11-06-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - પૂરો
વારસો લેવા માટે એક બાપ થી પૂરી પ્રીત રાખો , તમારી પ્રીત કોઈ પણ દેહધારી થી ન હોવી
જોઈએ”
પ્રશ્ન :-
જે આપણાં દૈવી
સંપ્રદાય નાં હશે એમની સામે કયાં શબ્દ ફરતાં રહેશે?
ઉત્તર :-
જ્યારે તમે તેમને બતાવશો કે બાપ ને યાદ કરવાથી વિકર્મ વિનાશ થાય છે અને દેવી-દેવતા
ધર્મ ની સ્થાપના થાય છે તો આ શબ્દ તેમની સામે ફરતાં રહેશે. તેમની બુદ્ધિ માં આવશે
અમારે દેવતા બનવાનું છે એટલે અમારું ખાવા-પીવાનું શુદ્ધ હોવું જોઈએ.
ગીત :-
ભોલેનાથ સે
નિરાલા…
ઓમ શાંતિ!
ભોળાનાથ નાં
બાળકો સાંભળી રહ્યાં છે. કોનાથી? ભોળાનાથ થી. ભોળાનાથ શિવ ને જ કહેવાય છે. એનું નામ
જ શિવ છે. ભોળાનાથ નાં બાળકો અર્થાત્ શિવ નાં બાળકો. આત્માઓ સાંભળી રહ્યાં છે આ કાન
થી. હવે આપ બાળકો આત્મ-અભિમાની બન્યાં છો. બાળકો ટેપ પર પણ મોરલી સાંભળે છે તો સમજે
છે શિવબાબા અમને પોતાનો પરિચય આપે છે, હું બધા આત્માઓનો બાપ છું. જેમને તમે પરમપિતા
પરમ આત્મા એટલે પરમાત્મા કહો છો. એમને સદૈવ ફાધર (પિતા) જ કહે છે. કોણ કહે છે કે એ
ફાધર છે? આત્મા. આત્માને હવે જ્ઞાન મળ્યું છે બીજા કોઈ મનુષ્ય માત્ર ને આ જ્ઞાન નથી.
આપણા આત્મા નાં બે બાપ છે. એક સાકાર, એક છે નિરાકાર. એ પરમપિતા છે, આ સમજણ બીજું
કોઈ આપી ન શકે. બાપ સિવાય બીજું કોઈ આ પૂછી ન શકે. બાપ જ પૂછે છે તમે જે કહો છો
પરમપિતા પરમાત્મા, ગોડફાધર, એ તમે કોનાં માટે કહો છો? શું લૌકિક બાપ નાં માટે કે
પારલૌકિક બાપ નાં માટે? લૌકિક ફાધર ને ગોડફાધર કહેશે? હિન્દી માં શબ્દ પણ છે પરમપિતા.
એ તો એક જ નિરાકાર છે. ઈશ્વર, પ્રભુ કે ભગવાન કહેવાથી બાપ સિદ્ધ નથી થતાં. ગોડફાધર
શબ્દ સારો છે. આત્માએ કહ્યું એ અમારા ગોડફાધર છે. લૌકિક ફાધર તો ફક્ત શરીર નાં બાપ
છે. આપ સૌથી પૂછાય છે, તમને કેટલાં ફાધર છે? એક છે લૌકિક, બીજા છે પારલૌકિક. બંને
માં મોટા કોણ? જરુર કહેશે પારલૌકિક ફાધર. એમની મહિમા છે - બધા પતિતો ને પાવન બનાવવા
વાળા પારલૌકિક બાપ. આ પણ હવે તમે સમજો છો. દુનિયામાં આ કોઈ પણ નથી સમજતું. બાપે
સમજાવ્યું છે - તમને પારલૌકિક બાપ સાથે પ્રીત છે. બીજા ની છે વિનાશકાળે વિપરીત
બુદ્ધિ. વિનાશ નો હમણાં સમય છે. તે જ મહાભારત ની લડાઈ હવે લાગવાની છે. એરોપ્લેન,
ટેંક્સ વગેરે એકબીજા ને સપ્લાય કરી રહ્યાં છે. બધાને આપતાં જાય છે. પૈસાથી જેમને જે
જોઇએ તેમને આપતાં જાય છે. ઉધાર પર પણ લે છે. તો પ્લેન, બારુદ વગેરે આ બધું ખરીદી કરે
છે. આ બધી વસ્તુઓ ખૂબ મોંઘી હોય છે. વિદેશ વાળા બનાવે છે, તે પછી વેચતાં રહે છે.
