12-03-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બાપ હમણાં તમારી પાલના કરી રહ્યાં છે , ભણાવી રહ્યાં છે , ઘરે બેઠાં સલાહ આપી રહ્યાં છે , તો કદમ - કદમ પર સલાહ લેતાં રહો ત્યારે ઊંચ પદ મળશે”

પ્રશ્ન :-
સજાઓ થી છૂટવા માટે કયો પુરુષાર્થ બહુજ સમય નો જોઈએ?

ઉત્તર :-
નષ્ટોમોહા બનવાનો. કોઈ માં પણ મમત્વ ન હોય. પોતાનાં દિલ ને પૂછવાનું છે - અમારો કોઈના માં મોહ તો નથી? કોઈ પણ જુનો સંબંધ અંત માં યાદ ન આવે. યોગબળ થી બધા હિસાબ-કિતાબ ચૂક્તું કરવાનાં છે ત્યારે જ સજા વગર ઊંચ પદ મળશે.

ઓમ શાંતિ!
હમણાં તમે કોની સન્મુખ બેઠાં છો? બાપદાદા ની. બાપ પણ કહેવું પડે તો દાદા પણ કહેવું પડે. બાપ પણ આ દાદા દ્વારા તમારી સન્મુખ બેઠાં છે. બહાર તમે રહો છો તો ત્યાં બાપ ને યાદ કરવા પડે છે. ચિઠ્ઠી લખવી પડે છે. અહીં તમે સન્મુખ છો. વાતચીત કરો છો-કોની સાથે? બાપદાદા ની સાથે. આ છે ઊંચા માં ઊંચી ઓથોરિટી (સત્તા). બ્રહ્મા છે સાકાર અને શિવ છે નિરાકાર. હવે તમે જાણો છો ઊંચા માં ઊંચી ઓથોરિટી, બાપ ને કેવી રીતે મળવાનું હોય છે! બેહદ નાં બાપ જેમને પતિત-પાવન કહીને બોલાવે છે, હમણાં પ્રેક્ટિકલ માં તમે એમની સન્મુખ બેઠાં છો. બાપ બાળકો ની પાલના કરી રહ્યાં છે, ભણાવી રહ્યાં છે. ઘરે બેઠાં પણ બાળકો ને સલાહ મળે છે કે ઘર માં આમ-આમ ચાલો. હવે બાપ ની શ્રીમત પર ચાલશો તો શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ બનશો. બાળકો જાણે છે આપણે ઊંચા માં ઊંચા બાપ ની મત થી ઊંચા માં ઊંચું પદ મેળવીએ છીએ. મનુષ્ય સૃષ્ટિ માં ઊંચા માં ઊંચું આ લક્ષ્મી-નારાયણ નું પદ છે. આ પાસ્ટ માં (પહેલાં) થઈને ગયા છે. મનુષ્ય જઈને આ ઊંચા (શ્રેષ્ઠ) ને નમસ્તે કરે છે. મુખ્ય વાત છે જ પવિત્રતા ની. મનુષ્ય તો મનુષ્ય જ છે. પરંતુ ક્યાં તે વિશ્વ નાં માલિક, ક્યાં હમણાં નાં મનુષ્ય? આ તમારી બુદ્ધિ માં જ છે-ભારત બરોબર ૫ હજાર વર્ષ પહેલાં આવું હતું, આપણે જ વિશ્વ નાં માલિક હતાં. બીજા કોઈની બુદ્ધિ માં આ નથી. આમને પણ ખબર થોડી હતી? બિલકુલ ઘોર અંધકાર માં હતાં. હમણાં બાપે આવીને બતાવ્યું છે બ્રહ્મા સો વિષ્ણુ, વિષ્ણુ સો બ્રહ્મા કેવી રીતે બને છે? આ બહુ જ ગુહ્ય રમણીક વાતો છે જે બીજા કોઈ સમજી ન શકે. બાપ સિવાય આ નોલેજ કોઈ ભણાવી ન શકે. નિરાકાર બાપ આવીને ભણાવે છે. શ્રીકૃષ્ણ ભગવાનુવાચ નથી. બાપ કહે છે હું તમને ભણાવીને સુખી બનાવું છું. પછી હું પોતાનાં નિર્વાણધામ માં ચાલ્યો જાઉં છું. હમણાં આપ બાળકો સતોપ્રધાન બની રહ્યાં છો, આમાં ખર્ચો કાંઈ પણ નથી. ફક્ત સ્વયં ને આત્મા સમજી બાપ ને યાદ કરવાનાં છે. કોડી ખર્ચા વગર ૨૧ જન્મો માટે તમે વિશ્વ નાં માલિક બનો છો. પાઈ-પૈસા મોકલી દે છે, તે પણ પોતાનું ભવિષ્ય બનાવવાં. કલ્પ પહેલાં જેમણે જેટલું ખજાના માં નાખ્યું છે, એટલું જ હમણાં નાખશે. ન વધારે, ન ઓછું નાખી શકે. આ બુદ્ધિ માં જ્ઞાન છે એટલે ફિકર ની કોઈ વાત નથી રહેતી. કોઈ ફિકર વગર આપણે પોતાની ગુપ્ત રાજધાની સ્થાપન કરી રહ્યાં છીએ. આ બુદ્ધિ માં સિમરણ કરવાનું છે. આપ બાળકોએ ખૂબ ખુશી માં રહેવું જોઈએ અને પછી નષ્ટોમોહા પણ બનવાનું છે. અહીં નષ્ટોમોહા બનવાથી પછી તમે ત્યાં મોહજીત રાજા-રાણી બનશો. તમે જાણો છો આ જૂની દુનિયા તો હવે ખતમ થવાની છે, હવે પાછા જવાનું છે પછી આમાં મમત્વ કેમ રાખીએ? કોઈ બીમાર પડે છે, ડોક્ટર કહી દે છે, કેસ હોપલેસ (નિરાશાજનક) છે તો પછી તેમનાં માંથી મમત્વ નીકળી જાય છે. સમજે છે આત્મા એક શરીર છોડી જઈ બીજું લે છે. આત્મા તો અવિનાશી છે ને? આત્મા ચાલ્યો ગયો, શરીર ખતમ થઈ ગયું પછી તેને યાદ કરવાથી ફાયદો શું? હવે બાપ કહે છે તમે નષ્ટોમોહા બનો. પોતાનાં દિલ ને પૂછવાનું છે-મારો કોઈ નાં માં મોહ તો નથી ને? નહીં તો તે અંત માં યાદ જરુર આવશે. નષ્ટોમોહા હશે તો આ પદ મેળવશે. સ્વર્ગ માં તો બધા આવશે - તે કોઈ મોટી વાત નથી. મોટી વાત છે સજા ન ખાઈ ને, ઊંચું પદ મેળવવું. યોગબળ થી હિસાબ-કિતાબ ચૂક્તું કરશે તો પછી સજા નહીં ખાશે. જૂનાં સંબંધી પણ યાદ ન આવે. હમણાં તો આપણો બ્રાહ્મણો સાથે સંબંધ છે પછી આપણો દેવતાઓ સાથે સંબંધ હશે. હમણાં નો સંબંધ સૌથી ઊંચો છે.

