12-04-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 30.11.2009
બાપદાદા મધુબન
“ બાપ તથા સર્વ નાં પ્રિય
બનવા માટે સંતુષ્ટમણી બની દરેક પરિસ્થિતિ નાં પ્રભાવ થી મુક્ત રહો”
આજે ચારેય તરફ નાં
સંતુષ્ટ આત્માઓ ને જોઈ રહ્યાં છે. સંતુષ્ટમણિઓ ચારેય તરફ પોતાનાં મણી ની ચમક ફેલાવી
રહ્યાં છે. સૌથી મોટા માં મોટી સ્થિતિ છે સંતુષ્ટતા ની. સદા સંતુષ્ટ બધાને પ્રિય
લાગે છે, બાપ ને તો પ્રિય છે જ. સદા સંતુષ્ટ તે જ રહી શકે છે જેમને સર્વ પ્રાપ્તિઓ
છે. પ્રાપ્તિઓ નો આધાર સંતુષ્ટતા છે એટલે એવા આત્માઓ સર્વ બ્રાહ્મણ આત્માઓ ને પ્રિય
છે. સર્વ પ્રાપ્તિઓ અર્થાત્ સદા સંતુષ્ટ. સંતુષ્ટ આત્મા નો વાયુમંડળ માં પણ પ્રભાવ
પડે છે અને સર્વ પ્રાપ્તિઓ છે પરમાત્મા ની દેન. પરમાત્મા બાપ દ્વારા સર્વ શક્તિઓ,
સર્વ ગુણ, સર્વ ખજાના પ્રાપ્ત કરેલા આત્મા સદા સંતુષ્ટ રહે છે. સંતુષ્ટ આત્મા ની
સ્થિતિ સદા પ્રગતિશીલ રહે છે. પરિસ્થિતિ સંતુષ્ટ આત્મા નાં ઉપર પ્રભાવ નથી પાડી શકતી
કારણકે જ્યાં સંતુષ્ટતા છે ત્યાં સર્વ શક્તિઓ, સર્વ ગુણ સ્વત: જ આવે છે. એક
સંતુષ્ટતા અનેક ગુણો ને અપનાવી લે છે. તો દરેક પોતાને પૂછે કે હું સદા સંતુષ્ટ આત્મા
રહું છું? સંતુષ્ટ આત્મા સદા સર્વ નાં, બાપ નાં સમીપ અને સમાન સ્થિતિ માં રહે છે.
પરંતુ આ સ્થિતિ માં રહેવા માટે બહુ જ સાક્ષી દૃષ્ટા અવસ્થા જોઈએ, ત્રિકાળદર્શી
અવસ્થા જોઈએ. દરેક કર્મ ત્રિકાળદર્શી અર્થાત્ દરેક વાત નાં ત્રણે કાળો ને પારખી પછી
કર્મ કરવા વાળા. આનાં માટે બે વાતો આવશ્યક છે. તે બે વાતો છે સંબંધ અને સંપત્તિ.
સંબંધ પણ અવિનાશી, સંપત્તિ પણ અવિનાશી. તે પ્રાપ્ત થાય છે અવિનાશી બાપ દ્વારા.
જ્યારે અવિનાશી સંપત્તિ અને સંબંધ પ્રાપ્ત થઈ જાય તો આત્મા સદા સંતુષ્ટ અને બાપ
નાં, સર્વ આત્માઓ નાં અતિ પ્રિય થઈ જાય છે. કોઈ પણ પરિસ્થિતિ માયા નાં રુપ માં આવે
છે તો ગભરાતા નથી. એવું મહેસુસ કરે છે જાણે બેહદ નાં પડદા પર મિક્કી માઉસ નો ખેલ
ચાલી રહ્યો છે. પરેશાન નથી થતા, મિક્કી માઉસ નો ખેલ જોઈ મનોરંજન કરે છે. માયા નાં
ભિન્ન-ભિન્ન રુપ, ભિન્ન-ભિન્ન મિક્કી માઉસ નાં રુપ માં અનુભવ કરે છે. એવી સ્થિતિ નો
અનુભવ બાપ દ્વારા સર્વે પ્રાપ્ત કરવાનો જ છે અને કર્યો પણ છે.