ભારતવાસી થોડી એરોપ્લેન વગેરે વેચે છે. આ બધી વસ્તુઓ બહાર થી આવેલી છે. હવે જે વસ્તુ
ખરીદશે તો જરુર કામ માં લાગશે. ફેંકવા માટે થોડી લેશે? તેઓ છે વિનાશકાળે વિપરીત
બુદ્ધિ યાદવ સંપ્રદાય, જે યુરોપ માં રહે છે. તેમાં બધું આવી ગયું. ભારત તો અવિનાશી
ખંડ છે કારણકે અવિનાશી બાપ ની જન્મભૂમિ છે. બાપ આવે જ ત્યારે છે જ્યારે જૂની દુનિયા
ખતમ થવાની છે અને જન્મ ત્યાં લે છે જ્યાં ક્યારેય ખતમ નથી થવાનું. બાપ આવ્યાં હતાં
ત્યારે તો શિવ જયંતી મનાવે છે પરંતુ તેમને આ ખબર નથી કે શિવબાબા ક્યારે આવે છે? આવે
પણ તે સમયે છે જ્યારે વિનાશ માટે તૈયારીઓ થઈ રહી છે.
હવે બાપ કહે છે તે છે
યુરોપવાસી યાદવ સંપ્રદાય જે સતયુગ માં હોતાં નથી. ન બૌદ્ધી, ન ક્રિશ્ચન વગેરે હોય
છે. હવે બાપ કહે છે તેમની છે વિનાશકાળે વિપરીત બુદ્ધિ કારણ કે પરમાત્મા બાપ ને
સર્વવ્યાપી કહી દે છે. તમે છો વિનાશકાળે પ્રીત બુદ્ધિ. તમે બાપ ને જાણો છો. તમે સમજો
છો અમે ૮૪ જન્મ લીધાં છે. ૮૪ જન્મો માં પાપ આત્મા, તમોપ્રધાન બની ગયાં છે.
ભારતવાસીઓએ જ ૮૪ જન્મ લીધાં છે. હવે નાટક પૂરું થાય છે, બધાએ પાછાં જવાનું છે. તમને
બાપ રાજયોગ શીખવાડી રહ્યાં છે. આ છે બધાનો કયામત નો સમય અર્થાત્ મોત નો સમય. તો
યાદવો ની પણ ઈશ્વર થી પ્રીત નથી, એટલે વિનાશકાળે વિપરીત બુદ્ધિ કહેવાય છે. કોઈ પણ
દેહધારી મનુષ્ય થી પ્રીત નથી લગાડવાની. તે તો છે રચના, તેમનાથી વારસો મળી ન શકે.
ભાઈ ને ભાઈ થી વરસો થોડી મળે છે? આ તો સારી રીતે સમજાવ્યું છે.
આપ બાળકો હવે સમજો છો
- તેમની છે વિનાશકાળે વિપરીત બુદ્ધિ અને તમારી છે પ્રીત બુદ્ધિ. એમાં પણ જે તીવ્ર
પ્રીત વાળા છે, બાપ થી પૂરી પ્રીત રાખે છે. અમે બાબા થી ૨૧ જન્મ સ્વર્ગ નો વારસો
લઈએ છીએ. એ બાબા જ સત્ય બતાવે છે બીજા કોઈ થી પ્રીત નથી રાખવાની. જ્યારે નવું મકાન
બનાવે છે તો પછી નવાં મકાન થી પ્રીત લાગી જાય છે. સમજાય છે જુનું મકાન તૂટી જવાનું
છે. તો આપણે પણ જૂની દુનિયાથી દિલ તોડતાં જઈએ છીએ. બાપ સમજાવે છે - દિવસે-દિવસે
વાયુમંડળ ખરાબ થતું જશે. જુઓ છો કેટલા હંગામા થાય છે, તો સમજશે કે બસ હવે આ ખલાસ
થાય છે. આપણે જવાનું છે નવી દુનિયામાં. તો નવી દુનિયા ને યાદ કરવી પડે. બેહદ નાં
બાપ અને વારસા ને યાદ કરવાનો છે બીજા કોઈને યાદ કરવાથી કંઇ મળશે નહીં. મનુષ્ય
ભક્તિમાર્ગ માં તો કેટલું યાદ કરે છે. મા-બાપ, મિત્ર-સંબંધીઓને યાદ કરવા છતાં પણ પછી
દેવી-દેવતાઓને કેટલાં યાદ કરે છે? પાણી માં સ્નાન કરે છે, તેને પતિત-પાવની કહે છે.
