09-12-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - વિનાશ પહેલાં બધાને બાપ નો પરિચય આપવાનો છે , ધારણા કરી બીજાઓને સમજાવો ત્યારે ઊંચું પદ મળી શકશે”

પ્રશ્ન :-
રાજયોગી વિદ્યાર્થીઓ ને બાપ નું ડાયરેક્શન (માર્ગદર્શન) શું છે?

ઉત્તર :-
તમને ડાયરેક્શન છે એક બાપ નાં બનીને પછી બીજાઓ સાથે દિલ નથી લગાવવાનું. પ્રતિજ્ઞા કરી પછી પતિત નથી બનવાનું. તમે એવા સંપૂર્ણ પાવન બની જાઓ જે બાપ અને શિક્ષક ની યાદ સ્વત: નિરંતર બની રહે. એક બાપ ને જ પ્રેમ કરો, એમને જ યાદ કરો તો તમને ખૂબ તાકાત મળતી રહેશે.

ઓમ શાંતિ!
રુહાની બાપ સમજાવે છે. સમજાવે ત્યારે છે જ્યારે આ શરીર છે. સન્મુખ જ સમજાવવાનું હોય છે. જે સન્મુખ સમજાવાય છે તે પછી લખાણ દ્વારા બધાની પાસે જાય છે. તમે અહીં આવો છો સન્મુખ સાંભળવા માટે. બેહદ નાં બાપ આત્માઓને સંભળાવે છે. આત્મા જ સાંભળે છે. બધું આત્મા જ કરે છે - આ શરીર દ્વારા એટલે પહેલાં-પહેલાં સ્વયં ને આત્મા જરુર સમજવાનું છે. ગાયન છે આત્માયેં-પરમાત્મા અલગ રહે બહુકાલ… સૌથી પહેલાં-પહેલાં બાપ થી કોણ છૂટા પડીને આવે છે અહીં પાર્ટ ભજવવાં? તમને પૂછશે કેટલો સમય તમે બાપ થી અલગ રહ્યા છો? તો તમે કહેશો ૫ હજાર વર્ષ. પૂરો હિસાબ છે ને? આ તો આપ બાળકોને ખબર છે કેવી રીતે નંબરવાર આવે છે. બાપ જે ઊપર હતાં એ પણ હમણાં નીચે આવી ગયા છે - તમારા બધાની બેટરી ચાર્જ કરવાં. હવે બાપ ને યાદ કરવાના છે. હમણાં તો બાપ સન્મુખ છે ને? ભક્તિમાર્ગ માં તો બાપ નાં ઓક્યુપેશન (કર્તવ્ય) ની ખબર જ નથી. નામ, રુપ, દેશ, કાળ ને જાણતા જ નથી. તમને તો નામ, રુપ, દેશ, કાળ ની બધી ખબર છે. તમે જાણો છો આ રથ દ્વારા બાપ આપણને બધા રહસ્ય સમજાવે છે. રચયિતા અને રચના નાં આદિ, મધ્ય, અંત નાં રહસ્ય સમજાવે છે. આ કેટલું સુક્ષ્મ છે? આ મનુષ્ય સૃષ્ટિ રુપી ઝાડ નું બીજરુપ બાપ જ છે. એ અહીં આવે જરુર છે. નવી દુનિયા સ્થાપન કરવી એમનું જ કામ છે. એવું નથી ત્યાં બેસીને સ્થાપના કરે છે. આપ બાળકો જાણો છો બાબા આ તન દ્વારા આપણને સન્મુખ સમજાવી રહ્યા છે. આ પણ બાપ ને પ્રેમ કરવો થયું ને? બીજા કોઈને પણ એમની બાયોગ્રાફી (જીવનકહાણી) ની ખબર નથી. ગીતા છે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નું શાસ્ત્ર. આ પણ તમે જાણો છો - આ જ્ઞાન પછી છે વિનાશ. વિનાશ જરુર થવાનો છે. બીજા જે પણ ધર્મ સ્થાપક આવે છે, તેમના આવવા પર વિનાશ નથી થતો. વિનાશ નો સમય જ આ છે, એટલે તમને જે જ્ઞાન મળે છે તે પછી ખલાસ થઈ જાય છે. આપ બાળકોની બુદ્ધિ માં આ બધી વાતો છે. તમે રચયિતા અને રચના ને જાણી ગયા છો. છે બન્ને અનાદિ જે ચાલ્યા આવે છે. બાપ નો પાર્ટ જ સંગમ પર આવવાનો છે. ભક્તિ અડધો કલ્પ ચાલે છે, જ્ઞાન નથી ચાલતું. જ્ઞાન નો વારસો અડધા કલ્પ માટે મળે છે. જ્ઞાન તો એક