10-06-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમારે શ્રીમત પર બધાને સુખ આપવાનું છે , તમને શ્રેષ્ઠ મત મળે છે શ્રેષ્ઠ બની બીજાઓ ને બનાવવા માટે”

પ્રશ્ન :-
રહેમદિલ બાળકો નાં દિલ માં કઈ લહેર આવે છે? એમણે શું કરવું જોઈએ?

ઉત્તર :-
જે રહેમદિલ બાળકો છે તેમને દિલ (મન) થાય છે - અમે ગામડે-ગામડે જઈને સર્વિસ કરીએ. આજકાલ બિચારા ખૂબ દુઃખી છે, તેમને જઈને ખુશખબરી સંભળાવીએ કે વિશ્વ માં પવિત્રતા, સુખ અને શાંતિ નું દેવી સ્વરાજ્ય સ્થાપન થઈ રહ્યું છે, આ એ જ મહાભારત લડાઈ છે, બરોબર તે સમયે બાપ પણ હતાં, હમણાં પણ બાપ આવેલા છે.

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં બાળકો અહીં બેઠાં છો તો આ જરુર સમજો છો કે આપણે ઈશ્વરીય સંતાન છીએ. જરુર સ્વયં ને આત્મા જ સમજશો. શરીર છે ત્યારે તેનાં દ્વારા આત્મા સાંભળે છે. બાપે આ શરીર લોન પર લીધું છે, ત્યારે સંભળાવે છે. હમણાં તમે સમજો છો આપણે છીએ ઈશ્વરીય સંતાન અથવા સંપ્રદાય પછી આપણે દેવી સંપ્રદાય બનીશું. સ્વર્ગ નાં માલિક હોય જ છે દેવતાઓ. આપણે ફરીથી ૫ હજાર વર્ષ પહેલાં ની જેમ દૈવી સ્વરાજ્ય ની સ્થાપના કરી રહ્યાં છીએ. પછી આપણે દેવતા બની જઈશું. આ સમયે આખી દુનિયા, ભારત ખાસ અને દુનિયા આમ, બધા મનુષ્ય માત્ર એક-બીજા ને દુઃખ જ આપે છે. તેમને એ પણ ખબર નથી કે સુખધામ પણ હોય છે. પરમપિતા પરમાત્મા જ આવીને બધાને સુખી-શાંત બનાવી દે છે. અહીં તો ઘર-ઘર માં એક-બીજા ને દુઃખ જ આપે છે. આખા વિશ્વ માં દુઃખ જ દુઃખ છે. હમણાં આપ બાળકો જાણો છો બાપ આપણને ૨૧ જન્મો માટે સદા સુખી બનાવે છે. ક્યાર થી દુઃખ શરુ થયું છે પછી ક્યારે પૂરું થાય છે, આ બીજા કોઈ ની બુદ્ધિ માં ચિંતન નહીં હશે. તમને જ આ બુદ્ધિ માં છે કે આપણે બરોબર ઈશ્વરીય સંપ્રદાય હતાં, આમ તો આખી દુનિયા નાં મનુષ્ય માત્ર ઈશ્વરીય સંપ્રદાય છે. દરેક એમને ફાધર કહીને બોલાવે છે. હવે બાળકો જાણે છે શિવબાબા આપણને શ્રીમત આપી રહ્યાં છે. શ્રીમત પ્રસિદ્ધ છે. ઊંચા માં ઊંચા ભગવાન ની ઊંચા માં ઊંચી મત છે. ગવાય પણ છે એમની ગત-મત ન્યારી. શિવબાબા ની શ્રીમત આપણને શું થી શું બનાવે છે! સ્વર્ગ નાં માલિક. બીજા જે પણ મનુષ્ય માત્ર છે તે તો નર્ક નાં માલિક જ બનાવે છે. હમણાં તમે છો સંગમ પર. આ તો નિશ્ચય છે ને? નિશ્ચયબુદ્ધિ જ અહીં આવે છે અને સમજે છે બાબા અમને ફરી થી સુખધામ નાં માલિક બનાવે છે. આપણે જ ૧૦૦ ટકા પવિત્ર ગૃહસ્થ માર્ગવાળા હતાં. આ સ્મૃતિ આવી છે. ૮૪ જન્મો નો પણ હિસાબ છે ને? કોણ-કોણ કેટલાં જન્મ લે છે? જે ધર્મ પછી આવે છે, તેમનાં જન્મ પણ થોડા હોય છે.

