10-04-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - બાપ
આવ્યાં છે , ભારત ને સૈલવેજ ( મુક્ત ) કરવા , આપ બાળકો આ સમયે બાપ નાં મદદગાર બનો
છો , ભારત જ પ્રાચીન ખંડ છે”
પ્રશ્ન :-
ઊંચી મંઝિલ માં
રુકાવટ (અડચણ) નાખવા વાળી નાની-નાની વાતો કઈ છે?
ઉત્તર :-
જો જરા પણ કોઈ શોખ છે, અનાસક્ત વૃત્તિ નથી. સારું પહેરવા, ખાવામાં બુદ્ધિ ભટકતી રહે
છે… તો આ વાતો ઊંચી મંઝિલ પર પહોંચવામાં અડચણ નાખે છે એટલે બાબા કહે છે બાળકો,
વનવાસ માં રહો. તમારે તો બધું જ ભૂલવાનું છે. આ શરીર પણ યાદ ન રહે.
ઓમ શાંતિ!
બાળકો ને આ
સમજાવ્યું છે કે આ ભારત જ અવિનાશી ખંડ છે અને આનું અસલી નામ છે જ ભારત ખંડ.
હિન્દુસ્તાન નામ તો પછી પડ્યું છે. ભારત ને કહેવાય છે - આધ્યાત્મિક ખંડ. આ પ્રાચીન
ખંડ છે. નવી દુનિયામાં જ્યારે ભારત ખંડ હતો તો બીજા કોઈ ખંડ નહોતાં. મુખ્ય છે જ
ઈસ્લામી, બૌદ્ધી અને ક્રિશ્ચન. હવે તો ઘણાં ખંડ થઈ ગયા છે. ભારત અવિનાશી ખંડ છે, આને
જ સ્વર્ગ, હેવન કહેવાય છે. નવી દુનિયા માં નવો ખંડ એક ભારત જ છે. નવી દુનિયા રચવા
વાળા છે પરમપિતા પરમાત્મા, સ્વર્ગ નાં રચયિતા હેવનલી ગોડફાધર. ભારતવાસી જાણે છે કે
આ ભારત અવિનાશી ખંડ છે. ભારત સ્વર્ગ હતું. જ્યારે કોઈ મરે છે તો કહે છે સ્વર્ગ
પધાર્યા, સમજે છે સ્વર્ગ ક્યાંક ઉપર માં છે. દેલવાડા મંદિર માં પણ વૈકુંઠ નાં ચિત્ર
છત (ઉપર) માં દેખાડ્યા છે. આ કોઈની બુદ્ધિ માં નથી આવતું કે ભારત જ સ્વર્ગ હતું, હવે
નથી. હમણાં તો નર્ક છે. તો આ પણ અજ્ઞાન થયું. જ્ઞાન અને અજ્ઞાન બે વસ્તુ હોય છે.
જ્ઞાન ને કહેવાય છે દિવસ, અજ્ઞાન ને રાત. ઘોર અજવાળું અને ઘોર અંધારું કહેવાય છે.
અજવાળું એટલે રાઈઝ (ઉત્થાન થવું), અંધારું એટલે ફોલ (પતન થવું). મનુષ્ય સૂર્ય ને
આથમતો જોવા માટે સનસેટ પર જાય છે. હવે તે તો છે હદ ની વાત. આનાં માટે કહેવાય છે
બ્રહ્મા નો દિવસ, બ્રહ્મા ની રાત. હવે બ્રહ્મા તો છે પ્રજાપિતા. તો જરુર પ્રજા નાં
પિતા થયાં. જ્ઞાન અંજન સદ્દગુરુ દિયા, અજ્ઞાન અંધેર વિનાશ. આ વાતો દુનિયા માં કોઈ
પણ નથી સમજતું. આ છે નવી દુનિયા માટે નવી નોલેજ. સ્વર્ગ માટે સ્વર્ગ નાં રચયિતા ની
નોલેજ જોઈએ. ગાય પણ છે કે ફાધર ઈઝ નોલેજફુલ (પરમપિતા જ્ઞાન નાં સાગર છે). તો શિક્ષક
થઈ ગયાં. ફાધર ને કહેવાય જ છે પતિત-પાવન બીજા કોઈને પતિત-પાવન કહી ન શકાય.
