11-05-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - બાબા
આવ્યાં છે , આપ બાળકો ને પોતાનાં સમાન મહિમા લાયક બનાવવાં , બાપ ની જે મહિમા છે તે
હમણાં તમે ધારણ કરો છો”
પ્રશ્ન :-
ભક્તિમાર્ગ માં
પરમાત્મા માશૂક ને પૂરું ન જાણતાં પણ કયાં શબ્દ ખૂબ પ્રેમ થી બોલે અને યાદ કરે છે?
ઉત્તર :-
ખૂબ પ્રેમ થી કહે અને યાદ કરે છે હે માશૂક, તમે જ્યારે આવશો તો અમે ફક્ત તમને જ યાદ
કરીશું બીજા બધાથી બુદ્ધિયોગ તોડી તમારી સાથે જોડીશું. હવે બાપ કહે છે બાળકો, હું
આવ્યો છું તો દેહી-અભિમાની બનો. તમારી પહેલી ફરજ છે - પ્રેમ થી બાપ ને યાદ કરવાની.
ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં
જીવ નાં આત્માઓને, પરમપિતા પરમાત્મા (જેમણે હમણાં શરીર નો આધાર લીધો છે) બેસી સમજાવે
છે કે હું સાધારણ વૃદ્ધ તન માં આવું છું. આવીને અનેક બાળકોને ભણાવું છું. બ્રહ્મા
મુખ વંશાવલી બ્રાહ્મણ બાળકો ને જ સમજાવશે. જરુર મુખ દ્વારા જ સમજાવશે અને કોને
સમજાવશે? કહે છે - બાળકો, તમે મને ભક્તિમાર્ગ માં બોલાવતાં આવ્યાં છો - હે
પતિત-પાવન, ભારત ખાસ અને આમ દુનિયામાં બધા બોલાવે છે. ભારત જ પાવન હતું, બાકી બધા
શાંતિધામ માં હતાં. બાળકોએ આ સ્મૃતિ માં રાખવું જોઈએ કે સતયુગ-ત્રેતા કોને કહેવાય
છે, દ્વાપર-કળિયુગ કોને કહેવાય છે. તેમાં કોણ-કોણ રાજ્ય કરતાં હતાં, તમારી બુદ્ધિ
માં પૂરી નોલેજ છે. જેમ બાપ ને રચના નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન છે, તેમ તમારી
બુદ્ધિ માં પણ છે. બાપ જે જ્ઞાન આપે છે એ બાળકોમાં પણ જરુર હોવું જોઈએ. બાપ આવીને
બાળકો ને આપ સમાન બનાવે છે. જેટલી બાપની મહિમા છે એટલી બાળકોની છે. બાપે બાળકોને
વધારે મહિમાવાન બનાવ્યાં છે. હંમેશા સમજો કે શિવબાબા આમનાં દ્વારા શીખવાડે છે. આત્મા
જ એકબીજા સાથે વાત કરે છે. પરંતુ મનુષ્ય દેહ-અભિમાની હોવાનાં કારણે સમજે છે, ફલાણા
ભણાવે છે. હકીકત માં કરે બધું આત્મા છે. આત્મા જ પાર્ટ ભજવે છે. દેહી-અભિમાની બનવાનું
છે. ઘડી-ઘડી પોતાને આત્મા સમજવાનું છે. જ્યાં સુધી પોતાને આત્મા નહીં સમજશે તો બાપ
ને પણ યાદ નહીં કરી શકે. ભૂલી જાય છે. તમને પૂછાય છે - તમે કોના બાળક છો? તો કહો છો
અમે શિવબાબા નાં બાળક છીએ. વિઝીટર બુક માં પણ લખેલું છે - તમારા પિતા કોણ છે? તો ઝટ
દેહ નાં બાપ નું નામ બતાવશે. સારું - હવે દેહી નાં બાપ નું નામ બતાવો. તો કોઈ કૃષ્ણ
નું, કોઈ હનુમાન નું નામ લખશે અથવા તો લખશે - અમે નથી જાણતાં. અરે, તમે લૌકિક બાપ
ને જાણો છો અને પારલૌકિક બાપ જેમને તમે હંમેશા દુઃખ માં યાદ કરો છો, એમને નથી જાણતાં!
