12-06-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બાપ એ રથ માં આવે છે , જેમણે પહેલાં - પહેલાં ભક્તિ શરુ કરી , જે નંબરવન પૂજ્ય હતાં પછી પુજારી બન્યા છે , આ રહસ્ય બધાને સ્પષ્ટ કરીને સંભળાવો”

પ્રશ્ન :-
બાપ પોતાનાં વારિસ બાળકો ને કયો વારસો આપવા આવ્યા છે?

ઉત્તર :-
બાપ સુખ, શાંતિ, પ્રેમ નાં સાગર છે. આ જ બધો ખજાનો એ તમને વિલ કરે છે. એવો વિલ કરી દે છે જે ૨૧ જન્મ સુધી તમે ખાતા રહો, ખૂટી નથી શકતું. તમને કોડી થી હીરા જેવા બનાવી દે છે. તમે બાપ નો બધો ખજાનો યોગબળ થી લો છો. યોગ વગર ખજાનો નથી મળી શકતો.

ઓમ શાંતિ!
શિવ ભગવાનુવાચ. હવે શિવ ભગવાન નિરાકાર ને તો બધાં માને છે. એક જ નિરાકાર શિવ છે, જેમની બધાં પૂજા કરે છે. બાકી જે પણ દેહધારી છે એમનું સાકાર રુપ છે. પહેલાં-પહેલાં નિરાકાર આત્મા હતો પછી સાકાર બન્યો છે. સાકાર બને છે, શરીર માં પ્રવેશ કરે છે ત્યારે એનો પાર્ટ ચાલે છે. મૂળ વતન માં તો કોઈ પાર્ટ જ નથી. જેવી રીતે એક્ટર્સ ઘર માં છે તો નાટક નો પાર્ટ નથી. સ્ટેજ પર આવવાથી પાર્ટ ભજવે છે. આત્માઓ પણ અહીં આવીને શરીર દ્વારા પાર્ટ ભજવે છે. પાર્ટ પર જ બધો આધાર છે. આત્મા માં તો કોઈ ફરક નથી. જેવી રીતે આપ બાળકો નો આત્મા છે, તેવી રીતે એમનો આત્મા છે. બાપ પરમ આત્મા શું કરે છે? એમનું ઓક્યુપેશન (કર્તવ્ય) શું છે? તે જાણવાનું છે. કોઈ પ્રેસિડેન્ટ છે, કોઈ રાજા છે, આ આત્માનું ઓક્યુપેશન છે ને? આ પવિત્ર દેવતાઓ છે, એટલે એમને પૂજાય છે. હમણાં તમે સમજો છો આ ભણતર ભણીને લક્ષ્મી-નારાયણ વિશ્વનાં માલિક બને છે. કોણે બનાવ્યા? પરમ આત્માએ. તમે આત્માઓ પણ ભણો છો. મોટાઈ આ છે જે બાપ આવીને આપ બાળકોને ભણાવે છે અને રાજયોગ પણ શીખવાડે છે. કેટલું સહજ છે? આને કહેવાય છે રાજયોગ. બાપ ને યાદ કરવાથી આપણે સતોપ્રધાન બની જઈએ છીએ. બાપ તો છે જ સતોપ્રધાન. એમની કેટલી મહિમા ગાય છે? ભક્તિ માર્ગ માં કેટલાં ફળ, દૂધ વગેરે ચઢાવે છે? સમજણ કંઈ નથી. દેવતાઓ ને પૂજે છે, શિવ પર દૂધ, ફળ વગેરે ચઢાવે છે, કંઈ ખબર નથી. દેવતાઓએ રાજ્ય કર્યુ. અચ્છા, શિવ પર કેમ ચઢાવે છે? એમણે શું કર્તવ્ય કર્યા છે, જે આટલા પૂજો છો? દેવતાઓની તો પણ ખબર છે, તે છે સ્વર્ગ નાં માલિક. એમને કોણે બનાવ્યાં? આ પણ ખબર નથી. પૂજા પણ કરે છે શિવ ની પરંતુ ખ્યાલ માં નથી કે આ ભગવાન છે. ભગવાને એમને એવાં બનાવ્યા છે. કેટલી ભક્તિ કરે છે? છે બધાં અજાણ. તમે પણ શિવ ની પૂજા કરી હશે, હમણાં તમે