12-05-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - હવે વિનાશ નો સમય ખૂબ સમીપ છે એટલે એક બાપ થી સાચ્ચી પ્રીત રાખો , કોઈ દેહધારી થી નહીં”

પ્રશ્ન :-
જે બાળકોની સાચ્ચી પ્રીત એક બાપ થી હશે તેમની નિશાનીઓ કઈ હશે?

ઉત્તર :-
૧. તેમનો બુદ્ધિયોગ કોઈ પણ દેહધારી ની તરફ જઇ ન શકતો. તે પરસ્પર એકબીજા નાં આશિક-માશૂક નહીં બનશે. ૨. જેમની સાચ્ચી પ્રીત છે તે સદા વિજયી બને છે. વિજયી બનવું અર્થાત્ સતયુગ નાં મહારાજા-મહારાણી બનવું. ૩. પ્રીત બુદ્ધિ સદા બાપની સાથે સાચ્ચા રહે છે. કંઈ પણ છુપાવી ન શકે. ૪. રોજ અમૃતવેલાએ ઉઠી પ્રેમ થી બાપ ને યાદ કરશે. ૫. દધિચી ઋષિ ની જેમ સર્વિસ માં હડ્ડીઓ આપશે. ૬. તેમની બુદ્ધિ દુનિયાવી વાતો માં ભટકી ન શકે.

