10-06-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો -
શિવબાબા અને બ્રહ્મા બાબા બંને ની મત પ્રખ્યાત છે , તમારે બંને ની મત પર ચાલીને
પોતાનું કલ્યાણ કરવાનું છે”
પ્રશ્ન :-
નંબરવન ટ્રસ્ટી કોણ
છે અને કેવી રીતે?
ઉત્તર :-
શિવબાબા છે નંબરવન ટ્રસ્ટી, એમનામાં બિલકુલ આસક્તિ નથી. ભક્તિમાર્ગ માં પણ તમે એમનાં
અર્થ જે પણ દાન-પુણ્ય વગેરે કરો છો, તે બધું ઇન્શ્યોર થઈ જાય છે, જેનું ફળ બીજા
જન્મ માં મળે છે. હમણાં પણ જે બાપ નાં અર્થ પોતાનું સર્વસ્વ ઇન્શ્યોર કરે એનું પૂરું
રિટર્ન (વળતર) બાપ આપે છે કારણકે બાબા કહે છે - હું પોતે તો સુખ ભોગવતો નથી. હું
તમારું લઇને શું કરીશ!
ગીત :-
દર પર આયે હૈં
કસમ લેકે…
ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં
સિકીલધા બાળકોએ ગીત સાંભળ્યું. બાળકો એને કહેવાય છે જે બાપ નાં બને છે. બાપે
સમજાવ્યું છે આ છે અંતિમ મરજીવો જન્મ. જીવતે જીવ બાપ નાં બનવાનું છે. આ તો બાળકો
જાણે છે, શ્રીમત ગવાયેલી છે. શ્રીમત ભગવાનુવાચ. ગીતા માં શ્રીકૃષ્ણનું નામ નાખી દીધું
છે, પરંતુ છે શિવબાબા. એમનાં પછી બ્રહ્મા પછી શ્રીકૃષ્ણ. શ્રીમત શ્રીકૃષ્ણ ની નહીં
કહેવાશે. શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ આપણાં બાપ છે. પતિત-પાવન શ્રીકૃષ્ણ અથવા રાધે વગેરે ને
નહીં કહેશે. તે દૈવી ગુણવાળા મનુષ્ય છે. મનુષ્ય ને પતિત-પાવન નથી કહેવાતું. સતયુગ
માં એવું નહીં કહેશે પતિત-પાવન આવો. પતિતો ને પાવન બનાવવા વાળા એક જ બાપ છે, જેમની
શ્રીમત પર તમે ચાલી રહ્યાં છો. પ્રજાપિતા બ્રહ્મા ની મત પ્રખ્યાત છે. શ્રીમત પણ
પ્રખ્યાત છે. શિવબાબા આવીને તમને પોતાનાં બનાવે છે. કહે છે, માથું હથેળી પર રાખી
બાપ નાં બન્યાં છે. એમનાં ડાયરેક્શન પર ચાલવું પડે. તમારે બાપ ને પોતાની મત આપવાની
દરકાર નથી રહેતી. તે પોતે મત આપવા વાળા છે. આ તો બધાં બાળકો છે. શિવબાબા નામીગ્રામી
છે. તે જે મત આપશે, જે કંઈ કરશે સત્ય. આ બ્રહ્માને પણ મત આપે છે કે આ કરો. તમારો
સંબંધ જ શિવબાબા થી છે. કોઈનાં પણ અવગુણ નથી જોવાનાં, શ્રીમત પર ચાલવાનું છે.
શિવબાબા તો છે નિરાકાર. એમનું આ ઘર તો નથી. તમે અહીં જૂનાં ઘર માં રહો છો પછી
સ્વર્ગ માં જઈને પોતાનાં ઘર માં રહેશો. શિવબાબા કહે છે હું તો નહીં રહીશ. હું તો આ
સમયે થોડા સમય નાં માટે આવું છું.
