12-01-2025 
  પ્રાતઃ  ગુજરાતી મુરલી  
 ઓમ શાંતિ   
બાપદાદા    મધુબન
“ મીઠાં બાળકો - યોગ 
, અગ્નિ સમાન છે , જેમાં તમારા પાપ બળી જાય છે , આત્મા સતોપ્રધાન બને છે એટલે એક 
બાપ ની યાદ માં ( યોગ માં ) રહો”
પ્રશ્ન :-
પુણ્ય આત્મા બનવા વાળા બાળકોએ કઈ વાત નું ખૂબ-ખૂબ ધ્યાન રાખવાનું છે?
ઉત્તર :-
પૈસા દાન કોને કરવાના છે, આ વાત પર પૂરું ધ્યાન રાખવાનું છે. જો કોઈને પૈસા આપ્યા 
અને તેણે જઈને દારુ વગેરે પીધો, ખરાબ કર્મ કર્યા તો તેનું પાપ તમારા ઉપર આવી જશે. 
તમારે પાપ આત્માઓ સાથે હવે લેન-દેન નથી કરવાની. અહીં તો તમારે પુણ્ય આત્મા બનવાનું 
છે.
ગીત :- 
ન વહ હમસે જુદા 
હોંગે…
ઓમ શાંતિ!
આને કહેવાય છે 
યાદ ની આગ. યોગ અગ્નિ એટલે યાદ ની આગ. આગ શબ્દ કેમ કહે છે? કારણકે આમાં પાપ બળી જાય 
છે. આ ફક્ત આપ બાળકો જ જાણો છો - કેવી રીતે આપણે તમોપ્રધાન થી સતોપ્રધાન બનીએ છીએ. 
સતોપ્રધાન નો અર્થ જ છે પુણ્ય આત્મા અને તમોપ્રધાન નો અર્થ જ છે પાપ આત્મા. કહેવાય 
પણ છે આ ખૂબ પુણ્ય આત્મા છે, આ પાપ આત્મા છે. આનાથી સિદ્ધ થાય છે આત્મા જ સતોપ્રધાન 
બને છે પછી પુનર્જન્મ લેતા-લેતા તમોપ્રધાન બને છે એટલે આને પાપ આત્મા કહેવાય છે. 
પતિત-પાવન બાપ ને પણ એટલે યાદ કરે છે કે આવીને પાવન આત્મા બનાવો. પતિત આત્મા કોણે 
બનાવ્યાં? આ કોઈને પણ ખબર નથી. તમે જાણો છો જ્યારે પાવન આત્મા હતાં તો તેને 
રામરાજ્ય કહેવાતું હતું. હમણાં પતિત આત્માઓ છે એટલે આને રાવણ રાજ્ય કહેવાય છે. ભારત 
જ પાવન, ભારત જ પતિત બને છે. બાપ જ આવીને ભારત ને પાવન બનાવે છે. બાકી બધા આત્માઓ 
પાવન બની શાંતિધામ માં ચાલ્યા જાય છે. હમણાં છે દુઃખધામ. આટલી સહજ વાત પણ બુદ્ધિ 
માં બેસતી નથી. જ્યારે દિલ થી સમજે ત્યારે સાચાં બ્રાહ્મણ બને. બ્રાહ્મણ બન્યા વગર 
બાપ પાસે થી વારસો મળી ન શકે.
હવે આ છે સંગમયુગ નો 
યજ્ઞ. યજ્ઞ માટે તો બ્રાહ્મણ જરુર જોઈએ. હમણાં તમે બ્રાહ્મણ બન્યા છો. જાણો છો 
મૃત્યુલોક નો આ અંતિમ યજ્ઞ છે. મૃત્યુલોક માં જ યજ્ઞ થાય છે. અમરલોક માં યજ્ઞ થતા 
નથી. ભક્તો ની બુદ્ધિ માં આ વાતો બેસી ન શકે. ભક્તિ બિલકુલ અલગ છે, જ્ઞાન અલગ છે. 