દેખાડે છે, તીર માર્યું અને ગંગા નીકળી આવી. ગંગાજળ મુખ માં આપે છે. સમજે છે થોડું
પણ ગંગાજળ મળવાથી મુક્તિ ને પામી લઈશું. બાપ કહે છે અહીં છે જ્ઞાનની વાતો. તમે થોડું
પણ જ્ઞાન સાંભળો છો તો ફળ મળી જાય છે. આ જ્ઞાન સાંભળવાની વાત છે. અમૃત પીવાની વસ્તુ
નથી, આ નોલેજ છે. એવું નહીં સમજો કે ભોગ નાં દિવસે અમૃત પીવડાવે છે. ના, તે તો મીઠું
પાણી છે. બાકી આ છે જ્ઞાન ની વાત. જ્ઞાન અર્થાત્ બાપ અને સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત
ને જાણવાં. આ સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે? કોણ ૮૪ જન્મ લે છે? બધા તો લઈ ન શકે.
પહેલાં-પહેલાં ભારતવાસી જ આવે છે. તે જ પૂરાં ૮૪ જન્મ લે છે. જે દેવતા હતાં તે જ ૮૪
જન્મ ભોગવી પતિત બની જાય છે. બાપ આવીને પછી કાંટા થી ફૂલ બનાવે છે. મનુષ્ય
દેહ-અભિમાન માં આવીને ૫ વિકારો માં ફસાઇ જાય છે. હમણાં છે રાવણ રાજ્ય. સતયુગ હતું
દૈવી રાજ્ય. શિવબાબા જ સ્વર્ગ ની પુરી રચે છે. સૂર્યવંશી લક્ષ્મી-નારાયણ નું રાજ્ય
હતું. હવે તમે જાણો છો સ્થાપના થઈ રહી છે. તમારી વિનાશકાળે પ્રીત બુદ્ધિ છે, એટલે
વિજયી છો. આખાં વિશ્વ પર તમે વિજય પામો છો. આ સારી રીતે યાદ રાખવાનું છે. આપણે
ભારતવાસી જે હમણાં કળિયુગ માં છીએ તે પછી બદલાઇ ને સ્વર્ગમાં જઈશું. જૂની દુનિયાને
છોડવાની છે. આ વિકારી સંબંધ, આને બંધન કહેવાય છે. તમે વિકારી બંધન થી નીકળી
નિર્વિકારી સંબંધ માં જાઓ છો પછી બીજા જન્મ માં તમે વિકારી બંધન માં નહીં આવશો. ત્યાં
છે જ નિર્વિકારી સંબંધ, આ સમયે આસુરી બંધન છે. આત્મા કહે છે અમારી શિવબાબા સાથે
પ્રીત છે. આપ બ્રાહ્મણો ની પ્રીત છે કારણકે યથાર્થ રીતે જાણો છો. બાપ ને, સૃષ્ટિ
ચક્ર ને જાણી તમે પછી બીજાઓને સમજાવો છો. જેટલાં જે બીજાઓને સમજાવશે તો અનેકો નું
કલ્યાણ કરશે. જે વધારે સમજે છે તે જ હોશિયાર છે, ઉંચ પદ પણ તે જ પામે છે. સર્વિસ ઓછી
કરે છે તો પદ પણ ઓછું પામશે. પતિત તો આખી દુનિયા છે. દરેક ને પતિત થી પાવન થવાનો
રસ્તો બતાવવાનો છે બીજો કોઈ ઉપાય નથી. યાદ થી જ વિકર્મ વિનાશ થશે. જે દૈવી સંપ્રદાય
નાં છે તેમની સામે આ શબ્દ ગુંજશે, સમજશે આ તો ઠીક વાત છે. બરોબર અમે દેવી-દેવતા
બનીએ છીએ. અમારું ભોજન પણ શુદ્ધ જોઈએ. દૈવીગુણ પણ અહીં ધારણ કરવાનાં છે, સર્વગુણ
સંપન્ન બનવાનું છે. હમણાં તમે બની રહ્યાં છો. આ લક્ષ્મી-નારાયણ દેવતાઓ છે, આમને ભોગ
લગાવે છે તો શું સિગરેટ વગેરે નો ભોગ લગાવે છે? સિગરેટ પીવા વાળા ઉંચ પદ મેળવી નથી
શકતાં. આ કોઈ દૈવી વસ્તુ નથી. સિગરેટ પીશો કે લસણ, ડુંગળી વગેરે ખાશો તો તો વધારે જ
પડી જશો. કહે છે આ છોડવાથી તબિયત ખરાબ થઈ જાય છે. બાપ કહે છે - શિવબાબા ને યાદ કરો.