તમે છો સાચાં-સાચાં
રુહાની સૈલવેશન આર્મી (મુક્તિ સેના). સુપ્રીમ રુહ (સર્વોચ્ચ આત્મા) ડાયરેક્શન આપી
રહ્યાં છે, હૂબહૂ ડ્રામા પ્લાન અનુસાર કલ્પ પહેલાં ની જેમ. કલ્પ-કલ્પ જે ડાયરેક્શન
આપ્યું હશે તે જ આપે છે. રાત-દિવસ ગુહ્ય સંભળાવતા રહે છે. નવું કોઈ આ સમજી ન શકે.
ભલે કોઈ ૩૫-૪૦ વર્ષ થી રહે છે પરંતુ ઘણાં છે જે આ ગંભીર વાતો ને સમજતાં નથી. બાબા
તો રોજ નવું સંભળાવતાં રહે છે. કરાચી થી લઈને મોરલી નીકળતી આવી છે. પહેલાં બાબા
મોરલી ચલાવતા નહોતાં. રાત્રે ૨ વાગે ઉઠીને ૧૦-૧૫ પાના લખતાં હતાં. બાબા લખાવતા હતાં
પછી એની કોપીઓ નીકળતી હતી. ભક્તિમાર્ગ માં તો શાસ્ત્ર વગેરે નાં કાગળો સંભાળે છે.
દિવસ-પ્રતિ-દિવસ મોટી-મોટી પુસ્તકો બનાવતાં આવે છે. કેટલી બાયોગ્રાફી (જીવન કહાની)
બનાવતાં જાય છે. તે પછી વાંચીને રાખે છે. તમે તો મોરલી વાંચીને ફેંકી દો છો. નહીં
તો આ વર્શંસ (વાક્યો) રાખવા જોઈએ હમેશાં માટે. પરંતુ ના, જાણો છો કે આ બધું વિનાશ
થઇ જશે. ચિત્ર વગેરે જે પણ તમે બનાવો છો થોડા સમય માટે છે. પછી આ દબાઈ જશે ફરી ત્યાં
ન શાસ્ત્ર, ન ચિત્ર વગેરે કંઈ પણ નથી રહેતું પછી આ જે કંઈ ચાલી રહ્યું છે, કલ્પ પછી
પણ થશે. શાસ્ત્ર વગેરે પછી દ્વાપર થી શરું થશે. ગ્રંથ પણ પહેલાં તો હાથે થી લખેલા
બહુજ નાનાં હતાં. હવે મોટાં બનાવ્યાં છે. દિવસ-પ્રતિ-દિવસ મોટાં બનાવતાં જશે. નહીં
તો શિવબાબા ની જીવન કહાની કેટલી લખવી જોઈએ. હમણાં આપ બાળકો કહો છો - પરમપિતા
પરમાત્મા ની જીવન કહાની અમે જાણીએ છીએ. બાપ બેસી સમજાવે છે - હું ભક્તિમાર્ગ માં
શું કરું છું. ભક્તિમાર્ગ માં પણ ઇન્શ્યોર કરું છું. ઈશ્વર અર્થ મનુષ્ય દાન-પુણ્ય
કરે છે ને! કહે છે આમણે દાન-પુણ્ય કર્યું છે ઈશ્વર અર્થ. ઈશ્વરે મોટા ઘર માં જન્મ
આપ્યો છે. ભક્તિમાર્ગ માં ધર્માત્મા બહુજ હોય છે. ઈશ્વર અર્થ, શ્રીકૃષ્ણ અર્થ
દાન-પુણ્ય કરે છે. તો પછી બાપ સમજાવે છે - હું બાળકોને બીજા જન્મ માં અલ્પકાળ માટે
ફળ આપતો આવ્યો છું. સારું કે ખરાબ ફળ મળે તો છે ને. કેટલો ઇન્શ્યોરન્સ થયો. જે જેવાં
કર્મ કરે છે, એનાં અનુસાર ફળ મળે છે. માયા ઉલ્ટા કામ કરાવે છે, જેનાથી તમે દુઃખ ને
પામો છો. હવે હું તમને એવાં કર્મ શીખવાડું છું જે ક્યારેય દુઃખ નહીં થશે અને માયા
પણ ત્યાં નથી હોતી. બાકી છે પદ, જે જેટલું ઇન્શ્યોર કરે. શિવબાબા પણ ટ્રસ્ટી છે ને!
