11-08-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બાપદાદા નાં યાદ - પ્યાર લેવા છે તો સર્વિસેબલ બનો , બુદ્ધિ માં જ્ઞાન ભરપૂર છે તો વર્ષા કરો”

પ્રશ્ન :-
કયો નશો ભરેલાં વાદળો ને પણ ઉડાવીને લઈ જાય, વરસવા નથી દેતો?

ઉત્તર :-
જો ફાલતું દેહ-અભિમાન નો નશો આવ્યો તો ભરેલાં વાદળ પણ ઉડી જશે. વરસશે તો પણ સર્વિસ નાં બદલે ડિસ-સર્વિસ કરશે. જો બાબા થી પ્રેમ નથી, એમનાથી યોગ નથી તો જ્ઞાન હોવા છતાં પણ જેમકે ખાલી છે. એવાં ખાલી વાદળો અનેકોનું કલ્યાણ કેવી રીતે કરશે?

ઓમ શાંતિ!
બાકી થોડાં વાદળ બચ્યાં છે. જેવી રીતે વરસાદ જ્યારે ઓછો થઇ જાય છે તો સાગર ની ઉપર વાદળ નથી હોતાં, ઠંડા થઇ જાય છે. તેમ અહીં પણ ઠંડા થઈ જાય છે. વાદળ તેમને કહેવાશે જે રિફ્રેશ થઈ જઈને વરસાદ વરસાવે છે. જો કોઈ વરસાદ નથી કરતાં તો તેમને વાદળ થોડી કહેવાશે. આ છે જ્ઞાન-વાદળ. તે છે પાણી નાં વાદળ. જ્ઞાન નાં વાદળો આવે છે, જ્યારે ઋતુ હોય છે. રિફ્રેશ થઈ બીજાઓને રિફ્રેશ કરે છે. વાદળ પણ નંબરવાર હોય છે. કોઈ તો ખૂબ જોર થી વરસે છે. વાદળો નું કામ જ છે વરસવાનું અને મૂરઝાયેલાં છોડ ને રિફ્રેશ કરવાં. જેમાં પૂરું જ્ઞાન છે તે છૂપાઈને નથી બેસતાં. તેમને બાબા નું ડાયરેક્શન પણ નથી જોઈતું. છે જ વાદળ. આવે જ છે ભરીને વરસવા માટે. જ્યાં જુઓ કલરાઠી જમીન છે, તો જઈને ફળદ્રુપ કરવી જોઈએ. મહારથી બાળકો તો બધાં સેવાકેન્દ્રો ને સારી રીતે જાણે છે. કયું સેવાકેન્દ્ર ઠંડુ છે? કયાં સેવાકેન્દ્રો નાં બાળકોને વધારે તોફાન આવે છે? મહારથી સર્વિસેબલ (સેવાધારી) સારી રીતે જાણે છે. બાબા પણ હંમેશા કહે છે સર્વિસેબલ બાળકો ને યાદપ્યાર આપજો. સારા-સારા વાદળો સર્વિસ પર જશે. પ્રદર્શન માં પણ કોઈ બધાં એકરસ નથી સમજાવતાં. મુખ્ય વાત જ છે ગીતા નાં ભગવાન નિરાકાર પરમપિતા પરમાત્મા છે, ન કે સાકારી શ્રીકૃષ્ણ. સમજાવવાનો ખૂબ સારો ઢંગ જોઈએ. આખો દિવસ આ જ વિચાર રહેવો જોઈએ કે બધાને જઈને જગાડીએ. બધાં ઘોર અંધકાર માં પડેલાં છે. બધાને પ્રેમ થી સમજાવતાં રહો કે બે બાપ છે. એક હદ નાં અને બીજા બેહદ નાં. બેહદ નાં બાપ ને જ પતિત-પાવન કહે છે. હવે આપ બાળકોને બુદ્ધિ મળી છે. દુનિયાનાં મનુષ્ય જોવામાં ભલે ભપકા વાળા છે પરંતુ છે પથ્થરબુદ્ધિ. બાપ સ્વયં કહે છે આ સાધુ નામ વાળાઓનો પણ મારે જ ઉદ્ધાર કરવાનો છે. તે પણ રચતા અને રચના ને નથી જાણતાં. સતયુગ થી લઈને પછી આ જ્ઞાન પ્રાયઃલોપ થઈ જાય છે. પરંતુ આ કોઈને પણ ખબર નથી. શાસ્ત્રોમાં આ જ્ઞાન નથી. તેનાથી કોઈની સદ્દગતિ થઈ નથી શકતી, ગીતા નું માન કેટલું છે, પરંતુ તે તો છે ભક્તિમાર્ગ. બાપ તો પતિત-પાવન છે, એ બેસી રાજયોગ શીખવાડે છે. તો જરુર રાજાઈ નાં માટે નવી દુનિયા જોઈએ. બાપ જ આવીને રાજયોગ શીખવાડશે. આ પણ હમણાં તમને ખબર પડી છે, જેમણે કલ્પ પહેલાં સમજાવ્યું હશે, તેમને જ હમણાં સમજાવશે પછી સમજશે. આ લડાઈ કોઈ તે નથી. જેવી રીતે હંમેશા ચાલતી આવી છે. ૮-૧૦ વર્ષ ચાલી ને પછી બંધ થઈ જશે. ડ્રામા અનુસાર બોમ્બ્સ જે બન્યાં છે તે કોઈ રાખવા માટે નથી. પતિત મનુષ્યો નાં મોત થયાં વગર સતયુગ આવશે નહીં. શાંતિ કેવી રીતે સ્થાપન થાય - આ પણ સમજાવવું પડે. શાંતિ સ્થાપન કરવી કે શ્રેષ્ઠચારી દુનિયા બનાવવી, આ તો એક બાપ નું જ કામ છે. બાપ કહે છે બીજા સંગ બુદ્ધિનો યોગ તોડી એક સંગ જોડવાનો છે. દેહ સહિત જે પણ કંઈ જોવામાં આવે છે, આ બધાથી તોડવાનું છે. હવે આપણે પાછા જવાનું છે તો ઘર ને જ યાદ કરવાનું છે. હવે તમે સમજો છો આ છે મૃત્યુલોક. આપણે અમરલોક માં જવાનાં માટે અમરકથા સાંભળી રહ્યાં છીએ. દેવતાઓને કહેવાય છે દૈવીગુણો વાળા મનુષ્ય. અહીં તો એક પણ હોઈ ન શકે. કૃષ્ણ માટે પણ કેટલી ગ્લાનિ લખી દીધી છે. કંઈ પણ બુદ્ધિમાં નથી આવતું.

