11-11-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમે
દિલ થી બાબા - બાબા કહો તો ખુશી માં રોમાંચ ઉભાં થઈ જશે , ખુશી માં રહો તો માયાજીત
બની જશો”
પ્રશ્ન :-
બાળકોને કઈ એક વાત માં મહેનત લાગે છે પરંતુ ખુશી અને યાદ નો તે જ આધાર છે?
ઉત્તર :-
આત્મ-અભિમાની બનવામાં જ મહેનત લાગે છે પરંતુ આનાંથી ખુશીનો પારો ચઢે છે, મીઠાં બાબા
યાદ આવે છે. માયા તમને દેહ-અભિમાન માં લાવતી રહેશે, રુસ્તમ થી રુસ્તમ થઇને લડશે, આમાં
મુંઝાવાનું નથી. બાબા કહે બાળકો, માયા નાં તોફાનો થી ડરો નહીં, ફક્ત કર્મેન્દ્રિયો
થી કોઈ વિકર્મ નહીં કરો.
ઓમ શાંતિ!
રુહાની બાપ
રુહાની બાળકોને સમજાવી રહ્યાં છે અથવા શિક્ષા આપી રહ્યાં છે, ભણાવી રહ્યાં છે. બાળકો
જાણે છે ભણાવવા વાળા બાપ સદૈવ દેહી-અભિમાની છે. એ છે જ નિરાકાર, દેહ લેતાં જ નથી.
પુનર્જન્મ માં નથી આવતાં. બાપ સમજાવે છે આપ બાળકોએ મારા સમાન પોતાને આત્મા સમજવાનું
છે. હું છું પરમપિતા. પરમપિતા ને દેહ હોતો નથી. એમને દેહી-અભિમાની પણ નહીં કહેવાશે.
એ તો છે જ નિરાકાર. બાપ કહે છે મને પોતાનો દેહ નથી. તમને તો દેહ મળતો આવ્યો છે. હવે
મારા સમાન દેહ થી ન્યારા થઈ પોતાને આત્મા સમજો. જો વિશ્વનાં માલિક બનવું છે તો બીજી
કોઈ મુશ્કિલ વાત નથી. બાપ કહે છે દેહ-અભિમાન ને છોડી મારા સમાન બનો. સદૈવ બુદ્ધિમાં
યાદ રહે આપણે આત્મા છીએ, આપણને બાબા ભણાવી રહ્યાં છે. બાબા તો નિરાકાર છે, પરંતુ
આપણને ભણાવે કેવી રીતે? એટલે બાબા આ તન થી આવીને ભણાવે છે. ગૌમુખ દેખાડે છે ને? હવે
ગૌ નાં મુખ થી તો જ્ઞાન-ગંગા ન નીકળી શકે. માતા ને પણ ગૌમાતા કહેવાય છે. તમે બધા ગૌ
છો. આ (બ્રહ્મા) તો ગૌ નથી. મુખ દ્વારા જ્ઞાન મળે છે. બાપ ની ગૌ તો નથી ને - બળદ પર
પણ સવારી દેખાડે છે. તેઓ તો શિવ-શંકર એક કહી દે છે. આપ બાળકો હવે સમજો છો શિવ-શંકર
એક નથી. શિવ તો છે ઊંચા માં ઊંચા પછી બ્રહ્મા-વિષ્ણુ-શંકર. બ્રહ્મા છે સૂક્ષ્મવતન
વાસી. આપ બાળકોએ વિચાર સાગર મંથન કરી પોઇન્ટ કાઢી સમજાવવું પડે છે અને નિડર પણ
બનવાનું છે. આપ બાળકોને જ ખુશી છે. તમે કહેશો અમે ઈશ્વરનાં વિદ્યાર્થી છીએ, આપણને
બાબા ભણાવે છે. ભગવાનુવાચ પણ છે-હે બાળકો, હું તમને રાજાઓનાં રાજા બનાવવા માટે ભણાવું
છું. ભલે ક્યાંય પણ જાઓ છો, સેવાકેન્દ્ર પર જાઓ છો, બુદ્ધિમાં છે કે બાબા અમને ભણાવે
છે. જે હમણાં અમે સેવાકેન્દ્ર પર સાંભળીએ છીએ, બાબા મોરલી ચલાવે છે. બાબા-બાબા કરતાં
