12-02-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમે
ખૂબ મોટા ઝવેરી છો , તમારે અવિનાશી જ્ઞાન - રત્નો રુપી ઝવેરાત આપીને બધાને સાહૂકાર
બનાવવાના છે”
પ્રશ્ન :-
પોતાનાં જીવન ને હીરા જેવું બનાવવા માટે કઈ એક વાત ની ખૂબ-ખૂબ સંભાળ જોઈએ?
ઉત્તર :-
સંગ ની. બાળકોએ સંગ તેમનો કરવો જોઈએ જે સરસ વરસે છે. જે વરસતા નથી, એમનો સંગ રાખવાથી
ફાયદો જ શું? સંગ નો દોષ ખૂબ લાગે છે, કોઈ કોઈ નાં સંગ થી હીરા જેવા બની જાય છે,
કોઈ પછી કોઈ નાં સંગ થી ઠીકરા બની જાય છે. જે જ્ઞાનવાન હશે તે આપસમાન જરુર બનાવશે.
સંગ થી પોતાની સંભાળ રાખશે.
ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં
રુહાની બાળકોને આખી સૃષ્ટિ, આખો ડ્રામા સારી રીતે બુદ્ધિ માં યાદ છે. તફાવત પણ
બુદ્ધિ માં છે. આ બધું બુદ્ધિ માં પાક્કું રહેવું જોઈએ કે સતયુગ માં બધા
શ્રેષ્ઠાચારી, નિર્વિકારી, પાવન, સોલવેન્ટ (સંપન્ન) હતાં. હમણાં તો દુનિયા
ભ્રષ્ટાચારી, વિકારી, પતિત ઇનસોલવેન્ટ (દેવાદાર) છે. હમણાં આપ બાળકો સંગમયુગ પર છો.
તમે પેલે પાર જઈ રહ્યા છો. જેમ નદી અને સાગર નું જ્યાં મિલન થાય છે, તેને સંગમ કહે
છે. એક તરફ મીઠું પાણી, એક તરફ ખારું પાણી હોય છે. હવે આ પણ છે સંગમ. તમે જાણો છો
બરોબર સતયુગ માં લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું પછી આવી રીતે ચક્ર ફર્યું. હમણાં છે
સંગમ. કળિયુગ નાં અંત માં બધા દુઃખી છે, આને જંગલ કહેવાય છે. સતયુગ ને બગીચો કહેવાય
છે. હમણાં તમે કાંટા થી ફૂલ બની રહ્યા છો. આ સ્મૃતિ આપ બાળકો ને હોવી જોઈએ. આપણે
બેહદ નાં બાપ પાસે થી વારસો લઈ રહ્યા છીએ. આ બુદ્ધિ માં યાદ રાખવાનું છે. ૮૪ જન્મો
ની કહાણી તો બિલકુલ સામાન્ય છે. સમજો છો-હવે ૮૪ જન્મ પૂરાં થયાં. તમારી બુદ્ધિ માં
ઉમંગ છે કે આપણે હવે સતયુગી બગીચા માં જઈ રહ્યા છીએ. હવે આપણો જન્મ આ મૃત્યુલોક માં
નહીં થશે. આપણો જન્મ થશે અમરલોક માં. શિવબાબા ને અમરનાથ પણ કહે છે. એ આપણને અમરકથા
સંભળાવી રહ્યા છે, ત્યાં આપણે શરીર માં હોવા છતાં પણ અમર રહીશું. પોતાની ખુશી થી
સમય પર શરીર છોડીશું, તેને મૃત્યુલોક નથી કહેવાતો. તમે કોઈને પણ સમજાવશો તો
સમજશે-બરાબર આમનાં માં તો પૂરું જ્ઞાન છે. સૃષ્ટિ નો આદિ અને અંત તો છે ને? નાનું
બાળક પણ જુવાન અને વૃદ્ધ થાય છે પછી અંત આવી જાય છે, ફરી બાળક બને છે. સૃષ્ટિ પણ નવી
બને પછી ક્વાર્ટર (પા) જૂની, અડધી જૂની પછી આખી જૂની થાય છે. પાછી નવી થશે. આ બધી
વાતો બીજા કોઈ એક-બીજા ને સંભળાવી ન શકે. આવી ચર્ચા કોઈ કરી નથી શકતું. આપ બ્રાહ્મણો
સિવાય બીજા કોઈને રુહાની નોલેજ મળી ન શકે. બ્રાહ્મણ વર્ણ માં આવે ત્યારે સાંભળે.