હમણાં તમે જ્ઞાનસાગર બાપ નાં બન્યાં છો. બધી નોલેજ બુદ્ધિ માં છે. પહેલાં થોડી આ જાણતા હતાં કે સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે? હમણાં બાપે સમજાવ્યું છે. બાપ પાસે થી વારસો મળે છે ત્યારે તો બાપ ની સાથે લવ છે ને? બાપ દ્વારા સ્વર્ગ ની બાદશાહી મળે છે. એમનો આ રથ નિશ્ચિત છે. ભારત માં જ ભાગીરથ ગવાયેલું છે. બાપ આવે પણ ભારત માં છે. આપ બાળકો ની બુદ્ધિ માં હવે ૮૪ જન્મો ની સીડી નું જ્ઞાન છે. તમે જાણી ચૂક્યાં છો આ ૮૪ નું ચક્ર આપણે લગાવવાનું જ છે. ૮૪ નાં ચક્ર થી છૂટી નથી શકતાં. તમે જાણો છો કે સીડી ઉતરવામાં ખૂબ સમય લાગે છે, ચઢવામાં ફક્ત આ અંતિમ જન્મ લાગે છે એટલે કહેવાય છે તમે ત્રિલોકીનાથ, ત્રિકાળદર્શી બનો છો. પહેલાં તમને આ ખબર હતી કે આપણે ત્રિલોકીનાથ બનવાનાં છીએ? હમણાં બાપ મળ્યાં છે, શિક્ષા આપી રહ્યાં છે ત્યારે તમે સમજો છો. બાબા ની પાસે કોઈ આવે છે બાબા પૂછે છે - પહેલાં આ ડ્રેસ માં, આ મકાન માં ક્યારેય મળ્યાં છો? કહે છે-હા બાબા, કલ્પ-કલ્પ મળીએ છીએ. તો સમજાય છે બ્રહ્માકુમારીએ ઠીક સમજાવ્યું છે. હમણાં આપ બાળકો સ્વર્ગ નાં ઝાડ સામે જોઈ રહ્યાં છો. નજીક છો ને? મનુષ્ય બાપ માટે કહે છે - નામ-રુપ થી ન્યારા છે, તો પછી બાળકો ક્યાંથી આવશે? તે પણ નામ-રુપ થી ન્યારા થઈ જાય! શબ્દ જે કહે છે બિલકુલ રોંગ (ખોટા). જેમણે કલ્પ પહેલાં સમજ્યું હશે, તેમની જ બુદ્ધિ માં બેસશે. પ્રદર્શન માં જુઓ કેવાં-કેવાં આવે છે. કોઈ તો સાંભળેલી વાતો પર લખી દે છે કે આ બધી કલ્પના છે. પણ સમજાય છે આ આપણા કુળ નાં નથી. અનેક પ્રકારનાં મનુષ્ય છે. તમારી બુદ્ધિ માં આખું ઝાડ, ડ્રામા, ૮૪ નું ચક્ર આવી ગયું છે. હમણાં પુરુષાર્થ કરવાનો છે. તે પણ ડ્રામા અનુસાર જ થાય છે. ડ્રામા માં નોંધ છે. એવું પણ નહીં ડ્રામા માં પુરુષાર્થ કરવાનો હશે તો કરીશું, આમ કહેવું રોંગ (ખોટું) છે. ડ્રામા ને પૂરો નથી સમજ્યો, તેમને પછી નાસ્તિક કહેવાય છે. તે બાપ સાથે પ્રીત રાખી ન શકે. ડ્રામા નાં રહસ્ય ને ઉલ્ટા સમજવા થી નીચે પડી જાય છે, પછી સમજાય છે આમની તકદીર માં નથી. વિઘ્ન તો અનેક પ્રકારનાં આવશે. તેની પરવા નથી કરવાની. બાપ કહે છે જે સારી વાતો તમને સંભળાવું છું તે સાંભળો. બાપ ને યાદ કરવાથી બહુ જ ખુશ રહેશો. બુદ્ધિ માં છે હવે ૮૪ નું ચક્ર પૂરું થાય છે, હવે જવાનું છે પોતાનાં ઘરે. એવી-એવી પોતાની સાથે વાતો કરવાની છે. તમે પતિત તો જઈ નથી શકતાં. પહેલાં જરુર સાજન જોઈએ, પાછળ બારાત (જાન). ગવાયેલું પણ છે ભોળાનાથ ની બારાત. બધાને નંબરવાર જવાનું તો છે, આટલાં આત્માઓ નું ઝુંડ કેવી રીતે નંબરવાર જતું હશે! મનુષ્ય પૃથ્વી પર કેટલી જગ્યા લે છે, કેટલું ફર્નિચર, જાગીર વગેરે જોઈએ. આત્મા તો છે બિંદુ. આત્મા ને શું જોઈએ? કાંઈ પણ નહીં. આત્મા કેટલી