11-07-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - સુન્ન અવસ્થા અર્થાત્ અશરીરી બનવાનો હમણાં સમય છે , આ જ અવસ્થા માં રહેવાનો અભ્યાસ કરો”

પ્રશ્ન :-
સૌથી ઊંચી મંઝિલ કઈ છે, એની પ્રાપ્તિ કેવી રીતે થશે?

ઉત્તર :-
સંપૂર્ણ સિવિલાઈઝડ બનવું, આ જ ઊંચી મંઝિલ છે. કર્મેન્દ્રિયો માં જરા પણ ચલાયમાની ન આવે ત્યારે સંપૂર્ણ સિવિલાઈઝડ બને. જ્યારે આવી અવસ્થા થાય ત્યારે વિશ્વ ની બાદશાહી મળી શકે છે. ગાયન પણ છે ચઢે તો ચાખે… અર્થાત્ રાજાઓનાં રાજા બને, નહીં તો પ્રજા. હવે ચેક કરો મારી વૃત્તિ કેવી છે? કોઈ પણ ભૂલ તો નથી થતી?

ઓમ શાંતિ!
આત્મ-અભિમાની થઈ બેસવાનું છે. બાપ બાળકોને સમજાવે છે કે પોતાને આત્મા સમજો. હવે બાબા ઓલરાઉન્ડર ને પૂછે છે સતયુગ માં આત્મ-અભિમાની હોય છે કે દેહ-અભિમાની? ત્યાં તો ઓટોમેટિકલી આત્મ-અભિમાની રહે છે, ઘડી-ઘડી યાદ કરવાની જરુર નથી રહેતી. હા, ત્યાં આ સમજે છે કે હવે આ શરીર મોટું થયું, હવે આને છોડી બીજું નવું લેવાનું છે. જેવી રીતે સાપ નું દૃષ્ટાંત છે, તેવી રીતે આત્મા પણ આ જૂનું શરીર છોડી નવું લે છે. ભગવાન દૃષ્ટાંત આપી સમજાવે છે. તમારે બધાં મનુષ્યો ને જ્ઞાન ની ભૂં-ભૂં કરી આપ-સમાન જ્ઞાનવાન બનાવવાનાં છે. જેનાથી પરિસ્તાની નિર્વિકારી દેવતા બની જાય. ઊંચામાં ઊંચું ભણતર છે મનુષ્ય થી દેવતા બનાવવાં. ગાયન પણ છે ને મનુષ્ય કો દેવતા કિયે… કોણે કર્યા? દેવતાઓએ નથી કર્યાં. ભગવાન જ મનુષ્યો ને દેવતા બનાવે છે. મનુષ્ય આ વાતો ને જાણતા નથી. તમને બધી જગ્યાએ પૂછે છે - તમારો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કેમ નહીં મુખ્ય ઉદ્દેશ નાં લખાણ નાં નાનાં પરચા છપાયેલા હોય? જે કોઈ પૂછે તો એમને પરચો આપી દો જેનાથી સમજી જાય. બાબાએ ખૂબ સારી રીતે સમજાવ્યું છે-આ સમયે આ કળિયુગી પતિત દુનિયા છે જેમાં મહાન અપરંઅપાર દુઃખ છે. હમણાં આપણે મનુષ્યો ને સતયુગી પાવન મહાન સુખધામ માં લઈ જવાની સર્વિસ કરી રહ્યા છીએ અથવા રસ્તો બતાવીએ છીએ. એવું નથી આપણે અદ્વેત નોલેજ આપીએ છીએ. તે લોકો શાસ્ત્રો ની નોલેજ ને અદ્વેત નોલેજ સમજે છે. હકીકત માં તે કોઈ અદ્વેત નોલેજ નથી. અદ્વેત નોલેજ લખવાનું પણ રોંગ છે. મનુષ્યો ને ક્લિયર કરી બતાવવાનું છે, એવું લખાણ છપાયેલું હોય જે ઝટ સમજી જાય કે આમનો ઉદ્દેશ શું છે? કળિયુગી પતિત ભ્રષ્ટાચારી મનુષ્યો ને આપણે અપાર દુઃખો થી કાઢી પવિત્ર શ્રેષ્ઠાચારી અપાર સુખો ની દુનિયામાં લઈ જઈએ છીએ. બાબા આ નિબંધ બાળકો ને આપે છે. આવી રીતે ક્લિયર કરી લખવાનું છે. બધી જગ્યાએ આવું તમારું લખાણ રાખેલું હોય, ઝટ તે કાઢીને આપી દેવું જોઈએ તો સમજે અમે તો દુઃખધામ માં છીએ. ગંદકી માં પડ્યા છીએ. મનુષ્ય કોઈ સમજે થોડી છે કે અમે કળિયુગી પતિત, દુઃખધામ નાં મનુષ્ય છીએ? આ અમને અપાર સુખો માં લઈ જાય છે. તો એવાં સારા પરચા બનાવવાના છે. જેવી રીતે બાબાએ પણ છપાવ્યા હતાં-સતયુગી છો કે કળિયુગી? પરંતુ મનુષ્ય સમજે થોડી છે? રત્નો ને પણ પથ્થર સમજી ફેંકી દે છે. આ છે જ્ઞાન રત્ન. તે સમજે છે શાસ્ત્રો માં રત્ન છે. તમે ક્લિયર કરી એવું બોલો જે સમજે અહીં તો અપાર દુઃખ છે. દુઃખો નું પણ લિસ્ટ હોય, ઓછા માં ઓછા ૧૦૧ તો જરુર હોય. આ દુઃખધામ માં અપાર દુઃખ છે, આ બધું લખો, પૂરું લિસ્ટ કાઢો. બીજી તરફ પછી અપાર સુખ, ત્યાં દુઃખ નું નામ નથી હોતું. આપણે તે રાજ્ય અથવા સુખધામ સ્થાપન કરી રહ્યા છીએ જે ઝટ મનુષ્યો નું મુખ બંધ થઈ જાય. આ કોઈ સમજે થોડી છે કે આ સમયે દુઃખધામ છે, આને તો તે સ્વર્ગ સમજી બેઠાં છે. મોટા-મોટા મહેલ, નવાં-નવાં મંદિર વગેરે બનાવતા રહે છે, આ થોડી જાણે છે કે આ બધું ખતમ થઈ જવાનું છે? પૈસા તો એમને ખૂબ મળે છે રિશ્વત (લાંચ) નાં. બાપે સમજાવ્યું છે આ બધું છે માયા નું, સાયન્સ નું ઘમંડ, મોટર, એરોપ્લેન વગેરે આ બધાં માયા નાં શો છે. આ પણ કાયદો છે, જ્યારે બાપ સ્વર્ગ ની સ્થાપના કરે છે તો માયા પણ પોતાનો ભપકો દેખાડે છે, આને કહેવાય છે માયા નો પામ્પ.