શ્રીકૃષ્ણ ને પણ કહી ન શકાય. ફાધર તો બધાનાં એક જ છે. શ્રીકૃષ્ણ તો બધાનાં ફાધર નથી.
તે તો જ્યારે મોટા થાય લગ્ન કરે ત્યારે એક-બે બાળકો નાં બાપ બનશે. રાધા-કૃષ્ણ ને
પ્રિન્સ-પ્રિન્સેસ (રાજકુમાર-રાજકુમારી) કહેવાય છે. ક્યારેક સ્વયંવર પણ થયો હશે.
લગ્ન પછી જ મા-બાપ બની શકે છે. એમને ક્યારેય કોઈ વર્લ્ડ ગોડફાધર (વિશ્વ નાં પરમપિતા)
કહી ન શકે. વર્લ્ડ ગોડફાધર ફક્ત એક જ નિરાકાર બાપ ને કહેવાય છે. ગ્રેટ-ગ્રેટ
ગ્રાન્ડ ફાધર શિવબાબા ને ન કહી શકાય. ગ્રેટ-ગ્રેટ ગ્રાન્ડ ફાધર છે પ્રજાપિતા બ્રહ્મા.
એમનાં દ્વારા સંપ્રદાય નીકળે છે. એ નિરાકાર ગોડફાધર, નિરાકાર આત્માઓ નાં બાપ છે.
નિરાકારી આત્માઓ જ્યારે અહીં શરીર માં છે ત્યારે ભક્તિમાર્ગ માં પોકારે છે. આ બધી
તમે નવી વાતો સાંભળો છો. યથાર્થ રીતે કોઈ પણ શાસ્ત્ર માં નથી. બાપ કહે છે, હું
સન્મુખ બેસી આપ બાળકો ને સમજાવું છું. પછી આ જ્ઞાન બધુ ગુમ (પ્રાયઃલોપ) થઈ જાય છે.
પછી જ્યારે બાપ આવે ત્યારે આવીને યથાર્થ જ્ઞાન સંભળાવે. બાળકો ને જ સન્મુખ સમજાવીને
વારસો આપે છે. પછી પાછળ થી શાસ્ત્ર બને છે. યથાર્થ તો બની ન શકે કારણકે સત્ય ની
દુનિયા જ ખતમ થઈ જુઠ્ઠખંડ થઈ જાય છે. તો જુઠ્ઠી વસ્તુ જ હશે કારણકે ઉતરતી કળા જ હોય
છે. સત્ય થી તો ચઢતી કળા થાય છે. ભક્તિ છે રાત, અંધારા માં ઠોકરો ખાવી પડે છે. માથું
નમાવતા રહે છે. એવું ઘોર અંધારું છે. મનુષ્યો ને તો કાંઈ પણ ખબર નથી રહેતી. દર-દર
ધક્કા ખાતા રહે છે. આ સૂર્ય નો પણ ઉદય અને અસ્ત થાય છે, જે બાળકો જઈને જુએ છે. હવે
તો આપ બાળકોએ જ્ઞાન-સૂર્ય નો ઉદય થતો જોવાનો છે. રાઈઝ ઓફ ભારત અને ડાઉન ફોલ ઓફ ભારત
(ભારત નું ઉત્થાન અને પતન). ભારત એવું ડુબે છે જેમ સૂર્ય ડૂબે છે. સત્યનારાયણ ની કથા
માં આ દેખાડે છે કે ભારત નો બેડો નીચે ચાલ્યો જાય છે પછી બાપ આવીને એને મુક્ત કરે
છે. તમે આ ભારત ને ફરી થી મુક્ત કરો છો. આ આપ બાળકો જ જાણો છો. તમે નિમંત્રણ પણ આપો
છો, નવ-નિર્માણ પ્રદર્શન પણ નામ ઠીક છે. નવી દુનિયા કેવી રીતે સ્થાપન થાય છે, એનું
પ્રદર્શન. ચિત્રો દ્વારા સમજણ અપાય છે. તો એ જ નામ ચાલ્યું આવે તો સારું છે. નવી
દુનિયા કેવી રીતે સ્થાપન થાય છે અથવા ઉત્થાન કેવી રીતે થાય છે, આ તમે દેખાડો છો.
