10-11-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
મીઠાં બાળકો - “ તન -
મન - ધન અથવા મન્સા - વાચા - કર્મણા એવી સર્વિસ કરો જે ૨૧ જન્મો નું બાપ પાસે થી ફળ
મળે પરંતુ સર્વિસ માં ક્યારેય પરસ્પર અણબનાવ ન થવો જોઈએ”
પ્રશ્ન :-
ડ્રામા અનુસાર બાબા જે સર્વિસ કરાવી રહ્યાં છે તેમાં વધારે તીવ્રતા લાવવાની વિધિ કઈ
છે?
ઉત્તર :-
પરસ્પર એકમત હોય, ક્યારેય કોઈ ખિટ-પિટ ન થાય. જો ખિટ-પિટ થશે તો સર્વિસ શું કરશો
એટલે પરસ્પર મળીને સંગઠન બનાવી સલાહ કરો, એક-બીજા નાં મદદગાર બનો. બાબા તો મદદગાર
છે જ પરંતુ “હિંમતે બચ્ચે મદદે બાપ…” આનાં અર્થ ને યથાર્થ સમજીને મોટા કાર્ય માં
મદદગાર બનો.
ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં
બાળકો અહીંયા આવે છે રુહાની બાપ ની પાસે રિફ્રેશ થવાં. જ્યારે રિફ્રેશ થઈને પાછા
જાય છે તો જરુર જઈને કાંઈક કરીને દેખાડવાનું છે. એક-એક બાળકે સર્વિસ નું સબૂત આપવાનું
છે. જેમ કોઈ-કોઈ બાળક કહે છે અમારું સેવાકેન્દ્ર ખોલવાનું દિલ (મન) છે. ગામડા માં
પણ સર્વિસ કરે છે ને? તો બાળકો ને સદૈવ આ વિચાર રહેવો જોઈએ કે અમે મન્સા-વાચા-કર્મણા,
તન-મન-ધન થી એવી સર્વિસ કરીએ જે ભવિષ્ય ૨૧ જન્મો નું ફળ બાપ પાસે થી મળે. આ જ ફિકર
છે. અમે કાંઈ કરીએ છીએ? કોઈને જ્ઞાન આપીએ છીએ? આખો દિવસ આ વિચાર આવવા જોઈએ. ભલે
સેવાકેન્દ્ર ખોલો પરંતુ ઘર માં સ્ત્રી-પુરુષ નો અણબનાવ ન હોવો જોઈએ. કોઈ ઘમસાણ ન
જોઈએ. સંન્યાસી લોકો ઘર નાં ઘમસાણ થી નીકળી જાય છે. પરવા કર્યા વગર ચાલ્યાં જાય છે.
પછી ગવર્મેન્ટ તેમને રોકે છે શું? તે તો ફક્ત પુરુષ જ નીકળે છે. હવે કોઈ-કોઈ માતાઓ
નીકળે છે, જેમનાં કોઈ ધણી-ધોરી નથી હોતાં અથવા વૈરાગ આવી જાય છે, તેમને પણ તે
સંન્યાસી પુરુષ લોકો શીખવાડે છે. તેમનાં દ્વારા પોતાનો ધંધો કરે છે. પૈસા વગેરે બધા
એમની પાસે રહે છે. હકીકત માં ઘરબાર છોડ્યું તો પછી પૈસા રાખવાની જરુર નથી રહેતી. તો
હવે બાપ આપ બાળકો ને સમજાવી રહ્યાં છે. દરેક ની બુદ્ધિ માં આવવું જોઈએ - અમારે બાપ
નો પરિચય આપવાનો છે. મનુષ્ય તો કાંઈ નથી જાણતાં, બેસમજ છે. આપ બાળકો માટે બાપ નું
ફરમાન છે - મીઠાં-મીઠાં બાળકો, તમે પોતાને આત્મા સમજો, ફક્ત પંડિત નથી બનવાનું.
