10-07-2024
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - હવે
સતોપ્રધાન બની ઘરે જવાનું છે એટલે પોતાને આત્મા સમજી નિરંતર બાપ ને યાદ કરવાનો
અભ્યાસ કરો , ઉન્નતિ નો સદા વિચાર રાખો”
પ્રશ્ન :-
ભણતર માં દિવસે-દિવસે આગળ વધી રહ્યા છો કે પાછળ જઈ રહ્યા છો, એની નિશાની શું છે?
ઉત્તર :-
ભણતર માં જો આગળ વધી રહ્યા છો તો હલકાપણા નો અનુભવ થશે. બુદ્ધિ માં રહેશે આ શરીર તો
છી-છી છે, આને છોડવાનું છે, આપણે તો હવે ઘરે જવાનું છે. દૈવીગુણ ધારણ કરતા જશો. જો
પાછળ જઈ રહ્યા છો તો ચલન થી આસુરી ગુણ દેખાશે. ચાલતાં-ફરતાં બાપ ની યાદ નહીં રહે.
તે ફૂલ બની બધાને સુખ નહીં આપી શકે. એવાં બાળકો ને આગળ ચાલી સાક્ષાત્કાર થશે પછી
ખૂબ સજાઓ ખાવી પડશે.
ઓમ શાંતિ!
બુદ્ધિમાં આ
વિચાર રહે કે અમે સતોપ્રધાન આવ્યા હતાં. રુહાની બાપ રુહાની બાળકોને સમજાવે છે અહીં
બધાં બેઠાં છે, કોઈ તો દેહ-અભિમાની છે અને કોઈ દેહી-અભિમાની હશે. કોઈ સેકન્ડમાં
દેહ-અભિમાની અને સેકન્ડ માં દેહી-અભિમાની થતા રહેશે. એવું તો કોઈ કહી ન શકે કે અમે
આખો સમય દેહી-અભિમાની થઈને બેઠાં (રહીએ) છીએ. ના, બાપ સમજાવે છે કોઈ સમયે
દેહી-અભિમાની, કોઈ સમયે દેહ-અભિમાન માં હશે. હવે બાળકો આ તો જાણે છે આપણે આત્મા આ
શરીર ને છોડીને જઈશું પોતાનાં ઘરે. ખૂબ ખુશી થી જવાનું છે. આખો દિવસ ચિંતન જ આ કરીએ
છીએ-આપણે શાંતિધામ માં જઈએ કારણ કે બાપે રસ્તો તો બતાવ્યો છે. બીજા લોકો ક્યારેય આ
વિચાર થી નહીં બેસતા હશે. આ શિક્ષા કોઈને મળતી જ નથી. વિચાર પણ નહીં થશે. તમે સમજો
છો આ દુઃખધામ છે. હવે બાપે સુખધામ માં જવાનો રસ્તો બતાવ્યો છે. જેટલાં બાપને યાદ
કરશો એટલા સંપૂર્ણ બની યથા યોગ્ય શાંતિધામ માં જશો, એને જ મુક્તિ કહેવાય છે, જેના
માટે જ મનુષ્ય ગુરુ કરે છે. પરંતુ મનુષ્યો ને બિલકુલ ખબર નથી કે મુક્તિ-જીવન મુક્તિ
વસ્તુ શું છે? કારણ કે આ છે નવી વાત. તમે બાળકો જ સમજો છો હવે આપણે ઘરે જવાનું છે.