મનુષ્ય પછી વેદો-શાસ્ત્રો ને જ જ્ઞાન સમજી લે છે. જો તેમાં જ્ઞાન હોત તો ફરી મનુષ્ય 
પાછા ચાલ્યા જાત. પરંતુ ડ્રામા અનુસાર પાછું કોઈ પણ જતું નથી. બાબા એ સમજાવ્યું છે 
પહેલા નંબર ને જ સતો, રજો, તમો માં આવવાનું છે તો બીજા પછી ફક્ત સતો નો પાર્ટ ભજવી 
પાછા કેવી રીતે જઈ શકે? તેમને તો પછી તમોપ્રધાન માં આવવાનું જ છે, પાર્ટ ભજવવાનો જ 
છે. દરેક એક્ટર ની તાકાત પોત-પોતાની હોય છે ને? મોટા-મોટા એક્ટર્સ કેટલાં નામીગ્રામી 
હોય છે. સૌથી મુખ્ય ક્રિયેટર, ડાયરેક્ટર અને મુખ્ય એક્ટર કોણ છે? હમણાં તમે સમજો છો 
ગોડફાધર છે મુખ્ય, પાછળ પછી જગદંબા, જગતપિતા. જગત નાં માલિક, વિશ્વ નાં માલિક બને 
છે, એમનો પાર્ટ જરુર ઊંચો છે. તો એમનો પે (પગાર) પણ ઊંચો છે. પગાર આપે છે બાપ, જે 
સૌથી ઊંચા છે. કહે છે તમે મને આટલી મદદ કરો છો તો તમને પગાર પણ જરુર એટલો મળશે. 
બેરિસ્ટર ભણાવશે તો કહેશે ને, આટલું ઊંચ પદ પ્રાપ્ત કરાવું છું તો આ ભણતર પર બાળકોએ 
કેટલું અટેન્શન (ધ્યાન) આપવું જોઈએ. ગૃહસ્થ માં પણ રહેવાનું છે, કર્મયોગ સંન્યાસ છે 
ને? ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં, બધું કરતા બાપ પાસે થી વારસો મેળવવાનો પુરુષાર્થ કરી 
શકે છે, આમાં કોઈ તકલીફ નથી. કામકાજ કરતા શિવબાબા ની યાદ માં રહેવાનું છે. નોલેજ તો 
ખૂબ સહજ છે. ગાય પણ છે-હે પતિત-પાવન, આવો, આવીને અમને પાવન બનાવો. પાવન દુનિયામાં 
તો રાજધાની છે તો બાપ તે રાજધાની નાં પણ લાયક બનાવે છે.
આ જ્ઞાન નાં મુખ્ય બે 
સબ્જેક્ટ (વિષય) છે - અલ્ફ અને બે. સ્વદર્શન ચક્રધારી બનો અને બાપ ને યાદ કરો તો તમે 
એવરહેલ્દી (સદા સ્વસ્થ) અને વેલ્દી (સંપન્ન) બનશો. બાપ કહે છે મને ત્યાં યાદ કરો. 
ઘર ને પણ યાદ કરો, મને યાદ કરવાથી તમે ઘર માં ચાલ્યા જશો. સ્વદર્શન ચક્રધારી બનવાથી 
તમે ચક્રવર્તી રાજા બનશો. આ બુદ્ધિ માં સારી રીતે રહેવું જોઈએ. આ સમયે તો બધા 
તમોપ્રધાન છે. સુખધામ માં સુખ, શાંતિ, સંપત્તિ બધું મળે છે. ત્યાં એક ધર્મ હોય છે. 
હમણાં તો જુઓ ઘર-ઘર માં અશાંતિ છે. સ્ટુડન્ટ (વિદ્યાર્થી) લોકો જુઓ કેટલાં હંગામા (તોફાન) 
કરે છે? પોતાનું નવું લોહી દેખાડે છે. આ છે તમોપ્રધાન દુનિયા, સતયુગ છે નવી દુનિયા. 
બાપ સંગમ પર આવેલા છે, મહાભારત લડાઈ પણ સંગમ ની જ છે. હવે આ દુનિયા બદલાવાની છે. 
બાપ પણ કહે છે હું નવી દુનિયા ની સ્થાપના કરવા સંગમ પર આવું છું, આને જ પુરુષોત્તમ 
સંગમયુગ કહે છે. પુરુષોત્તમ માસ, પુરુષોત્તમ સંવત પણ મનાવે છે. પરંતુ આ પુરુષોત્તમ 
સંગમ ની કોઈને ખબર નથી. સંગમ પર જ બાપ આવીને તમને હીરા જેવા બનાવે છે. પછી આમાં પણ 
નંબરવાર તો હોય જ છે. હીરા જેવા રાજા બની જાય છે, બાકી સોના જેવી પ્રજા બની જાય છે. 