રહો. આ પણ તમારી યાત્રા થઇ. યોગ શબ્દ શોભતો નથી. મનુષ્ય અમરનાથ, બદ્રીનાથ યાત્રા
કરવાં પગપાળા જાય છે. હવે આપ બાળકોએ તો જવાનું છે પોતાનાં ઘરે. તમે જાણો છો હવે આ
બેહદ નું નાટક પૂરું થાય છે. બાબા આવેલાં છે, આપણને લાયક બનાવી લઈ જવા માટે. તમે
સ્વયં કહો છો અમે પતિત છીએ. પતિત થોડી મુક્તિ ને પામશે. બાપ કહે છે - હે આત્માઓ, તમે
પતિત બન્યાં છો. તેઓ શરીર ને પતિત સમજી ગંગા માં સ્નાન કરવાં જાય છે. આત્માને તો
તેઓ નિર્લેપ સમજી લે છે. બાપ સમજાવે છે - મૂળ વાત છે જ આત્માની. કહે પણ છે પાપઆત્મા,
પુણ્યઆત્મા. આ શબ્દ સારી રીતે યાદ કરો. સમજવાનું અને સમજાવવાનું છે. તમારે જ ભાષણ
વગેરે કરવાનું છે. બાપ તો ગામ-ગામ માં, ગલી-ગલી માં નહીં જશે. તમે ઘર-ઘર માં આ
ચિત્ર રાખી દો. ૮૪ નું ચક્ર કેવી રીતે ફરે છે? સીડી માં ખુબજ ક્લિયર (સ્પષ્ટ) છે.
હવે બાપ કહે છે - સતોપ્રધાન બનો. પોતાનાં ઘરે જવાનું છે, પવિત્ર બન્યાં વગર તો ઘરે
જશો નહીં. આ જ ફુરના (ફિકર) લાગી રહે. ઘણાં બાળકો લખે છે, બાબા અમને ખુબ તોફાન આવે
છે. મન્સા માં ખુબ ખરાબ વિચાર આવે છે. પહેલાં નહોતાં આવતાં.
બાપ કહે છે તમે આ
વિચાર નહીં કરો. પહેલાં કોઈ તમે યુદ્ધ નાં મેદાન માં થોડી હતાં? હવે તમારે બાપની
યાદ માં રહી માયા પર જીત મેળવવાની છે. આ ઘડી-ઘડી યાદ કરતાં રહો. ગાંઠ બાંધી લો. જેમ
માતાઓ ગાઠ બાંધી લે છે, પુરુષ લોકો પછી નોટબુક માં લખે છે. તમારો તો આ બેજ સારી
નિશાની છે. આપણે પ્રિન્સ (રાજકુમાર) બનીએ છીએ, આ છે જ બેગર ટૂ પ્રિન્સ બનવાની ગોડલી
યુનિવર્સિટી. તમે પ્રિન્સ હતાં ને? શ્રીકૃષ્ણ વર્લ્ડ નાં પ્રિન્સ હતાં. જેમ
ઇંગ્લેન્ડ નાં પણ પ્રિન્સ ઓફ વેલ્સ કહેવાય છે. તે છે હદ ની વાતો, રાધા-કૃષ્ણ ખુબ
નામીગ્રામી છે. સ્વર્ગ નાં પ્રિન્સ-પ્રિન્સેઝ હતાં ને એટલે તેમને બધા પ્રેમ કરે છે.
શ્રીકૃષ્ણ ને તો ખુબ પ્રેમ કરે છે. કરવો તો બંને ને જોઈએ. પહેલાં તો રાધા ને કરવો
જોઈએ. પરંતુ બાળક પર વધારે પ્રેમ રહે છે કારણકે તે વારિસ બને છે. સ્ત્રી નો પણ પતિ
પર પ્રેમ રહે છે. પતિ માટે જ કહે છે આ તમારા ગુરુ ઈશ્વર છે. સ્ત્રી માટે એવું નહીં
કહેશે. સતયુગમાં તો માતાઓની મહિમા છે. પહેલાં લક્ષ્મી પછી નારાયણ. અંબા નો કેટલો
રિગાર્ડ (આદર) રાખે છે. બ્રહ્મા ની દીકરી છે. બ્રહ્મા નો એટલો નથી, બ્રહ્મા નું
મંદિર અજમેર માં છે. જ્યાં મેળા વગેરે લાગે છે. અંબા નાં મંદિર માં પણ મેળો લાગે
છે. હકીકત માં આ બધા મેળા મેલા બનાવવા માટે જ છે. તમારો આ મેળો છે સ્વચ્છ બનવાનો.