કહો પણ છો, હે ભગવાન, રહેમ કરો. હે ભગવાન, એક બાળક આપો. માંગો છો ને? હવે બાપ
બિલકુલ સહજ વાત બતાવે છે. તમે દેહ-અભિમાન માં ખૂબ રહો છો એટલે બાપ નાં વારસા નો નશો
નથી ચઢતો. તમને તો ખૂબ નશો ચઢવો જોઇએ. ભક્તિ કરે જ છે - ભગવાન થી મળવા માટે. યજ્ઞ,
તપ, દાન-પુણ્ય વગેરે કરવા આ બધી ભક્તિ છે. બધાં એક ભગવાન ને યાદ કરે છે. બાપ કહે છે
- હું તમારા પતિઓનો પતિ છું, બાપો નો બાપ છું. બધા બાપ ભગવાન ને યાદ જરુર કરે છે.
આત્માઓ જ યાદ કરે છે. ભલે કહે પણ છે, ભ્રકુટી ની વચ્ચે ચમકે છે અજબ તારો… પરંતુ આ
સમજ વગર એમ જ કહી દે છે. રહસ્ય ની કાંઈ પણ ખબર નથી. તમે આત્મા ને જ નથી જાણતાં તો
આત્મા નાં બાપ ને કેવી રીતે જાણી શકશો! દીદાર તો થાય છે ભક્તિમાર્ગ વાળો.
ભક્તિમાર્ગ માં પૂજા માટે મોટાં-મોટાં લિંગ રાખી દે છે કારણ કે જો બિંદી નું રુપ
દેખાડે તો કોઈ સમજી ન શકે. આ છે મહીન (સૂક્ષ્મ) વાત. પરમાત્મા જેને અખંડ જ્યોતિ
સ્વરુપ કહે છે, મનુષ્ય કહે છે એનું કોઈ ખૂબ મોટું રુપ છે. બ્રહ્મ સમાજી મઠ વાળા
જ્યોતિ ને પરમાત્મા કહે છે. દુનિયામાં આ કોઈને ખબર નથી કે પરમપિતા પરમાત્મા બિંદુ
છે, તો મુંજાઈ જાય છે. બાળકો પણ કહે છે, બાબા કોને યાદ કરીએ? અમે તો સાંભળ્યું હતું
એ મોટું લિંગ છે, એને યાદ કરાય છે. હવે બિંદુ ને કેવી રીતે યાદ કરાય? અરે, તમે આત્મા
પણ બિંદુ છો, બાપ પણ બિંદુ છે. આત્મા ને બોલાવે છે, તે જરુર અહીં જ આવીને બેસશે.
ભક્તિમાર્ગ માં જે સાક્ષાત્કાર વગેરે થાય છે, આ છે બધી ભક્તિ. ભક્તિ પણ એક ની નથી
કરતાં, અનેકો ને ભગવાન બનાવી દીધાં છે. ભગત જે ભક્તિ કરતાં રહે છે, તેને ભગવાન કેવી
રીતે કહેવાશે. જો પરમાત્મા સર્વવ્યાપી કહે છે તો પછી ભક્તિ કોની કરે છે? તે પણ
ભિન્ન પ્રકાર ની ભક્તિ કરે છે.
બાપ સમજાવે છે - બાળકો,
એવું નહીં સમજો કે અમારે અનેક વર્ષ જીવવાનું છે. હવે સમય ખૂબ નજીક થતો જાય છે.