પોતાનું પણ કલ્યાણ કરવાનું છે. યાદ થી સતોપ્રધાન બનવાનું છે. ખૂબ પુરુષાર્થ કરવાનો
છે. નહીં તો ખૂબ પસ્તાવું પડશે. કહે છે બાબા, અમે ઘડી-ઘડી ભૂલી જઈએ છીએ. સંકલ્પ આવી
જાય છે. બાબા કહે છે તે તો આવશે જ. તમારે બાપ ની યાદ માં રહી સતોપ્રધાન બનવાનું છે.
આત્મા જે અપવિત્ર છે, તેમણે પરમપિતા પરમાત્મા ને જ યાદ કરી પવિત્ર બનવાનું છે. બાપ
જ બાળકો ને ડાયરેક્શન (માર્ગદર્શન) આપે છે - હે ફરમાનવરદાર બાળકો - તમને ફરમાન કરું
છું, મને યાદ કરો તો તમારા પાપ કપાશે. પહેલી-પહેલી વાત જ આ સંભળાવો કે નિરાકાર
શિવબાબા કહે છે મને યાદ કરો - હું પતિત-પાવન છું. મારી યાદ થી જ વિકર્મ વિનાશ થશે
બીજો કોઈ ઉપાય નથી. નથી કોઈ બતાવી શકતાં. અનેક સંન્યાસી વગેરે છે, નિમંત્રણ આપે છે
- યોગ કોન્ફરન્સ (સંમેલન) માં આવો. હવે તેમનાં હઠયોગ થી કોઈનું કલ્યાણ થવાનું નથી.
અસંખ્ય યોગાશ્રમ છે જેમને આ રાજયોગ ની બિલકુલ ખબર જ નથી. બાપ ને જ નથી જાણતાં. બેહદ
નાં બાપ જ આવીને સાચ્ચો-સાચ્ચો યોગ શીખવાડે છે. બાપ આપ બાળકો ને આપસમાન બનાવે છે.
જેમ હું નિરાકાર છું. અલ્પકાળ માટે આ તન માં આવું છું. ભાગ્યશાળી રથ તો જરુર મનુષ્ય
નો હશે. બળદ ને તો નહીં કહેવાશે. બાકી કોઈ ઘોડાગાડી વગેરે ની વાત નથી. નથી લડાઈ ની
કોઈ વાત. તમે જાણો છો આપણે માયા સાથે જ લડાઈ કરવાની છે. ગવાય પણ છે માયા થી હારે
હાર… તમે ખૂબ સારી રીતે સમજાવી શકો છો - પરંતુ હમણાં શીખી રહ્યાં છો. કોઈ
શીખતાં-શીખતાં પણ એકદમ ઘરતી પર પડી જાય છે. કોઈ ખિટખિટ થઈ જાય છે. બે બહેનો નું પણ
પરસ્પર નથી બનતું, લૂણપાણી થઈ જાય છે. તમારી પરસ્પર કોઈ પણ ખિટ-ખિટ ન થવી જોઈએ.
ખિટ-ખિટ થશે તો બાપ કહેશે આ શું સર્વિસ કરશે? ખૂબ સારા-સારા ની પણ એવી હાલત થઈ જાય
છે. હમણાં માળા બનાવાય તો કહેવાશે ડિફેક્ટેડ (ખામીયુક્ત) માળા છે. આમાં હજી આ-આ
અવગુણ છે. ડ્રામા પ્લાન અનુસાર બાબા સર્વિસ પણ કરાવતા રહે છે. ડાયરેક્શન આપતા રહે
છે. દિલ્લી માં ચારેય બાજુ સેવા નો ઘેરાવ નાખો. આ ફક્ત એકે થોડી કરવાનું છે! પરસ્પર
મળીને સલાહ કરવાની છે. બધા એક મત હોવા જોઈએ. બાબા એક છે પરંતુ મદદગાર બાળકો વગર કામ
થોડી કરશે? તમે સેવાકેન્દ્ર ખોલો છો, મત લો છો. બાબા પૂછે છે મદદ કરવાવાળા છો? કહે
છે - હા બાબા, જો મદદ આપવા વાળા નહીં હશે તો કાંઈ કરી નહીં શકશે.. ઘર માં પણ
મિત્ર-સંબંધી વગેરે આવે છે ને? ભલે ગાળો આપે, તે તમને કાપતાં રહેશે. તમારે તેની પરવા
નથી કરવાની.
