10-09-2024
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - માયા
ને વશ કરવાનો મંત્ર છે મનમનાભવ , આ જ મંત્ર માં બધી ખૂબીઓ ( વિશેષતાઓ ) સમાયેલી છે
, આ જ મંત્ર તમને પવિત્ર બનાવી દે છે”
પ્રશ્ન :-
આત્માની સેફ્ટી (સલામતી) નું નંબરવન સાધન કયુ છે અને કેવી રીતે?
ઉત્તર :-
યાદ ની યાત્રા જ સેફ્ટી નું નંબરવન સાધન છે કારણ કે આ યાદ થી જ તમારું ચરિત્ર સુધરે
છે. તમે માયા પર જીત પ્રાપ્ત કરી લો છો. યાદ થી પતિત કર્મેન્દ્રિયો શાંત થઈ જાય છે.
યાદ થી બળ આવે છે. જ્ઞાન-તલવાર માં યાદ નું બળ જોઈએ. યાદ થી જ મીઠાં સતોપ્રધાન બનશો.
કોઈને પણ નારાજ નહીં કરશો એટલે યાદ ની યાત્રા માં કમજોર નથી બનવાનું. પોતે પોતાને
પૂછવાનું છે કે અમે ક્યાં સુધી યાદ માં રહીએ છીએ?
ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં
રુહાની બાળકો ને રોજ-રોજ સાવધાની જરુર આપવાની હોય છે. કઈ? સેફ્ટી ફર્સ્ટ. સેફ્ટી
શું છે? યાદ ની યાત્રા થી તમે ખૂબ-ખૂબ સેફ (સુરક્ષિત) રહો છો. મૂળ વાત જ બાળકો માટે
આ છે. બાપે સમજાવ્યું છે - આપ બાળકો જેટલાં યાદ ની યાત્રા માં તત્પર રહેશો એટલી ખુશી
પણ રહેશે અને મેનર્સ (શિષ્ટાચાર) પણ ઠીક થશે કારણ કે પાવન પણ બનવાનું છે. ચરિત્ર પણ
સુધારવાનાં છે. પોતાની તપાસ કરવાની છે - મારું ચરિત્ર કોઈને દુઃખ દેવા જેવું તો નથી?
મને કોઈ દેહ-અભિમાન તો નથી આવી જતું? આ સારી રીતે પોતાની તપાસ કરવાની છે. બાપ બાળકો
ને ભણાવે છે. આપ બાળકો ભણો પણ છો તો પછી ભણાવો પણ છો. બેહદનાં બાપ ફક્ત ભણાવે છે.
બાકી તો બધાં છે દેહધારી. આમાં આખી દુનિયા આવી જાય છે. એક બાપ જ વિદેહી છે. એ આપ
બાળકો ને કહે છે કે તમારે પણ વિદેહી બનવાનું છે. હું આવ્યો છું તમને વિદેહી બનાવવાં.