આ આદતો બધી છોડી દો તો તમારી સદ્દગતિ થશે. સિગરેટ ની આદત તો ઘણાઓમાં હોય છે. સમજણ
અપાય છે, દેવતાઓને ક્યારેય પણ આ ભોગ નથી લગાવાતો. તો તમારે આમનાં જેવું અહીં જ
બનવાનું છે. તમે છી-છી વસ્તુઓ ખાતાં રહેશો તો તે વાસ આવતી રહેશે. સિગરેટ કે દારુ
પીવા વાળા થી દૂર થી જ વાસ આવે છે. તો આપ બાળકોએ દૈવી ગુણ ધારણ કરવાનાં છે, વૈષ્ણવ
બનવાનું છે. જેમ વિષ્ણુ ની સંતાન છે, તમે વિષ્ણુ અર્થાત્ દૈવી સંતાન બનો છો. અહીં
છો તમે ઈશ્વરીય સંતાન. અહીં તમારો સર્વોત્તમ જન્મ છે. દેવતાઓથી પણ ઉત્તમ તમે છો. તમે
બીજાઓને પણ ઉત્તમ બનાવવા વાળા છો. આ છે બેહદ નાં બાપ ની મિશનરી. ક્રિશ્ચન લોકોની
મિશનરી હોય છે ને. પોતાનાં ક્રિશ્ચન ધર્મ માં અનેકોને કન્વર્ટ (પરિવર્તિત) કરે છે.
આ છે ઇશ્વરીય મિશનરી. તમે શૂદ્ર થી બ્રાહ્મણ ધર્મ માં કન્વર્ટ થઈ પછી દેવતા ધર્મ
માં કન્વર્ટ થઈ જાઓ છો. તમે જાણો છો આપણે શૂદ્ર હવે બ્રાહ્મણ બન્યાં છીએ. તમે જીવતે
જીવ મરેલા છો પછી જઈને દેવતા બનશો. ગર્ભ થી જન્મ મળશે.
અહીં તમને બાપે ધર્મ
નાં બાળક બનાવ્યા છે, ધર્માત્મા બનાવવાં. બાપે તમને પોતાનાં બનાવ્યાં છે. બાળકો ને
બાપ શીખવાડે છે, બ્રાહ્મણ થી પછી દેવતા બનો છો. આ મનુષ્ય કેટલાં ઊંચા છે, આમનામાં
બધા દૈવીગુણ છે. જ્યારે તમે આત્મા પવિત્ર બની જશો, તો પછી શરીર પણ પવિત્ર જોઈએ. જૂનાં
શરીર ને ખતમ થવાનું છે પછી તમને શરીર નવું સતોપ્રધાન જોઈએ. સતયુગ માં ૫ તત્વ પણ
સતોપ્રધાન બની જશે. બાપ કહે છે - તમે શૂદ્ર વર્ણ માં હતાં. હવે ફરી બ્રાહ્મણ વર્ણ
નાં બન્યાં છો પછી દૈવી વર્ણ માં આવશો. ૮૪ જન્મ લેશો ને. બ્રાહ્મણ વર્ણ ને ગુમ કરી
દીધો છે. હવે બાપ શૂદ્ર થી બ્રાહ્મણ બનાવી પછી દેવતા બનાવે છે. હવે તમે બ્રાહ્મણ છો
ચોટલી. બાજોલી હોય છે ને! હમણાં બ્રાહ્મણ છો પછી દેવતા, ક્ષત્રિય… પછી બ્રાહ્મણ બનશો.
આને ચક્ર કહેવાય છે. હમણાં તમે બ્રાહ્મણ વર્ણ માં છો. આ નોલેજ હમણાં છે પછી તો
પ્રારબ્ધ મળી જશે. ત્યાં સદા સુખી રહેશો, ૨૧ જન્મ નંબરવાર આ સમય નાં પુરુષાર્થ
અનુસાર. કોઈ રાજાઈ ઘરાના માં, કોઈ પ્રજા માં જશે. રાજાઈ ઘરાના માં સુખ ખુબ છે પછી
કળાઓ ઓછી થાય છે. તમને ૮૪ જન્મોનું જ્ઞાન મળ્યું છે. સ્મૃતિ આવી છે. બાપ આવી ને
સમજાવે છે મીઠાં-મીઠાં બાળકો, તમારા હવે ૮૪ જન્મ પૂરાં થયાં છે. કોઈએ ૮૪ જન્મ, ૮૦,
૫૦ કે ૬૦ જન્મ પણ લીધાં છે. સૌથી વધારે આપ ભારતવાસી સુખ જુઓ છો. આ ડ્રામામાં તમારું
નામ પ્રસિદ્ધ છે. દેવતાઓ થી પણ તમે ઊંચા છો. તમે જાણો છો અમે જ પૂજ્ય બનીએ છીએ.