આપ બાળકોએ પરસ્પર
બેસીને સલાહ કરવી જોઈએ. જેમ સેવાકેન્દ્ર ખોલે છે તો પણ બધા મળીને લખે છે - બાબા અમે
બ્રાહ્મણી ની સલાહ થી આ કામ કરીએ છીએ. સિંધી ભાષા માં કહે છે - બ ત બારા (૧ ની સાથે
૨ મળવાથી ૧૨ થઈ જાય) ૧૨ હશે તો વધારે જ સારી સલાહ નીકળશે. ક્યાંક-ક્યાંક એક-બીજા ની
સલાહ નથી લેતાં. હવે આમ કોઈ કામ થઈ શકે છે શું? બાબા કહેશે જ્યાં સુધી તમારું
પરસ્પર સંગઠન જ નથી તો તમે આટલું મોટું કાર્ય કેવી રીતે કરી શકશો? નાની દુકાન, મોટી
દુકાન પણ હોય છે ને? પરસ્પર મળીને સંગઠન કરે છે. એવું કોઈ નથી કહેતાં બાબા તમે મદદ
કરો. પહેલાં તો મદદગાર બનાવવા જોઈએ. પછી બાબા કહે છે - હિંમતે બચ્ચે મદદે બાપ. પહેલાં
તો પોતાનાં મદદગાર બનાવો. બાબા, અમે આટલું કરીએ છીએ બાકી તમે મદદ કરો. એવું નહીં,
પહેલાં તમે મદદ કરો. હિમ્મતે મર્દા… તેનો પણ અર્થ નથી સમજતાં. પહેલાં તો બાળકો ની
હિંમત જોઈએ. કોણ-કોણ શું મદદ આપે છે? પોતામેલ આખો લખશે - ફલાણા-ફલાણા આ મદદ આપે છે.
કાયદેસર લખીને આપશે. બાકી એવું થોડી એક-એક કહેશે અમે સેવાકેન્દ્ર ખોલીએ છીએ મદદ આપો.
આમ તો બાબા નથી ખોલી શકતાં શું? પરંતુ એવું તો બની ન શકે. કમિટી (સંગઠન) ને પરસ્પર
મળવાનું હોય છે. તમારા માં પણ નંબરવાર છે ને? કોઈ તો બિલકુલ કાંઈ પણ નથી સમજતાં.
કોઈ ખૂબ હર્ષિત થતા રહે છે. બાબા તો સમજે છે આ જ્ઞાન માં ખૂબ ખુશી રહેવી જોઈએ. એક જ
બાપ, શિક્ષક, ગુરુ મળે છે તો ખુશી થવી જોઈએ ને? દુનિયા માં આ વાતો કોઈ નથી જાણતાં.