જ વાર ફક્ત સંગમ પર મળે છે. આ ક્લાસ તમારો એક જ વાર ચાલે છે. આ વાતો સારી રીતે સમજીને પછી બીજાને સમજાવવાની પણ છે. પદ નો બધો આધાર છે સેવા કરવા પર. તમે જાણો છો પુરુષાર્થ કરી હવે નવી દુનિયામાં જવાનું છે. ધારણા કરી અને બીજાઓને સમજાવવું - આના પર જ તમારું પદ છે. વિનાશ થયા પહેલાં બધાને બાપ નો પરિચય આપવાનો છે અને રચના નાં આદિ, મધ્ય, અંત નો પરિચય આપવાનો છે. તમે પણ બાપ ને યાદ કરો છો કે જન્મ-જન્માંતર નાં પાપ કપાઈ જાય. જ્યાં સુધી બાપ ભણાવતા રહે છે, યાદ જરુર કરવાના છે. ભણાવવા વાળા ની સાથે યોગ તો રહેશે ને? શિક્ષક ભણાવે છે તો તેમની સાથે યોગ રહે છે. યોગ વગર ભણશે કેવી રીતે? યોગ અર્થાત્ ભણાવવા વાળા ની યાદ. આ બાપ પણ છે, શિક્ષક પણ છે, સદ્દગુરુ પણ છે. ત્રણેય રુપ માં પૂરાં યાદ કરવા પડે છે. આ સદ્દગુરુ તમને એક જ વાર મળે છે. જ્ઞાન થી સદ્દગતિ મળી, બસ પછી ગુરુ નો રિવાજ જ ખતમ. બાપ, શિક્ષક નો રિવાજ ચાલે છે, ગુરુ નો રિવાજ ખતમ થઈ જાય છે. સદ્દગતિ મળી ગઈ ને? નિર્વાણધામ માં તમે પ્રેક્ટિકલ માં જાઓ છો પછી પોતાનાં સમય પર પાર્ટ ભજવવા આવશો. મુક્તિ-જીવનમુક્તિ બંને તમને મળી જાય છે. મુક્તિ પણ જરુર મળે છે. થોડા સમય માટે ઘરે જઈને રહેશો. અહીં તો શરીર થી પાર્ટ ભજવવો પડે છે. અંત માં બધા પાર્ટધારી આવી જશે. નાટક જ્યારે પૂરું થાય છે તો બધા એક્ટર્સ સ્ટેજ પર આવી જાય છે. હમણાં પણ બધા એક્ટર્સ સ્ટેજ પર આવીને ભેગા થયા છે. કેટલું ખૂબ ઘમસાણ છે. સતયુગ આદિ માં આટલું ઘમસાણ નહોતું. હમણાં તો કેટલી અશાંતિ છે? તો હવે જેમ બાપ ને સૃષ્ટિચક્ર ની નોલેજ છે તો બાળકોને પણ નોલેજ છે. બીજ ને નોલેજ છે ને? આપણા ઝાડ ની કેવી રીતે વૃદ્ધિ થાય છે પછી ખતમ થાય છે? હમણાં તમે બેઠાં છો નવી દુનિયા ની કલમ લગાવવા અથવા આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ની કલમ લગાવવા. તમને ખબર છે આ લક્ષ્મી-નારાયણે રાજ્ય કેવી રીતે મેળવ્યું? તમે જાણો છો આપણે હવે નવી દુનિયાનાં પ્રિન્સ (રાજકુમાર) બનીશું. તે દુનિયા માં રહેવા વાળા બધા પોતાને માલિક જ કહેશે ને? જેમ હમણાં પણ બધા કહે છે ભારત મારો દેશ છે. તમે સમજો છો હમણાં આપણે સંગમ પર ઉભા છીએ, શિવાલય માં જવાના છીએ. બસ, હમણાં ગયા કે ગયાં. આપણે જઈને શિવાલય નાં માલિક બનીશું. તમારો મુખ્ય-ઉદ્દેશ જ આ છે. યથા રાજા-રાણી તથા પ્રજા, બધા શિવાલય નાં માલિક બની જાય છે. બાકી રાજધાની માં ભિન્ન-ભિન્ન પદ તો હોય જ છે. ત્યાં વજીર તો કોઈ હોતાં જ નથી. વજીર ત્યારે હોય છે જ્યારે પતિત બને છે. લક્ષ્મી-નારાયણ તથા રામ-સીતા નાં વજીર નહીં સાંભળ્યું હોય કારણકે એ સ્વયં સતોપ્રધાન પાવન બુદ્ધિ વાળા છે. પછી જ્યારે પતિત બને છે ત્યારે રાજા-રાણી એક વજીર રાખે છે સલાહ લેવા માટે. હમણાં તો જુઓ અનેકાનેક વજીર છે.