હવે આપ બાળકોએ સારી રીતે પુરુષાર્થ કરવાનો છે, દૈવીગુણ ધારણ કરવાનાં છે. દૈવીગુણ કોને કહેવાય છે - તે પણ સમજાવાય છે. સંપૂર્ણ નિર્વિકારી જરુર બનવાનું છે. આ છે મુખ્ય પહેલો ગુણ. જ્યાં-ત્યાં તમે જોશો પવિત્રતા ની આગળ અપવિત્રતા માથું ટેકવે છે. સતયુગ માં છે જ પવિત્ર તો ત્યાં મંદિર હોતાં નથી. પછી જ્યારે પુજારી બને છે તો મંદિર બનાવે છે, જે પાવન હતાં તે જ પતિત બને છે. આ છે અનેક જન્મો નાં અંત નો જન્મ. બાપ કહે છે - આ જૂની દુનિયાને, જૂનાં શરીરને પણ ભૂલવાનું છે. આ જૂની દુનિયા હવે ખતમ થવાની છે. આને ખલાસ થવામાં વાર નહીં લાગશે. આ જૂની દુનિયા, ધન-સંપત્તિ, માલ-મિલકત બધું ગયું કે ગયું. થોડા દિવસ બાકી છે. દુનિયામાં થોડી કોઈને ખબર છે કે આ જૂની દુનિયા ખતમ થઇ જશે. તમે સંભળાવો છો પરંતુ જ્યારે વિશ્વાસ પણ બેસે ને. ભગવાનુવાચ, જ્યારે સમજે ત્યારે બુદ્ધિ માં બેસે.

