09-11-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - આ જ
ભણતર છે જે તમને નર થી નારાયણ , નારી થી લક્ષ્મી બનાવે છે , એટલે ભણતર પર ખૂબ - ખૂબ
ધ્યાન આપવાનું છે”
પ્રશ્ન :-
બાપ દ્વારા બાળકો ને
કયો વારસો મળે છે જે કોઈ તીર્થ કે જંગલ માં જવાથી નથી મળી શકતો?
ઉત્તર :-
બાપ દ્વારા બાળકો ને સુખ-શાંતિ-સંપત્તિ નો વારસો મળે છે, જે ક્યાંય પણ નથી મળી શકતો.
મનુષ્ય શાંતિ નાં માટે જંગલ માં જાય છે, પરંતુ તમે જાણો છો શાંતિ તો આપણો આત્માઓ નો
સ્વધર્મ છે.
ગીત :-
તુમ્હેં પાકે
હમને જહાઁ પા લિયા…
ઓમ શાંતિ!
બાપ બેસી બાળકો
ને સમજાવે છે કારણકે તમે હવે ધણી નાં બન્યાં છો. બાકી જે પણ મનુષ્ય માત્ર છે, તે
નિધન (જેનું કોઈ ધણી નથી) નાં છે. ધણી એક બાપ ને જ કહેવાય છે. ઘર માં જ્યારે લડે છે
તો કહે છે - તમારો કોઈ ધણીધોરી નથી કે શું? હમણાં આખી દુનિયાનાં મનુષ્ય-માત્ર
લડતાં-ઝઘડતાં રહે છે. એકબીજા નું કતલ પણ કરી દે છે. બાપ જ આવીને સમજાવે છે - આ કામ
તો મહાશત્રુ છે, જેનાથી બધાં આદિ-મધ્ય-અંત દુઃખ મેળવે છે. આપ બાળકો જાણો છો - હવે
આપણે બેહદ બાપ પાસેથી બેહદ સુખ નો વારસો લઈ રહ્યાં છીએ. મનુષ્ય ભલે કહે છે અમને
શાંતિ જોઈએ, પરંતુ શાંતિ શું છે? ક્યાંથી મળે છે? શું જંગલ માં જવાથી શાંતિ મળશે?
સુખ-શાંતિ ક્યારે અને કોણ આપે, તીર્થો પર શેનાં માટે જાય છે? આ પણ કોઈ જાણતું નથી.
ફક્ત સાંભળ્યું છે કે ભક્તિ કરવાથી ભગવાન મળશે. જાણતાં ભગવાન ને પણ નથી. બાપ કહે છે
હું આવીને આપ બાળકો ને સુખ-શાંતિ આપું છું. હમણાં સુખ-શાંતિ, સંપત્તિ કોઈની પાસે નથી.
આપવા વાળાને પણ કોઈ જાણતું નથી. બાપ આવીને સમજાવે છે તમે ગાઓ પણ છો, દુઃખહર્તા
સુખકર્તા. ગાંધીજી પણ પોકારતાં હતાં હે પતિત-પાવન આવીને પાવન બનાવો. ગાય છે
પતિત-પાવન સીતારામ, પરંતુ અર્થ ની ખબર નથી. ભક્તિ કેમ કરે છે, તેનાથી શું મળશે.
કાંઈ પણ જાણતાં નથી. આ ભક્તિ ની પણ ડ્રામા માં નોંધ છે. દ્વાપર થી રાવણ રાજ્ય શરું
થાય છે. મનુષ્ય આ નથી જાણતાં કે રાવણ શું વસ્તુ છે! ક્યાં સુધી રાવણ ને બાળતાં રહીશું!
ભલા, એનો જન્મ ક્યારે થયો? રાવણ નાં પણ પૂતળા ને બનાવીને બાળે છે. આત્મા ક્યારેય
બળતો નથી. આ બધી વાતો આપ બાળકો જ જાણો છો. આજ થી ૫ હજાર વર્ષ પહેલાં ભારત સ્વર્ગ હતું.
આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. લક્ષ્મી-નારાયણ ને જ ભગવતી-ભગવાન કહેવાય છે. પછી
ત્રેતા માં રામ નું રાજ્ય હતું. એમને આ રાજ્ય કેવી રીતે મળ્યું, પછી તે રાજ્ય ક્યાં
ગયું, આ કોઈ નથી જાણતું અર્થાત્ રચના નાં આદિ-મધ્ય-અંત ને કોઈ જાણતું નથી. તમે આ
નોલેજ થી સ્વર્ગ નાં માલિક બનો છો. સ્કૂલ માં ભણતર થી કોઈ વકીલ, જ્જ (ન્યાયાધીશ) બને
છે, લક્ષ્મી-નારાયણ નહીં. આ કયાં ભણતર થી પદ મેળવ્યું! આ કોઈને ખબર નથી. ભગવાનુવાચ,
હું તમને રાજ્યોગ શિખવાડું છું. એવું કોઈ નહીં હશે જે કહે કે હું તમને આ બનાવું
છું. આપ બાળકો જાણો છો આ લક્ષ્મી-નારાયણ ની રાજધાની આ ભણતર થી બનેલી છે. દુનિયા આ
વાતો ને નથી જાણતી. સતયુગ નાં માટે પણ કહી દે છે લાખો વર્ષ, તો આ કેવી રીતે જાણે કે
લક્ષ્મી-નારાયણ ક્યાં ગયાં? જોઈ પણ રહ્યાં છે કે ભારતમાં જ લક્ષ્મી-નારાયણ નાં
બહુજ ચિત્ર છે. અસંખ્ય મંદિર બનેલાં છે. સમજે છે આનાથી આપણને ધન મળશે. મહાલક્ષ્મી
થી દરેક દિવાળી પર ધન માંગે છે, પરંતુ સાથે જરુર નારાયણ પણ હશે. દિવાળી પર પૂજા કરશે
પછી તેમની અલ્પકાળ સુખ ની ભાવના પૂરી થાય છે તો સમજે છે લક્ષ્મી થી ધન મળે છે.
હકીકત માં લક્ષ્મી-નારાયણ બંને છે. લક્ષ્મી, મહાલક્ષ્મી કોઈ અલગ-અલગ નથી, આ વાતો
મનુષ્ય નથી જાણતાં. બાબા જ સમજાવે છે. આજકાલ મનુષ્ય તો કહી દે છે ઈશ્વર
પથ્થર-ભિત્તર માં છે. બાપ કહે છે બધાં પથ્થરબુદ્ધિ છે. પારસબુદ્ધિ તો સતયુગ માં છે.
જ્યારે લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું તો સોના-હીરા નાં મહેલ હતાં. ૫ હજાર વર્ષ ની
વાત છે. શાસ્ત્રો માં કલ્પ ની આયુ લાખો વર્ષ લખી દીધી છે. બાપ કહે છે - આ
ભક્તિમાર્ગ થી સીડી નીચે ઉતરવી પડે છે. ડ્રામા અનુસાર જ્યારે દુર્ગતિ ને પામો ત્યારે
હું આવું અને આવીને નવી દુનિયા બનાવું. હવે આપ બાળકો નવી દુનિયાનાં માલિક બનવાનાં
માટે રાજયોગ શિખી રહ્યાં છો. તમે જાણો છો આ મહાભારત લડાઈ થી જૂની દુનિયાનો વિનાશ થશે.
આ ડ્રામા પૂર્વનિર્ધારિત છે. સતયુગ માં દેવી-દેવતાઓનું રાજ્ય હતું. એને ૫ હજાર વર્ષ
થયાં. ૨૫૦૦ વર્ષ સૂર્યવંશી-ચંદ્રવંશી રાજધાની ચાલી. બાકી દ્વાપર થી રાવણ રાજ્ય શરું
થયું. મનુષ્ય પતિત બનતાં જાય છે. પરંતુ એમને આ ખબર નથી કે આપણને પતિત કોણે બનાવ્યાં?
આપણે પાવન હતાં, પતિત કેવી રીતે બન્યાં? બાપ આવીને સમજાવે છે. રાવણ રાજ્ય શરું થવાથી
તમે પતિત બનતાં જાઓ છો. રાવણ નાં જન્મ ને હવે ૨૫૦૦ વર્ષ થયાં. શિવબાબા નાં જન્મ ને
૫ હજાર વર્ષ થયાં. એને રામ, તેને રાવણ રાજ્ય કહેવાય છે. હકીકત માં રામ કહેવું ન
જોઈએ. આજકાલ મનુષ્ય નાં નામ રામચંદ્ર, કૃષ્ણચંદ્ર રાખે છે. ૫ હજાર વર્ષ પહેલાં ભારત
સોનાની ચકલી હતું. તેને ગોલ્ડન એજેડ વર્લ્ડ (સતયુગી દુનિયા) કહેવાય છે. વૈકુંઠ હતું,
પરંતુ ક્યાં હતું આ નથી જાણતાં. આત્મા શું છે, પરમાત્મા શું છે, સૃષ્ટિ શું છે.
