10-05-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  30.01.2010    બાપદાદા મધુબન


“ ચારેય વિષય માં સ્વમાન નાં અનુભવી સ્વરુપ બની અનુભવ ની ઓથોરિટી ને કાર્ય માં લગાવો”
 


આજે બ્રાહ્મણ-સંસાર નાં રચયિતા બાપદાદા પોતાનાં ચારેય તરફ નાં બ્રાહ્મણ-સંસાર ને જોઈ રહ્યા છે. દરેક બ્રાહ્મણ આખાં સંસાર માં વિશેષ આત્મા છે. કોટો માં કોઈ છે કારણકે સાધારણ તન માં આવેલાં બાપ ને ઓળખી લીધાં. બાપદાદા પણ દિલ માં સમાવવા વાળા બાળકોને દિલ નો પ્રેમ આપી રહ્યા છે. દરેક બાળક પોતાને એવાં બાપ નાં પ્યારા, દિલ માં બાપ ને સમાવેલા અનુભવ કરે છે! બાપ માટે દરેક બાળકો અતિ પ્યારા સર્વ નાં પ્યારા છે. આપ સર્વ બાળકો ની સર્વ આત્માઓ નાં પ્રત્યે ચેલેન્જ છે કે અમે યોગી જીવન વાળા છે. ફક્ત યોગ લગાવવા વાળા નહીં પરંતુ યોગી જીવન વાળા છે. જીવન બે-ચાર કલાક નું નથી હોતું. જીવન સદાકાળ માટે હોય છે. તો ચાલતા-ફરતા કર્મ કરતા યોગી જીવન વાળા નિરંતર યોગી છે. ભલે યોગ માં બેસતા, ભલે કોઈ પણ કર્મ કરતા કર્મયોગી છે. જીવન નું લક્ષ જ છે સદા યોગી. એવી રીતે પોતાનું યોગી જીવન, નેચરલ જીવન અનુભવ કરો છો? બાપદાદા દરેક બાળક નાં મસ્તકમાં ચમકતું ભાગ્ય જુએ છે. શું જુએ છે ? મારા દરેક બાળક સ્વમાનધારી, સ્વરાજ્ય અધિકારી છે. કેમ? જ્યાં સ્વમાન છે ત્યાં દેહભાન આવી નથી શકતું. આદિ થી અંત સુધી, હમણાં સુધી બાપદાદાએ દરેક બાળકો ને ભિન્ન-ભિન્ન સ્વમાન આપ્યા છે. જો હમણાં પણ સ્વમાનો ને યાદ કરો અને એક-એક સ્વમાન ની માળા ફેરવતા જાઓ તો અનેક સ્વમાન સ્વરુપ બની, સ્વમાન માં લવલીન થઈ જશો. પરંતુ બાપદાદા ને એક વાત બાળકોની હમણાં સુધી પણ સારી નથી લાગતી, તે જાણો છો કઈ છે? જ્યારે કોઈ પણ બાળક કહે છે કે અમને સ્વમાન માં સ્થિત થવામાં ક્યારેક-ક્યારેક મહેનત લાગે છે, ઇચ્છીએ છીએ પરંતુ ક્યારેક-ક્યારેક મહેનત લાગે છે તો સર્વ શક્તિવાન બાપ બાળકોની મહેનત નથી જોઈ શકતા કારણકે જ્યાં મહોબ્બત હોય છે ત્યાં મહેનત નથી હોતી. જ્યાં મહેનત છે ત્યાં મોહબ્બત માં કમી છે.