ફક્ત બ્રાહ્મણ જ જાણે. બ્રાહ્મણો માં પણ નંબરવાર છે. કોઈ યથાર્થ રીતે સંભળાવી શકે
છે, કોઈ નથી સાંભળાવી શકતું તો તેમને કાંઈ મળતું જ નથી. ઝવેરીઓ માં પણ જોશો કોઈની
પાસે તો કરોડો નો માલ રહે છે, કોઈની પાસે તો ૧૦ હજાર નો પણ માલ નહીં હશે. તમારામાં
પણ એવું છે. જેવી રીતે જુઓ, આ જનક છે, આ સરસ ઝવેરી છે. એમની પાસે વેલ્યુએબલ (મુલ્યવાન)
ઝવેરાત છે. કોઈને આપીને સારા સાહૂકાર બનાવી શકે છે. કોઈ નાનાં ઝવેરી છે, વધારે આપી
નથી શકતાં તો તેમનું પદ પણ ઓછું થઈ જાય છે. તમે બધા ઝવેરી છો, આ અવિનાશી જ્ઞાન રત્નો
નાં ઝવેરાત છે. જેમની પાસે સારા રત્ન હશે તે સાહૂકાર બનશે, બીજાઓને પણ બનાવશે. એવું
તો નથી, બધા સારા ઝવેરી હશે. સારા-સારા ઝવેરી મોટા-મોટા સેન્ટર્સ પર મોકલી દે છે.
મોટા વ્યક્તિઓ ને સારા ઝવેરાત આપવામાં આવે છે. મોટી-મોટી દુકાનો પર એક્સપર્ટ (પ્રવીણ)
હોય છે. બાબાને પણ કહેવાય છે - સૌદાગર-રત્નાગર. રત્નો નો સોદો કરે છે પછી જાદુગર પણ
છે કારણકે એમની પાસે જ દિવ્ય દૃષ્ટિ ની ચાવી છે. કોઈ નૌધા ભક્તિ કરે છે તો તેમને
સાક્ષાત્કાર થઈ જાય છે. અહીં એ વાત નથી. અહીં તો અનાયાસ ઘરે બેઠાં પણ અનેક ને
સાક્ષાત્કાર થાય છે. દિવસે-દિવસે સહજ થતું જશે. ઘણાઓ ને બ્રહ્મા નો અને શ્રીકૃષ્ણ
નો પણ સાક્ષાત્કાર થાય છે. તેમને કહે છે બ્રહ્મા ની પાસે જાઓ. જઈને તેમની પાસે
પ્રિન્સ (રાજકુમાર) બનવાનું ભણતર ભણો. આ પવિત્ર પ્રિન્સ-પ્રિન્સેસ ચાલ્યા આવે છે
ને? પ્રિન્સ ને પવિત્ર પણ કહી શકાય છે. પવિત્રતા થી જન્મ થાય છે ને? પતિત ને
ભ્રષ્ટાચારી કહેવાશે. પતિત થી પાવન બનવાનું છે, આ બુદ્ધિ માં રહેવું જોઈએ. જે કોઈને
સમજાવી પણ શકો. મનુષ્ય સમજે છે, આ તો બહુ જ સેન્સિબલ (સમજદાર) છે. બોલો-અમારી પાસે
કોઈ શાસ્ત્રો વગેરે ની નોલેજ નથી. આ છે રુહાની નોલેજ, જે રુહાની બાપ સમજાવે છે. આ
છે ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ, શંકર. આ પણ રચના છે. રચયિતા એક બાપ છે, તે હોય છે
હદ નાં ક્રિયેટર (રચયિતા), આ છે બેહદ નાં બાપ, બેહદ નાં ક્રિયેટર. બાપ ભણાવે છે,
મહેનત કરવાની હોય છે. બાપ ગુલ-ગુલ (ફૂલ) બનાવે છે. તમે છો ઈશ્વરીય કુળ નાં, તમને
