11-09-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“મીઠાં બાળકો - તમે બાપ ની પાસે આવ્યા છો સ્વયં નું ચરિત્ર સુધારવાં , તમારે હમણાં દૈવી ચરિત્ર બનાવવાનું છે”

પ્રશ્ન :-
આપ બાળકોને આંખો બંધ કરીને બેસવાની મનાઈ કેમ કરાય છે?

ઉત્તર :-
કારણ કે નજરથી નિહાલ કરવાવાળા બાપ તમારી સન્મુખ છે. જો આંખો બંધ હશે તો નિહાલ કેવી રીતે થશો? સ્કૂલ માં આંખો બંધ કરીને નથી બેસતાં. આંખો બંધ હશે તો સુસ્તી આવશે. આપ બાળકો તો સ્કૂલ માં ભણવાનું (ભણતર) ભણી રહ્યા છો, આ કમાણી નું સાધન છે. લાખો પદમો ની કમાણી થઈ રહી છે, કમાણી માં સુસ્તી, ઉદાસી ન આવી શકે.

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં રુહાની બાળકો પ્રત્યે બાપ સમજાવે છે. આ તો બાળકો જાણે છે કે રુહાની બાપ પરમધામ થી આવીને આપણને ભણાવી રહ્યા છે. શું ભણાવી રહ્યા છે? બાપની સાથે આત્માનો યોગ લગાડવાનું શીખવાડે છે જેને યાદ ની યાત્રા કહેવાય છે. એ પણ બતાવ્યું છે-બાપ ને યાદ કરતાં-કરતાં મીઠાં રુહાની બાળકો, તમે પવિત્ર બની પોતાનાં પવિત્ર શાંતિધામ માં પહોંચી જશો. કેટલી સહજ સમજણ છે? પોતાને આત્મા સમજો અને પોતાનાં પ્રીતમ બેહદ નાં બાપ ને યાદ કરો તો તમારા જન્મ-જન્માંતર નાં પાપ જે છે, તે ભસ્મ થતા જશે. આને જ યોગ અગ્નિ કહેવાય છે. આ ભારત નો પ્રાચીન રાજયોગ છે, જે બાપ જ દર ૫ હજાર વર્ષ પછી આવીને શીખવાડે છે. બેહદ નાં બાપ જ ભારત માં, આ સાધારણ તન માં આવીને આપ બાળકોને સમજાવે છે. આ યાદ થી જ તમારા જન્મ-જન્માંતર નાં પાપ કપાઈ જશે કારણ કે બાપ પતિત-પાવન છે અને સર્વશક્તિવાન છે. આપ આત્માની બેટરી હવે તમોપ્રધાન બની ગઈ છે. જે સતોપ્રધાન હતી તેને ફરીથી સતોપ્રધાન કેવી રીતે બનાવાય? જેથી તમે સતોપ્રધાન દુનિયામાં જઈ શકો તથા શાંતિધામ-ઘર માં જઈ શકો. બાળકોએ આ ખૂબ સારી રીતે યાદ રાખવાનું છે. બાપ બાળકોને આ ડોઝ (દવા) આપે છે. આ યાદ ની યાત્રા ઉઠતાં-બેસતાં, ચાલતાં-ફરતાં તમે કરી શકો છો. જેટલું બની શકે ગૃહસ્થ વ્યવહાર માં રહેતા