11-06-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - હવે તમારે સંપૂર્ણ બનવાનું છે કારણ કે પાછું ઘરે જવાનું છે અને પછી પાવન દુનિયામાં આવવાનું છે”

પ્રશ્ન :-
સંપૂર્ણ પાવન બનવાની યુક્તિ કઈ છે?

ઉત્તર :-
સંપૂર્ણ પાવન બનવું છે તો પૂરાં બેગર બનો, દેહ સહિત બધાં સંબંધો ને ભૂલો અને મને યાદ કરો ત્યારે પાવન બનશો. હમણાં તમે આ આંખો થી જે કંઈ જુઓ છો તે બધું વિનાશ થવાનું છે એટલે ધન, સંપત્તિ, વૈભવ વગેરે બધું ભૂલી બેગર બનો. આવાં બેગર જ પ્રિન્સ બને છે.

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં રુહાની બાળકો પ્રત્યે રુહાની બાપ સમજાવી રહ્યા છે. બાળકો આ તો સારી રીતે સમજે છે કે શરુ માં આત્માઓ બધાં પવિત્ર રહે છે. આપણે જ પાવન હતાં, પતિત અને પાવન આ આત્માઓ માટે જ કહેવાય છે. આત્મા પાવન છે તો સુખ છે. બુદ્ધિમાં આવે છે કે આપણે પાવન બનીશું તો પાવન દુનિયાના માલિક બનીશું. એના માટે જ પુરુષાર્થ કરો છો. ૫ હજાર વર્ષ પહેલાં પાવન દુનિયા હતી. એમાં અડધોકલ્પ તમે પાવન હતાં, બાકી રહ્યો અડધોકલ્પ. આ વાતો બીજા કોઈ સમજી ન શકે. તમે જાણો છો પતિત અને પાવન, સુખ અને દુઃખ, દિવસ અને રાત અડધા-અડધા છે. જે સારા સમજદાર છે, જેમણે ખૂબ ભક્તિ કરી છે, તે જ સારી રીતે સમજશે. બાપ કહે છે-મીઠાં બાળકો, તમે પાવન હતાં. નવી દુનિયામાં ફક્ત તમે જ હતાં. બાકી જે આટલાં બધાં છે તે શાંતિધામ માં હતાં. પહેલાં-પહેલાં આપણે પાવન હતાં અને ખૂબ થોડા હતાં પછી નંબરવાર મનુષ્ય સૃષ્ટિ ની વૃદ્ધિ થાય છે. હમણાં આપ મીઠાં બાળકોને કોણ સમજાવી રહ્યા છે? બાપ. આત્માઓને પરમાત્મા બાપ સમજાવે છે, આને કહેવાય છે સંગમ. આને જ કુંભ કહેવાય છે. મનુષ્ય આ સંગમયુગ ને ભૂલી ગયા છે. બાબાએ સમજાવ્યું છે ૪ યુગ હોય છે, પાંચમો આ નાનકડો લિપ સંગમયુગ છે. આની આયુ નાની છે. બાપ કહે છે હું આમની વાનપ્રસ્થ અવસ્થા માં પ્રવેશ કરું છું, અનેક જન્મોનાં અંત નાં પણ અંત માં. બાળકોને આ ખાતરી છે ને? બાપે આમનામાં પ્રવેશ કર્યો છે, આમની પણ બાયોગ્રાફી સંભળાવી છે. બાપ કહે છે હું આત્માઓ સાથે જ વાત કરું છું. આત્મા અને શરીર બંને નો સાથે પાર્ટ હોય છે. આને કહેવાય છે જીવ આત્મા. પવિત્ર જીવ આત્મા, અપવિત્ર જીવ આત્મા. આપ બાળકોની બુદ્ધિમાં છે કે સતયુગ માં ખૂબ થોડા દેવી-દેવતા હોય છે. પછી પોતાનાં માટે પણ કહેશે આપણે જીવાત્મા જે સતયુગ માં પાવન હતાં તે પછી ૮૪ જન્મો પછી પતિત બન્યાં છીએ. પતિત થી પાવન, પાવન થી પતિત-આ ચક્ર ફરતું જ રહે છે. યાદ પણ એ પતિત-પાવન બાપ ને કરે છે. તો દર ૫ હજાર વર્ષ પછી બાબા એક જ વાર આવે છે, આવીને સ્વર્ગની સ્થાપના કરે છે. ભગવાન એક છે, જરુર એ જ જૂની દુનિયાને નવી બનાવશે. પછી નવી ને જૂની કોણ બનાવે છે? રાવણ, કારણ કે રાવણ જ દેહ-અભિમાની બનાવે છે. દુશ્મન ને બળાય છે, મિત્ર ને નથી બાળતા. સર્વ નાં મિત્ર એક જ બાપ છે જે સર્વ ની સદ્દગતિ કરે છે. એમને બધાં યાદ કરે છે કારણ કે એ છે જ બધાને સુખ આપવા વાળા. તો જરુર દુઃખ આપવા વાળા પણ કોઈ હશે. તે છે પ વિકારો રુપી રાવણ. અડધોકલ્પ રામરાજ્ય, અડધોકલ્પ રાવણ રાજ્ય. સ્વસ્તિકા કાઢે છે ને? આનો પણ અર્થ બાપ સમજાવે છે. આમાં પૂરો ચોથો ભાગ હોય છે. જરા પણ ઓછું-વધારે નથી. આ ડ્રામા ખૂબ એક્યુરેટ છે. કોઈ સમજે છે અમે આ ડ્રામા થી નીકળી જઈએ, ખૂબ દુઃખી છીએ આનાં કરતાં તો જઈને જ્યોતિ જ્યોત સમાઈએ અથવા બ્રહ્મ માં લીન થઈ જઈએ. પરંતુ કોઈ પણ જઈ નથી શકતું. શું-શું વિચાર કરે છે. ભક્તિમાર્ગ માં પ્રયત્ન પણ ભિન્ન-ભિન્ન કરે છે. સંન્યાસી શરીર છોડશે તો એવું ક્યારેય નહીં કહેશે કે સ્વર્ગ અથવા વૈકુંઠ પધાર્યા. પ્રવૃત્તિમાર્ગ વાળા કહેશે ફલાણા સ્વર્ગ પધાર્યા. આત્માઓને સ્વર્ગ યાદ છે ને? તમને તો બધાં કરતાં વધારે યાદ છે. તમને બંને ની હિસ્ટ્રી-જોગ્રોફી ની ખબર છે, બીજા કોઈને ખબર નથી. તમને પણ ખબર નહોતી. બાપ બાળકોને બધાં રહસ્ય સમજાવે છે.