નિશ્ચય રાખવાનો છે, બાબા ને બ્રહ્મા દ્વારા સ્થાપના કરાવવાની છે. બાપ પોતે કહે છે -
હું આમનાં દ્વારા તમને સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નું રહસ્ય બતાવું છું. ગાય પણ છે -
બ્રહ્મા દ્વારા સ્થાપના. આ નથી જાણતાં કે નવી દુનિયાને વિષ્ણુપુરી કહેવાય છે અર્થાત્
વિષ્ણુ નાં બે રુપ રાજ્ય કરતાં હતાં. કોઈને ખબર નથી કે વિષ્ણુ કોણ છે? તમે જાણો છો
કે આ બ્રહ્મા-સરસ્વતી જ ફરી વિષ્ણુ નાં બે રુપ લક્ષ્મી-નારાયણ બની પાલના કરે છે.
બ્રહ્મા દ્વારા સ્થાપના, વિષ્ણુપુરી અર્થાત્ સ્વર્ગ ની પછી પાલના કરશે. તમારી
બુદ્ધિમાં આવવું જોઈએ - બાપ જ્ઞાન નાં સાગર છે. મનુષ્ય સૃષ્ટિ નાં બીજરુપ છે. એ આ
ડ્રામાનાં આદિ-મધ્ય-અંત ને જાણે છે. એ જ પતિત-પાવન છે, જે બાપ નો ધંધો છે, તે જ
તમારો છે. તમે પણ પતિત-પાવન બનો છો. દુનિયામાં એક બાપ નાં ૩-૪ બાળકો હશે, કોઈ બાળક
ખૂબ ઉંચો ચઢેલો હશે, કોઈ બિલકુલ નીચે હશે. અહીં તમને બાપ એક જ ધંધો શીખવાડે છે કે
તમે પતિતો ને પાવન બનાવો. બધાને આ લક્ષ આપો કે શિવબાબા કહે છે - મને યાદ કરો. ગીતા
માં કૃષ્ણ ભગવાનુવાચ ઉલ્ટું લખી દીધું છે. તમારે સમજાવવાનું છે - ભગવાન તો નિરાકાર,
પુનર્જન્મ રહિત છે. બસ, આ જ ભૂલ છે. હમણાં આપ બાળકો કૃષ્ણપુરી નાં માલિક બની રહ્યાં
છો. કોઈ રાજધાની માં આવે છે, કોઈ પ્રજા માં. કૃષ્ણપુરી કહેવાય છે કારણકે કૃષ્ણ બધાને
ખૂબ જ પ્રિય છે. બાળકો પ્રિય લાગે છે ને! બાળકો ને પણ મા-બાપ થી પ્રેમ થઈ જાય છે.
પ્રેમ બધો વિખરાય જાય છે. હવે બાપ સમજાવે છે - તમે પોતાને શરીર નહીં સમજો. ઘડી-ઘડી
પોતાને આત્મા નિશ્ચય કરો. આત્મ-અભિમાની બનો. બાપ પણ નિરાકાર છે. અહીં પણ શરીર લેવું
પડે છે - સમજાવવા માટે. શરીર વગર તો સમજાવી નહીં શકે. તમને તો પોતાનું શરીર છે, બાબા
પછી લોન (આધાર) લે છે. બાકી આમાં પ્રેરણા વગેરે ની વાત જ નથી. બાપ પોતે કહે છે -
હું આ શરીર ધારણ કરી બાળકોને ભણાવું છું કારણકે તમારો આત્મા જે હમણાં તમોપ્રધાન બની