નાની જગ્યા લે છે! આ સાકારી ઝાડ અને નિરાકારી ઝાડ માં કેટલો ફરક છે! તે છે બિંદુઓ નું ઝાડ. આ બધી વાતો બાપ બુદ્ધિ માં બેસાડે છે. તમારા સિવાય આ વાતો દુનિયા માં બીજા કોઈ સાંભળી ન શકે. બાપ હમણાં આપણા ઘર અને રાજધાની ની યાદ અપાવે છે. આપ બાળકો રચયિતા ને જાણવા થી સૃષ્ટિ ચક્ર નાં આદિ-મધ્ય-અંત ને જાણો છો. તમે ત્રિકાળદર્શી, આસ્તિક થઈ ગયાં. દુનિયાભર માં કોઈ આસ્તિક નથી. તે છે હદ નું ભણતર, આ છે બેહદ નું ભણતર. તે અનેક શિક્ષકો ભણાવવા વાળા, આ એક શિક્ષક ભણાવવા વાળા. જે પછી વન્ડરફુલ છે. આ બાપ પણ છે, શિક્ષક પણ છે, તો ગુરુ પણ છે. આ શિક્ષક તો આખા વર્લ્ડ (વિશ્વ) નાં છે. પરંતુ બધાને તો ભણવાનું નથી. બાપ ને બધા જાણી જાય તો ખૂબ ભાગે, બાપદાદા ને જોવા માટે. ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડ ફાધર એડમ (આદિ પિતા) માં બાપ આવ્યાં છે, તો એકદમ ભાગી આવે. બાપ ની પ્રત્યક્ષતા ત્યારે થાય છે જ્યારે લડાઈ શરુ થાય છે, પછી કોઈ આવી પણ નથી શકતાં. તમે જાણો છો આ અનેક ધર્મો નો વિનાશ પણ થવાનો છે. પહેલાં-પહેલાં એક ભારત જ હતું બીજા કોઈ ખંડ નહોતાં. હમણાં તમારી બુદ્ધિ માં ભક્તિ માર્ગ ની પણ વાતો છે. બુદ્ધિ થી કોઈ ભૂલી થોડી જાય છે? પરંતુ યાદ રહેતાં પણ આ જ્ઞાન છે, ભક્તિ નો પાર્ટ પૂરો થયો હવે તો આપણે પાછા જવાનું છે. આ દુનિયા માં રહેવાનું નથી. ઘરે જવા માટે તો ખુશી થવી જોઈએ ને? આપ બાળકોને સમજાવ્યું છે તમારી હવે વાનપ્રસ્થ અવસ્થા છે. તમે બે પૈસા આ રાજધાની સ્થાપન કરવામાં લગાવો છો, તે પણ જે કરો છો, હૂબહૂ કલ્પ પહેલાં ની જેમ. તમે પણ હૂબહૂ કલ્પ પહેલા વાળા છો. તમે કહો છો બાબા તમે પણ કલ્પ પહેલા વાળા છો. આપણે કલ્પ-કલ્પ બાબા પાસે થી ભણીએ છીએ. શ્રીમત પર ચાલી શ્રેષ્ઠ બનવાનું છે. આ વાતો બીજા કોઈ ની બુદ્ધિ માં નહીં હશે. તમને આ ખુશી છે કે આપણે આપણી રાજધાની સ્થાપન કરી રહ્યાં છીએ શ્રીમત પર. બાપ ફક્ત કહે છે પવિત્ર બનો. તમે પવિત્ર બનશો તો આખી દુનિયા પવિત્ર બનશે. બધા પાછા ચાલ્યાં જશે. બાકી બીજી વાતો ની આપણે ફિકર જ કેમ કરીએ? કેવી રીતે સજા ખાશે, શું થશે, તેમાં આપણું શું જાય છે? આપણે પોતાની ફિકર કરવાની છે. બીજા ધર્મવાળાઓ ની વાતો માં આપણે કેમ જઈએ? આપણે છીએ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નાં. હકીકત માં આનું નામ ભારત છે પછી હિન્દુસ્તાન નામ રાખી દીધું છે. હિન્દુ કોઈ ધર્મ નથી. આપણે લખીએ છીએ કે અમે દેવતા ધર્મ નાં છીએ તો પણ તે હિન્દુ લખી દે છે કારણકે જાણતા જ નથી કે દેવી-દેવતા ધર્મ ક્યારે હતો? કોઈ પણ સમજતા નથી. હમણાં આટલાં બી.કે. છે, આ તો પરિવાર થઈ ગયો ને? ઘર થઈ ગયું ને! બ્રહ્મા તો છે પ્રજાપિતા, બધાનાં ગ્રેટ-ગ્રેટ ગ્રેન્ડ ફાધર. પહેલાં-પહેલાં આપ બ્રાહ્મણ બનો છો પછી વર્ણો માં આવો છો.