કમળફૂલ સમાન પવિત્ર રહેવાનું છે. બાપ ને પણ યાદ કરવાના છે અને સાથે-સાથે દૈવી ગુણ પણ ધારણ કરવાનાં છે કારણ કે દુનિયાવાળા નાં તો આસુરી ચરિત્ર છે. આપ બાળકો અહીં આવ્યા છો દૈવી ચરિત્ર બનાવવાં. આ લક્ષ્મી-નારાયણ નાં ચરિત્ર ખૂબ મીઠાં હતાં. ભક્તિમાર્ગ માં તેમની જ મહિમા ગવાયેલી છે. ભક્તિમાર્ગ ક્યાર થી શરુ થાય છે, એ પણ કોઈને ખબર નથી. હમણાં તમે સમજ્યાં છો અને રાવણ રાજ્ય ક્યાર થી શરુ થયું? એ પણ હમણાં સમજ્યાં છે. આપ બાળકોએ આ આખી નોલેજ બુદ્ધિમાં રાખવાની છે. જ્યારે જાણો છો આપણે જ્ઞાન-સાગર રુહાની બાપ નાં બાળકો છીએ, હમણાં રુહાની બાપ આપણને ભણાવવા આવે છે. એ પણ જાણો છો આ કોઈ સાધારણ બાપ નથી. આ છે રુહાની બાપ, જે આપણને ભણાવવા આવ્યા છે. એમનું નિવાસ સ્થાન સદૈવ બ્રહ્મલોક માં છે. લૌકિક બાપ તો બધાનાં અહીં છે. આ બાળકોએ સારી રીતે નિશ્ચય રાખવાનો છે - આપણને આત્માઓને ભણાવવા વાળા પરમપિતા પરમાત્મા છે, જે બેહદનાં બાપ છે. ભક્તિમાર્ગ માં લૌકિક બાપ હોવા છતાં પણ પરમપિતા પરમાત્મા ને બોલાવે છે. એમનું એક જ નામ યથાર્થ શિવ છે. બાપ સ્વયં જ સમજાવે છે - મીઠાં-મીઠાં બાળકો, મારું નામ એક જ શિવ છે. ભલે અનેક નામ, અનેક મંદિર બનાવ્યા છે પરંતુ તે બધી છે ભક્તિમાર્ગ ની સામગ્રી. યથાર્થ નામ મારું એક જ શિવ છે. આપ બાળકોને આત્મા જ કહે છે, સાલિગ્રામ કહે તો પણ વાંધો નથી. અનેકાનેક સાલિગ્રામ છે. શિવ એક જ છે. એ છે બેહદનાં બાપ, બાકી બધાં છે બાળકો. આની પહેલાં તમે હદ નાં બાળકો, હદ નાં બાપની પાસે રહેતા હતાં. જ્ઞાન તો નહોતું. બાકી અનેક પ્રકારની ભક્તિ કરતા રહેતા હતાં. અડધો કલ્પ ભક્તિ કરી છે, દ્વાપર થી લઈને ભક્તિ શરુ થાય છે. રાવણરાજ્ય પણ શરુ થયું છે. આ છે ખૂબ સહજ વાત. પરંતુ આટલી સહજ વાત પણ કોઈ મુશ્કેલ સમજે છે. રાવણ રાજ્ય ક્યાર થી શરુ થાય છે? એ પણ કોઈ નથી જાણતાં. તમે મીઠાં બાળકો જાણો છો - બાપ જ જ્ઞાન નાં સાગર છે. જે એમની પાસે છે તે આવીને બાળકોને આપે છે. શાસ્ત્ર તો છે ભક્તિમાર્ગ નાં.

