11-12-2024
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - બાપ
નાં મદદગાર બની આ કળિયુગી પહાડ ને સતયુગી બનાવવાનો છે , પુરુષાર્થ કરી નવી દુનિયા
માટે ફર્સ્ટક્લાસ સીટ ( પદ ) રિઝર્વ ( નિશ્ચિત ) કરવાની છે”
પ્રશ્ન :-
બાપ ની ફરજ-અદાઈ શું છે? કઈ ફરજ પૂરી કરવા માટે સંગમ પર બાપ ને આવવું પડે છે?
ઉત્તર :-
બીમાર અને દુઃખી બાળકો ને સુખી બનાવવા, માયા નાં ફંદા માંથી કાઢી અતિ સુખ આપવું - આ
બાપ ની ફરજ-અદાઈ છે, જે સંગમ પર જ બાપ પૂરી કરે છે. બાબા કહે છે - હું આવ્યો છું
તમારા બધાં નું મર્જ (દુઃખ) દૂર કરવા, બધા પર કૃપા કરવાં. હમણાં પુરુષાર્થ કરી ૨૧
જન્મો માટે પોતાની ઊંચી તકદીર બનાવી લો.
ગીત :-
ભોલેનાથ સે
નિરાલા...
ઓમ શાંતિ!
ભોળાનાથ શિવ
ભગવાનુવાચ-બ્રહ્મા મુખકમળ દ્વારા બાપ કહે છે-આ વિવિધ ભિન્ન-ભિન્ન ધર્મો નું મનુષ્ય
સૃષ્ટિ ઝાડ છે ને? આ કલ્પ વૃક્ષ અથવા સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નાં રહસ્ય બાળકો ને
સમજાવી રહ્યો છું. ગીત માં પણ એમની મહિમા છે. શિવબાબા નો જન્મ અહીં છે, બાપ કહે છે
હું આવ્યો છું ભારત માં. મનુષ્ય આ નથી જાણતા કે શિવબાબા ક્યારે પધાર્યા હતાં? કારણકે
ગીતા માં કૃષ્ણ નું નામ નાખી દીધું છે. દ્વાપર ની તો વાત જ નથી. બાપ સમજાવે છે -
બાળકો, ૫ હજાર વર્ષ પહેલાં પણ મેં આવીને આ જ્ઞાન આપ્યું હતું. આ ઝાડ થી બધાને ખબર
પડી જાય છે. ઝાડ ને સારી રીતે જુઓ. સતયુગ માં બરોબર દેવી-દેવતાઓનું રાજ્ય હતું.
ત્રેતા માં રામ-સીતા નું છે. બાબા આદિ-મધ્ય-અંત નાં રહસ્ય બતાવે છે. બાળકો પૂછે છે-બાબા,
અમે માયા નાં ફંદા માં ક્યારે ફસાયાં? બાબા કહે છે દ્વાપર થી. નંબરવાર પછી બીજા
ધર્મ આવે છે. તો હિસાબ લગાવવાથી સમજી શકાય છે કે આ દુનિયા માં આપણે ફરી થી ક્યારે
આવીશું? શિવબાબા કહે છે હું ૫ હજાર વર્ષ પછી આવ્યો છું, સંગમ પર પોતાની ફરજ નિભાવવા.
બધા જે પણ મનુષ્ય માત્ર છે, બધા દુઃખી છે, એમાં પણ ખાસ ભારતવાસી. ડ્રામા અનુસાર
ભારત ને જ હું સુખી બનાવું છું. બાપ ની ફરજ હોય છે બાળકો બીમાર પડે તો તેમની
દવા-દર્મલ (દારુ) કરવાં. આ છે બહુ જ મોટી બીમારી. બધી બીમારીઓ નું મૂળ આ ૫ વિકાર
છે. બાળકો પૂછે છે આ ક્યાર થી શરુ થયાં? દ્વાપર થી. રાવણ ની વાત સમજાવવાની છે. રાવણ
ને કંઈ જોઈ નથી શકાતો. બુદ્ધિ થી સમજાય છે. બાપ ને પણ બુદ્ધિ થી જાણી શકાય છે. આત્મા
મન-બુદ્ધિ સહિત છે. આત્મા જાણે છે કે આપણા બાપ પરમાત્મા છે. દુઃખ-સુખ, લેપ-છેપ માં
આત્મા આવે છે. જ્યારે શરીર છે તો આત્મા ને દુઃખ થાય છે. એવું નથી કહેતા કે મુજ
પરમાત્મા ને દુઃખી ન કરો. બાપ પણ સમજાવે છે કે મારો પણ પાર્ટ છે, કલ્પ-કલ્પ સંગમ પર
આવીને હું પાર્ટ ભજવું છું. જે બાળકો ને મેં સુખ માં મોકલ્યા હતાં, તે દુઃખી બની ગયા
છે એટલે ફરી ડ્રામા અનુસાર મારે આવવું પડે છે. બાકી કચ્છ-મચ્છ અવતાર આ વાતો નથી. કહે
છે પરશુરામે કુહાડી લઈ ક્ષત્રિયો ને માર્યાં. તે બધી છે દંતકથાઓ. તો હવે બાપ સમજાવે
છે મને યાદ કરો.
