11-07-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - પહેલાં - પહેલાં બધાને બાપ નો સાચ્ચો પરિચય આપીને ગીતા નાં ભગવાન સિદ્ધ કરો પછી તમારું નામ પ્રસિદ્ધ થશે”

પ્રશ્ન :-
આપ બાળકોએ ચારેય યુગો માં ચક્ર લગાવ્યું છે, તેનો રિવાજ ભક્તિ માં ચાલી રહ્યો છે, તે કયો?

ઉત્તર :-
તમે ચારેય યુગો માં ચક્ર લગાવ્યું તેઓ પછી બધા શાસ્ત્રો, ચિત્રો વગેરે ને ગાડી માં રાખી ચારેય બાજુ પરિક્રમા લગાવે છે. પછી ઘર માં આવીને સુવડાવી દે છે. તમે બ્રાહ્મણ, દેવતા, ક્ષત્રિય… બન્યાં. આ ચક્ર ની બદલે તેમણે પરિક્રમા અપાવવાનું શરું કર્યુ છે. આ પણ રીત છે.

ઓમ શાંતિ!
રુહાની બાપ રુહાની બાળકો ને સમજાવે છે, જ્યારે કોઈને સમજાવો છો તો પહેલાં આ ક્લિયર (સ્પષ્ટ) કરી દો કે બાપ એક છે, પૂછવાનું નથી કે બાપ એક છે કે અનેક છે. એમ તો પછી અનેક કહી દેશે. કહેવાનું જ છે બાપ રચયિતા ગોડફાધર એક છે. એ સર્વ આત્માઓ નાં બાપ છે. પહેલાં-પહેલાં એવું પણ ન કહેવું જોઈએ કે એ બિંદુ છે, આમાં પછી મૂંઝાઈ જશે. પહેલાં-પહેલાં તો આ સારી રીતે સમજાવો કે બે બાપ છે - લૌકિક અને પારલૌકિક. લૌકિક તો દરેક નાં હોય જ છે પરંતુ એમને કોઈ ખુદા, કોઈ ગોડ કહે છે. છે એક જ. બધા એક ને જ યાદ કરે છે. પહેલાં-પહેલાં આ પાક્કો નિશ્ચય કરાવો કે ફાધર છે સ્વર્ગ ની રચના કરવાવાળા. એ અહીં આવશે સ્વર્ગ નાં માલિક બનાવવાં, જેને શિવજયંતિ પણ કહે છે. આ પણ આપ બાળકો જાણો છો સ્વર્ગ નાં રચયિતા ભારત માં જ સ્વર્ગ રચે છે, જેમાં દેવી-દેવતાઓ નું જ રાજ્ય હોય છે. તો પહેલાં-પહેલાં બાપ નો જ પરિચય આપવાનો છે. એમનું નામ છે શિવ. ગીતા માં ભગવાનુવાચ છે ને? પહેલાં-પહેલાં તો આ નિશ્ચય કરાવી લખાવી લેવું જોઈએ. ગીતા માં છે ભગવાનુવાચ - હું તમને રાજયોગ શીખવાડું છું અર્થાત્ નર થી નારાયણ બનાવું છું. આ કોણ બનાવી શકે છે? જરુર સમજાવવું પડે. ભગવાન કોણ છે પછી આ પણ સમજાવવાનું હોય છે. સતયુગ માં પહેલાં નંબર માં જે લક્ષ્મી-નારાયણ છે, જરુર એ જ ૮૪ જન્મ લેતા હશે. પાછળ પછી બીજા-બીજા ધર્મવાળા આવે છે. તેમનાં આટલાં જન્મ હોઈ ન શકે. પહેલાં આવવા વાળા નાં જ ૮૪ જન્મ હોય છે. સતયુગ માં તો કાંઈ શીખતા નથી. જરુર સંગમ પર જ શીખતા હશે. તો પહેલાં-પહેલાં બાપ નો પરિચય આપવાનો છે. જેમ આત્મા દેખાતો નથી, સમજી શકાય છે, એમ પરમાત્મા ને પણ જોઈ નથી શકાતાં. બુદ્ધિ થી સમજે છે એ આપણા આત્માઓ નાં બાપ છે. એમને કહેવાય છે પરમ આત્મા. એ સદૈવ પાવન છે. એમણે આવીને પતિત દુનિયા ને પાવન બનાવવાની હોય છે. તો પહેલાં બાપ એક છે, આ સિદ્ધ કરીને બતાવવા થી ગીતા નાં ભગવાન શ્રીકૃષ્ણ નથી, તે પણ સિદ્ધ થઈ જશે. આપ બાળકોએ સિદ્ધ કરીને બતાવવાનું છે, એક બાપ ને જ ટ્રુથ (સત્ય) કહેવાય છે. બાકી કર્મકાંડ કે તીર્થ વગેરે ની વાતો બધી ભક્તિ નાં શાસ્ત્રો માં છે. જ્ઞાન માં આનું કોઈ વર્ણન જ નથી. અહીં કોઈ શાસ્ત્ર નથી. બાપ આવીને બધા રહસ્ય સમજાવે છે. પહેલાં-પહેલાં આપ બાળકો આ વાત પર જીત મેળવશો કે ભગવાન એક નિરાકાર છે, નહીં કે સાકાર. પરમપિતા પરમાત્મા શિવ ભગવાનુવાચ, જ્ઞાન નાં સાગર સર્વ નાં બાપ એ છે. શ્રીકૃષ્ણ તો બધાનાં બાપ બની ન શકે, એ કોઈને કહી ન શકે કે દેહ નાં બધા ધર્મ છોડી મામેકમ્ યાદ કરો. છે ખૂબ સહજ વાત. પરંતુ મનુષ્ય શાસ્ત્ર વગેરે વાંચીને, ભક્તિ માં પાક્કા થઈ ગયા છે. આજકાલ શાસ્ત્રો વગેરે ને ગાડી માં રાખી પરિક્રમા કરે છે. ચિત્રો ને, ગ્રંથો ને પણ પરિક્રમા કરાવે છે પછી ઘરે લાવીને સૂવડાવે છે. હમણાં આપ બાળકો જાણો છો આપણે દેવતા થી ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર બનીએ છીએ, આ ચક્ર લગાવીએ છીએ. ચક્ર ની બદલે તેઓ પછી પરિક્રમા કરાવીને ઘર માં જ રાખે છે. તેમનો એક નિશ્ચિત દિવસ હોય છે, જ્યારે પરિક્રમા કરાવે છે. તો પહેલાં-પહેલાં આ સિદ્ધ કરીને બતાવવાનું છે