બાપદાદા જુએ છે -
નિર્ભય, એકાગ્ર બુદ્ધિ બની વિજયી આત્માઓ કોઈ પણ પરિસ્થિતિ માં ડગમગ નથી થતાં. જે
બાપ ની દરેક બાળકો માં શુભ આશા છે કે દરેક બાળક સદા વિજયી બની બાપ ને પોતાનાં વિજય
નું સ્વરુપ દેખાડે, તો દરેક પોતાને પૂછે હું કોણ? બાપદાદાએ પહેલાં પણ સંભળાવ્યું છે
કે ક્યારેક-ક્યારેક નાં શબ્દ સમય પ્રમાણે હવે બ્રાહ્મણ ડીક્ષનરી માંથી સમાપ્ત કરી
દો. જ્યારે બાપ પાસે થી સદા નો વારસો લેવાનો છે તો દરેક પ્રાપ્તિ સદા પ્રાપ્ત થાય
કારણકે બાપ નાં દિલ ની આશાઓ ને પૂર્ણ કરવા વાળા આશાઓ નાં દિપક છો. એમનાં સંકલ્પ માં
પણ ક્યારેક-ક્યારેક શબ્દ આવી નથી શકતો, કેમ? સદા બાપ ની સાથે અને બાપ નાં સાથી છો.
સાથે રહેવા વાળા પણ અને સાથી બની વિશ્વ પરિવર્તન નું કાર્ય કરવા વાળા.
તો બોલો, આ સદા નું
વરદાન બાપદાદા દ્વારા પ્રાપ્ત કરી લીધું છે ને? આ તો જન્મ લેતા જ બાપદાદા દરેક બાળકો
ને સદા આ જ વરદાન આપે છે, સદા યોગી ભવ, પવિત્ર ભવ. એ વરદાન દ્વારા જે પણ પ્રાપ્તિઓ
થાય છે તે સદા માટે થાય છે. ક્યારેક-ક્યારેક માટે નહીં. તો બધા બાળકો સદા નાં
અધિકારી છે કારણ કે બાપ નો દરેક બાળકો સાથે ભલે લાસ્ટ (છેલ્લું) બાળક છે પરંતુ બાપ
ને દરેક બાળકો સાથે દિલ નો પ્રેમ છે કારણકે જે મોટાં-મોટાં લોકો છે, પોતાને સમજદાર
સમજે છે તે પણ બાપ ને ઓળખી નથી શક્યાં, પરંતુ બાપદાદા નાં લાસ્ટ બાળકે બાપ ને ઓળખી
લીધાં. દિલ થી કહે છે મારા બાબા એટલે બાપ નો દરેક બાળકો સાથે અવિનાશી પ્રેમ છે એટલે
દરેક બાળકો ને બાપ નું વરદાન છે. બાળકો ભલે નંબરવાર છે પરંતુ બાપદાદા રોજ એક જ સમયે,
એક જ વરદાન બધા બાળકો ને સાથે આપે છે. બાપદાદા નાં દરેક બાળક નંબરવાર ભલે છે પરંતુ
મારા બાબા કહ્યું તો દરરોજ વરદાન નાં અધિકારી બની ગયાં. દરેક બાળક ને ભલે ક્યાંય પણ
રહે છે, ભારત માં રહે છે કે પરદેશ માં રહે છે પરંતુ વરદાન બધાને એક જ બાપદાદા નું
મળે છે અને વરદાન ને પ્રાપ્ત કરી ખુશ પણ થાય છે પરંતુ બે પ્રકાર નાં બાળકો છે, એક
બાળક વરદાન ને જોઈને ખુશ જરુર થાય છે પરંતુ આગળ નંબર તે જ લે છે જે ફક્ત વરદાન ને
જોઈને ખુશ નથી થતા, વર્ણન નથી કરતા કે આ મારું વરદાન છે પરંતુ વરદાન ને ફળીભૂત કરે
છે. વરદાન થી લાભ લઈને વરદાન નું ફળ કાઢે (મેળવે) છે. બીજ છે પરંતુ બીજ ને ફળીભૂત ન
કરે, ફળ ન પ્રાપ્ત કરે તો ફક્ત ખુશી થાય છે, વરદાન થી ફળ પ્રાપ્ત કરવા માટે જેમ કોઈ
પણ બીજ હોય છે, એનું ફળ મેળવવા માટે એને પાણી અને પ્રકાશ જોઈએ ત્યારે ફળ નીકળે છે.