આ છે જગતઅંબા અને
જગતપિતા. મધર અને ફાધર કન્ટ્રી કહે છે ને? ભારતવાસી યાદ પણ કરે છે - તુમ માતા-પિતા…
તમારી કૃપા થી સુખ ઘનેરા તો બરોબર મળી રહ્યા છે. પછી જે જેટલો પુરુષાર્થ કરશે. જેમ
બાયસ્કોપ (ફિલ્મ) માં જાય છે, ફર્સ્ટક્લાસ નું રિઝર્વેશન કરાવે છે ને? બાપ પણ કહે
છે ભલે સૂર્યવંશી કે ચંદ્રવંશી માં સીટ રિઝર્વ કરાવો, જેટલો જે પુરુષાર્થ કરે તેટલું
પદ મેળવી શકે છે. તો બધા મર્જ (દુઃખ) દૂર કરવા બાપ આવ્યા છે. રાવણે બધાને ખૂબ દુઃખ
આપ્યું છે. કોઈ પણ મનુષ્ય, મનુષ્યની ગતિ-સદ્દગતિ કરી ન શકે. આ છે જ કળિયુગ નો અંત.
ગુરુ લોકો શરીર છોડે છે ફરી અહીં જ પુનર્જન્મ લે છે. તો પછી તેઓ બીજા ની ક્યાં
સદ્દગતિ કરશે? શું આટલા બધા અનેક ગુરુ મળીને પતિત સૃષ્ટિ ને પાવન બનાવશે? ગોવર્ધન
પર્વત કહે છે ને? આ માતાઓ આ કળિયુગી પહાડ ને સતયુગી બનાવે છે. ગોવર્ધન ની પછી પૂજા
પણ કરે છે, તે છે તત્વ પૂજા. સન્યાસી પણ બ્રહ્મ અથવા તત્વ ને યાદ કરે છે. સમજે છે એ
જ પરમાત્મા છે, બ્રહ્મ ભગવાન છે. બાપ કહે છે આ તો ભ્રમ છે. બ્રહ્માંડ માં તો આત્માઓ
ઈંડા ની જેમ રહે છે, નિરાકારી ઝાડ પણ દેખાડયું છે. દરેક નાં પોત-પોતાનાં સેક્શન (વિભાગ)
છે. આ ઝાડ નાં ફાઉન્ડેશન છે-ભારત નાં સૂર્યવંશી-ચંદ્રવંશી વંશ. પછી વૃદ્ધિ થાય છે.
મુખ્ય છે ૪ ધર્મ. તો હિસાબ કરવો જોઈએ - કયા-કયા ધર્મ ક્યારે આવે છે? જેમ ગુરુનાનક
૫૦૦ વર્ષ પહેલાં આવ્યાં. એવું તો નથી સિક્ખ લોકો કોઈ ૮૪ જન્મો નો પાર્ટ ભજવે છે?
બાપ કહે છે ૮૪ જન્મ ફક્ત આપ ઓલરાઉન્ડર બ્રાહ્મણો નાં છે. બાબાએ સમજાવ્યું છે કે
તમારો જ ઓલરાઉન્ડ પાર્ટ છે. બ્રાહ્મણ, દેવતા, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર તમે બનો છો.
જે પહેલાં દેવી-દેવતા બને છે તે જ આખું ચક્ર લગાવે છે.
બાપ કહે છે તમે
વેદ-શાસ્ત્ર તો ખૂબ સાંભળ્યાં. હવે આ સાંભળો અને જ્જ (નિર્ણય) કરો કે શાસ્ત્ર સાચાં
છે કે ગુરુ લોકો સાચાં છે કે જે બાપ સંભળાવે છે તે સાચ્ચુ છે? બાપ ને કહે જ છે સત્ય.