આપ બાળકો જાણો છો આ ખૂબ મજા નો ખેલ છે. ખેલ હંમેશા મજા નો જ હોય છે. સુખ પણ હોય છે, દુઃખ પણ હોય છે. આ બેહદ નાં ખેલ ને આપ બાળકો જ જાણો છો. આમાં રડવા-પીટવા વગેરેની વાત જ નથી. ગાય પણ છે બીતી સો બીતી દેખો… પૂર્વ નિર્ધારિત બની રહ્યું છે. આ નાટક તમારી બુદ્ધિ માં છે. આપણે આનાં એક્ટર્સ છીએ. આપણા ૮૪ જન્મો નો પાર્ટ એક્યુરેટ અવિનાશી છે. જે, જે જન્મ માં જે એક્ટ કરતા આવ્યા છે તે જ કરતા રહેશે. આજ થી ૫ હજાર વર્ષ પહેલાં પણ તમને આ જ કહ્યું હતું કે સ્વયંને આત્મા સમજો. ગીતા માં પણ શબ્દ છે. તમે જાણો છો બરાબર આદિ સનાતન દેવી-દેવતા ધર્મ જ્યારે સ્થાપન થયો હતો તો બાપે કહ્યું હતું દેહ નાં બધા ધર્મ છોડી સ્વયં ને આત્મા સમજો અને બાપ ને યાદ કરો. મનમનાભવ નો અર્થ તો બાપે સારી રીતે સમજાવ્યો છે. ભાષા પણ આ જ છે. અહીં જુઓ, કેટલી બધી ભાષાઓ છે? ભાષાઓ પર પણ કેટલાં હંગામા છે? ભાષા વગર તો કામ ચાલી ન શકે. એવી-એવી ભાષાઓ શીખીને આવે છે જે માતૃભાષા ખલાસ થઈ જાય છે. જે વધારે ભાષાઓ શીખે છે તેમને ઈનામ મળે છે. જેટલા ધર્મ, તેટલી ભાષાઓ હશે. ત્યાં તો તમે જાણો છો આપણી જ રાજાઈ હશે. ભાષા પણ એક હશે. અહીં તો ૧૦૦ માઈલ પર એક ભાષા છે. ત્યાં તો એક જ ભાષા હોય છે. આ બધી વાતો બાપ બેસીને સમજાવે છે તો એ બાપ ને જ યાદ કરતા રહો. શિવબાબા સમજાવે છે બ્રહ્મા દ્વારા. રથ તો જરુર જોઈએ ને? શિવબાબા આપણા બાપ છે. બાબા કહે છે મારા તો બેહદનાં બાળકો છે. બાબા આમનાં દ્વારા ભણાવે છે ને? શિક્ષકને ક્યારેય ગળે થોડી લગાવાય છે. બાપ તો તમને ભણાવવા આવ્યા છે. રાજયોગ શીખવાડે છે. તો શિક્ષક થયા ને? તમે વિદ્યાર્થી છો. વિધાર્થી ક્યારેય શિક્ષક ને ગળે મળે છે શું? એક બાપનાં બનીને પછી બીજા ની સાથે દિલ નથી લગાવવાનું.

