10-09-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બાપ જે તમને હીરા જેવાં બનાવે છે , તેમના માં ક્યારેય પણ સંશય ન આવવો જોઈએ , સંશયબુદ્ધિ બનવું એટલે પોતાનું નુકસાન કરવું”

પ્રશ્ન :-
મનુષ્ય થી દેવતા બનવાનાં ભણતર માં પાસ થવાનો મુખ્ય આધાર શું છે?

ઉત્તર :-
નિશ્ચય. નિશ્ચયબુદ્ધિ બનવાનું સાહસ જોઈએ. માયા આ સાહસ ને તોડે છે. સંશયબુદ્ધિ બનાવી દે છે. ચાલતાં-ચાલતાં જો ભણતર માં તથા ભણાવવા વાળા સુપ્રીમ (સર્વોચ્ચ) શિક્ષક માં સંશય આવ્યો તો પોતાનું અને બીજાઓ નું ખૂબ નુકસાન કરે છે.

ગીત :-
તૂ પ્યાર કા સાગર હૈ…

ઓમ શાંતિ!
રુહાની બાળકો પ્રત્યે શિવબાબા સમજાવી રહ્યાં છે, આપ બાળકો બાપ ની મહિમા કરો છો, તૂ પ્યાર કા સાગર હૈ. એમને જ્ઞાન નાં સાગર પણ કહેવાય છે. જ્યારે જ્ઞાન નાં સાગર એક છે તો બાકી ને કહેવાશે અજ્ઞાન કારણકે જ્ઞાન અને અજ્ઞાન નો ખેલ છે. જ્ઞાન છે જ પરમપિતા પરમાત્મા ની પાસે. આ જ્ઞાન થી નવી દુનિયા સ્થાપન થાય છે. એવું નથી કે કોઈ નવી દુનિયા બનાવે છે. દુનિયા તો અવિનાશી છે જ. ફક્ત જૂની દુનિયા ને બદલી નવી બનાવે છે. એવું નથી કે પ્રલય થઈ જાય છે. આખી દુનિયા ક્યારેય વિનાશ નથી થતી. જૂની છે તે બદલાઈ ને નવી બની રહી છે. બાપે સમજાવ્યું છે આ જૂનું ઘર છે, જેમાં તમે બેઠાં છો. જાણો છો આપણે નવાં ઘર માં જઈશું. જેમ જૂનું દિલ્લી છે. હવે જૂનું દિલ્લી ખતમ થવાનું છે, તેનાં બદલે હવે નવું બનવાનું છે. હવે નવું કેવી રીતે બને છે? પહેલાં તો તેમાં રહેવા વાળા લાયક જોઈએ. નવી દુનિયા માં તો હોય છે સર્વગુણ સંપન્ન… આપ બાળકો નું આ મુખ્ય-લક્ષ પણ છે. પાઠશાળા માં મુખ્ય-લક્ષ તો રહે છે ને? ભણવા વાળા જાણે છે - હું સર્જન બનીશ, બેરિસ્ટર બનીશ… અહીં તમે જાણો છો આપણે આવ્યાં છીએ - મનુષ્ય થી દેવતા બનવાં. પાઠશાળા માં મુખ્ય-લક્ષ વગર તો કોઈ બેસી ન શકે. પરંતુ આ એવી વન્ડરફુલ પાઠશાળા છે જે મુખ્ય-ઉદ્દેશ સમજતા, ભણતા છતાં પણ ભણતર ને છોડી દે છે. સમજે છે આ રોંગ (ખોટું) ભણતર છે. આ મુખ્ય-ઉદ્દેશ નથી, આવું ક્યારેય હોય ન શકે. ભણાવવા વાળા માં પણ સંશય આવી જાય છે. તે ભણતર માં તો ભણી નથી શકતા અથવા પૈસા નથી, હિમ્મત નથી તો ભણવાનું છોડી દે છે. એવું તો નહીં કહેશે કે બેરિસ્ટરી ની નોલેજ રોંગ છે, ભણાવવા વાળા રોંગ છે. અહીં તો મનુષ્યો ની વન્ડરફુલ બુદ્ધિ છે. ભણતર માં સંશય પડી જાય છે તો કહી દે છે આ ભણતર રોંગ છે. ભગવાન ભણાવતા જ નથી, બાદશાહી વગેરે કાંઈ નથી મળતી… આ બધા ગપ્પા છે. આવાં પણ ઘણાં બાળકો ભણતાં-ભણતાં પછી છોડી દે છે. બધા પૂછશે તમે તો કહેતા હતાં અમને ભગવાન ભણાવે છે, જેનાંથી મનુષ્ય થી દેવતા બનાય છે પછી આ શું થયું? ના, ના તે બધા ગપ્પા હતાં. કહે છે આ મુખ્ય-ઉદ્દેશ અમને સમજ માં નથી આવતો. ઘણાં છે જે નિશ્ચય થી ભણતા હતાં, સંશય આવવા થી ભણતર છોડી દીધું. નિશ્ચય કેવી રીતે થયો પછી સંશયબુદ્ધિ કોણે બનાવ્યાં? તમે કહેશો આ જો ભણત તો ખૂબ ઊંચું પદ મેળવી શકત. ખૂબ ભણતા રહે છે. બેરિસ્ટરી ભણતાં-ભણતાં અડધે થી છોડી દે છે, બીજા તો ભણીને બેરિસ્ટર બની જાય છે. કોઈ ભણીને પાસ થાય છે, કોઈ નપાસ થઈ જાય છે. પછી કાંઈ ન કાંઈ ઓછું પદ મેળવી લે છે. આ તો મોટી પરીક્ષા છે. આમાં ખૂબ સાહસ જોઈએ. એક તો નિશ્ચયબુદ્ધિ નું સાહસ જોઈએ. માયા એવી છે હમણાં-હમણાં નિશ્ચય, હમણાં સંશય બુદ્ધિ બનાવી દે છે. આવે ઘણાં છે ભણવા માટે પરંતુ કોઈ ડલ બુદ્ધિ હોય છે, નંબરવાર પાસ થાય છે ને? સમાચાર માં પણ લિસ્ટ (સુચિ) નીકળે છે. આ પણ એવું છે, આવે ઘણાં છે ભણવા માટે. કોઈ સારી બુદ્ધિ વાળા છે, કોઈ ડલ બુદ્ધિ છે. ડલ બુદ્ધિ થતાં-થતાં પછી કોઈને કોઇ સંશય માં આવીને છોડી દે છે. પછી બીજાઓ નું પણ નુકસાન કરાવી દે છે. સંશયબુદ્ધિ વિનશયન્તી કહેવાય છે. તે ઊંચ પદ મેળવી ન શકે. નિશ્ચય પણ છે પરંતુ પૂરું ભણતા નથી તો થોડી પાસ થશે કારણકે બુદ્ધિ કોઈ કામ ની નથી. ધારણા નથી થતી. હું આત્મા છું આ ભૂલી જાય છે. બાપ કહે છે હું આપ આત્માઓ નો પરમપિતા છું. આપ બાળકો જાણો છો બાપ આવ્યાં છે. કોઈને ખૂબ વિઘ્ન આવે છે તો તેમને સંશય આવી જાય છે, કહી દે છે અમને ફલાણી બ્રાહ્મણી થી નિશ્ચય નથી બેસતો. અરે બ્રાહ્મણી કેવી પણ હોય તમારે તો ભણવું જોઈએ ને? શિક્ષક સારું નથી ભણાવતા તો વિચારે છે આમને ભણાવવા થી છોડાવી દઈએ. પરંતુ તમારે તો ભણવાનું છે ને? આ ભણતર છે બાપ નું. ભણાવવા વાળા એ સુપ્રીમ શિક્ષક છે. બ્રાહ્મણી પણ એમની નોલેજ સંભળાવે છે તો અટેન્શન (ધ્યાન) ભણતર પર હોવું જોઈએ ને? ભણતર વગર પરીક્ષા પાસ નહીં કરી શકશે. પરંતુ બાપ પર થી નિશ્ચય જ તૂટી જાય છે તો પછી ભણતર છોડી દે છે. ભણતાં-ભણતાં શિક્ષક માં સંશય આવી જાય છે કે આમનાં દ્વારા આ પદ મળશે કે નહીં તો પછી છોડી દે છે. બીજાઓને પણ ખરાબ કરી દે છે, ગ્લાની કરવાથી વધારે જ નુકસાન કરી દે છે. ખૂબ ઘાટો (નુકસાન) પડી જાય છે. બાપ કહે છે કે અહીં જો કોઈ પાપ કરે છે તેમને સોગુણા દંડ પડી જાય છે. એક નિમિત્ત બને છે, અનેક ને ખરાબ કરવાં. તો જે કાંઈ પુણ્ય આત્મા બન્યાં પછી પાપ આત્મા બની જાય છે. પુણ્ય આત્મા બને જ છે આ ભણતર થી અને પુણ્ય આત્મા બનાવવા વાળા એક જ બાપ છે. જો કોઈ નથી ભણી શકતા તો જરુર કોઈ ખરાબી છે. બસ કહી દે છે જે નસીબ, અમે શું કરીએ? જાણે હાર્ટ ફેલ થઈ જાય છે. તો જે અહીં આવીને મરજીવા બને છે, તે પછી રાવણ રાજ્ય માં જઈને મરજીવા બને છે. હીરા જેવું જીવન બનાવી નથી શકતાં. મનુષ્ય હાર્ટ ફેલ થાય છે તો જઈને બીજો જન્મ લેશે. અહીં હાર્ટ ફેલ થાય તો આસુરી સંપ્રદાય માં ચાલ્યાં જાય છે. આ છે મરજીવા જન્મ. નવી દુનિયા માં ચાલવા માટે બાપ નાં બને છે. આત્માઓ જશે ને? આપણે આત્મા આ શરીર નું ભાન છોડી દઈશું તો સમજશે આ દેહી-અભિમાની છે. આપણે બીજી વસ્તુ છીએ, શરીર બીજી વસ્તુ છે. એક શરીર છોડી બીજું લઈએ છીએ તો જરુર અલગ વસ્તુ થઈ ને? તમે સમજો છો આપણે આત્માઓ શ્રીમત પર આ ભારત માં સ્વર્ગ ની સ્થાપના કરી રહ્યાં છીએ. આ મનુષ્ય ને દેવતા બનાવવાની કળા શીખવાની હોય છે. આ પણ બાળકો ને સમજાવ્યું છે, સત્સંગ કોઈ પણ નથી. સત્ય તો એક જ પરમાત્મા ને કહેવાય છે. એમનું નામ છે શિવ, એ જ સતયુગ ની સ્થાપના કરે છે. કળિયુગ ની આયુ જરુર પૂરી થવાની છે. આખી દુનિયા નું ચક્ર કેવી રીતે ફરે છે, આ ગોળા નાં ચિત્ર માં ક્લિયર છે. દેવતા બનવા માટે સંગમ પર બાપ નાં બને છે. બાપ ને છોડ્યાં તો પછી કળિયુગ માં ચાલ્યાં જશે. બ્રાહ્મણ-પણા માં સંશય આવી ગયો તો જઈને શૂદ્ર ઘરાના માં પડશે. પછી દેવતા બની ન શકે.

