10-12-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમારા આ રેકોર્ડ ( ગીતો ) સંજીવની બૂટી છે , એને વગાડવા થી મુરઝાઈસ ( નિરાશા પણું ) નીકળી જશે”

પ્રશ્ન :-
અવસ્થા બગડવાનું કારણ શું છે? કઈ યુક્તિ થી અવસ્થા ખૂબ સારી રહી શકે છે?

ઉત્તર :-
૧. જ્ઞાન નો ડાન્સ નથી કરતા, ઝરમુઈ-ઝંઘમુઈ માં પોતાનો સમય ગુમાવી દે છે એટલે અવસ્થા બગડી જાય છે. ૨. બીજાઓને દુઃખ આપે છે તો પણ તેની અસર અવસ્થા પર આવે છે. અવસ્થા સારી ત્યારે રહેશે જ્યારે મીઠાં બનીને ચાલશો. યાદ પર પૂરું એટેન્શન (ધ્યાન) હશે. રાત્રે સૂતાં પહેલાં ઓછા માં ઓછો અડધો કલાક યાદ માં બેસો પછી સવારે ઉઠીને યાદ કરો તો અવસ્થા સારી રહેશે.

ગીત :-
કોન આયા મેરે મન કે દ્વારે…

ઓમ શાંતિ!
આ ગીતો પણ બાબાએ બનાવડાવ્યા છે બાળકો માટે. આનો અર્થ પણ બાળકો સિવાય કોઈ જાણી નથી શકતું. બાબાએ ઘણીવાર સમજાવ્યું છે કે આવા સારા-સારા ગીતો ઘર માં રહેવા જોઈએ પછી કોઈ મુરઝાઈશ (નિરાશા) આવે છે તો ગીતો વગાડવાથી બુદ્ધિ માં ઝટ અર્થ આવશે તો મુરઝાઈશ નીકળી જશે. આ ગીતો પણ સંજીવની બૂટી છે. બાબા ડાયરેક્શન તો આપે છે પરંતુ કોઈ અમલ માં લાવે. હવે આ ગીત માં કોણ કહે છે કે અમારા-તમારા બધાનાં દિલ માં કોણ આવ્યાં છે? જે આવીને જ્ઞાન ડાન્સ કરે છે. કહે છે ગોપિકાઓ કૃષ્ણ ને નાચ નચાવતી હતી, આ તો નથી. હવે બાબા કહે છે - હે સાલિગ્રામ બાળકો. બધાને કહે છે ને? સ્કૂલ એટલે સ્કૂલ, જ્યાં ભણવાનું હોય છે, આ પણ સ્કૂલ છે. આપ બાળકો જાણો છો આપણા દિલ માં કોની યાદ આવે છે? બીજા કોઈ પણ મનુષ્ય માત્ર ની બુદ્ધિ માં આ વાતો નથી. આ એક જ સમય છે જ્યારે આપ બાળકોને એમની યાદ રહે છે બીજા કોઈ એમને યાદ નથી કરતાં. બાપ કહે છે તમે રોજ મને યાદ કરો તો ધારણા ખૂબ સારી થશે. જેમ હું ડાયરેક્શન આપું છું તેમ તમે યાદ કરતા નથી. માયા તમને યાદ કરવા નથી દેતી. મારા કહેવા પર તમે બહુ ઓછું ચાલો છો અને માયા નાં કહેવા પર ખૂબ ચાલો છો. કેટલીવાર કહ્યું છે - રાત્રે નાં જ્યારે સુવો છો તો અડધો કલાક બાબાની યાદ માં બેસી જવું જોઈએ. ભલે સ્ત્રી-પુરુષ છે, સાથે બેસે કે અલગ-અલગ બેસે. બુદ્ધિ માં એક બાપ ની જ યાદ રહે. પરંતુ કોઈ વિરલા જ યાદ કરે છે. માયા ભુલાવી દે છે. ફરમાન (આજ્ઞા) પર નહીં ચાલશો તો પદ કેવી રીતે મેળવી શકશો? બાબા ને ખૂબ યાદ કરવાના છે. શિવબાબા તમે જ આત્માઓ નાં બાપ છો. બધાને તમારી પાસે થી જ વારસો મળવાનો છે. જે પુરુષાર્થ નથી કરતા તેમને પણ વારસો મળશે, બ્રહ્માંડ નાં માલિક તો બધા બનશે. સર્વ આત્માઓ નિર્વાણધામ માં આવશે ડ્રામા અનુસાર. ભલે કાંઈ પણ ન કરે. અડધો કલ્પ ભલે ભક્તિ કરે છે પરંતુ પાછા કોઈ જઈ ન શકે, જ્યાં સુધી હું ગાઈડ બનીને ન આવું. કોઈએ રસ્તો જોયો જ નથી. જો જોયો હોય તો તેમની પાછળ બધા મચ્છરો ની જેમ જાય. મૂળવતન શું છે? આ પણ કોઈ જાણતા નથી. તમે જાણો છો આ પૂર્વ નિર્ધારિત ડ્રામા છે, આને જ રીપીટ કરવાનો છે. હવે દિવસે તો કર્મયોગી બની ધંધા માં લાગવાનું છે. ભોજન બનાવવું વગેરે બધા કર્મ કરવાના છે, હકીકત માં કર્મ સંન્યાસ કહેવું પણ ખોટું છે. કર્મ વગર તો કોઈ રહી ન શકે. કર્મ સંન્યાસી ખોટું નામ રાખી દીધું છે. તો દિવસ માં ભલે ધંધો વગેરે કરો, રાત્રે અને સવારે-સવારે બાપ ને સારી રીતે યાદ કરો. જેમને હમણાં અપનાવ્યા છે, તેમને યાદ કરશો તો મદદ પણ મળશે. નહીં તો નહીં મળશે. સાહૂકાર ને તો બાપ નાં બનવામાં હૃદય વિદીર્ણ થાય છે તો પછી પદ પણ નહીં મળશે. આ યાદ કરવા તો ખૂબ સહજ છે. એ આપણા બાપ, શિક્ષક, ગુરુ છે. આપણને બધા રહસ્ય બતાવ્યા છે - આ વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી કેવી રીતે રિપીટ થાય છે. બાપ ને યાદ કરવાના છે અને પછી સ્વદર્શન ચક્ર ફેરવવાનું છે. બધાને પાછા લઈ જવા વાળા તો બાપ જ છે. આવા-આવા વિચારો માં રહેવું જોઈએ. રાત્રે સૂતી વખતે પણ આ નોલેજ ફરતી રહે. સવારે ઉઠતાં પણ આ નોલેજ યાદ રહે. આપણે બ્રાહ્મણ થી દેવતા પછી ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બનીશું. પછી બાબા આવશે ફરી આપણે શુદ્ર થી બ્રાહ્મણ બનીશું. બાબા ત્રિમૂર્તિ, ત્રિકાળદર્શી, ત્રિનેત્રી પણ છે. આપણી બુદ્ધિ ખોલી દે છે. ત્રીજું નેત્ર પણ જ્ઞાન નું મળે છે. આવા બાપ તો કોઈ હોઈ ન શકે. બાપ રચના રચે છે તો માતા પણ થઈ ગયાં. જગત અંબા ને નિમિત્ત બનાવે છે. બાપ આ તન માં આવીને બ્રહ્મારુપ થી રમે-કુદે પણ છે. ફરવા પણ જાય છે. આપણે બાબા ને યાદ તો કરીએ છીએ ને? તમે જાણો છો આમનાં રથ માં આવે છે. તમે કહેશો બાપદાદા અમારી સાથે રમે છે. રમત માં પણ બાબા પુરુષાર્થ કરાવે છે યાદ કરવાનો. બાબા કહે છે હું આમનાં દ્વારા રમી રહ્યો છું. ચેતન્ય તો છે ને? તો આવા વિચાર રાખવા જોઈએ. આવા બાપની ઉપર બલિ પણ ચઢવાનું છે. ભક્તિ માર્ગ માં તમે ગાતા આવ્યા છો વારી જાઉં… હવે બાપ કહે છે મને આ એક જન્મ પોતાનો વારિસ બનાવો તો હું ૨૧ જન્મો માટે રાજ્ય-ભાગ્ય આપીશ. હવે આ ફરમાન આપુ તો તે ડાયરેક્શન પર ચાલવાનું છે. એ પણ જેવું જોશે એવું ડાયરેક્શન આપશે. ડાયરેક્શન પર ચાલવાથી મમત્વ નિકળી જશે, પરંતુ ડરે છે. બાબા કહે છે તમે બલિ નથી ચઢતાં તો હું વારસો કેવી રીતે આપીશ? તમારા પૈસા કોઈ લઈ થોડી જાય છે? કહેશે, સારુ તમારા પૈસા છે, લિટરેચર (પુસ્તકો) માં લગાવી દો. ટ્રસ્ટી છો ને? બાબા સલાહ આપતા રહેશે. બાબા નું બધું જ બાળકો માટે છે. બાળકો પાસેથી કંઈ લેતા નથી. યુક્તિ થી સમજાવી દે છે ફક્ત મમત્વ નિકળી જાય. મોહ પણ ખૂબ કડો (ખરાબ) છે. (વાંદરા નું ઉદાહરણ) બાબા કહે છે તમે વાંદરાની જેમ એમની પાછળ મોહ કેમ રાખો છો? પછી ઘર-ઘર મંદિર કેવી રીતે બનશે? હું તમને વાંદરાપણા થી છોડાવી મંદિર લાયક બનાવું છું. તમે આ કિચડપટ્ટી માં મમત્વ કેમ રાખો છો? બાબા ફક્ત મત આપશે - કેવી રીતે સંભાળો. તો પણ બુદ્ધિ માં નથી બેસતું. આ બધું બુદ્ધિ નું કામ છે.