જરુર જૂની દુનિયા નું પતન થાય છે ત્યારે દેખાડે છે કે ઉત્થાન કેવી રીતે થાય છે. આ
પણ એક કથા છે-રાજ્ય લેવું અને ગુમાવવું. ૫ હજાર વર્ષ પહેલાં શું હતું? કહેશે,
સૂર્યવંશીઓ નું રાજ્ય હતું. પછી ચંદ્રવંશી રાજ્ય સ્થાપન થયું. તેઓ તો એક-બીજા પાસે
થી જ રાજ્ય લે છે. દેખાડે છે ફલાણા પાસે થી રાજ્ય લીધું. તેઓ કોઈ સીડી નથી સમજતાં.
આ તો બાપ સમજાવે છે કે તમે ગોલ્ડન એજ (સતયુગ) થી સિલ્વર એજ (ત્રેતાયુગ) માં ગયા,
સીડી ઉતરતા આવ્યાં. આ ૮૪ જન્મો ની સીડી છે. સીડી ઉતરવાની હોય છે પછી ચઢવાની પણ હોય
છે. ડાઉન ફોલ (પતન) નું પણ રહસ્ય સમજાવવાનું હોય છે. ભારત નું ડાઉન ફોલ કેટલો સમય,
રાઈઝ કેટલો સમય? ફોલ અને રાઈઝ ઓફ ભારતવાસી. વિચાર સાગર મંથન કરવાનું હોય છે. મનુષ્યો
ને પ્રલોભન માં કેવી રીતે લાવીએ અને પછી નિમંત્રણ પણ આપવાનું છે. ભાઈઓ-બહેનો આવીને
સમજો. બાપ ની મહિમા તો પહેલાં બતાવવાની છે. શિવબાબા ની મહિમા નું એક બોર્ડ હોવું
જોઈએ. પતિત-પાવન જ્ઞાન નાં સાગર, પવિત્રતા, સુખ-શાંતિ નાં સાગર, સંપત્તિ નાં સાગર,
સર્વ નાં સદ્દગતિ દાતા, જગત-પિતા, જગત-શિક્ષક, જગત-ગુરુ શિવબાબા પાસે થી આવીને
પોતાનો સૂર્યવંશી, ચંદ્રવંશી વારસો લો. તો મનુષ્યો ને બાપ ની ખબર પડે. બાપ ની અને
શ્રીકૃષ્ણ ની મહિમા અલગ-અલગ છે. આ આપ બાળકો ની બુદ્ધિ માં બેસેલું છે. સર્વિસેબલ (સેવાધારી)
બાળકો જે છે તે આખો દિવસ દોડા-દોડી કરતા રહે છે. પોતાની લૌકિક સર્વિસ હોવા છતાં પણ
છુટ્ટી (રજા) લઈ સેવા માં લાગી જાય છે. આ છે જ ઈશ્વરીય ગવર્મેન્ટ. ખાસ બાળકીઓ જો આવી
સર્વિસ માં લાગી જાય તો બહુજ નામ નીકળી શકે છે. સેવાધારી બાળકો ની પાલના તો સારી
રીતે થતી જ રહે છે, કારણકે શિવબાબા નો ભંડારો ભરપૂર છે. જે ભંડારા માંથી ખાધું તે
ભંડારો ભરપૂર, કાળ કંટક દૂર.