ગીત :-
ન વહ હમસે જુદા હોંગે…

ઓમ શાંતિ!
આ બ્રહ્મા મુખ વંશાવલી, બ્રાહ્મણ કુલ ભૂષણ પ્રતિજ્ઞા કરે છે કારણકે તેમની પ્રીત એક બાપ થી જોડાયેલી છે. તમે જાણો છો - આ વિનાશ નો સમય છે. બાપ બાળકો ને સમજાવે છે કે વિનાશ તો થવાનો જ છે. વિનાશકાળે જેમની પ્રીત બાપ ની સાથે હશે, તે જ વિજય મેળવશે અર્થાત્ સતયુગ નાં માલિક બનશે. શિવબાબાએ સમજાવ્યું છે - વિશ્વ નાં માલિક તો રાજા પણ બને છે તો પ્રજા પણ બને છે, પરંતુ પોઝિશન (પદ) માં ખૂબ ફરક છે. જેટલી બાપ થી પ્રીત રાખશે, યાદ માં રહેશે એટલું ઉંચ પદ પામશે. બાબાએ સમજાવ્યું છે - બાપ ની યાદ થી જ તમારા વિકર્મ નો બોજો ભસ્મ થશે. તમે લખી શકો છો કે વિનાશકાળે વિપરીત બુદ્ધિ… આ લખવામાં કોઈ ડર ની વાત જ નથી. બાપ કહે છે - હું પોતે કહું છું કે તેમનો વિનાશ થશે અને પ્રીત બુદ્ધિ વાળા નો વિજય થશે. બાબા બિલકુલ સ્પષ્ટ કહી દે છે. આ દુનિયામાં પ્રીત તો કોઈની નથી. તમારી જ પ્રીત છે. બાબા કહે - બાળકો, પરમાત્મા અને શ્રીકૃષ્ણ ની મહિમા અલગ-અલગ લખો તો સિદ્ધ થઈ જાય કે ગીતા નાં ભગવાન કોણ? આ તો જરુરી છે ને? બીજું, બાબા સમજાવે છે - જ્ઞાન નાં સાગર, પતિત-પાવન પરમપિતા કે પાણી ની નદીઓ? જ્ઞાન ગંગા કે પાણી ની ગંગા? આ તો ખૂબ સહજ છે. બીજી વાત - જ્યારે પ્રદર્શન કરો છો તો સૌથી પહેલાં નિમંત્રણ આપવું જોઈએ, ગીતા પાઠશાળા વાળાઓને. તે તો અસંખ્ય છે. તેમને ખાસ નિમંત્રણ આપવું જોઈએ. જે શ્રીમદ્ ભગવદ્ ગીતા નો અભ્યાસ કરે છે, તેમને પહેલાં નિમંત્રણ આપવું જોઈએ કારણકે તે જ ભૂલેલાં છે અને બધાં ને ભૂલાવતાં રહે છે. તેમને બોલાવવાં જોઈએ કે હવે આવીને જ્જ કરો પછી જે સમજ માં આવે તે કરો. તો મનુષ્ય પણ સમજે - આ ગીતા વાળાઓને બોલાવે છે. કદાચ આમનો ગીતા પર જ પ્રચાર છે. ગીતા થી જ સ્વર્ગ ની સ્થાપના થઈ છે. ગીતા ની ખૂબ મહિમા છે પરંતુ ભક્તિમાર્ગ ની ગીતા નહીં. બાપ કહે છે - હું તમને સત્ય જ સત્ય બતાવું છું. મનુષ્ય જે અર્થ કરે છે તે બિલકુલ ખોટું છે. કોઈ પણ સત્ય નથી કહેતાં, હું જ સત્ય બતાવું છું. પરમાત્મા ને સર્વવ્યાપી કહેવા પણ સત્ય નથી, આ બધાં વિનાશ ને પ્રાપ્ત થશે અને કલ્પ-કલ્પ થાય પણ છે. તમારે પહેલી-પહેલી મુખ્ય વાત આ સમજાવવાની છે. બાપ કહે છે - યૂરોપવાસી યાદવ ની છે વિનાશકાળે વિપરીત બુદ્ધિ. વિનાશ નાં માટે સારી રીતે તૈયારીઓ કરી રહ્યાં છે પરંતુ પથ્થરબુદ્ધિ સમજી નથી શકતાં. તમે પણ પથ્થરબુદ્ધિ હતાં, હવે પારસબુદ્ધિ બનવાનું છે. પારસબુદ્ધિ હતાં પછી પથ્થરબુદ્ધિ કેવી રીતે બન્યાં છે! આ પણ વન્ડર (અદ્દભુત) છે. બાપ ને કહેવાય જ છે નોલેજફુલ (જ્ઞાન નાં સાગર), મર્સીફુલ (દયા નાં સાગર). બાકી જે પોતાનું જ કલ્યાણ કરવાનું નથી જાણતાં, તે બીજાઓનું કલ્યાણ કેવી રીતે કરશે! જે નોલેજ જ ધારણ નથી કરતાં તો પદ પણ એવું મેળવે છે, જે સર્વિસેબલ (સેવાધારી) છે તે જ ઉંચ પદ મેળવશે. તેમને જ બાપ પ્રેમ પણ કરે છે. નંબરવાર પુરુષાર્થ અનુસાર હોય જ છે. કેટલાક તો આ પણ સમજતા નથી કે અમારી બાપ થી પ્રીત નથી તો પદ પણ નહીં મળશે. ભલે સગા બને કે સૌતેલા બને, વિનાશકાળે પ્રીત બુદ્ધિ નહીં હશે, બાપ ને ફોલો નહીં કરશે તો જઈને ઓછું પદ મેળવશે. દૈવીગુણ પણ જોઈએ. ક્યારેય જુઠ્ઠું ન બોલવું જોઈએ. બાપ કહે છે - હું સત્ય કહું છું, જે મારા થી પ્રીત નથી કરતાં તો પદ પણ નહીં મળશે. કોશિશ કરી ૨૧ જન્મો નો પૂરો વારસો લેવાનો છે. તો પ્રદર્શન, મેળા પર પહેલાં-પહેલાં ગીતા પાઠશાળા વાળાઓને નિમંત્રણ આપવાનું છે કારણ કે તે ભક્ત થયાં ને. ગીતા પાઠી જરુર કૃષ્ણ ને યાદ કરતા હશે પરંતુ સમજતા કંઈ નથી. શ્રીકૃષ્ણએ મોરલી વગાડી, રાધે પછી ક્યાં ગઈ. સરસ્વતી ને બૈન્જો (વાજું) આપી દીધો છે, મોરલી પછી કૃષ્ણ ને આપી દીધી છે. મનુષ્ય કહે છે - અમને અલ્લાહે પેદા કર્યા, પરંતુ અલ્લાહ ને જાણતાં નથી. ભારતની જ વાત છે. ભારતમાં જ દેવતાઓનું રાજ્ય હતું, તેમનાં ચિત્ર મંદિરો માં પૂજાય છે. બાકી રાજા વગેરેનાં પૂતળાં તો બહાર લગાવી દે છે, જેનાં પર પક્ષી વગેરે કચરો નાખતાં રહે છે. લક્ષ્મી-નારાયણ, રાધે-કૃષ્ણ વગેરે ને કેટલાં ફર્સ્ટ ક્લાસ જગ્યા પર બેસાડે છે. તેમને તો મહારાજા-મહારાણી કહે છે, કિંગ અંગ્રેજી શબ્દ છે. કેટલાં લાખો રુપિયા ખર્ચ કરી મંદિર બનાવે છે કારણ કે તે મહારાજા પવિત્ર હતાં. યથા રાજા-રાણી તથા પ્રજા બધાં પૂજ્ય છે. તમે જ પૂજ્ય પછી પુજારી બનો છો. તો પહેલી વાત છે, બાપ ને યાદ કરો. બાપ ને યાદ કરવાનો અભ્યાસ કરવાથી ધારણા થશે. એક ની સાથે પ્રીત નથી તો પછી બીજા-બીજા ની સાથે લાગી જાય છે. એવી-એવી બાળકીઓ છે જે એકબીજા ને એટલો પ્રેમ કરે છે જે શિવબાબા ને પણ એટલો નથી કરતી. શિવબાબા કહે છે - તમારે બુદ્ધિયોગ મારી સાથે લગાવવાનો છે કે એક-બીજા માં આશિક-માશૂક બની જવાનું છે! પછી મને બિલકુલ જ ભૂલી જાઓ છો. તમારે તો બુદ્ધિયોગ મારી સાથે જોડવાનો છે, આમાં મહેનત લાગે છે. બુદ્ધિ તૂટતી જ નથી. શિવબાબા નાં બદલે, દિવસ-રાત એકબીજા ને જ યાદ કરતાં રહે છે. બાબા નામ સંભળાવે તો ટ્રેટર (દગાબાજ) બની જાય છે, પછી ગાળો આપવામાં પણ વાર નથી કરતાં. આ બાબા ને ગાળો આપી તો શિવબાબા પણ ઝટ સાંભળી લેશે. બ્રહ્મા થી નથી ભણ્યાં તો શિવબાબા થી ભણી નહીં શકે. બ્રહ્મા વગર તો શિવબાબા પણ સાંભળી ન શકે, એટલે કહે છે સાકાર થી જઈને પૂછો. ઘણાં સારા-સારા બાળકો છે જે સાકાર ને માનતાં જ નથી. સમજે છે - આ તો પુરુષાર્થી છે. પુરુષાર્થી તો બધાં છે પરંતુ તમારે ફોલો (અનુસરણ) તો મા-બાપ ને જ કરવાનાં છે. કોઈ તો સમજાવવાથી સમજી જાય છે, કોઈની તકદીર માં નથી તો સમજતાં નથી. સર્વિસેબલ બનતાં નથી. પરંતુ બુદ્ધિ એક બાપ સાથે રાખવાની હોય છે. ઘણાં આજકાલ નીકળ્યાં છે જે કહે છે મારામાં શિવબાબા આવે છે, આમાં ખૂબ સંભાળ જોઈએ. માયા ની ખૂબ પ્રવેશતા થાય છે, જેમનામાં આગળ શ્રી નારાયણ વગેરે આવતાં હતાં, તે પણ આજે નથી. ફક્ત પ્રવેશતા થી કંઈ થતું નથી. બાપ કહે છે - મામેકમ્ યાદ કરો. બાકી મારામાં એ આવે છે, તે આવે છે… આ બધી માયા છે. મારી યાદ જ નહીં હશે તો પ્રાપ્તિ શું થશે, જ્યાં સુધી બાપ થી સીધો યોગ નહીં રાખશો તો પદ કેવી રીતે મેળવશો, ધારણા કેવી રીતે થશે!

