11-03-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બાપ આવ્યાં છે આપ બાળકો ને સુખ - ચેન ની દુનિયા માં લઈ જવા , ચેન છે જ શાંતિધામ અને સુખધામ માં”

પ્રશ્ન :-
આ યુદ્ધ નાં મેદાન માં માયા સૌથી પહેલો વાર કઈ વાત પર કરે છે?

ઉત્તર :-
નિશ્ચય પર. ચાલતાં-ચાલતાં નિશ્ચય તોડી દે છે એટલે હાર ખાઈ લે છે. જો પાક્કો નિશ્ચય રહે કે બાપ જે બધા નાં દુઃખ હરીને સુખ આપવાવાળા છે, એ જ આપણને શ્રીમત આપી રહ્યાં છે, આદિ-મધ્ય-અંત ની નોલેજ સંભળાવી રહ્યાં છે, તો ક્યારેય માયા થી હાર ન થઈ શકે.

ગીત :-
ઇસ પાપ કી દુનિયા સે…

ઓમ શાંતિ!
કોનાં માટે કહે છે, ક્યાંક લઈ ચાલો, કેવી રીતે લઈ ચાલો… આ દુનિયા માં કોઈ પણ નથી જાણતાં. તમે બ્રાહ્મણ કુળ ભૂષણ નંબરવાર પુરુષાર્થ અનુસાર જાણો છો. આપ બાળકો જાણો છો આમના માં જેમનો પ્રવેશ છે, જે આપણને પોતાનાં અને રચના નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન સંભળાવી રહ્યાં છે એ બધાનાં દુઃખ હરીને બધાને સુખદાયી બનાવી રહ્યાં છે. આ કોઈ નવી વાત નથી. બાપ કલ્પ-કલ્પ આવે છે, બધાને શ્રીમત આપી રહ્યાં છે. બાળકો જાણે છે બાપ પણ એ જ છે, આપણે પણ એ જ છીએ. આપ બાળકોને આ નિશ્ચય હોવો જોઈએ. બાપ કહે છે હું આવ્યો છે બાળકો ને સુખધામ, શાંતિધામ લઈ જવા માટે. પરંતુ માયા નિશ્ચય બેસવા નથી દેતી. સુખધામ માં ચાલતાં-ચાલતાં પછી હરાવી દે છે. આ યુદ્ધ નું મેદાન છે ને? તે યુદ્ધ હોય છે બાહુબળ નું, આ છે યોગબળ નું. યોગબળ બહુ જ પ્રસિદ્ધ છે, એટલે બધા યોગ-યોગ કહેતા રહે છે. તમે આ યોગ એક જ વાર શીખો છો. બાકી તે બધા અનેક પ્રકાર નાં હઠયોગ શીખવાડે છે. આ તેમને ખબર નથી કે બાપ કેવી રીતે આવીને યોગ શીખવાડે છે. તે તો પ્રાચીન યોગ શીખવાડી ન શકે. આપ બાળકો સારી રીતે જાણો છો આ એ જ બાપ રાજયોગ શીખવાડી રહ્યાં છે, જેમને યાદ કરીએ છીએ - હે પતિત-પાવન, આવો. એવી જગ્યાએ લઈ ચાલો જ્યાં ચેન હોય. ચેન છે જ શાંતિધામ, સુખધામ માં. દુઃખધામ માં ચેન