હું સત્ય બતાવું છું જેનાંથી સતયુગ બની જાય છે અને દ્વાપર થી લઈને તમે જુઠ્ઠું
સાંભળતા આવ્યા છો તો તેનાથી નર્ક બની ગયું છે.
બાપ કહે છે - હું
તમારો ગુલામ છું, ભક્તિમાર્ગ માં તમે ગાતા આવ્યા છો-હું ગુલામ, હું ગુલામ તારો… હમણાં
હું આપ બાળકોની સેવામાં આવ્યો છું. બાપ ને નિરાકારી, નિરહંકારી ગવાય છે. તો બાપ કહે
છે મારી ફરજ છે આપ બાળકો ને સદા સુખી બનાવવા. ગીત માં પણ છે અગમ-નિગમ કા ભેદ ખોલે…
બાકી ડમરુ વગેરે વગાડવાની કોઈ વાત નથી. આ તો આદિ-મધ્ય-અંત નાં બધા સમાચાર સંભળાવે
છે. બાબા કહે છે તમે બધા બાળકો એક્ટર્સ છો, હું આ સમયે કરનકરાવનહાર છું. હું આમનાં
દ્વારા (બ્રહ્મા દ્વારા) સ્થાપના કરાવું છું. બાકી ગીતા માં જે કાંઈ લખેલું છે, તે
તો છે નહીં. હમણાં તો પ્રેક્ટિકલ વાત છે ને? બાળકોને આ સહજ જ્ઞાન અને સહજ યોગ
શીખવાડું છું, યોગ લગાવડાવું છું. કહેવાય છે ને યોગ લગાવડાવા વાળા, ઝોલી ભરવાવાળા,
મર્જ ખતમ કરવા વાળા… ગીતા નો પણ પૂરો અર્થ સમજાવે છે. યોગ શીખવાડું છે અને શીખવાડાવું
પણ છું. બાળકો યોગ શીખીને પછી બીજા ને શીખવાડે છે ને? કહે છે યોગ થી અમારી જ્યોત
જગાડવા વાળા… આવા ગીત પણ કોઈ ઘર માં બેસીને સાંભળે તો બધું જ જ્ઞાન બુદ્ધિ માં ચક્ર
લગાવશે. બાપ ની યાદ થી વારસા નો પણ નશો ચઢશે. ફક્ત પરમાત્મા અથવા ભગવાન કહેવાથી મુખ
મીઠું નથી થતું. બાબા એટલે જ વારસો.
હમણાં આપ બાળકો બાબા
પાસે થી આદિ-મધ્ય-અંત નું જ્ઞાન સાંભળીને પછી બીજા ને સંભળાવો છો, આને જ શંખધ્વનિ
કહેવાય છે. તમને કોઈ પુસ્તક વગેરે હાથ માં નથી. બાળકોએ ફક્ત ધારણા જ કરવાની હોય છે.
તમે છો સાચાં રુહાની બ્રાહ્મણ, રુહાની બાપનાં બાળકો. સાચ્ચી ગીતા થી ભારત સ્વર્ગ બને
છે. તે તો ફક્ત કથાઓ બેસીને બનાવી છે. તમે બધી પાર્વતીઓ છો, તમને આ અમરકથા સંભળાવી
રહ્યો છું. તમે બધા દ્રૌપદીઓ છો. ત્યાં કોઈ નિર્વસ્ત્ર નથી થતાં. કહે છે તો બાળકોનો
કેવી રીતે જન્મ થશે? અરે, છે જ નિર્વિકારી તો વિકારની વાત કેવી રીતે થઈ શકે? તમે
સમજી નહીં શકો કે યોગબળ થી બાળકોનો જન્મ કેવી રીતે થશે? તમે દલીલ કરશો. પરંતુ આ તો
શાસ્ત્રોની વાતો છે ને? તે છે જ સંપૂર્ણ નિર્વિકારી દુનિયા. આ છે વિકારી દુનિયા.
હું જાણું છું ડ્રામા અનુસાર માયા ફરી તમને દુઃખી કરશે. હું કલ્પ-કલ્પ પોતાની ફરજ
પાલન કરવા આવું છું. જાણે છે કલ્પ પહેલાં વાળા સિકિલધા જ આવીને પોતાનો વારસો લેશે.