તમે છો શિવવંશી. તે
રચયિતા છે, આ રચના છે. બાબુલ નામ બહુ જ મીઠું છે. શિવ સાજન પણ તો છે ને? શિવબાબા ની
મહિમા જ અલગ છે. નિરાકાર શબ્દ લખવાથી સમજે છે કે એમનો કોઈ આકાર નથી. બિલોવેડ મોસ્ટ
(સૌથી પ્રિય) શિવબાબા છે - પરમપ્રિય તો લખવાનું જ છે. આ સમયે લડાઈ નું મેદાન એમનું
પણ છે તો તમારું પણ છે. શિવશક્તિઓ અહિંસક ગવાય છે. પરંતુ ચિત્રો માં દેવીઓ ને પણ
હથિયાર આપી હિંસા દેખાડી દીધી છે. હકીકત માં તમે યોગ અથવા યાદ નાં બળ થી વિશ્વ ની
બાદશાહી લો છો. હથિયારો વગેરે ની વાત જ નથી. ગંગા નો પ્રભાવ ખૂબ છે. અનેક ને
સાક્ષાત્કાર પણ થશે. ભક્તિમાર્ગ માં સમજે છે કે ગંગાજળ મળે ત્યારે ઉદ્ધાર થાય, એટલે
ગુપ્ત ગંગા કહેતાં રહે છે. કહે છે, બાણ માર્યુ અને ગંગા નીકળી. ગૌમુખ માંથી પણ ગંગા
દેખાડે છે. તમે પૂછશો તો કહેશે કે ગુપ્ત ગંગા નીકળી રહી છે. ત્રિવેણી પર પણ સરસ્વતી
ને ગુપ્ત દેખાડી છે. મનુષ્યોએ તો ખુબ વાતો બનાવી દીધી છે. અહીં તો એક જ વાત છે.
ફક્ત અલ્ફ, બસ. અલ્લાહ આવીને બહિશ્ત સ્થાપન કરે છે. ખુદા હેવન (સ્વર્ગ) સ્થાપન કરે
છે. ઈશ્વર સ્વર્ગ સ્થાપન કરે છે. હકીકત માં ઈશ્વર તો એક છે. આ તો પોત-પોતાની ભાષા
માં ભિન્ન-ભિન્ન નામ રાખી દીધાં છે. પરંતુ એ સમજે છે કે અલ્લાહ પાસે થી જરુર સ્વર્ગ
ની બાદશાહી મળશે. અહીં તો બાપ કહે છે મનમનાભવ. બાપ ને યાદ કરવા થી વારસો જરુર યાદ
આવશે. રચયિતા ની રચના છે જ સ્વર્ગ. એવું થોડી કહેવાશે કે રામે નર્ક રચ્યું. ભારત
વાસીઓ ને આ ખબર જ નથી કે નિરાકાર રચયિતા કોણ છે? તમે જાણો છો કે નર્ક નો રચયિતા
રાવણ છે, જેને બાળે છે. રાવણ રાજ્ય માં ભક્તિમાર્ગ ની કલમ કેટલી મોટી છે. રાવણ નું
રુપ પણ ખૂબ ભયંકર બનાવ્યું છે. બોલે પણ છે કે રાવણ અમારો દુશ્મન છે. બાપે અર્થ
સમજાવ્યો છે - વિસ્તાર મોટો (ખૂબ) છે તો રાવણ નું શરીર પણ મોટું બનાવે છે. શિવબાબા
તો બિંદુ છે. પરંતુ ચિત્ર મોટું બનાવી દીધું છે. નહીં તો બિંદુ ની પૂજા કેવી રીતે
થાય? પુજારી તો બનવાનું છે ને? આત્મા માટે તો કહે છે - ભ્રકુટી ની વચ્ચે ચમકે છે
અજબ સિતારો. અને પછી કહે છે, આત્મા સો પરમાત્મા. તો પછી હજાર સૂર્ય થી વધારે તેજ
કેવી રીતે હશે? આત્મા નું વર્ણન તો કરે છે પરંતુ સમજતા નથી. જો પરમાત્મા હજાર સૂર્ય
કરતાં તેજ હોય, તો દરેક માં પ્રવેશ કેવી રીતે કરે? કેટલી અયથાર્થ વાતો છે, જે
સાંભળીને શું બની ગયા છે! કહે છે આત્મા સો પરમાત્મા તો બાપ નું રુપ પણ એવું જ હશે
ને, પરંતુ પૂજા માટે મોટું બનાવ્યું છે. પથ્થર નાં કેટલાં મોટાં-મોટાં ચિત્ર બનાવે
છે. જેમ ગુફા માં મોટાં-મોટાં પાંડવ દેખાડ્યાં છે, જાણતા કાંઈ નથી. આ છે ભણતર. ધંધો
અને ભણતર અલગ-અલગ છે. બાબા ભણાવે પણ છે અને ધંધો પણ શીખવાડે છે. બોર્ડ માં પણ પહેલાં
બાપ ની મહિમા હોવી જોઈએ. બાપ ની ફુલ (પૂરી) મહિમા લખવાની છે. આ વાતો આપ બાળકો ની પણ
બુદ્ધિ માં નંબરવાર પુરુષાર્થ અનુસાર આવે છે એટલે મહારથી, ઘોડેસવાર કહેવાય છે.