ક્યાંથી આવે? ચેન નથી ત્યારે તો ડ્રામા અનુસાર બાપ આવે છે, આ છે દુઃખધામ. અહીં દુઃખ જ દુઃખ છે. દુઃખ નાં પહાડ પડવાનાં છે. ભલે કેટલાં પણ ધનવાન હોય, કાંઈક ને કાંઈક દુઃખ જરુર લાગે છે. આપ બાળકો જાણો છો આપણે મીઠાં બાપ સાથે બેઠાં છીએ, જે બાપ હમણાં આવેલા છે. ડ્રામા નાં રહસ્ય ને પણ હમણાં તમે જાણો છો. બાપ હમણાં આવેલા છે આપણને સાથે લઈ જશે. બાપ આપણને આત્માઓ ને કહે છે કારણકે એ આપણા આત્માઓ નાં બાપ છે ને? જેનાં માટે જ ગાયન છે - આત્માઓ પરમાત્મા અલગ રહ્યાં બહુકાળ… શાંતિધામ માં બધા આત્માઓ સાથે રહે છે. હમણાં બાપ તો આવ્યાં છે બાકી જે થોડા ત્યાં રહેલા છે, તે પણ ઉપર થી નીચે આવતા રહે છે. અહીં તમને બાપ કેટલી વાતો સમજાવે છે. ઘરે જવાથી તમે ભૂલી જાઓ છો. છે બહુ જ સહજ વાત અને બાપ જે સર્વ નાં સુખદાતા, શાંતિદાતા છે એ બાળકોને બેસીને સમજાવે છે. તમે કેટલાં થોડા છો. ધીરે-ધીરે વૃદ્ધિ થતી જશે. તમારો બાપ ની સાથે ગુપ્ત લવ (પ્રેમ) છે. ક્યાંય પણ રહો, તમારી બુદ્ધિ માં હશે - બાબા મધુબન માં બેઠાં છે. બાપ કહે છે મને ત્યાં (મૂળવતન માં) યાદ કરો. તમારું પણ નિવાસસ્થાન ત્યાં છે, તો જરુર બાપ ને યાદ કરશો, જેમને કહે છે તુમ માત-પિતા. તે બરોબર હવે તમારી પાસે આવ્યાં છે. બાપ કહે છે હું તમને લઈ જવા માટે આવ્યો છું. રાવણે તમને પતિત તમોપ્રધાન બનાવ્યાં છે, હવે સતોપ્રધાન પાવન બનવાનું છે. પતિત ચાલી કેવી રીતે શકશે? પવિત્ર તો જરુર બનવાનું છે. હમણાં એક પણ મનુષ્ય સતોપ્રધાન નથી. આ છે તમોપ્રધાન દુનિયા. આ મનુષ્યો ની જ વાત છે. મનુષ્યો માટે જ સતોપ્રધાન, સતો, રજો, તમો નું રહસ્ય સમજાવાય છે. બાપ બાળકો ને જ સમજાવે છે. આ તો બહુ જ સહજ છે. તમે આત્માઓ પોતાનાં ઘર માં હતાં. ત્યાં તો બધા પાવન આત્માઓ રહે છે. અપવિત્ર તો રહી ન શકે. એનું નામ જ છે મુક્તિધામ. હમણાં બાપ તમને પાવન બનાવી મોકલી દે છે. પછી તમે પાર્ટ ભજવવા માટે સુખધામ માં આવો છો. સતો, રજો, તમો માં તમે આવો છો.