બાપ કહે છે હું તમને રાજયોગ શીખવાડવા આવ્યો છું ને? તમે શરીરધારી, હું અશરીરી ઊપર રહેવા વાળો. કહો છો - બાબા, પાવન બનાવવા આવો, તો એટલે તમે પતિત છો ને? પછી મને ભેટી કેવી રીતે શકો? પ્રતિજ્ઞા કરી પછી પતિત બની જાય છે. જ્યારે એકદમ પાવન બની જશો, અંત માં પછી યાદ માં જ રહેશો, શિક્ષક ને, ગુરુ ને યાદ કરતા રહેશો. હમણાં તો છી-છી બની, પડી જાય છે, વધારે જ સોગુણા દંડ પડી જાય છે. આ તો વચ્ચે દલાલ નાં રુપ માં મળ્યા છે, એમને (શિવ બાબા ને) યાદ કરવાના છે. બાબા કહે છે હું પણ એમનું મુરબ્બી બાળક છું. પછી હું ક્યાં ભેટી શકું છું? તમે છતાં પણ આ શરીર દ્વારા મળો છો. હું એમને કેવી રીતે ભેટું? બાપ તો કહે છે - બાળકો, તમે એક બાપ ને જ યાદ કરો, પ્રેમ કરો. યાદ થી શક્તિ ખૂબ મળે છે. બાપ સર્વશક્તિવાન્ છે. બાપ પાસેથી જ તમને આટલી શક્તિ મળે છે. તમે કેટલાં બળવાન બનો છો? તમારી રાજધાની પર કોઈ જીત મેળવી ન શકે. રાવણ રાજ્ય જ ખતમ થઈ જાય છે. દુઃખ દેવાવાળું કોઈ રહેતું જ નથી. તેને સુખધામ કહેવાય છે. રાવણ આખા વિશ્વ માં બધાને દુઃખ દેવાવાળો છે. જનાવર પણ દુઃખી થાય છે. ત્યાં તો જનાવર પણ એક-બીજા સાથે પ્રેમ થી રહે છે. અહીં તો પ્રેમ જ નથી.

આપ બાળકો જાણો છો આ ડ્રામા કેવી રીતે ફરે છે? આનાં આદિ, મધ્ય, અંત નાં રહસ્ય બાપ જ સમજાવે છે. કોઈ સારી રીતે ભણે છે, કોઈ ઓછું ભણે છે. ભણે તો બધા છે ને? આખી દુનિયા પણ ભણશે અર્થાત્ બાપ ને યાદ કરશે. બાપ ને યાદ કરવા - આ પણ ભણતર છે ને? એ બાપ ને બધા યાદ કરે છે, એ સર્વ નાં સદ્દગતિ દાતા, સર્વ ને સુખ આપવા વાળા છે. કહે પણ છે આવીને પાવન બનાવો તો જરુર પતિત થયાં. એ તો આવે જ છે વિકારીઓને નિર્વિકારી બનાવવાં. પોકારે પણ છે કે - હે અલ્લાહ, આવીને અમને પાવન બનાવો. એમનો આ જ ધંધો છે, એટલે બોલાવે છે.