તો અહીં પણ દરેક બાળક ને જ્યારે વરદાન નું ફળ મેળવવાનું છે, જેનાથી વિસ્તાર થતો જાય,
પોતાનાં જ મન માં વરદાન નાં ફળ દ્વારા વૃદ્ધિ થતી જાય, તો અહીં પણ બાપ કહે છે કે
વરદાન નું ફળ મેળવવા માટે વારંવાર વરદાન ને સ્મૃતિ માં લાવો. સ્મૃતિ સ્વરુપ ની
સ્થિતિ માં સ્થિત રહો. વારંવાર સિમરણ નહીં પરંતુ સ્મૃતિ, આ છે પાણી આપવું અને
સ્વરુપ માં સ્થિત થવું તે છે પ્રકાશ આપવો. તો આ ફળીભૂત થવાથી સ્વયં માં પણ ખૂબ શક્તિ
ભરાય છે અને બીજાઓ ને પણ એ ફળ દ્વારા શક્તિ નો અનુભવ કરાવી શકો છો.
બાપદાદા હવે શું ઈચ્છે
છે? કારણકે બાપદાદા થોડા સમય થી સમય ની વોર્નિંગ આપી રહ્યાં છે, દરેક બાળક નાં ભણતર
નાં રીઝલ્ટ નો સમય અચાનક આવવાનો છે, એનાં માટે સદા એવરરેડી. સાથે-સાથે બાપદાદા આ પણ
ઈશારો આપી રહ્યાં છે કે હવે સમય છે ઉડતીકળા નાં તીવ્ર પુરુષાર્થ નો. ચાલી રહ્યાં નથી,
ઉડી રહ્યાં છે. સાધારણ રીતે પોતાની દિનચર્યા વ્યતીત કરવી, હવે તે સમય સામાન્ય
પુરષાર્થ નો ગયો એટલે બાપદાદા ઈશારો આપી રહ્યાં છે, દરેક સેકન્ડ, દરેક સંકલ્પ ચેક
કરો. સમજો પોતાનો તીવ્ર પુરુષાર્થ ન કરી એક કલાક સાધારણ પુરુષાર્થ માં રહ્યાં અને
એક કલાક માં જ અચાનક જો ફાઈનલ પેપર નો સમય આવી ગયો તો અંત મતિ સો ગતિ, તે એક કલાક
નો સાધારણ પુરુષાર્થ કેટલો નુકસાન કરાવી દેશે! એટલે બાપદાદા દરેક બાળકો ને, દરેક
સંકલ્પ, દરેક સેકન્ડે સમય નાં મહત્વ ને, સમય પ્રતિ સમય ઈશારો આપી રહ્યાં છે. હલચલ
નાં સમયે અચલ રહેવાનો પુરુષાર્થ તીવ્ર પુરુષાર્થી જ કરી શકે છે. સાધારણ પુરુષાર્થી
એવરરેડી બનવામાં સમય લગાવી દેશે અને બાપદાદાએ કહ્યું છે કે સેકન્ડ માં બિંદુ અર્થાત્
ફુલસ્ટોપ, જો તીવ્ર પુરુષાર્થ નહીં હશે તો શું થાય છે? અનુભવી તો છે. ફુલ સ્ટોપ (બિંદુ)
નાં બદલે પ્રશ્ન ચિન્હ તો નહીં બની જશે? બિંદુ કેટલું સહજ છે અને પ્રશ્ન કેટલો
વાંકો-ચૂકો છે. ફુલસ્ટોપ તો ફુલ સ્ટોપ થઈ જાય. કોમા ની માત્રા પણ ન થાય, આશ્ચર્ય ની
માત્રા પણ ન થાય. શું કરું? આ વિચારવાનો પણ સમય નહીં મળશે. તો કોઈ પણ બાળક આ વિચારી
ન શકે કે આટલો ફાસ્ટ પુરુષાર્થ કરવો જ પેપર માં પાસ થવું છે.