આજે અમૃતવેલા બાપદાદાએ ચારેય તરફ નાં બ્રાહ્મણોની પાસે ભલે દેશ ભલે વિદેશ માં ચક્કર લગાવ્યું તો શું જોયું? કોઈ-કોઈ બાળકો સ્વમાન માં બેઠા છે, વિચારી રહ્યા છે કે હું બાપદાદા નાં દિલતખ્ત નશીન છું, વિચારી પણ રહ્યા છે, સ્વમાન માં સ્થિત થવાનો પુરુષાર્થ પણ કરી રહ્યા છે પરંતુ ખામી શું જોઈ? સ્વમાન યાદ છે, વિચારી રહ્યા છે, પરંતુ સ્વમાન સ્વરુપ બની, અનુભવી મૂર્ત બની અનુભવ નાં ઓથોરિટી સ્વરુપ બનવામાં ખામી દેખાઈ આવી કારણકે ઓથોરિટી તો બહુ જ છે પરંતુ સૌથી મોટી ઓથોરિટી અનુભવ ની ઓથોરિટી છે અને આ સ્વમાન ની અનુભૂતિ ઓલમાઈટી ઓથોરિટીએ આપી છે. તો મહેનત કરી રહ્યા છે પરંતુ અનુભવ સ્વરુપ નથી બન્યાં. તો બાપદાદાએ આ જોયું કે બેસે છે, વિચારે પણ છે પરંતુ અનુભવ સ્વરુપ કોઈ-કોઈ છે. અનુભવ માં કોઈ પણ પ્રકાર નું દેહ-અભિમાન જરા પણ પોતાની તરફ ખેંચી નથી શકતું. તો અનુભવ સ્વરુપ બની જવું, કર્મ કરતા પણ કર્મયોગી નાં અનુભવ સ્વરુપ માં ખોવાઈ જવું, આની હમણાં વધારે આવશ્યકતા છે. સ્વરુપ માં સ્થિત થઈ જવું, દરેક વાત માં, દરેક વિષય માં અનુભવી સ્વરુપ બનવું, ભલે જ્ઞાન, યોગ, ધારણા, અને સેવા, ચારેય વિષય માં અનુભવ સ્વરુપ બનવું. અનુભવી ને માયા પણ હલાવી નથી શકતી એટલે બાપદાદા આજે બધા બાળકો ને અનુભવી સ્વરુપ માં જોવા ઈચ્છે છે. સાંભળવામાં અને વિચારવામાં ફરક છે પરંતુ અનુભવી સ્વરુપ બનવું, જે વિચાર્યું, જે સ્વમાન માં સ્થિત રહેવા ઈચ્છો એનાં અનુભવ સ્વરુપ માં સ્થિત થઈ જાઓ. અનુભવી ને કોઈ પણ હલાવી નથી શકતા કારણકે સ્વમાન અને દેહભાન, જ્યાં સ્વમાન સ્વરુપ છે, સ્વમાન નાં અનુભવ માં સ્થિત છે ત્યાં દેહભાન આવી નથી શકતું. જેવી રીતે જુઓ અંધકાર છે પરંતુ તમે પ્રકાશ ની સ્વીચ ઓન કરો તો અંધકાર ઓટોમેટિકલી ગાયબ થઈ જાય. અંધકાર અને મિટાવવામાં, અંધકાર ને ભગાવવામાં મહેનત નથી કરવી પડતી. એવી રીતે જ જ્યારે સ્વમાન નાં સીટ પર અનુભવ ની સ્વીચ ઓન હોત તો કોઈ પણ પ્રકાર નું દેહભાન, ભિન્ન-ભિન્ન પ્રકાર નાં દેહભાન પણ છે અને ભિન્ન-ભિન્ન પ્રકાર નાં બાપે સ્વમાન પણ આપ્યા છે. સ્વમાન ને જાણે છે, પુરુષાર્થ પણ કરે છે પરંતુ અનુભવ નો પુરુષાર્થ કરવો અને અનુભવી સ્વરુપ બનવું એમાં અંતર છે એટલે મહેનત કરવી પડે છે. તો બાપદાદા ને હવે સમય પ્રમાણે બાપ સમાન બનવાનું લક્ષ્ય સંપન્ન કરવાનાં સમયે આ મહેનત કરવી ગમતી નથી. દરેક પોતાને ચેક કરો કે હું કર્મયોગી જીવન વાળો છું? જીવન નેચરલ અને સદાકાળ નું હોય છે, ક્યારેક-ક્યારેક નું નહીં. એવા અનુભવી સ્વરુપ બનો, જે લક્ષ્ય છે યોગી જીવન નું, જે લક્ષ્ય છે અનુભવી મૂર્ત બનવાનું તે લક્ષ્ય સંપન્ન છે? સદા મસ્તક થી ચમકતી લાઈટ પોતાને પણ અનુભવ થાય, પોતે પણ એ સ્વરુપ માં સ્થિત થાય, સ્મૃતિ સ્વરુપ થાય, સ્મૃતિ કરવા વાળા નહીં, સ્મૃતિ સ્વરુપ હોય અને સ્મૃતિ સ્વરુપ છે કે નહીં, એનું પ્રમાણ આ છે કે જ્યાં સ્મૃતિ નાં અનુભવી સ્વરુપ છે ત્યાં પોતાનામાં સમર્થી દરેક કાર્ય કરવા સાથે પણ અનુભવ થશે. કાર્ય ભિન્ન-ભિન્ન હશે પરંતુ અનુભવ સ્વરુપ ની સ્થિતિ ભિન્ન-ભિન્ન નહીં હોય.