આ મનુષ્ય સૃષ્ટિ રુપી વૃક્ષ છે. વૃક્ષ નું જરુર બીજ પણ હોવું જોઈએ. બાપ જ સમજાવે છે, પાવન દુનિયા કેવી રીતે પતિત બને છે પછી હું પાવન બનાવું છું. પાવન દુનિયાને કહેવાય છે સ્વર્ગ. સ્વર્ગ પાસ્ટ થઈ ગયું પછી જરુર રિપીટ થવાનું છે એટલે કહેવાય છે વર્લ્ડની હિસ્ટ્રી રિપીટ થાય છે અર્થાત્ દુનિયા જ જૂની થી નવી, નવી થી જૂની થાય છે. રિપીટ એટલે જ ડ્રામા છે. ‘ડ્રામા’ શબ્દ ખૂબ સારો છે, શોભે છે. ચક્ર હૂબહૂ ફરતું જ રહે છે, નાટક ને હૂબહૂ નથી કહેવાતું. કોઈ બીમાર થઈ જાય છે તો રજા લઈ લે છે. તો આપ બાળકોની બુદ્ધિમાં છે - આપણે પૂજ્ય દેવતા હતાં પછી પુજારી બન્યાં. બાપ આવીને પતિત થી પાવન બનવાની યુક્તિ બતાવે છે જે ૫ હજાર વર્ષ પહેલાં બતાવી હતી. ફક્ત કહે છે બાળકો, મને યાદ કરો. બાપ પહેલાં-પહેલાં તમને આત્મ-અભિમાની બનાવે છે. પહેલાં-પહેલાં આ સબક (પાઠ) આપે છે-બાળકો, પોતાને આત્મા સમજો, બાપ ને યાદ કરો. આટલું તમને યાદ કરાવું છું, તમે છતાં પણ ભૂલી જાઓ છો? ભૂલતા જ રહેશો, જ્યાં સુધી ડ્રામા નો અંત આવે. અંત માં જ્યારે વિનાશ નો સમય હશે ત્યારે ભણતર પૂરું થશે પછી તમે શરીર છોડી દેશો. જેવી રીતે સાપ પણ એક જૂની ખાલ છોડી દે છે ને? તો બાપ પણ સમજાવે છે તમે જ્યારે બેસો છો અથવા ચાલો-ફરો છો, દેહી-અભિમાની થઈને રહો. પહેલાં તમને દેહ-અભિમાન હતું. હવે બાપ કહે છે આત્મ-અભિમાની બનો. દેહ-અભિમાન માં આવવાથી તમને પ વિકાર પકડી લે છે. આત્મ-અભિમાની બનવાથી કોઈ વિકાર પકડશે નહીં. દેહી-અભિમાની બની બાપ ને ખૂબ પ્રેમ થી યાદ કરવાના છે. આત્માઓને પરમાત્મા બાપ નો પ્રેમ મળે છે, આ સંગમયુગ પર. આને કલ્યાણકારી સંગમ કહેવાય છે, જ્યારે બાપ અને બાળકો આવીને મળે છે. આપ આત્માઓ પણ શરીર માં છો. બાપ પણ શરીર માં આવીને તમને આત્મા નિશ્ચય કરાવે છે. બાપ એક જ વાર આવે છે, જ્યારે બધાને પાછાં લઈ જવાના છે. સમજાવે પણ છે-હું તમને કેવી રીતે પાછા લઈ જઈશ. તમે કહો પણ છો અમે બધાં પતિત છીએ, આપ પાવન છો. આપ આવીને અમને પાવન બનાવો. આપ બાળકોને ખબર નથી કે બાબા કેવી રીતે પાવન બનાવશે? જ્યાં સુધી બનાવે નહીં ત્યાં સુધી શું જાણે? આ પણ તમે સમજો છો આત્મા નાનો સિતારો છે. બાપ પણ નાનો સિતારો છે. પરંતુ એ જ્ઞાન નાં સાગર, શાંતિ નાં સાગર છે. તમને પણ આપ સમાન બનાવે છે. આ જ્ઞાન આપ બાળકોને છે જે તમે પછી બધાને સમજાવો છો. પછી સતયુગ માં જ્યારે તમે હશો તો આ જ્ઞાન સંભળાવશે શું? ના. જ્ઞાન-સાગર બાપ તો એક જ છે જે તમને હમણાં જ ભણાવે છે. જીવન કહાણી તો બધાની જોઈએ ને? એ બાપ સંભળાવતા જ રહે છે. પરંતુ તમે ઘડી-ઘડી ભૂલી જાઓ છો, તમારું માયા ની સાથે યુદ્ધ છે. તમે ફીલ કરો છો બાબા ને અમે યાદ કરીએ છીએ, પછી ભૂલી જઈએ છીએ. બાપ કહે છે માયા જ તમારો દુશ્મન છે, જે તમને ભૂલાવી દે છે અર્થાત્ બાપ થી બેમુખ કરી દે છે. આપ બાળકો એક જ વાર બાપ નાં સન્મુખ થાઓ છો. બાપ એક જ વાર વારસો આપે છે. પછી બાપ ની સન્મુખ આવવાની જરુર જ નથી. પાપ આત્મા થી પુણ્ય આત્મા, સ્વર્ગ નાં માલિક બનાવ્યાં. બસ. પછી શું આવીને કરશે? તમે બોલાવ્યા અને હું બિલકુલ પૂરાં સમય પર આવ્યો. દર ૫ હજાર વર્ષ પછી હું પોતાનાં સમય પર આવું છું. આ કોઈને પણ ખબર નથી. શિવરાત્રી કેમ મનાવે છે? એમણે શું કર્યુ? કોઈને પણ ખબર નથી એટલે શિવરાત્રી ની રજા વગેરે કંઈ નથી કરતાં (રાખતાં). બીજા બધાની રજા રાખે છે પરંતુ શિવબાબા આવે છે, આટલો પાર્ટ ભજવે છે, એની કોઈને ખબર નથી પડતી. અર્થ જ નથી જાણતાં. ભારત માં કેટલું અજ્ઞાન છે?