પોકારો પણ છો-બાબા, અમને ત્યાં લઈ ચાલો જ્યાં ચેન હોય. સાધુ-સંત વગેરે કોઈને પણ આ ખબર નથી કે ચેન ક્યાં મળી શકે છે? હમણાં આપ બાળકો જાણો છો સુખ-શાંતિ નું ચેન આપણને ક્યાં મળશે. બાબા હમણાં આપણને ૨૧ જન્મો માટે સુખ આપવા માટે આવ્યાં છે. બાકી જે પછી આવે છે તે બધાને મુક્તિ આપવા માટે આવ્યાં છે. પછી થી જે આવે છે તેમનો પાર્ટ જ થોડો છે. તમારો પાર્ટ છે સૌથી મોટો. તમે જાણો છો આપણે ૮૪ જન્મો નો પાર્ટ ભજવી હવે પૂરો કર્યો છે. હવે ચક્ર પૂરું થાય છે. આખાં જૂનાં ઝાડ ને પૂરું (ખતમ) થવાનું છે. હમણાં તમારી આ ગુપ્ત ગવર્મેન્ટ (સરકાર) દૈવી ઝાડ ની કલમ લગાવી રહી છે. તે લોકો તો જંગલી ઝાડ ની કલમ લગાવે છે. અહીં બાપ કાંટાઓ ને બદલી દૈવી ફૂલો નું ઝાડ બનાવી રહ્યાં છે. તે પણ ગવર્મેન્ટ છે, આ પણ ગુપ્ત ગવર્મેન્ટ છે. તે શું કરે છે, અને આ શું કરે છે? ફરક તો જુઓ કેટલો છે? તે લોકો સમજતા કાંઈ પણ નથી. ઝાડો નું સૈપલિંગ (કલમ) લગાવતા રહે છે, તે જંગલી ઝાડ તો અનેક પ્રકાર નાં છે. કોઈ કોની કલમ લગાવે છે, કોઈ કોની. હમણાં આપ બાળકો ને બાપ ફરી થી દેવતા બનાવી રહ્યાં છે. તમે સતોપ્રધાન દેવતા હતાં પછી ૮૪ નું ચક્ર લગાવીને તમોપ્રધાન બન્યાં છો. કોઈ સદૈવ સતોપ્રધાન રહે, એવું થતું જ નથી. દરેક ચીજ નવી થી પછી જૂની થાય છે. તમે ૨૪ કેરેટ સોનું હતાં, હવે ૯ કેરેટ સોના નાં દાગીના બની ગયા છો, ફરી ૨૪ કેરેટ બનવાનું છે. આત્માઓ એવા બન્યા છે ને? જેવું સોનુ તેવાં દાગીના (શરીર) હોય છે. હમણાં બધા કાળા શ્યામ બની ગયા છે. ઈજ્જત રાખવા માટે કાળો શબ્દ ન કહી શ્યામ કહી દે છે. આત્મા સતોપ્રધાન પ્યોર (પવિત્ર) હતો પછી કેટલી ખાદ પડી ગઈ છે! હવે ફરી પવિત્ર બનવા માટે બાબા યુક્તિ પણ બતાવે છે. આ છે યોગ ની અગ્નિ આનાથી જ તમારી ખાદ નીકળી જશે. બાપ ને યાદ કરવાનાં છે. બાપ સ્વયં કહે છે મને આ પ્રકારે યાદ કરો. પતિત-પાવન હું છું. તમને અનેક વાર મેં પતિત થી પાવન બનાવ્યાં છે. આ પણ પહેલાં તમે નહોતાં જાણતાં. હમણાં તમે સમજો છો - આજે આપણે પતિત છીએ, કાલે ફરી પાવન બનીશું. તેમણે તો કલ્પ ની આયુ લાખો વર્ષ લખી મનુષ્યો ને ઘોર અંધકાર માં નાખી દીધાં છે. બાપ આવીને સારી રીતે બધી વાતો સમજાવે છે. આપ બાળકો જાણો છો આપણને કોણ ભણાવે છે, જ્ઞાન