બાપ આપ બાળકોને કહે છે - પોતાને આત્મા સમજી મુજ બાપ ને યાદ કરો. બાળકો જાણે છે બેહદ નાં બાપ આપણને રાજયોગ શીખવાડે છે. એ છે સર્વ આત્માઓનાં બાપ. બધાં બ્રધર્સ (ભાઈ-ભાઈ) છે. સ્વર્ગમાં પણ બધાં બ્રધર્સ સુખી હતાં, કળિયુગ માં બધાં બ્રધર્સ દુઃખી છે. બધાં આત્માઓ નર્કવાસી છે. ફક્ત આત્માઓ તો નહીં હશે ને. શરીર પણ તો જોઈએ ને. હવે આપ બાળકોએ આત્મ-અભિમાની બનવાનું છે, આમાં જ મહેનત છે. માસી નું ઘર નથી. આ અવસ્થા પાક્કી ત્યારે થાય જ્યારે પહેલાં આ નિશ્ચય થાય કે પરમપિતા પરમાત્મા આપણને ભણાવે છે. શિવબાબા આવે જ છે આ શરીર દ્વારા ભણાવવાં. આપણે પણ શરીર દ્વારા સાંભળીએ છીએ, ધારણ કરીએ છીએ. સંસ્કારો અનુસાર જ એક શરીર છોડી બીજું ધારણ કરીએ છીએ. જેવી રીતે બાબા લડાઈ વાળાઓનું ઉદાહરણ આપે છે. લડાઈ નાં સંસ્કાર લઈ જાય છે તો પછી તેમાં જ આવી જાય છે. હવે બાપ નાં સંસ્કારો ની પણ તમને ખબર છે કે નિરાકાર બેહદનાં બાપ માં કયાં સંસ્કાર છે! એ મનુષ્ય સૃષ્ટિ નાં બીજરુપ છે, પતિત-પાવન, જ્ઞાન નાં સાગર છે. એ જ આવીને પાવન બનાવશે. બાપ કહે છે - મામેકમ્ યાદ કરો તો તમારા જન્મ-જન્માંતર નાં વિકર્મ વિનાશ થશે. નહીં તો ખૂબ સજાઓ ખાવી પડશે. પદ કંઈ પણ નહીં મળશે.

