10-01-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - બાપ
તમને જ્ઞાન યોગ નો ખોરાક ખવડાવીને જબરજસ્ત ખાતરી ( સેવા ) કરે છે , તો સદૈવ ખુશ -
મોજ માં રહો અને શ્રીમત અનુસાર સર્વ ની ખાતરી કરતા ચાલો”
પ્રશ્ન :-
આ સંગમયુગ પર તમારી પાસે સૌથી અમૂલ્ય ચીજ કઈ છે, જેની સંભાળ કરવાની છે?
ઉત્તર :-
આ સર્વોત્તમ બ્રાહ્મણ કુળ માં તમારું આ જીવન બહુ જ અમૂલ્ય છે, એટલે શરીર ની સંભાળ
જરુર કરવાની છે. એવું નહીં આ તો માટી નું પૂતળું છે, ક્યાંક આ ખલાસ થઈ જાય! ના. આને
જીવતું રાખવાનું છે. કોઈ બીમાર થાય છે તો એનાથી હેરાન ન થવું જોઈએ. તેમને કહો તમે
શિવબાબા ને યાદ કરો. જેટલું યાદ કરશો એટલાં પાપ કપાતા જશે. તેમની સર્વિસ (સેવા) કરવી
જોઈએ, જીવતા રહે, શિવબાબા ને યાદ કરતા રહે.
ઓમ શાંતિ!
જ્ઞાન નું
ત્રીજું નેત્ર આપવા વાળા રુહાની બાપ રુહાની બાળકો ને સમજાવે છે. જ્ઞાન નું ત્રીજું
નેત્ર બાપ સિવાય બીજું કોઈ આપી ન શકે. હમણાં આપ બાળકો ને જ્ઞાન નું ત્રીજું નેત્ર
મળ્યું છે. હવે આપ બાળકો જાણો છો કે આ જૂની દુનિયા બદલાવાની છે. બિચારા મનુષ્ય નથી
જાણતા કે કોણ બદલાવા વાળા છે અને કેવી રીતે બદલાવે છે? કારણકે એમને જ્ઞાન નું ત્રીજું
નેત્ર જ નથી. આપ બાળકો ને હમણાં જ્ઞાન નું ત્રીજું નેત્ર મળ્યું છે જેનાંથી તમે
સૃષ્ટિ નાં આદિ, મધ્ય અને અંત ને જાણી ગયા છો. આ છે જ્ઞાન નું સેક્રીન (મીઠાશ).
સેક્રીન નું એક ટીપું પણ કેટલું મીઠું હોય છે! જ્ઞાન નો એક જ શબ્દ છે મનમનાભવ. આ
શબ્દ કેટલો મીઠો છે. સ્વયં ને આત્મા સમજી બાપ ને યાદ કરો. બાપ શાંતિધામ અને સુખધામ
નો રસ્તો બતાવી રહ્યા છે. બાપ આવ્યા છે બાળકો ને સ્વર્ગ નો વારસો આપવાં. તો બાળકો
ને કેટલી ખુશી રહેવી જોઈએ? કહે પણ છે ખુશી જેવો ખોરાક નથી. જે સદૈવ ખુશ-મોજ માં રહે
છે એમનાં માટે આ જાણે કે ખોરાક હોય છે. ૨૧ જન્મ મોજ માં રહેવાનો આ જબરજસ્ત ખોરાક
છે. આ ખોરાક સદૈવ એક-બીજાને ખવડાવતા રહો. આ છે એક-બીજા ની જબરજસ્ત ખાતરી. આવી ખાતરી
બીજા કોઈ મનુષ્ય, મનુષ્યની કરી ન શકે.
