12-01-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  15.11.2003    બાપદાદા મધુબન


“ મન ને એકાગ્ર કરી , એકાગ્રતા ની શક્તિ દ્વારા ફરિશ્તા સ્થિતિ નો અનુભવ કરો”
 


આજે સર્વ ખજાનાઓ નાં માલિક પોતાનાં ચારેય તરફ નાં સંપન્ન બાળકો ને જોઈ રહ્યા છે. દરેક બાળક ને સર્વ ખજાનાઓનાં માલિક બનાવ્યા છે. એવા ખજાના મળ્યા છે જે બીજા કોઈ આપી ન શકે. તો દરેક પોતાને ખજાનાઓ થી સંપન્ન અનુભવ કરો છો? સૌથી શ્રેષ્ઠ ખજાનો છે જ્ઞાન નો ખજાનો, શક્તિઓ નો ખજાનો, ગુણો નો ખજાનો, સાથે-સાથે બાપ અને સર્વ બ્રાહ્મણ આત્માઓ દ્વારા દુવાઓ નો ખજાનો. તો ચેક કરો - આ સર્વ ખજાનાઓ પ્રાપ્ત છે? સર્વ ખજાનાઓ થી જે સંપન્ન આત્મા છે એમની નિશાની સદા નયનો થી, ચહેરા થી, ચલન થી, ખુશી બીજાઓને પણ અનુભવ થશે. જે પણ આત્મા સંપર્ક માં પણ આવશે તે અનુભવ કરશે કે આ આત્મા અલૌકિક ખુશી થી, અલૌકિક ન્યારી દેખાય છે. તમારી ખુશી જોઈ બીજા આત્માઓ પણ થોડા સમય માટે ખુશી અનુભવ કરશે. જેમ આપ બ્રાહ્મણ આત્માઓ નો સફેદ ડ્રેસ બધાને કેટલો ન્યારો અને પ્યારો લાગે છે! સ્વચ્છતા, સાદગી અને પવિત્રતા અનુભવ થાય છે. દૂર થી જ જાણી જાય છે કે આ બ્રહ્માકુમાર-કુમારી છે. એમ જ આપ બ્રાહ્મણ આત્માઓનાં ચલન અને ચહેરા થી સદા ખુશી ની ઝલક, ખુશનસીબ ની ફલક દેખાઈ આવે. આજે સર્વ આત્માઓ મહાન દુઃખી છે, એવા આત્માઓ તમારા ખુશનુમા: ચહેરા જોઈ, ચલન જોઈ એક ઘડી ની પણ ખુશી ની અનુભૂતિ કરે, જેમ તરસ્યા આત્મા ને જો એક બુંદ (ટીપું) પાણી નું મળી જાય છે તો કેટલાં ખુશ થઈ જાય છે? એમ ખુશી ની અંચલી, આત્માઓ માટે બહુ જ આવશ્યક છે. એમ સર્વ ખજાનાઓ થી સદા સંપન્ન હોય. દરેક બ્રાહ્મણ આત્મા સ્વયં ને સર્વ ખજાનાઓ થી સદા ભરપૂર અનુભવ કરો છો કે ક્યારેક-ક્યારેક? ખજાનાઓ અવિનાશી છે, આપવા વાળા દાતા પણ અવિનાશી છે તો રહેવું પણ અવિનાશી જોઈએ કારણકે તમારા જેવી અલૌકિક ખુશી આખા કલ્પ માં આપ બ્રાહ્મણો સિવાય કોઈને પણ પ્રાપ્ત નથી થતી. આ હમણાં ની અલૌકિક ખુશી અડધોકલ્પ પ્રારબ્ધ નાં રુપ માં ચાલે છે, તો બધા ખુશ છે? આમાં તો બધાએ હાથ ઉઠાવ્યો, અચ્છા-સદા ખુશ છો? ક્યારેય ખુશી જતી તો નથી? ક્યારેક-ક્યારેક તો જાય છે! ખુશ રહો છો પરંતુ સદા એકરસ, એમાં અંતર આવી જાય છે. ખુશ રહો છો પરંતુ પર્સન્ટેજ (ટકાવારી) માં અંતર આવી જાય છે.