બાપ આ પણ સમજાવે છે - કેવી રીતે હમણાં સ્વર્ગ ની સ્થાપના નું ફાઉન્ડેશન (પાયો) પડી રહ્યું છે. ફાઉન્ડેશન ની સેરીમની પછી ઓપનિંગ ની પણ સેરીમની થાય છે. અહીં તો છે ગુપ્ત. આ તમે જાણો છો આપણે સ્વર્ગ માટે તૈયાર થઈ રહ્યાં છીએ. પછી નર્ક નું નામ નહીં રહેશે. અંત સુધી જ્યાં જીવવાનું છે, ભણવાનું છે જરુર. પતિત-પાવન એક જ બાપ છે જે પાવન બનાવે છે.

હમણાં આપ બાળકો સમજો છો આ છે સંગમયુગ, જ્યારે બાપ પાવન બનાવવા આવે છે. લખવાનું પણ છે પુરુષોત્તમ સંગમયુગ માં મનુષ્ય નર થી નારાયણ બને છે. આ પણ લખેલું છે - આ તમારો ઈશ્વરીય જન્મસિદ્ધ અધિકાર છે. બાપ હમણાં તમને દિવ્ય દૃષ્ટિ આપે છે. આત્મા જાણે છે આપણું ૮૪ નું ચક્ર હવે પૂરું થયું છે. આત્માઓ ને બાપ સમજાવે છે. આત્મા ભણે છે ભલે દેહ-અભિમાન ઘડી-ઘડી આવી જશે કારણ કે અડધાકલ્પ નું દેહ-અભિમાન છે ને? તો દેહી-અભિમાની બનવામાં સમય લાગે છે. બાપ બેઠાં છે, સમય મળેલો છે. ભલે બ્રહ્મા ની આયુ ૧૦૦ વર્ષ કહે છે અથવા ઓછી પણ હોય. સમજો, બ્રહ્મા ચાલ્યાં જાય, એવું તો નથી સ્થાપના નહીં થશે. તમે સેના તો બેઠી છો ને? બાપે મંત્ર આપી દીધો છે, ભણવાનું છે. સૃષ્ટિ નું ચક્ર કેવી રીતે ફરે છે? આ પણ બુદ્ધિ માં છે. યાદ ની યાત્રા પર રહેવાનું છે. યાદ થી જ વિકર્મ વિનાશ થશે. ભક્તિમાર્ગ માં બધા થી વિકર્મ થયા છે. જૂની દુનિયા અને નવી દુનિયા બંને નાં ગોળા તમારી સામે છે. તો તમે લખી શકો છો જૂની દુનિયા રાવણ રાજ્ય મુર્દાબાદ, નવી દુનિયા જ્ઞાન માર્ગ રામ રાજ્ય જિંદાબાદ. જે પૂજ્ય હતાં તે જ પુજારી બન્યાં છે. શ્રીકૃષ્ણ પણ પૂજ્ય ગોરા હતાં પછી રાવણ રાજ્ય માં પુજારી શ્યામ બની જાય છે. આ સમજાવવું તો સહજ છે. પહેલાં-પહેલાં જ્યારે પૂજા શરું થાય છે તો મોટાં-મોટાં હીરાઓ નું લિંગ બનાવે છે, મોસ્ટ વેલ્યુબલ (ખુબ મુલ્યવાન) હોય છે કારણકે બાપે એટલાં સાહૂકાર બનાવ્યાં છે ને? એ પોતે જ હીરો છે, તો આત્માઓ ને પણ હીરા જેવાં બનાવે છે, તો એમને હીરા બનાવીને રાખવા જોઈએ ને? હીરો હંમેશા વચ્ચે રાખે છે. પુખરાજ વગેરે નાં સાથે તો તેનું મુલ્ય નહીં રહેશે એટલે હીરા ને વચ્ચે રખાય છે. આમનાં દ્વારા ૮ રત્ન વિજય માળા નાં દાણા બને છે, સૌથી વધારે વેલ્યુ હોય છે હીરા ની. બાકી તો નંબરવાર બને છે. બનાવે છે શિવબાબા, આ બધી વાતો બાપ વગર તો કોઈ સમજાવી ન શકે. ભણતાં-ભણતાં આશ્ચર્યવત્ બાબા-બાબા કહન્તી પછી ચાલ્યાં જાય છે. શિવબાબા ને બાબા કહે છે, તો એમને ક્યારેય ન છોડવા જોઈએ. પછી કહેવાય છે તકદીર. કોઈની તકદીર