આપ બાળકોએ હવે આ નિશ્ચય રાખવાનો છે, અમે ઈશ્વરીય સંતાન છીએ. અમને શ્રેષ્ઠ મત મળે છે, સૌને શ્રેષ્ઠ બનાવવા માટે. આપણા એ જ બાબા આપણને રાજયોગ શીખવાડે છે. મનુષ્ય સમજે છે કે વેદ-શાસ્ત્ર વગેરે બધા ભગવાન ને મળવાનાં રસ્તા છે અને ભગવાન કહે છે - આનાંથી કોઈ પણ મને મળતા નથી. હું જ આવું છું, ત્યારે તો મારી જયંતિ પણ મનાવે છે, પરંતુ ક્યારે અને કોનાં શરીર માં આવું છું? આ કોઈ નથી જાણતું. આપ બ્રાહ્મણો સિવાય. હવે આપ બાળકોએ બધાને સુખ આપવાનું છે. દુનિયા માં બધા એક-બીજા ને દુઃખ આપે છે. તે લોકો એ નથી સમજતા કે વિકાર માં જવું દુઃખ આપવું છે. હમણાં તમે જાણો છો આ મહાન દુઃખ છે. કુમારી જે પવિત્ર હતી તેને અપવિત્ર બનાવે છે. નર્કવાસી બનવા માટે કેટલી સેરેમની (કાર્યક્રમ) કરે છે. અહીં તો એવાં હંગામા ની કોઈ વાત જ નથી. તમે ખૂબ શાંતિ થી બેઠાં છો. બધા ખુશ થાય છે, આખા વિશ્વ ને સદા સુખી બનાવે છે. તમારું માન શિવશક્તિઓ નાં રુપ માં છે. તમારી આગળ લક્ષ્મી-નારાયણ નું તો કાંઈ પણ માન નથી. શિવશક્તિઓ નું જ નામ પ્રસિધ્ધ છે કારણકે જેમ બાપે સર્વિસ કરી છે, બધાને પવિત્ર બનાવીને સદા સુખી બનાવ્યાં છે, એમ તમે પણ બાપ નાં મદદગાર બનો છો, એટલે આપ શક્તિઓ ભારત માતાઓ ની મહિમા છે. આ લક્ષ્મી-નારાયણ તો રાજા-રાણી અને પ્રજા બધા સ્વર્ગવાસી છે. તે મોટી વાત છે શું? જેમ તે સ્વર્ગવાસી છે તેમ અહીં નાં રાજા-રાણી બધા નર્કવાસી છે. એવાં નર્કવાસીઓ ને સ્વર્ગવાસી તમે બનાવો છો. મનુષ્ય તો કાંઈ પણ નથી જાણતાં. બિલકુલ જ તુચ્છ બુદ્ધિ છે. શું-શું કરતા રહે છે. કેટલી લડાઈઓ વગેરે છે. દરેક વાત માં દુઃખી જ દુઃખી છે. સતયુગ માં દરેક હાલત માં સુખ જ સુખ છે. હવે બધાને સુખ આપવા માટે જ બાબા શ્રેષ્ઠ મત આપે છે. ગવાય પણ છે શ્રીમત ભગવાનુવાચ. શ્રીમત મનુષ્યવાચ નથી. સતયુગ માં દેવતાઓ ને મત આપવાની જરુર જ નથી. અહીં તમને શ્રીમત મળે છે. બાપ ની સાથે તમારું પણ ગાયન છે શિવશક્તિઓ. હમણાં ફરી થી તે પાર્ટ પ્રેક્ટિકલ માં ભજવાઈ રહ્યો છો. હવે બાપ કહે છે આપ બાળકોએ મન્સા, વાચા, કર્મણા બધાને સુખ આપવાનું છે. બધાને સુખધામ નો રસ્તો બતાવવાનો છે. તમારો ધંધો જ આ થયો. શરીર નિર્વાહ અર્થ પુરુષોએ ધંધો પણ કરવાનો હોય છે. કહે છે સાંજ નાં સમયે દેવતાઓ પરિક્રમા પર નીકળે છે, હવે દેવતાઓ અહીં ક્યાં થી આવ્યાં? પરંતુ આ સમય ને શુદ્ધ કહે છે. આ સમય પર બધાને ફુરસદ પણ મળે છે. આપ બાળકોએ ચાલતાં, ફરતાં, ઉઠતાં, બેસતાં યાદ કરવાનાં છે. બસ, કોઈ દેહધારી ની ચાકરી વગેરે નથી કરવાની. બાપ નું તો ગાયન છે દ્રૌપદી નાં પગ દબાવ્યાં. તેનો અર્થ પણ નથી સમજતાં. સ્થૂળ માં પગ દબાવવા ની વાત નથી. બાબા ની પાસે વૃધ્ધ માતાઓ વગેરે ખૂબ આવે છે, જાણે છે ભક્તિ કરતા-કરતા થાકી ગઈ છે. અડધોકલ્પ ખૂબ ધક્કા ખાધા છે ને? તો આ પગ દબાવવા નાં શબ્દ ને પકડી લીધો છે. હવે શ્રીકૃષ્ણ પગ કેવી રીતે દબાવશે? શોભશે? તમે શ્રીકૃષ્ણ ને પગ દબાવવા દેશો? કૃષ્ણ ને જોતાં જ તેમને ભેટી પડશે. તેમનાં માં તો ખૂબ ચમત્કાર (આકર્ષણ) રહે છે. શ્રીકૃષ્ણ નાં સિવાય બીજી કોઈ વાત બુદ્ધિ માં બેસતી જ નથી. એ જ સૌથી તેજોમય છે. શ્રીકૃષ્ણ બાળકે પછી મોરલી ચલાવી, વાત જ નથી જચતી (બંધબેસતી). અહીં તમે શિવબાબા ને કેવી રીતે મળશો? આપ બાળકોએ બોલવું પડે છે, શિવબાબા ને યાદ કરી પછી આમની પાસે આવો. આપ બાળકો ને તો અંદર ખુશી રહેવી જોઈએ આપણને શિવબાબા સુખી બનાવે છે - ૨૧ જન્મો માટે. આવાં બાપ ની પાછળ તો કુરબાન (ન્યોછાવર) થવું જોઈએ. કોઈ સપૂત બાળક હોય છે તો બાપ કુરબાન જાય છે. બાપ ની દરેક કામના (આશા) પૂરી કરે છે. કોઈ તો એવાં બાળકો હોય છે જે બાપ નું ખૂન પણ કરાવી દે છે. અહીં તો તમારે મોસ્ટ બિલ્વેડ (સૌથી પ્રિય) બનવાનું છે. કોઈને પણ દુઃખ નથી આપવાનું. જે રહેમદિલ બાળકો છે તેમને મન થાય છે અમે ગામડા-ગામડા માં જઈને સર્વિસ કરીએ. આજકાલ બિચારા ખૂબ દુઃખી છે. તેમને જઈને ખુશખબરી સંભળાવો કે વિશ્વ માં પવિત્રતા, સુખ, શાંતિ નું દૈવી સ્વરાજ્ય સ્થાપન થઈ રહ્યું છે, આ એ જ મહાભારત લડાઈ છે. બરોબર તે સમયે બાપ પણ હતાં. હમણાં પણ બાપ આવેલા છે. તમે જાણો છો બાબા આપણને પુરુષોત્તમ બનાવી રહ્યાં છે. આ છે જ પુરુષોત્તમ સંગમયુગ. આપ બાળકો જાણો છો-આપણે પુરુષોત્તમ કેવી રીતે બનીએ છીએ? તમને પૂછે છે તમારો ઉદ્દેશ શું છે? બોલો, મનુષ્ય થી દેવતા બનવાનો. દેવતાઓ તો પ્રસિદ્ધ છે. બાપ કહે છે જે દેવતાઓ નાં ભક્ત છે તેમને સમજાવો. ભક્તિ પણ પહેલાં-પહેલાં તમે શરુ કરી શિવ ની પછી દેવતાઓની. તો પહેલાં-પહેલાં શિવબાબા નાં ભક્તો ને સમજાવવાનું છે. બોલો શિવબાબા કહે છે મને યાદ કરો. શિવ ની પૂજા કરે છે પરંતુ આ થોડી બુદ્ધિ માં આવે છે કે પતિત-પાવન બાપ છે. ભક્તિ માર્ગ માં જુઓ ધક્કા કેટલાં ખાય છે? શિવલિંગ તો ઘર માં પણ રાખી શકાય છે. એમની પૂજા કરી શકાય છે પછી અમરનાથ, બદ્રીનાથ વગેરે તરફ જવાની શું જરુર છે? પરંતુ ભક્તિમાર્ગ માં મનુષ્યોએ ધક્કા જરુર ખાવાનાં છે. તમને એનાથી છોડાવે છે. તમે છો શિવશક્તિ, શિવ નાં બાળકો. તમે બાપ પાસે થી શક્તિ લો છો. તે પણ મળશે યાદ થી. વિકર્મ વિનાશ થશે. પતિત-પાવન તો બાપ છે ને? યાદ થી જ તમે વિકર્માજીત પાવન બનો છો. બધાને આ રસ્તો બતાવવાનો છે. તમે હમણાં રામ નાં બન્યાં છો. રામ રાજ્ય માં છે સુખ, રાવણ રાજ્ય માં છે દુઃખ. ભારત માં જ બધા નાં ચિત્ર છે, જેમની આટલી પૂજા થાય છે. અનેકાનેક મંદિર છે. કોઈ હનુમાન નાં પુજારી, કોઈ કોઈનાં! આને કહેવાય છે બ્લાઈન્ડફેથ (અંધવિશ્વાસ). હમણાં તમે જાણો છો આપણે પણ બ્લાઈન્ડ (અંધ) હતાં. આમને પણ ખબર નહોતી - બ્રહ્મા, વિષ્ણુ, શંકર કોણ છે, શું છે? જે પૂજ્ય હતાં તે ફરી પુજારી બન્યાં. સતયુગ માં છે પૂજ્ય, અહીં છે પુજારી. બાપ કેટલું સારી રીતે સમજાવે છે. તમે જાણો છો પૂજ્ય હોય છે જ સતયુગ માં. અહીં છે પુજારી તો પૂજા જ કરે છે. તમે છો શિવશક્તિઓ. હમણાં તમે નથી પુજારી, નથી પૂજ્ય. બાપ ને ભૂલી ન જાઓ. આ સાધારણ તન છે ને? આમનાં માં ઊંચા માં ઊંચા ભગવાન આવે છે. તમે બાપ ને પોતાની પાસે નિમંત્રણ આપો છો ને? બાબા આવો, અમે ખૂબ પતિત બની ગયા છીએ. જૂની પતિત દુનિયા, પતિત શરીર માં આવીને અમને પાવન બનાવો. બાળકો નિમંત્રણ આપે છે. અહીં તો કોઈ પાવન જ નથી. જરુર બધા પતિતો ને પાવન બનાવીને લઈ જશે ને? તો બધાએ શરીર છોડવું પડે ને? મનુષ્ય શરીર છોડે છે તો કેટલું હાય-દોષ મચાવે છે. તમે ખુશી થી જાઓ છો. હમણાં તમારો આત્મા રેસ (દોડ) કરે છે જોઈએ કોણ શિવબાબા ને વધારે યાદ કરે છે! શિવબાબા ની યાદ માં રહેતાં-રહેતાં જ શરીર છૂટી જાય તો અહો સૌભાગ્ય! બેડો જ પાર. બધા ને બાપ કહે છે એવો પુરુષાર્થો કરો. સંન્યાસી પણ કોઈ-કોઈ એવાં હોય છે. બ્રહ્મ માં લીન થવા માટે અભ્યાસ કરે છે. પછી અંત માં આમ બેઠાં-બેઠાં શરીર છોડી દે છે. સન્નાટો થઈ જાય છે.