બાપદાદા ઓટોમેટીક ટી.વી. દ્વારા બધા બાળકો નાં ચહેરા જોતા રહે છે. તો શું દેખાય છે? એક દિવસ તમે પણ તમારી ખુશી નાં ચાર્ટ ને ચેક કરો - અમૃતવેલા થી લઈને રાત સુધી શું એક જેવી પર્સન્ટેજ ખુશી ની રહે છે? કે બદલાય છે? ચેક કરતા તો આવડે છે ને? આજકાલ જુઓ, સાયન્સે પણ ચેકિંગ ની મશીનરી બહુજ તેજ (ફાસ્ટ) કરી દીધી છે. તો તમે પણ ચેક કરો અને અવિનાશી બનાવો. બધા બાળકો નો બાપદાદાએ પણ વર્તમાન પુરુષાર્થ ચેક કર્યો. પુરુષાર્થ બધા કરી રહ્યા છે-કોઈ યથાશક્તિ, કોઈ શક્તિશાળી. તો આજે બાપદાદાએ બધા બાળકો નાં મન ની સ્થિતિ ને ચેક કરી કારણકે મૂળ છે જ મનમનાભવ. સેવા માં પણ જુઓ તો મન્સા સેવા શ્રેષ્ઠ સેવા છે. કહો પણ છો મનજીત જગતજીત, તો મન ની ગતિ ને ચેક કરી. તો શું જોયું? મન નાં માલિક બની મન ને ચલાવો છો પરંતુ ક્યારેક-ક્યારેક મન તમને પણ ચલાવે છે. મન પરવશ પણ કરી દે છે. બાપદાદાએ જોયું મન થી લગન લગાવે છે પરંતુ મન ની સ્થિતિ એકાગ્ર નથી હોતી.