તમારી આ કોલેજ અથવા યુનિવર્સિટી પણ છે, હોસ્પિટલ પણ છે. ગવાય છે જ્ઞાન અંજન સદ્દગુરુ દિયા, અજ્ઞાન અંધેર વિનાશ… યોગબળ થી તમે એવરહેલ્દી, એવરવેલ્દી બનો છો. નેચર-ક્યોર (નિસર્ગોપચાર) કરાવે છે ને? હમણાં તમારો આત્મા ક્યોર (નિરોગી) થવાથી પછી શરીર પણ ક્યોર થઈ જશે. આ છે સ્પ્રિચ્યુઅલ (આધ્યાત્મિક) નેચર-ક્યોર. હેલ્થ-વેલ્થ હેપ્પીનેસ (ખુશી) ૨૧ જન્મો માટે મળે છે. ઉપર નામ લખી દો રુહાની નેચર-ક્યોર. મનુષ્યો ને પવિત્ર બનાવવાની યુક્તિઓ લખવામાં કોઈ વાંધો નથી. આત્મા જ પતિત બન્યો છે ત્યારે તો બોલાવે છે ને? આત્મા પહેલાં સતોપ્રધાન પવિત્ર હતો પછી અપવિત્ર બન્યો છે ફરી પવિત્ર કેવી રીતે બને? ભગવાનુવાચ-મનમનાભવ, મને યાદ કરો તો હું ગેરંટી કરું છું તમે પવિત્ર બની જશો. બાબા કેટલી યુક્તિઓ બતાવે છે - આવાં-આવાં બોર્ડ લગાવો. પરંતુ કોઈએ પણ આવાં બોર્ડ લગાવ્યાં નથી. ચિત્ર મુખ્ય રાખ્યા હોય. અંદર કોઈ પણ આવે તો બોલો તમે આત્મા પરમધામ માં રહેવાવાળા છો. અહીં આ ઓર્ગન્સ મળ્યાં છે પાર્ટ ભજવવા માટે. આ શરીર તો વિનાશી છે ને? બાપ ને યાદ કરો તો વિકર્મ વિનાશ થઈ જશે. હમણાં તમારો આત્મા અપવિત્ર છે ફરી પવિત્ર બનો તો ઘરે ચાલ્યાં જશો. સમજાવવું તો ખૂબ સહજ છે. જે કલ્પ પહેલા વાળા હશે તે જ આવીને ફૂલ બનશે. આમાં ડરવાની કોઈ વાત નથી. તમે તો સારી વાત લખો છો. તે ગુરુ લોકો પણ મંત્ર આપે છે ને? બાપ પણ મનમનાભવ નો મંત્ર આપી પછી રચયિતા અને રચના નાં રહસ્ય સમજાવે છે. ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં ફક્ત બાપ ને યાદ કરો. બીજાઓ ને પણ પરિચય આપો, લાઈટ હાઉસ પણ બનો.