શિવબાબા જ જ્ઞાનસાગર, પતિત-પાવન, સર્વ નાં સદ્દગતિ દાતા છે. બધાનાં ફાધર (પિતા) પણ
એક છે. આ બીજા કોઈની બુદ્ધિ માં નથી. હમણાં આપ બાળકો જાણો છો એ જ નોલેજફુલ,
લિબ્રેટર (મુક્તિદાતા), ગાઈડ (માર્ગદર્શક) છે. તો બાપ ની મત પર ચાલવું પડે. મળીને
સલાહ કરવાની છે. ખર્ચો કરવાનો છે. એક ની મત પર તો ન ચાલી શકાય. મદદગાર બધા જોઈએ. આ
પણ બુદ્ધિ જોઈએ ને? આપ બાળકોએ ઘરે-ઘરે સંદેશ આપવાનો છે. પૂછે છે-લગ્ન માં નિમંત્રણ
મળે છે, જઈએ? બાબા કહે છે - કેમ નહીં, જાઓ, જઈને પોતાની સર્વિસ કરો. અનેક નું
કલ્યાણ કરો. ભાષણ પર કરી શકો છો. મોત સામે છે, બાબા કહે છે મામેકમ્ યાદ કરો. અહીં
બધા પાપ આત્માઓ છે. બાપ ને જ ગાળો આપતા રહે છે. બાપ થી તમને બેમુખ કરી દે છે. ગાયન
પણ છે વિનાશકાળે વિપરીત બુદ્ધિ. કોણે કહ્યું? બાપે સ્વયં કહ્યું છે - મારી સાથે
પ્રીત બુદ્ધિ નથી. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ છે. મને જાણતા જ નથી. જેમની પ્રીત
બુદ્ધિ છે, જે મને યાદ કરે છે, તે જ વિજય મેળવશે. ભલે પ્રીત છે પરંતુ યાદ નથી કરતાં
તો પણ ઓછું પદ મેળવી લેશે. બાપ બાળકો ને ડાયરેક્શન આપે છે. મૂળ વાત બધાને સંદેશ
આપવાનો છે. બાપ ને યાદ કરો તો પાવન બની, પાવન દુનિયાનાં માલિક બનો. ડ્રામા અનુસાર
બાબા ને લેવું પણ વૃદ્ધ શરીર પડે છે. વાનપ્રસ્થ માં પ્રવેશ કરે છે. મનુષ્ય
વાનપ્રસ્થ અવસ્થા માં જ ભગવાન ને મળવા માટે મહેનત કરે છે. ભક્તિ માં તો સમજે છે -
જપ-તપ વગેરે કરવા આ બધા ભગવાન ને મળવા નાં રસ્તા છે. ક્યારે મળશે તે કાંઈ ખબર નથી.
જન્મ-જન્માંતર ભક્તિ કરતા આવ્યાં છે. ભગવાન તો કોઈને મળતા જ નથી. આ નથી સમજતા બાબા
આવશે જ ત્યારે, જ્યારે દુનિયા ને નવી બનાવવા ની હશે. રચયિતા બાપ જ છે, ચિત્ર છે
પરંતુ ત્રિમૂર્તિ માં શિવ ને નથી દેખાડતાં. શિવબાબા વગર બ્રહ્મા-વિષ્ણુ-શંકર
દેખાડ્યાં છે, જાણે ગળું કપાયેલું છે. બાપ વગર નિધણ નાં બની ગયા છે. બાપ કહે છે હું
આવીને તમને ધણી નાં બનાવું છું. ૨૧ જન્મ તમે ધણી નાં બની જાઓ છો. કોઈ તકલીફ નથી
રહેતી. તમે પણ કહેશો - જ્યાં સુધી બાપ નથી મળ્યાં, તો અમે પણ બિલકુલ નિધણ નાં તુચ્છ
બુદ્ધિ હતાં. પતિત-પાવન કહે છે પરંતુ એ ક્યારે આવશે? આ નથી જાણતાં. પાવન દુનિયા છે
જ નવી દુનિયા. બાપ કેટલું સિમ્પલ (સરળ) સમજાવે છે. તમને પણ સમજ માં આવે છે, અમે બાપ
નાં બન્યાં છીએ, સ્વર્ગ નાં માલિક જરુર બનીશું. શિવબાબા છે બેહદ નાં માલિક. બાપે જ
આવીને સુખ-શાંતિ નો વારસો આપ્યો હતો. સતયુગ માં સુખ હતું - બાકી બધા આત્માઓ
શાંતિધામ માં હતાં. હમણાં આ વાતો ને તમે સમજો છો. શિવબાબા કેમ આવ્યાં હશે? જરુર નવી
દુનિયા રચવાં. પતિત ને પાવન બનાવવા આવ્યાં હશે. ઊંચું કાર્ય કર્યુ હશે, મનુષ્ય
બિલકુલ ઘોર અંધારા માં છે. બાપ કહે છે આ પણ ડ્રામા માં નોંધ છે. આપ બાળકો ને બાપ
જગાડે છે. તમને હવે આ આખાં ડ્રામા ની ખબર છે - કેવી રીતે નવી દુનિયા પછી જૂની થાય
છે. બાપ કહે છે બીજું બધું છોડી એક બાપ ને યાદ કરો. આપણને કોઈનાં થી નફરત નથી આવતી.