બાપ પવિત્ર બનાવે છે. પછી જો અપવિત્ર બને છે તો કુળ કલંકિત બને છે. બાપ તો જાણે છે
ને? પછી ધર્મરાજ દ્વારા ખૂબ સજા અપાવશે. બાપ ની સાથે ધર્મરાજ પણ છે. ધર્મરાજ ની
ડ્યુટી (ફરજ) પણ હવે પૂરી થાય છે. સતયુગ માં તો હશે જ નહીં. પછી શરુ થાય છે દ્વાપર
થી. બાપ કર્મ, અકર્મ, વિકર્મ ની ગતિ સમજાવે છે. કહે છે ને-આમણે પહેલાં નાં જન્મ માં
એવા કર્મ કર્યા છે, જેની આ ભોગના છે. સતયુગ માં આવું નહીં કહેવાશે. ખરાબ કર્મો નું
ત્યાં નામ જ નથી હોતું. અહીં તો ખોટા-સારા બંને છે. સુખ-દુઃખ બંને છે. પરંતુ સુખ
ખૂબ થોડું છે. ત્યાં પછી દુઃખ નું નામ નથી. સતયુગ માં દુઃખ ક્યાંથી આવ્યું? તમે બાપ
પાસે થી નવી દુનિયા નો વારસો લો છો. બાપ છે જ દુઃખહર્તા સુખકર્તા. દુ:ખ ક્યાર થી શરુ
થાય છે, આ પણ તમે જાણો છો. શાસ્ત્રો માં તો કલ્પ ની આયુ જ લાંબી-પહોળી લખી દીધી છે.
હવે તમે જાણો છો અડધાકલ્પ માટે આપણાં દુઃખ હરી જશે (દૂર કરી દેશે) અને આપણે સુખ
મેળવીશું. આ સૃષ્ટિ નું ચક્ર કેવી રીતે ફરે છે, આનાં પર સમજાવવું ખૂબ સહજ છે. આ બધી
વાતો તમારા સિવાય બીજા કોઈની બુદ્ધિ માં હોઈ ન શકે. લાખો વર્ષ કહી દેવાથી બધી વાતો
બુદ્ધિ થી નીકળી જાય છે.
હવે તમે જાણો છો-આ
ચક્ર ૫ હજાર વર્ષ નું છે. કાલ ની જ વાત છે જ્યારે આ સૂર્યવંશી- ચંદ્રવંશીઓ નું
રાજ્ય હતું. કહે પણ છે બ્રાહ્મણો નો દિવસ, એવું નહીં શિવબાબા નો દિવસ કહેવાશે.
બ્રાહ્મણો નો દિવસ પછી બ્રાહ્મણો ની રાત. બ્રાહ્મણ પછી ભક્તિમાર્ગ માં પણ ચાલ્યા આવે
છે. હમણાં છે સંગમ. નથી દિવસ, નથી રાત. તમે જાણો છો આપણે બ્રાહ્મણ પછી દેવતા બનીશું
પછી ત્રેતા માં ક્ષત્રિય બનીશું. આ તો બુદ્ધિ માં પાક્કું યાદ કરી લો. આ વાતો ને
બીજા કોઈ નથી જાણતાં. તે તો કહેશે શાસ્ત્રો માં આટલી આયુ લખી છે, તમે પછી આ હિસાબ
ક્યાંથી લાવ્યા છો? આ અનાદિ ડ્રામા પૂર્વ-નિર્ધારિત છે, આ કોઈ નથી જાણતું. આપ
બાળકોની બુદ્ધિ માં છે, અડધોકલ્પ છે સતયુગ-ત્રેતા પછી અડધા થી ભક્તિ શરુ થાય છે. તે
થઈ જાય છે ત્રેતા અને દ્વાપર નો સંગમ. દ્વાપર માં પણ આ શાસ્ત્ર વગેરે ધીરે-ધીરે બને
છે. ભક્તિ માર્ગ ની સામગ્રી ખૂબ લાંબી-પહોળી છે. જેમ ઝાડ કેટલું લાંબુ-પહોળું છે.