હમણાં તમે સમજી ગયા છો - જ્ઞાન, ભક્તિ અને પછી છે વૈરાગ. આ ૩ મુખ્ય છે. સંન્યાસી લોકો પણ જાણે છે - જ્ઞાન, ભક્તિ અને વૈરાગ. પરતું સંન્યાસીઓનો છે પોતાનો હદ નો વૈરાગ. તે બેહદનો વૈરાગ શીખવાડી ન શકે. બે પ્રકાર નાં વૈરાગ છે - એક છે હદ નો, બીજો છે બેહદ નો. તે છે હઠયોગી સંન્યાસીઓ નો વૈરાગ. આ છે બેહદ નો. તમારો છે રાજયોગ, તે ઘરબાર છોડી જંગલ માં ચાલ્યા જાય છે તો તેમનું નામ જ પડી જાય છે સંન્યાસી. હઠયોગી ઘરબાર છોડે છે પવિત્ર રહેવા માટે. આ પણ સારું છે. બાપ કહે છે - ભારત તો ખૂબ પવિત્ર હતું. આટલો પવિત્ર ખંડ બીજો કોઈ હોતો નથી. ભારતની તો ખૂબ ઉંચી મહિમા છે જે ભારતવાસી પોતે નથી જાણતાં. બાપ ને ભૂલવાના કારણે બધું જ ભૂલી જાય છે અર્થાત્ નાસ્તિક, નિધન નાં (ધણી વગરનાં) બની જાય છે. સતયુગ માં કેટલાં સુખ-શાંતિ હતાં! હમણાં કેટલાં દુઃખ-અશાંતિ છે! મૂળવતન તો છે જ શાંતિધામ, જ્યાં આપણે આત્માઓ રહીએ છીએ. આત્માઓ પોતાનાં ઘરેથી અહીં આવે છે બેહદ નો પાર્ટ ભજવવાં. હમણાં આ છે પુરુષોત્તમ સંગમયુગ જ્યારે બેહદ નાં બાપ આવે છે નવી દુનિયામાં લઈ જવા માટે. બાપ આવીને ઉત્તમ થી ઉત્તમ બનાવે છે. ઊંચા માં ઊંચા ભગવાન કહેવાય છે. પરંતુ એ કોણ છે, કોને કહેવાય છે, એ કંઈ પણ સમજતા નથી. એક મોટું લિંગ રાખી દીધું છે. સમજે છે આ નિરાકાર પરમાત્મા છે. આપણા આત્માઓનાં એ બાપ છે - એ પણ નથી સમજતા, ફક્ત પૂજા કરે છે. હંમેશા શિવબાબા કહે છે, રુદ્ર બાબા અથવા બબુલનાથ બાબા નહીં કહેવાશે. તમે લખો પણ છો શિવબાબા યાદ છે? વારસો યાદ છે? આ સુવિચાર ઘર-ઘર માં લગાવવા જોઈએ - શિવબાબા ને યાદ કરો તો પાપ ભસ્મ થઈ જશે કારણ કે પતિત-પાવન એક જ બાપ છે. આ પતિત દુનિયામાં તો એક પણ પાવન હોઈ ન શકે. પાવન દુનિયામાં પછી એક પણ પતિત ન હોઈ શકે. શાસ્ત્રોમાં તો બધી જગ્યાએ પતિત લખી દીધું છે. ત્રેતા માં પણ કહે છે રાવણ હતો, સીતા ચોરાઈ ગઈ. શ્રીકૃષ્ણની સાથે કંસ, જરાસંઘ, હિરણ્યાકશ્યપ વગેરે દેખાડ્યા છે. શ્રીકૃષ્ણ પર કલંક લગાવી દીધાં છે. હવે સતયુગ માં આ તો બધાં હોઈ ન શકે. કેટલાં જુઠ્ઠા કલંક લગાડયા છે. બાપ પર પણ કલંક લગાડ્યા છે તો દેવતાઓ પર પણ કલંક લગાડયા છે. બધાની ગ્લાનિ કરતા રહે છે. તો હવે બાપ કહે છે આ યાદ ની યાત્રા છે આત્માને પવિત્ર બનાવવાની. પાવન