બાપ કહે છે યાદ ની યાત્રા થી પવિત્ર બનો. તમે પહેલાં-પહેલાં જ્યારે આવ્યા
શ્રેષ્ઠાચારી દુનિયામાં તો સતોપ્રધાન હતાં. આત્મા સતોપ્રધાન હતો. કોઈની સાથે
કનેક્શન પણ પછી થી થશે. જ્યારે ગર્ભ માં જશો ત્યારે સંબંધ માં આવશો. તમે જાણો છો હવે
આ આપણો અંતિમ જન્મ છે. આપણે પાછા ઘરે જવાનું છે. પવિત્ર બન્યા વગર આપણે જઈ નહીં
શકીશું. એવી-એવી અંદર વાતો કરવી જોઈએ કારણ કે બાપ નું ફરમાન છે ઉઠતાં-બેસતાં,
ચાલતાં-ફરતાં બુદ્ધિમાં આ જ વિચાર રહે કે આપણે સતોપ્રધાન આવ્યા હતાં, હવે સતોપ્રધાન
બનીને ઘરે જવાનું છે. સતોપ્રધાન બનવાનું છે બાપ ની યાદ થી કારણ કે બાપ જ પતિત-પાવન
છે. આપણને બાળકોને યુક્તિ બતાવે છે કે તમે આવી રીતે પાવન થઈ શકશો. આખી સૃષ્ટિનાં
આદિ-મધ્ય-અંત ને તો બાપ જ જાણે છે બીજી કોઈ ઓથોરિટી નથી. બાપ જ મનુષ્ય સૃષ્ટિ નું
બીજ રુપ છે. ભક્તિ ક્યાં સુધી ચાલે છે, આ પણ બાપે સમજાવ્યું છે. આટલો સમય જ્ઞાન
માર્ગ, આટલો સમય ભક્તિ. આ બધું જ્ઞાન અંદર ટપકવું જોઈએ. જેવી રીતે બાપ નાં આત્મા
માં જ્ઞાન છે, તમારા આત્મા માં પણ જ્ઞાન છે. શરીર દ્વારા સાંભળે અને સંભળાવે છે.
શરીર વગર તો આત્મા બોલી ન શકે, એમાં પ્રેરણા કે આકાશવાણી ની વાત હોતી નથી.
ભગવાનુવાચ છે તો જરુર મુખ જોઈએ, રથ જોઈએ. ગધેડા-ઘોડા નો રથ તો ન જોઈએ. તમે પણ પહેલાં
સમજતા હતાં કળિયુગ હજી ૪૦ હજાર વર્ષ વધારે ચાલવાનો છે. અજ્ઞાન નિદ્રા માં સૂતેલા
પડ્યા હતાં, હવે બાબાએ જગાડ્યા છે. તમે પણ અજ્ઞાન માં હતાં. હવે જ્ઞાન મળ્યું છે.
અજ્ઞાન કહેવાય છે ભક્તિ ને.
હમણાં આપ બાળકોએ આ
વિચાર કરવાનો છે કે અમે પોતાની ઉન્નતિ કેવી રીતે કરીએ? ઊંચ પદ કેવી રીતે મેળવીએ?
પોતાનાં ઘરે જઈને પછી નવી રાજધાની માં આવીને ઊંચ પદ મેળવીએ. એનાં માટે છે યાદની
યાત્રા. પોતાને આત્મા તો જરુર સમજવાનું છે. આપણા સર્વ આત્માઓનાં બાપ પરમાત્મા છે. આ
તો બિલકુલ સિમ્પલ છે. પરંતુ મનુષ્ય આટલી વાત પણ નથી સમજતાં. તમે સમજાવી શકો છો કે આ
છે રાવણ રાજ્ય, એટલે તમારી બુદ્ધિ ભ્રષ્ટાચારી બની ગઈ છે મનુષ્ય સમજે છે જે વિકાર
માં નથી જતા તે પાવન છે જેવી રીતે સંન્યાસી છે. બાપ કહે છે તે તો અલ્પકાળ માટે પાવન
બને છે. દુનિયા તો પણ પતિત છે ને? પાવન દુનિયા છે જ સતયુગ. પતિત દુનિયામાં સતયુગ
જેવા પાવન કોઈ હોઈ નથી શકતાં. ત્યાં તો રાવણ રાજય જ નથી, વિકારની વાત જ નથી. તો
ચક્ર લગાવતા હરતાં-ફરતાં બુદ્ધિમાં આ ચિંતન રહેવું જોઈએ. બાબા માં આ જ્ઞાન છે ને?