નંબરવન ટ્રસ્ટી છે. બીજા ની આસક્તિ જશે, કોઈ ટ્રસ્ટી તો કોઈનું ખાવાનું જ ખરાબ કરી
દે છે. બાપ તો જુઓ કેવાં ટ્રસ્ટી છે, કહે છે આ સર્વસ્વ બાળકો માટે છે. તમારો બધો
સંબંધ શિવબાબા થી છે. બાપ કહે છે હું સાચો ટ્રસ્ટી છું. હું પોતે સુખ નથી લેતો,
બાળકોને આખી રાજધાની આપું છું. લૌકિક બાપ પણ બાળકો ને સર્વસ્વ વારસા માં આપી જાય
છે. હું તો સ્વર્ગ માં કંઈ પણ લેતો નથી. તમને જ બધું આપું છું. તો તમારો સંબંધ બધો
શિવબાબા થી છે. આ બાબા કહે છે મેં પણ પૂરું ઇન્શ્યોર કરી લીધું. તન-મન-ધન બધું બાપ
ની સેવા માં છે. સિંધી માં એક કહેવત છે - હાથ જેનો એવો (દાતા રુપ માં) પહેલાં પૂર
તે પહોંચશે. બાપે બધું ઇન્શ્યોર કરવાનું છે. બે મુઠ્ઠી ચોખા આપ્યાં તો મહેલ મળી ગયો.
હમણાં જુઓ મકાન બન્યાં છે, કોઈએ એક રુપિયો મોકલ્યો, અમારી ઈંટ પણ લાગી જાય. બાપે
લખ્યું તમને તો સૌથી સારા મહેલ મળશે કારણ કે તમે ગરીબ છો. હું છું જ ગરીબ નિવાઝ.
ગરીબ નો એક રુપિયો તો સાહૂકાર નાં ૧૦ હજાર. બંને ને એક જ પદ મળી જાય છે. સાહૂકાર
ખુબ મુશ્કેલ આવે છે. કન્યાઓ તો બિલકુલ સૌથી ફ્રી છે. નંબરવન જુઓ મમ્મા ગઈ. એમની પાસે
તો કંઈ પણ નહોતું. ગરીબ નાં ઘર ની હતી તો પણ નંબરવન ચાલી ગઈ. આમણે સર્વસ્વ આપ્યું
તો પણ પહેલાં લક્ષ્મી પછી નારાયણ. કેટલો અદ્દભુત ખેલ છે. તો ક્યારેય કોઈ વાત માં
સંશય ન થવો જોઈએ. બાપદાદા કોઈ ઓછા થોડી છે! જરા પણ સંશય આમાં ન લાવવો જોઈએ. બહુ જ
મીઠાં પણ બનવાનું છે. કદમ-કદમ પર શ્રીમત લેવાની છે. નહીં તો માયા બહુજ નુકસાન કરાવી
દે છે. બાળકોને કેટલાં ડાયરેક્શન આપવાં પડે છે. બાબા કહે છે - પૂરાં સમાચાર લખો.
બાબા દરેક પ્રકારની સંભાળ કરશે. બાબા ને બહુજ ખ્યાલ રહે છે. ક્યાં આ બાળક ચઢી જાય!