આપ બાળકો જાણો છો કે શિવબાબા જ ઊંચામાં ઊંચા છે તો જરુર મનુષ્યો ને ઊંચા માં ઊંચા બનાવશે. બાપ કહે છે મેં આમને જ્ઞાન આપ્યું, યોગ શીખવાડ્યો પછી એ નર થી નારાયણ બન્યાં. એમણે આ નોલેજ સાંભળી છે. આ જ્ઞાન તમારા માટે જ છે, બીજા કોઈ માટે શોભતું નથી. તમારે ફરીથી બનવાનું છે, બીજા કોઈ નથી બનતાં. આ છે નર થી નારાયણ બનવાની કથા. જેમણે બીજા ધર્મ સ્થાપન કર્યા, બધાં પુનર્જન્મ લેતા-લેતા તમોપ્રધાન બન્યા છે પછી એ બધાને સતોપ્રધાન બનવાનું છે. તે પદ અનુસાર ફરી રિપીટ કરવાનું છે. ઊંચા પાર્ટધારી બનવા માટે તમે કેટલો પુરુષાર્થ કરી રહ્યા છો? કોણ પુરુષાર્થ કરાવી રહ્યું છે? બાબા. તમે ઊંચા બની જાઓ છો પછી ક્યારેય યાદ પણ નથી કરતાં. સ્વર્ગ માં થોડી યાદ કરશો? ઊંચામાં ઊંચા બાપ છે, પછી બનાવે પણ ઊંચા છે. નારાયણ ની પહેલાં તો શ્રીકૃષ્ણ છે. પછી તમે એવું કેમ કહો છો કે નર થી નારાયણ બનીએ? કેમ નથી કહેતા નર થી કૃષ્ણ બનીએ? પહેલાં નારાયણ થોડી બનશો? પહેલાં તો પ્રિન્સ શ્રીકૃષ્ણ બનશો ને? બાળક તો ફૂલ હોય છે એ તો છતાં પણ યુગલ બની જાય છે. મહિમા બ્રહ્મચારી ની થાય છે. નાના બાળક ને સતોપ્રધાન કહેવાય છે, આપ બાળકો ને વિચાર આવવો જોઈએ - આપણે પહેલાં-પહેલાં જરુર પ્રિન્સ બનીશું. ગવાય પણ છે-બેગર ટૂ પ્રિન્સ. બેગર કોને કહેવાય છે? આત્મા ને જ શરીરની સાથે બેગર અથવા સાહૂકાર કહે છે. આ સમયે તમે જાણો છો બધાં બેગર્સ બની જાય છે. બધું ખતમ થઈ જાય છે. તમારે આ સમયે જ બેગર બનવાનું છે, શરીર સહિત. પૈસા જે કંઈ છે ખતમ થઈ જશે. આત્માએ બેગર બનવાનું છે, બધું છોડવાનું છે. પછી પ્રિન્સ બનવાનું છે. તમે જાણો છો ધન-સંપત્તિ વગેરે બધું છોડીને બેગર બની અમે ઘરે જઈશું. પછી નવી દુનિયામાં પ્રિન્સ બનીને આવીશું. જે કંઈ પણ છે, બધું છોડવાનું છે. આ જૂની વસ્તુ કોઈ કામની નથી. આત્મા પવિત્ર થઈ જશે પછી અહીં આવશે પાર્ટ ભજવવાં. કલ્પ પહેલાં ની જેમ. જેટલી-જેટલી તમે ધારણા કરશો એટલું ઊંચ પદ મેળવશો. ભલે આ સમયે કોઈની પાસે પ કરોડ છે, બધું ખતમ થઈ જશે. આપણે ફરીથી પોતાની નવી દુનિયામાં જઈએ છીએ. અહીં તમે આવ્યા છો નવી દુનિયામાં જવા માટે. બીજો કોઈ સત્સંગ નથી જેમાં કોઈ સમજે કે અમે નવી દુનિયા માટે ભણી રહ્યા છીએ. આપ બાળકોની બુદ્ધિમાં છે બાબા આપણને પહેલાં બેગર બનાવી પછી પ્રિન્સ બનાવે છે. દેહ નાં બધાં સંબંધ છોડ્યા તો બેગર થયા ને? કંઈ પણ નથી. હમણાં ભારત માં કંઈ પણ નથી. ભારત હમણાં બેગર, ઇનસોલવેન્ટ (કંગાળ) છે. પછી સોલવેન્ટ (સાહૂકાર) થશે. કોણ બને છે? આત્મા શરીર દ્વારા બને છે. હમણાં રાજા-રાણી પણ નથી. તે પણ ઇનસોલવેન્ટ છે, રાજા-રાણી નો તાજ પણ નથી. નથી તે તાજ, નથી રત્ન જડિત તાજ. અંધેરી નગરી છે, સર્વવ્યાપી કહી દે છે. એટલે બધામાં ભગવાન છે. બધાં એક સમાન છે, કુતરા-બિલાડી બધામાં છે આને કહેવાય છે અંધેર નગરી… આપ બ્રાહ્મણો ની રાત હતી. હવે સમજો છો જ્ઞાન-દિવસ આવી રહ્યો છે. સતયુગ માં બધાં જાગતી જ્યોત છે. હમણાં દીવો બિલકુલ ડીમ થઈ ગયો છે. ભારત માં જ દીવો પ્રગટાવવા ની રસમ છે. બીજા કોઈ થોડી દીવો પ્રગટાવે છે? તમારી જ્યોતિ ઉજાયેલી (ડીમ) છે. સતોપ્રધાન વિશ્વ નાં માલિક હતાં, તે તાકાત ઓછી થતા-થતા હવે કંઈ તાકાત જ નથી રહી. ફરી બાપ આવ્યા છે તમને તાકાત આપવાં. બેટરી ભરાય છે. આત્મા ને પરમાત્મા બાપ ની યાદ રહેવાથી બેટરી ભરાય છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. હવે નાટક પૂરું થઈ રહ્યું છે, આપણે પાછા જવાનું છે એટલે આત્માએ બાપ ની યાદ થી સતોપ્રધાન, પાવન જરુર બનવાનું છે. બાપ સમાન જ્ઞાન નાં સાગર, શાંતિ નાં સાગર હમણાં જ બનવાનું છે.