સમજો છો, પહેલા કંઈ પણ જાણતા નહોતાં. એમનું કર્તવ્ય શું છે? શું સુખ આપે છે? કંઈ પણ ખબર નહોતી. શું આ દેવતાઓ સુખ આપે છે? ભલે રાજા-રાણી, પ્રજા ને સુખ આપે છે પરંતુ એમને તો શિવ બાબાએ એવાં બનાવ્યા ને? બલિહારી એમની છે. આ તો ફક્ત રાજાઈ કરે છે, પ્રજા પણ બની જાય છે. બાકી આ કોઈનું કલ્યાણ નથી કરતાં. જો કરે પણ છે તો અલ્પકાળ માટે. હમણાં આપ બાળકોને બાપ ભણાવે છે. આને કહેવાય છે કલ્યાણકારી. બાપ પોતાનો પરિચય આપે છે, મારા લિંગ ની તમે પૂજા કરતા હતાં, એમને પરમ-આત્મા કહેતા હતાં. પરમ-આત્મા થી પરમાત્મા થઈ જાય. પરંતુ આ નથી જાણતા કે એ શું કરે છે? બસ, ફક્ત કહી દેશે કે એ સર્વવ્યાપી છે. નામ-રુપ થી ન્યારા છે. પછી એમનાં પર દૂધ વગેરે ચઢાવવું શોભતું નથી. આકાર છે ત્યારે તો એના પર ચઢાવે છે ને? એમને નિરાકાર તો કહી ન શકાય. તમારી સાથે મનુષ્ય દલીલ ખૂબ કરે છે, બાબાની આગળ પણ જઈને દલીલ જ કરશે. ફાલતુ માથું ખપાવશે. ફાયદો કંઈ પણ નથી. આ સમજાવવું તો આપ બાળકોનું કામ છે. આપ બાળકો જાણો છો બાબાએ આપણ ને કેટલાં ઊંચ બનાવ્યા છે? આ ભણતર છે. બાપ ટીચર બની ભણાવે છે. તમે મનુષ્ય થી દેવતા બનવા માટે ભણી રહ્યા છો. દેવી-દેવતા છે સતયુગ માં. કળિયુગ માં હોતાં નથી. રામ રાજ્ય જ નથી જે પવિત્ર રહી શકે. દેવી-દેવતા હતાં પછી વામ માર્ગ માં ચાલ્યા જાય છે. બાકી જેવી રીતે ચિત્ર દેખાડ્યા છે, એવું નથી. જગન્નાથ નાં મંદિર માં તમે જોશો કાળા ચિત્ર છે. બાપ કહે છે માયાજીતે જગતજીત બનો. તો એમણે પછી જગન્નાથ નામ રાખી દીધું છે. ઉપર બધાં ગંદા ચિત્ર દેખાડ્યા છે, દેવતાઓ વામ માર્ગ માં ગયા તો કાળા બની ગયાં. એમની પણ પૂજા કરતા રહે છે. મનુષ્યો ને તો કંઈ ખબર નથી - ક્યારે આપણે પૂજ્ય હતાં? ૮૪ જન્મો નો હિસાબ કોઈની પણ બુદ્ધિ માં નથી. પહેલાં પૂજ્ય સતોપ્રધાન પછી ૮૪ જન્મ લેતાં-લેતાં તમોપ્રધાન પુજારી બની ગયાં છે. રઘુનાથ મંદિર માં કાળા ચિત્ર દેખાડે છે, અર્થ તો એમનો કંઈ પણ સમજતા નથી. હમણાં આપ બાળકોને બાપ સમજાવે છે. જ્ઞાન-ચિતા પર બેસી ગોરા બનો છો, કામ-ચિતા પર બેસી કાળા બની પડો છો. દેવતાઓ વામ માર્ગ માં જઈને વિકારી બની ગયા પછી એમનું નામ દેવતા તો રાખી નથી શકતાં. વામ માર્ગ માં જવાથી કાળા બની ગયાં છો, આ નિશાની દેખાડી છે. તમે જાણો છો કે શિવબાબા તો કાળા બનતા જ નથી. એ તો હીરા છે, જે તમને પણ હીરા જેવા બનાવે છે. એ તો ક્યારેય કાળા બનતા નથી, એમને પછી કાળા કેમ બનાવી દીધાં છે? કોઈ કાળા