બાપદાદા જુએ છે કે હજી
પણ કારણે-અકારણે કેમ, શું, કેવી રીતે, એવી રીતે… આ કોઈ-કોઈ બાળકો નાં રોજ નાં ચાર્ટ
માં દેખાય છે. ઘણાઓ નાં ચાર્ટ માં બાપદાદાએ જોયું છે કે વેસ્ટ થોટ્સ (વ્યર્થ વિચારો)
ની લહેર સમય લઈ લે છે અને વ્યર્થ ની ગતિ એવી તીવ્ર હોય છે જે સાધારણ સંકલ્પ નો એક
કલાક અને ફાસ્ટ સંકલ્પ ની એક મિનિટ એટલે આજે આ જોઈ રહ્યાં હતાં કે બધાનાં પ્રિય,
બાપદાદા નાં પ્રિય સંતુષ્ટ આત્માઓ કોણ-કોણ છે? સંતુષ્ટ આત્મા નાં સંકલ્પ માં પણ આ
કેમ, શું ની ભાષા સ્વપ્ન માં પણ નહીં આવશે કારણકે એ આત્મા ને વિશેષ ત્રણ વાતો, ત્રણ
બિંદુઓ યાદ રહે છે - આત્મા, પરમાત્મા અને ડ્રામા, ત્રણેય સમય પર કાર્ય માં લગાવી શકે
છે કારણકે એવા સમય પર સર્વ શક્તિઓ નો ખજાનો આવશ્યક છે અને માસ્ટર સર્વશક્તિવાન્ તે
છે જે સમયે જે શક્તિ ને ઓર્ડર કરે તે હાજર થઈ જાય. જોઈએ સહનશક્તિ અને આવી જાય સામનો
કરવાની શક્તિ, તો છે શક્તિ પરંતુ એ સમયે કામ ની નથી. તો સર્વ ખજાના ની ચાવી છે ત્રણ
બિંદુઓ - તમે, બાપ અને ડ્રામા.
તો બાપદાદા નો એક
સંકલ્પ છે, બતાવે (કહે)? કરવું પડશે? જે કરવા માટે તૈયાર છે, તે હાથ ઉઠાવો. કરવું
પડશે. અચ્છા, બધા હાથ ઉઠાવી રહ્યાં છે. મન નો હાથ ઉઠાવી રહ્યાં છે કે શરીર નો હાથ
ઉઠાવી રહ્યાં છે? મન નો હાથ પાક્કો હોય છે. બાપદાદા સમય પ્રમાણે દરેક બાળકો પાસે થી
આ શુભ આશા રાખે છે કે ૧૫ દિવસ પછી ફરી બાપ ને મળવાનું હોય છે, તો આ જે ૧૫ દિવસ
વીત્યાં એમાં આ વિશેષ અભ્યાસ કરો ટ્રાયલ (પ્રયોગ) માટે, રહેવાનું તો સદા છે પરંતુ
૧૫ દિવસ ની ટ્રાયલ કરો અને પોત-પોતાનાં કનેક્શન વાળા સેન્ટર્સ ને પણ કરાવો, ચક્કર
લગાવીને, ફોન કરીને એમને યાદ અપાવો કે હોમવર્ક કરી રહ્યાં છો? હોમવર્ક કર્યુ છે?
હોમવર્ક શું છે? સહેલું છે, દરેક ભિન્ન-ભિન્ન સર્કમસન્ટાન્સ (સંજોગો) વાતો થી ક્રોસ
તો કરે જ છે પરંતુ આ ૧૫ દિવસ દરેકે સંકલ્પ, વાણી અને કર્મ માં ઓછા માં ઓછા ૮૦ %
માર્ક્સ લેવાના છે. તો પણ બાપદાદા ૨૦ % છુટ્ટી આપે છે. છે મંજૂર? મંજૂર છે? આપે? આ
કામ આપે? અચ્છા ૧૫ દિવસ, માયા પણ સાંભળી રહી છે. વાતો તો આવશે, વાતો ને નહીં જોતા,
પાસ થવાનું છે. આ યાદ રાખજો. ૧૫ દિવસ કોઈ મોટી વાત નથી પરંતુ દરેક સાચાં દિલ થી,
સાફ દિલ થી સ્વપ્ન માં પણ સંકલ્પ, વાણી અને કર્મ માં પાસ થઈને દેખાડે. બની શકે છે?
બની શકે છે? ટીચર્સ, બતાવો બની શકે છે? ૧૫ દિવસ તો કાંઈ પણ નથી પરંતુ બાપદાદા
ટ્રાયલ માટે કહી રહ્યાં છે કે સંકલ્પ પણ વેસ્ટ નહીં , યુદ્ધ નહીં વિજયી . ૧૫ દિવસ
નાં ફુલ વિજયી . મુશ્કેલ છે કે સહેલું છે? સહેલું છે, હાથ ઉઠાવો. સહેલું છે? તો
બાપદાદા આ ૧૫ દિવસ નું રીઝલ્ટ જોશે. પછી આગળ વધારશે. ૧૫ દિવસ તો કોઈ પણ કરી શકે છે
ને? કરી શકે છે ને? મધુબન વાળા, મધુબન વાળા હાથ ઉઠાવો. આ આગળ-આગળ મધુબન બેઠું છે.