આપ બાળકો શ્રીમત પર
બધાની રુહાની ખાતરી કરો છો. સાચ્ચી-સાચ્ચી ખુશ-ખૈરાફ્ત પણ આ છે કે કોઈને બાપ નો
પરિચય આપવો. મીઠાં બાળકો જાણે છે બેહદ નાં બાપ દ્વારા આપણને જીવનમુક્તિ ની સૌગાત મળે
છે. સતયુગ માં ભારત જીવનમુક્ત હતું, પાવન હતું. બાપ ખૂબ સારો ઊંચો ખોરાક આપે છે
ત્યારે તો ગાયન છે અતિન્દ્રિય સુખ પૂછવું હોય તો ગોપ-ગોપીઓ ને પૂછો. આ જ્ઞાન અને
યોગ નો કેટલો ફર્સ્ટ ક્લાસ વન્ડરફુલ ખોરાક છે અને આ ખોરાક એક જ રુહાની સર્જન ની પાસે
છે. બીજા કોઈને આ ખોરાક ની ખબર જ નથી. બાપ કહે છે મીઠાં બાળકો, તમારા માટે તીરી (હથેળી)
પર સૌગાત લઈ આવ્યો છું. મુક્તિ, જીવનમુક્તિ ની આ સૌગાત મારી પાસે જ રહે છે.
કલ્પ-કલ્પ હું જ આવીને તમને આ સૌગાત આપું છું પછી રાવણ છીનવી લે છે. તો હવે આપ બાળકો
ને કેટલો ખુશી નો પારો ચઢેલો રહેવો જોઈએ? તમે જાણો છો આપણા એક જ બાપ, શિક્ષક અને
સાચાં-સાચાં સદ્દગુરુ છે જે આપણને સાથે લઈ જાય છે. મોસ્ટ બિલોવેડ (સૌથી પ્રિય) બાપ
પાસે થી વિશ્વ ની બાદશાહી મળે છે. આ ઓછી વાત છે શું? બાળકોએ સદૈવ હર્ષિત રહેવું
જોઈએ. ગોડલી સ્ટૂડન્ટ લાઈફ ઇઝ ધ બેસ્ટ (ઈશ્વરીય વિદ્યાર્થી જીવન સૌથી શ્રેષ્ઠ છે).
આ હમણાં નું જ ગાયન છે ને? પછી નવી દુનિયામાં તમે સદૈવ ખુશીઓ મનાવતા રહેશો. દુનિયા
નથી જાણતી કે સાચ્ચી-સાચ્ચી ખુશીઓ ક્યારે મનાવાશે? મનુષ્યો ને તો સતયુગ નું જ્ઞાન જ
નથી તો અહીં જ મનાવતા રહે છે. પરંતુ આ જૂની તમોપ્રધાન દુનિયા માં ખુશી ક્યાંથી આવી?
અહીં તો ત્રાહિ-ત્રાહિ કરતા રહે છે. કેટલી દુઃખ ની દુનિયા છે?
બાપ આપ બાળકોને કેટલો
સહજ રસ્તો બતાવે છે? ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં કમળ ફૂલ સમાન રહો. ધંધા-ધોરી વગેરે
કરતા પણ મને યાદ કરતા રહો. જેમ આશિક અને માશૂક હોય છે, તે તો એક-બીજા ને યાદ કરતા
રહે છે. તે એનો આશિક, તે એનો માશૂક હોય છે. અહીં આ વાત નથી, અહીં તો તમે બધા એક
માશૂક નાં જન્મ-જન્માન્તર થી આશિક રહ્યા છો. બાપ તમારા ક્યારેય આશિક નથી બનતાં. તમે
એ માશૂક ને આવવા માટે યાદ કરતા આવ્યાં છો. જ્યારે દુઃખ વધારે હોય છે તો વધારે
સુમિરણ કરે છે, ત્યારે તો ગાયન પણ છે દુઃખ માં સુમિરણ સહુ કરે, સુખ માં કરે ન કોઈ.