ભણતર પર પૂરું ધ્યાન જોઈએ. આપણે છીએ મોસ્ટ બિલોવેડ ગોડફાધરલી સ્ટુડન્ટ (સૌથી પ્રિય
ઈશ્વરીય સંતાન). ભગવાનુવાચ પણ લખેલું છે પરંતુ કૃષ્ણ નું નામ નાખી દીધું છે. કૃષ્ણ
પણ બધાં મનુષ્યો થી ઉંચે થી ઊંચા થયાં ને! ફર્સ્ટ પ્રિન્સ (પ્રથમ રાજકુમાર) છે.
શ્રીકૃષ્ણ નું નામ આપે છે, શ્રીનારાયણ નું કેમ નહીં! શ્રીકૃષ્ણ છે બાળક. નાનપણ થી
બાળક સતોપ્રધાન હોય છે. પછી બાળપણ થી યુવા પછી વૃદ્ધાવસ્થા આવે છે. બાળકો ની જ મહિમા
કરે છે કારણ કે પવિત્ર છે ને! બાળક બ્રહ્મજ્ઞાની સમાન કહેવાય છે. બાળક થી કોઈ પાપ
નથી થતાં. તો શ્રીકૃષ્ણ પણ નાનાં બાળક હોવાનાં કારણે એમનો જન્મ દિવસ મનાવે છે. તો
પણ શ્રીકૃષ્ણ ને દ્વાપર માં દેખાડી દીધાં છે. આ બધું બાપ બેસી સમજાવે છે. સિવાય આપ
બ્રાહ્મણોનાં દુનિયામાં એવું કોઈ નહીં હશે જેને આ બધી વાતો ખબર હોય. બ્રાહ્મણ છે
ઉત્તમ. તમે બ્રાહ્મણ છો ઈશ્વરીય સંતાન. સતયુગ માં ઈશ્વરીય સંતાન નહીં કહેશે. ઈશ્વર
થી જરુર સ્વર્ગ ની પ્રાપ્તિ થશે. આ છે તમારું અતિ દુર્લભ અમૂલ્ય જીવન. બધાનું તો થઈ
નથી શકતું. આ ડ્રામા એવો બનેલો છે. કલ્પ પહેલાં જે ભણ્યા, તે ભણી રહ્યાં છે. ભગવાને
જરુર ભગવાન-ભગવતી બનાવ્યાં હશે. પરંતુ ભગવાન-ભગવતી કહી ન શકાય. ભગવાન એક જ છે.
નિરાકાર ની મહિમા છે. સાકાર ની થોડી મહિમા હોય છે! આ લક્ષ્મી-નારાયણ ને નિરાકારે એવાં
બનાવ્યાં. હમણાં રાજયોગ શીખી રહ્યાં છે. રાજાઈ સ્થાપન થઈ, તો આ સમયે વિનાશ પણ થયો.
બાબા જરુર સ્વર્ગ નો વારસો આપશે. હમણાં તો છે સંગમ ની વાત. શિવબાબા આવે છે, ત્યારે
ખેલ પૂરો થાય છે, પછી શ્રીકૃષ્ણ નો જન્મ થાય છે. મનુષ્ય તો બિચારા મૂંઝાઈ ગયાં છે,
ત્યારે તો બાપ આવીને સમજાવે છે. પરમપિતા પરમાત્મા બ્રહ્મા દ્વારા બધાં શાસ્ત્રો નો
સાર બતાવે છે. હમણાં તમે જેમ માસ્ટર નોલેજફુલ થઇ ગયાં છો. આત્માની જ મહિમા છે.
જ્ઞાન નાં સાગર, આનંદ નાં સાગર, બ્લિસફુલ, આ બાપ ની મહિમા છે. બાપ કહે છે - આ ભારત
તો સૌથી મોટું તીર્થસ્થાન છે. પરંતુ શ્રીકૃષ્ણનું નામ નાખવાથી બધી મહિમા ગુમ કરી
દીધી છે. નહીં તો બધાં શિવ નાં મંદિર માં ફૂલ ચઢાવત, સર્વ નાં સદ્દગતિ દાતા એ એક
છે. અડધોકલ્પ તમે પ્રારબ્ધ ભોગવી પછી નીચે આવો છો. બધાને તમોપ્રધાન બનવાનું જ છે.