તમારી ભાષા પણ કરેક્ટ (બરાબર) હોવી જોઈએ. તે લોકો કહે છે અલ્લાહ, તેઓ કહે છે ગોડ. ગોડફાધર પણ કહે છે. પાછળ વાળાની બુદ્ધિ તો પણ સારી હોય છે. એટલું દુઃખ નથી ઉઠાવતાં (એટલાં દુઃખી નથી થતાં). તો હમણાં તમે સન્મુખ બેઠાં છો, શું કરો છો? બાબાને આ ભ્રકુટી માં જુઓ છો. બાબા પછી તમારી ભ્રકુટી માં જુએ છે. જેમનાં માં હું પ્રવેશ કરું છું, તેમને જોઈ શકું છું? એ તો બાજુ માં બેઠાં છે, આ ખૂબ સમજવાની વાત છે. હું આમની બાજુ માં બેઠેલો છું. આ પણ સમજે છે, મારી બાજુ માં બેઠાં છે. તમે કહેશો અમે સામે બંનેને જોઈએ છીએ. બાપ અને દાદા બંને આત્મા ને જુઓ છો. તમારા માં જ્ઞાન છે - બાપદાદા કોને કહેવાય છે? આત્મા સામે બેઠો છે. ભક્તિમાર્ગ માં તો આંખો બંધ કરીને બેસીને સાંભળે છે. ભણવાનું કંઈ એમ થોડી થાય છે? શિક્ષક ને તો જોવા પડે ને? આ તો બાપ પણ છે, શિક્ષક પણ છે તો સામે જોવાનું હોય છે. સામે બેસો અને આંખો બંધ હોય, ઝુટકા ખાતા રહો, એમ ભણવાનું તો થતું નથી. વિધાર્થી શિક્ષક ને જરુર જોતા રહેશે. નહીં તો શિક્ષક કહેશે આ તો ઝુટકા ખાતા રહે છે. આ કોઈ ભાંગ પી ને આવ્યા છે. તમારી બુદ્ધિ માં છે બાબા આ તન માં છે. હું બાબાને જોઉં છું. બાપ સમજાવે છે આ ક્લાસ સાધારણ નથી - જે કોઈ આંખો બંધ કરીને બેસે. સ્કૂલ માં ક્યારેય કોઈ આંખો બંધ કરીને બેસે છે શું? બીજા સત્સંગો ને સ્કૂલ નથી કહેવાતું. ભલે ગીતા બેસીને સંભળાવે છે પરંતુ તેને સ્કૂલ નથી કહેવાતી. તે કોઈ બાપ થોડી છે જેને જુએ? કોઈ-કોઈ શિવ નાં ભક્ત હોય છે તો શિવ ને જ યાદ કરે છે, કાન થી કથા સાંભળતા રહે છે. શિવની ભક્તિ કરવાવાળા ને શિવ ને જ યાદ કરવા પડે. કોઈ પણ સત્સંગ માં પ્રશ્ન-ઉત્તર વગેરે નથી હોતાં. અહીં હોય છે. અહીં તમારી આવક (કમાણી) ખૂબ છે. કમાણી માં ક્યારેય બગાસા ન આવી શકે. ધન મળે છે ને તો ખુશી થાય છે. બગાસા, દુઃખ ની નિશાની છે. બીમાર હશે અથવા દેવાળું નીકળ્યું હશે તો બગાસા આવતા રહેશે. પૈસા મળતા રહેશે તો ક્યારેય બગાસા નહીં આવશે. બાબા વેપારી પણ છે. રાત્રે સ્ટીમર આવતાં હતાં તો રાત્રે જાગવું પડતું હતું. કોઈ-કોઈ બેગમ રાત્રે આવે છે તો ફક્ત સ્ત્રીઓ માટે જ ખુલ્લું રહે છે. બાબા પણ કહે છે પ્રદર્શની વગેરે માં સ્ત્રીઓ માટે ખાસ દિવસ રાખો તો ખૂબ આવશે. પર્દેનશીન (પડદા ની અંદર રહેવાવાળા) પણ આવશે. ઘણાં પર્દેનશીન રહે છે. મોટર માં પણ પડદા રહે છે. અહીં તો આત્માની વાત છે. જ્ઞાન મળી ગયું તો પડદો પણ ખુલી જશે. સતયુગ માં પડદા વગેરે હોતા નથી. આ તો પ્રવૃત્તિ માર્ગ નું જ્ઞાન છે ને? અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1) આ ખેલ ખૂબ મજા નો બનેલો છે, આમાં સુખ અને દુઃખ નો પાર્ટ નોંધાયેલો છે એટલે રડવા-પીટવા ની વાત નથી. બુદ્ધિ માં રહે કે પૂર્વ નિર્ધારિત બની રહ્યું છે. વીતેલા નું ચિંતન નથી કરવાનું.

2) આ સાધારણ ક્લાસ નથી, આમાં આંખો બંધ કરીને નથી બેસવાનું. શિક્ષક ને સામે જોવાના છે. બગાસા વગેરે નથી ખાવાનાં. બગાસા દુઃખ ની નિશાની છે.

વરદાન :-
સંતુષ્ટતા નાં ત્રણ સર્ટિફિકેટ લઈ પોતાનાં યોગી જીવન નો પ્રભાવ પાડવા વાળા સહજયોગી ભવ

સંતુષ્ટતા યોગી જીવન નું વિશેષ લક્ષ છે, જે સદા સંતુષ્ટ રહે છે અને સર્વ ને સંતુષ્ટ કરે છે એમના યોગી જીવન નો પ્રભાવ બીજા પર સ્વતઃ પડે છે. જેવી રીતે સાયન્સ નાં સાધનો નો વાયુમંડળ પર પ્રભાવ પડે છે, એવી રીતે સહજયોગી જીવન નો પણ પ્રભાવ હોય છે. યોગી જીવન નાં ત્રણ સર્ટિફિકેટ છે એક - સ્વ થી સંતુષ્ટ, બીજું - બાપ સંતુષ્ટ અને ત્રીજું લૌકિક-અલૌકિક પરિવાર સંતુષ્ટ.

સ્લોગન :-
સ્વરાજ્ય નું તિલક, વિશ્વ કલ્યાણ નો તાજ અને સ્થિતિ નાં તખ્ત પર વિરાજમાન રહેવાવાળા જ રાજયોગી છે.