પવિત્ર બનીને જ ત્યાં જશો. છી-છી ને તો સાથે લઈ નહીં જશો એટલે પહેલાં-પહેલાં મંત્ર
જ આપે છે. માયા ને વશ કરવાનો આ મંત્ર છે. પવિત્ર થવાનો આ મંત્ર છે. આ મંત્ર માં ખૂબ
વિશેષતાઓ ભરેલી છે, આનાથી જ પવિત્ર બનવાનું છે. મનુષ્ય થી દેવતા બનવાનું છે. જરુર
આપણે જ દેવતા હતાં એટલે બાપ કહે છે - પોતાની સેફ્ટી ઈચ્છો, મજબૂત મહાવીર બનવા ઈચ્છો
તો આ પુરુષાર્થ કરો. બાપ તો શિક્ષણ આપતા રહેશે. ભલે ડ્રામા પણ કહેતા રહેશે. ડ્રામા
અનુસાર એકદમ ઠીક જ ચાલી રહ્યું છે પછી આગળ માટે પણ સમજાવતા રહેશે. યાદ ની યાત્રા
માં કમજોર નથી બનવાનું. બહાર રહેવા વાળી બાંધેલી ગોપીકાઓ જેટલું યાદ કરે છે, એટલું
સામે રહેવા વાળા પણ યાદ નથી કરતા કારણ કે એમને તડપ હોય છે શિવબાબા ને મળવાની. જે મળી
જાય છે એમનું પેટ જાણે ભરાઈ જાય છે. જે ખૂબ જ યાદ કરે છે, તે ઊંચ પદ પ્રાપ્ત કરી શકે
છે. જોવામાં આવે છે - સારા-સારા, મોટા-મોટા સેવાકેન્દ્ર સંભાળવા વાળા મુખ્ય પણ યાદ
ની યાત્રા માં કમજોર છે. યાદ નું બળ ખૂબ સારું જોઈએ. જ્ઞાન-તલવાર માં યાદ નું બળ ન
હોવાનાં કારણે કોઈ ને તીર લાગતું જ નથી, પૂરાં મરતા નથી. બાળકો કોશિશ કરે છે જ્ઞાન
નું બાણ લગાવીને બાપ નાં બનાવે તથા મરજીવા બનાવે. પરંતુ મરતા નથી, તો જરુર
જ્ઞાન-તલવાર માં ગડબડ છે. બાબા ભલે જાણે છે - ડ્રામા એકદમ એક્યુરેટ ચાલી રહ્યો છે,
પરંતુ આગળ માટે તો સમજાવતા રહેશે ને? દરેક પોતાનાં દિલ ને પૂછો - અમે ક્યાં સુધી
યાદ કરીએ છીએ? યાદ થી જ બળ આવશે એટલે કહેવાય છે - જ્ઞાન-તલવાર માં બળ જોઈએ. જ્ઞાન
તો ખૂબ સહજ રીતે સમજાવી શકાય છે.
જેટલાં-જેટલાં યાદ માં રહેશો એટલાં વધારે મીઠાં બનતા જશો. તમે સતોપ્રધાન હતાં તો
ખૂબ મીઠાં હતાં. હવે ફરી સતોપ્રધાન બનવાનું છે. તમારો સ્વભાવ પણ ખૂબ મીઠો જોઈએ.
ક્યારેય નારાજ ન થવું જોઈએ. એવું વાતાવરણ ન હોય જે કોઈ નારાજ થઈ જાય. એવી કોશિશ કરવી
જોઈએ કારણકે આ ઈશ્વરીય કોલેજ સ્થાપન કરવાની સર્વિસ ખૂબ ઊંચી છે. વિશ્વ-વિદ્યાલય તો
ભારત માં ખૂબ ગવાય છે. હકીકત માં તે નથી. વિશ્વ-વિદ્યાલય તો એક જ હોય છે. બાપ આવીને
બધાને મુક્તિ-જીવનમુક્તિ આપે છે. બાપ જાણે છે આખી દુનિયાનાં જે પણ મનુષ્ય માત્ર છે,
બધાં ખતમ થવાના છે. બાપ ને બોલાવ્યા પણ એટલે છે કે છી-છી દુનિયાનો ખાત્મો અને નવી
દુનિયા ની સ્થાપના કરો. બાળકો પણ સમજે છે બરોબર બાપ આવ્યા છે. હમણાં માયા નો પામ્પ
(ભપકો) કેટલો છે! ફોલ ઓફ પામ્પિયા નો ખેલ પણ દેખાડે છે. મોટા-મોટા મકાન વગેરે બનાવી
રહ્યા છે – આ છે પામ્પ. સતયુગ માં આટલાં માળ નાં મકાન બનતા નથી. અહીં બને છે કારણ