સુખ નાં દિવસો ફરી આવશે. એનાં માટે જ તમે પુરુષાર્થ કરો છો બાબા અમે તમારી પાસે ચાલીએ. તમને જ યાદ કરતા-કરતા જ્યારે અમારો આત્મા પવિત્ર થઈ જશે તો તમે અમને સાથે લઈ જશો. પહેલાં જ્યારે કાશી કલવટ ખાતાં હતાં તો ખૂબ પ્રેમ થી ખાતાં હતાં, બસ, અમે મુક્ત થઈ જઈશું. એવું સમજતા હતાં. હમણાં તમે બાપ ને યાદ કરતા ચાલ્યાં જાઓ છો શાંતિધામ. તમે બાપ ને યાદ કરો છો તો આ યાદ નાં બળ થી પાપ કપાય છે, તેઓ સમજે છે અમારા પાપ પછી પાણી થી કપાઈ જશે. મુક્તિ મળી જશે. હવે બાપ સમજાવે છે તે કાંઈ યોગબળ નથી. પાપો ની સજા ખાતાં-ખાતાં પછી જઈને જન્મ લે છે, નવેસર થી પછી પાપો નું ખાતું શરુ થાય છે. કર્મ, અકર્મ, વિકર્મ ની ગતિ બાપ સમજાવે છે. રામ રાજ્ય માં કર્મ અકર્મ થાય છે, રાવણ રાજ્ય માં કર્મ વિકર્મ થઈ જાય છે. ત્યાં (રામ રાજ્ય માં) કોઈ વિકાર વગેરે હોતાં નથી.