બની પછી પાવન દુનિયામાં જવાનું છે. બાપ પછી ૮૪ નું ચક્ર પણ સમજાવે છે. હમણાં તમારો આ અંતિમ જન્મ છે પછી ઘરે જવાનું છે. ઘરે શરીર તો નહીં જાય. બધાં આત્માઓ જવાનાં છે એટલે મીઠાં-મીઠાં રુહાની બાળકો, પોતાને આત્મા સમજીને બેસો, દેહ નહીં સમજો. બીજા સત્સંગો માં તો તમે દેહ-અભિમાની થઈને બેસો છો. અહીં બાપ કહે છે દેહી-અભિમાની થઈને બેસો. જેમ મારા માં આ સંસ્કાર છે, હું જ્ઞાન નો સાગર છું… આપ બાળકોએ પણ આવું બનવાનું છે. બેહદ નાં બાપ અને હદ નાં બાપ નો ભેદ પણ બતાવે છે. બેહદ નાં બાપ બેસીને તમને બધું જ્ઞાન સમજાવે છે. પહેલાં નહોતાં જાણતાં. હવે સૃષ્ટિનું ચક્ર કેવી રીતે ફરે છે, તેનો આદિ-મધ્ય-અંત અને ચક્ર ની આયુ કેટલી છે? બધું બતાવે છે. ભક્તિમાર્ગ માં તો કલ્પની આયુ લાખો વર્ષ સંભળાવીને ઘોર અંધકાર માં નાખી દીધાં છે. નીચે જ ઉતારતા આવ્યા છે. કહે પણ છે ને જેટલી આપણે ભક્તિ કરીશું એટલા બાપ ને નીચે ખેંચીશું. બાપ આવીને આપણને પાવન બનાવશે. બાપ ને ખેંચે છે કારણ કે પતિત છે, ખૂબ દુઃખી બની જાય છે. પછી કહે છે અમે બાપ ને બોલાવીએ છીએ. બાપ પણ જુએ છે એકદમ દુઃખી તમોપ્રધાન બની ગયા છે, ૫ હજાર વર્ષ પૂરાં થયા છે, ત્યારે પછી આવે છે. આ ભણતર કોઈ આ જૂની દુનિયા માટે નથી. તમારો આત્મા ધારણ કરી સાથે લઈ જશે. જેમ હું જ્ઞાનનો સાગર છું, તમે પણ જ્ઞાનની નદીઓ છો. આ નોલેજ કોઈ આ દુનિયા માટે નથી. આ તો છી-છી દુનિયા, છી-છી શરીર છે, આને તો છોડવાનું છે. શરીર તો અહીં પવિત્ર બની ન શકે. હું આત્માઓનો બાપ છું. આત્માઓને જ પવિત્ર બનાવવા આવ્યો છું. આ વાતો ને મનુષ્ય તો કંઈ પણ સમજી નથી શકતાં, બિલકુલ જ પથ્થરબુદ્ધિ, પતિત છે એટલે ગાય છે પતિત-પાવન... આત્મા જ પતિત બન્યો છે. આત્મા જ બધું કરે છે. ભક્તિ પણ આત્મા કરે છે, શરીર પણ આત્મા ધારણ કરે છે.

હવે બાપ કહે છે હું આપ આત્માઓને લઈ જવા આવ્યો છું. હું બેહદ નો બાપ, આપ આત્માઓનાં બોલાવવા પર આવ્યો છું. તમે કેટલું પોકાર્યું છે? હજી સુધી પણ બોલાવતા રહે છે - હે પતિત-પાવન, ઓ ગોડફાધર, આવીને આ જૂની દુનિયાનાં દુઃખો થી, રાવણ થી લિબ્રેટ (મુક્ત) કરો તો અમે બધાં ઘરે ચાલ્યા જઈએ. બીજા તો કોઈને ખબર જ નથી - આપણું ઘર ક્યાં છે? ઘર માં કેવી રીતે, ક્યારે જઈશું? મુક્તિ માં જવા માટે કેટલું