કે રહેવા માટે જમીન ઓછી છે. વિનાશ જ્યારે થાય છે ત્યારે બધાં મોટા-મોટા મકાન પણ પડી
જાય છે. પહેલાં આટલાં મોટા-મોટા બિલ્ડીંગ નહોતાં બનતાં. બોમ્બ્સ જ્યારે છોડશે તો એવી
રીતે પડશે જેમ પત્તા પડે છે. એનો અર્થ એ નથી કે તે મરશે બાકી બીજા રહી જશે. ના, જે
જ્યાં હશે ભલે સમુદ્ર પર હોય, પૃથ્વી પર હોય, આકાશ માં હોય, પહાડો પર હોય, ઉડી રહ્યા
હોય….બધું ખતમ થઈ જશે. આ જૂની દુનિયા છે ને? જે પણ ૮૪ લાખ યોનીઓ છે, એ બધી ખતમ થઈ
જવાની છે. ત્યાં નવી દુનિયામાં આ કાંઈ પણ હશે નહીં. ન આટલા મનુષ્ય હશે, ન મચ્છર, ન
જીવજંતુ વગેરે હશે. અહીં તો અનેક છે. હવે આપ બાળકો પણ દેવતા બનો છો તો ત્યાં દરેક
ચીજ સતોપ્રધાન હોય છે. અહીં પણ મોટા વ્યક્તિ નાં ઘર માં જશે તો ખૂબ સફાઈ વગેરે હોય
છે. તમે તો સૌથી વધારે મોટા દેવતા બનો છો. મોટા વ્યક્તિ પણ નહીં કહેવાશો. તમે ખૂબ
ઊંચા દેવતાઓ બનો છો, આ કોઈ નવી વાત નથી. ૫ હજાર વર્ષ પહેલાં પણ તમે આ બન્યા હતા
નંબરવાર. આ આટલો કિચડો વગેરે ત્યાં કંઈ પણ નહીં હશે. બાળકોને ખૂબ ખુશી થાય છે - અમે
બહુજ ઊંચા દેવતા બનીએ છીએ. એક જ બાપ અમને ભણાવવા વાળા છે જે અમને ખૂબ ઊંચા બનાવે
છે. ભણવામાં હંમેશા નંબરવાર પોઝિશન વાળા હોય છે. કોઈ ઓછું ભણે છે, કોઇ વધારે ભણે
છે. હવે બાળકો પુરુષાર્થ કરી રહ્યા છે, મોટા-મોટા સેવાકેન્દ્ર ખોલી રહ્યા છે એટલે
કે મોટા-મોટા ને ખબર પડે. ભારત નો પ્રાચીન રાજ્યોગ પણ ગવાય છે. ખાસ વિદેશ વાળા ને
વધારે ઉત્સુક્તા હોય છે - રાજયોગ શીખવાની. ભારતવાસી તો તમોપ્રધાન બુદ્ધિ છે. તેઓ છતાં
પણ તમો બુદ્ધિ છે એટલે તેમને શોખ રહે છે ભારત નો પ્રાચીન રાજયોગ શીખવાનો. ભારત નો
પ્રાચીન રાજયોગ નામીગ્રામી છે, જેનાથી જ ભારત સ્વર્ગ બન્યું હતું. બહુજ થોડા આવે
છે, જે પૂરી રીતે સમજે છે. સ્વર્ગ હેવન પસાર થઇ ગયું સો ફરી થશે જરુર. હેવન અથવા
પેરેડાઇઝ છે સૌથી વન્ડર ઓફ ધ વર્લ્ડ. સ્વર્ગ નું કેટલું નામ પ્રસિદ્ધ છે. સ્વર્ગ અને
નર્ક, શિવાલય અને વેશ્યાલય. બાળકો ને હવે નંબરવાર યાદ છે કે આપણે હવે શિવાલય માં
જવાનું છે. ત્યાં જવા માટે શિવબાબા ને યાદ કરવાનાં છે. એ જ પંડા છે બધાને લઈ જવા
વાળા. ભક્તિ ને કહેવાય છે રાત. જ્ઞાન ને કહેવાય છે દિવસ. આ બેહદની વાત છે. નવી ચીજ
અને જૂની ચીજ માં બહુજ ફર્ક હોય છે. હવે બાળકો ને દિલ થાય છે - આટલું ઊંચે થી ઊંચું
ભણતર, ઊંચે થી ઊંચાં મકાન માં અમે ભણાવીએ તો મોટા-મોટા લોકો આવશે. એક-એક ને બેસીને
સમજાવવું પડે છે. હકીકત માં ભણતર અથવા શિક્ષણ માટે એકાંત માં સ્થાન હોય છે.