આપ બાળકોએ દેહી-અભિમાની બનવાની ખૂબ ગુપ્ત મહેનત કરવાની છે. જેમ બાપ જાણે છે હું આત્માઓ ને ભણાવી રહ્યો છું, એમ આપ બાળકો પણ આત્મ-અભિમાની બનવાની મહેનત કરો. મુખ થી શિવ-શિવ પણ કહેવાનું નથી. સ્વયં ને આત્મા સમજી બાપ ને યાદ કરવાનાં છે કારણ કે માથા પર પાપો નો બોજો ખૂબ છે. યાદ થી જ તમે પાવન બનશો. કલ્પ પહેલાં જેવો-જેવો જેમણે વારસો લીધો હશે, એ જ પોત-પોતાનાં સમય પર લેશે. અદલા-બદલી કાંઈ થઈ ન શકે. મુખ્ય વાત છે જ દેહી-અભિમાની બની બાપ ને યાદ કરવાની તો પછી માયા ની થપ્પડ નહીં ખાશો. દેહ-અભિમાન માં આવવાથી કાંઈ ને કાંઈ વિકર્મ થશે પછી સો ગુણા પાપ બની જાય છે. સીડી ઉતારવામાં ૮૪ જન્મ લાગ્યાં છે. હમણાં પછી ચઢતી કળા એક જ જન્મ માં થાય છે. બાબા આવ્યાં છે તો લિફ્ટ ની પણ ઇન્વેન્શન (શોધ) નીકળી છે. પહેલાં તો કમર પર હાથ રાખીને સીડી ચઢતાં હતાં. હમણાં સહજ લિફ્ટ નીકળી છે. આ પણ લિફ્ટ છે જે મુક્તિ અને જીવનમુક્તિ માં એક સેકન્ડ માં જાય છે. જીવનબંધ સુધી આવવામાં ૫ હજાર વર્ષ, ૮૪ જન્મ લાગે છે. જીવનમુક્તિ માં જવામાં એક જન્મ લાગે છે. કેટલું સહજ છે. તમારા કરતાં પણ જે પાછળ આવશે તે પણ ઝટ ચઢી જશે. સમજે છે ખોવાયેલી ચીજ બાપ આપવા આવ્યાં છે. એમની મત જરુર ચાલશે. અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. કોઈ ફિકર વગર પોતાની ગુપ્ત રાજધાની શ્રીમત પર સ્થાપન કરવાની છે. વિઘ્નો ની પરવા નથી કરવાની. બુદ્ધિ માં રહે કલ્પ પહેલાં જેમણે મદદ કરી છે તે હમણાં પણ અવશ્ય કરશે, ફિકર ની વાત નથી.

