11-04-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ અંતર્મુખી બાળકો - જ્ઞાન રુપ અવસ્થા માં રહીને આ મહાવાક્યો ને ધારણ કરો ત્યારે પોતાનું તથા અન્ય આત્માઓ નું કલ્યાણ કરી શકશો” ( દાદીઓ ની ડાયરી માંથી )

ઓમ શાંતિ!
દરેક પુરુષાર્થી બાળકે પહેલાં અંતર્મુખ અવસ્થા અવશ્ય ધારણ કરવાની છે. અંતર્મુખતા માં ખૂબ કલ્યાણ સમાયેલું છે, આ અવસ્થા થી જ અચલ, સ્થિર, ધૈર્યતા, નિર્માણ-ચિત્ત વગેરે દૈવી ગુણો ની ધારણા થઈ શકે છે તથા સંપૂર્ણ જ્ઞાનમય અવસ્થા પ્રાપ્ત થઈ શકે છે. અંતર્મુખ ન હોવાના કારણે તે સંપૂર્ણ જ્ઞાન રુપ અવસ્થા પ્રાપ્ત નથી થતી કારણકે જે પણ કાંઈ “મહાવાક્ય” સન્મુખ સંભળાય છે, જો એને ગહેરાઈ (ઊંડાણ) માં જઈને ગ્રહણ નથી કરતા ફક્ત એ મહાવાક્યો ને સાંભળીને રીપીટ કરી દે છે તો તે મહાવાક્ય, વાક્ય થઈ જાય છે. જે જ્ઞાન રુપ અવસ્થા માં રહીને મહાવાક્ય નથી સાંભળતાં, એ મહાવાક્યો પર માયા નો પડછાયો પડી જાય છે. હવે એવી માયા નાં અશુદ્ધ વાયબ્રેશન થી ભરેલા મહાવાક્ય સાંભળીને ફક્ત રીપીટ કરવાથી પોતાની સાથે બીજાઓ નું કલ્યાણ થવાના બદલે અકલ્યાણ થઈ જાય છે એટલે હે બાળકો, એકદમ અંતર્મુખી બની જાઓ.

તમારું આ મન-મંદિર સદૃશ્ય છે. જેમ મંદિર માંથી સદૈવ સુગંધ આવે છે એમ મન-મંદિર જ્યારે પવિત્ર બને છે તો સંકલ્પ પણ પવિત્ર ઈમર્જ (જાગૃત) થાય છે. જેમ મંદિર માં ફક્ત પવિત્ર દેવી-દેવતાઓ નાં જ ચિત્ર રખાય છે, નહીં કે દૈત્યો નાં. એમ આપ બાળકો પોતાનાં મન કે દિલ રુપી મંદિર ને સર્વ ઈશ્વરીય ગુણો ની મૂર્તિઓ થી સજાવી દો, તે ગુણ છે - નિર્મોહ, નિર્લોભ, નિર્ભય, ધૈર્યતા, નિરહંકાર વગેરે કારણકે આ બધા તમારા જ દિવ્ય લક્ષણ છે. આપ બાળકોએ પોતાનાં મન-મંદિર ને પ્રકાશિત અર્થાત્ સંપૂર્ણ શુદ્ધ બનાવવાનું છે. જ્યારે મન-મંદિર પ્રકાશિત બને ત્યારે જ પોતાનાં પ્રકાશિત પ્રિય વૈકુંઠ દેશ માં જઈ શકો. તો હવે પોતાનાં મન ને ઉજ્જવળ બનાવવાનો પ્રયત્ન કરવાનો છે તથા મન સહિત વિકારી કર્મેન્દ્રિયો ને વશ કરવાની છે. પરતું ન ફક્ત પોતાનાં પ્રત્યે પણ અન્ય પ્રત્યે પણ આ જ દિવ્ય સર્વિસ કરવાની છે.