સ્વચ્છ બનવા માટે તમારે સ્વચ્છ બાપ ને યાદ કરવાનાં છે. પાણી થી કોઈ પાપ નાશ નથી થતાં.
ગીતા માં પણ ભગવાનુવાચ છે મનમનાભવ. આદિ અને અંત માં આ શબ્દ છે. આપ બાળકો જાણો છો
આપણે જ પહેલાં-પહેલાં ભક્તિ શરું કરી છે. સતોપ્રધાન ભક્તિ પછી સતો-રજો-તમો ભક્તિ
થાય છે. હવે તો જુઓ માટી, પથ્થર વગેરે બધાની કરે છે. આ બધી છે અંધશ્રદ્ધા. આ સમયે
તમે સંગમ પર બેઠાં છો. આ ઉલ્ટું ઝાડ છે ને? ઉપર માં છે બીજ. બાપ કહે છે આ મનુષ્ય
સૃષ્ટિ નું બીજ રચતા હું છું. હમણાં નવી દુનિયાની સ્થાપના કરી રહ્યાં છે. સૈપલિંગ
લગાવે છે ને? ઝાડ નાં જૂનાં પત્તા ખરી જાય છે. નવાં-નવાં પત્તા નીકળે છે. હવે બાપ
દેવી-દેવતા ધર્મ ની સ્થાપના કરી રહ્યાં છે. ઘણાં પત્તા છે જે મિક્સ થઈ ગયાં છે.
પોતાને હિન્દુ કહેવડાવે છે. હકીકત માં હિન્દુ છે જ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ વાળા.
હિન્દુસ્તાન નું હકીકત માં નામ જ છે ભારત, જ્યાં દેવતાઓ રહેતાં હતાં. બીજા કોઈ દેશ
નું નામ નથી બદલાતું, આનું નામ બદલી દીધું છે. હિન્દુસ્તાન કહી દે છે. બૌદ્ધિ લોકો
એવું નહીં કહેશે કે અમારો ધર્મ જાપાની કે ચીની છે. તેઓ તો પોતાનાં ધર્મ ને બૌદ્ધિ જ
કહેશે. તમારામાં કોઈ પણ પોતાને આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નાં નહીં કહેશે. જો કોઈ
કહે પણ તો બોલો તે ધર્મ ક્યારે અને કોણે સ્થાપન કર્યો? કંઈ પણ બતાવી નહીં શકશે.
કલ્પ ની આયુ જ ખુબ લાંબી કરી દીધી છે, આને કહેવાય છે અજ્ઞાન અંધકાર. એક તો પોતાનાં
ધર્મ ની ખબર નથી, બીજું લક્ષ્મી-નારાયણ નાં રાજ્ય ને ખુબ દુર લઇ ગયાં છે એટલે ઘોર
અંધકાર કહેવાય છે. જ્ઞાન અને અજ્ઞાન માં કેટલો ફરક છે! જ્ઞાન સાગર છે જ એક શિવબાબા.
એમનાથી જેવી રીતે એક લોટો આપે છે. ફક્ત કોઈને આ સંભળાવો કે શિવબાબા ને યાદ કરો તો
વિકર્મ વિનાશ થશે. આ જેમ કે ખોબો પાણી થયું ને! કોઈ તો સ્નાન કરે છે, કોઈ ઘડો ભરી
લઈ જાય છે. કોઈ નાની-નાની લોટી લઈ જાય છે. રોજ એક-એક ટીપું માટલા માં નાખી તેને
જ્ઞાન-જળ સમજી પીવે છે. વિદેશ માં પણ વૈષ્ણવ લોકો ગંગાજળ નો ઘડો ભરી લઈ જાય છે. પછી
મંગાવતા રહે છે. હવે આ તો બધું પાણી પહાડો થી જ આવે છે. ઉપર થી જ પાણી પાડે છે.