2. આ દેહ થી પણ પૂરાં બેગર બનવા માટે બુદ્ધિ માં રહે કે આ આંખો થી જે કંઈ પણ જોઈએ છીએ, આ બધું ખતમ થઈ જવાનું છે. આપણે બેગર થી પ્રિન્સ બનવાનું છે. આપણું ભણતર છે જ નવી દુનિયા માટે.

વરદાન :-
ચમત્કાર દેખાડવા નાં બદલે અવિનાશી ભાગ્ય નો ચમકતો સિતારો બનવા વાળા સિદ્ધિ સ્વરુપ ભવ

આજકાલ જે અલ્પકાળ ની સિદ્ધિ વાળા છે તે લાસ્ટ માં ઉપર થી આવવાનાં કારણે સતોપ્રધાન સ્ટેજ (સ્થિતિ) પ્રમાણે પવિત્રતા નાં ફળ સ્વરુપે અલ્પકાળ નો ચમત્કાર દેખાડે છે પરંતુ તે સિદ્ધિ સદાકાળ નથી રહેતી કારણ કે થોડા સમય માં જ સતો, રજો, તમો ત્રણેય સ્ટેજીસ થી પસાર કરે છે. આપ પવિત્ર આત્માઓ સદા સિદ્ધિ સ્વરુપ છો, ચમત્કાર દેખાડવાની બદલે ચમકતી જ્યોતિ સ્વરુપ બનાવવા વાળા છો. અવિનાશી ભાગ્ય નો ચમકતો સિતારો બનાવવા વાળા છો, એટલે બધાં તમારી પાસે જ અંચલી લેવા આવશે.

સ્લોગન :-
બેહદ ની વૈરાગ વૃત્તિ નું વાયુમંડળ હોય તો સહયોગી સહજયોગી બની જશે.