હકીકત માં સર્વિસ નો અર્થ અતિ સૂક્ષ્મ અને મહીન છે. એવું નથી કે કોઈની ભૂલ પર ફક્ત સાવધાન કરવા એટલે સુધી સેવા છે. પરંતુ ના, એમને સૂક્ષ્મ રીતે પોતાની યોગ ની શક્તિ પહોંચાડીને એમનાં અશુદ્ધ સંકલ્પ ને ભસ્મ કરી દેવા, આ જ સર્વોત્તમ સાચ્ચી સેવા છે અને સાથે-સાથે પોતાનાં ઉપર પણ અટેન્શન રાખવાનું છે. ન ફક્ત વાચા અથવા કર્મણા સુધી પરંતુ મન્સા માં પણ કોઈ અશુદ્ધ સંકલ્પ ઉત્પન્ન થાય છે તો એનાં વાયબ્રેશન અન્ય સુધી જઈ સૂક્ષ્મ રીતે અકલ્યાણ કરે છે, જેનો બોજ પોતાનાં પર આવે છે અને એ જ બોજ બંધન બની જાય છે એટલે હે બાળકો પોતે સાવધાન રહો પછી અન્ય પ્રત્યે તે જ દિવ્ય સેવા કરો, આ જ આપ સેવાધારી બાળકો નું અલૌકિક કર્તવ્ય છે. આવી સર્વિસ કરવા વાળાઓએ પછી પોતાનાં પ્રત્યે કોઈ પણ સેવા નથી લેવાની. ભલે ક્યારેક કોઈ અનાયાસે ભૂલ થઈ પણ જાય તો એને પોતાનાં બુદ્ધિયોગ બળ થી સદૈવ માટે સુધારી દેવાની છે. આવાં તીવ્ર પુરુષાર્થી થોડો પણ ઈશારો મળવાથી તરત મહેસૂસ કરીને પરિવર્તન કરી લે છે અને આગળ માટે સારી રીતે અટેન્શન રાખીને ચાલે છે, આ જ વિશાળ બુદ્ધિ બાળકો નું કર્તવ્ય છે.

હે મારા પ્રાણો, પરમાત્મા દ્વારા રચાયેલા આ અવિનાશી રાજસ્વ જ્ઞાન યજ્ઞ પ્રતિ તન, મન, ધન ને સંપૂર્ણ રીતે સ્વાહા કરવાનું રહસ્ય ખૂબ મહીન (સૂક્ષ્મ) છે. જે ઘડી આપ કહો છો કે હું તન, મન, ધન સહિત યજ્ઞ માં સ્વાહા અર્થાત્ અર્પણ થઈ મરી ચૂક્યો, એ ઘડી થી લઈને પોતાનું કાંઈ પણ નથી રહેતું. એમાં પણ પહેલાં તન, મન ને સંપૂર્ણ રીતે સેવા માં લગાવવાનાં છે. જ્યારે સર્વસ્વ યજ્ઞ અથવા પરમાત્મા નાં પ્રત્યે છે તો પછી પોતાનાં પ્રત્યે કાંઈ રહી નથી શકતું, ધન પણ વ્યર્થ ગુમાવી ન શકાય. મન પણ અશુદ્ધ સંકલ્પ-વિકલ્પ તરફ દોડી ન શકે કારણકે પરમાત્મા ને અર્પણ કરી દીધું. હવે પરમાત્મા તો છે જ શુદ્ધ શાંત સ્વરુપ. આ કારણે અશુદ્ધ સંકલ્પ સ્વતઃ શાંત થઈ જાય છે. જો મન માયા નાં હાથ માં આપી દો છો તો માયા વેરાઈટી (વિવિધ) રુપ હોવાના કારણે અનેક પ્રકાર નાં વિકલ્પ ઉત્પન્ન કરી મન રુપી ઘોડા પર આવી સવારી કરે છે. જો કોઈ બાળક ને હજી સુધી પણ સંકલ્પ વિકલ્પ આવે છે તો સમજવું જોઈએ કે હજી મન પૂર્ણ રીતે સ્વાહા નથી થયું અર્થાત્ ઈશ્વરીય મન નથી બન્યું એટલે હે સર્વત્યાગી બાળકો, આ ગુહ્ય રહસ્યો ને સમજી કર્મ કરતા સાક્ષી થઈ પોતાને જોઈ બહુજ ખબરદારી થી ચાલવાનું છે.