કે શ્રીકૃષ્ણ ભગવાનુવાચ નથી પરંતુ શિવ ભગવાનુવાચ છે. શિવ જ પુનર્જન્મ રહિત છે. એ આવે જરુર છે, પરંતુ એમનો દિવ્ય જન્મ છે. ભાગીરથ પર આવીને સવાર થાય છે. પતિતો ને આવીને પાવન બનાવે છે. રચયિતા અને રચના નાં આદિ-મધ્ય-અંત નાં રહસ્ય સમજાવે છે, જે નોલેજ બીજું કોઈ નથી જાણતું. બાપે પોતે જ આવીને પોતાનો પરિચય આપવાનો છે. મુખ્ય વાત છે જ બાપ નાં પરિચય ની. એ જ ગીતા નાં ભગવાન છે, આ તમે સિદ્ધ કરીને બતાવશો તો તમારું નામ ખૂબ પ્રસિદ્ધ થઈ જશે. તો એવાં પર્ચા બનાવીને તેમાં ચિત્ર વગેરે પણ લગાવીને પછી એરોપ્લેન (વિમાન) થી નાખવા જોઈએ. બાપ મુખ્ય-મુખ્ય વાતો સમજાવતા રહે છે. તમારી મુખ્ય એક વાત માં જીત થઈ તો બસ તમે જીત મેળવી. આમાં તમારું નામ ખૂબ પ્રખ્યાત થયું છે, આમાં કોઈ ખીટ-પીટ નહીં કરશે. આ ખૂબ ક્લિયર વાત છે. બાપ કહે છે હું સર્વવ્યાપી કેવી રીતે હોઈ શકું છું? હું તો આવીને બાળકો ને નોલેજ સંભળાવું છું. પોકારે પણ છે - આવીને પાવન બનાવો. રચયિતા અને રચના નું જ્ઞાન સંભળાવો. મહિમા પણ બાપ ની અલગ, શ્રીકૃષ્ણ ની અલગ છે. એવું નથી શિવબાબા આવીને પછી શ્રીકૃષ્ણ અથવા નારાયણ બને છે, ૮૪ જન્મો માં આવે છે! ના. તમારી બુદ્ધિ, આખી આ વાતો સમજાવવા માં લાગી રહેવી જોઈએ. મુખ્ય છે જ ગીતા. ભગવાનુવાચ છે, તો જરુર ભગવાન નું મુખ જોઈએ ને? ભગવાન તો છે નિરાકાર. આત્મા મુખ વગર બોલે કેવી રીતે? ત્યારે કહે છે હું સાધારણ તન નો આધાર લઉં છું. જે પહેલાં લક્ષ્મી-નારાયણ બને છે, એ જ ૮૪ જન્મ લેતાં-લેતાં અંત માં આવે છે તો પછી તેમનાં જ તન માં આવે છે. શ્રીકૃષ્ણ નાં અનેક જન્મો નાં અંત માં આવે છે. એવું-એવું વિચાર સાગર મંથન કરો કે કેવી રીતે કોઈને સમજાવીએ. એક જ વાત થી તમારું નામ પ્રસિદ્ધ થઈ જશે. રચયિતા બાપ ની બધાને ખબર પડી જશે. પછી તમારી પાસે અનેક આવશે. તમને બોલાવશે કે અહીં આવીને ભાષણ કરો એટલે પહેલાં-પહેલાં અલ્ફ સિદ્ધ કરીને સમજાવો. આપ બાળકો જાણો છો-બાબા પાસે થી આપણે સ્વર્ગ નો વારસો લઈ રહ્યાં છીએ. બાબા દર ૫ હજાર વર્ષ પછી ભારત માં જ ભાગ્યશાળી રથ પર આવે છે. આ છે સૌભાગ્યશાળી, જે રથ માં ભગવાન આવીને બેસે છે. કાંઈ ઓછું છે શું? ભગવાન આમનાં માં બેસીને બાળકો ને સમજાવે છે કે હું અનેક જન્મો નાં અંત માં આમનાં માં પ્રવેશ કરું છું. શ્રીકૃષ્ણ નાં આત્મા નો રથ છે ને? એ સ્વયં શ્રીકૃષ્ણ તો નથી. અનેક જન્મો નાં અંત નો છે. દરેક જન્મ માં ફિચર્સ (ચહેરો), ઓક્યુપેશન (કર્તવ્ય) વગેરે બદલાતા રહે છે. અનેક જન્મો નાં અંત માં જેમનાં માં પ્રવેશ કરું છું તે પછી શ્રીકૃષ્ણ બને છે. આવે છે સંગમયુગ માં. હું પણ બાપ નો બનીને બાપ પાસે થી વારસો લઉં છું. બાપ ભણાવીને સાથે લઈ જાય છે બીજી કોઈ તકલીફ ની વાત નથી. બાપ ફક્ત કહે છે મામેકમ્ યાદ કરો, તો આ સારી રીતે વિચાર કરવો જોઈએ કે કેવું-કેવું લખીએ! આ જ મુખ્ય મિસ્ટેક (ભૂલ) છે જેનાં કારણે જ ભારત અનરાઈટીયસ ઈરિલીજિયસ (અસત્ય, અધાર્મિક), ઇનસોલવેન્ટ (કંગાળ) બન્યું છે. બાપ પછી આવીને રાજયોગ શીખવાડે છે. ભારત ને રાઈટીયસ (સચખંડ), સોલવેન્ટ (ભરપૂર) બનાવે છે. આખી દુનિયા ને રાઈટીયસ બનાવે છે. તે સમયે આખા વિશ્વ નાં માલિક તમે જ છો. કહે છે ને-વિશ યુ લોન્ગ લાઈફ એન્ડ પ્રોસપર્ટી. બાબા આશીર્વાદ નથી આપતા કે સદા જીવતા રહો. આ સાધુ લોકો કહે છે - અમર રહો. આપ બાળકો સમજો છો અમર તો જરુર અમરપુરી માં હોઈશું. મૃત્યુલોક માં પછી અમર કેવી રીતે કહેવાશે? તો બાળકો જ્યારે મીટીંગ વગેરે કરે છે તો બાપ પાસે થી સલાહ લે છે. બાબા એડવાન્સ (પહેલા) સલાહ આપે છે બધા પોત-પોતાની સલાહ લખીને મોકલો પછી ભલે સાથે પણ હોય. સલાહ તો મોરલી માં લખવાથી બધાની પાસે પહોંચી શકે છે. ૨-૩ હજાર ખર્ચો બચી જાય. આ ૨-૩ હજાર થી તો ૨-૩ સેવાકેન્દ્ર ખોલી શકાય છે. ગામડા-ગામડા માં જવું જોઈએ, ચિત્ર વગેરે લઈને.