માથું મારે છે? કેટલાં ગુરુ કરે છે? જન્મ-જન્માંતર માથું મારતા આવ્યા છે. તે ગુરુ લોકો જીવનમુક્તિ નું સુખ તો જાણતા જ નથી. તે ઈચ્છે છે મુક્તિ. કહે પણ છે વિશ્વ માં શાંતિ કેવી રીતે થાય? સંન્યાસી પણ મુક્તિ ને જ જાણે છે. જીવનમુક્તિ ને તો જાણતા નથી. પરંતુ મુક્તિ-જીવનમુક્તિ બંને નો વારસો બાપ જ આપે છે. તમે જયારે જીવનમુક્તિ માં રહો છો તો બાકી બધાં મુક્તિ માં ચાલ્યા જાય છે. હમણાં આપ બાળકો નોલેજ લઈ રહ્યા છો, આ બનવા માટે. તમે જ સૌથી વધારે સુખ જોયું છે પછી સૌથી વધારે દુ:ખ પણ તમે જોયું છે. આદિ સનાતન દેવી-દેવતા ધર્મવાળા તમે જ પછી ધર્મ-ભ્રષ્ટ, કર્મ-ભ્રષ્ટ થઈ ગયા છો. તમે પવિત્ર પ્રવૃત્તિ માર્ગવાળા હતાં, એ લક્ષ્મી-નારાયણ પવિત્ર પ્રવૃત્તિ માર્ગ નાં છે. ઘરબાર છોડવું આ તો સંન્યાસીઓનો ધર્મ છે. સંન્યાસી પણ પહેલાં સારા હતાં. તમે પણ પહેલાં ખૂબ સારા હતાં, હવે તમોપ્રધાન બન્યા છો. બાપ કહે છે આ ડ્રામા નો ખેલ છે. બાપ સમજાવે છે - આ ભણતર છે જ નવી દુનિયા માટે. પતિત શરીર, પતિત દુનિયામાં ડ્રામા અનુસાર ફરી ૫ હજાર વર્ષ પછી આવવું પડે છે. નથી કલ્પ લાખો વર્ષ નું, નથી હું સર્વવ્યાપી. આ તો તમે મારી ગ્લાનિ કરતા આવ્યા છો. હું તો પણ તમારા પર કેટલો ઉપકાર કરું છું? જેટલી શિવબાબા ની ગ્લાનિ કરી છે, તેટલી બીજા કોઈની નથી કરી. જે બાપ તમને વિશ્વનાં માલિક બનાવે છે એમના માટે તમે કહેતા રહો છો સર્વવ્યાપી છે. જ્યારે ગ્લાનિ ની પણ હદ થઈ જાય છે, ત્યારે પછી હું આવીને ઉપકાર કરું છું. આ છે પુરુષોત્તમ સંગમયુગ, કલ્યાણકારી યુગ. જ્યારે તમને પવિત્ર બનાવવા આવું છું. કેટલી સહજ યુક્તિ પાવન બનાવવાની બતાવે છે? તમે ભક્તિમાર્ગ માં ખૂબ ધક્કા ખાધાં છે, તળાવ માં પણ સ્નાન કરવા જાય છે, સમજે છે આનાથી પાવન બની જઈશું. હવે ક્યાં તે પાણી અને ક્યાં પતિત-પાવન બાપ? તે બધો છે ભક્તિમાર્ગ, આ છે જ્ઞાનમાર્ગ. મનુષ્ય કેટલાં ઘોર અંધકાર માં છે. કુંભકરણ ની ઊંઘ માં સુતેલા છે. આ તો તમે જાણો છો - ગવાય પણ છે વિનાશકાળે વિપરીત બુદ્ધિ વિનશ્યન્તિ. હમણાં તમારી નંબરવાર પુરુષાર્થ અનુસાર પ્રીતબુદ્ધિ છે. પૂરી નથી, કારણ કે માયા ઘડી-ઘડી ભૂલાવી દે છે. આ છે ૫ વિકારોની લડાઈ. પાંચ વિકારો ને રાવણ કહેવાય છે. રાવણ પર ગધેડા નું માથું દેખાડે છે.