નાં સાગર પતિત-પાવન બાપ જે બધાનાં સદ્દગતિ દાતા છે. મનુષ્ય ભક્તિમાર્ગ માં કેટલી મહિમા ગાય છે પરંતુ તેનો અર્થ કાંઈ પણ નથી જાણતાં. સ્તુતિ કરે છે તો બધાને મિલાવી ને કરે છે. જેવી રીતે ગોળ-ગોળધાણી કરી દે છે, જેમણે જે શીખવાડ્યું તે કંઠસ્થ કરી લીધું. હવે બાપ કહે છે જે કાંઈ શીખ્યા છો, તે બધી વાતો ભૂલી જાઓ. જીવતા જ મારા બનો. ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં પણ યુક્તિ થી ચાલવાનું છે. યાદ એક બાપ ને જ કરવાનાં છે. તેમનો તો છે જ હઠયોગ. તમે છો રાજયોગી. ઘરવાળાઓ ને પણ આવી શિક્ષા આપવાની છે. તમારી ચલન ને જોઈ એમ ફોલો (અનુકરણ) કરે. ક્યારેય પરસ્પર લડવા-ઝઘડવા નું નથી. જો લડશો તો બીજા બધા શું સમજશે? આમનાં માં તો બહુ જ ક્રોધ છે. તમારા માં કોઈ પણ વિકાર ન રહે. મનુષ્યો ની બુદ્ધિ ને ચટ કરવાવાળું છે બાઈસકોપ (સિનેમા), આ જાણે એક હેલ (નર્ક) છે. ત્યાં જવાથી જ બુદ્ધિ ચટ થઈ જાય છે. દુનિયા માં કેટલી ગંદકી છે? એક તરફ ગવર્મેન્ટ કાયદો પસાર કરે છે કે ૧૮ વર્ષ ની અંદર કોઈ લગ્ન ન કરે તો પણ અનેકાનેક લગ્ન થતાં રહે છે. ખોળા માં બાળક ને બેસાડી લગ્ન કરાવતા રહે છે. હમણાં તમે જાણો છો બાબા આપણને આ છી-છી દુનિયા માંથી લઈ જાય છે. આપણને સ્વર્ગ નાં માલિક બનાવે છે. બાપ કહે છે નષ્ટોમોહા બની જાઓ, ફક્ત મને યાદ કરો. કુટુંબ પરિવાર માં રહેતાં મને યાદ કરો. થોડી મહેનત કરશો ત્યારે તો વિશ્વ નાં માલિક બનશો. બાપ કહે છે મામેકમ્ યાદ કરો અને આસુરી ગુણ છોડો. રોજ રાત્રે પોતાનો પોતામેલ કાઢો. આ તમારો વેપાર છે. આ વિરલા કોઈ વેપાર કરે. એક સેકન્ડ માં કંગાળ ને સિરતાજ બનાવી દે છે, આ જાદુ થયું ને? આવાં જાદુગર નો તો હાથ પકડી લેવો જોઈએ. જે આપણને યોગબળ થી પતિત થી પાવન બનાવે છે. બીજું કોઈ બનાવી ન શકે. ગંગાજી થી કોઈ પાવન બની ન શકે. આપ બાળકો માં હમણાં કેટલું જ્ઞાન છે. તમારી અંદર ખુશી થવી જોઈએ-બાબા ફરી થી આવેલા છે. દેવીઓ નાં પણ કેટલાં ચિત્ર વગેરે બનાવે છે, તેમને હથિયાર આપીને ભયંકર બનાવી દે છે. બ્રહ્મા ને પણ કેટલી ભુજાઓ આપે છે, હવે તમે સમજો છો બ્રહ્મા ની ભુજાઓ તો લાખો હશે. આટલાં બધા બ્રહ્માકુમાર-કુમારીઓ આ બાબા ની ઉત્પત્તિ છે ને, તો પ્રજાપિતા બ્રહ્મા ની આટલી ભુજાઓ છે.