વર્તમાન સમયે મન ની એકાગ્રતા, એકરસ સ્થિતિ નો અનુભવ કરાવશે. હમણાં રીઝલ્ટ માં જોયું કે મન ને એકાગ્ર કરવા ઈચ્છો છો પરંતુ વચ્ચે-વચ્ચે ભટકી જાય છે. એકાગ્રતા ની શક્તિ અવ્યક્ત ફરિશ્તા સ્થિતિ નો સહજ અનુભવ કરાવશે . મન ભટકે છે, ભલે વ્યર્થ વાતો માં, ભલે વ્યર્થ સંકલ્પો માં કે વ્યર્થ વ્યવહાર માં. જેમ કોઈ-કોઈ ને શરીર થી પણ એકાગ્ર થઈને બેસવાની આદત નથી હોતી, કોઈને હોય છે. તો મન જ્યાં ઈચ્છો, જેવી રીતે ઈચ્છો, જેટલો સમય ઈચ્છો એટલું અને એવું એકાગ્ર થવું આને કહેવાય છે મન વશ માં છે. એકાગ્રતા ની શક્તિ, માલિકપણા ની શક્તિ સહજ નિર્વિઘ્ન બનાવી દે છે. યુદ્ધ નથી કરવું પડતું. એકાગ્રતા ની શક્તિ થી સ્વતઃ જ-એક બાપ બીજું ન કોઈ - આ અનુભૂતિ થાય છે. સ્વત: થશે, મહેનત નહીં કરવી પડે. એકાગ્રતા ની શક્તિ થી સ્વત: જ એકરસ ફરિશ્તા સ્વરુપ ની અનુભૂતિ થાય છે. બ્રહ્મા બાપ સાથે પ્રેમ છે ને? તો બ્રહ્મા બાપ સમાન બનવું અર્થાત્ ફરિશ્તા બનવું. એકાગ્રતા ની શક્તિ થી સ્વત: જ સર્વ પ્રતિ સ્નેહ, કલ્યાણ સન્માન ની વૃત્તિ રહે જ છે કારણકે એકાગ્રતા અર્થાત્ સ્વમાન ની સ્થિતિ. ફરિશ્તા સ્થિતિ સ્વમાન છે. જેમ બ્રહ્મા બાપ ને જોયા, વર્ણન પણ કરો છો જેમ સંપન્નતા નો સમય સમીપ આવતો રહ્યો તો શું જોયું? ચાલતાં-ફરતાં ફરિશ્તા રુપ, દેહભાન રહિત. દેહ ની ફીલિંગ આવતી હતી ? સામે જાતા રહ્યા તો દેહ દેખાતો હતો કે ફરિશ્તા રુપ નો અનુભવ થતો હતો? કર્મ કરતા પણ, વાતચીત કરતા પણ, ડાયરેક્શન આપતા પણ, ઉમંગ-ઉત્સાહ વધારતા પણ દેહ થી ન્યારા, સૂક્ષ્મ પ્રકાશ રુપ ની અનુભૂતિ કરી. કહો છો ને કે બ્રહ્મા બાબા વાત કરતા-કરતા એવા લાગતા હતાં જાણે વાત કરી પણ રહ્યા છે પરંતુ અહીં નથી, જોઈ રહ્યા છે પરંતુ દૃષ્ટિ અલૌકિક છે, આ સ્થૂળ દૃષ્ટિ નથી. દેહ-ભાન થી ન્યારા, બીજાઓ ને પણ દેહ નું ભાન ન આવે, ન્યારુ રુપ દેખાય, આને કહેવાય છે દેહ માં રહેતાં ફરિશ્તા સ્વરુપ. દરેક વાત માં, વૃત્તિ માં, દૃષ્ટિ માં, કર્મ માં ન્યારાપણું