રહો છો, સુપ્રીમ બાપ, સુપ્રીમ આત્માઓ રહેવા વાળા એ બ્રહ્મલોક
શાંતિધામ નાં છે. શાંતિધામ બહુ જ મીઠું નામ છે. આ બધી વાતો તમારી બુદ્ધિ માં છે.
આપણે અસલ માં રહેવાવાળા બ્રહ્મ મહતત્વ નાં છીએ, જેને નિર્વાણધામ, વાનપ્રસ્થ કહેવાય
છે. આ વાતો હમણાં તમારી બુદ્ધિ માં છે, જ્યારે ભક્તિ છે તો જ્ઞાન નો શબ્દ નથી. આને
કહેવાય છે પુરુષોત્તમ સંગમયુગ જયારે પરિવર્તન થાય છે. જૂની દુનિયામાં અસુર રહે છે,
નવી દુનિયામાં દેવતાઓ રહે છે તો એમને પરિવર્તન કરવા માટે બાપે આવવું પડે છે. સતયુગ
માં તમને કાંઈ પણ ખબર નહીં રહેશે. હમણાં તમે કળિયુગમાં છો તો પણ કાંઈ ખબર નથી.
જ્યારે નવી દુનિયામાં હશો, તો પણ આ જૂની દુનિયાની કાંઈ પણ ખબર નહીં હશે. હમણાં જૂની
દુનિયામાં છો તો નવી ની ખબર નથી. નવી દુનિયા ક્યારે હતી, ખબર નથી. તેઓ તો લાખો વર્ષ
કહી દે છે. આપ બાળકો જાણો છો બાપ આ સંગમયુગ પર જ કલ્પ-કલ્પ આવે છે, આવીને આ વેરાઈટી
(વિવિધ) ઝાડ નું રહસ્ય સમજાવે છે અને આ ચક્ર કેવી રીતે ફરે છે? તે પણ આપ બાળકો ને
સમજાવે છે. તમારો ધંધો જ છે આ સમજાવવાનો. હવે એક-એક ને સમજાવવા માં તો બહુ જ સમય
લાગી જાય એટલે હવે તમે અનેકોને સમજાવો છો. ઘણાં સમજે છે. આ મીઠી-મીઠી વાતો પછી
અનેકોને સમજાવવાની છે. તમે પ્રદર્શની વગેરે માં સમજાવો છો ને? હવે શિવજયંતી પર ખૂબ
સારી રીતે અનેકો ને બોલાવીને સમજાવવાનું છે. રમત (નાટક) નું ડયુરેશન કેટલું છે. તમે
તો એક્યુરેટ બતાવશો. આ ટોપિક્સ (મુદ્દાઓ) થયા. આપણે પણ આ સમજાવીશું. તમને બાપ સમજાવે
છે ને? - જેનાથી તમે દેવતા બની જાઓ છો. જેમ તમે સમજી ને દેવતા બનો છો, તો બીજા ને
પણ બનાવો છો. બાપે આપણને આ સમજાવ્યું છે. આપણે કોઈની ગ્લાનિ વગેરે નથી કરતાં. આપણે
બતાવીએ છીએ જ્ઞાન ને સદ્દગતિ માર્ગ કહેવાય છે, એક સદ્દગુરુ જ છે પાર કરવા વાળા.
આવાં-આવાં મુખ્ય પોઇન્ટ્સ (મુદ્દાઓ) કાઢીને સમજાવો. આ બધું જ્ઞાન બાપ સિવાય કોઈ આપી
નથી શકતું. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. પૂજારી થી
પૂજ્ય બનવા માટે સંપૂર્ણ નિર્વિકારી બનવાનું છે. જ્ઞાનવાન બની સ્વયં ને સ્વયં જ
પરિવર્તન કરવાનું છે. અલ્પકાળ સુખ ની પાછળ નથી જવાનું.
2. બાપ અને દાદા બંને
ને યાદ કરવાનાં છે. બ્રહ્મા વગર શિવબાબા યાદ આવી ન શકે. ભક્તિ માં ઉપર યાદ કર્યા,
હમણાં બ્રહ્મા-તન માં આવ્યા છે તો બંને યાદ આવવા જોઈએ.
વરદાન :-
દરેક કર્મમાં
વિજય નો અટલ નિશ્ચય અને નશો રાખવા વાળા અધિકારી આત્મા ભવ
વિજય આપણો જન્મસિધ્ધ
અધિકાર છે - આ સ્મૃતિ માં સદા ઉડતા ચાલો. કંઈ પણ થઈ જાય - આ સ્મૃતિ માં લાવો કે હું
સદા વિજયી છું. કંઈ પણ થઈ જાય - આ નિશ્ચય અટલ છે. નશા નો આધાર છે નિશ્ચય. નિશ્ચય ઓછો
તો નશો ઓછો એટલે કહે છે નિશ્ચયબુદ્ધિ વિજયી. વિજયમાં ક્યારેક-ક્યારેક વાળા નથી
બનવાનું. અવિનાશી બાપ છે તો અવિનાશી પ્રાપ્તિનાં અધિકારી બનો. દરેક કર્મમાં વિજયનો
નિશ્ચય અને નશો હોય.
સ્લોગન :-
બાપનાં સ્નેહની
છત્રછાયા ની નીચે રહો તો કોઈ પણ વિઘ્ન રહી ન શકે.