હથિયાર વગેરે ની કોઈ વાત નથી. બાપ બુદ્ધિ નું તાળું ખોલી દે છે. આ ગોદરેજ નું તાળું
કોઈ ખોલી ન શકે. બાપ ની પાસે મળવા આવે છે તો બાબા બાળકો ને પૂછે છે કે પહેલાં ક્યારે
મળ્યાં છો? આ જગ્યા પર, આ દિવસે ક્યારે મળ્યાં છો? તો બાળકો કહે છે હા બાબા, ૫ હજાર
વર્ષ પહેલાં મળ્યાં છીએ. હવે આ વાતો આવી રીતે કોઈ પૂછી ન શકે. કેટલી ગુહ્ય સમજવાની
વાતો છે. કેટલી જ્ઞાન ની યુક્તિઓ બાબા સમજાવે છે. પરંતુ ધારણા નંબરવાર થાય છે.
શિવબાબા ની મહિમા અલગ છે, બ્રહ્મા-વિષ્ણુ-શંકર ની મહિમા અલગ છે. દરેક નો પાર્ટ
અલગ-અલગ છે. એક ન મળે બીજા થી. આ અનાદિ ડ્રામા છે. એ જ પછી રિપીટ (પુનરાવૃત્તિ) થશે.
હમણાં તમારી બુદ્ધિ માં બેસેલું છે કે આપણે કેવી રીતે મૂળવતન માં જઈએ છીએ પછી આવીએ
છીએ પાર્ટ ભજવવા માટે. જઈએ છીએ વાયા સૂક્ષ્મવતન. આવતા સમયે સૂક્ષ્મવતન નથી.
સૂક્ષ્મવતન નો સાક્ષાત્કાર ક્યારેય કોઈને થતો જ નથી. સૂક્ષ્મવતન નો સાક્ષાત્કાર કરવા
માટે કોઈ તપસ્યા નથી કરતા કારણકે એને કોઈ જાણતું જ નથી. સૂક્ષ્મવતન નાં કોઈ ભગત થોડી
હશે? સૂક્ષ્મવતન હમણાં રચે છે વાયા સૂક્ષ્મવતન જઈ પછી નવી દુનિયા માં આવીશું. આ સમયે
તમે ત્યાં આવતાં-જતાં રહો છો. તમારી સગાઈ થઈ છે, આ પિયરઘર છે. વિષ્ણુ ને પિતા નહીં
કહેવાશે. તે છે સસુરઘર (સાસરું). જ્યારે કન્યા સાસરે જાય છે તો જૂનાં કપડા બધું
છોડીને જાય છે. તમે જૂની દુનિયા ને જ છોડી દો છો. તમારા અને એમનાં વનવાસ માં કેટલો
ફરક છે. તમારે પણ ખૂબ અનાસક્ત રહેવું જોઈએ. દેહ-અભિમાન તોડવાનું છે. ઊંચી સાડી
પહેરશો તો ઝટ દેહ-અભિમાન આવી જશે. હું આત્મા છું, આ ભૂલી જશો. આ સમયે તમે છો જ
વનવાસ માં. વનવાસ અને વાનપ્રસ્થ એક જ વાત છે. શરીર જ છોડવાનું છે તો સાડી નહીં છોડશો
શું? હલકી સાડી મળે છે તો દિલ જ નાનું (મન નિરાશ) થઈ જાય છે. એમાં તો ખુશી થવી
જોઈએ-સારું થયું જે હલકું વસ્ત્ર મળ્યું. સારી વસ્તુ ને તો સંભાળવી પડે છે. આ પહેરવા,
ખાવાની નાની-નાની વાતો પણ ઊંચી મંઝિલ પર પહોંચવા માં અટકાવે છે. મંઝિલ ખૂબ ઊંચી છે.