આ સમયે જેવી રીતે બાપ સર્વશક્તિવાન્ છે. દિવસે-દિવસે માયા પણ સર્વશક્તિવાન્,
તમોપ્રધાન થતી જાય છે એટલે હવે બાપ કહે છે મીઠાં બાળકો, દેહી-અભિમાની બનો. સ્વયં ને
આત્મા સમજી મુજ બાપ ને યાદ કરો અને સાથે-સાથે દૈવીગુણ પણ ધારણ કરો તમે આવાં (લક્ષ્મી-નારાયણ)
બની જશો. આ ભણતર માં મુખ્ય વાત છે જ યાદ ની. ઊંચા માં ઊંચા બાપ ને ખુબ પ્રેમ, સ્નેહ
થી યાદ કરવા જોઈએ. એ ઊંચા માં ઊંચા બાપ જ નવી દુનિયા સ્થાપન કરવા વાળા છે. બાપ કહે
છે હું આવ્યો છું આપ બાળકો ને વિશ્વ નાં માલિક બનાવવા એટલે હવે મને યાદ કરો તો તમારા
અનેક જન્મો નાં પાપ કપાઈ જશે. પતિત-પાવન બાપ કહે છે તમે બહુ જ પતિત બની ગયા છો એટલે
હવે તમે મને યાદ કરો તો તમે પાવન બની અને પાવન દુનિયાનાં માલિક બની જશો. પતિત-પાવન
બાપ ને જ બોલાવે છે ને? હવે બાપ આવ્યા છે તો જરુર પાવન બનવું પડે. બાપ દુઃખહર્તા,
સુખકર્તા છે. બરોબર સતયુગ માં પાવન દુનિયા હતી તો બધા સુખી જ હતાં. હવે બાપ ફરીથી
કહે છે બાળકો, શાંતિધામ અને સુખધામ ને યાદ કરતા રહો. હમણાં છે સંગમ યુગ. ખેવૈયા તમને
આ પાર થી પેલે પાર લઈ જાય છે. નૌકા કોઈ એક નથી, આખી દુનિયા જાણે એક મોટું જહાજ છે.
એને પાર લઈ જાય છે.
આપ મીઠાં બાળકોને
કેટલી ખુશી હોવી જોઈએ? તમારા માટે તો સદૈવ ખુશી જ ખુશી છે. બેહદ નાં બાપ આપણને ભણાવી
રહ્યા છે, વાહ! આ તો ક્યારેય નથી સાંભળ્યું, નથી વાંચ્યું. ભગવાનુવાચ હું આપ રુહાની
બાળકોને રાજયોગ શીખવાડી રહ્યો છું. તો પૂરી રીતે શીખવું જોઈએ, ધારણા કરવી જોઈએ. પૂરી
રીતે ભણવું જોઈએ. ભણવામાં નંબરવાર તો સદૈવ હોય જ છે. પોતાને જોવા જોઈએ હું ઉત્તમ
છું, મધ્યમ છું કે કનિષ્ટ છું? બાપ કહે છે પોતાને જુઓ હું ઊંચ પદ મેળવવાને લાયક
છું? રુહાની સર્વિસ કરું છું? કારણકે બાપ કહે છે બાળકો સર્વિસેબલ (સેવાધારી) બનો,
ફોલો કરો. હું આવ્યો જ છું સર્વિસ માટે. રોજ સર્વિસ કરું છું એટલે જ તો આ રથ લીધો
છે. આમનો રથ બીમાર પડી જાય છે તો હું એમાં બેસીને મુરલી લખું છું. મુખ થી તો બોલી
નથી શકતા તો હું લખી દઉં છું. જેથી બાળકો માટે મોરલી મિસ ન થાય (છૂટે નહીં) તો હું
પણ સર્વિસ પર છું ને? આ છે રુહાની સર્વિસ. તો આપ બાળકો પણ બાપ ની સર્વિસ માં લાગી
જાઓ. ઓન ગોડ ફાધરલી સર્વિસ (ઈશ્વરીય સેવા માં). જે સારો પુરુષાર્થ કરે છે, સારી
સર્વિસ કરે છે તેમને મહાવીર કહેવાય છે. જોવાય છે કોણ મહાવીર છે જે બાબા નાં
ડાયરેક્શન (માર્ગદર્શન) પર ચાલે છે? બાપ નું ફરમાન છે, સ્વયં ને આત્મા સમજી ભાઈ-ભાઈ
જુઓ. આ શરીર ને ભૂલી જાઓ. બાબા પણ શરીર ને નથી જોતાં. બાપ કહે છે હું આત્માઓ ને જોઉં
છું. બાકી આ તો જ્ઞાન છે કે આત્મા શરીર વગર બોલી નથી શકતો. હું પણ આ શરીર માં આવ્યો
છું, લોન (ઉધાર) લીધેલું છે. શરીર સાથે જ આત્મા ભણી શકે છે. બાબા ની બેઠક અહીં (ભ્રકુટી
માં) છે. આ છે અકાળતખ્ત. આત્મા અકાળમૂર્ત છે. આત્મા ક્યારેય નાનો-મોટો નથી થતો.