કાંઈ પણ નથી જાણતાં. ત્યારે એમને કહેવાય છે તુચ્છબુદ્ધિ. ઋષિ-મુનિ રચતા અને રચના
નાં આદિ-મધ્ય-અંત ને નથી જાણતાં. ત્યારે તો કહે છે નેતી-નેતી, ન બાપ ને, ન વારસા ને
જાણે છે. બાપ દ્વારા જે વારસો વિશ્વ ની રાજાઈ મળે છે એમને પણ નથી જાણતાં. હમણાં આખી
સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત ને તમે જાણો છો, તો તમે ડબલ આસ્તિક થયાં. લોકોને તો આ પણ
ખબર નથી કે શાંતિ કોનાથી અને ક્યાંથી મળશે? સંન્યાસીઓની પાસે જઈને કહે છે અમને શાંતિ
જોઈએ. હવે આપણને શાંતિ અહીં ક્યાંથી આવી શકે છે? કર્મ તો કરવાનાં છે ને? શાંતિ તો
મળશે - શાંતિધામ માં. જો ઘર માં એક અશાંત હશે તો પણ આખાં ઘર ને અશાંત કરી દેશે.
શાંતિ મળે છે - સ્વીટ હોમ માં. પછી ત્યાંથી આપણને આત્માઓ ને બાપ મોકલી દે છે પાર્ટ
ભજવવાનાં માટે નવી દુનિયામાં. બાપ દોઝક (દુઃખધામ) માં થોડી મોકલશે. શાંતિધામ થી
સુખધામ માં જઈશું. આપ બાળકો જાણો છો આ ભગવાન ની પાઠશાળા છે. આ કોઈ સત્સંગ નથી. અહીં
ભગવાનુવાચ છે બાળકો પ્રતિ. નિરાકાર શિવબાબા શરીર માં પ્રવેશ કરી આપ બાળકો થી વાત કરે
છે. આત્મા પણ શરીર માં છે ને. આત્માને જ્યારે કર્મેન્દ્રિઓ મળે છે ત્યારે બોલે છે,
સાંભળે છે. હવે આત્માઓ ને બાપ બેસી ભણાવે છે, પરમાત્મા ને બોલાવે છે હે પતિત-પાવન…
હે સદ્દગતિ દાતા, લિબ્રેટર (મુક્તિદાતા), ગાઈડ (માર્ગદર્શક) પરંતુ એ નથી જાણતાં કે
કેવી રીતે લિબરેટ (મુક્ત) કરી પછી ગાઈડ બનીને ક્યાં લઈ જશે. ફક્ત બુમો પાડતા રહે
છે. હમણાં ગોડફાધર આવ્યાં છે. આપ બાળકો ને ગાઈડ કરી રહ્યાં છે. સ્વયં તમને શાંતિધામ
માં લઈ જાય છે. પછી તમે પોતે જ સુખધામ માં ચાલ્યાં જશો. બાકી એક જ વાર આવીને બધાનાં
ગાઈડ બને છે. પછી નવી દુનિયામાં બાપ ગાઈડ નહીં કરશે. આ સમયે મનુષ્ય બધા પતિત હોવાનાં
કારણે એ નથી જાણતાં કે અમે પાછાં ઘરે કેવી રીતે જઈએ, ઉડી નથી શકતાં. ભક્તિ ખૂબ કરે
છે, ત્યાં જવાનાં માટે. પરંતુ એ નથી જાણતાં કે અમે પતિત છીએ એટલે જઈ ન શકીએ.