આજકાલ જુઓ મકાન પણ કેટલાં ઉંચા ૧૦૦ માળ સુધીનાં બનાવે છે. સતયુગ માં તો આવું નહીં
હશે. ત્યાં તો તમને જમીન એટલી મળે છે વાત નહીં પૂછો. અહીં રહેવા માટે જમીન નથી,
ત્યારે આટલાં માળ બનાવે છે. ત્યાં અનાજ પણ અથાહ ઉત્પન્ન થાય છે. જેમ અમેરિકા માં
ખુબ અનાજ થાય છે તો બાળી દે છે. આ છે મૃત્યુલોક. તે છે અમરલોક. અડધોકલ્પ તમે સુખ
માં રહો છો. કાળ અંદર ઘૂસી ન શકે. આનાં પર એક કથા પણ છે. આ છે બેહદની વાત. બેહદ ની
વાતો થી પછી હદ ની કથાઓ બેસી બનાવી છે. ગ્રંથ પહેલાં કેટલાં નાનાં હતાં. હવે તો
કેટલાં મોટા કરી દીધાં છે. શિવબાબા કેટલાં નાનાં છે, એમની પણ કેટલી મોટી પ્રતિમા
બનાવી દીધી છે. બુદ્ધ નાં ચિત્ર, પાંડવો નાં ચિત્ર મોટા-મોટા લાંબા બનાવ્યાં છે. એવાં
તો કોઈ હોતાં નથી. આપ બાળકોએ તો આ મુખ્ય ઉદ્દેશ નું ચિત્ર ઘર-ઘર માં રાખવું જોઈએ.
આપણે ભણીને આ બની રહ્યાં છીએ. પછી રડવું થોડી જોઈએ! જે રડે છે તે ખોવે છે.
દેહ-અભિમાન માં આવી જાય છે. આપ બાળકોએ તો આત્મ-અભિમાની બનવાનું છે, આમાં જ મહેનત
લાગે છે. આત્મ-અભિમાની બનવાથી જ ખુશી નો પારો ચઢે છે. મીઠાં બાબા યાદ આવે છે. બાબા
થી આપણે સ્વર્ગ નો વારસો લઈ રહ્યાં છીએ. બાબા આપણને આ ભાગ્યશાળી રથ માં આવીને ભણાવે
છે. રાત-દિવસ બાબા-બાબા યાદ કરતાં રહો. તમે અડધાકલ્પ નાં આશિક છો. ભક્ત ભગવાન ને
યાદ કરે છે. ભક્ત છે અનેક. જ્ઞાન માં બધા એક બાપ ને યાદ કરે છે. એ જ બધા નાં બાપ
છે. જ્ઞાનસાગર બાપ આપણને ભણાવે છે, આપ બાળકો નાં તો રોમાંચ ઉભાં થઈ જવાં જોઈએ.
તોફાન તો માયા નાં આવશે જ. બાબા કહે છે - સૌથી વધારે તોફાન તો મને આવે છે કારણકે
સૌથી આગળ હું છું. મારી પાસે આવે છે ત્યારે તો હું સમજુ છું - બાળકો ની પાસે કેટલાં
આવતાં હશે? મૂંઝાતા હશે. અનેક પ્રકારનાં તોફાન આવે છે જે અજ્ઞાનકાળ માં પણ ક્યારેય
નહીં આવતાં હોય, તે પણ આવે છે. પહેલાં મને આવવાં જોઈએ, નહીં તો હું બાળકોને સમજાવું
કેવી રીતે! આ છે આગળ રુસ્તમ તો માયા પણ રુસ્તમ થી રુસ્તમ થઈને લડે છે. મલ્લયુદ્ધ
માં બધાં એક જેવાં નથી હોતાં. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ગ્રેડ હોય છે. બાબા ની પાસે સૌથી
વધારે તોફાન આવે છે, એટલે બાબા કહે છે આ તોફાનો થી ડરો નહીં. ફક્ત કર્મેન્દ્રિયો થી
કોઈ વિકર્મ નહીં કરો. ઘણાં કહે છે - જ્ઞાન માં આવ્યાં છીએ તો આવું કેમ થાય છે, આનાથી
તો જ્ઞાન ન લેત તો સારું હતું. સંકલ્પ જ ન આવત. અરે આ તો યુદ્ધ છે ને? સ્ત્રી ની
સામે હોવા છતાં પણ પવિત્ર દૃષ્ટિ રહે, સમજવાનું છે શિવબાબા નાં બાળકો આપણે ભાઈ-ભાઈ
છીએ પછી પ્રજાપિતા બ્રહ્મા નાં સંતાન હોવાથી ભાઈ-બહેન થઈ ગયાં. પછી વિકાર ક્યાંથી
આવ્યાં? બ્રાહ્મણ છે ઉંચ ચોટી. જે ફરી દેવતા બને છે તો આપણે બહેન-ભાઈ છીએ. એક બાપ
નાં બાળકો કુમાર-કુમારી. જો બંને કુમાર-કુમારી થઇને નથી રહેતાં તો પછી ઝઘડો થાય છે.