આજે બાપદાદાએ જોયું કે મહેનત કેમ કરવી પડે છે? અનુભવ સ્વરુપ બનવામાં નંબરવાર પુરુષાર્થ અનુસાર જોયા. બાપદાદા નો દરેક બાળક થી જીગરી પ્રેમ છે તો પ્રેમ વાળાની મહેનત જોવાતી નથી. ભલે કોઈ પણ વિષય માં મહેનત કરવી પડે છે, ક્યારેક-ક્યારેક શબ્દ યુઝ કરવો પડે છે, એનું કારણ છે અનુભવી સ્વરુપ બનવાની ખામી. પુરુષાર્થી છે પરંતુ સ્વરુપ નથી બન્યા. એક સેકન્ડ માં ચારેય વિષય માં પોતાનાં સ્વમાન નાં અનુભવી, સ્વરુપ ની અનુભૂતિ થવી જોઈએ, જે દેહ-અભિમાન નજીક આવી ન શકે. જેવી રીતે પ્રકાશ આગળ અંધકાર ઉભો નથી રહેતો, કાઢવો નથી પડતો, નેચરલ જ્યાં અંધકાર છે ત્યાં પ્રકાશ ઓછો છે અથવા નથી તો સૌથી મોટા માં મોટી ઓથોરિટી અનુભવ ગવાયેલી છે. અનુભવ ને હજારો લોકો બદલવા ઈચ્છે, બદલી નથી શકતાં. જેવી રીતે તમે બધાએ સાકર (ખાંડ) નો અનુભવ કરીને જોયો છે કે તે મીઠી હોય છે, જો હજારો લોકો તમને બદલવા ઈચ્છે, બદલાઈ શકો છો? તો જે પણ સબ્જેક્ટ છે, ભલે જ્ઞાન નો, ભલે યોગ નો, ભલે ધારણા નો, ભલે સેવા નો, કોઈમાં પણ, ચાર માંથી એક માં પણ મહેનત લાગે છે તો જરુર અનુભવ ની ખામી છે. સેવા ની સફળતા માં, ધારણા માં, સ્વભાવ-સંસ્કાર પરિવર્તન માં, યોગ માં પણ અચળ રહેવાની, યોગી જીવન ની અનુભૂતિ કરવાની જ્યાં મહેનત છે અથવા ક્યારેક-ક્યારેક કહો છો, તો આનો અર્થ છે કે એ જ વિષય માં તમે અનુભવી મૂર્ત નથી બની બન્યાં. અનુભવ ક્યારેક-ક્યારેક નથી હોતો, નેચરલ નેચર હોય છે. તો હવે સાંભળ્યું મહેનત નું કારણ શું? તમને અનુભવ થશે કે જે સમયે અનુભવ ની સીટ પર સેટ થાઓ છો, કોઈ પણ વરદાન નાં સ્વરુપ માં અનુભવી બની અનુભવ કરો છો તો એ સમયે મહેનત નથી કરવી પડતી, નેચરલ અનુભૂતિ થાય છે, એટલે હવે સમય પ્રમાણે બધું અચાનક થવાનું છે. બતાવીને નથી થવાનું. જેવી રીતે હમણાં પ્રકૃતિ ની વાતો માં અચાનક નો ખેલ ચાલી રહ્યો છે, આરંભ થયો છે હમણાં. નવી-નવી વાતો અચાનક થઈ રહી છે, જેવી રીતે અર્થક્વેક થયો, થોડા સમય માં લાખો આત્માઓ ચાલ્યાં ગયાં, શું એમને ખબર હતી કે કાલે અમે હોઈશું કે નહીં? એવી રીતે ઘણાં એક્સિડન્ટ ભિન્ન-ભિન્ન સ્થાન પર અચાનક થવાનો આરંભ થઈ ગયો છે. સાથે-સાથે એક સમયે અનેકો ની ટિકિટ કપાઈ રહી છે તો એવા સમય માં તમે એવરરેડી છો? આ તો નહીં કહેશો કે પુરુષાર્થ કરી રહ્યો છું? એવરરેડી અર્થાત્ કોઈ પણ વરદાન અથવા સ્વમાન નો સંકલ્પ કર્યો અને સ્વરુપ બન્યા એટલે બાપદાદા આજે આ વાત પર અટેન્શન અપાવી રહ્યા છે કે કોઈ પણ વરદાન ને ફળીભૂત કરી વરદાન અથવા સ્વમાન નાં સ્વરુપ નાં અનુભવી બની શકો છો? બનવું જ પડશે. કોશિશ કરી રહ્યો છું, જો કોશિશ પણ કરવી છે તો હમણાંથી કારણકે બહુ જ સમય નો અભ્યાસ સમય પર મદદ આપશે. પુરુષાર્થી નહીં, અનુભવી કારણકે અનુભવ ની ઓથોરિટી તમને બધાને ઓલમાઈટી ઓથોરિટીએ આપી છે. જેવી રીતે દેહભાન નાં અનુભવી છો, તો શું દેહભાન ને યાદ કરવું પડે છે કે હું ફલાણો છું! માનો, તમારું નામ દેહ પર પડ્યું, તો દેહભાન થઈ ગયું ને, હું ફલાણો છું, જો હજારો લોકો પણ તમને કહે કે તમે ફલાણા નથી, તમે આ છો, નામ બદલી કરીને તો તમે માનશો? ભૂલશો પોતાનું નામ! જન્મ લેતા જે નામ પડ્યું તે દેહભાન કેટલું પાક્કું અને નેચરલ રહ્યું છે. કોઈ બીજાને પણ તમારા નામ થી બોલાવશે, તમને નહીં બોલાવે, પરંતુ તમારા નામધારી ને બોલાવી રહ્યા છે, તમારા કાન નામ સાંભળતા જ અટેન્શન આવશે મને કોઈ બોલાવી રહ્યું છે. તો દેહભાન આટલું પાકું થઈ ગયું છે. એવી રીતે દેહી-અભિમાની, સ્વમાનધારી, સ્વરાજ્ય અધિકારી એટલું પાક્કું થાય. તમે કહો છો ને, અમારું જીવન પરિવર્તન છે તો પરિવર્તન શું કર્યું? દેહભાન થી સ્વમાન, સ્વરાજ અધિકારી બન્યાં. તો ચેક કરો જ્ઞાન સ્વરુપ બન્યો છું? અથવા જ્ઞાન સાંભળવા અને સંભળાવવા વાળો બન્યો છું? જ્ઞાન અર્થાત્ નોલેજ, નોલેજ નું પ્રેક્ટિકલ રુપ છે, નોલેજ ને કહે છે, નોલેજ ઇઝ લાઇટ, નોલેજ ઇઝ માઈટ, તો જ્ઞાન સ્વરુપ બનવું અર્થાત્ જે પણ કર્મ કરશો તે લાઈટ અને માઈટ વાળા હશે. યથાર્થ હશે. આને કહેવાય છે જ્ઞાન સ્વરુપ બનવું. જ્ઞાન સંભળાવવા વાળા નહીં, જ્ઞાન સ્વરુપ બનવું. યોગ સ્વરુપ નો અર્થ છે કર્મેન્દ્રિયજીત બનવું. દરેક કર્મેન્દ્રિય પર સ્વરાજ્યધારી. આને કહેવાય છે યોગ અર્થાત્ યુક્તિયુક્ત જીવન. એવી રીતે જો જ્ઞાન-યોગ નું સ્વરુપ છે તો