હમણાં બાપ કહે છે - આપ બાળકો માટે નવી દુનિયા સ્થાપન કરી રહ્યો છું. એમાં હું નથી
આવતો, બધું જ આપ બાળકો માટે છે. સરળ વાત છે. મનુષ્ય પોતાનાં માટે કરે છે પછી કહે છે
કે અમે નિષ્કામ કરીએ છીએ. પરંતુ નિષ્કામ તો કોઈ કરી ન શકે. દરેક વસ્તુ નું ફળ જરુર
મળે છે. હું તો આપ બાળકોને અવિનાશી જ્ઞાન-રત્ન આપું છું. તમારા માટે જ વૈકુંઠ લાવ્યો
છું. બાળકોને સોવરન્ટી નો સોવિનીયર (સોગાત) આપું છું. તો તે લેવા માટે એવાં લાયક
બનવું જોઈએ. સ્વર્ગ નાં માલિક બનવાનું છે. હથેળી પર બહિશ્ત મળે છે. સેકન્ડ માં
જીવનમુક્તિ અથવા સેકન્ડ માં બાદશાહી. દિવ્યદૃષ્ટિ દાતા શિવબાબા છે. સેકન્ડ માં
વૈકુંઠ માં લઈ જાય છે, આ બાબા નાં હાથ માં તો કોઈ પણ ચાવી નથી. બાપ કહે છે હું આપ
બાળકોને રાજાઈ આપું છું. હું નથી કરતો. પછી જ્યારે તમે ભક્તિમાર્ગ માં જશો ત્યારે
તમને દિવ્ય દૃષ્ટિ થી ખુશ કરવા પડશે. કેટલું સારી રીતે સમજાવે છે. આવાં બાબા
કલ્પ-કલ્પ, કલ્પ નાં સંગમયુગે એક જ વાર આવે છે. બની બનેલ બની રહી હવે કંઈ બનવાનું
નથી… જે કંઈ થાય છે, ડ્રામા માં નોંધ છે. એને સાક્ષી થઈ જુઓ. બાબા બહુજ સારી રીતે
સમજાવે છે. બાળકો હું તમારો ઇન્શ્યોરન્સ મેગનેટ છું. તમારી એક પાઈ પણ નથી ગુમાવતો.
કોડી થી તમને હીરાતુલ્ય બનાવું છું. આ બધું શિવબાબા કરે છે આમનાં દ્વારા, કરન
કરાવનહાર છે. નિરાકારી, નિરહંકારી એ છે. ગોડફાધર કેવી રીતે બેસી ભણાવે છે. એવું નથી
કહેતાં ચરણો માં પડો. બાપ આજ્ઞાકારી સેવક છે. બાપ કહે છે-જેમને માલિક બનાવ્યાં, તે
સુખ ભોગવી-ભોગવી ને હવે દુઃખી થયાં છે. સુખ પણ ખુબ જ મળે છે. આટલું સુખ કોઈ ધર્મ ને
નથી મળતું. એવું ન કહી શકે કે ભારતવાસીઓ ને કેમ, બીજાઓએ શું કર્યું? અરે, આટલાં
અનેક મનુષ્ય છે, બધાં તો ન આવી શકે. આ ડ્રામા બનેલો છે. ભારતમાં જ આદિ સનાતન
દેવી-દેવતા ધર્મ હતો. ભગવાને આવીને સહજ રાજયોગ શીખવાડ્યો હતો. બાપ કહે છે - હું ફરી
થી આવેલો છું. તમે પણ જાણો છો ૮૪ જન્મો નો પાર્ટ ભજવ્યો હવે ફરીથી આપણે ઘરે જઈએ છીએ.