આનું બીજ છે બાબા. આ ઉલ્ટું ઝાડ છે. પહેલાં-પહેલાં આદિ સનાતન દેવી-દેવતા ધર્મ છે. આ
વાતો જે બાપ સંભળાવે છે, આ છે બિલકુલ નવી. આ દેવી-દેવતા ધર્મ નાં સ્થાપક ને કોઈ નથી
જાણતાં. શ્રીકૃષ્ણ તો બાળક છે. જ્ઞાન સંભળાવવા વાળા છે બાપ. તો બાપ ને ઉડાવી બાળક
નું નામ નાખી દીધું છે. શ્રીકૃષ્ણ નાં જ ચરિત્ર વગેરે દેખાડ્યા છે. બાપ કહે છે લીલા
કોઈ શ્રીકૃષ્ણ ની નથી. ગાય પણ છે - હે પ્રભુ, તારી લીલા અપરમ-અપાર છે. લીલા એક ની જ
હોય છે. શિવબાબા ની મહિમા ખૂબ ન્યારી છે. એ તો છે સદા પાવન રહેવા વાળા, પરંતુ એ
પાવન શરીર માં તો આવી ન શકે. એમને બોલાવે જ છે-પતિત દુનિયા ને આવીને પાવન બનાવો. તો
બાપ કહે છે મારે પણ પતિત દુનિયામાં આવવું પડે છે. આમનાં અનેક જન્મો નાં અંત માં
આવીને પ્રવેશ કરું છું. તો બાપ કહે છે મુખ્ય વાત અલ્ફ ને યાદ કરો, બાકી આ બધી છે
રેજગારી (પરચૂરણ વાતો). તે બધા તો ધારણ કરી ન શકે. જે ધારણ કરી શકે છે, તેમને જ
સમજાવું છું. બાકી તો કહી દઉં છું મનમનાભવ. નંબરવાર બુદ્ધિ તો હોય છે ને? વાદળ કોઈ
તો ખૂબ વરસે છે, કોઈ થોડા વરસી ને ચાલ્યા જાય છે. તમે પણ વાદળ છો ને? કોઈ તો બિલકુલ
વરસતા જ નથી. જ્ઞાન ને ખેંચવાની તાકાત નથી. મમ્મા-બાબા સારા વાદળ છે ને? બાળકોએ સંગ
એમનો કરવો જોઈએ જે સારા વરસે છે. જે વરસતા જ નથી એમનો સંગ રાખવા થી શું થશે? સંગ નો
દોષ પણ બહુ જ લાગે છે. કોઈ તો કોઈ નાં સંગ થી હીરા જેવા બની જાય છે, કોઈ પછી કોઈ
નાં સંગ થી ઠીકરા બની જાય છે. પીઠ પકડવી જોઈએ સારા ની. જે જ્ઞાનવાન હશે તે આપ સમાન
ફૂલ બનાવશે. સત્ બાપ દ્વારા જે જ્ઞાનવાન અને યોગી બન્યા છે તેમનો સંગ કરવો જોઈએ. એવું
નથી સમજવાનું કે અમે ફલાણા ની પૂંછડી પકડીને પાર થઈ જઈશું. એવું ઘણાં કહે છે. પરંતુ
અહીં તો તે વાત નથી. સ્ટુડન્ટ કોઈની પૂંછડી પકડવાથી પાસ થઈ જશે શું? ભણવું પડે ને?
બાપ પણ આવીને નોલેજ આપે છે. આ સમયે એ જાણે છે મારે જ્ઞાન આપવાનું છે. ભક્તિમાર્ગ
માં એમની બુદ્ધિ માં આ વાતો નથી રહેતી કે મારે જઈને જ્ઞાન આપવાનું છે. આ બધું ડ્રામા
માં નોંધ છે. બાબા કાંઈ કરતા નથી. ડ્રામા માં દિવ્ય દૃષ્ટિ મળવાનો પાર્ટ છે તો
સાક્ષાત્કાર થઈ જાય છે. બાપ કહે છે એવું નથી કે હું બેસીને સાક્ષાત્કાર કરાવું છું.