દરેક ગુણ ની ધારણા ઓટોમેટિકલી થશે. જ્યાં જ્ઞાન-યોગ છે, યોગયુક્ત છે ત્યાં ગુણો ની ધારણા ઓટોમેટિકલી થશે. સેવા દરેક સમયે ઓટોમેટિક થશે. સમય અનુસાર ભલે મન્સા સેવા કરે, ભલે વાચા કરે, ભલે કર્મણા કરે, ભલે સ્નેહ સંબંધ માં કરે, સેવા પણ દરેક સમયે અખંડ ચાલતી રહેશે. સંબંધ-સંપર્ક માં પણ સેવા થાય છે. માનો, કોઈ તમારા ભાઈ કે બહેન બ્રાહ્મણ પરિવાર માં થોડા પણ ઉદાસ છે, થોડા પુરુષાર્થ માં ડલ છે, કોઈ સંસ્કાર ને વશ છે, એવા સંપર્ક વાળા આત્માઓને તમે ઉમંગ-ઉત્સાહ અપાવ્યો, સહયોગ આપ્યો, સ્નેહ આપ્યો, આ પણ સેવા નું પુણ્ય તમારું જમા થાય છે. પડી ગયેલા ને ઉભા કરવા આ પુણ્ય ગવાય છે. તો સંબંધ અને સંપર્ક માં પણ સેવા કરવી આ સાચ્ચા સેવાધારી નું કર્તવ્ય છે. સેવા મળે અથવા સેવા અપાય તો સેવા છે, તે નહીં. સ્વયં મનસા, વાચા, કર્મણા, સંબંધ-સંપર્ક માં સેવા ઓટોમેટિકલી થતી રહે. ઘણીવાર બાપદાદાએ જોયું કે સંપર્ક માં કોઈ-કોઈ બાળકો જુએ પણ છે કે આમનાં સ્વભાવ-સંસ્કાર જે હોવા જોઈએ તે નથી, પરંતુ આ તો છે જ એવાં, આ બદલવાના નથી, એમની સેવા કરવી ટાઈમ વેસ્ટ છે, એવો સંકલ્પ કરવો શું યથાર્થ છે? જ્યારે તમે માનો છો કે અમે પ્રકૃતિ ને પણ સતોપ્રધાન બનાવવા વાળા છે, પ્રકૃતિ ને અને તે મનુષ્યાત્મા છે, બ્રાહ્મણ કહેવાય છે પરંતુ સંસ્કાર વશ છે, જ્યારે પ્રકૃતિ નાં સંસ્કાર બદલવાની ચેલેન્જ કરી છે તો તે તો પ્રકૃતિ થી પુરુષ છે, આત્મા છે. તમારા સંબંધ માં છે. તો સાચ્ચા સેવાધારી પોતાનાં સેવા નાં પુણ્ય કમાવવા માટે શુભ ભાવના અવશ્ય રાખશે. આ તો છે જ એવા, આ બદલાઈ જ નથી શકતાં. આ શુભ ભાવના નથી, આ સૂક્ષ્મ ઘૃણા ભાવના છે. તો પણ મારાં ભાઈ-બહેન છે, તો પણ મારા બાબા તો કહે છે ને! તો સાચ્ચા સેવાધારી શુભ ભાવના આપવાની સેવા માં પણ પુણ્ય કમાશે. પડી ગયેલા ને પાડો નહીં, ઉભા કરજો. સહયોગ આપો, આને કહેવાશે સાચ્ચા સેવાધારી, પુણ્ય આત્મા. તો એવી રીતે પોતાને ચેક કરો એટલો સેવાનો ઉમંગ-ઉત્સાહ છે? આને કહેવાય છે અનુભવ નાં ઓથોરિટી વાળા. તો હવે બાપદાદા આ જ ઈચ્છે છે, અનુભવી મૂર્ત બનો, અનુભવ ની ઓથોરિટી ને કાર્ય માં લગાવો.