મીઠાં-મીઠાં ફૂલ બાળકો જાણે છે બાપ આપણને બધી યુક્તિઓ, બધા રહસ્ય સમજાવે છે. મુખ્ય વાત આ છે કે બાપ ને યાદ કરો. પતિત-પાવન બાપ તમારી સામે બેઠાં છે, કેટલાં નિર્માણ છે. કોઈ અહંકાર નથી, બિલકુલ સાધારણ ચાલતાં રહે છે. બાપદાદા બંને જ બાળકો નાં સર્વન્ટ (સેવક) છે. તમારા બે સર્વન્ટ છે ઊંચા માં ઊંચા શિવબાબા પછી પ્રજાપિતા બ્રહ્મા. તે લોકો ત્રિમૂર્તિ બ્રહ્મા કહી દે છે. અર્થ થોડી જાણે છે? ત્રિમૂર્તિ બ્રહ્મા શું કરે છે? કાંઈ પણ ખબર નથી. અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સદા આ નિશ્ચય રહે કે આપણે ઈશ્વરીય સંતાન છીએ, આપણે શ્રેષ્ઠ મત પર ચાલવાનું છે. કોઈને પણ દુઃખ નથી આપવાનું. બધાને સુખ નો રસ્તો બતાવવાનો છે.