ખૂબ સારા છે. ફોરેનર્સ તથા ઈન્ડિયા વાળા બધાએ કરવાનું છે. ગામ વાળા કે મોટા શહેર
વાળા બધાએ ૧૫ દિવસ નો રેકોર્ડ રાખવાનો છે. શું, કેમ નો પ્રશ્ન જ ન ઉઠે, શું કરીએ
વાત જ એવી થઈ આવું નહીં કહેતાં. ૮૦ % લેવાનાં જ છે. તો પણ બાપદાદા તમને હલ્કા કરી
રહ્યાં છે, ૨૦% છોડી રહ્યાં છે કારણકે બાપદાદા જુએ છે કે ક્યાંક-ક્યાંક ચાલતાં-ચાલતાં
માયા અલબેલાપણા અને આળસ માં લઈ આવે છે. રોયલ આળસ આ હતું, આ હતું, આ રોયલ
આળસ-અલબેલાપણું આ તીવ્ર પુરુષાર્થ માં કમી રહી જાય છે કારણકે હવે બાપદાદા બધા જે પણ
સ્ટુડન્ટ છે, દરેક સ્ટુડન્ટ ને હમણાં પહેલાં આ ૧૫ દિવસ નું રીહસર્લ કરાવીને થોડો
સમય એવો જ અભ્યાસ કરાવવા ઈચ્છે છે, જે બધા પાસે હાથ ઉઠાવડાવે, એવરરેડી તો બધા હાથ
ઉઠાવી શકે. એટલા માટે બહુ જ સમય નો અભ્યાસ જોઈએ. એટલે હમણાં આ થોડો અભ્યાસ કરાવે
છે. અચ્છા.
પહેલીવાર કેટલાં આવ્યાં
છે તે ઉઠો :-
સારું છે તમને બાપદાદા
ની સામે આવવાનાં દિવસ ની બહુજ-બહુજ મુબારક છે, મુબારક છે. બાપ ની નજર બાળકો પર પડી
અને બાળકો ની નજર બાપ ઉપર પડી. તો ખૂબ-ખૂબ વધાઈઓ છે. અચ્છા. બીજી કેક તો નથી પરંતુ
ખુશી ની કેક ખાઈ લો. સારું છે, હવે મોડા આવ્યાં છો પરંતુ ફાસ્ટ જઈને નંબર આગળ લઈ શકો
છો એટલે બાપદાદા તરફ થી અને સર્વ તમારા સાથી ભાઈ અને બહેનો નાં બધાને મુબારક છે,
મુબારક છે. એવું દૃષ્ટાંત થશે જે લાસ્ટ આવવાવાળા પણ ફાસ્ટ જઈને ફર્સ્ટ લાઈન માં આવી
શકે છે. અચ્છા.
ચારેય તરફ નાં બાપદાદા
ની આશાઓ ને પૂર્ણ કરવા વાળા આશાઓ નાં દિપક કેમ, શું ની ભાષા થી ન્યારા રહેવાવાળા સદા
એકરસ, સદા એક બાબા બીજું ન કોઈ બાપ માં જ વિશેષ જીવન નાં ત્રણ સંબંધ, બાપ, શિક્ષક,
સદ્દગુરુ અનુભવ કરવાવાળા બાપ પાસે થી વારસો, ટીચર પાસે થી ભણતર નો વારસો અને
સદ્દગુરુ પાસે થી વરદાનો નો વારસો પ્રાપ્ત કરવા વાળા પદમગુણા ભાગ્યવાન દરેક બાળકો
ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
દાદીઓ સાથે :-
(આ વખતે ચારેય તરફ
નાં સેવાઓ નાં પ્રોગ્રામ બહુ જ સારા થયા છે) બધાએ બધાને મદદ પણ સારી કરી છે. કોઈને
વિચારવું નથી પડ્યું કેવી રીતે કરીએ, કરવાનું જ છે. એક-બીજા ની મદદ થી બધા
પ્રોગ્રામ સારા થયાં. અવાજ તો ફેલાઈ ગયો. સંદેશ તો મળ્યો હવે આગળ વધો. (યોગ માં
બધાએ બહુ જ સારી અનુભૂતિ કરી) કારણકે ટોપીક જ હતો ને વરદાન લેવાનાં છે. તો યોગ નાં
પ્રયોગ થી અનુભવ કર્યો.