અણસાર પણ દેખાડે છે. આ તે જ મહાભારત લડાઈ છે. તમારે ફરી થી દેવી-દેવતા અથવા સ્વર્ગ
નાં માલિક બનવાનો પુરુષાર્થ કરવાનો છે. આમાં સ્થૂળ લડાઈ ની કોઈ વાત નથી. નથી અસુરો
અને દેવતાઓ ની લડાઈ થઈ. ત્યાં તો માયા જ નથી જે લડાવે. અડધો કલ્પ ન કોઈ લડાઈ, ન કોઈ
બીમારી, ન દુ:ખ-અશાંતિ. અરે, ત્યાં તો સદૈવ સુખ, વસંત જ વસંત રહે છે. હોસ્પિટલ હોતી
નથી, બાકી સ્કૂલ માં ભણવાનું તો હોય જ છે. હવે તમે દરેક અહીં થી વારસો લઈ જાઓ છો.
મનુષ્ય ભણતર થી પોતાનાં પગ ઉપર ઊભા થઈ જાય છે. આનાં પર વાર્તા પણ છે-કોઈએ પૂછ્યું
તમે કોનું ખાઓ છો? તો કહ્યું અમે પોતાની તકદીર નું ખાઈએ છીએ. તે હોય છે હદની તકદીર.
હમણાં તમે પોતાની બેહદની તકદીર બનાવો છો. તમે એવી તકદીર બનાવો છો જે ૨૧ જન્મ પછી
પોતાનું જ રાજ્ય ભાગ્ય ભોગવો છો. આ છે બેહદ નાં સુખ નો વારસો, હમણાં આપ બાળકો ભેદ
સારી રીતે જાણો છો, ભારત કેટલું સુખી હતું. હમણાં શું હાલ છે? જેમણે કલ્પ પહેલાં
રાજ્ય-ભાગ્ય લીધું હશે તે જ હમણાં લેશે. એવું પણ નથી કે જે ડ્રામા માં હશે તે મળશે,
પછી તો ભૂખે મરી જશે. આ ડ્રામા નાં રહસ્ય પૂરાં સમજવાના છે. શાસ્ત્રો માં કોઈએ કેટલી
આયુ, કોઈએ કેટલી લખી દીધી છે. અનેકાનેક મત-મતાંતર છે. કોઈ પછી કહે છે અમે તો સદા
સુખી છીએ જ. અરે, તમે ક્યારેય બીમાર નથી થતાં? તે તો કહે છે રોગ વગેરે તો શરીર ને
થાય છે, આત્મા નિર્લેપ છે. અરે માર વગેરે લાગે છે તો દુઃખ આત્મા ને થાય છે ને? આ
ખૂબ સમજવાની વાતો છે. આ સ્કૂલ છે, એક જ શિક્ષક ભણાવે છે. નોલેજ એક જ છે.
મુખ્ય-ઉદ્દેશ એક જ છે, નર થી નારાયણ બનવાનો. જે નપાસ થશે તે ચંદ્રવંશી માં ચાલ્યા
જશે. જ્યારે દેવતાઓ હતાં તો ક્ષત્રિય નથી, જ્યારે ક્ષત્રિય હતાં તો વૈશ્ય નથી,
જ્યારે વૈશ્ય હતાં તો શુદ્ર નથી. આ બધી સમજવાની વાતો છે. માતાઓ માટે પણ અતિ સહજ છે.
એક જ પરીક્ષા છે. એવું પણ ન સમજો કે મોડે થી આવવા વાળા કેવી રીતે ભણશે? પરંતુ હમણાં
તો નવાં આગળ જઈ રહ્યા છે. પ્રેક્ટિકલ માં છે. બાકી માયા રાવણ નું કોઈ રુપ નથી,
કહેવાશે આમના માં કામ નું ભૂત છે, બાકી રાવણ નું કોઈ પૂતળું અથવા શરીર તો નથી.
અચ્છા, બધી વાતો નું
સેક્રીન (સાર) છે મનમનાભવ. કહે છે મને યાદ કરો તો આ યોગ અગ્નિ થી વિકર્મ વિનાશ થશે.