હમણાં આપ બાળકો આખાં વિશ્વ માં શાંતિ સ્થાપન કરી રહ્યા છો. જો માયા ની ક્યાંક પ્રવેશતા થઈ જાય છે તો બાળકો ને અંદર ખાય છે. જ્યારે કોઈ કોઈ નાં નામ-રુપ માં ફસાઈ પડે છે તો બાપ સમજાવે છે આ ક્રિમિનલાઈઝ છે. કળિયુગ માં છે ક્રિમિનલાઈઝેશન. સતયુગ માં છે સિવિલાઈઝેશન. આ દેવતાઓની આગળ બધાં માથું નમાવે છે, આપ નિર્વિકારી, અમે વિકારી એટલે બાપ કહે છે દરેક પોતાની અવસ્થાને જુએ. મોટા-મોટા સારા મહારથી પોતાને જુએ, અમારી બુદ્ધિ કોઈનાં નામ-રુપ માં જતી તો નથી? ફલાણી ખૂબ સારી છે, આ કરીએ-કંઈક અંદર માં આવે છે? આ તો બાબા જાણે છે આ સમયે સંપૂર્ણ સિવિલાઈઝડ કોઈ નથી. જરા પણ ચલાયમાની ન આવે, ખૂબ મહેનત છે. કોઈ વિરલા એવા હોય છે. આંખો કંઈ ને કંઈ દગો જરુર આપે છે. ડ્રામા કોઈને સિવિલાઈઝડ જલ્દી નહીં બનાવશે. ખૂબ પુરુષાર્થ કરી પોતાની તપાસ કરવાની છે-ક્યાંક અમારી આંખો દગો તો નથી દેતી? વિશ્વનાં માલિક બનવું ખૂબ ઊંચી મંઝિલ છે. ચઢે તો ચાખે… અર્થાત્ રાજાઓનાં રાજા બને, પડે તો પ્રજા માં ચાલ્યા જશે. આજકાલ તો કહેશે વિકારી જમાનો છે. ભલે કેટલાં મોટા વ્યક્તિ છે, સમજો ક્વિન (રાણી) છે, એમની અંદર પણ ડર રહેતો હશે કે ક્યાંક કોઈ મને ઉડાવી ન દે. દરેક મનુષ્ય માં અશાંતિ છે. કોઈ-કોઈ બાળકો પણ કેટલી અશાંતિ ફેલાવે છે? તમે શાંતિ સ્થાપન કરી રહ્યા છો, તો પહેલાં તો સ્વયં શાંતિ માં રહો, ત્યારે બીજાઓમાં પણ તે બળ ભરાય. ત્યાં તો ખૂબ શાંતિ નું રાજ્ય ચાલે છે. આંખો સિવિલ બની જાય છે. તો બાપ કહે છે પોતાને ચેક કરો-આજે મુજ આત્મા ની વૃત્તિ કેવી રહી? આમાં ખૂબ મહેનત છે. પોતાની સંભાળ રાખવાની છે. બેહદ નાં બાપ ને પણ સાચ્ચુ ક્યારેય નથી બતાવતાં. કદમ-કદમ પર ભૂલો થતી રહે છે. થોડી પણ એ ક્રિમિનલ દૃષ્ટિ થી જોયું, ભૂલ થઈ, તરત નોંધ કરો. ૧૦-૨૦ ભૂલો તો રોજ કરતા જ હશો, જ્યાં સુધી અભુલ બનો. પરંતુ સાચ્ચુ કોઈ બતાવે થોડી છે? દેહ-અભિમાની થી કંઈ ને કંઈ પાપ જરુર થશે. તે અંદર ખાતું રહેશે. કોઈ તો સમજતા જ નથી કે ભૂલ કોને કહેવાય છે? જાનવર સમજે છે શું? તમે પણ આ જ્ઞાન નાં પહેલાં વાનર (વાંદરા) બુદ્ધિ હતાં. હવે કોઈ ૫૦ ટકા, કોઈ ૧૦ ટકા, કોઈ કેટલાં ચેન્જ થતા જાય છે. આ આંખો તો ખૂબ દગો આપવા વાળી છે. સૌથી વધારે દગો આપવા વાળી છે આંખો.