શરીર નાનું-મોટું થાય છે. જે પણ આત્માઓ છે તે બધા નું તખ્ત આ ભ્રકુટી છે. શરીર તો
બધા નાં ભિન્ન-ભિન્ન હોય છે. કોઈનું અકાળતખ્ત પુરુષ નું છે, કોઈનું અકાળતખ્ત સ્ત્રી
નું છે, કોઈનું અકાળ તખ્ત બાળક નું છે. બાપ બાળકો ને રુહાની ડ્રિલ શીખવાડે છે.
જ્યારે કોઈની સાથે વાત કરો તો પહેલાં સ્વયં ને આત્મા સમજો. હું આત્મા ફલાણા ભાઈ સાથે
વાત કરું છું. બાપ નો પૈગામ (સંદેશ) આપીએ છીએ કે શિવબાબા ને યાદ કરો. યાદ થી જ જંક
(કાટ) ઉતરવાનો છે. સોના માં જ્યારે ખાદ પડે છે તો સોના નું મુલ્ય જ ઓછું થઈ જાય છે.
આપ આત્માઓ માં પણ જંક પડવાથી તમે વેલ્યુલેસ (મૂલ્યહીન) બની ગયા છો. હવે ફરી પાવન
બનવાનું છે. આપ આત્માઓ ને હમણાં જ્ઞાન નું ત્રીજું નેત્ર મળ્યું છે. એ નેત્ર થી
પોતાનાં ભાઈઓને જુઓ. ભાઈ-ભાઈ ને જોવાથી કર્મેન્દ્રિયો ચંચળ નહીં થશે. રાજ્ય-ભાગ્ય
લેવું છે, વિશ્વ નાં માલિક બનવું છે તો આ મહેનત કરો. ભાઈ-ભાઈ સમજી બધાને જ્ઞાન આપો.
તો પછી આ ટેવ (આદત) પાક્કી થઈ જશે. સાચાં-સાચાં બ્રધર્સ (ભાઈઓ) તમે બધા છો. બાપ પણ
ઊપર થી આવ્યા છે, તમે પણ આવ્યા છો. બાપ બાળકો સહિત સર્વિસ કરી રહ્યા છે. સર્વિસ
કરવાની બાપ હિંમત આપે છે. હિંમતે બચ્ચે મદદે બાપ… તો આ પ્રેક્ટિસ કરવાની છે. હું
આત્મા ભાઈ ને ભણાવું છું. આત્મા ભણે છે ને? આને આધ્યાત્મિક જ્ઞાન કહેવાય છે, જે
રુહાની બાપ પાસે થી જ મળે છે. સંગમ પર જ બાપ આવીને આ જ્ઞાન આપે છે કે સ્વયં ને આત્મા
સમજો. તમે અશરીરી આવ્યા હતાં પછી અહીં શરીર ધારણ કરી તમે ૮૪ જન્મ પાર્ટ ભજવ્યા છે.
હવે ફરી પાછા ચાલવાનું છે એટલે સ્વયં ને આત્મા સમજી ભાઈ-ભાઈ ની દૃષ્ટિ થી જોવાનું
છે. આ મહેનત કરવાની છે. પોતાની મહેનત કરવાની છે, બીજા માં આપણું શું જાય? ચેરિટી
બિગેન્સ એટ હોમ અર્થાત્ પહેલાં સ્વયં ને આત્મા સમજી પછી ભાઈઓ ને સમજાવો. તો સારી
રીતે તીર લાગશે. આ જૌહર (બળ) ભરવાનું છે. મહેનત કરશો ત્યારે જ ઊંચ પદ મેળવશો. આમાં
થોડું સહન પણ કરવું પડે છે. જ્યારે કોઈ ઉલ્ટી-સુલ્ટી વાત બોલે તો તમે ચુપ રહો. તમે
ચુપ રહેશો તો પછી બીજા શું કરશે? તાળી બે હાથે થી વાગે છે. એકે મુખ ની તાળી વગાડી,
બીજા ચૂપ થઈ જાય તો તે જાતેજ ચુપ થઈ જશે. તાળી થી તાળી વાગવાથી અવાજ થઈ જાય છે.