બાળકે જન્મ લીધો અને વારસા નો હકદાર બન્યો. હવે તમે પાવન દુનિયાનાં હકદાર બની જાઓ 
છો. પછી તેમાં ઊંચ પદ મેળવવા માટે પુરુષાર્થ કરવાનો છે. આ સમય નો તમારો પુરુષાર્થ 
કલ્પ-કલ્પ નો પુરુષાર્થ હશે. સમજાય છે આ કલ્પ-કલ્પ આવો જ પુરુષાર્થ કરશે. આનાં કરતાં 
વધારે પુરુષાર્થ થશે જ નહીં. જન્મ-જન્માંતર, કલ્પ-કલ્પાન્તર આ પ્રજા માં જ આવશે. આ 
સાહૂકાર પ્રજા માં દાસ-દાસીઓ બનશે. નંબરવાર તો હોય છે ને? ભણતર નાં આધાર થી બધી ખબર 
પડી જાય છે. બાબા ઝટ બતાવી શકે છે આ હાલત માં તમારું કાલે શરીર છૂટી જાય તો શું બનશો? 
દિવસે-દિવસે સમય થોડો થતો જાય છે. જો કોઈ શરીર છોડશે પછી તો ભણી નહીં શકે, હા થોડું 
ફક્ત બુદ્ધિ માં આવશે. શિવબાબા ને યાદ કરશે. જેમ નાનાં બાળકો ને પણ તમે યાદ કરાવો 
છો તો શિવબાબા-શિવબાબા કહેતા રહે છે. તો તેનું પણ કંઈક મળી શકે છે. નાનું બાળક તો 
મહાત્મા જેવું છે, વિકારો ની ખબર નથી. જેટલા મોટા થતા જશે, વિકારો ની અસર થતી જશે, 
ક્રોધ હશે, મોહ હશે… હમણાં તમને તો સમજાવાય છે આ દુનિયામાં આ આંખો થી જે કાંઈ જુઓ 
છો તેમાંથી મમત્વ કાઢી નાખવાનું છે. આત્મા જાણે છે આ તો બધા કબ્રદાખલ થવાનાં છે. 
તમોપ્રધાન ચીજો છે. મનુષ્ય મરે છે તો જૂની ચીજો કરણીધોર ને આપી દે છે. બાપ તો પછી 
બેહદ નાં કરણીઘોર છે, ધોબી પણ છે. તમારી પાસે થી લે છે શું અને આપે છે શું? તમે જે 
કાંઈ થોડું ધન પણ આપો છો તે તો ખતમ થવાનું જ છે. છતાં પણ બાપ કહે છે આ ધન રાખો 
પોતાની પાસે. ફક્ત આમાંથી મમત્વ કાઢી નાખો. હિસાબ-કિતાબ બાપ ને આપતા રહો. પછી 
ડાયરેક્શન (માર્ગદર્શન) મળતું રહેશે. તમારું આ કખપણું જે છે, યુનિવર્સિટી માં અને 
હોસ્પિટલ માં હેલ્થ અને વેલ્થ માટે લગાવી દે છે. હોસ્પિટલ હોય છે બિમાર માટે, 
યુનિવર્સિટી હોય છે ભણવા માટે. આ તો કોલેજ અને હોસ્પિટલ બંને સાથે છે. આનાં માટે તો 
ફક્ત ત્રણ પગ પૃથ્વી નાં જોઈએ. બસ જેમની પાસે બીજું કાંઈ નથી તે ફક્ત ૩ પગ જમીન નાં 
આપી દે. તેમાં ક્લાસ લગાવી દે. ૩ પગ પૃથ્વી નાં, તે તો ફક્ત બેસવાની જગ્યા થઈ ને? 