બાબા સલાહ આપે છે અમૃતવેલા પણ કેવી રીતે બાબા સાથે વાતો કરો? બાબા, આપ બેહદ નાં બાપ, શિક્ષક છો. તમે જ બેહદનાં વર્લ્ડની હિસ્ટ્રી-જોગ્રાફી બતાવી શકો છો. લક્ષ્મી-નારાયણ નાં ૮૪ જન્મો ની કહાણી દુનિયા માં કોઈ નથી જાણતું. જગત અંબા ને માતા-માતા પણ કહે છે. એ કોણ છે? સતયુગ માં તો હોઈ ન શકે. ત્યાં નાં મહારાણી-મહારાજા તો લક્ષ્મી-નારાયણ છે. તેમને પોતાનું બાળક છે જે તખ્ત (ગાદી) પર બેસશે. આપણે કેવી રીતે તેમનાં બાળકો બનીશું જે તખ્ત પર બેસીશું? હમણાં આપણે જાણીએ છીએ આ જગત અંબા બ્રાહ્મણી છે, બ્રહ્માની પુત્રી સરસ્વતી. મનુષ્ય થોડી આ રહસ્ય જાણે છે? રાત્રે બાબા ની યાદ માં બેસવાનો નિયમ રાખો તો ખૂબ સારું છે. નિયમ બનાવશો તો તમને ખુશીનો પારો ચઢેલો રહેશે પછી બીજા કોઈ કષ્ટ નહીં થશે. કહેશે એક બાપ નાં બાળકો આપણે ભાઈ-બહેન છીએ. પછી ગંદી દૃષ્ટિ રાખવી, ક્રિમિનલ એસાલ્ટ (પાપ કર્મ) થઈ જશે. નશો પણ સતો, રજો, તમોગુણી હોય છે ને? તમોગુણી નશો ચઢ્યો તો મરી પડશે. આ તો નિયમ બનાવી લો - થોડો પણ સમય બાબા ને યાદ કરી બાબાની સર્વિસ (સેવા) પર જાઓ. પછી માયાનાં તોફાન નહીં આવશે. તે નશો દિવસ ભર ચાલશે અને અવસ્થા પણ બહુ જ રિફાઈન (શુદ્ધ) થઈ જશે. યોગ માં પણ લાઈન ક્લિયર (સ્પષ્ટ) થઈ જશે. આવા-આવા ગીતો પણ ખૂબ સરસ છે, ગીતો સાંભળતા રહેશો તો નાચવાનું શરુ કરી દેશો, રિફ્રેશ થઈ જશો. બે, ચાર, પાંચ ગીતો ખૂબ સરસ છે. ગરીબ પણ બાબાની આ સર્વિસ માં લાગી જાય તો તેમને મહેલ મળી શકે છે. શિવબાબા નાં ભંડારા થી બધુ મળી શકે છે. સર્વિસેબલ (સેવાધારી) ને બાબા કેમ નહીં આપશે? શિવબાબા નો ભંડારો ભરપૂર જ છે.