હવે બાળકો જાણે છે બાબા આપણને સહજ રસ્તો બતાવી દે છે. કહે છે મનમનાભવ. આ શબ્દ પણ ગીતા માં છે, પરંતુ આનો અર્થ નથી સમજતાં. બાપ કહે છે મામેકમ્ યાદ કરો. દેહ સહિત દેહ નાં બધાં ધર્મો ને છોડી પોતાને આત્મા સમજી મુજ પરમપિતા પરમાત્મા ને યાદ કરો. યાદ ને જ યોગ અગ્નિ કહેવાય છે. યોગ શબ્દ કોમન (સાધારણ) શબ્દ છે. ગીતામાં પણ છે પરંતુ ફક્ત કૃષ્ણ નું નામ નાખી દેવાથી ઘોર અંધારું કરી દીધું છે. હવે તમે સમજાવો છો તો કહી દે છે આ તમારી કલ્પના છે. કંઈ પણ ખબર નથી પડતી. તેમને વારસો તો લેવાનો જ નથી. પહેલાં તો જ્યારે આ સમજે કે આ બેહદ નાં બાપ, બાપ પણ છે, શિક્ષક પણ છે, સદ્દગુરુ પણ છે, તે આપણને ભણાવે છે. આ પાક્કો નિશ્ચય જોઈએ. નવાં વ્યક્તિ ને નિશ્ચય બેસી જાય, અસંભવ છે. કોઈ-કોઈ નવાં-નવાં પણ સેન્સિબલ (સમજદાર) હોય છે તો સમજી જાય છે. કોઈ તો અહીં આવવાં પણ નથી ઇચ્છતાં, કંઈ પણ સમજતાં નથી. જરા પણ બુદ્ધિમાં નથી આવતું. આટલાં અસંખ્ય બી.કે. છે જરુર તેમને બાપ થી વારસો મળ્યો હશે. આ ફેમિલી (પરિવાર) થઈ ગઈ. નામ જ લખેલું છે બ્રહ્માકુમાર-કુમારીઓ, તો ફેમિલી થઈ ને. પ્રજાપિતા બ્રહ્માની ફેમિલી કેટલી મોટી છે પરંતુ આ વાત કોઈની બુદ્ધિમાં નથી આવી શકતી. કોઈ પૂછે તમારો મુખ્ય ઉદ્દેશ શું છે? બોલો, બહાર બોર્ડ પર લખેલું છે - પ્રજાપિતા બ્રહ્માકુમાર-કુમારી, તો ફેમિલી થઈ ગઈ. દાદા પાસેથી વારસો મળે છે. પ્રજાપિતા બ્રહ્મા મુખ દ્વારા શિવબાબા રચના રચે છે. તો એ ક્રિયેટર થયાં, સ્વર્ગ રચે છે તો જરુર બાળકો ને સ્વર્ગ નો વારસો આપશે. તો આ ફેમિલી થઈ ને. બાપ, બાળકો, બાળકીઓ અને દાદા છે. બ્રહ્મા પણ છે, શિવ પણ છે. એ છે રચયિતા. નિરાકાર છે તો બાળકોને વારસો કેવી રીતે આપશે. બ્રહ્મા દ્વારા વારસો આપે છે. આ સારી રીતે સમજવું જોઈએ. બોલો, આ તમારા બાપ નું ઘર છે. આને કહેવાય છે રુદ્ર જ્ઞાન-યજ્ઞ. આપણે બ્રાહ્મણ છીએ, બાપ સિવાય બીજું કોઈ રાજયોગ શીખવાડી ન શકે. ગીતા માં પણ છે ને - મનમનાભવ અર્થાત્ મામેકમ્ યાદ કરો. તો આપણે એ એક બાપ ને જ યાદ કરીએ છીએ. ભક્તિમાર્ગ માં ગવાય છે કે બાબા તમે આવશો તો અમે વારી જઈશું, અમે તમારા બનીશું. અમે આત્મા આ દેહ ને છોડી તમારી સાથે ચાલ્યાં જઈશું. તમારા બનીશું તો જરુર તમારી સાથે પણ જઈશું. સગાઈ કરે છે તો સાજન સાથે લઈ જાય છે ને. આ શિવ સાજન પણ કહે છે, હું તમને આ દુઃખ થી છોડાવી સુખધામ માં લઈ જઈશ. પછી પોત-પોતાનાં પુરુષાર્થ અનુસાર જઈને રાજાઈ કરશો, જે જેટલું જ્ઞાન ધારણ કરશે એટલું ઉંચ પદ પામશે. નાની-નાની કુમારીઓ પણ સર્વિસ કરી રહી છે. તેમને જ મોટા-મોટા વિદ્વાન, પંડિતો વગેરે ને સમજાવવાનું છે, શોખ હોવો જોઈએ. કુશ્તી હોય છે તો મોટી-મોટી ચેલેન્જ (પડકાર) આપે છે તો આમની સાથે અમે લડીશું. સર્વિસેબલ બાળકોએ આરામ થી સુવું ન જોઇએ. આરામ હરામ છે. જે પણ પોતાને મહારથી સમજે છે, તેમને સુખ થી સૂવાનું નથી. સર્વિસ પર ચક્ર લગાવવું જોઈએ. આજકાલ બાબા પ્રદર્શનો ખૂબ બનાવતાં રહે છે. મોટા-મોટા ને નિમંત્રણ મોકલી દો. હમણાં નહીં તો પાછળ આવી જશે. સાધૂ-સંત, મહાત્મા કોઈ પણ હોય, જગાડતાં