2. સપૂત બાળક બની બાપ પર કુરબાન જવાનું છે, બાપ ની દરેક કામના પૂરી કરવાની છે. જેમ બાપદાદા નિર્માણ અને નિરંહકારી છે, એમ બાપ સમાન બનવાનું છે.

વરદાન :-
સ્વ ઉન્નતિ દ્વારા સેવા માં ઉન્નતિ કરવા વાળા સાચાં સેવાધારી ભવ

સ્વ-ઉન્નતિ સેવા ની ઉન્નતિ નો વિશેષ આધાર છે. સ્વ-ઉન્નતિ ઓછી છે તો સેવા પણ ઓછી છે. ફક્ત કોઈને મુખ થી પરિચય આપવો જ સેવા નથી પરંતુ દરેક કર્મ દ્વારા શ્રેષ્ઠ કર્મ ની પ્રેરણા આપવી આ પણ સેવા છે. જે મન્સા-વાચા-કર્મણા સદા સેવા માં તત્પર રહે છે એમને સેવા દ્વારા શ્રેષ્ઠ ભાગ્ય નો અનુભવ થાય છે. જેટલી સેવા કરે એટલાં સ્વયં પણ આગળ વધે છે. પોતાનાં શ્રેષ્ઠ કર્મ દ્વારા સેવા કરવા વાળા સદા પ્રત્યક્ષ ફળ પ્રાપ્ત કરતા રહે છે.

સ્લોગન :-
સમીપ આવવા માટે વિચારવાનું, બોલવાનું અને કરવાનું સમાન બનાવો.

અવ્યક્ત ઈશારા - આત્મિક સ્થિતિ માં રહેવાનો અભ્યાસ કરો , અંતર્મુખી બનો .

એકાગ્રતા નો આધાર અંતર્મુખતા છે. અંતર્મુખતા માં રહેવાથી સૂક્ષ્મ શક્તિ ની લીલાઓ અનુભવ કરશો. આત્મિક સ્થિતિ માં રહી આત્માઓ નું આહવાન કરવું, આત્માઓ સાથે રુહ-રુહાન કરવું, આત્માઓ નાં સંસ્કાર-સ્વભાવ નું પરિવર્તન કરવું, આત્માઓ નો બાપ સાથે સંબંધ જોડાવવો, એવી રુહાની લીલા નો અનુભવ થશે.