2. સદા ખુશ રહો કે હમણાં આપણી વાનપ્રસ્થ અવસ્થા છે, આપણે પાછા ઘરે જઈ રહ્યાં છીએ. આત્મ-અભિમાની બનવાની ખૂબ ગુપ્ત મહેનત કરવાની છે. કોઈ પણ વિકર્મ નથી કરવાનાં.

વરદાન :-
કોઈ પણ વિકરાળ સમસ્યા ને શીતળ બનાવવા વાળા સંપૂર્ણ નિશ્ચય બુદ્ધિ ભવ

જેમ બાપ માં નિશ્ચય છે તેમ સ્વયં માં અને ડ્રામા માં પણ સંપૂર્ણ નિશ્ચય હોય. સ્વયં માં જો કમજોરી નાં સંકલ્પ ઉત્પન્ન થાય છે તો કમજોરી નાં સંસ્કાર બની જાય છે, એટલે વ્યર્થ સંકલ્પ રુપી કમજોરી નાં જર્મ્સ (જંતુઓ) પોતાની અંદર પ્રવેશ થવા નહીં દેતાં. સાથે-સાથે જે પણ ડ્રામા નું દૃશ્ય જુઓ છો, હલચલ નાં દૃશ્ય માં પણ કલ્યાણ નો અનુભવ થાય, વાતાવરણ હલાવવા વાળું હોય, સમસ્યા વિકરાળ હોય પરંતુ સદા નિશ્ચય બુદ્ધિ વિજયી બનો તો વિકરાળ સમસ્યા પણ શીતળ બની જશે.

સ્લોગન :-
જેમનો બાપ અને સેવા સાથે પ્રેમ છે તેમને પરિવાર નો પ્રેમ સ્વત: મળે છે.

અવ્યક્ત ઈશારા - સત્યતા અને સભ્યતા રુપી કલ્ચર ને અપનાવો

જેમ પરમાત્મા એક છે આ બધા ભિન્ન-ભિન્ન ધર્મ વાળાઓ ની માન્યતા છે. એમ યથાર્થ સત્યજ્ઞાન એક જ બાપ નું છે અથવા એક જ રસ્તો છે, આ અવાજ જ્યારે બુલંદ થાય ત્યારે આત્માઓ નું અનેક તણખાઓ નાં સહારા તરફ ભટકવાનું બંધ થાય. હમણાં આ જ સમજે છે કે આ પણ એક રસ્તો છે. સારો રસ્તો છે. પરંતુ અંતે પણ એક બાપ નો એક જ પરિચય, એક જ રસ્તો છે. આ સત્યતા નાં પરિચય ની તથા સત્ય જ્ઞાન ની શક્તિ ની લહેર ફેલાવો ત્યારે પ્રત્યક્ષતા નાં ઝંડા ની નીચે સર્વ આત્માઓ સહારો લઈ શકશે.