હવે તમે છો રુપ-વસંત. તમારા મુખ થી સદૈવ રત્ન નીકળવા જોઈએ. જ્ઞાન-રત્ન સિવાય બીજી કોઈ વાત નથી. આ રત્નો ની કોઈ વેલ્યુ (મૂલ્ય) કરી નથી શકતું. બાપ કહે છે મનમનાભવ. બાપ ને યાદ કરો તો દેવતા બનશો. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

રાત્રી ક્લાસ ૧૧ - ૩ - ૬૮

તમારી પાસે પ્રદર્શન નું ઉદ્દઘાટન કરવા માટે મોટા-મોટા લોકો આવે છે, તે ફક્ત એટલું સમજે છે કે ભગવાન ને મેળવવા માટે આમણે આ સારો રસ્તો કાઢ્યો છે. જેમ ભગવાન ની પ્રાપ્તિ માટે સત્સંગ વગેરે કરે છે, વેદ વાંચે છે તેમ આ પણ આમણે આ રસ્તો લીધો છે. બાકી એ નથી સમજતા કે આમને ભગવાન ભણાવે છે. ફક્ત સારું કર્મ કરે છે, પવિત્રતા છે અને ભગવાન સાથે મળાવે છે. આ દેવીઓ એ સારો રસ્તો કાઢ્યો છે, બસ. જેમની પાસે ઉદ્દઘાટન કરાવાય છે તે તો પોતાને ખૂબ ઊંચા સમજે છે. કોઈ મોટા-મોટા વ્યક્તિ બાબા માટે સમજે છે કોઈ મહાન પુરુષ છે, તેમને જઈને મળીએ. બાબા તો કહે છે પહેલાં ફોર્મ ભરીને મોકલો. પહેલાં તો આપ બાળકો તેમને બાપ નો પૂરો પરિચય આપો. પરિચય વગર શું આવીને કરશે? શિવબાબા થી તો ત્યારે મળી શકે જ્યારે પહેલાં પૂરો નિશ્ચય થાય. વગર પરિચય, મળીને શું કરશે! ઘણાં સાહૂકાર આવે છે, સમજે છે અમે આમને કાંઈ આપીએ. ગરીબ કોઈ એક રુપિયો આપે છે, સાહૂકાર ૧૦૦ રુપિયા આપે છે, ગરીબો નો એક રુપિયો વેલ્યુબલ (મુલ્યવાન) થઈ જાય છે. તે સાહૂકાર લોકો તો ક્યારેય યાદ ની યાત્રા માં યથાર્થ રીતે રહી ન શકે, તે આત્મ-અભિમાની બની ન શકે. પહેલાં તો પતિત થી પાવન કેવી રીતે બનવાનું છે? તે લખીને આપવાનું છે. તમોપ્રધાન થી સતોપ્રધાન બનવાનું છે. આમાં પ્રેરણા વગેરે ની કોઈ વાત જ નથી. બાપ કહે છે મામેકમ્ યાદ કરો તો કાટ નીકળી જાય. પ્રદર્શન વગેરે જોવા આવે છે પરંતુ પછી બે-ત્રણ વાર આવીને સમજે ત્યારે સમજવું જોઈએ આમને કાંઈક તીર લાગ્યું છે. દેવતા ધર્મ નાં છે, આમણે ભક્તિ સારી કરી છે. ભલે કોઈને ગમે છે પરંતુ લક્ષ્ય ને પકડ્યું નથી, તો તે શું કામ નું? આ તો આપ બાળકો જાણો છો ડ્રામા ચાલતો રહે છે. જે કાંઈ ચાલી રહ્યું છે બુદ્ધિ થી સમજો છો શું થઈ રહ્યું છે? તમારી બુદ્ધિ માં ચક્ર ચાલતું રહે છે, રિપીટ (પુનરાવર્તન) થતું રહે છે. જેમણે જે કાંઈ કર્યુ છે તે કરે છે. બાપ કોઈ પાસે થી લે, ન લે એ એમનાં હાથ માં છે. ભલે હમણાં સેવાકેન્દ્ર વગેરે ખુલે છે, પૈસા કામ માં આવે છે. જ્યારે તમારો પ્રભાવ નીકળશે પછી પૈસા શું કરશો? મૂળ વાત છે પતિત થી પાવન બનવાની. તે તો ખૂબ મુશ્કેલ છે, આમાં લાગી જાય. આપણે તો બાપ ને યાદ કરવાનાં છે. રોટલી ખાઈએ અને બાપ ને યાદ કરીએ. સમજશે પહેલાં અમે બાપ પાસે થી વારસો તો લઈએ. આપણે આત્મા છીએ પહેલાં તો આ પાક્કું કરવું જોઈએ. આવાં જ્યારે કોઈ નીકળે ત્યારે ખૂબ દોડી લગાવી (પુરુષાર્થ કરી) શકશે. હકીકત માં આપ બાળકો આખાં વિશ્વ ને યોગબળ થી પવિત્ર બનાવો છો તો કેટલો બાળકોને નશો રહેવો જોઈએ? મૂળ વાત છે જ પવિત્રતા ની. અહીં ભણાવાય પણ છે અને પવિત્ર પણ બનવાનું હોય છે, સ્વચ્છ પણ રહેવાનું છે. અંદર બીજી કોઈ વાત યાદ ન રહેવી જોઈએ. બાળકોને સમજાવાય છે અશરીરી ભવ. અહીં તમે પાર્ટ ભજવવા આવ્યાં છો. બધાને પોત-પોતાનો પાર્ટ ભજવવાનો જ છે. આ નોલેજ બુદ્ધિ માં રહેવી જોઈએ. સીડી પર પણ તમે સમજાવી શકો છો. રાવણ રાજ્ય છે જ પતિત, રામ રાજ્ય છે પાવન. પછી પતિત થી પાવન કેવી રીતે બન્યાં? આવી-આવી વાતો માં રમણ કરવું જોઈએ, આને જ વિચાર સાગર મંથન કહેવાય છે. ૮૪ નું ચક્ર યાદ આવવું જોઈએ. બાપે કહ્યું છે મને યાદ કરો. આ છે રુહાની યાત્રા. બાપ ની યાદ થી જ વિકર્મ વિનાશ થાય છે. તે શારીરિક યાત્રાઓ થી વધારે જ વિકર્મ બને છે. બોલો, આ તાવીજ છે. આને સમજશો તો બધા જ દુઃખ દૂર થઈ જશે. તાવીજ પહેરે છે જ દુઃખ દૂર થવા માટે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડનાઈટ.