હશે, એણે કાળા બનાવ્યા હશે. શિવબાબા કહે છે મેં શું ગુનો કર્યો જે મને કાળો બનાવી દીધો છે? હું તો આવું જ છું તમને ગોરા બનાવવાં, હું તો સદૈવ ગોરો છું. મનુષ્યો ની એવી બુદ્ધિ બની ગઈ છે જે કંઈ પણ સમજતા નથી. શિવબાબા તો છે જ બધાને હીરા બનાવવા વાળા. હું તો એવર ગોરો મુસાફર છું. મેં શું કર્યુ જે મને કાળો બનાવ્યો છે? હવે તમારે પણ ગોરા બનવાનું છે ઊંચ પદ મેળવવા માટે. ઊંચ પદ કેવી રીતે મેળવવાનું છે? તે તો બાપે સમજાવ્યું છે ફોલો ફાધર. જેવી રીતે આમણે (બાબાએ) સર્વસ્વ બાપ હવાલે કરી દીધું. ફાધર ને જોયા, કેવી રીતે સર્વસ્વ આપી દીધું? ભલે સાધારણ હતાં, ન ખૂબ ગરીબ, ન ખૂબ સાહૂકાર હતાં. બાબા હમણાં પણ કહે છે તમારું ખાવા-પીવાનું વચ્ચે નું સાધારણ હોવું જોઈએ. ન ખૂબ ઊંચું, ન ખૂબ નીચું. બાપ જ બધી શિક્ષા આપે છે. આ પણ દેખાય તો સાધારણ જ છે. તમને કહે છે ક્યાં છે ભગવાન? દેખાડો. અરે, આત્મા બિંદુ છે, એને જોશો શું? આ તો જાણો છો આત્માનો સાક્ષાત્કાર આ આંખો થી થતો નથી. તમે કહો છો ભગવાન ભણાવે છે તો જરુર કોઈ શરીરધારી હશે. નિરાકાર કેવી રીતે ભણાવશે? મનુષ્યો ને તો કંઈ પણ ખબર નથી. જેવી રીતે તમે આત્મા છો, શરીર દ્વારા પાર્ટ ભજવો છો. આત્મા જ પાર્ટ ભજવે છે. આત્મા જ બોલે છે, શરીર દ્વારા. તો આત્મા ઉવાચ. પરંતુ આત્મા ઉવાચ શોભતું નથી. આત્મા તો વાનપ્રસ્થ, વાણી થી પરે છે, ઉવાચ તો શરીર થી જ કરશે. વાણી થી પરે ફક્ત આત્મા જ રહી જાય છે. વાણી માં જ આવવું છે તો શરીર જરુર જોઈએ. બાપ પણ જ્ઞાન નાં સાગર છે તો જરુર કોઈ નાં શરીર નો આધાર લેશે ને? એને રથ કહેવાય છે. નહીં તો એ સંભળાવે કેવી રીતે? બાપ પતિત થી પાવન બનવા માટે શિક્ષા આપે છે. પ્રેરણા ની વાત નથી. આ તો જ્ઞાન ની વાત છે. એ આવે કેવી રીતે? કોનાં શરીર માં આવે? આવશે તો જરુર મનુષ્ય માં જ. કયા મનુષ્ય માં આવે? કોઈને ખબર નથી, તમારા સિવાય. રચયિતા પોતેજ પોતાનો પરિચય આપે છે. હું કેવી રીતે અને કયા રથ માં આવું છું? બાળકો તો જાણે છે કે બાપ નો રથ કોણ છે? ઘણાં મનુષ્ય મુંઝાયેલા છે. કોને-કોને રથ બનાવી દે છે. જાનવર વગેરે માં તો આવી ન શકે. બાપ કહે છે કે હું કયા મનુષ્ય માં આવું? આ તો સમજી નથી શકતાં. આવવાનું પણ ભારત માં જ હોય છે. ભારતવાસીઓમાં પણ કોના તનમાં આવું? શું પ્રેસિડેન્ટ કે સાધુ મહાત્મા નાં રથમાં આવશે? એવું પણ નથી કે પવિત્ર રથ માં આવવાનું છે. આ તો છે જ રાવણ રાજ્ય. ગાયન પણ છે દૂર દેશ નાં રહેવા વાળા.