રહો, પરંતુ વાત કરવા વાળા જોઈએ મહારથી. જેમનો બાપ થી યોગ નથી, પ્રેમ નથી તે તો જેવી રીતે ખાલી વાદળ છે! તે શું કરશે! આ તો જાણો છો ભણેલા ની આગળ અભણ ભરી ઢોશે. દરેક સ્વયં ને સમજી શકે છે - હું ક્યાં સુધી ભણેલો છું? સર્વિસ કરીને દેખાડું છું? જો વાદળ ભરેલું છે અને વરસે નહીં તો તે વાદળ જ શું કામનું! દરેક ને પોતાની સમજ જોઈએ. ફાલતૂ દેહ-અભિમાન નાં નશા માં રહેશે તો ઉંચ પદ હંમેશાં માટે ગુમાવી દેશે. બાબાને સર્વિસ નો કેટલો શોખ છે. ગવર્મેન્ટ ને સમજાવવું જોઈએ કે અમને હૉલ આપો. જ્યાં અમે આ રુહાની સેવા કરી મનુષ્ય ને દેવતા બનાવી દઈએ. બાપ આવ્યાં જ છે રાજયોગ શીખવાડવા પરંતુ યુક્તિયુક્ત સમજાવવું જોઈએ. જે ભાષણ જ નથી જાણતાં એ થોડી સમજાવી શકશે! ઉંચ પદ મેળવી ન શકે. પદ તે મેળવી શકશે જે સર્વિસ કરશે. મોટા-મોટા ને લખો તો આ નોલેજ નાં વગર ભારત નું કે દુનિયા નું કલ્યાણ નથી થઈ શકતું. એજ્યુકેશન (ભણતર) છે મુખ્ય. આ લક્ષ્મી-નારાયણે પણ એજ્યુકેશન થી જ પદ મેળવ્યું ને! પહેલાં જન્મ માં રાજયોગ શીખ્યાં છે. આપણે પણ હમણાં અહીં ભણી રહ્યાં છીએ. સ્કૂલ માં સ્ટુડન્ટ સમજે છે અમે આ પરીક્ષા આપીને પછી જઈને આ બનીશું. આ તમને નોલેજ મળી છે, તે આ દુનિયાનાં માટે નથી. તમે પણ ભણો છો ભવિષ્ય ૨૧ જન્મોનાં માટે, પ્રારબ્ધ બનાવવા માટે. તેઓ ભણે છે આ જન્મ નાં સુખ માટે. તો તે પણ ભણવાનું છે અને સાથે-સાથે આ પણ શિક્ષા શીખવાની છે, આમાં ડરવાની વાત નથી. આધ્યાત્મિક નોલેજ કેમ ન લેવી જોઈએ. ચિત્ર લઈને જઈ સમજાવવું જોઈએ. બોલો - નોલેજ બધાનાં માટે ખૂબ જરુરી છે, પરંતુ બાળકો હજું ઉભાં નથી થતાં. નોકરી-ટોકરી માં ફસાયેલાં રહે છે. બંધનમુક્ત છે તો પછી સર્વિસ માં લાગી જવું જોઈએ. શ્રીમત પર બધાં ચાલવાવાળા તો નથી. વચ્ચે માયા ગોટાળો કરી દે છે. કોઈ-કોઈ બાળકોને શોખ ખૂબ છે, પરંતુ નશો નથી ચઢતો કે અમે જઈએ અનેકોનું કલ્યાણ કરીએ. તો બાબા પણ સમજે જ્યારે કે યુવાન થઈ ગયાં તો ઘુટકા કેમ ખાવાં જોઈએ! કહી શકો છો કે અમારે તો ભારત નો ઉદ્ધાર કરવાનો છે. સાચ્ચી સેવા કરી મનુષ્ય ને દેવતા બનાવવાનાં છે. બાબા ને તો વન્ડર લાગે છે, નશો નથી ચઢતો એટલે બાબા કહે છે રજો બુદ્ધિ છે. ચાન્સ (તક) ખૂબ સારો છે. એવાં પણ ઘણાં છે જેમને નોલેજ નો ઘમંડ ખુબ છે પરંતુ ડિસસર્વિસ ખૂબ કરે છે. આ તો ગુડ જાને ગુડ કી ગોથરી જાને… રાહુ નું ગ્રહણ બેસી જાય છે. બૃહસ્પતિ ની દશા ઉતરી રાહુ ની બેસી જાય છે. હમણાં-હમણાં જુઓ સારું ચાલી રહ્યાં છે. હમણાં-હમણાં જુઓ પછી ગ્રહચારી બેસી જાય છે, પડી જાય છે. બાળકોએ તો ખૂબ બહાદુર થવાનું છે. પાન નું બીડું ઉઠાવવાનું છે. અમે આ ભારત ને સ્વર્ગવાસી બનાવીને છોડીશું. તમારો ધર્મ છે નર્કવાસી ને સ્વર્ગવાસી બનાવવાં, ભ્રષ્ટાચારી ને શ્રેષ્ઠાચારી બનાવવાં. બાબા નશો તો ખૂબ સારો ચઢાવે છે પરંતુ બાળકો માં નંબરવાર ચઢે છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બંધનમુક્ત બની ભારત ની સાચ્ચી સેવા કરવાની છે. રુહાની સેવા કરી મનુષ્ય ને દેવતા બનાવવાનાં છે. જ્ઞાન નાં ઘમંડ માં નથી આવવાનું. રુહાની નશા માં રહેવાનું છે.