બાપ કહે છે તમે આત્મા અશરીરી આવ્યા હતાં. શરીર નહોતું. શું હમણાં તમને ખબર છે કે બીજું કયું શરીર લેશો, કયા સમય માં જશો? ખબર નથી પડતી. ગર્ભ માં સુન્ન જ સુન્ન રહે છે. આત્મા બિલકુલ જ સુન્ન થઈ જાય. જ્યારે શરીર મોટું થાય ત્યારે ખબર પડે. તો તમારે એવાં બનીને જવાનું છે. બસ, આ જૂનું શરીર છોડીને આપણે જવાનું છે પછી જ્યારે શરીર લઈશું તો સ્વર્ગ માં પોતાનો પાર્ટ ભજવીશું. સુન્ન થવાનો હમણાં સમય છે. ભલે આત્મા સંસ્કાર લઈ જાય છે, જ્યારે શરીર મોટું થાય છે ત્યારે સંસ્કાર ઈમર્જ થાય છે. હવે તમારે ઘરે જવાનું છે એટલે જૂની દુનિયાનું, આ શરીર નું ભાન ઉડાવી દેવાનું છે. કંઈ પણ યાદ ન રહે. પરેજી ખૂબ રાખવાની છે. જે અંદર હશે તે જ બહાર નીકળશે. શિવબાબા ની અંદર પણ જ્ઞાન છે, મારો પણ પાર્ટ છે. મારા માટે જ કહે છે જ્ઞાન નાં સાગર… મહિમા ગાય છે, અર્થ કંઈ નથી જાણતાં. હમણાં તમે અર્થ સહિત જાણો છો. બાકી આત્માની બુદ્ધિ આવી વર્થ નોટ એ પેની થઈ જાય છે. હવે બાપ કેટલાં બુદ્ધિવાન બનાવે છે? મનુષ્યો ની પાસે તો કરોડ, પદમ છે. પણ માયા નો પામ્પ છે ને? સાયન્સ માં જે પોતાનાં કામની વસ્તુ છે, તે ત્યાં પણ હશે. તે બનાવવા વાળા ત્યાં પણ જશે. રાજા તો નહીં બનશે. આ લોકો અંત માં તમારી પાસે આવશે પછી બીજાઓને પણ શીખવાડશે. એક બાપ પાસેથી તમે કેટલાં શીખો છો. એક બાપ જ દુનિયાને શું થી શું બનાવી દે છે! ઇન્વેન્શન હંમેશા એક કાઢે છે પછી ફેલાવે છે. બોમ્બ્સ બનાવવા વાળા પણ પહેલાં એક હતાં. સમજ્યું આનાથી દુનિયા વિનાશ થઈ જશે. પછી બીજા બનાવતા ગયાં. ત્યાં પણ સાયન્સ તો જોઈએ ને? સમય પડ્યો છે, શીખીને હોશિયાર થઈ જશે. બાપ નો પરિચય મળી ગયો પછી સ્વર્ગ માં આવીને નોકર-ચાકર બનશે. ત્યાં બધી સુખ ની વાતો હોય છે. જે સુખધામ માં હતું તે ફરી થશે. ત્યાં કોઈ રોગ-દુઃખ ની વાત નથી. અહીં તો અપરંઅપાર દુઃખ છે. ત્યાં અપરંઅપાર સુખ છે. હમણાં આપણે એ સ્થાપન કરી રહ્યા છીએ. દુઃખહર્તા, સુખકર્તા એક બાપ જ છે. પહેલાં તો પોતાની પણ એવી અવસ્થા જોઈએ, ફક્ત પંડિતાઈ ન જોઈએ. એવી એક પંડિત ની કથા છે, બોલ્યા - રામ નામ કહેવાથી પાર થઈ જશો… એ આ સમય ની વાત છે. તમે બાપ ની યાદ માં વિષય સાગર થી ક્ષીર સાગર માં ચાલ્યા જાઓ છો. અહીં આપ બાળકોની અવસ્થા ખૂબ સારી જોઈએ. યોગબળ નથી, ક્રિમિનલ આંખો છે તો એમને તીર લાગી નથી શકતું. આંખો સિવિલ જોઈએ. બાપ ની યાદ માં રહી કોઈને જ્ઞાન આપશો તો તીર લાગી જશે. જ્ઞાન-તલવાર માં યોગ નું જૌહર (બળ) જોઈએ. નોલેજ થી ધન ની કમાણી થાય છે. તાકાત છે યાદ ની. ઘણાં બાળકો તો બિલકુલ યાદ કરતા જ નથી, જાણતા જ નથી. બાપ કહે છે મનુષ્યો ને સમજાવવાનું છે કે આ છે દુઃખધામ, સતયુગ છે સુખધામ. કળિયુગ માં સુખ નું નામ નથી. જો છે પણ તો પણ કાગ વિષ્ટા સમાન છે. સતયુગ માં તો અપાર સુખ છે. મનુષ્ય અર્થ નથી સમજતાં. મુક્તિ માટે જ માથું મારતા રહે છે. જીવનમુક્તિ ને તો કોઈ જાણતું જ નથી. તો જ્ઞાન પણ આપી કેવી રીતે શકે? તે આવે જ છે રજોપ્રધાન સમય માં તે પછી રાજયોગ કેવી રીતે શીખવાડશે? અહીં તો સુખ છે કાગ વિષ્ટા સમાન. રાજયોગ થી શું થયું હતું? એ પણ નથી જાણતાં. આપ બાળકો જાણો છો આ પણ બધો ડ્રામા ચાલી રહ્યો છે. સમાચાર-પત્ર માં પણ તમારી નિંદા લખે છે, આ તો થવાનું જ છે. અબળાઓ પર જાત-જાતનાં સિતમ (દુઃખ) આવે છે. દુનિયામાં અનેક દુઃખ છે. હમણાં કોઈ સુખ થોડી છે? ભલે કેટલાં મોટા સાહૂકાર છે, બીમાર થયા, આંધળા થયા, તો દુઃખ તો થાય છે ને? દુઃખો ની લિસ્ટ માં બધું લખો. રાવણ રાજ્ય કળિયુગ નાં અંત માં આ બધી વાતો છે. સતયુગ માં દુઃખ ની એક પણ વાત નથી હોતી. સતયુગ તો થઈને ગયો છે ને? હમણાં છે સંગમયુગ. બાપ પણ સંગમ પર જ આવે છે. હમણાં તમે જાણો છો ૫ હજાર વર્ષ માં આપણે કયો-કયો જન્મ લઈએ છીએ? કેવી રીતે સુખ થી પછી દુઃખ માં આવીએ છીએ? જેમને બધું જ્ઞાન બુદ્ધિ માં છે, ધારણા છે તે સમજી શકે છે. બાપ આપ બાળકો ની ઝોલી ભરે છે. ગાયન પણ છે-ધન દિયે ધન ન ખુટે. ધન-દાન નથી કરતાં તો એટલે એમની પાસે જ નથી. તો પછી મળશે પણ નહીં. હિસાબ છે ને? આપતા જ નથી તો મળશે ક્યાંથી? વૃદ્ધિ ક્યાંથી થશે? આ બધાં છે અવિનાશી જ્ઞાન-રત્ન. નંબરવાર તો દરેક વાત માં હોય છે ને? આ પણ તમારી રુહાની સેના છે. કોઈ રુહ જઈને ઊંચ પદ મેળવશે, કોઈ રુહ પ્રજા પદ મેળવશે. જેવી રીતે કલ્પ પહેલાં મેળવ્યું હતું. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા રુહાની બાળકો ને નંબરવાર પુરુષાર્થ અનુસાર બાપદાદા અને માત-પિતા નાં દિલ વ જાન, સિક વ પ્રેમ થી યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતાની સંભાળ કરવા માટે કદમ-કદમ પર તપાસ કરવાની છે કે:- (અ) આજે મુજ આત્મા ની વૃત્તિ કેવી રહી? (બ) આંખો સિવિલ રહી? (સ) દેહ-અભિમાન વશ કયું પાપ થયું?