જ્ઞાન સાગર છે તો જરુર જ્ઞાન ટપકતું હશે. તમે પણ જ્ઞાન સાગર થી નીકળેલી નદીઓ છો. એ
તો એવર સાગર જ છે, તમે એવર સાગર નથી. તમે બાળકો સમજો છો આપણે તો બધાં ભાઈ-ભાઈ છીએ.
આપ બાળકો ભણો છો, હકીકત માં નદીઓ વગેરેની વાત નથી. નદી કહેવાથી ગંગા, જમના વગેરે કહી
દે છે. તમે હમણાં બેહદમાં ઉભાં છો. આપણે બધાં આત્માઓ એક બાપ નાં બાળકો ભાઈ-ભાઈ છીએ.
હવે આપણે પાછા ઘરે જવાનું છે. જ્યાંથી આવીને શરીર રુપી તખ્ત પર વિરાજમાન થઈએ છીએ.
ખૂબ નાનો આત્મા છે, સાક્ષાત્કાર થવાથી સમજી ન શકે. આત્મા નીકળે છે તો ક્યારેક કહે
છે માથા થી નીકળ્યો, આંખો થી, મોઢે થી નીકળ્યો…. મોઢું ખુલી જાય છે. આત્મા શરીર છોડી
ચાલ્યો જાય છે તો શરીર જડ થઈ જાય છે. આ જ્ઞાન છે. સ્ટુડન્ટ ની બુદ્ધિમાં આખો દિવસ
ભણતર રહે છે. તમારા પણ આખો દિવસ ભણતર નાં વિચાર ચાલવા જોઈએ. સારા-સારા સ્ટુડન્ટ નાં
હાથ માં સદૈવ કોઈ ને કોઈ પુસ્તક રહે છે. વાંચતા રહે છે.
બાપ કહે છે તમારો આ
અંતિમ જન્મ છે, આખું ચક્ર લગાવીને અંત માં આવ્યા છો તો બુદ્ધિમાં આ જ સિમરણ (યાદ)
રહેવું જોઈએ. ધારણા કરી બીજાઓને સમજાવવું જોઈએ. કોઈને તો ધારણા થતી જ નથી. સ્કૂલ
માં પણ નંબરવાર સ્ટુડન્ટ હોય છે. વિષય પણ ઘણાં હોય છે. અહીં તો વિષય એક જ છે. દેવતા
બનવાનું છે, આ ભણતર નું ચિંતન ચાલતું રહે. એવું નહીં, ભણતર ભુલાઈ જાય બાકી બીજા-બીજા
વિચાર ચાલતા રહે. ધંધાવાળા હશે, પોતાનાં ધંધા નાં જ વિચારો માં લાગ્યા રહેશે.
સ્ટુડન્ટ ભણવામાં જ લાગ્યા રહેશે. આપ બાળકોએ પણ પોતાનાં ભણતર માં રહેવાનું છે.