બાળકોએ એક-બીજા નું કલ્યાણ કરવાનું છે. બાપ સમજાવે છે બાળકો સદૈવ ખુશી માં રહેવા
ઈચ્છો છો તો મનમનાભવ. સ્વયં ને આત્મા સમજી બાપ ને યાદ કરો. ભાઈઓ (આત્માઓ) તરફ જુઓ.
તો બાળકોએ રુહાની યાત્રા પર રહેવાની આદત પાડવાની છે. તમારા જ ફાયદા ની વાત છે. બાપ
ની શિક્ષા ભાઈઓ ને આપવાની છે. બાપ કહે છે હું આપ આત્માઓને જ્ઞાન આપી રહ્યો છું.
આત્માઓને જ જોઉં છું. મનુષ્ય-મનુષ્ય સાથે વાત કરશે તો તેમનાં મુખ ને જોશે ને? તમે
આત્મા સાથે વાત કરો છો તો આત્મા ને જ જોવાના છે. ભલે શરીર દ્વારા જ્ઞાન આપો છો પરંતુ
આમાં શરીર નું ભાન તોડવાનું હોય છે. તમારો આત્મા સમજે છે પરમાત્મા બાપ આપણને જ્ઞાન
આપી રહ્યા છે. બાપ પણ કહે છે હું આત્માઓ ને જોઉં છું, આત્માઓ પણ કહે છે અમે પરમાત્મા
બાપ ને જોઈ રહ્યા છીએ. એમની પાસે થી નોલેજ લઈ રહ્યા છીએ, આને કહેવાય છે આધ્યાત્મિક
જ્ઞાન ની લેન-દેન, આત્મા ની આત્મા સાથે. આત્મા માં જ જ્ઞાન છે. આત્મા ને જ જ્ઞાન
આપવાનું છે. આ જાણે કે જૌહર (બળ) છે. તમારા જ્ઞાન માં આ બળ ભરાઈ જશે. તો કોઈને પણ
સમજાવવા થી ઝટ તીર લાગી જશે. બાપ કહે છે પ્રેક્ટિસ કરીને જુઓ, તીર લાગે છે ને? આ નવી
ટેવ પાડવાની છે તો પછી શરીર નું ભાન નીકળી જશે. માયા નાં તોફાન ઓછા આવશે. ખરાબ
સંકલ્પ નહીં આવશે. ક્રિમિનલ આઈ (કુદૃષ્ટિ) પણ નહીં રહે. આપણે આત્માઓએ ૮૪ નું ચક્ર
લગાવ્યું. હવે નાટક પૂરું થાય છે. હવે બાબા ની યાદ માં રહેવાનું છે. યાદ થી જ
તમોપ્રધાન થી સતોપ્રધાન બની, સતોપ્રધાન દુનિયા નાં માલિક બની જશો. કેટલું સહજ છે?
બાપ જાણે છે બાળકોને આ શિક્ષા આપવાનો પણ મારો પાર્ટ જ છે. કોઈ નવી વાત નથી. દર ૫૦૦૦
વર્ષ પછી મારે આવવાનું હોય છે. હું બંધાયેલો છું. બાળકોને સમજાવું છું મીઠાં બાળકો,
રુહાની યાદ ની યાત્રા માં રહો તો અંત મતિ સો ગતી થઈ જશે. આ અંતકાળ છે ને?મામેકમ્
યાદ કરો તો તમારી સદ્દગતિ થઈ જશે. યાદ ની યાત્રા થી પાયો મજબૂત થઈ જશે. આ
દેહી-અભિમાની બનવાની શિક્ષા એક જ વાર આપ બાળકો ને મળે છે. કેટલું વન્ડરફુલ જ્ઞાન
છે? બાબા વન્ડરફુલ છે તો બાબા નું જ્ઞાન પણ વન્ડરફુલ છે. ક્યારેય કોઈ બતાવી ન શકે.
હવે પાછા જવાનું છે એટલે બાપ કહે છે મીઠાં બાળકો, આ પ્રેક્ટિસ કરો. સ્વયં ને આત્મા
સમજી આત્મા ને જ્ઞાન આપો. ત્રીજા નેત્ર થી ભાઈ-ભાઈને જોવાનાં છે. આ જ મોટી મહેનત
છે.