બ્રહ્મ-જ્ઞાનીઓ નાં પણ આશ્રમ શહેર થી દૂર-દૂર હોય છે અને નીચે જ હોય છે. એટલાં ઉપર
નાં માળ પર નથી રહેતાં. હવે તો તમોપ્રધાન હોવાથી શહેર માં અંદર ઘૂસી ગયાં છે. એ
તાકાત ખતમ થઈ ગઈ છે. આ સમયે બધાની બેટરી ખાલી છે. હવે બેટરી ને કેવી રીતે ભરવાની
છે? આ બાપ સિવાય કોઈ પણ બેટરી ચાર્જ કરી ન શકે. બાળકોને બેટરી ચાર્જ કરવાથી જ તાકાત
આવે છે. એનાં માટે મુખ્ય છે યાદ. એમાં જ માયા નાં વિઘ્ન પડે છે. કોઈ તો સર્જન ની
આગળ સાચું બતાવે છે, કોઈ છુપાવી દે છે. અંદર માં જે ખામીઓ છે, તે તો બાપ ને બતાવવી
પડે. આ જન્મ માં જે પાપ કર્યા છે, તે અવિનાશી સર્જન ની આગળ વર્ણન કરવાં જોઈએ, નહીં
તો તે દિલ માં અંદર ખાતું રહેશે. સંભળાવ્યા પછી ખાશે નહીં. અંદર રાખી લેવું - આ પણ
નુકસાનકારક છે. જે સાચાં-સાચાં બાળકો બને છે, તે બધું બાપ ને બતાવી દે છે-આ જન્મ
માં આ-આ પાપ કર્યા છે. દિન-પ્રતિદિન બાપ જોર આપતા રહે છે, આ તમારો અંતિમ જન્મ છે.
તમોપ્રધાન થી પાપ તો જરુર થતાં હશે ને?
બાપ કહે છે હું અનેક જન્મોનાં અંત માં, જે નંબરવન પતિત બન્યા છે, એમનામાં જ પ્રવેશ
કરું છું કારણ કે એમને જ ફરી નંબરવન માં જવાનું છે. ખૂબ મહેનત કરવી પડે છે. આ જન્મ
માં પાપ થયાં તો છે ને? ઘણાંને ખબર જ નથી પડતી કે અમે આ શું કરી રહ્યા છીએ? સાચું
નથી બતાવતાં. કોઈ-કોઈ સાચું બતાવી દે છે. બાપે સમજાવ્યું છે - બાળકો, તમારી
કર્મેન્દ્રિઓ શાંત ત્યારે થાય છે, જ્યારે કર્માતીત અવસ્થા બને છે. જેમ મનુષ્ય વૃદ્ધ
થાય છે તો કર્મેન્દ્રિઓ આપો-આપ શાંત થઈ જાય છે. આમાં તો નાનપણ માં જ બધું શાંત થઈ
જવું જોઈએ. યોગબળ માં સારી રીતે રહે તો આ બધી વાતો નો અંત આવી જાય. ત્યાં કોઈ આવી
ગંદી બીમારી, કિચ્ચડપટ્ટી વગેરે કાંઇ નહીં હોય. મનુષ્ય ખૂબ જ સાફ-શુદ્ધ રહે છે. ત્યાં
છે જ રામ રાજ્ય. અહીં છે રાવણ રાજ્ય, તો અનેક પ્રકારની ગંદગી ની બીમારીઓ વગેરે છે.