ગયો છે, તેને સતોપ્રધાન બનાવવાનો છે. ગવાયેલું પણ છે, પતિત-પાવન આવો, પરંતુ અર્થ નથી
સમજતાં. હમણાં તમે સમજો છો - બાપ કેવી રીતે આવી ને પાવન બનાવે છે. આ પણ તમે જાણો
છો. સતયુગ માં ફક્ત આપણું જ નાનું ઝાડ હશે, તમે સ્વર્ગ માં જશો. બાકી જે આટલાં ખંડ
છે તેનું નામ-નિશાન નહીં હશે. ભારત ખંડ જ સ્વર્ગ હશે. પરમપિતા પરમાત્મા જ આવીને
હેવન ની સ્થાપના કરે છે. હમણાં હેલ છે. પ્રાચીન ભારત ખંડ જ છે જ્યાં દેવતાઓનું
રાજ્ય હતું, હવે નથી. તેનાં અહીં મંદિર છે, ચિત્ર છે. તો ભારત ની જ વાત થઈ. આ કોઈ
પણ ભારતવાસી ની બુદ્ધિમાં નથી આવતું કે ભારત સ્વર્ગ હતું, આ લક્ષ્મી-નારાયણ માલિક
હતાં બીજો કોઈ ખંડ નહોતો. હવે તો અનેક ધર્મ આવી ગયાં છે. ભારતવાસી ધર્મ-ભ્રષ્ટ,
કર્મ-ભ્રષ્ટ બની ગયાં છે. કૃષ્ણ ને શ્યામ-સુંદર કહી દે છે પરંતુ અર્થ નથી સમજતાં.
બરાબર આ શ્યામ હતાં ને. કહે છે કૃષ્ણ ને સાપે ડસ્યો તો શ્યામ થઈ ગયાં. હવે એ તો
સતયુગ નાં પ્રિન્સ (રાજકુમાર) હતાં, કેવી રીતે કાળા થઈ ગયાં? હવે તમે આ વાતો સમજો
છો. કૃષ્ણ નાં મા-બાપ પણ હમણાં ભણી રહ્યાં છે. મા-બાપ થી ઉત્તમ શ્રીકૃષ્ણ ગવાયેલાં
છે. મા-બાપ નું કોઈ નામ નથી. નહીં તો જે મા-બાપ થી આવાં બાળક જન્મે તે મા-બાપ પણ
પ્રિય હોવા જોઈએ. પરંતુ ના, મહિમા બધી રાધે-કૃષ્ણ ની છે. મા-બાપ ની કંઈ નથી. તમારી
બુદ્ધિ માં જ્ઞાન છે. જ્ઞાન છે દિવસ, ભક્તિ છે રાત. અંધારી રાત માં ઠોકરો ખાતા રહે
છે.
હવે આપ બાળકો ને
સમજાવાય છે - ઘર માં રહો, આ સર્વિસ પણ કરતાં રહો. કોઈ ને પણ સમજાવો કે તમે અડધાકલ્પ
નાં આશિક છો, એક માશૂક નાં. ભક્તિમાર્ગ માં બધાં એમને યાદ કરે છે તો આશિક થયાં ને.
પરંતુ માશૂક ને પૂરું જાણતાં નથી. યાદ ખૂબ પ્રેમ થી કરે છે, હે માશૂક તમે જ્યારે
આવશો તો અમે ફક્ત તમને જ યાદ કરીશું બીજા બધાથી બુદ્ધિયોગ તોડી તમારી સાથે જોડીશું.
આવું ગાતા તો હતાં ને, પરંતુ બાપ પાસેથી અમને શું વારસો મળે છે, આ કોઈને પણ ખબર નથી.