આ ડ્રામા માં નોંધ છે. જો કોઈ દેવી નો સાક્ષાત્કાર કરવા ઈચ્છે છે તો દેવી તો નહીં
કરાવશે ને? કહે છે-હે ભગવાન, અમને સાક્ષાત્કાર કરાવો. બાપ કહે છે ડ્રામા માં નોંધ
હશે તો થઈ જશે. હું પણ ડ્રામા માં બંધાયેલો છું.
બાબા કહે છે હું આ
સૃષ્ટિ માં આવેલો છું. આમનાં મુખ દ્વારા હું બોલી રહ્યો છું, આમની આંખો થી તમને જોઈ
રહ્યો છું. જો આ શરીર ન હોય તો જોઈ કેવી રીતે શકું? પતિત દુનિયા માં જ મારે આવવું
પડે છે. સ્વર્ગ માં તો મને બોલાવતા જ નથી. મને બોલાવે જ સંગમ પર છે. જ્યારે સંગમયુગ
પર આવીને શરીર લઉં છું ત્યારે જ જોઉં છું. નિરાકાર રુપ માં તો કાંઈ જોઈ નથી શકતો.
ઓર્ગન્સ (અવયવો) વગર આત્મા કાંઈ પણ કરી ન શકે. બાબા કહે છે હું જોઈ કેવી રીતે શકું,
ચુરપુર (હલચલ) કેવી રીતે કરી શકું, શરીર વગર? આ તો અંધશ્રદ્ધા છે, જે કહે છે ઈશ્વર
બધું જ જુએ છે, બધું જ એ કરે છે. જોશે પછી કેવી રીતે? જ્યારે ઓર્ગન્સ મળે ત્યારે
જુએ ને? બાપ કહે છે - સારું કે ખોટું કામ ડ્રામાનુસાર દરેક કરે છે. નોંધ છે. હું
થોડી આટલાં કરોડો મનુષ્યો નો બેસીને હિસાબ રાખીશ, મને શરીર મળે છે ત્યારે બધું જ કરું
છું. કરનકરાવનહાર પણ ત્યારે કહે છે. નહીં તો કહી ન શકાય. હું જ્યારે આમનાં માં આવું
ત્યારે આવીને પાવન બનાવું. ઊપર આત્મા શું કરશે? શરીર દ્વારા જ પાર્ટ ભજવશે ને? હું
પણ અહીં આવીને પાર્ટ ભજવું છું. સતયુગ માં મારો પાર્ટ નથી. પાર્ટ વગર કોઈ કાંઈ કરી
ન શકે. શરીર વગર આત્મા કાંઈ કરી નથી શકતો. આત્મા ને બોલાવાય છે, તે પણ શરીર માં
આવીને બોલશે ને? ઓર્ગન્સ વગર કાંઈ કરી ન શકે. આ છે વિસ્તાર ની સમજણ. મુખ્ય વાત તો
કહેવાય છે બાપ અને વારસા ને યાદ કરો. બેહદ નાં બાપ આટલાં મોટા છે, એમની પાસે થી
વારસો ક્યારે મળતો હશે-આ કોઈ જાણતું નથી. કહે છે આવીને દુઃખ હરો, સુખ આપો, પરંતુ
ક્યારે? આ કોઈને ખબર નથી. આપ બાળકો હવે નવી વાતો સાંભળી રહ્યા છો. તમે જાણો છો આપણે
અમર બની રહ્યા છીએ, અમરલોક માં જઈ રહ્યા છીએ. તમે અમરલોક માં કેટલી વાર ગયા છો?
અનેક વાર. આનો ક્યારેય અંત નથી થતો. ઘણાં કહે છે શું મોક્ષ નથી મળી શકતો? બોલો-ના,
આ અનાદિ અવિનાશી ડ્રામા છે, આ ક્યારેય વિનાશ નથી થઈ શકતો. આ તો અનાદિ ચક્ર ફરતું જ
રહે છે. આપ બાળકો આ સમયે સાચાં સાહેબ ને જાણો છો. તમે સંન્યાસી છો ને? એ ફકીર નથી.