સતયુગ માં આ કંઈ હશે નહીં. વાત નહીં પૂછો. નામ જ કેટલું ફર્સ્ટક્લાસ છે? સ્વર્ગ, નવી
દુનિયા. બહુજ સફાઈ રહે છે. બાપ સમજાવે છે - આ પુરુષોત્તમ સંગમયુગ પર જ તમે આ બધી
વાતો સાંભળો છો. કાલે નહોતા સાંભળતાં. કાલે મૃત્યુલોક નાં માલિક હતાં, આજે અમરલોક
નાં માલિક બનો છો. નિશ્ચય થઈ જાય છે કાલે મૃત્યુલોક માં હતાં, હવે સંગમયુગ પર આવવાથી
અમરલોક માં જવા માટે તમે પુરુષાર્થ કરી રહ્યા છો. ભણાવવા વાળા પણ હવે મળ્યા છે. જે
સારી રીતે ભણે છે તો પૈસા વગેરે પણ સારા કમાય છે. બલિહારી ભણતર ની કહેવાશે. આ પણ એવી
રીતે છે. આ ભણતર થી તમે બહુ જ ઊંચું પદ પામો છો. હમણાં તમે અજવાળા માં છો. આ પણ
સિવાય આપ બાળકો નાં બીજા કોઈને ખબર નથી. તમે પણ પછી ઘડી-ઘડી ભૂલી જાઓ છો. જૂની
દુનિયામાં ચાલ્યા જાઓ છો. ભૂલવું એટલે જૂની દુનિયામાં ચાલી જવું.
હવે તમને સંગમયુગી
બ્રાહ્મણો ને ખબર છે કે આપણે કળિયુગ માં નથી. આ સદૈવ યાદ રાખવાનું છે આપણે નવાં
વિશ્વનાં માલિક બની રહ્યા છીએ. બાપ આપણને ભણાવે જ છે નવી દુનિયામાં જવા માટે. આ છે
શુદ્ધ અહંકાર. તે છે અશુદ્ધ અહંકાર. આપ બાળકો ને તો ક્યારેય અશુદ્ધ વિચાર પણ નહીં
આવવાં જોઈએ. પુરુષાર્થ કરતાં-કરતાં અંત માં પરિણામ નીકળશે. બાપ સમજાવે છે આ સમય સુધી
બધાં પુરુષાર્થી છો. પરીક્ષા જયારે હોય છે તો નંબરવાર પાસ થઈ પછી ટ્રાન્સફર થઇ જાય
છે. તમારું છે બેહદ નું ભણતર જેને ફક્ત તમે જ જાણો છો. તમે કેટલું સમજાવો છો.
નવાં-નવાં આવતા રહે છે બેહદ નાં બાપ પાસેથી વારસો મેળવવા માટે. ભલે દૂર રહે છે તો
પણ સાંભળતા-સાંભળતા નિશ્ચય બુદ્ધિ થઈ જાય છે-આવાં બાબા નાં સન્મુખ પણ જવું જોઈએ. જે
બાપે બાળકોને ભણાવ્યા છે, એવાં બાપ ને સન્મુખ તો જરુર મળવું જોઈએ. સમજીને જ અહીં આવે
છે. કોઈ નથી સમજેલા તો પણ અહીં આવીને સમજી જાય છે. બાપ કહે છે દિલ માં કંઈ પણ વાત
હોય, સમજ માં ન આવતી હોય તો ભલે પૂછો. બાપ તો ચુંબક છે ને? જેમની તકદીર માં છે તે
સારી રીતે પકડી શકે છે. તકદીર માં નથી તો પછી ખલાસ. સાંભળ્યું-ન સાંભળ્યું કરી દે
છે. અહીં કોણ બેસીને ભણાવે છે? ભગવાન. એમનું નામ છે શિવ. શિવબાબા જ આપણને સ્વર્ગ ની
બાદશાહી આપે છે. પછી કયું ભણતર સારું? તમે કહેશો અમને શિવબાબા ભણાવે છે જેનાથી ૨૧
જન્મોની બાદશાહી મળે છે. આમ-આમ સમજાવતા-સમજાવતા લઈ જાઓ છો. કોઈ તો પૂરું ન સમજવાનાં
કારણે એટલી સેવા નથી કરી શકતાં. બંધન ની જંજીરો માં જકડાયેલા રહે છે. શરુમાં તો તમે