સ્વયં ગોપી-વલ્લભ તમને પોતાનાં પ્રિય ગોપ-ગોપીઓ ને સમજાવી રહ્યાં છે કે આપ દરેક નો વાસ્તવિક સાચ્ચો પ્રેમ કયો છે? હે પ્રાણો, તમારે એક-બીજાની પ્રેમ ભરી સાવધાની ને સ્વીકાર કરવાની છે કારણકે જેટલું પ્રિય ફૂલ એટલી જ શ્રેષ્ઠ પરવરિશ. ફૂલ ને વેલ્યુએબલ (કિંમતી) બનાવવા માટે માળી ને કાંટાઓ થી નીકળવું જ પડે છે. તેમ તમને પણ જ્યારે કોઈ સાવધાની આપે છે તો સમજવું જોઈએ જાણે એમણે મારી પરવરિશ કરી અર્થાત્ મારી સેવા કરી. એ સેવા અથવા પરવરિશ ને રિગાર્ડ (સન્માન) આપવાનો છે, આ જ સંપૂર્ણ બનવાની યુક્તિ છે. આ જ જ્ઞાન સહિત આંતરિક સાચ્ચો પ્રેમ છે. આ દિવ્ય પ્રેમ માં એક-બીજા માટે ખૂબ રીગાર્ડ હોવો જોઈએ. દરેક વાત માં પહેલાં પોતાને જ સાવધાન કરવાના છે, આ જ નિર્માણચિત્ત અતિ મધુર અવસ્થા છે. આમ પ્રેમપૂર્વક ચાલવાથી તમને જાણે અહીં જ તે સતયુગ નાં સુખદ દિવસ આંતરિક મહેસૂસ (અનુભવ) થશે. ત્યાં તો આ પ્રેમ નેચરલ રહે છે પરંતુ આ સંગમ નાં સ્વીટેસ્ટ (અતિ મધુર) સમય પર એક-બીજા માટે સેવા કરવાનો આ અતિ મીઠો રમણીક પ્રેમ છે, આ જ શુદ્ધ પ્રેમ દુનિયા માં ગવાયેલો છે.

આપ દરેક ચૈતન્ય ફૂલો ને દરેક પળે હર્ષિત મુખ બનીને રહેવાનું છે કારણકે નિશ્ચય બુદ્ધિ હોવાના કારણે તમારી નસ-નસ માં સંપૂર્ણ ઈશ્વરીય તાકાત સમાયેલી છે. આવી આકર્ષણ શક્તિ પોતાનો દિવ્ય ચમત્કાર અવશ્ય બતાવે છે. જેમ નાનાં નિર્દોષ બાળકો શુદ્ધ પવિત્ર હોવાના કારણે સદૈવ હસતા રહે છે અને પોતાનાં રમણીક ચરિત્ર થી સૌને બહુજ ખેંચે છે. તેમ આપ દરેક નું એવું ઈશ્વરીય રમણીક જીવન હોવું જોઈએ, એનાં માટે તમારે કોઈ પણ યુક્તિ થી પોતાનાં આસુરી સ્વભાવ પર જીત પ્રાપ્ત કરવાની છે. જ્યારે કોઈ ને જુઓ કે આ ક્રોધ વિકાર નાં વશ થઈ મારી સામે આવે છે તો એમની સામે જ્ઞાન રુપ બની બાળપણ ની મીઠી રીત થી હસતા રહો તો તે પોતે શાંતચિત્ત થઈ જશે અર્થાત્ વિસ્મૃતિ સ્વરુપ થી સ્મૃતિ માં આવી જશે. ભલે એમને ખબર ન પણ પડે પરંતુ સૂક્ષ્મ રીતે એમનાં ઉપર જીત મેળવીને માલિક બની જવું, આ જ માલિક અને બાળકપણા ની સર્વોચ્ચ શિરોમણી વિધિ છે.