બાપ ગાઈડ (માર્ગદર્શક) બનીને આવે છે. બાબા કહે છે-બાળકો, હું તો સન્મુખ આપ બાળકો ને
ભણાવી રહ્યો છું. કલ્પ-કલ્પ પોતાની ફરજ-અદાઈ પાલન કરું છું. પારલૌકિક બાપ કહે છે
હું પોતાની ફરજ બજાવવા આવ્યો છું-આપ બાળકો ની મદદ થી. મદદ આપશો ત્યારે તો તમે પણ પદ
મેળવશો. હું કેટલો મોટો બાપ છું? કેટલો મોટો યજ્ઞ રચ્યો છે. બ્રહ્મા ની મુખ વંશાવલી
તમે બધા બ્રાહ્મણ-બ્રાહ્મણીઓ ભાઈ-બહેન છો. જ્યારે ભાઈ-બહેન બન્યા તો સ્ત્રી-પુરુષ
ની દૃષ્ટિ બદલાય જાય. બાપ કહે છે આ બ્રાહ્મણ કુળ ને કલંકિત નહીં કરતા, પવિત્ર
રહેવાની યુક્તિઓ છે. મનુષ્ય કહે છે આ કેવી રીતે થશે? આવું બની ન શકે, સાથે રહીએ અને
આગ ન લાગે? બાબા કહે છે વચ્ચે જ્ઞાન-તલવાર હોવાથી ક્યારેય આગ ન લાગી શકે, પરંતુ
જ્યારે બંને મનમનાભવ રહે, શિવબાબા ને યાદ કરતા રહે, પોતાને બ્રાહ્મણ સમજે. મનુષ્ય
તો આ વાતો ને ન સમજવાને કારણે હંગામા મચાવે છે, આ ગાળો પણ ખાવી પડે છે. કૃષ્ણને થોડી
કોઈ ગાળો આપી શકે? કૃષ્ણ આમ આવી જાય તો વિલાયત વગેરે થી એકદમ એરોપ્લેન માં ભાગીને
આવે, ભીડ થઈ જાય. ભારત માં ખબર નહીં શું થઈ જાય?
અચ્છા, આજે ભોગ છે -
આ છે પિયર ઘર અને તે છે સાસરું. સંગમ પર મુલાકાત થાય છે. કોઈ-કોઈ આને જાદુ સમજે છે.
બાબાએ સમજાવ્યું છે કે આ સાક્ષાત્કાર શું છે? ભક્તિમાર્ગ માં કેવી રીતે સાક્ષાત્કાર
થાય છે? આમાં સંશયબુદ્ધિ નથી થવાનું. આ રીત-રિવાજ છે. શિવબાબા નો ભંડારો છે તો એમને
યાદ કરી ભોગ લગાવવો જોઈએ. યોગ માં રહેવું તો સારું જ છે. બાબા ની યાદ રહેશે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાંં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સ્વયં ને
બ્રહ્મા મુખ વંશાવલી સમજી ને પાક્કા પવિત્ર બ્રાહ્મણ બનવાનું છે. ક્યારેય પોતાનાં આ
બ્રાહ્મણ કુળ ને કલંકિત નથી કરવાનું.
2. બાપ સમાન નિરાકારી,
નિરહંકારી બની પોતાની ફરજ-અદાઈ પૂરી કરવાની છે. રુહાની સેવા પર તત્પર રહેવાનું છે.
વરદાન :-
સ્નેહ ની શક્તિ
થી માયાની શક્તિ ને સમાપ્ત કરવા વાળા સંપૂર્ણ જ્ઞાની ભવ
સ્નેહ માં સમાવું જ
સંપૂર્ણ જ્ઞાન છે. સ્નેહ બ્રાહ્મણ જન્મ નું વરદાન છે. સંગમયુગ પર સ્નેહ નાં સાગર
સ્નેહ નાં હીરા-મોતીઓ ની થાળીઓ ભરીને આપી રહ્યા છે, તો સ્નેહ માં સંપન્ન બનો. સ્નેહ
ની શક્તિ થી પરિસ્થિતિ રુપી પહાડ પરિવર્તન થઈ પાણી સમાન હલકો બની જશે. માયા નું કેવું
પણ વિકરાળ રુપ તથા રોયલ રુપ સામનો કરે તો સેકન્ડ માં સ્નેહ નાં સાગર માં સમાઈ જાઓ.
તો સ્નેહની શક્તિ થી માયા ની શક્તિ સમાપ્ત થઈ જશે.
સ્લોગન :-
તન-મન-ધન,
મન-વાણી અને કર્મ થી બાપ નાં કર્તવ્ય માં સદા સહયોગી જ યોગી છે.