અનુભવ થાય. આ બોલી રહ્યા છે પરંતુ ન્યારા-ન્યારા, પ્યારા-પ્યારા લાગે છે. આત્મિક પ્યારા. એવી ફરિશ્તાપણા ની અનુભૂતિ સ્વયં પણ કરે અને બીજાઓને પણ કરાવે કારણકે ફરિશ્તા બન્યા વગર દેવતા ન બની શકાય. ફરિશ્તા સો દેવતા છે. તો નંબરવન બ્રહ્મા નાં આત્માએ પ્રત્યક્ષ સાકાર રુપ માં પણ ફરિશ્તા જીવન નો અનુભવ કરાવ્યો અને ફરિશ્તા સ્વરુપ બની ગયાં. એ જ ફરિશ્તા સ્વરુપ ની સાથે તમારે બધાએ પણ ફરિશ્તા બની પરમધામ માં જવાનું છે. તો એનાં માટે મન ની એકાગ્રતા પર અટેન્શન આપો. ઓર્ડર થી મન ને ચલાવો. કરવાનું છે તો મન દ્વારા કર્મ થાય, નથી કરવાનું અને મન કહે કરો, આ માલિકપણું નથી. હવે ઘણાં બાળકો કહે છે ઈચ્છતા નથી પરંતુ બની ગયું. વિચારતા નથી પરંતુ બની ગયું, કરવું ન જોઈએ પરંતુ થઈ જાય છે-આ છે મન ની વશીભૂત અવસ્થા. તો એવી અવસ્થા ગમતી તો નથી ને? ફોલો બ્રહ્મા બાપ. બ્રહ્મા બાપ ને જોયા?? સામે ઊભા હોવા છતાં પણ શું અનુભવ થતો હતો? ફરિશ્તા ઊભા છે, ફરિશ્તા દૃષ્ટિ આપી રહ્યા છે. તો મન ની એકાગ્રતા ની શક્તિ સહજ ફરિશ્તા બનાવી દેશે . બ્રહ્મા બાપ પણ બાળકોને આ જ કહે છે-સમાન બનો. શિવ બાપ કહે છે નિરાકારી બનો, બ્રહ્મા બાપ કહે છે ફરિશ્તા બનો. તો શું સમજ્યાં? રીઝલ્ટ માં શું જોયું? મન ની એકાગ્રતા ઓછી છે. વચ્ચે-વચ્ચે ચક્કર ખૂબ લગાવે છે મન, ભટકે છે. જ્યાં જવું ન જોઈએ ત્યાં જાય છે તો એને શું કહેવાશે? ભટકવાનું કહેવાશે ને? તો એકાગ્રતા ની શક્તિ ને વધારો. માલિકપણા નાં સ્ટેજ ની સીટ પર સેટ રહો. જ્યારે સેટ હોવ છો તો અપસેટ નથી થતા, સેટ નથી તો અપસેટ થાય છે. તો ભિન્ન-ભિન્ન શ્રેષ્ઠ સ્થિતિઓ ની સીટ પર સેટ રહો, આને કહેવાય છે એકાગ્રતા ની શક્તિ. ઠીક છે? બ્રહ્મા બાપ સાથે પ્રેમ છે ને? કેટલો પ્રેમ છે? કેટલો છે? બહુ જ પ્રેમ છે! તો પ્રેમ નો રિસ્પોન્ડ બાપ ને શું આપ્યો છે? બાપ નો પણ પ્રેમ છે ત્યારે તો તમારો પણ પ્રેમ છે ને? તો રિટર્ન શું આપ્યું? સમાન બનવું-આ જ રિટર્ન છે. અચ્છા.