પતિત-પાવન બાપ આવીને જ્યારે પાવન બનાવે ત્યારે આપણે જઈ શકીએ. હવે બાપ પાવન બનવાની
તમને યુક્તિ બતાવે છે, બધાએ પતિત થી પાવન બનવાનું જ છે. હમણાં કેટલાં અસંખ્ય મનુષ્ય
છે. સતયુગ માં જ્યારે દેવતાઓ નું રાજ્ય છે તો ૯ લાખ નવાં ઝાડ માં હોય છે. પહેલાં
થોડા પત્તા હોય છે ને. પછી મોટું થતું જાય છે. પહેલાં એક જ ધર્મ વાળા છે. તમે હવે
પોતાને નર્કવાસી નહીં સમજશો, બાકી બધા છે નર્કવાસી. પરંતુ પોતાને સમજતાં નથી. આ સમયે
ચહેરો તો બધાનો મનુષ્ય નો છે, સીરત (ચરિત્ર) વાનર જેવી છે. મોટાં-મોટાં રાજાઓ પણ
લક્ષ્મી-નારાયણ નાં ચરણો માં ઝૂકે (નમે) છે. હવે એ કોઈ પતિત ને પાવન બનાવવા વાળા નથી
અથવા એ કોઈ રહેમદિલ થોડી છે? જ્યારે કોઈ દુઃખી થાય તો તેનાં પર રહેમ કરાય. રહેમદિલ
એક બાપ જ છે. બાપ જ આવીને પથ્થર બુદ્ધિઓ ને પારસ બુદ્ધિ બનાવે છે. હવે તમે દેવતા બની
રહ્યાં છો. આ છે જ નર થી નારાયણ બનવાની પાઠશાળા. આ રાજયોગ છે. ઋષિ-મુનિ એ નથી જાણતાં
કે ગીતા નો રાજ્યોગ કોણે શિખવાડ્યો. ગીતા ને બિલકુલ ખંડન કરી દીધી છે. સમજે છે -
કૃષ્ણએ રાજયોગ શિખવાડ્યો હતો. કહે છે કૃષ્ણ ભગવાનુવાચ મનમનાભવ. હવે કૃષ્ણ તો
પરમાત્મા નથી. એ તો સતયુગ નાં પ્રિન્સ (રાજકુમાર) છે. જે પણ સંગમયુગ પર રાજયોગ
શિખીને રાજાઈ પ્રાપ્ત કરે છે. તેમને પછી ભગવાન બનાવી દીધાં છે. અસંખ્ય મનુષ્ય ગીતા
સાંભળે છે. પરંતુ એક ને પણ ખબર નથી કે ગીતા નાં ભગવાન શિવ છે, ન કે કૃષ્ણ છે. કહી
દે છે બધા એક જ છે. એવાં મનુષ્યો થી પણ માથું મારવું પડે છે. ૬૩ જન્મો થી સમજતાં
આવ્યાં છે કે કૃષ્ણ ભગવાન છે. દ્વાપર થી શાસ્ત્ર બન્યાં છે. જરુર પહેલાં-પહેલાં ગીતા
બની હશે. આ શાસ્ત્ર બધા છે ભક્તિમાર્ગ નાં. જ્ઞાનમાર્ગ નું એક પણ શાસ્ત્ર નથી. ગીતા
છે નંબરવન. પછીથી આ વેદ, ઉપનિષદ બન્યાં છે. એ પણ ગીતા નાં બધાં બાળ-બચ્ચા છે. તે
ભણતાં-ભણતાં નીચે ઉતરતાં આવ્યાં છે. હવે ૮૪ જન્મ પૂરાં થયાં. હવે ચાલવાનું છે -
પ્રથમ નંબર પર. હવે તમે ફરી સતયુગી લક્ષ્મી-નારાયણ બનવાનાં માટે અહીં ભણવા આવ્યાં
છો. બધા તો લક્ષ્મી-નારાયણ નહીં બનશે, આ રાજધાની સ્થાપન થઈ રહી છે. પરંતુ કોણે
રાજધાની સ્થાપન કરી, આ કોઈની બુદ્ધિ માં નહીં આવશે. કળિયુગ માં આટલાં અસંખ્ય મનુષ્ય
છે જે ખાવાનાં માટે અનાજ પણ નથી મળતું અને સતયુગ માં ફક્ત લક્ષ્મી-નારાયણ ની રાજધાની
હશે. અહીં જુઓ કેટલાં ધર્મ છે. સામે મહાભારે મહાભારત લડાઈ પણ છે, છતાં પણ મનુષ્ય ની
આંખો નથી ખુલતી. તો આ મહાભારે લડાઈ કલ્પ પહેલાં પણ લાગી હતી, તેનાં પછી શું થયું,
કાંઈ નથી જાણતાં. આ બધી વાતો તમે બ્રાહ્મણ-બ્રાહ્મણીઓ જ જાણો છો. તમને બાપે બ્રહ્મા
દ્વારા એડોપ્ટ કર્યા (અપનાવ્યાં) છે. ભગવાન તમને ભણાવીને આ લક્ષ્મી-નારાયણ બનાવે
છે, તો સારી રીતે ભણવું જોઈએ. ફક્ત બાપ ને અને નવી દુનિયા ને યાદ કરો તો તમે નવી
દુનિયામાં ચાલ્યાં જશો. પછી જો સારી રીતે ભણશો અને ભણાવશો તો રાજા-રાણી બની શકો છો.