આ સમજાવવું પડે છે. ડ્રામા અનુસાર માયા નું રાજ્ય પણ હોય છે. હવે ફરી બાપ કહે છે -
મીઠાં-મીઠાં બાળકો, હવે આ ચક્ર પૂરું થાય છે. હમણાં તમને ઈશ્વરીય મત મળે છે, તેનાં
પર ચાલવાનું છે. હવે ૫ વિકારો ની મત પર નથી ચાલવાનું. અડધોકલ્પ તમે માયા ની મત પર
ચાલી તમોપ્રધાન બન્યાં છો. હમણાં હું તમને સતોપ્રધાન બનાવવાં આવ્યો છું. સતોપ્રધાન,
તમોપ્રધાન ની આ રમત છે. ગ્લાનિ ની કોઈ વાત નથી. કહે છે ભગવાને આ આવાગમન નું નાટક જ
કેમ રચ્યું? કેમ નો સવાલ જ નથી ઉઠતો. આ તો ડ્રામા નું ચક્ર છે, જે ફરી રિપીટ થતું
રહે છે. ડ્રામા અનાદિ છે. હમણાં છે કળિયુગ, સતયુગ ભૂતકાળ થઈ ગયો છે. હવે ફરી બાપ
આવ્યાં છે. બાબા-બાબા કહેતાં રહો તો કલ્યાણ થતું રહેશે. બાપ કહે છે આ અતિ ગુહ્ય
રમણીક વાતો છે. કહે છે સિહણ નાં દૂધ માટે સોના નું વાસણ જોઈએ. સોના ની બુદ્ધિ કેવી
રીતે બનશે? આત્મા માં જ બુદ્ધિ છે ને? આત્મા કહે છે - મારી બુદ્ધિ હવે બાબા તરફ છે.
હું બાબા ને ખૂબ યાદ કરું છું. બેઠાં-બેઠાં બુદ્ધિ બીજી તરફ ચાલી જાય છે ને? બુદ્ધિ
માં ધંધાધોરી યાદ આવતા રહેશે. તો તમારી વાત જાણે સાંભળશે નહીં. મહેનત છે.
જેટલું-જેટલું મોત નજીક આવતું જશે - તમે યાદ માં ખૂબ રહેશો. મરતી વખતે બધા કહે છે
ભગવાન ને યાદ કરો. હવે બાપ સ્વયં કહે છે મને યાદ કરો. આપ સર્વ ની વાનપ્રસ્થ અવસ્થા
છે. પાછા જવાનું છે એટલે હવે મને યાદ કરો. બીજી કોઈ વાત ન સાંભળો. જન્મ-જન્માંતર
નાં પાપો નો બોજો તમારા માથા પર છે. શિવબાબા કહે છે આ સમયે બધા અજામિલ છે. મૂળ વાત
છે યાદ ની યાત્રા, જેનાથી તમે પાવન બનશો પછી પરસ્પર પ્રેમ પણ હોવો જોઈએ. એક-બીજા
પાસે થી સલાહ લેવી જોઈએ. બાપ પ્રેમ નાં સાગર છે ને? તો તમે પણ પરસ્પર ખૂબ પ્રિય હોવા
જોઈએ. દેહી-અભિમાની બની બાપ ને યાદ કરવાના છે. બહેન-ભાઈ નો સંબંધ પણ તોડવો પડે છે.