ડબલ વિદેશી પણ આવ્યા છે. સારું છે, ડબલ વિદેશીઓ થી પણ મધુબન નો શૃંગાર થઈ જાય છે. ઈન્ટરનેશનલ થઈ જાય છે ને? જુઓ, મધુબન માં વર્ગીકરણ ની સેવા થાય છે, એનાથી અવાજ ચારેય તરફ ફેલાય છે. તમે જોશો જ્યાર થી આ વર્ગીકરણ ની સેવા શરુ કરી છે તો આઈ.પી. ક્વોલિટી માં અવાજ વધારે ફેલાયો છે. વી.વી.આઈ.પી. ની તો વાત છોડો, એમને ફુરસદ ક્યાં છે? અને મોટા-મોટા પ્રોગ્રામ કર્યા છે એનાથી પણ અવાજ તો ફેલાય છે. હવે દિલ્લી અને કલકત્તા કરી રહ્યા છે ને? સારો પ્લાન બનાવી રહ્યા છે. મહેનત પણ સારી કરી રહ્યા છે. બાપદાદા ની પાસે સમાચાર પહોંચતા રહે છે. દિલ્લી નો અવાજ ફોરેન સુધી પહોંચવો જોઈએ. મીડિયા વાળા શું કરે છે? ફક્ત ભારત સુધી ફોરેન થી અવાજ આવે કે દિલ્લી માં આ પ્રોગ્રામ થયો, કલકત્તા માં પણ પ્રોગ્રામ થયો. આ ત્યાં નો અવાજ ઈન્ડિયા માં આવે. ઈન્ડિયા નાં કુંભકરણ તો વિદેશ દ્વારા જાગવાના છે ને? તો વિદેશ ની ખબર નું મહત્વ હોય છે. પ્રોગ્રામ ભારત માં થાય અને સમાચાર વિદેશ નાં સમાચાર-પત્ર દ્વારા પહોંચે ત્યારે ફેલાશે. ભારત નો અવાજ વિદેશ માં પહોંચે અને વિદેશ નો અવાજ ભારત માં પહોંચે, આનો પ્રભાવ પડે છે. સારું છે. પ્રોગ્રામ તો બનાવી રહ્યા છે, સારા બનાવી રહ્યા છે. બાપદાદા દિલ્લી વાળા ને પણ મહોબ્બત ની મહેનત ની મુબારક આપે છે. કલકત્તા વાળાને પણ ઇન-એડવાન્સ મુબારક છે કારણ કે સહયોગ, સ્નેહ અને હિંમત જ્યારે ત્રણેય વાતો મળી જાય છે તો અવાજ બુલંદ થાય છે. અવાજ ફેલાશે, કેમ નહીં ફેલાશે? હવે મીડિયા વાળા આ કમાલ કરજો, બધાએ ટીવી માં જોયું, આ ટી.વી. માં આવ્યા, ફક્ત આ નથી. તે તો ભારત માં આવી રહ્યું છે. હવે વધારે વિદેશ સુધી પહોંચો. હવે જોશે આ વર્ષે અવાજ ફેલાવવાની કેટલી હિંમત વધારે જોર-શોર થી મનાવો છો! બાપદાદા ને સમાચાર મળ્યા કે ડબલ ફોરેનર્સ ને બહુ જ ઉમંગ છે. છે ને? સારું છે. એક-બીજા ને જોઈ વધારે ઉમંગ આવે છે, જે ઓટે તે બ્રહ્મા સમાન. સારું છે. તો દાદી ને પણ સંકલ્પ આવે છે, બીઝી કરવાની યુક્તિ સારી આવડે છે. સારું છે, નિમિત્ત છે ને?