ચારેય વિષય માં જે પોતાને અનુભવી સ્વરુપ બની અનુભવ નાં ઓથોરિટી ને કાર્ય માં લગાવશે, જે ખામી હોય એને સંપન્ન કરશે, આટલું પોતાનાં પર અટેન્શન આપશે તે હાથ ઉઠાવો. મન નો હાથ ઉઠાવી રહ્યા છો ને! શરીર નો હાથ નહીં, મન નો હાથ ઉઠાવો. મન નો હાથ ઉઠાવો કારણકે બાપદાદા શિવરાત્રી પર રિઝલ્ટ લેશે. મન માં કોઈને પણ ખામી નાં સંસ્કાર પોતાના શુભ ભાવનાને ઓછુ નહીં કરે. એના સંસ્કાર તો ઢીલા છે પરંતુ તે એટલાં તો પાવરફુલ છે જે તમારી શુભ ભાવનાને ઓછું કરી લે છે એટલે જેવી રીતે બ્રહ્મા બાપે શું નહીં જોયું, શું નહીં કર્યું? જવાબદારી હોવા છતાં પણ અંતમાં શુભ ભાવના, શુભ કામનામ નાં ત્રણ શબ્દ બધાને શિક્ષા આપીને ગયા. યાદ છે ને! ત્રણ શબ્દ યાદ છે ને! સ્વયં પણ નિરાકારી, નિરહંકારી, નિર્વિકારી આ જ સ્થિતિમાં અવ્યક્ત બન્યા, કોઈને પણ કર્મભોગ ની ફીલિંગ નહીં આપી, કોઈ સમજ્યા કે કર્મભોગ સમાપ્ત થઈ રહ્યો છે! શું થઈ ગયું? અવ્યક્ત થઇ ગયા. એવી રીતે બ્રહ્મા બાપ સમાન ફરિસ્તા ભવનો વરદાન જો બાપે કરીને દેખાડ્યો, ફોલો બ્રહ્મા બાપ. જેવી રીતે તમે કહો છો મારા બાબા, તો બાપ શું કહે છે? મારા બાળકો છે. એવી રીતે શુભ ભાવના પરસ્પર પરિવાર નાં પણ થવું આવશ્યક છે. સ્વભાવ નહીં જુઓ, બાપ જાણે છે, ભાવ સ્વભાવ છે, પરંતુ ભાવ સ્વભાવ, પ્રેમને ખતમ નહીં કરે, સંબંધને ખતમ નહીં કરે, કાર્યને સફળ ઓછું કરે આ રાઈટ નથી. પરિવાર છે. કોનો પરિવાર છે? પ્રભુ પરિવાર, પરમાત્મા પરિવાર. એમાં કોઈ પણ કારણથી પ્રેમ ઓછો નહીં થવો જોઈએ. પ્રેમ અર્થાત્ શુભ ભાવના જરુર હોય. કેવા પણ છે, પરમાત્મ પરિવાર છે. જેણે માન્યું કે હું પ્રભુ પરિવારનો છું, તો પરિવાર અર્થાત્ પ્રેમ. જો પરિવારમાં પ્રેમ નથી તો પરિવાર નહીં. આ પરમાત્મ પરિવાર એકનો એક સમય જ હોય છે, આટલો મોટો પરિવાર પરમાત્મા નાં સિવાય બીજા કોઈનો જ હોઈ નથી શકતો. તો ચેક કરવું કારણકે આ પણ પુરુષાર્થમાં વિઘ્ન પાડે છે. તો જ્યારે વિગ્ન મુક્ત થશો ત્યારે અનુભવી બની અનુભવ નાં ઓથોરિટી દ્વારા બધાને અનુભવી બનાવશે. અચ્છા.