સંન્યાસીઓ ને પણ ફકીર કહેવાય છે. તમે રાજઋષિ છો, ઋષિ ને સંન્યાસી કહેવાય છે. હવે ફરી
તમે ધનવાન બનો છો. ભારત કેટલું અમીર હતું, હમણાં કેવું ફકીર બની ગયું છે! બેહદ નાં
બાપ આવીને બેહદ નો વારસો આપે છે. ગીત પણ છે - બાબા, તમે જે આપો છો તે કોઈ આપી ન શકે.
તમે અમને વિશ્વ નાં માલિક બનાવો છો, જેને કોઈ લૂંટી ન શકે. આવાં-આવાં ગીત બનાવવા
વાળા અર્થ નથી વિચારતાં. તમે જાણો છો ત્યાં પાર્ટીશન (વિભાજન) વગેરે કાંઈ નહીં હશે.
અહીં તો કેટલાં પાર્ટીશન છે. ત્યાં આકાશ-ધરતી બધું તમારું રહે છે. તો એટલી ખુશી
બાળકોને રહેવી જોઈએ ને? હંમેશા સમજો, શિવબાબા સંભળાવે છે કારણકે એ ક્યારેય હોલી ડે
નથી લેતા, ક્યારેય બીમાર નથી પડતાં. યાદ શિવબાબા ની જ રહેવી જોઈએ. એમને કહેવાય છે
નિરહંકારી. હું આ કરું છું, હું આ કરું છું, આ અહંકાર ન આવવો જોઈએ. સર્વિસ કરવી તો
ફરજ છે, આમાં અંહકાર ન આવવો જોઈએ. અહંકાર આવ્યો અને પડ્યાં. સર્વિસ કરતા રહો, આ છે
રુહાની સેવા. બાકી બધી છે શારીરિક (શરીર ની સેવા). અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ જે
ભણાવે છે, તેનું રિટર્ન (વળતર) ગુલ-ગુલ (ફૂલ) બનીને દેખાડવાનું છે. મહેનત કરવાની
છે. ક્યારેય પણ ઈશ્વરીય કુળ નું નામ બદનામ નથી કરવાનું, જે જ્ઞાનવાન અને યોગી છે,
તેમનો જ સંગ કરવાનો છે.
2. હું-પણા નો ત્યાગ
કરી નિરહંકારી બની રુહાની સેવા કરવાની છે, આને પોતાની ફરજ સમજવાની છે. અહંકાર માં
નથી આવવાનું.
વરદાન :-
વ્યર્થ ને પણ
શુભ ભાવ અને શ્રેષ્ઠ ભાવના દ્વારા પરિવર્તન કરવા વાળા સાચાં મરજીવા ભવ
બાપદાદા ની શ્રીમત છે
બાળકો વ્યર્થ વાતો ન સાંભળો, ન સંભળાવો અને ન વિચારો. સદા શુભ ભાવના થી વિચારો, શુભ
બોલ બોલો. વ્યર્થ ને પણ શુભ ભાવ થી સાંભળો. શુભચિંતક બની બોલ નાં ભાવ ને પરિવર્તન
કરી દો. સદા ભાવ અને ભાવના શ્રેષ્ઠ રાખો, સ્વયં ને પરિવર્તન કરો નહીં કે અન્ય નાં
પરિવર્તન નું વિચારો. સ્વયં નું પરિવર્તન જ અન્ય નું પરિવર્તન છે, એમાં પહેલાં હું
- આ મરજીવા બનવામાં જ મજા છે, આને જ મહાબલિ કહેવાય છે. એમાં ખુશી થી મરો-આ મરવું જ
જીવવું છે આ જ સાચ્ચું જીયદાન (જીવનદાન) છે.
સ્લોગન :-
સંકલ્પો ની
એકાગ્રતા શ્રેષ્ઠ પરિવર્તન માં ફાસ્ટ ગતિ લઈ આવે છે.
અવ્યક્ત ઈશારા -
એકાંતપ્રિય બનો એકતા અને એકાગ્રતા ને અપનાવો
સંગઠન ની શક્તિ જે
ઈચ્છે તે કરી શકે છે. સંગઠન ની નિશાની નાં યાદગાર છે પાંચ પાંડવ. એકતા ની શક્તિ, હા
જી, હા જી, વિચાર આપ્યો, પછી એકતા નાં બંધન માં બંધાઈ ગયા. આ જ એકતા સફળતા નું સાધન
છે.