બાપ કહે છે - તમે મામેકમ્ યાદ કરો. બ્રહ્મા દ્વારા જ હું સમજાવું છું, બ્રહ્મા દ્વારા જ સ્થાપના થયેલી છે. ત્રિમૂર્તિ પણ જરુર જોઈએ. કોઈ તો બ્રહ્મા નું ચિત્ર જોઈ બગડે છે. કોઈ પછી કૃષ્ણ નાં ૮૪ જન્મ જોઈ બગડે છે. ચિત્ર ફાડી પણ નાખે છે. અરે, આ તો બાપે ચિત્ર બનાવડાવ્યાં છે. તો બાપ બાળકો ને સમજાવે છે - ભૂલો નહીં, ફક્ત બાપ ને યાદ કરતાં રહો. બાંધેલીઓએ પણ રડીઓ નથી મારવાની. ઘર માં બેસી બાપ ને યાદ કરતાં રહો. બાંધેલીઓ ને તો વધારે જ ઉંચ પદ મળી શકે છે. આપ બાળકોને જ્ઞાન આપવા વાળા છે જ એક જ્ઞાન સાગર. આધ્યાત્મિક જ્ઞાન એક બાપ સિવાય બીજા કોઈનામાં નથી. જ્ઞાન નાં સાગર એક પરમપિતા પરમાત્મા જ છે, એમને જ લિબરેટર (મુક્તિદાતા) કહેવાય છે, એમાં ડરવાની શું વાત છે! બાપ બાળકોને સમજાવે છે, બાળકોએ પછી બીજાઓને સમજાવવાનું છે. બાપ કહે છે - મને યાદ કરો તો સદ્દગતિ ને મેળવશો. સતયુગ માં છે રામરાજ્ય, કળિયુગ માં નથી. સતયુગ માં તો એક જ રાજય છે. આ બધી વાતો તમારા માં પણ નંબરવાર છે, જેની બુદ્ધિમાં ધારણ થાય છે. જેમને ધારણ નથી થતું, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ કહેવાશે, પદ મેળવી નહીં શકે. વિનાશ તો બધાનો થવાનો છે. આ શબ્દ થોડાં છે શું! શિવબાબા કહે છે - વિનાશ કાળે પ્રીત બુદ્ધિ બનો. આ તમારો અંતિમ જન્મ છે, આમાં જો તમે પ્રીત નહીં રાખશો તો પદ પણ નહીં મળશે. સાચાં દિલ પર સાહેબ રાજી થાય છે. દધિચી ઋષિ ની જેમ સેવામાં હડ્ડીઓ આપવાની છે. ક્યારેક કોઈ પર ગ્રહચારી બેસે છે તો નશો જ ઉડી જાય છે પછી અનેક પ્રકાર નાં તોફાન આવતાં રહે છે. મુખ થી કહે છે આનાંથી તો લૌકિક ની પાસે ચાલ્યાં જઈએ, અહીં તો કોઈ મજા નથી. ત્યાં તો નાટક, બાયોસ્કોપ વગેરે ખૂબ છે, જે આ વાતો પર ટેવાયેલાં છે તે અહીં રહી નહીં શકે, ખૂબ મુશ્કેલ છે. હાં, પુરુષાર્થ થી ઉંચ પદ પણ મેળવી શકે છે, ખુશી માં રહેવું જોઈએ. બાબા પોતે કહે છે - સવાર નાં ઉઠીને નથી બેસતો તો મજા જ નથી આવતી. પડ્યાં રહેવાથી ક્યારેક-ક્યારેક ઝુટકા આવી જશે. ઉઠીને બેસવાથી સારી પોઇન્ટ્સ નીકળે છે, ખૂબ મજા આવે છે.