પંજાબ ઝોન નાં
સેવાધારીઓ સાથે :-
પંજાબ ને ડ્રામાનુસાર
આ સંન્યાસીઓ, મહાત્માઓ ની સેવા નો ચાન્સ સારો મળેલો છે અને કરી પણ રહ્યાં છે. પંજાબ
માં સ્થાપના નાં સમય પર જેવી રીતે સેવા આરંભ થઈ તેવી રીતે સહયોગી અને વારિસ ક્વોલિટી
વાળા નિમિત્ત બન્યાં. જેટલાં જ હંગામા વાળા હતાં એટલી જ શેર (સિંહ) ક્વોલિટી પણ
નીકળી. હવે પંજાબે શું કરવાનું છે? આ વિશેષતા તો છે હવે પંજાબ વાળા કોઈ એવો સિંહ
તૈયાર કરે પ્રસિદ્ધ, જે સભા માં માઈક બની પોતાનો અનુભવ સંભળાવે. માઈક મોટું હોય,
નાનું નહીં. જેવી રીતે ગવર્મેન્ટ નાં વી.આઈ.પી. તો અલગ હોય છે પરંતુ મહાત્માઓ માં
પણ વી.આઈ.પી હોય છે, એવા કોઈ મોટા માઈક તૈયાર કરો, જે પોતાનાં અનુભવ થી બીજાઓ ને
ઉમંગ માં લાવે. એવું કોઈ કાઢો (તૈયાર કરો), તૈયારી કરો. થઈ શકે છે કારણકે આજકાલ બધા
સમજે છે કે સાધુ-સંત ની સેવાઓ તો દ્વાપર થી શરુ થઈ પરંતુ આપ સમાન એવાં મોટા ગુરુ
બીજાને, શિષ્યો ને બનાવે, આવાં ઉદાહરણ એમનામાં નથી હોતાં અને બાપદાદાએ પોતાનાં કરતાં
પણ હોંશિયાર બાળકો ને તૈયાર કર્યા છે, જે પબ્લિક માં આવે છે, એટલે પંજાબ કોઈ નવીનતા
કરીને દેખાડો. વી.આઈ.પી. તો બધા તરફ થી આવે છે પરંતુ તમે એવા લાવો જે બધા સાંભળીને
જાગી જાય, સંદેશ મળી જાય. બની શકે છે? જોશે. થોડો સમય તો લાગે છે પરંતુ એવા કોઈ
તૈયાર કરીને દેખાડો. બાકી વૃદ્ધિ તો થઈ રહી છે. અચ્છા.
વરદાન :-
બાપ નાં હાથ
અને સાથ ની સ્મૃતિ થી મુશ્કેલ ને સહજ બનાવવા વાળા બેફિકર અથવા નિશ્ચિંત ભવ
જેમ કોઈ મોટા નાં હાથ
માં હાથ હોય છે તો સ્થિતિ બેફિકર અથવા નિશ્ચિંત રહે છે. એમ દરેક કર્મ માં આ જ સમજવું
જોઈએ કે બાપદાદા મારી સાથે પણ છે અને અમારા આ અલૌકિક જીવન નો હાથ એમનાં હાથ માં છે
અર્થાત્ જીવન એમને હવાલે છે, તો જવાબદારી પણ એમની થઈ જાય છે. બધો બોજ બાપ નાં ઉપર
રાખી પોતાને હલ્કા કરી દો. બોજ ઉતારવો અથવા મુશ્કેલ ને સહજ કરવાનું સાધન જ છે - બાપ
નો હાથ અને સાથ.
સ્લોગન :-
પુરુષાર્થ માં
સચ્ચાઈ હોય તો બાપદાદા ની એક્સ્ટ્રા મદદ નો અનુભવ કરશો.
અવ્યક્ત ઈશારા - મહાન
બનવા માટે મધુરતા અને નમ્રતા નો ગુણ ધારણ કરો
જો તમારી સાથે કોઈ
ટક્કર લે છે તો તમે એમને પોતાનાં સ્નેહ નું પાણી આપો, તમે પોતાનાં મધુરતા અને નમ્રતા
નાં ગુણ ને ન છોડો. નમ્રતા નો ડ્રેસ પહેરીને રહો. આ નમ્રતા જ કવચ છે, જે સેફ્ટી નું
સાધન છે. સંસ્કારો નો રાસ મેળવવાની સૌથી સહજ રીત છે - સ્વયં નમ્રચિત અને મધુરતા
સંપન્ન બની જાઓ, બીજા ને શ્રેષ્ઠ સીટ આપી દો.