આસન ૩ પગ નું જ હોય છે. ૩ પગ પૃથ્વી પર કોઈ પણ આવશે, સારી રીતે સમજીને જશે. કોઈ 
આવ્યું, આસન પર બેસાડ્યા અને બાપ નો પરિચય આપ્યો. બેજ પણ ઘણાં બનાવડાવી રહ્યા છે 
સર્વિસ (સેવા) માટે, આ છે ખૂબ સહજ. ચિત્ર પણ સારા છે, લખાણ પણ બધું છે. આનાંથી તમારી 
ખૂબ સર્વિસ થશે. દિવસે-દિવસે જેટલી આફતો આવતી રહેશે તો મનુષ્યો ને પણ વૈરાગ્ય આવશે 
અને બાપ ને યાદ કરવા લાગી જશે - આપણે આત્મા અવિનાશી છીએ, પોતાનાં અવિનાશી બાપ ને 
યાદ કરો. બાપ સ્વયં કહે છે મને યાદ કરો તો તમારા જન્મ-જન્માંતર નાં પાપ ઉતરી જાય. 
સ્વયં ને આત્મા સમજી અને બાપ સાથે પૂરો પ્રેમ રાખવાનો છે. દેહ-અભિમાન માં નહીં આવો. 
હા, બહાર નો પ્રેમ ભલે બાળકો વગેરે સાથે રાખો. પરંતુ આત્મા નો સાચ્ચો પ્રેમ રુહાની 
બાપ સાથે હોય. એમની યાદ થી જ વિકર્મ વિનાશ થશે. મિત્ર-સંબંધીઓ, બાળકો વગેરે ને જોતાં 
પણ બુદ્ધિ બાપ ની યાદ માં લટકી રહે. આપ બાળકો જાણે યાદ ની ફાંસી પર લટકેલા છો. 
આત્માએ પોતાનાં બાપ પરમાત્મા ને જ યાદ કરવાના છે. બુદ્ધિ ઉપર લટકી રહે. બાપ નું ઘર 
પણ ઉપર છે ને? મૂળવતન, સૂક્ષ્મવતન અને આ છે સ્થૂળવતન. હવે ફરી પાછા જવાનું છે.
હવે તમારી મુસાફરી 
પૂરી થઈ છે. તમે હવે મુસાફરી થી પાછા આવી રહ્યા છો. તો પોતાનું ઘર કેટલું પ્રિય લાગે 
છે? એ છે બેહદ નું ઘર. પાછા પોતાનાં ઘરે જવાનું છે. મનુષ્ય ભક્તિ કરે છે-ઘરે જવા 
માટે, પરંતુ જ્ઞાન પૂરું નથી તો ઘરે જઈ નથી શકતાં. ભગવાન પાસે જવા માટે અથવા 
નિર્વાણધામ જવા માટે કેટલી તીર્થયાત્રાઓ વગેરે કરે છે, મહેનત કરે છે. સંન્યાસી લોકો 
ફક્ત શાંતિ નો રસ્તો જ બતાવે છે. સુખધામ ને તો જાણતા જ નથી. સુખધામ નો રસ્તો ફક્ત 
બાપ જ બતાવે છે. પહેલાં જરુર નિર્વાણધામ, વાનપ્રસ્થ માં જવાનું છે જેને બ્રહ્માંડ 
પણ કહે છે. તે પછી બ્રહ્મ ને ઈશ્વર સમજી બેઠાં છે. આપણે આત્મા બિંદુ છીએ. આપણું 
રહેવાનું સ્થાન છે બ્રહ્માંડ. તમારી પણ પૂજા તો થાય છે ને? હવે બિંદુ ની પૂજા શું 
કરશે? જ્યારે પૂજા કરે છે તો સાલિગ્રામ બનાવી એક-એક આત્મા ને પૂજે છે. બિંદુ ની પૂજા 
કેવી રીતે થાય? એટલે મોટા-મોટા બનાવે છે. બાપ ને પણ પોતાનું શરીર તો નથી. આ વાતો 