અચ્છા-બધા ઉડતી કળા વાળા છો? ઉડતી કળા ફાસ્ટ કળા છે. ચાલતી કળા, ચઢતી કળા આ ફાસ્ટ કળા નથી. ઉડતી કળા ફાસ્ટ પણ છે અને ફર્સ્ટ લાવવા વાળી પણ છે. અચ્છા.

માતાઓ શું કરશે? માતાઓ પોતાનાં હમજીન્સ ને જગાડો. ઓછા માં ઓછી માતાઓ કોઈ ઠપકો આપવા વાળી ન રહી જાય. માતાઓ ની સંખ્યા વધારે સદા વધારે હોય છે. બાપદાદા ને ખુશી થાય છે અને આ ગ્રુપ માં બધા ની સંખ્યા સારી આવી છે. કુમારો ની સંખ્યા પણ સારી આવી છે. જુઓ, કુમાર પોતાનાં હમજીન્સ ને જગાડો. સારું છે. કુમાર આ કમાલ દેખાડે કે સ્વપ્ન-માત્ર પવિત્રતા માં પરિપક્વ છે. બાપદાદા વિશ્વ માં ચેલેન્જ કરીને બતાવે કે બ્રહ્માકુમાર યુથ કુમાર, ડબલ કુમાર છે ને? બ્રહ્માકુમાર પણ છો અને શરીર માં પણ કુમાર છો. તો પવિત્રતા ની પરિભાષા પ્રેક્ટિકલ માં હોય. તો ઓર્ડર કરે? તમને ચેક કરે પવિત્રતા માટે? કરે ઓર્ડર? એમાં હાથ નથી ઉઠાવી રહ્યાં. મશીનો હોય છે ચેક કરવાનાં. સ્વપ્ન સુધી પણ અપવિત્રતા હિંમત નહીં રાખે. કુમારીઓએ પણ એવું બનવાનું છે, કુમારી અર્થાત્ પૂજ્ય પવિત્ર કુમારી. કુમાર અને કુમારીઓ આ બાપદાદા ને પ્રોમિસ કરે કે અમે બધા એટલા પવિત્ર છીએ જે સ્વપ્ન માં પણ સંકલ્પ ન આવી શકે, ત્યારે કુમાર અને કુમારીઓ ની પવિત્રતા સેરેમની મનાવીશું. હજી થોડી-થોડી છે, બાપદાદા ને ખબર છે. અપવિત્રતા ની અવિદ્યા હોય કારણકે નવો જન્મ લીધો ને? અપવિત્રતા તમારા પહેલાં નાં જન્મ ની વાત છે. મરજીવા જન્મ, જન્મ જ બ્રહ્મા મુખ દ્વારા પવિત્ર જન્મ છે. તો પવિત્ર જન્મ ની મર્યાદા ખૂબ આવશ્યક છે. કુમાર-કુમારીઓ એ આ ઝંડો લહેરાવવો જોઈએ. પવિત્ર છીએ, પવિત્ર સંસ્કાર વિશ્વ માં ફેલાવીશું, આ નારો લાગે. સાંભળ્યું, કુમારીઓ એ? જુઓ, કુમારીઓ કેટલી છે? હવે જોશે કુમારીઓ આ અવાજ ફેલાવે છે કે કુમાર? બ્રહ્મા બાપ ને ફોલો કરો. અપવિત્રતા નું નામ-નિશાન નથી, બ્રાહ્મણ-જીવન એટલે આ છે. માતાઓમાં પણ મોહ છે તો અપવિત્રતા છે. માતાઓ પણ બ્રાહ્મણ છે ને? તો ન માતાઓ માં, ન કુમારીઓ માં, ન કુમારો માં, ન અધરકુમાર-કુમારીઓ માં, બ્રાહ્મણ એટલે જ છે પવિત્ર આત્મા. અપવિત્રતા નું જો કોઈ કાર્ય થાય પણ છે તો આ મોટું પાપ છે. આ પાપ ની સજા બહુ જ કઠોર છે. એવું નહીં સમજતા કે આ તો ચાલે જ છે. થોડુંક તો ચાલશે જ, ના. આ ફર્સ્ટ સબ્જેક્ટ (પહેલો વિષય) છે. નવીનતા જ પવિત્રતા ની છે. બ્રહ્મા બાપે જો ગાળો ખાધી તો પવિત્રતા ને કારણે. થઈ ગયું, એવી રીતે છૂટશો નહીં. અલબેલા ન બનો એમાં. કોઈ પણ બ્રાહ્મણ ભલે સરેન્ડર છે, ભલે સેવાધારી છે, કે પ્રવૃત્તિ વાળા છે, આ વાત માં ધર્મરાજ પણ નહીં છોડશે, બ્રહ્મા બાપ પણ ધર્મરાજ ને સાથ આપશે એટલે કુમાર-કુમારીઓ ક્યાંય પણ હોય, મધુબન માં હોય, સેન્ટર પર હોય પરંતુ એનો માર, સંકલ્પ-માત્ર નો માર પણ બહુ જ મોટો માર છે. ગીત ગાઓ છો ને - પવિત્ર મન રખો, પવિત્ર તન રખો… ગીત છે ને તમારું? તો મન પવિત્ર છે તો જીવન પવિત્ર છે એમાં હલકા નહીં થતા, થોડું કરી લીધું શું છે? થોડું નથી, ખૂબ છે. બાપદાદા ઓફિશિયલ (કાયદેસર) ઈશારો આપી રહ્યા છે, એમાં બચી નહીં શકો. એનો હિસાબ-કિતાબ સારી રીતે લેશે, કોઈ પણ હોય એટલે સાવધાન, અટેન્શન. સાંભળ્યું, બધાએ ધ્યાન થી? બંને કાન ખોલીને સાંભળજો. વૃત્તિ માં પણ ટચિંગ ન થાય. દૃષ્ટિ માં પણ ટચિંગ ન હોય. સંકલ્પ માં પણ ન હોય, તો વૃત્તિ-દૃષ્ટિ શું છે? કારણકે સમય સંપન્નતા નો સમીપ આવી રહ્યો છે, બિલકુલ પવિત્ર બનવાનો. એમાં આ વસ્તુ તો પૂરી જ સફેદ કાગજ પર કાળો ડાઘ છે. સારું-બધા જ્યાં-જ્યાં થી પણ આવ્યા છે, બધી તરફ થી આવેલા બાળકો ને મુબારક છે.