ચારે તરફ નાં બાળકોને બાપદાદા જોઈ જોઈ ખુશ થઈ ગીત ગાતા વાહ વચ્ચે વાહ! દરેક બાળકો નાં દિલમાં બાપ છે અને બાપ નાં દિલમાં દરેક બાળક છે. અને અહીં આટલો પરિવાર મધુવન નિવાસી જોઈને આ પણ ખુશી થાય છે વાહ મધુવન વાહ! બધાનો એશલમ (સહારો) મધુબન છે જ છે એટલે મધુબનમાં ભાગીને આવી જાય છે. હવે બાપની જે આશા છે તે જલ્દીથી જલ્દી પૂર્ણ કરવાનું છે. ચાર જ વિષયમાં અનુભવી સ્વરુપ બનવાનું જ છે. બાપદાદા દેશ વિદેશ ચારે તરફ નાં બાળકો જયાં પણ બેસી જોઈ રહ્યા છે. બધા કેવી રીતે જોઈ જોઈ હર્ષિત થઈ રહ્યા છે. આ સાધન, આ સાયન્સ આ જ સમયે પ્રોગ્રેસમાં જઈ રહી છે, નવી નવી ઇન્વેન્શન દુનિયા નાં છે પરંતુ તમારા ફાયદા નાં સાધન સારા સારા નીકળી રહ્યા છે. દૂર હોવા છતાં પણ સાથે છે. તો સાયન્સ વાળાને પણ મુબારક છે જે સાધન તો બનાવે છે. અચ્છા. દેશ વિદેશ નાં બધા બાળકોને બહુ જ- બહુ જ દિલનો પ્રેમ અને યાદ સ્વીકાર હોય અને વિશેષ એવા વિશેષ બાળકોને નમસ્તે.

વરદાન :-
નોલેજ ની લાઈટ દ્વારા પુરુષાર્થ નાં માર્ગને સહજ અને સ્પષ્ટ કરવા વાળા ફરિશ્તા સ્વરુપ ભવ

ફરિસ્તાપન ની લાઇફમાં લાઈટ અને માઈટ બંને જ સ્પષ્ટ દેખાય આવે છે. પરંતુ લાઈટ અને માઈટ રુપ બનવા માટે મનન કરવા અને સહન કરવાની શક્તિ જોઈએ. મનસા નાં માટે મનન શક્તિ અને વાચા, કર્મણાને માટે સહન શક્તિ ધારણ કરો પછી જે પણ શબ્દ બોલશે, કર્મ કરશે તે એના પ્રમાણે થશે. જો આ બંને શક્તિઓ છે તો દરેક નાં માટે પુરુષાર્થનો માર્ગ સહજ અને સ્પષ્ટ થઈ જશે.

સ્લોગન :-
વ્યર્થ બોલવું અર્થાત્ અનેકોને ડિસ્ટર્બ કરવા.

અવ્યક્ત ઇશારે - સદા અચલ , અડોલ , એકરસ સ્થિતિ નો અનુભવ કરો

આપ બાળકો માસ્ટર પ્રકૃતિ-પતિ છો, આ પ્રકૃતિનાં ખેલને જોઈ હર્ષિત થતા રહો. ચાહે પ્રકૃતિ હલચલ કરે, ચાહે પ્રકૃતિ સુંદર ખેલ દેખાડે, બંનેમાં પ્રકૃતિ-પતિ આત્માઓ સાક્ષી થઈ ખેલ જોતી અને ખેલમાં મજા લે છે, ઘ ગભરાતી નથી એટલે બાપદાદા તપસ્યા દ્વારા સાક્ષીપન ની સ્થિતિ નાં આસન પર અચલ અડોલ સ્થિર રહેવાનો વિશેષ અભ્યાસ કરાવી રહી છે.