હવે બાકી થોડાં દિવસ છે, આપણે વિશ્વની બાદશાહી લઇ રહ્યાં છીએ, બાપ પાસેથી. આ બેસી યાદ કરો તો પણ ખુશી નો પારો ચઢે. સવાર નાં ચિંતન ચાલે છે તો દિવસ નાં પણ ખુશી રહે છે. જો ખુશી નથી રહેતી તો જરુર બાપ થી પ્રીત બુદ્ધિ નથી. અમૃતવેલાએ એકાંત સારું હોય છે, જેટલું બાપ ને યાદ કરશો એટલી ખુશી નો પારો ચઢશે. આ અભ્યાસ માં ગ્રહચારી બેસે છે કારણ કે બાપ ને ભૂલો છો. બાપ પાસેથી વારસો લેવાનો છે તો મન્સા-વાચા-કર્મણા સર્વિસ કરવાની છે. આ સર્વિસ માં જ આ અંતિમ જન્મ વ્યતીત કરવાનો છે. જો બીજી દુનિયાવી વાતો માં લાગી ગયાં તો પછી આ સર્વિસ ક્યારે કરશો? કાલે-કાલે કરતાં મરી જશો. બાપ આવ્યાં જ છે સ્વર્ગ માં લઈ જવા માટે. અહીં તો લડાઈ માં કેટલાં મરે છે, કેટલાંઓને દુઃખ થતું હશે. ત્યાં તો લડાઈ વગેરે હશે નહીં. આ બધું અંત નું છે, બધું ખતમ થવાનું છે. નિધન નાં એમજ મરશે, ધની નાં જે હશે તે રાજ્ય ભાગ્ય મેળવશે.