ધારણા માટે મુખ્ય સાર:-
1. નષ્ટોમોહા બની બાપ ને યાદ કરવાનાં છે. કુટુંબ પરિવાર માં રહેતાં વિશ્વ નાં માલિક બનવા માટે મહેનત કરવાની છે. અવગુણો ને છોડતા જવાનું છે.

2. પોતાની એવી ચલન રાખવાની છે જે બધા જોઈને ફોલો કરે. કોઈ પણ વિકાર અંદર ન રહે, આ તપાસ કરવાની છે.

વરદાન :-
ડબલ સેવા દ્વારા અલૌકિક શક્તિ નો સાક્ષાત્કાર કરાવવા વાળા વિશ્વ સેવાધારી ભવ

જેવી રીતે બાપ નું સ્વરુપ છે વિશ્વ સેવક, એવી રીતે તમે પણ બાપ સમાન વિશ્વ સેવાધારી છો. શરીર દ્વારા સ્થૂળ સેવા કરતા મન્સા થી વિશ્વ-પરિવર્તન ની સેવા પર તત્પર રહો. એક જ સમય પર તન અને મન થી સાથે સેવા થાય. જે મન્સા અને કર્મણા બંને સાથે-સાથે સેવા કરે છે, તેમનાં દ્વારા જોવા વાળા ને અનુભવ તથા સાક્ષાત્કાર થઈ જાય કે આ કોઈ અલૌકિક શક્તિ છે. એટલે આ અભ્યાસ ને નિરંતર અને નેચરલ બનાવો. મન્સા સેવા માટે વિશેષ એકાગ્રતા નો અભ્યાસ વધારો.

સ્લોગન :-
સર્વ પ્રત્યે ગુણગ્રાહક બનો પરંતુ ફોલો બ્રહ્મા બાપ ને કરો.

અવ્યક્ત ઇશારા - સત્યતા અને સભ્યતા રુપી કલ્ચર ને અપનાવો

હવે સ્વચ્છતા અને નિર્ભયતા નાં આધાર થી સત્યતા દ્વારા પ્રત્યક્ષતા કરો. મુખ થી સત્યતા ની ઓથોરિટી સ્વતઃ જ બાપ ની પ્રત્યક્ષતા કરશે. હવે પરમાત્મ-બોમ્બ (સત્યજ્ઞાન) દ્વારા ધરણી ને પરિવર્તન કરો. આનું સહજ સાધન છે - સદા મુખ પર તથા સંકલ્પ માં નિરંતર માળા ની સમાન પરમાત્મ-સ્મૃતિ હોય. બધાની અંદર એક જ ધૂન હોય “મારા બાબા”. સંકલ્પ, કર્મ અને વાણી માં આ જ અખંડ ધૂન હોય, આ જ અજપાજાપ છે. જ્યારે આ અજપાજાપ થઈ જશે ત્યારે બીજી બધી વાતો સ્વતઃ સમાપ્ત થઈ જશે.