કાલે એક નિમંત્રણ
પત્ર આવ્યો હતો ઈન્ટરનેશનલ યોગ કોન્ફરન્સ નો. તમે એમને લખી શકો છો તમારો તો આ છે
હઠયોગ. આનું મુખ્ય લક્ષ શું છે? એનાથી ફાયદો શું થાય છે? અમે તો રાજયોગ શીખી રહ્યા
છીએ. પરમપિતા પરમાત્મા જે જ્ઞાન-સાગર છે, એ રચયિતા અમને પોતાનું અને રચના નું જ્ઞાન
સંભળાવે છે. હવે આપણે પાછા ઘરે જવાનું છે. મનમનાભવ - આ છે અમારો મંત્ર. અમે બાપ ને
અને બાપ દ્વારા જે વારસો મળે છે, એને યાદ કરીએ છીએ. તમે આ હઠયોગ વગેરે કરતા આવ્યા
છો, એનું મુખ્ય લક્ષ શું છે? અમે અમારું તો બતાવ્યું કે અમે આ શીખી રહ્યા છીએ. તમારા
આ હઠયોગ થી શું મળે છે? એવો રિસ્પોન્સ નટશેલ માં (સાર માં) લખવાનો છે. એવા-એવા
નિમંત્રણ તો તમારી પાસે ખૂબ આવે છે. ઓલ ઈન્ડિયા રિલિજિયસ કોન્ફરન્સ નું તમને
નિમંત્રણ આવે અને તમને બોલે-તમારું મુખ્ય લક્ષ શું છે? તો બોલો અમે આ શીખી રહ્યા
છીએ. પોતાનું જરુર બતાવવું જોઈએ, શા માટે? આ રાજયોગ તમે શીખી રહ્યા છો. બોલો, અમે આ
ભણી રહ્યા છીએ. અમને ભણાવવા વાળા ભગવાન છે, આપણે બધાં ભાઈઓ છીએ. અમે પોતાને આત્મા
સમજીએ છીએ. બેહદનાં બાપ કહે છે પોતાને આત્મા સમજી મામેકમ્ યાદ કરો તો તમારા પાપ
કપાઈ જશે. એવું- એવું લખાણ ખૂબ સારી રીતે છપાવીને રાખી દો. પછી જ્યાં-ત્યાં
કોન્ફરન્સ વગેરે થાય ત્યાં મોકલી દો. કહેશે આ તો ખૂબ સારા કાયદા ની વાત શીખે છે. આ
રાજયોગ થી રાજાઓનાં રાજા વિશ્વનાં માલિક બને છે. દર ૫ હજાર વર્ષ પછી આપણે દેવતા
બનીએ છીએ પછી મનુષ્ય બનીએ છીએ. એવું-એવું વિચાર સાગર મંથન કરી ફર્સ્ટ ક્લાસ લખાણ
બનાવવું જોઈએ ઉદ્દેશ તમને પૂછી શકે છે. તો આ છપાવેલું રાખેલું હોય અમારું મુખ્ય
લક્ષ આ છે. એવું લખવાથી ટેમ્પટેશન થશે. એમાં કોઈ હઠયોગ અથવા શાસ્ત્રાર્થ કરવાની વાત
નથી. એમને શાસ્ત્રાર્થ નો પણ કેટલો અહંકાર રહે છે! તેઓ પોતાને શાસ્ત્રો ની ઓથોરિટી
સમજે છે. હકીકત માં તો તે પુજારી છે, ઓથોરિટી તો પૂજ્ય ને કહેવાશે. પુજારી ને શું
કહેવાશે? તો આ ક્લિયર કરી લખવું જોઈએ - અમે શું શીખીએ છીએ. બી.કે. નું નામ તો
પ્રસિદ્ધ થઈ ગયું છે.
યોગ તો બે પ્રકાર નાં
છે-એક છે હઠયોગ, બીજો છે સહજયોગ. તે તો કોઈ મનુષ્ય શીખવાડી ન શકે. રાજયોગ એક
પરમાત્મા જ શીખવાડે છે. બાકી આ અનેક પ્રકાર નાં યોગ છે મનુષ્ય મત પર. ત્યાં દેવતાઓને
તો કોઈ નાં મત ની જરુર નથી કારણ કે વારસો લીધેલો છે. તે છે દેવતાઓ અર્થાત્ દૈવી
ગુણવાળા, જેમનામાં એવાં ગુણ નથી એમને અસુર કહેવાય છે. દેવતાઓનું રાજ્ય હતું પછી તે
ક્યાં ગયું? ૮૪ જન્મ કેવી રીતે લીધાં? સીડી પર સમજાવવું જોઈએ. સીડી ખૂબ સારી છે. જે
તમારા દિલ માં છે તે આ સીડી માં છે. બધો આધાર ભણતર પર છે. ભણતર છે સોર્સ ઓફ ઇન્કમ.