હમણાં તમે જાણો છો. ચિત્રો માં પણ તમારે મોટું રુપ દેખાડવું પડે. બિંદુ થી કેવી રીતે 
સમજશે? આમ તો બનાવવો જોઈએ સ્ટાર (સિતારો). એવા ઘણાં તિલક પણ માતાઓ લગાવે છે, તૈયાર 
મળે છે સફેદ. આત્મા પણ સફેદ હોય છે ને, સ્ટાર જેવો? આ પણ એક નિશાની છે. ભ્રકુટી ની 
મધ્ય માં આત્મા રહે છે. બાકી અર્થ ની કોઈને ખબર પણ નથી. આ બાપ સમજાવે છે આટલાં નાનાં 
આત્મા માં કેટલું જ્ઞાન છે! આટલાં બોમ્બ્સ વગેરે બનાવતા રહે છે. વન્ડર છે, આત્મા 
માં આટલો પાર્ટ ભરેલો છે. આ બહુ જ ગુહ્ય વાતો છે. આટલો નાનો આત્મા શરીર થી કેટલું 
કામ કરે છે? આત્મા અવિનાશી છે, તેનો પાર્ટ ક્યારેય વિનાશ નથી થતો, નથી એક્ટ બદલાતી 
(કર્મ બદલાતાં). હમણાં ખૂબ મોટું ઝાડ છે. સતયુગ માં કેટલું નાનું ઝાડ હોય છે. જૂનું 
તો થતું નથી. મીઠાં નાનાં ઝાડ ની કલમ હમણાં લાગી રહી છે. તમે પતિત બન્યા હતાં હવે 
ફરી પાવન બની રહ્યા છો. નાનકડા આત્મા માં કેટલો પાર્ટ છે. કુદરત આ છે, અવિનાશી 
પાર્ટ ચાલતો રહે છે. આ ક્યારેય બંધ નથી થતો, અવિનાશી ચીજ છે, એમાં અવિનાશી પાર્ટ 
ભરેલો છે. આ વન્ડર છે ને? બાપ સમજાવે છે-બાળકો, દેહી-અભિમાની બનવાનું છે. સ્વયં ને 
આત્મા સમજી બાપ ને યાદ કરો, આમાં છે મહેનત, વધારે પાર્ટ તમારો છે. બાબા નો એટલો 
પાર્ટ નથી, જેટલો તમારો. બાબા કહે છે તમે સ્વર્ગ માં સુખી બની જાઓ છો તો હું 
વિશ્રામ માં બેસી જાઉં છું. મારો કોઈ પાર્ટ નથી. આ સમયે આટલી સર્વિસ કરું છું ને? આ 
નોલેજ એટલી વન્ડરફુલ છે, તમારા સિવાય જરા પણ કોઈ નથી જાણતાં. બાપ ની યાદ માં રહ્યા 
વગર ધારણા પણ નહીં થશે. ખાવા-પીવા વગેરે માં પણ ફરક પડવાથી ધારણા માં ફરક પડી જાય 
છે, આમાં પ્યોરિટી (પવિત્રતા) ખૂબ સારી જોઈએ. બાપ ને યાદ કરવા ખૂબ સહજ છે. બાપ ને 
યાદ કરવાના છે અને વારસો મેળવવાનો છે એટલે બાબાએ કહ્યું હતું તમે પોતાની પાસે પણ 
ચિત્ર રાખી દો. યોગ નું અને વારસા નું ચિત્ર બનાવો તો નશો રહેશે. આપણે બ્રાહ્મણ થી 
દેવતા બની રહ્યા છીએ. પછી આપણે દેવતા થી ક્ષત્રિય બનીશું. બ્રાહ્મણ છે પુરુષોત્તમ 
સંગમયુગી. તમે પુરુષોત્તમ બનો છો ને? મનુષ્યો ને આ વાતો બુદ્ધિ માં બેસાડવા માટે 
કેટલી મહેનત કરવી પડે છે. દિવસે-દિવસે જેટલી નોલેજ ને સમજતા જાય છે તો ખુશી પણ વધશે.