હવે બાપ સમજાવે છે - તમે દેહી-અભિમાની બનો. બાપ ને યાદ કરવા આપ બાળકોની પહેલી ફરજ
છે. બાળક હંમેશા બાપ ને, બાળકી મા ને યાદ કરે છે. હમજિન્સ છે ને. બાળક સમજે છે અમે
બાપ નાં વારીસ બનીશું. બાળકી થોડી કહેશે, તે તો સમજે છે અમારે પિયરઘર થી સસુરઘર
જવાનું છે. હવે તમારું નિરાકાર અને સાકાર પિયરઘર છે. બોલાવે પણ છે, હે પરમપિતા
પરમાત્મા, રહેમ કરો. દુઃખ હરો, સુખ આપો, અમને લિબ્રેટ કરો, અમારા ગાઇડ બનો. પરંતુ
તેનો અર્થ મોટા-મોટા વિદ્વાન આચાર્ય પણ નથી જાણતાં. બાપ તો સર્વ નાં લિબ્રેટર (મુક્તિદાતા)
છે, એ જ સર્વ નાં કલ્યાણકારી છે. બાકી તેઓ પોતાનું જ કલ્યાણ નથી કરી શકતાં તો
બીજાઓનું શું કરશે? અહીં બાપ કહે છે - હું ગુપ્ત આવું છું, ખુદા-દોસ્ત ની કથા સાંભળી
છે ને. હવે આ પુલ છે કળિયુગ અને સતયુગ નાં વચ્ચે નો, તે પાર જવાનું છે. હવે ખુદા તો
બાપ છે, દોસ્ત પણ છે. માતા, પિતા, શિક્ષક નો પાર્ટ પણ ભજવે છે. અહીં તમને
સાક્ષાત્કાર થાય છે તો જાદુ-જાદુ કહી દે છે. સાક્ષાત્કાર તો નૌધા ભક્તિ વાળા ને પણ
થાય છે, ખૂબ પાક્કા ભક્ત હોય છે. દર્શન આપો નહીં તો અમે ગળું કાપીએ છીએ, ત્યારે
સાક્ષાત્કાર થાય છે, તેને નૌધા ભક્તિ કહેવાય છે. અહીં નૌધા ભક્તિ ની વાત નથી. ઘર
માં બેઠા-બેઠા પણ અનેકો ને સાક્ષાત્કાર થતાં રહે છે. દિવ્ય દૃષ્ટિ ની ચાવી મારી પાસે
છે. અર્જુન ને પણ મેં દિવ્ય દૃષ્ટિ આપી ને. આ વિનાશ જુઓ, પોતાનું રાજ્ય જુઓ. હવે
મામેકમ્ યાદ કરો તો આ બનશો. હવે તમે સમજો છો - વિષ્ણુ કોણ છે? મંદિર બનાવવા વાળા
પોતે નથી જાણતાં. વિષ્ણુ દ્વારા પાલના, ૪ ભુજા નો અર્થ જ છે - ૨ ભુજા પુરુષ ની, ૨
સ્ત્રી ની. વિષ્ણુ નાં બે રુપ લક્ષ્મી-નારાયણ છે. પરંતુ કંઈ પણ સમજતાં નથી. કોઈનું
પણ જ્ઞાન નથી. ન શિવબાબા નું, ન વિષ્ણુ નું. પહેલાં-પહેલાં બાબા નું આકર્ષણ હતું,
અનેક આવતાં હતાં. શરુઆત માં પૂરું આગણું ભરાય જતું હતું. જ્જ, મજિસ્ટ્રેટ બધાં આવતાં
હતાં. પછી વિકાર નાં ઝઘડા શરું થયાં, કહેવા લાગ્યાં બાળક નહીં જન્મે તો સૃષ્ટિ કેવી
રીતે ચાલશે? આ તો સૃષ્ટિ વધવાનો કાયદો છે. ગીતા ની વાત જ ભૂલી ગયાં કે ભગવાનુવાચ -
કામ મહાશત્રુ છે, તેનાં પર જીત મેળવવાની છે. કહેવાં લાગ્યાં સ્ત્રી-પુરુષ બન્ને સાથે
આવે તો તેને જ્ઞાન આપો. એકલા ને નહીં આપો. હવે બંને પણ આવે તો આપે ને. જુઓ બંને ને
સાથે પણ આપે છે તો પણ કોઈ જ્ઞાન લે છે, કોઈ નથી લેતાં. તકદીર માં નહીં હશે તો શું
કરી શકે! એક હંસ, એક બગલો બની જાય છે. અહીં તમે બ્રાહ્મણ, દેવતાઓ થી પણ ઉત્તમ છો.