કેવી રીતે પોતાને જંજીરો થી છોડાવીને આવ્યાં. જાણે કોઈ મસ્તાના હોય. આ પણ ડ્રામા
માં પાર્ટ હતો જે કશિશ (ખેંચ) થઇ. ડ્રામા માં ભઠ્ઠી બનવાની હતી. જીતે-જી મર્યા પછી
માયા ની તરફ કોઈ-કોઈ ચાલ્યા ગયા. યુદ્ધ તો થાય છે ને? માયા જુએ છે - આમણે બહુ હિંમત
દેખાડી છે. હવે હું પણ ઠોકીને જોવું છું કે પાક્કાં છે કે નહીં? બાળકોની કેટલી
સંભાળ થતી હતી? બધુંજ શીખવાડતા હતાં. આપ બાળકો ફોટા વગેરે જુઓ છો પરંતુ ફક્ત ચિત્ર
જોવાથી પણ સમજી ન શકે. કોઈ બેસીને સમજાવે કે શું-શું થતું હતું? કેવી રીતે ભઠ્ઠીમાં
પડ્યા હતાં? પછી કોઈ કેવી રીતે નીકળ્યા? કોઈ કેવી રીતે? જેમ રુપિયા છપાય છે તો પણ
કોઈ-કોઈ ખરાબ થઈ જાય છે. આ પણ ઈશ્વરીય મિશનરી છે. ઈશ્વર બેસીને ધર્મ ની સ્થાપના કરે
છે. આ વાત કોઈને પણ ખબર નથી. બાપ ને બોલાવે પણ છે પરંતુ જાણે તવાઈ, સમજતા જ નથી. કહે
છે આ કેવી રીતે થઈ શકે? માયા-રાવણ એકદમ એવાં બનાવી દે છે. શિવબાબા ની પૂજા પણ કરે
છે પછી કહી દે છે સર્વવ્યાપી. શિવબાબા કહો છો પછી સર્વવ્યાપી કેવી રીતે હશે? પૂજા
કરે છે, લિંગ ને શિવ કહે છે. એવી રીતે થોડું કહે છે કે આમાં શિવ બેઠા છે? હવે
પથ્થર-ઠીક્કર માં ભગવાન ને કહેવાં... તો શું બધાં ભગવાન જ ભગવાન છે? ભગવાન અસંખ્ય
તો નહીં હોય ને? તો બાપ બાળકો ને સમજાવે છે, કલ્પ પહેલાં પણ આવી રીતે સમજાવ્યું હતું.
અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. એવું મીઠું
વાતાવરણ બનાવવાનું છે જેમાં કોઈ પણ નારાજ ન થાય. બાપ સમાન વિદેહી બનવાનો પુરુષાર્થ
કરવાનો છે. યાદ નાં બળ થી સ્વયં નો સ્વભાવ મીઠો અને કર્મેન્દ્રિયો શાંત કરવાની છે.
2. સદા એ જ નશામાં
રહેવાનું છે કે હમણાં આપણે સંગમયુગી છીએ, કળિયુગી નથી. બાપ આપણને નવાં વિશ્વનાં
માલિક બનાવવા માટે ભણાવી રહ્યા છે. અશુદ્ધ વિચાર સમાપ્ત કરી દેવાના છે.
વરદાન :-
અકાળ તખ્ત અને
દિલ તખ્ત પર બેસી સદા શ્રેષ્ઠ કર્મ કરવા વાળા કર્મયોગી ભવ
આ સમયે તમને બધાં
બાળકોને બે તખ્ત મળ્યા છે-એક અકાળ તખ્ત, બીજું દિલ તખ્ત. પરંતુ તખ્ત પર તે જ બેસે
છે જેમનું રાજ્ય હોય છે. જ્યારે અકાળ તખ્તનશીન છે તો સ્વરાજ્ય અધિકારી છે અને બાપ
નાં દિલ તખ્તનશીન છે તો બાપનાં વારસા નાં અધિકારી છે, જેમાં રાજ્ય-ભાગ્ય બધું આવી
જાય છે. કર્મયોગી અર્થાત્ બંને તખ્તનશીન. એવાં તખ્તનશીન આત્મા નાં દરેક કર્મ
શ્રેષ્ઠ હોય છે કારણ કે બધી કર્મેન્દ્રિઓ લો અને ઓર્ડર પર રહે છે.
સ્લોગન :-
જે સદા સ્વમાન
ની સીટ પર સેટ રહે છે તે જ ગુણવાન અને મહાન છે.