આપ બાળકો નો વધારે ઈન્ટ્રેસ્ટ (રુચિ) સૂક્ષ્મવતન ની વાતો માં ન હોવો જોઈએ. બ્રહ્મા, વિષ્ણુ, શંકર વગેરે ચિત્ર છે તો આનાં પર થોડું સમજાવાય છે. એમનો વચ્ચે થોડો પાર્ટ છે. તમે જાઓ છો, મળો છો બાકી બીજું કાંઈ નથી એટલે આમાં વધારે ઈન્ટ્રેસ્ટ નથી લેવાતો. અહીં આત્મા ને બોલાવાય છે, તેમને દેખાડે છે. કોઈ-કોઈ આવીને રડે પણ છે. કોઈ પ્રેમ થી મળે છે. કોઈ દુઃખ નાં આંસુ વહાવે છે. આ બધો ડ્રામા માં પાર્ટ છે, જેને ચિટ-ચેટ (વાતચીત) કહેવાય. તે લોકો તો બ્રાહ્મણ માં કોઈ નાં આત્મા ને બોલાવે છે પછી તેમને કપડા વગેરે પહેરાવશે. હવે શરીર તો તે ખતમ થઈ ગયું, બાકી પહેરશે કોણ? તમારી પાસે તે રિવાજ નથી. રડવા વગેરે ની તો વાત જ નથી. તો ઊંચા માં ઊંચા બનવાનું છે, તે કેવી રીતે બનાય? જરુર વચ્ચે સંગમયુગ છે જ્યારે પવિત્ર બને છે. તમે એક વાત સિદ્ધ કરશો તો કહેશે આ તો બિલકુલ ઠીક બતાવે છે. ભગવાન ક્યારેય જુઠ્ઠું થોડી બતાવી શકે છે? પછી અનેક નો પ્રેમ પણ હશે, ખૂબ આવશે. સમય પર બાળકો ને બધા પોઈન્ટ્સ (જ્ઞાન) પણ મળતા રહે છે. અંત માં શું-શું થવાનું છે. તે પણ જોશો, લડાઈ લાગશે, બોમ્બ્સ છૂટશે. પહેલાં મોત છે તે તરફ. અહીં તો લોહી ની નદીઓ વહેવાની છે પછી ઘી-દૂધ ની નદી. પહેલાં-પહેલો ધુમાડો વિલાયત (વિદેશ) થી નીકળશે. ડર પણ ત્યાં છે. કેટલાં મોટાં-મોટાં બોમ્બ્સ બનાવે છે. શું-શું તેમાં નાખે છે! જે એકદમ શહેર ને ખલાસ કરી દે છે. આ પણ બતાવવાનું છે, કોણે સ્વર્ગ ની રાજાઈ સ્થાપન કરી. હેવનલી ગોડ ફાધર જરુર સંગમ પર જ આવે છે. તમે જાણો છો હમણાં સંગમ છે. તમને મુખ્ય વાત સમજાવાય છે બાપ ની યાદ ની, જેનાંથી જ પાપ કપાશે. ભગવાન જ્યારે આવ્યાં હતાં તો કહ્યું હતું મામેકમ્ યાદ કરો તો તમે સતોપ્રધાન બની જશો. મુક્તિધામ માં જશો. પછી પહેલે થી લઈને ચક્ર રિપીટ થશે. દૈવીધર્મ, ઈસ્લામ ધર્મ, બૌદ્ધ ધર્મ… આપ સ્ટુડન્ટ (વિદ્યાર્થી) ની બુદ્ધિ માં આ બધી નોલેજ હોવી જોઈએ ને? ખુશી રહે છે, અમે કેટલી કમાણી કરીએ છીએ, આ અમરકથા અમરબાબા તમને સંભળાવે છે. તમારા અનેક નામ રાખી દીધાં છે. મુખ્ય પહેલાં-પહેલાં દૈવીધર્મ, પછી બધાની વૃદ્ધિ થતાં-થતાં ઝાડ વધતું જાય છે. અનેકાનેક ધર્મ, અનેક મત થઈ જાય છે. આ એક ધર્મ એક શ્રીમત થી સ્થાપન થાય છે. દ્વેત ની વાત નથી. આ રુહાની નોલેજ રુહાની બાપ બેસીને સમજાવે છે. આપ બાળકોએ ખુશી માં પણ રહેવું જોઈએ.