આ છે સૌથી ઊંચું ભણતર. ધી બેસ્ટ. દુનિયા નથી જાણતી કે ધી બેસ્ટ કયું ભણતર છે? આ
ભણતર થી મનુષ્ય થી દેવતા ડબલ ક્રાઉન બની જાય છે. હમણાં તમે ડબલ સિરતાજ બનવાનો
પુરુષાર્થ કરી રહ્યા છો. ભણતર એક જ છે પછી કોઈ શું બને, કોઈ શું? વન્ડર છે, એક જ
ભણતર થી રાજધાની સ્થાપન થઈ જાય છે, રાજા પણ બને તો રંક પણ બને. બાકી ત્યાં દુઃખ ની
વાત હોતી નથી. પદ તો છે ને? અહીં અનેક પ્રકાર નાં દુઃખ છે. દુકાળ, બીમારીઓ, અનાજ
વગેરે નથી મળતું, પૂર આવતું રહે છે. ભલે લખપતિ, કરોડપતિ છે, જન્મ તો વિકારો થી જ
થાય છે ને? ધક્કા ખાધા, મચ્છરે કરડ્યું, આ બધાં દુઃખ છે ને? નામ જ છે રૌરવ નર્ક. તો
પણ કહેતા રહે છે ફલાણા સ્વર્ગ માં પધાર્યા. અરે, સ્વર્ગ તો આવવાનું છે પછી કોઈ
સ્વર્ગ ગયા કેવી રીતે? કોઈને પણ સમજાવવાનું તો ખૂબ જ સહજ છે. હવે બાબાએ નિબંધ આપ્યો
છે, લખવાનું બાળકોનું કામ છે. ધારણા હશે તો લખશે પણ. મુખ્ય વાત બાળકો ને સમજાવે છે
પોતાને આત્મા સમજો, હવે પાછા જવાનું છે. આપણે સતોપ્રધાન હતાં તો ખુશી નો પારાવાર
નહોતો. હમણાં તમોપ્રધાન બન્યા છીએ. કેટલું સહજ છે? પોઈન્ટસ તો બાબા ખૂબ સંભળાવતા રહે
છે તો સારી રીતે બેસી સમજાવવાનું છે. નથી માનતા તો સમજાય છે આ આપણા કુળ નાં નથી.
ભણતર માં દિવસે-દિવસે આગળ વધવાનું છે. પાછળ થોડી હટવાનું છે? દૈવીગુણો ની બદલે આસુરી
ગુણ ધારણ કરવા - આ તો પાછળ હટવું થયું ને? બાપ કહે છે વિકારો ને છોડતા રહો, દૈવી
ગુણ ધારણ કરો. ખૂબ હળવા રહેવાનું છે. આ શરીર છી-છી છે, એને છોડવાનું છે. આપણે તો હવે
ઘરે જવાનું છે. બાપ ને યાદ નહીં કરશો તો ગુલ-ગુલ નહીં બનશો. ખૂબ સજાઓ ખાવી પડશે.
આગળ ચાલી તમને સાક્ષાત્કાર થશે. પૂછશે, તમે શું સર્વિસ કરી છે? તમે ક્યારેય કોર્ટ
માં નથી ગયાં. બાબાએ બધું જોયેલું છે, કેવી રીતે આ લોકો ચોરો ને પકડે છે, પછી કેસ
ચાલે છે તો ત્યાં પણ તમને બધાં સાક્ષાત્કાર કરાવતા રહેશે. સજાઓ ખાઈને પછી પાઇ-પૈસા
નું પદ મેળવી લેશો. ટીચર ને તો રહેમ આવે છે ને? આ નાપાસ થઈ જશે. આ બાપ ને યાદ કરવાનો
વિષય સૌથી સારો છે, જેનાથી પાપ કપાતા જાય. બાબા આપણ ને ભણાવે છે. આ જ સિમરણ કરતા
ચક્ર લગાવતા રહેવું જોઈએ. સ્ટુડન્ટ ટીચર ને યાદ પણ કરે છે અને બુદ્ધિ માં ભણતર રહે
છે. ટીચર સાથે યોગ તો જરુર હશે ને? આ બુદ્ધિ માં રહેવું જોઈએ-આપણા બધાં ભાઈઓનાં એક
ટીચર છે, એ છે સુપ્રીમ ટીચર. આગળ ચાલી અનેક ને ખબર પડશે-અહો પ્રભુ તારી લીલા… મહિમા
કરીને મરશે પરંતુ મેળવી તો કંઈ પણ નહીં શકે. દેહ-અભિમાન માં આવવાથી જ ઉલ્ટા કામ કરે
છે. દેહી-અભિમાની થવાથી સારા કામ કરશે. બાપ કહે છે હમણાં તમારી વાનપ્રસ્થ અવસ્થા
છે. પાછા જવું જ પડશે. હિસાબ-કિતાબ ચૂક્તુ કરી બધાએ જવાનું છે. ઈચ્છે કે ન ઈચ્છે,
જવાનું જરુર છે. એક દિવસ એવો પણ આવશે, જે દુનિયા ખૂબ ખાલી થઈ થશે. ફક્ત ભારત જ રહેશે.
અડધોકલ્પ ફક્ત ભારત જ હશે તો કેટલી દુનિયા ખાલી હશે! એવો વિચાર કોઈની બુદ્ધિમાં નહીં
હશે તમારા સિવાય. પછી તો તમારા કોઈ દુશ્મન પણ નહીં હશે. દુશ્મન આવે છે કેમ? ધન ની
પાછળ. ભારતમાં આટલાં મુસલમાન અને અંગ્રેજ કેમ આવ્યાં? પૈસા જોયાં. પૈસા ખૂબ હતાં,
હવે નથી તો હમણાં બીજું કોઈ નથી. પૈસા લઈ ખાલી કરી ગયાં. મનુષ્ય આ નથી જાણતાં. બાબા
કહે છે પૈસા તો તમે જાતેજ ખતમ કરી દીધાં, ડ્રામા પ્લાન અનુસાર. તમને નિશ્ચય છે કે
અમે બેહદ નાં બાપ પાસે આવ્યા છીએ. ક્યારેય કોઈને વિચાર માં પણ નહીં હશે કે આ
ઈશ્વરીય પરિવાર છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. ચાલતાં-ફરતાં
બુદ્ધિ માં ભણવાનું ચિંતન કરવાનું છે. કોઈ પણ કાર્ય કરતા બુદ્ધિમાં સદા જ્ઞાન ટપકતું
રહે. આ જ ધી બેસ્ટ ભણતર છે, જે ભણીને ડબલ ક્રાઉન બનવાનું છે.
2. અભ્યાસ કરવાનો છે
આપણે આત્મા ભાઈ-ભાઈ છીએ. દેહ-અભિમાન માં આવવાથી ઉલ્ટા કામ થાય છે એટલે જેટલું બની
શકે દેહી-અભિમાની રહેવાનું છે.
વરદાન :-
સત્યતા ની
શક્તિ દ્વારા સદા ખુશી માં નાચવા વાળા શક્તિશાળી મહાન આત્મા ભવ
કહેવાય છે “સચ તો બિઠો
નચ”. સાચાં અર્થાત્ સત્યતા ની શક્તિ વાળા સદા નાચતા રહેશે, ક્યારેય મૂરઝાશે નહીં,
ગૂંચવાશે નહીં, ગભરાશે નહીં, કમજોર નહીં હશે. તે ખુશી માં સદા નાચતા રહેશે.
શક્તિશાળી હશે. એમનામાં સામનો કરવાની શક્તિ હશે, સત્યતા ક્યારેય હલતી નથી, અચલ હોય
છે. સત્ય ની નૌકા ડોલે છે પરંતુ ડૂબતી નથી. તો સત્યતા ની શક્તિ ને ધારણ કરવા વાળા
આત્મા જ મહાન છે.
સ્લોગન :-
વ્યસ્ત
મન-બુદ્ધિ ને સેકન્ડ માં સ્ટોપ કરી લેવા જ સર્વ શ્રેષ્ઠ અભ્યાસ છે.