આપ બાળકો જાણો છો બાબા 
આપણું બહુ જ કલ્યાણ કરે છે. કલ્પ-કલ્પ આપણી ચઢતી કળા થાય છે. અહીં રહેતાં શરીર 
નિર્વાહ અર્થ પણ બધું કરવું પડે છે. બુદ્ધિ માં રહે આપણે શિવબાબા નાં ભંડારા માંથી 
ખાઈએ છીએ, શિવબાબા ને યાદ કરતા રહેશો તો કાળ કંટક બધું દૂર થઈ જશે. પછી આ જુનું 
શરીર છોડી ચાલ્યા જશો. બાળકો સમજે છે-બાબા કાંઈ પણ લેતા નથી. એ તો દાતા છે. બાપ કહે 
છે મારી શ્રીમત પર ચાલો. તમારે પૈસા નું દાન કોને કરવાનું છે, આ વાત પર પૂરું ધ્યાન 
આપવાનું છે. જો કોઈને પૈસા આપ્યા અને તેણે જઈને દારુ વગેરે પીધો, ખરાબ કામ કર્યુ તો 
તેનું પાપ તમારા ઉપર આવી જશે. પાપ આત્માઓ સાથે લેન-દેન કરતા પાપ આત્મા બની જાય છે. 
કેટલો ફરક છે? પાપ આત્મા, પાપ આત્મા સાથે જ લેન-દેન કરી પાપ આત્મા બની જાય છે. અહીં 
તો તમારે પુણ્ય આત્મા બનવાનું છે એટલે પાપ આત્માઓ સાથે લેન-દેન નથી કરવાની. બાપ કહે 
છે કોઈ ને પણ દુઃખ નથી આપવાનું, કોઈ માં મોહ નથી રાખવાનો. બાપ પણ સેક્રીન બનીને આવે 
છે. જુનું કખપણું લે છે, જુઓ વ્યાજ કેટલું આપે છે? બહુ જ ભારે (ઊંચું) વ્યાજ મળે 
છે. કેટલાં ભોળા છે? બે મુઠ્ઠી ની બદલે મહેલ આપી દે છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા 
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં 
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. હવે મુસાફરી 
પૂરી થઈ, પાછા ઘરે જવાનું છે એટલે આ જૂની દુનિયાથી બેહદ નો વૈરાગ રાખી બુદ્ધિયોગ 
બાપ ની યાદ માં ઉપર લટકાવવાનો છે.
2. સંગમયુગ પર બાપે 
જે યજ્ઞ રચ્યો છે, આ યજ્ઞ ની સંભાળ કરવા માટે સાચાં-સાચાં પવિત્ર બ્રાહ્મણ બનવાનું 
છે. કામ-કાજ કરતા બાપ ની યાદ માં રહેવાનું છે.
વરદાન :- 
આદિ રત્ન ની 
સ્મૃતિ થી પોતાનાં જીવન નું મૂલ્ય જાણવા વાળા સદા સમર્થ ભવ
જેવી રીતે બ્રહ્મા 
આદિદેવ છે, એવી રીતે બ્રહ્માકુમાર-કુમારીઓ પણ આદિ-રત્ન છે. આદિ દેવ નાં બાળકો 
માસ્ટર આદિ દેવ છે. આદિ રત્ન સમજવાથી જ પોતાનાં જીવન નાં મૂલ્ય ને જાણી શકશો કારણકે 
આદિ રત્ન અર્થાત્ પ્રભુ નાં રત્ન, ઈશ્વરીય રત્ન-તો કેટલી વેલ્યુ થઈ ગઈ એટલે સદા 
પોતાને આદિ દેવ નાં બાળકો માસ્ટર આદિ દેવ, આદિ રત્ન સમજીને દરેક કાર્ય કરો તો સમર્થ 
ભવ નું વરદાન મળી જશે. કાંઈ પણ વ્યર્થ જઈ ન શકે.
સ્લોગન :- 
જ્ઞાની-તુ 
આત્મા એ છે જે દગો ખાતા પહેલાં પારખીને સ્વયં ને બચાવી લે.
પોતાની શક્તિશાળી 
મન્સા દ્વારા સકાશ આપવાની સેવા કરો
હવે સેવા માં સકાશ આપી, 
બુદ્ધિઓ ને પરિવર્તન કરવાની સેવા ઉમેરો. પછી જુઓ, સફળતા તમારી સામે સ્વયં નમશે. સેવા 
માં જે વિઘ્ન આવે છે, એ વિઘ્ન નાં પડદા ની અંદર કલ્યાણ નું દૃશ્ય છુપાયેલું છે. 
ફક્ત મન્સા-વાચા ની શક્તિ થી વિઘ્ન નો પડદો હટાવી દો તો અંદર કલ્યાણ નું દૃશ્ય 
દેખાશે.