ઈશ્વર જેમ સંપૂર્ણ જ્ઞાન રુપ તેમ પછી સંપૂર્ણ પ્રેમ રુપ પણ છે. ઈશ્વર માં બંને વિશેષતા સમાયેલી છે પરંતુ પહેલાં જ્ઞાન, બીજી પ્રેમ. જો કોઈ પહેલાં જ્ઞાનરુપ બન્યાં વગર ફક્ત પ્રેમ રુપ બની જાય છે તો તે પ્રેમ અશુદ્ધ ખાતા માં લઈ જાય છે એટલે પ્રેમ ને મર્જ (વિસ્મૃત) કરી પહેલાં જ્ઞાન રુપ બની ભિન્ન-ભિન્ન રુપો માં આવેલી માયા પર જીત મેળવીને પછી પ્રેમ રુપ બનવાનું છે. જો જ્ઞાન વગર પ્રેમ માં આવ્યાં તો ક્યાંક વિચલિત પણ થઈ જશો. જેમ જો કોઈ જ્ઞાન રુપ બન્યાં વગર ધ્યાન માં જાય છે તો ઘણી વાર માયા માં ફસાઈ જાય છે, એટલે બાબા કહે છે બાળકો, આ ધ્યાન પણ એક સૂત ની સાંકળ છે પરંતુ જ્ઞાન રુપ બની પછી ધ્યાન માં જવા થી અતિ મોજ નો અનુભવ થાય છે. તો પહેલાં છે જ્ઞાન પછી છે ધ્યાન. ધ્યાનિષ્ટ અવસ્થા થી જ્ઞાનિષ્ટ અવસ્થા શ્રેષ્ઠ છે. એટલે હે બાળકો, પહેલાં જ્ઞાન રુપ બની પછી પ્રેમ ઈમર્જ કરવાનો છે. જ્ઞાન વગર ફક્ત પ્રેમ આ પુરુષાર્થી જીવન માં વિઘ્ન નાખે છે.

સાક્ષીપણા ની અવસ્થા અતિ મીઠી, રમણીક અને સુંદર છે. આ અવસ્થા પર જ આગળ (પછીનાં) નાં જીવન નો બધો આધાર છે. જેમ કોઈ ની પાસે કોઈ શારીરિક ભોગના આવે છે. એ સમયે જો તે સાક્ષી, સુખસ્વરુપ અવસ્થા માં ઉપસ્થિત થઈ એને ભોગવે છે તો પાસ્ટ કર્મો ની ભોગના ચૂક્તું પણ કરે છે અને સાથે-સાથે ભવિષ્ય માટે સુખ નો હિસાબ પણ બને છે. તો આ સાક્ષીપણા ની સુખરુપ અવસ્થા ભૂત અને ભવિષ્ય બંને સાથે કનેક્શન (સંબંધ) રાખે છે. તો આ રહસ્ય ને સમજવાથી કોઈ પણ એવું નહીં કહેશે કે મારો આ સુખદ સમય ફક્ત ચૂક્તું કરવામાં ચાલ્યો ગયો. ના, આ જ સુખદ પુરુષાર્થ નો સમય છે જે સમયે બંને કાર્ય સંપૂર્ણ રીતે સિદ્ધ થાય છે. એમ બંને કાર્ય ને સિદ્ધ કરવા વાળા તીવ્ર પુરુષાર્થી જ અતીન્દ્રિય સુખ તથા આનંદ નાં અનુભવ માં રહે છે.

આ વેરાઈટી વિરાટ ડ્રામા ની દરેક વાત માં આપ બાળકો ને સંપૂર્ણ નિશ્ચય હોવો જોઈએ કારણકે આ પૂર્વ નિર્ધારિત ડ્રામા બિલકુલ વફાદાર છે. જુઓ, આ ડ્રામા દરેક જીવ પ્રાણી પાસે એમનો પાર્ટ પૂર્ણ રીતે થી ભજવાવે છે. ભલે કોઈ ખોટું છે, તો તે ખોટો પાર્ટ પણ પૂર્ણ રીતે ભજવે છે. આ પણ ડ્રામા ની નોંધ છે. જ્યારે ખોટું અને સાચ્ચું બંને પ્લાન માં નોંધાયેલું છે તો પછી કોઈ વાત માં સંશય ઉઠાવવો, આ જ્ઞાન નથી કારણકે દરેક એક્ટર પોત-પોતાનો પાર્ટ ભજવી રહ્યાં છે. જેમ બાઈસ્કોપ (સિનેમા) માં અનેક ભિન્ન-ભિન્ન નામ રુપધારી એક્ટર્સ પોત-પોતાની એક્ટિંગ કરે છે તો એમને જોઈ, કોઈનાં થી નફરત આવે અને કોઈનાં થી હર્ષિત થાય, એવું નથી થતું. ખબર છે કે આ એક ખેલ છે, જેમાં દરેક ને પોતપોતાનો સારો કે ખરાબ પાર્ટ મળેલો છે. તેમજ આ અનાદિ બનેલા સિનેમા ને પણ સાક્ષી થઈ એકરસ અવસ્થા થી હર્ષિતમુખ થઈ જોતા રહેવાનું છે. સંગઠન માં આ પોઈન્ટ (વાત) બહુજ સારી રીતે ધારણ કરવાનો છે. એક-બીજા ને ઈશ્વરીય રુપ થી જોવાના છે, મહેસૂસતા નું જ્ઞાન ધારણ કરી સર્વ ઈશ્વરીય ગુણો ની ધારણા કરવાની છે. પોતાનાં લક્ષ સ્વરુપ ની સ્મૃતિ થી શાંત ચિત્ત, નિર્માણ ચિત્ત, ધૈર્યતા, મીઠાશ, શીતળતા વગેરે સર્વ દૈવી ગુણ ઈમર્જ (જાગૃત) કરવાનાં છે.