જેટલી રુહાની સર્વિસ (સેવા) કરશો. તમે છો રુહાની સોશિયલ વર્કર (સમાજ સેવક). બાકી આખી
દુનિયા છે શારીરિક સોશિયલ વર્કર. આપ આત્માઓ ને બાપ રોજ જ્ઞાન આપે છે. આત્માઓ ની સેવા
કરે છે ને. એને કહેવાય છે આત્માઓની સેવા, જે શિખવાડે પણ છે સ્પ્રિચ્યુઅલ ફાધર (આધ્યાત્મિક
પિતા). આ છે મનુષ્ય ને દેવતા બનાવવાની પાઠશાળા. બનશે પણ જરુર. જ્યારે તમે બનીને
તૈયાર થઈ જશો અને વિનાશ શરું થશે પછી તમે પણ જશો. કહે છે ને - રામ ગયો, રાવણ ગયો…
ફક્ત થોડાં રહી જાય છે જે પછી અદલી-બદલી થતાં રહે છે. પછી તમે આવશો સ્વર્ગ માં.
તમારા માટે હવે નવી દુનિયા સ્થાપન થઈ રહી છે, તમે સ્વર્ગવાસી બનવાનાં માટે ભણી રહ્યાં
છો. આ નર્ક છે. હવે તમે છો સંગમ પર. હવે તમે બ્રાહ્મણ-બ્રાહ્મણીઓ નહીં બનશો તો વારસો
લઈ નહીં શકો. વારસો બ્રાહ્મણો ને મળે છે, જે એક બાપ નાં સિવાય બીજા કોઈ પણ દેહધારી
ને યાદ નથી કરતાં. બાકી કાંઈ ને કાંઈ સાંભળ્યું તો પ્રજા માં આવી જશો. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને
ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. રુહાની
સોશિયલ વર્કર બની ભણવાનું અને ભણાવવાનું છે. બાપ ની સાથે-સાથે આવવા વાળી નવી
દુનિયાને પણ યાદ કરવાની છે.
2. બાપ સમાન રહેમદિલ
બની બધાને પારસ બુદ્ધિ બનાવવાની સેવા કરવાની છે.
વરદાન :-
નિરાકાર સો
સાકાર સ્મૃતિ થી સેવા નો પાર્ટ ભજવવા વાળા રુહાની સેવાધારી ભવ
જેવી રીતે બાપ
નિરાકાર સો આકાર બની સેવા નો પાર્ટ ભજવે છે એવી રીતે બાળકોએ પણ આ મંત્ર નું યંત્ર
સ્મૃતિ માં રાખી સેવા નો પાર્ટ ભજવવાનો છે. આ સાકાર સૃષ્ટિ, સાકાર શરીર સ્ટેજ છે.
સ્ટેજ આધાર છે, પાર્ટધારી આધારમૂર્ત છે, માલિક છે. આ સ્મૃતિ થી ન્યારા બની પાર્ટ
ભજવો તો સેન્સ ની સાથે એસેન્સફુલ, રુહાની સેવાધારી બની જશો.
સ્લોગન :-
સાક્ષી બની
દરેક ખેલ ને જોવા વાળા જ સાક્ષી દૃષ્ટા છે.
આ અવ્યક્ત ઈશારા -
બ્રહ્મા બાપ સમાન સંપન્ન અને સંપૂર્ણ સ્થિતિ નો અનુભવ કરો
સ્નેહ અને શક્તિ
જ્યારે આ બંનેનું મિલન થઈ જાય છે તો અવસ્થા અતિ ન્યારી અને અતિ પ્યારી હોય છે, જેના
માટે સ્નેહ છે એમનાં સમાન બનવાનું છે, આ જ સ્નેહ નું સબૂત છે. પરંતુ ફક્ત સ્નેહ
રાખવાથી સંપૂર્ણ નહીં બનશો, સ્નેહ ની સાથે-સાથે શક્તિ પણ હશે તો સ્વયં સંપૂર્ણ બની
બીજાઓને પણ સંપૂર્ણ બનાવશો.