માં વધારે નથી તો પછી કર્મ જ એવાં કરે છે તો સોગુણા દંડ ચઢી જાય છે. પુણ્ય આત્મા બનવા માટે પુરુષાર્થ કરી અને પછી પાપ કરવાથી સોગુણા પાપ થઈ જાય છે પછી જામડા (બટકા) રહી જાય છે, વૃદ્ધિ થઈ નથી શકતી. સોગુણા દંડ નો ઉમેરો થવાથી અવસ્થા જોર નથી ભરતી. બાપ જેમનાં દ્વારા તમે હીરા જેવાં બનો છો એમનાં માં સંશય કેમ આવવો જોઈએ? કોઈ પણ કારણ થી બાપ ને છોડ્યાં તો કમબખ્ત કહેવાશે. ક્યાંય પણ રહીને બાપ ને યાદ કરવાનાં છે, તો સજાઓ થી છૂટી જાય. અહીં તમે આવો જ છો પતિત થી પાવન બનવાં. પહેલાં નાં પણ કોઈ એવાં કર્મ કરેલા છે તો શરીર ની પણ કર્મ ભોગના કેટલી ચાલે છે. હવે તમે તો અડધાકલ્પ માટે આનાં થી છૂટો છો. પોતાને જોવાનું છે અમે ક્યાં સુધી પોતાની ઉન્નતિ કરીએ છીએ, બીજાઓ ની સર્વિસ કરીએ છીએ? લક્ષ્મી-નારાયણ નાં ચિત્ર પર પણ ઉપર લખી શકાય છે કે આ છે વિશ્વ માં શાંતિ ની રાજાઈ, જે હમણાં સ્થાપન થઈ રહી છે. આ છે મુખ્ય-ઉદ્દેશ. ત્યાં ૧૦૦ ટકા પવિત્રતા, સુખ-શાંતિ છે. એમનાં રાજ્ય માં બીજો કોઈ ધર્મ હોતો નથી. તો હમણાં જે આટલાં ધર્મ છે તેનો જરુર વિનાશ થશે ને? સમજાવવા માં ખૂબ (વિશાળ) બુદ્ધિ જોઈએ. નહીં તો પોતાની અવસ્થા અનુસાર જ સમજાવે છે. ચિત્રો ની આગળ બેસી વિચાર ચલાવવા જોઈએ. સમજણ તો મળેલી છે. સમજે છે તો જરુર સમજાવવાનું છે એટલે બાબા મ્યુઝિયમ ખોલાવતા રહે છે. ગેટ વે ટૂ હેવન (સ્વર્ગ નાં દ્વાર), આ નામ પણ સારું છે. તે છે દિલ્લી ગેટ, ઈન્ડિયા ગેટ. આ પછી છે સ્વર્ગ નો ગેટ. તમે હવે સ્વર્ગ નો ગેટ ખોલી રહ્યાં છો. ભક્તિમાર્ગ માં એવાં મૂંઝાઈ જાય છે જેમ ભૂલ-ભૂલૈયા માં મૂંઝાઈ જાય છે. રસ્તો કોઈને મળતો નથી. બધા અંદર ફસાઈ જાય છે - માયા નાં રાજ્ય માં. પછી બાપ આવીને કાઢે છે. કોઈને નીકળવાનું મન નથી થતું તો બાપ પણ શું કરશે એટલે બાપ કહે છે મહાન કમબખ્ત પણ અહીં જુઓ, જે ભણતર ને છોડી દે છે. સંશય બુદ્ધિ બની જન્મ-જન્માંતર માટે પોતાનું ખૂન કરી દે છે. તકદીર બગડે છે તો પછી એવું થાય છે. ગ્રહચારી બેસવાથી ગોરા બનવાનાં બદલે કાળા બની જાય છે. ગુપ્ત આત્મા ભણે છે, આત્મા જ શરીર દ્વારા બધું જ કરે છે, આત્મા શરીર વગર તો કાંઈ કરી નથી શકતો. આત્મા સમજવાની જ મહેનત છે. આત્મા નિશ્ચય નથી કરી શકતા તો પછી દેહ-અભિમાન માં આવી જાય છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સુપ્રીમ શિક્ષક નું ભણતર આપણ ને નર થી નારાયણ બનાવવા વાળું છે, આ જ નિશ્ચય થી અટેન્શન આપીને ભણતર ભણવાનું છે. ભણાવવા વાળા શિક્ષક ને જોવાના નથી.