ધૈર્યવત અવસ્થા ધારણ કરવાનું મુખ્ય ફાઉન્ડેશન - વેટ એન્ડ સી (થોભો અને જુઓ). હે મારા પ્રિય બાળકો, વેટ અર્થાત્ ધૈર્ય ધરવું, સી અર્થાત જોવું. પોતાનાં દિલ ની અંદર પહેલાં ધૈર્યતા નો ગુણ ધારણ કરી એના પછી બહાર વિરાટ ડ્રામા ને સાક્ષી થઈ જોવાનો છે. જ્યાં સુધી કોઈ પણ રહસ્ય સાંભળવાનો સમય સમીપ આવે ત્યાં સુધી ધૈર્યતા નાં ગુણ ની ધારણા કરવાની છે. સમય આવવા પર એ ધૈર્યતા નાં ગુણ થી રહસ્ય સાંભળવામાં ક્યારેય પણ વિચલિત નહીં થશો. એટલે હે પુરુષાર્થી પ્રાણો, જરા થોભો અને આગળ વધીને રહસ્ય જોતા જાઓ. આ જ ધૈર્યવત અવસ્થા થી બધા કર્તવ્ય સંપૂર્ણ રીતે સિદ્ધ થાય છે. આ ગુણ નિશ્ચય થી બંધાયેલો છે. એવાં નિશ્ચયબુદ્ધિ સાક્ષી દૃષ્ટા બની દરેક ખેલ ને હર્ષિત ચહેરા થી જોતા આંતરિક ધૈર્યતા અને અડોલ-ચિત્ત રહે છે, આ જ જ્ઞાન ની પરિપક્વ અવસ્થા છે જે અંત માં સંપૂર્ણતા નાં સમયે પ્રેક્ટિકલ માં રહે છે એટલે લાંબા સમય થી લઈને આ સાક્ષીપણા ની અવસ્થા માં સ્થિત રહેવાનો પરિશ્રમ કરવાનો છે.

જેમ નાટક માં એક્ટર ને પોતાને મળેલો પાર્ટ પૂર્ણ ભજવવા અર્થ આગળ થી જ રિહર્સલ (અભ્યાસ) કરવું પડે છે, તેમ આ પ્રિય ફૂલો ને પણ આવવા વાળી ભારે પરીક્ષાઓ માં યોગબળ દ્વારા પાસ થવા માટે આગળ થી રિહર્સલ અવશ્ય કરવાનું છે. પરંતુ લાંબા સમય થી લઈને જો આ પુરુષાર્થ કરેલો નહીં હશે તો એ સમયે ગભરાહટ માં ફેલ (નાપાસ) થઈ જશો, એટલે પહેલાં પોતાનાં ઈશ્વરીય ફાઉન્ડેશન ને પાક્કું રાખી દૈવી ગુણધારી બની જવાનું છે.