પ્રદર્શન માં પણ સમજાવવાનું છે કે અમે પોતાની કમાણી થી પોતાનાં જ તન-મન-ધન થી પોતાનું રાજ્ય સ્થાપન કરી રહ્યાં છીએ. અમે ભીખ નથી માગતાં, જરુર જ નથી. અસંખ્ય ભાઈ-બહેન સાથે મળીને રાજધાની સ્થાપન કરીએ છીએ. તમે કરોડો ભેગા કરી પોતાનો વિનાશ કરો છો, અમે પાઈ-પાઈ ભેગી કરી વિશ્વ નાં માલિક બનીએ છીએ. કેટલી વન્ડરફુલ (અદ્દભુત) વાત છે! અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. અમૃતવેલાએ એકાંત માં બેસીને બાપ ને પ્રેમ થી યાદ કરવાનાં છે. દુનિયાવી વાતો ને છોડી ઈશ્વરીય સેવા માં લાગી જવાનું છે.

2. બાપ થી સાચ્ચી દિલ રાખવાની છે. પરસ્પર એકબીજા નાં આશિક-માશૂક નથી બનવાનું. પ્રીત એક બાપ સાથે જોડવાની છે. દેહધારીઓથી નહીં.

વરદાન :-
સર્વ શક્તિઓ ની સંપત્તિ થી સંપન્ન બની દાતા બનવા વાળા વિધાતા , વરદાતા ભવ

જે બાળકો સર્વ શક્તિઓ થી સંપત્તિવાન છે - તે જ સંપન્ન અને સંપૂર્ણ સ્થિતિ ની સમીપતા નો અનુભવ કરે છે. એમનામાં કોઈ પણ ભક્તપણા નાં અથવા ભિખારીપણા નાં સંસ્કાર ઇમર્જ નથી થતાં, બાપની મદદ જોઈએ, આશીર્વાદ જોઈએ, સહયોગ જોઈએ, શક્તિ જોઈએ - આ જોઈએ શબ્દ દાતા, વિધાતા, વરદાતા બાળકો નાં આગળ શોભતા જ નથી. તે તો વિશ્વનાં દરેક આત્માને કંઈ ને કંઈ દાન અથવા વરદાન આપવા વાળા હોય છે.

સ્લોગન :-
દરેક આત્મા ને કોઈ ન કોઈ પ્રાપ્તિ કરાવવા વાળા વચન જ સત્ વચન છે.

અવ્યક્ત ઈશારા - સદા અચળ , અડોલ , એકરસ સ્થિતિ નો અનુભવ કરો

કેટલું પણ કોઈ હલાવે પરંતુ તમે અચળ રહો. પરિસ્થિતિ શ્રેષ્ઠ છે કે સ્વ સ્થિતિ શ્રેષ્ઠ છે? ક્યારેક પરિસ્થિતિ વાર તો નથી કરી લેતી વિચારો કે એ પરિસ્થિતિ પાવરફુલ છે કે સ્વસ્થિતિ પાવરફુલ છે? તો આ સ્મૃતિ થી કમજોર થી શક્તિશાળી બની જશો. જેવી રીતે તમે તપસ્વી એકરસ સ્થિતિ માં એકાગ્ર થાઓ છો તો હઠયોગી પછી એક પગ પર ઉભા થઈ જાય છે. તો ક્યાં એકરસ સ્થિતિ અને ક્યાં એક પગ પર સ્થિત રહેવું, ફરક તો થઈ ગયો ને!