2. દેહી-અભિમાની બનવાનો પુરુષાર્થ કરવાનો છે, મરજીવા બન્યાં છો તો આ શરીર નાં ભાન ને છોડી દેવાનું છે. પુણ્ય આત્મા બનવાનું છે, કોઈ પણ પાપ કર્મ નથી કરવાનાં.

વરદાન :-
સ્વદર્શન ચક્ર ની સ્મૃતિ થી સદા સંપન્ન સ્થિતિ નો અનુભવ કરવા વાળા માલામાલ ભવ

જે સદા સ્વદર્શન ચક્રધારી છે તે માયા નાં અનેક પ્રકાર નાં ચક્રો થી મુક્ત રહે છે. એક સ્વદર્શન ચક્ર અનેક વ્યર્થ ચક્રો ને ખલાસ કરવા વાળું છે, માયા ને ભગાવવા વાળું છે. એની આગળ માયા ઉભી નથી રહી શકતી. સ્વદર્શન ચક્રધારી બાળકો સદા સંપન્ન હોવાને કારણે અચલ રહે છે. સ્વયં ને માલામાલ અનુભવ કરે છે. માયા ખાલી કરવાની કોશિશ કરે છે પરંતુ તે સદા ખબરદાર, સુજાગ, જાગતી જ્યોત રહે છે એટલે માયા કાંઈ પણ કરી નથી શકતી. જેમની પાસે અટેન્શન રુપી ચોકીદાર સુજાગ છે તે સદા સેફ (સુરક્ષિત) છે.

સ્લોગન :-
તમારા બોલ એવાં સમર્થ હોય જેમાં શુભ તથા શ્રેષ્ઠ ભાવના સમાયેલી હોય.

અવ્યક્ત ઈશારા - હવે લગન ની અગ્નિ ને પ્રજ્વલિત કરી યોગ ને જ્વાળા રુપ બનાવો

પાવરફુલ યાદ માટે સાચાં દિલ નો પ્રેમ જોઈએ. સાચાં દિલ વાળા સેકન્ડ માં બિંદુ બની બિંદુ સ્વરુપ બાપ ને યાદ કરી શકે છે. સાચાં દિલ વાળા સાચાં સાહેબ ને રાજી કરવાને કારણે બાપ ની વિશેષ દુવાઓ પ્રાપ્ત કરે છે, જેનાંથી સહજ જ એક સંકલ્પ માં સ્થિત થઈ જ્વાળા રુપ ની યાદ નો અનુભવ કરી શકે છે, પાવરફુલ વાયબ્રેશન ફેલાવી શકે છે.