આ પણ બાળકોને ખબર છે કે ભારત અવિનાશી ખંડ છે. આનો ક્યારેય વિનાશ નથી થતો. અવિનાશી બાપ અવિનાશી ભારત ખંડ માં જ આવે છે. કયા તન માં આવે છે, એ પોતે જ બતાવે છે. બીજું તો કોઈ જાણી ન શકે. તમે જાણો છો કોઈ સાધુ-મહાત્મા માં પણ આવી ન શકે. તે છે હઠયોગી, નિવૃત્તિ માર્ગ વાળા. બાકી રહ્યા ભારતવાસી ભક્ત. હવે ભક્તો માં પણ કયા ભક્ત માં આવે? ભક્ત જૂનાં જોઈએ, જેમણે ખૂબ ભક્તિ કરી હોય. ભક્તિનું ફળ ભગવાન ને આપવા આવવું પડે છે. ભારત માં ભક્તો તો અનેક છે. કહેશે - આ મોટા ભક્ત છે, આમાં આવવું જોઈએ. એવાં તો ખૂબ ભક્ત બની જાય છે. કાલે પણ કોઈને વૈરાગ આવે, ભક્ત બની જાય. તે તો આ જન્મ નાં ભક્ત થઈ ગયા ને? એમનામાં આવશે નહીં. હું એમનામાં આવું છું, જેમણે પહેલાં-પહેલાં ભક્તિ શરુ કરી. દ્વાપર થી લઈને ભક્તિ શરુ થઈ છે. આ હિસાબ-કિતાબ કોઈ સમજી ન શકે. કેટલી ગુપ્ત વાતો છે? હું આવું છું એમનામાં, જે પહેલાં-પહેલાં ભક્તિ શરુ કરે છે. નંબરવન જે પૂજ્ય હતાં તે જ પછી નંબરવન પુજારી પણ બનશે. સ્વયં જ કહે છે આ રથ જ પહેલાં નંબર માં જાય છે. પછી ૮૪ જન્મ પણ આ જ લે છે. હું આમનાં જ અનેક જન્મોનાં અંત નાં પણ અંત માં પ્રવેશ કરું છું. આમને જ પછી નંબરવન રાજા બનવાનું છે. આ જ ખૂબ ભક્તિ કરતા હતાં. ભક્તિનું ફળ પણ એમને મળવું જોઈએ. બાપ બતાવે છે બાળકો ને કે જુઓ, મારા પર કેવી રીતે વારી (બલિહાર) ગયાં. સર્વસ્વ આપી દીધું. આટલાં અનેક બાળકોને શીખવાડવા માટે ધન પણ જોઈએ. ઈશ્વર નો યજ્ઞ રચેલો છે. ખુદા આમનામાં બેસી રુદ્ર જ્ઞાન-યજ્ઞ રચે છે, આને ભણતર પણ કહેવાય છે. રુદ્ર-શિવબાબા જે જ્ઞાન નાં સાગર છે, એમણે યજ્ઞ રચ્યો છે જ્ઞાન આપવા માટે. શબ્દ બિલકુલ ઠીક છે. રાજસ્વ, સ્વરાજ્ય મેળવવા માટે યજ્ઞ. આને યજ્ઞ કેમ કહે છે? યજ્ઞ માં તો તે લોકો આહુતિ વગેરે ખૂબ નાખે છે. તમે તો ભણો છો, આહુતિ શું નાખો છો? તમે જાણો છો કે આપણે ભણીને હોશિયાર થઈ જઈશું. પછી આ આખી દુનિયા આમાં સ્વાહા થઈ જશે. યજ્ઞ માં અંત નાં સમયે જે પણ સામગ્રી છે, બધું નાંખી દે છે.