જાણો છો - અમે ઈશ્વરીય સંતાન છીએ, શિવબાબા નાં બાળક છીએ. ત્યાં સ્વર્ગ માં તમને આ
જ્ઞાન નહીં રહેશે, ન જ્યારે નિરાકારી દુનિયા મુક્તિધામ માં હશો ત્યારે આ જ્ઞાન હશે.
આ જ્ઞાન શરીર ની સાથે જ ખતમ થઇ જાય છે. હમણાં તમને જ્ઞાન છે, એક બાબા ભણાવી રહ્યાં
છે. હવે આ રમત પૂરી થાય છે, બધાં એક્ટર્સ હાજર છે. બાબા પણ આવેલાં છે. રહેલાં
આત્માઓ પણ આવતાં રહે છે. જ્યારે બધાં આવી જશે ત્યારે વિનાશ થશે પછી બધાને બાપ સાથે
લઈ જશે. બધાએ જવાનું છે, આ પતિત દુનિયાનો વિનાશ થવાનો છે. અચ્છા.
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. પતિત થી
પાવન બનાવવાનો ધંધો જે બાપ નો છે, તે જ ધંધો કરવાનો છે. બધાને લક્ષ્ય આપવાનું છે કે
બાપ ને યાદ કરો અને પાવન બનો.
2. આ બ્રાહ્મણ-જીવન
દેવતાઓથી પણ ઉત્તમ જીવન છે, આ નશા માં રહેવાનું છે. બુદ્ધિનો યોગ બીજા બધાથી તોડી
એક માશૂક ને યાદ કરવાનાં છે.
વરદાન :-
ત્યાગ અને
સ્નેહ ની શક્તિ દ્વારા સેવા માં સફળતા પ્રાપ્ત કરવા વાળા સ્નેહી - સહયોગી ભવ
જેવી રીતે શરુ માં
નોલેજ ની શક્તિ ઓછી હતી પરંતુ ત્યાગ, સ્નેહ નાં આધાર પર સફળતા મળી. બુદ્ધિમાં
દિવસ-રાત બાબા અને યજ્ઞ તરફ લગન રહી, જીગર થી નીકળતું હતું બાબા અને યજ્ઞ. આ જ
સ્નેહે બધાને સહયોગ માં લાવ્યાં. આ જ શક્તિ થી કેન્દ્ર બન્યાં. સાકાર સ્નેહ થી જ
મનમનાભવ બન્યાં, સાકાર સ્નેહે જ સહયોગી બનાવ્યાં. હમણાં પણ ત્યાગ અને સ્નેહ ની શક્તિ
થી ઘેરાવ નાખો તો સફળતા મળી જશે.
સ્લોગન :-
ફરિશ્તા બનવું
છે તો વ્યર્થ બોલ કે ડિસ્ટર્બ કરવા વાળા બોલ થી મુક્ત બનો.
આ અવ્યક્ત ઇશારા - સદા
અચળ , અડોલ , એકરસ સ્થિતિ નો અનુભવ કરો
કોઈ પણ વાત થઈ જાય ભલે
પ્રકૃતિ ની, ભલે વ્યક્તિ ની, બંને અચળ સ્થિતિ નાં આસન ને જરા પણ હલાવી ન શકે. એટલાં
પાક્કા છો ને? જેવી રીતે જુઓ શરીર આસન પર નથી ટકી શકતું તો હલચલ કરશે ને! એવી રીતે
મન હલચલ તો નથી કરતું? સદા અચળ-અડોલ, જરા પણ હલચલ ન હોય. જો ક્યારેક હલચલ અને
ક્યારેક અચળ છો તો સિંહાસન પણ ક્યારેક મળશે, ક્યારેક નહીં મળશે.