આ ખુબ જુનું શરીર થઈ ગયું છે (સાપ નું દૃષ્ટાંત). સંન્યાસી લોકો પછી કહે છે આત્મા
સો પરમાત્મા માં લીન થઈ જાય છે. એવી અવસ્થા માં રહેતાં-રહેતાં પછી શરીર છોડી દે છે.
પરંતુ બ્રહ્મ માં લીન તો કોઈ થતું નથી. એમાં પણ કોઈ-કોઈ બહુ જ આગળ હોય છે. શાંતિ
માં બેસીને શરીર છોડી ચાલ્યાં જાય છે તો એમનાં વાયુમંડળ માં ૨-૩ દિવસ સુધી સન્નાટો
થઈ જાય છે. તો તમે જાણો છો કે આ જૂનું શરીર છોડી બાબા ની પાસે જાય છે. બ્રહ્મ તો
બાબા નથી, આ તે બિચારાઓનો ભ્રમ છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આ ડ્રામા
નાં દરેક દૃશ્ય સાક્ષી થઈને જોવાનાં છે કારણકે બની બનેલ બની રહી છે. ક્યારેય કોઈ
વાત માં સંશય નહીં ઉઠાવતાં.
2. બાપ ઇન્શ્યોરન્સ
મેગનેટ છે, એટલે તન-મન-ધન બાપ ની સેવા માં સફળ કરી પોતાનું ભવિષ્ય બનાવવાનું છે.
બાપ થી પૂરે-પૂરો સંબંધ રાખવાનો છે. પૂરા સમાચાર આપવાનાં છે.
વરદાન :-
મરજીવા સ્થિતિ
દ્વારા હિંમત અને હુલ્લાસ ની અવિનાશી સ્ટેમ્પ લગાવવા વાળા પ્રાપ્તિ સંપન્ન ભવ
જે પ્રાપ્તિઓથી
સંપન્ન હોય છે એમનાં દરેક ચલન, નૈન-ચૈન થી ઉમંગ-ઉત્સાહ દેખાઈ આવે છે. પરંતુ હિંમત
અને હુલ્લાસ ની અવિનાશી સ્ટેમ્પ લગાવવા માટે પોતાનાં પાસ્ટ ને અથવા ઈશ્વરીય
મર્યાદાઓનાં વિપરીત જે સંસ્કાર, સ્વભાવ, સંકલ્પ અથવા કર્મ હોય છે એનાથી મરજીવા બનો.
પ્રતિજ્ઞા રુપી સ્વીચ ને સેટ કરી પ્રેક્ટિકલ માં પ્રતિજ્ઞા પ્રમાણ ચાલતા રહો. હિંમત
ની સાથે હુલ્લાસ હોય તો પ્રાપ્તિ ની ઝલક દૂર થી જ દેખાશે.
સ્લોગન :-
મેળા (મનોરંજન)
અથવા જમેલા (ઝંજટ) માં ડબલ લાઈટ રહેવા વાળા ધારણા મૂર્ત છે.
અવ્યક્ત ઇશારા - સદા
હર્ષિત રહેવા માટે પોતાની નેચર ને સરળ બનાવો , સહનશીલ બનો .
તમારા દરેક સંકલ્પ,
દરેક બોલ માં વિશેષતા હોય. સદા સરળ સ્વભાવ, સરળ બોલ, સરળતા સંપન્ન કર્મ હોય, એવાં
સરળ સ્વરુપ રહો. સદા એક ની મત પર, એક થી સર્વ સંબંધ, એક થી સર્વ પ્રાપ્તિ, એવી રીતે
એક દ્વારા સદા એકરસ રહેવાનાં સહજ અભ્યાસી રહો. સદા ખુશ રહો ખુશી નો ખજાનો વહેંચો.
ખુશી ની લહેર સર્વ માં ફેલાવો, આ જ સાચી સેવા છે.