સતયુગ માં આપણે કોઈને પણ પૂજતા નથી, ન આપણ ને કોઈ પૂજે છે. ત્યાં આપણે છીએ જ પૂજ્ય
પછી કળાઓ ઓછી થતી જાય છે. આપણે પૂજ્ય થી પછી પુજારી બની માથું ટેકવીએ છીએ. દ્વાપર
માં આપણે પુજારી બનવાનું શરું કરીએ છીએ. અંત માં પછી બધાં વ્યભિચારી બની જાય છે. આ
શરીર પાંચ તત્વો નું બનેલું છે, તેમની કોઈ બેસી પૂજા કરે છે તો તેને કહેવાય છે ભૂત
પૂજા. દરેક માં ૫ ભૂત છે. દેહ-અભિમાન નું ભૂત પછી કામ-ક્રોધ નું ભૂત. ભૂત સંપ્રદાય
કહો અથવા આસુરી સંપ્રદાય કહો, વાત એક જ છે. બાપ આવીને પછી દૈવી સંપ્રદાય બનાવે છે.
બાપ આવે છે ભૂતો થી છોડાવવા અને પોતાની સાથે યોગ લગાવી દેવતા બનાવવાં. ગુરુનાનકે પણ
મહિમા ગાઈ છે કે પરમપિતા પરમાત્માએ મનુષ્ય ને દેવતા બનાવ્યાં. એ જ પતિતો ને પાવન
બનાવવા વાળા છે. અચ્છા.
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. બ્રાહ્મણ
થી દેવતા બનવાનાં માટે જે પણ છી-છી આદતો છે તે બધી છોડવાની છે. શૂદ્રો ને બ્રાહ્મણ
ધર્મ માં કન્વર્ટ (પરિવર્તન) કરી દેવતા બનાવવા માટે ઇશ્વરીય મિશન નાં કાર્ય માં
સહયોગી બનવાનું છે. દારુ, સિગરેટ કે જે પણ ગંદી આદત છે તે નીકાળી દેવાની છે.
2. આ વિનાશ કાળ નાં
સમય માં એક બાપ થી સાચ્ચી પ્રિત રાખવાની છે. જુનું મકાન તૂટવા વાળું છે એટલે એમાંથી
દિલ નીકાળી નવાં થી લગાવવાનું છે.
વરદાન :-
શ્રેષ્ઠ કર્મ
દ્વારા સિમરણ યોગ્ય બનવા વાળા યોગયુક્ત , યુક્તિયુક્ત ભવ
તમારાં એક-એક કર્મ
જેટલાં શ્રેષ્ઠ હશે એટલું જ શ્રેષ્ઠ આત્માઓમાં સિમરણ કરાશે. ભક્તિ માં નામ નું
સિમરણ કરે છે, પરંતુ અહીં જે શ્રેષ્ઠ આત્માઓ છે એમના ગુણો અને કર્મો ને ઉદાહરણ
બનાવવા માટે સિમરણ કરે છે. તો તમે શ્રેષ્ઠ કર્મો નાં આધાર પર સિમરણ યોગ્ય બનતા જશો,
એટલાં માટે યોગયુક્ત બનો. યોગયુક્ત બનવાથી દરેક સંકલ્પ, શબ્દ કે કર્મ યુક્તિયુક્ત
અવશ્ય થશે, એમાં અયુક્ત કર્મ કે સંકલ્પ થઈ જ નથી શકતાં - આ પણ કનેક્શન છે.
સ્લોગન :-
નિમિત્ત અને
નિર્માણચિત્ત - આ જ સાચાં સેવાધારી નાં લક્ષણ છે.
આ અવ્યક્ત ઇશારા - સદા
હર્ષિત રહેવા માટે પોતાની નેચર ને સરળ બનાવો , સહનશીલ બનો .
સરળચિત્ત નેચર હશે તો
હર્ષિત રહેવાની સાથે નયનો થી, મુખ થી અને ચલન થી મધુરતા પ્રત્યક્ષ રુપ માં દેખાશે.
ક્યારેય મુખ થી કટુવચન નહીં નીકળશે. એમનું દિલ, દિમાગ, બોલ બધું એક સમાન હશે. દિલ
માં એક, બોલ માં બીજા - આ સરળતા ની નિશાની નથી. સરળ સ્વભાવ વાળા સદા નિર્માણચિત્ત,
નિરંકારી, નિ:સ્વાર્થી હોય છે.