કથા માં પણ સંભળાવે છે ને કે પતિએ કહ્યું-આ લાકડી પણ છોડી દો. બાપ કહે છે આ જૂનાં
કપડા, જૂની દુનિયા બધું ખલાસ થવાનું છે, એટલે આ આખી દુનિયા થી બુદ્ધિયોગ તોડવાનો
છે, આને બેહદ નો સંન્યાસ કહેવાય છે. સંન્યાસીઓ એ તો હદ નો સંન્યાસ કર્યો છે હવે તો
ફરી તે અંદર આવી ગયા છે. પહેલાં તો એમનાં માં બહુજ તાકાત હતી. ઉતરવા વાળા ની મહિમા
શું થઈ શકે છે. નવાં-નવાં આત્માઓ પણ પાછળ સુધી આવતા રહે છે પાર્ટ ભજવવા, એમનાં માં
શું તાકાત હશે? તમે તો પૂરાં ૮૪ જન્મ લો છો. આ બધું સમજવા માટે કેટલી સારી બુદ્ધિ
જોઈએ. સર્વિસેબલ બાળકો સેવા માં ઉછળતા રહેશે. જ્ઞાન સાગર નાં બાળકો એવું ભાષણ કરે
જેવી રીતે બાબા ઉછળે છે, એમાં ફંક નથી થવાનું. અચ્છા.
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. બુદ્ધિ થી
બેહદ નો સંન્યાસ કરવાનો છે. પાછા ઘરે જવાનો સમય છે એટલે જૂની દુનિયા અને જૂનાં શરીર
થી અનાસક્ત રહેવાનું છે.
2. ડ્રામા નાં દરેક
દૃશ્ય ને જોવા છતાં સદા હર્ષિત રહેવાનું છે.
વરદાન :-
બાપદાદા ને
પોતાનાં સાથી સમજીને ડબલ ફોર્સ થી કાર્ય કરવા વાળા સહજયોગી ભવ
કોઈ પણ કાર્ય કરતા
બાપદાદા ને પોતાનાં સાથી બનાવી લો તો ડબલ ફોર્સ થી કાર્ય થશે અને સ્મૃતિ પણ બહુ જ
સહજ રહેશે કારણકે જે સદા સાથે રહે છે એમની યાદ સ્વતઃ બની રહે છે. તો એવા સાથી
રહેવાથી અથવા બુદ્ધિ દ્વારા નિરંતર સત્ નો સંગ કરવા થી સહજયોગી બની જશો અને પાવરફુલ
સંગ હોવાને કારણે દરેક કર્તવ્ય માં તમારો ડબલ ફોર્સ રહેશે, જેનાથી દરેક કાર્ય માં
સફળતા ની અનુભૂતિ થશે.
સ્લોગન :-
મહારથી તે છે
જે ક્યારેય માયા નાં પ્રભાવ માં પરવશ ન હોય.
અવ્યક્ત ઈશારા - મહાન
બનવા માટે મધુરતા અને નમ્રતા નો ગુણ ધારણ કરો
મઘુરતા જ બ્રાહ્મણ
જીવન ની મહાનતા છે. જ્યાં મધુરતા છે ત્યાં પવિત્રતા છે. પવિત્રતા વગર મધુરતા આવી નથી
શકતી. જેટલો બુદ્ધિ માં નશો હોય, એટલી જ કર્મ માં નમ્રતા અને બોલ માં મધુરતા હોય.
એવા નશા માં રહેવાથી ક્યારેય નુકસાન નહીં થશે. સિદ્ધિ ને મેળવવા વાળા, સ્વયં ને
નમ્રચિત, નિર્માણ, દરેક વાત માં સ્વયં પોતાને ગુણ ગ્રાહક અને મધુરતા સંપન્ન બનાવશે.