આ છે આપ બ્રાહ્મણો
નું સર્વોત્તમ ઊંચા માં ઊંચું કુળ. આ સમયે તમારું જીવન અમૂલ્ય છે એટલે આ શરીર ની પણ
સંભાળ કરવાની છે. તમોપ્રધાન બનવાનાં કારણે શરીર નું આયુષ્ય પણ ઓછું થતું ગયું છે.
હવે તમે જેટલા યોગ માં રહેશો, એટલું આયુષ્ય વધશે. તમારું આયુષ્ય વધતા-વધતા ૧૫૦ વર્ષ
થઈ જશે સતયુગ માં, એટલે શરીર ની પણ સંભાળ કરવાની છે. એવું નહીં આ તો માટી નું પૂતળું
છે, ક્યાંક આ ખલાસ થઈ જાય. ના. આને જીવતું રાખવાનું છે. આ અમુલ્ય જીવન છે ને? કોઈ
બીમાર પડે છે તો તેમનાં થી હેરાન ન થવું જોઈએ. તેમને પણ બોલો શિવબાબા ને યાદ કરો.
જેટલા યાદ કરશે એટલા તેમનાં પાપ કપાતા જશે. તેમની સર્વિસ કરવી જોઈએ. જીવતા રહે,
શિવબાબા ને યાદ કરતા રહે. આ સમજણ તો રહે છે ને? આપણે બાબા ને યાદ કરીએ છીએ? આત્મા
યાદ કરે છે, બાપ પાસે થી વારસો મેળવવા માટે. અચ્છા.
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે, નંબરવાર પુરુષાર્થ અનુસાર માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને
ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સ્વયં: ને
જુઓ હું પુરુષાર્થ માં ઉત્તમ છું, મધ્યમ છું કે કનિષ્ટ છું? હું ઊંચ પદ પ્રાપ્ત
કરવાને લાયક છું? હું રુહાની સર્વિસ કરું છું?
2. ત્રીજા નેત્ર થી
આત્મા ભાઈ ને જુઓ, ભાઈ-ભાઈ સમજી બધાને જ્ઞાન આપો, આત્મિક સ્થિતિ માં રહેવાની આદત
પાડો તો કર્મેન્દ્રિયો ચંચળ નહીં થશે.
વરદાન :-
બ્રહ્મા બાપ
સમાન મહાત્યાગ થી મહાન ભાગ્ય બનાવવા વાળા ફરિશ્તા સો વિશ્વ મહારાજા ભવ
ફરિશ્તા સો વિશ્વ
મહારાજન બનવાનું વરદાન એ બાળકો ને પ્રાપ્ત થાય છે જે બ્રહ્મા બાપ નાં દરેક કર્મ રુપી
કદમ ની પાછળ કદમ ઉઠાવવા વાળા છે, જેમનાં મન-બુદ્ધિ સંસ્કાર - સદા બાપ ની આગળ
સમર્પિત છે. જેવી રીતે બ્રહ્મા બાપે આ જ મહાત્યાગ થી મહાન ભાગ્ય પ્રાપ્ત કર્યુ
અર્થાત્ નંબરવન સંપૂર્ણ ફરિશ્તા અને નંબરવન વિશ્વ મહારાજન બન્યા, એવી રીતે ફોલો
ફાધર કરવા વાળા બાળકો પણ મહાન ત્યાગી તથા સર્વસ્વ ત્યાગી હશે. સંસ્કાર રુપ થી પણ
વિકારો નાં વંશ નો ત્યાગ કરશે.
સ્લોગન :-
હવે બધા આધાર
તૂટવાના છે એટલે એક બાપ ને પોતાનો આધાર બનાવો.
પોતાની શક્તિશાળી
મન્સા દ્વારા સકાશ આપવાની સેવા કરો
આટલી આખી પ્રકૃતિ ને
પરિવર્તન કરવી, તમોગુણી સંસ્કાર વાળા આત્માઓ નાં તમોગુણી વાયબ્રેશન ને બદલવા અને
સ્વયં ને પણ એવા ખૂને નાહેક વાયુમંડળ નાં વાઈબ્રેશન થી સેફ રાખવા તથા એ આત્માઓને
સહયોગ આપવો, આ વિશાળ કાર્ય માટે મન્સા ને શુભ ભાવનાઓ થી સંપન્ન શક્તિશાળી બનાવો.