(ગીત) આ છે જ્ઞાન-ડાન્સ. બાપ આવીને જ્ઞાન-ડાન્સ કરાવે છે ગોપ-ગોપીઓ ને. ક્યાંય પણ બેઠાં છો બાબા ને યાદ કરતા રહો તો અવસ્થા ખૂબ સરસ રહેશે. જેમ બાબા જ્ઞાન અને યોગ નાં નશા માં રહે છે, આપ બાળકો ને પણ શીખવાડે છે. તો ખુશી નો નશો રહેશે. નહીં તો ઝરમુઈ-ઝંઘમુઈ માં રહેવાથી પછી અવસ્થા જ બગડી જાય છે. સવારે ઉઠવું તો ખૂબ સારું છે. બાબા ની યાદ માં બેસી બાબા સાથે મીઠી-મીઠી વાતો કરવી જોઈએ. ભાષણ કરવા વાળાઓએ તો વિચાર સાગર મંથન કરવું પડે. આજે આ પોઈન્ટ્સ પર સમજાવીશું, આવી રીતે સમજાવીશું. બાબા ને ઘણાં બાળકો કહે છે અમે નોકરી છોડીએ? પરંતુ બાબા કહે છે પહેલાં સર્વિસનું સબૂત (પ્રમાણ) તો આપો. બાબાએ યાદની યુક્તિ ખૂબ સારી બતાવી છે. પરંતુ કોટો માં કોઈ નિકળશે જેમને આ આદત પડશે. કોઈ ને મુશ્કેલ યાદ રહે છે. આપ કુમારીઓનું નામ તો પ્રસિદ્ધ છે. કુમારી ને બધા પગે પડે છે. તમે ૨૧ જન્મો માટે ભારત ને સ્વરાજ્ય અપાવો છો. તમારું યાદગાર મંદિર પણ છે. બ્રહ્માકુમાર-કુમારીઓનું નામ પણ પ્રખ્યાત થઈ ગયું છે ને? કુમારી એ જે ૨૧ કુળ નો ઉદ્ધાર કરે. તો તેનો અર્થ પણ સમજવો પડે. આપ બાળકો જાણો છો આ ૫ હજાર વર્ષ ની રીલ છે, જે કંઈ પસાર થયું છે તે ડ્રામા. ભૂલ થઈ ડ્રામા. પછી આગળ માટે પોતાનું રજિસ્ટર ઠીક કરી દેવું જોઈએ. પછી રજીસ્ટર ખરાબ ન થવું જોઈએ. ખૂબ વધારે મહેનત છે ત્યારે આટલું ઊંચ પદ મળશે. બાબા નાં બની ગયા તો પછી બાબા વારસો પણ આપશે. સોતેલા ને થોડી વારસો આપશે? મદદ આપવી તો ફરજ છે. સેન્સિબલ (સમજદાર) જે છે તે દરેક વાત માં મદદ કરે છે. બાપ જુઓ, કેટલી મદદ કરે છે? હિમ્મતે મર્દા તો મદદે ખુદા . માયા પર જીત મેળવવા માં પણ તાકાત જોઈએ. એક રુહાની બાપ ને યાદ કરવાના છે, બીજા સંગ તોડી એક સંગ જોડવાનો છે. બાબા છે જ્ઞાન નાં સાગર. એ કહે છે હું આમનાં માં પ્રવેશ કરું છું, બોલું છું. બીજા તો કોઈ આવું કહી ન શકે કે હું બાપ, શિક્ષક, ગુરુ છું. બ્રહ્મા, વિષ્ણુ, શંકર ને રચવા વાળો છું. આ વાતો ને હમણાં આપ બાળકો જ સમજી શકો છો. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. જૂની કિચડપટ્ટી માં મમત્વ નથી રાખવાનું, બાપ નાં ડાયરેક્શન પર ચાલી પોતાનું મમત્વ કાઢવાનું છે. ટ્રસ્ટી બનીને રહેવાનું છે.

2. આ અંતિમ જન્મ માં ભગવાનને પોતાનાં વારીસ બનાવી એમનાં પર બલિ ચઢવાનું છે, ત્યારે ૨૧ જન્મો નું રાજ્ય ભાગ્ય મળશે. બાપ ને યાદ કરી સર્વિસ કરવાની છે, નશા માં રહેવાનું છે, રજીસ્ટર ક્યારેય ખરાબ ન થાય આ ધ્યાન આપવાનું છે.

વરદાન :-
પ્રત્યક્ષ ફળ દ્વારા અતિન્દ્રિય સુખ ની અનુભૂતિ કરવા વાળા નિ : સ્વાર્થ સેવાધારી ભવ

સતયુગ માં સંગમ નાં કર્મ નું ફળ મળશે પરંતુ અહીં બાપ નાં બનવાથી પ્રત્યક્ષ ફળ વારસા નાં રુપ માં મળે છે. સેવા કરી અને સેવા કરવાની સાથે-સાથે ખુશી મળી. જે યાદ માં રહીને નિ:સ્વાર્થ ભાવ થી સેવા કરે છે તેમને સેવા નું પ્રત્યક્ષ ફળ અવશ્ય મળે છે. પ્રત્યક્ષ ફળ જ તાજું ફળ છે જે અવરહેલ્દી બનાવી દે છે. યોગ યુક્ત, યથાર્થ સેવાનું ફળ છે ખુશી, અતિન્દ્રિય સુખ અને ડબલ લાઈટ ની અનુભૂતિ.

સ્લોગન :-
વિશેષ આત્મા એ છે જે પોતાની ચલન દ્વારા રુહાની રોયલ્ટી ની ઝલક અને ફલક નો અનુભવ કરાવે.