2. નિશ્ચયબુદ્ધિ બની પહેલાં પોતાની અવસ્થા પાક્કી કરવાની છે. દેહ સહિત જે કંઈ જોવામાં આવે છે, તેને તોડવાનું છે અને એક બાપ ની સાથે જોડવાનું છે.

વરદાન :-
કરવું અને કહેવું - આ બંને ને સમાન બનાવી ક્વોલિટી ની સેવા કરવાવાળા સાચાં સેવાધારી ભવ

સદા અટેન્શન રહે કે પહેલાં કરવાનું છે પછી કહેવાનું છે. કહેવું સહજ હોય છે, કરવામાં મહેનત છે, મહેનત નું ફળ સારું હોય છે. પરંતુ જો બીજાઓને કહો છો સ્વયં કરતા નથી, તો સર્વિસ ની સાથે-સાથે ડિસ-સર્વિસ પણ પ્રત્યક્ષ થાય છે. જેવી રીતે અમૃત માં વચ્ચે વિષ નું એક ટીપું પણ પડવાથી પૂરું અમૃત વિષ બની જાય છે, એવી રીતે કેટલી પણ સર્વિસ કરો પરંતુ એક નાની એવી ભૂલ સર્વિસ ને સમાપ્ત કરી દે છે, એટલે પહેલાં પોતાનાં પર અટેન્શન આપો ત્યારે કહેવાશે સાચાં સેવાધારી.

સ્લોગન :-
અનેકતા માં એકતા લાવવી, બગડેલા ને બનાવવાં - આ સૌથી મોટી વિશેષતા છે.

આ અવ્યક્ત ઈશારા - અપવિત્રતા નાં બીજ ને પણ સમાપ્ત કરી સંપૂર્ણ સ્વચ્છ ( પવિત્ર ) બનો

જ્યારે અપવિત્રતા અર્થાત્ કામ મહાશત્રુ સ્વપ્ન કે સંકલ્પ માં પણ વાર ન કરે ત્યારે કહેવાશે ડબલ અહિંસક. સદા ભાઈ-ભાઈ ની સ્મૃતિ સહજ અને સ્વતઃ સ્મૃતિ સ્વરુપ માં રહે. ક્યારેય પોતાની સંપૂર્ણ સતોપ્રધાન સ્ટેજ થી નીચે ઉતરીને પોતાનો ઘાત નહીં કરતાં. આત્મા નાં અસલી ગુણ સ્વરુપ અને શક્તિ સ્વરુપ સ્થિતિ થી નીચે આવવું અર્થાત્ વિસ્મૃત થવું, આ પણ પાપ નાં ખાતા માં જમા થાય છે.