તમે જાણો છો બાપ આપણને ભણાવે છે, તમે અનુભવ થી કહો છો તો આ શુદ્ધ અહંકાર રહેવો જોઈએ કે ભગવાન આપણને ભણાવી રહ્યાં છે બીજું શું જોઈએ? જ્યારે આપણે વિશ્વ નાં માલિક બનીએ છીએ તો ખુશી કેમ નથી રહેતી અથવા નિશ્ચય માં ક્યાં સંશય છે? બાપ માં સંશય ન લાવવો જોઈએ. માયા સંશય માં લાવીને ભુલાવી દે છે. બાબાએ સમજાવ્યું છે માયા આંખો દ્વારા ખુબ દગો આપે છે. સારી વસ્તુ જોશે તો દિલ ઘડી-ઘડી કરશે ખાઈએ, આંખો થી જુએ છે ત્યારે ક્રોધ આવે છે મારવા માટે. જુએ જ નહીં તો મારે કેવી રીતે? આંખો થી જુએ છે ત્યારે લોભ, મોહ પણ થાય છે. મુખ્ય દગો આપવા વાળી આંખો છે. એનાં પર પૂરી નજર રાખવી જોઈએ. આત્મા ને જ્ઞાન મળે છે, તો પછી ક્રિમિનલપણું (વિકારી વૃત્તિ) છૂટી જાય છે. એવું પણ નથી આંખો ને કાઢી નાખવાની છે. તમારે તો ક્રિમિનલ આઈ (કુદૃષ્ટિ) ને સિવિલઆઈ (પવિત્ર દૃષ્ટિ) બનાવવાની છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાંં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સદા આ જ નશા કે ખુશી માં રહેવાનું છે કે આપણને ભગવાન ભણાવે છે. કોઈ પણ વાત માં સંશય બુદ્ધિ નથી બનવાનું. શુદ્ધ અહંકાર રાખવાનો છે.