બાબાએ આ પણ સમજાવ્યું છે - સ્કૂલ માં ક્યારેય આંખો બંધ કરી નથી બેસવાનું હોતું. તે તો ભક્તિમાર્ગ માં ભગવાન ને યાદ કરવાની શિક્ષા આપે છે કે આંખો બંધ કરીને બેસો. અહીં તો બાપ કહે છે આ સ્કૂલ છે. સાંભળ્યું પણ છે નજર થી નિહાલ... કહે છે આ જાદુગર છે. અરે, એ તો ગાયન પણ છે. દેવતાઓ પણ નજર થી નિહાલ થાય છે. નજર થી મનુષ્ય ને દેવતા બનાવવા વાળા જાદુગર થયાં ને? બાપ બેસીને બેટરી ચાર્જ કરે અને બાળકો આંખો બંધ કરીને બેસે તો શું કહેવાશે? સ્કૂલ માં આખો બંધ કરીને નથી બેસતાં. નહીં તો સુસ્તી આવે છે. ભણતર તો છે કમાણી નું સાધન. લાખો-પદમો ની કમાણી છે. કમાણીમાં ક્યારેય બગાસા નહીં આવે. અહીં આત્માઓને સુધારવાનાં છે. આ મુખ્ય ઉદ્દેશ સામે છે. તેમની રાજધાની જોવી હોય તો જાઓ દેલવાડા માં. તે છે જડ, આ છે ચૈતન્ય દેલવાડા મંદિર. દેવતાઓ પણ છે, સ્વર્ગ પણ છે. સર્વ નાં સદ્દગતિ દાતા આબૂ માં જ આવે છે, એટલે જ મોટા માં મોટું તીર્થ આબુ થયું. જે પણ ધર્મ સ્થાપક તથા ગુરુ લોકો છે, બધાંની સદ્દગતિ બાપ અહીં આવીને કરે છે. આ સૌથી મોટું તીર્થ છે, પરંતુ ગુપ્ત છે. આને કોઈ જાણતું નથી. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. જે સંસ્કાર બાપ માં છે, તે જ સંસ્કાર ધારણ કરવાનાં છે. બાપ સમાન જ્ઞાન નાં સાગર બનવાનું છે. દેહી-અભિમાની બનીને રહેવાનો અભ્યાસ કરવાનો છે.

2. આત્મારુપી બેટરી ને સતોપ્રધાન બનાવવા માટે ચાલતાં-ફરતાં યાદ ની યાત્રા માં રહેવાનું છે. દૈવી ચરિત્ર ધારણ કરવાનાં છે. ખૂબ-ખૂબ મીઠાં બનવાનું છે.

વરદાન :-
ત્રિકાળદર્શી બની દિવ્ય બુદ્ધિ નાં વરદાન ને કાર્ય માં લગાવવા વાળા સફળતા સંપન્ન ભવ

બાપદાદાએ દરેક બાળક ને દિવ્ય બુદ્ધિનું વરદાન આપ્યું છે. દિવ્ય બુદ્ધિ દ્વારા જ બાપ ને, પોતાને અને ત્રણેય કાળો ને સ્પષ્ટ જાણી શકો છો. સર્વશક્તિઓને ધારણ કરી શકો છો. દિવ્ય બુદ્ધિ વાળા આત્મા કોઈ પણ સંકલ્પ ને કર્મ તથા વાણી માં લાવતા પહેલાં દરેક બોલ તથા કર્મ નાં ત્રણેય કાળ જાણીને પ્રેક્ટિકલ માં આવે છે. એમની આગળ પાસ્ટ અને ફ્યુચર પણ એટલું જ સ્પષ્ટ હોય છે જેટલું પ્રેઝન્ટ સ્પષ્ટ છે. એવાં દિવ્ય બુદ્ધિ વાળા ત્રિકાળદર્શી હોવાનાં કારણે સદા સફળતા સંપન્ન બની જાય છે.

સ્લોગન :-
સંપૂર્ણ પવિત્રતા ને ધારણ કરવાવાળા જ પરમાનંદ નો અનુભવ કરી શકે છે.