2. બુદ્ધિ માં અવિનાશી જ્ઞાન-ધન ધારણ કરી પછી દાન કરવાનું છે. જ્ઞાન-તલવાર માં યાદ નું જૌહર ભરવાનું છે.

વરદાન :-
સત્યતા ની ઓથોરિટી ને ધારણ કરી સર્વ ને આકર્ષિત કરવા વાળા નિર્ભય અને વિજયી ભવ

આપ બાળકો સત્યતા નાં શક્તિશાળી શ્રેષ્ઠ આત્માઓ છો. સત્ય જ્ઞાન, સત્ય બાપ, સત્ય પ્રાપ્તિ, સત્ય યાદ, સત્ય ગુણ, સત્ય શક્તિઓ બધું પ્રાપ્ત છે. આટલી મોટી ઓથોરિટી નો નશો રહે તો આ સત્યતા ની ઓથોરિટી દરેક આત્મા ને આકર્ષિત કરતી રહેશે. જૂઠખંડ માં પણ આવી સત્યતા ની શક્તિવાળા વિજયી બને છે. સત્યતા ની પ્રાપ્તિ ખુશી અને નિર્ભયતા છે. સત્ય બોલવા વાળા નિર્ભય હશે. એમને ક્યારેય ભય ન હોય શકે.

સ્લોગન :-
વાયુમંડળ ને પરિવર્તન કરવાનું સાધન છે-પોઝિટિવ સંકલ્પ અને શક્તિશાળી વૃત્તિ.