2. સૂક્ષ્મવતન ની વાતો માં વધારે ઈન્ટ્રેસ્ટ (રુચિ) નથી રાખવાનો. આત્મા ને સતોપ્રધાન બનાવવાનો પૂરે-પૂરો પુરુષાર્થ કરવાનો છે. પરસ્પર સલાહ કરી બધાને બાપ ની સાચ્ચી ઓળખ આપવાની છે.

વરદાન :-
પાસ વિથ ઓનર બનવા માટે પુરુષાર્થ ની ગતિ તીવ્ર અને બ્રેક પાવરફુલ રાખવા વાળા યથાર્થ યોગી ભવ

વર્તમાન સમય પ્રમાણે પુરુષાર્થ ની ગતિ તીવ્ર અને બ્રેક પાવરફુલ જોઈએ ત્યારે અંત માં પાસ વિથ ઓનર બની શકશો કારણકે એ સમય ની પરિસ્થિતિઓ અનેક સંકલ્પ લાવવા વાળી હશે, એ સમયે બધા સંકલ્પો થી પરે થવાનો અભ્યાસ જોઈએ. જે સમયે વિસ્તાર માં વિખરાયેલી બુદ્ધિ હોય એ સમયે સ્ટોપ કરવાની પ્રેક્ટિસ જોઈએ. સ્ટોપ કરવું અને થવું. જેટલો સમય ઈચ્છો એટલો સમય બુદ્ધિ ને એક સંકલ્પ માં સ્થિત કરી લો-આ જ છે યથાર્થ યોગ.

સ્લોગન :-
તમે ઓબિડિયેન્ટ સર્વેન્ટ છો એટલે અલમસ્ત ન થઈ શકો. સર્વેન્ટ એટલે સદા સેવા પર ઉપસ્થિત.

અવ્યક્ત ઈશારા - સંકલ્પો ની શક્તિ જમા કરી શ્રેષ્ઠ સેવા નાં નિમિત્ત બનો

જેવી રીતે ઇન્જેક્શન દ્વારા બ્લડ માં શક્તિ ભરી દે છે. એવી રીતે તમારા શ્રેષ્ઠ સંકલ્પ ઇન્જેક્શન નું કામ કરશે. સંકલ્પ દ્વારા સંકલ્પ માં શક્તિ આવી જાય - હવે આ સેવા ની ખૂબ આવશ્યકતા છે. સ્વયં ની સેફ્ટી માટે પણ શુભ અને શ્રેષ્ઠ સંકલ્પ ની શક્તિ અને નિર્ભયતા ની શક્તિ જમા કરો ત્યારે જ અંત સુખદ અને બેહદ નાં કાર્ય માં સહયોગી બની બેહદ વિશ્વ નાં રાજ્ય અધિકારી બની શકશો.