અબળાઓ પર અત્યાચાર થાય છે. પુરુષ પણ લખે છે અમારી સ્ત્રી તો જેમ પૂતના છે. ખુબ
મહેનત છે. જવાન ને તો ખુબ મહેનત લાગે છે. અને જે ગંધર્વ વિવાહ કરી સાથે રહે, કમાલ
છે તેમની. તેમનું ખુબ ઉંચ પદ થઈ શકે છે. પરંતુ જ્યારે એવી અવસ્થા ધારણ કરે. જ્ઞાન
માં આગળ થઈ જાય. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. માયા નાં
તોફાનો થી ડરવાનું કે મુંઝાવાનું નથી. ફક્ત ધ્યાન રાખવાનું છે કર્મેન્દ્રિયો થી કોઈ
વિકર્મ ન થાય. જ્ઞાન-સાગર બાબા આપણને ભણાવે છે - આ જ ખુશી માં રહેવાનું છે.
2. સતોપ્રધાન બનવાનાં
માટે આત્મ-અભિમાની બનવાની મહેનત કરવાની છે, જ્ઞાન નું વિચાર સાગર મંથન કરવાનું છે,
યાદ ની યાત્રા માં રહેવાનું છે.
વરદાન :-
શુભ ચિંતન
દ્વારા જ્ઞાન - સાગર માં સમાવવા વાળા અતીન્દ્રિય સુખ નાં અનુભવી ભવ
જેવી રીતે સાગર ની
અંદર રહેવાવાળા જીવ-જંતુ સાગર માં સમાયેલા હોય છે, બહાર નથી નીકળવા ઈચ્છતા, માછલી
પણ પાણી ની અંદર રહે છે, સાગર કે પાણી જ એનો સંસાર છે. એવી રીતે આપ બાળકો પણ
શુભચિંતન દ્વારા જ્ઞાન-સાગર બાપ માં સદા સમાયેલા રહો જ્યાં સુધી સાગર માં સમાવવાનો
અનુભવ નથી કર્યો ત્યાં સુધી અતીન્દ્રિય સુખ નાં ઝૂલા માં ઝુલવાનો, સદા હર્ષિત
રહેવાનો અનુભવ નહીં કરી શકો. એટલા માટે સ્વયં ને એકાંતવાસી બનાવો અર્થાત્ સર્વ
આકર્ષણ નાં વાયબ્રેશન થી અંતર્મુખી બનો.
સ્લોગન :-
પોતાનાં ચહેરા
ને એવો ચાલતો-ફરતો મ્યુઝિયમ બનાવો જેમાં બાપ બિંદુ દેખાય.
અવ્યક્ત ઈશારા -
અશરીરી કે વિદેહી સ્થિતિ નો અભ્યાસ વધારો
પોતાને શરીર નાં બંધન
થી ન્યારા બનાવવા માટે અવતાર સમજો. અવતાર છું, આ સ્મૃતિ માં રહી શરીર નો આધાર લઈ
કર્મ કરો. પરંતુ કર્તાપણા નાં ભાન થી ન્યારા થઈને કર્મ કરો. મેં કર્યું, હું કરું
છું… આ સંકલ્પ ને પણ સમર્પિત કરી દો તો કર્મ નાં બંધન માં બંધાશો નહીં. દેહ માં હોવા
છતાં પણ વિદેહી અવસ્થા નો અનુભવ કરશો.