જ્ઞાન સ્વરુપ સ્થિતિ માં સ્થિત રહેવાથી સ્વતઃ શાંત રુપ અવસ્થા બની જાય છે. જ્યારે જ્ઞાની તૂ આત્મા બાળકો, સાથે બેસીને મોરલી સાંભળે છે તો ચારેય તરફ શાંતિ નું વાયુમંડળ બની જાય છે કારણકે તેઓ કાંઈ પણ મહાવાક્ય સાંભળે છે તો આંતરિક ડીપ (ઊંડાણ) માં ચાલ્યાં જાય છે. ઊંડાણ માં જવાના કારણે આંતરિક એમને શાંતિ ની મીઠી મહેસૂસતા થાય છે. હવે એનાં માટે કોઈ ખાસ બેસીને મહેનત નથી કરવાની પરંતુ જ્ઞાન ની અવસ્થા માં સ્થિત રહેવાથી આ ગુણ અનાયાસે આવી જાય છે. આપ બાળકો જ્યારે સવારે-સવારે ઉઠીને એકાંત માં બેસો છો તો શુદ્ધ વિચારો રુપી લહેરો ઉત્પન્ન થાય છે, એ સમયે બહુ જ ઉપરામ અવસ્થા હોવી જોઈએ. પછી પોતાનાં નિજ શુદ્ધ સંકલ્પ માં સ્થિત થવાથી અન્ય બધા સંકલ્પ જાતે જ શાંત થઈ જશે અને મન અમન થઈ જશે કારણકે મન ને વશ કરવા અર્થ પણ કોઈ તાકાત તો અવશ્ય જોઈએ એટલે પહેલાં પોતાનાં લક્ષ સ્વરુપ નાં શુદ્ધ સંકલ્પ ને ધારણ કરો. જ્યારે આંતરિક બુદ્ધિયોગ કાયદા પ્રમાણે હશે તો તમારી આ નિરસંકલ્પ અવસ્થા સ્વતઃ થઈ જશે. અચ્છા.

મીઠાં-મીઠાં જ્ઞાન ગુલ્ઝારી, જ્ઞાન સિતારાઓ પ્રત્યે યાદ-પ્યાર, ગુડમોર્નિંગ અને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતાનાં લક્ષ સ્વરુપ ની સ્મૃતિ થી શાંત ચિત્ત, નિર્માણ ચિત્ત, ધૈર્યવત, મીઠાશ, શીતળતા વગેરે સર્વ દૈવી ગુણ ધારણ કરવાના છે.

2. નિશ્ચયબુદ્ધિ સાક્ષી દૃષ્ટા બની આ ખેલ ને હર્ષિત ચહેરા થી જોતા આંતરિક ધૈર્યવત અને અડોલ-ચિત્ત રહેવાનું છે. લાંબા સમય થી લઈને આ સાક્ષીપણા ની અવસ્થા માં સ્થિત રહેવાનો પરિશ્રમ કરવાનો છે.

વરદાન :-
એક જ રસ્તો અને એક સાથે સંબંધ રાખવાવાળા સંપૂર્ણ ફરિશ્તા ભવ

નિરાકાર તથા સાકાર રુપ થી બુદ્ધિ નો સંગ એક બાપ સાથે પાક્કો હોય તો ફરિશ્તા બની જશો. જેમનાં સર્વ સંબંધ એક ની સાથે છે તે જ સદા ફરિશ્તા છે. જેવી રીતે ગવર્મેન્ટ રસ્તા માં બોર્ડ લગાવી દે છે કે આ રસ્તો બ્લોક છે, એવી રીતે બધા રસ્તા બ્લોક (બંધ) કરી દો તો બુદ્ધિ નું ભટકવાનું છૂટી જશે. બાપદાદા નું આ જ ફરમાન છે કે પહેલાં બધા રસ્તા બંધ કરો આનાથી સહજ ફરિશ્તા બની જશો.

સ્લોગન :-
સદા સેવા નાં ઉમંગ-ઉત્સાહ માં રહેવું - આ જ માયા થી સેફ્ટી (સુરક્ષા) નું સાધન છે.

આ અવ્યક્ત ઈશારા - મહાન બનવા માટે મધુરતા અને નમ્રતા નો ગુણ ધારણ કરો

તમારા બોલ અને સ્વરુપ બંને સાથે-સાથે હોય - બોલ સ્પષ્ટ પણ હોય, એમાં સ્નેહ પણ હોય, નમ્રતા અને મધુરતા પણ હોય. સત્યતા પણ હોય, પરંતુ સ્વરુપ ની નમ્રતા પણ હોય, આ જ રુપ થી બાપ ને પ્રત્યક્ષ કરી શકશો. નિર્ભર હોય પરંતુ બોલ મર્યાદા નાં અંદર હોય. જ્યારે આ બંને વાતો નું બેલેન્સ હશે ત્યારે કમાલ દેખાશે. પછી તમારા શબ્દ કઠોર નહીં, મીઠાં લાગશે.