ભાઈ-બહેન સાથે પણ યોગ ન રાખો. એક બાપ સાથે જ યોગ રાખો. બાપ આત્માઓ ને કહે છે - મને
યાદ કરો તો તમારી વિકારી દૃષ્ટિ ખલાસ થઈ જાય. કર્મેન્દ્રિયો થી કોઈ વિકર્મ ન કરવા
જોઈએ. મન્સા માં તોફાન જરુર આવશે. આ ઊંચી મંજિલ છે. બાબા કહે છે જુઓ કર્મેન્દ્રિયો
દગો આપે છે તો ખબરદાર થઈ જાઓ. જો ઉલ્ટું કામ કરી લીધું તો ખલાસ. ચઢે તો ચાખે વૈકુંઠ
કા માલિક… મહેનત સિવાય થોડી કાંઈ થાય છે? ખૂબ મહેનત છે. દેહ સહિત દેહ નાં… કોઈ-કોઈ
ને તો બંધન નથી તો પણ ફસાયેલા રહે છે. બાપ ની શ્રીમત પર નથી ચાલતાં. લાખ-બે લાખ છે,
ભલે મોટું કુટુંબ છે તો પણ બાબા કહેશે વધારે ધંધા વગેરે માં નહીં ફસાઓ. વાનપ્રસ્થી
બની જાઓ. ખર્ચો વગેરે ઓછો કરી લો. ગરીબ લોકો કેટલું સાધારણ ચાલે છે. હમણાં શું-શું
ચીજો નીકળી છે, વાત ન પૂછો! ખર્ચા જ ખર્ચા સાહુકારો નાં ચાલે છે. નહીં તો પેટ ને
શું જોઈએ? એક પા લોટ. બસ. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. પરસ્પર
ખૂબ-ખૂબ પ્રિય બનવાનું છે પરંતુ ભાઈ-બહેન સાથે યોગ નથી રાખવાનો. કર્મેન્દ્રિયો થી
કોઈ પણ વિકર્મ નથી કરવાનાં.
2. એક ઈશ્વરીય મત પર
ચાલીને સતોપ્રધાન બનવાનું છે. માયા ની મત છોડી દેવાની છે. પરસ્પર સંગઠન મજબૂત કરવાનું
છે, એક-બીજા નાં મદદગાર બનવાનું છે.
વરદાન :-
લક્ષ પ્રમાણે
લક્ષણ નાં બેલેન્સ ની કળા દ્વારા ચઢતી કળા નો અનુભવ કરવા વાળા બાપ સમાન સંપન્ન ભવ
બાળકો માં વિશ્વ
કલ્યાણ ની કામના પણ છે તો બાપ સમાન બનવાની શ્રેષ્ઠ ઈચ્છા પણ છે, પરંતુ લક્ષ પ્રમાણે
જે લક્ષણ સ્વયં ને તથા સર્વ ને દેખાય એમાં અંતર છે એટલે બેલેન્સ કરવાની કળા હવે ચઢતી
કળા માં લાવીને આ અંતર ને ખતમ કરો. સંકલ્પ છે પરંતુ દૃઢતા સંપન્ન સંકલ્પ હોય તો બાપ
સમાન સંપન્ન બનવાનું વરદાન પ્રાપ્ત થઈ જશે. હમણાં જે સ્વદર્શન અને પરદર્શન બંને
ચક્ર ફરે છે, વ્યર્થ વાતો નાં જે ત્રિકાળદર્શી બની જાઓ છો - એનું પરિવર્તન કરી
સ્વચિંતક સ્વદર્શન ચક્રધારી બનો.
સ્લોગન :-
સેવા નું
ભાગ્ય પ્રાપ્ત થવું જ સૌથી મોટું ભાગ્ય છે.
અવ્યક્ત ઇશારા -
અશરીરી કે વિદેહી સ્થિતિ નો અભ્યાસ વધારો
અભ્યાસ કરો - દેહ અને
દેહ નાં દેશ ને ભૂલી અશરીરી પરમધામ નિવાસી બની જાઓ, પછી પરમધામ નિવાસી થી અવ્યક્ત
સ્થિતિ માં સ્થિત થઈ જાઓ, પછી સેવા પ્રત્યે અવાજ માં આવો, સેવા કરવા સાથે પણ પોતાનાં
સ્વરુપ ની સ્મૃતિ માં રહો, પોતાની બુદ્ધિ ને જ્યાં ઈચ્છો ત્યાં એક સેકન્ડ થી પણ ઓછા
સમય માં લગાવી લો ત્યારે પાસ વિથ ઓનર બનશો.