અચ્છા - મન ને ઓર્ડર થી ચલાવો. સેકન્ડ માં જ્યાં ઈચ્છો ત્યાં મન લાગી જાય, સ્થિત જાય. આ એક્સરસાઇઝ કરો. (ડ્રિલ) અચ્છા - ઘણી જગ્યાએ બાળકો સાંભળી રહ્યા છે. યાદ પણ કરી રહ્યા છે, સાંભળી પણ રહ્યા છે. આ સાંભળીને ખુશ પણ થઈ રહ્યા છે કે સાયન્સ નાં સાધન હકીકત માં સુખદાયી આ બાળકો માટે છે.

ચારેય તરફ નાં સર્વ ખજાનાઓ થી સદા સંપન્ન બાળકો ને, સદા ખુશનસીબ, ખુશનુમા: ચહેરા અને ચલન થી ખુશી ની અંચલી આપવા વાળા વિશ્વ કલ્યાણકારી બાળકો ને, સદા મન નાં માલિક બની એકાગ્રતા ની શક્તિ દ્વારા મન ને કંટ્રોલ કરવા વાળા મનજીત, જગતજીત બાળકો ને, સદા બ્રાહ્મણ-જીવન ની વિશેષતા પવિત્રતા ની પર્સનાલિટી માં રહેવાવાળા પવિત્ર બ્રાહ્મણ આત્માઓ ને સદા ડબલ લાઈટ બની ફરિશ્તા જીવન માં બ્રહ્મા બાપ ને ફોલો કરવાવાળા, એવાં બ્રહ્મા બાપ સમાન બાળકો ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે. ચારેય તરફ સાંભળવા વાળા, યાદ કરવાવાળા સર્વ બાળકો ને પણ ખૂબ-ખૂબ દિલ ની દુવાઓ સહિત યાદ-પ્યાર, સર્વ ને નમસ્તે.

વરદાન :-
સાકાર બાપ ને ફોલો કરી નંબર વન લેવાવાળા સંપૂર્ણ ફરિશ્તા ભવ

નંબર વન આવવાનું સહજ સાધન છે - જે નંબર વન બ્રહ્મા બાપ છે, એ જ વન ને જુઓ. અનેક ને જોવાના બદલે એક ને જુઓ અને એક ને ફોલો કરો. હમ સો ફરિશ્તા નો મંત્ર પાક્કો કરી લો તો અંતર મટી જશે પછી સાયન્સ નું યંત્ર પોતાનું કામ શરુ કરશે અને તમે સંપૂર્ણ ફરિશ્તા દેવતા બની, નવી દુનિયામાં અવતરિત થશો. તો સંપૂર્ણ ફરિશ્તા બનવું અર્થાત્ સાકાર બાપ ને ફોલો કરવાં.

સ્લોગન :-
માન નાં ત્યાગ માં સર્વ નાં માનનીય બનવાનું ભાગ્ય સમાયેલું છે.

પોતાની શક્તિશાળી મન્સા દ્વારા સકાશ આપવાની સેવા કરો .

જેવી રીતે બાપદાદા ને રહેમ આવે છે, એવી રીતે આપ બાળકો પણ માસ્ટર રહેમદિલ બની મન્સા પોતાની વૃત્તિ થી વાયુમંડળ દ્વારા આત્માઓ ને બાપ દ્વારા મળેલી શક્તિઓ આપો. જ્યારે થોડા સમય માં આખા વિશ્વ ની સેવા સંપન્ન કરવાની છે, તત્વ સહિત બધાને પાવન બનાવવાના છે તો તીવ્ર ગતિ થી સેવા કરો.