આપ બાળકો હમણાં જાણો છો આપણને બાબા ભણાવી રહ્યા છે. બાપ છે તો ખૂબ સાધારણ. મનુષ્ય શું જાણે? એ મોટા-મોટા વ્યક્તિઓની તો ખૂબ મોટી મહિમા થાય છે. બાપ તો ખૂબ જ સાધારણ સિમ્પલ બેઠાં છે. મનુષ્યો ને કેવી રીતે ખબર પડે? આ દાદા તો ઝવેરી હતાં. શક્તિ તો કોઈ દેખાતી નથી. ફક્ત એટલું કહી દે છે આમનામાં કંઈક શક્તિ છે. બસ. એ નથી સમજતા કે આમનામાં સર્વશક્તિમાન્ બાપ છે. એમનામાં શક્તિ છે, તે શક્તિ પણ આવી ક્યાંથી? બાપે પ્રવેશ કર્યો ને? જે એમનો ખજાનો તે એમ થોડી આપી દે છે? તમે યોગબળ થી લો છો. એ તો સર્વશક્તિમાન્ છે જ. એમની શક્તિ ક્યાંય ચાલી નથી જતી. પરમાત્મા ને સર્વશક્તિમાન્ કેમ ગવાય છે? એ પણ કોઈ જાણતું નથી. બાપ આવીને બધી વાતો સમજાવે છે. બાપ કહે છે હું જેમનામાં પ્રવેશ કરું છું, આમનામાં તો પૂરો કાટ લાગેલો હતો-જુનો દેશ, જૂનું શરીર, એમનાં અનેક જન્મો નાં અંત માં આવું છું, કાટ જે ચઢ્યો છે તે કોઈ ઉતારી ન શકે. કાટ ઉતારવા વાળા એક જ સદ્દગુરુ છે, એ એવર પ્યોર છે. એ તમે સમજો છો. આ બધું બુદ્ધિમાં બેસાડવા માટે પણ સમય જોઈએ. આપ બાળકોને બાપ બધું વિલ કરી દે છે. બાપ જ્ઞાન નાં સાગર, શક્તિ નાં સાગર છે, બધું વિલ કરી દે છે બાળકો ને. આવે પણ જૂની દુનિયામાં છે. પ્રવેશ પણ એમાં કરે છે, જે હીરા જેવા હતાં પછી કોડી જેવા બન્યાં. તે ભલે આ સમયે કરોડપતિ છે, પરંતુ અલ્પકાળ માટે. બધાનું ખલાસ થઈ જશે. વર્થ પાઉન્ડ તો તમે બનો છો. હમણાં તમે પણ સ્ટુડન્ટ છો. આ પણ સ્ટુડન્ટ છે, આ પણ અનેક જન્મો નાં અંત માં છે. કાટ ચઢેલો છે. જે ખૂબ સારું ભણે, એમાં જ કાટ ચઢેલો છે. તે સૌથી પતિત બને છે, એમણે જ પછી પાવન બનવાનું છે. આ ડ્રામા બનેલો છે. બાપ તો રીયલ વાત બતાવે છે. બાપ છે ટ્રુથ. એ ક્યારેય ઉલ્ટું નથી બતાવતાં. આ બધી વાતો મનુષ્ય કોઈ સમજી ન શકે. આપ બાળકો વગર મનુષ્યો ને કેવી રીતે ખબર પડે? અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. ઊંચ પદ મેળવવા માટે પૂરું ફોલો ફાધર કરવાનું છે. સર્વસ્વ બાપ હવાલે કરી ટ્રસ્ટી થઈ સંભાળવાનું છે. પૂરાં વારી જવાનું છે. ખાવા-પીવાનું, રહેણી-કરણી વચ્ચે નું સાધારણ રાખવાનું છે. ન ખૂબ ઊંચું, ન ખૂબ નીચું.

2. બાપે જે સુખ-શાંતિ, જ્ઞાન નો ખજાનો વિલ કર્યો છે, એને બીજાઓ ને પણ આપવાનો છે, કલ્યાણકારી બનવાનું છે.

વરદાન :-
પવિત્રતા ની ગુહ્યતા ને જાણી સુખ - શાંતિ સંપન્ન બનવા વાળા મહાન આત્મા ભવ

પવિત્રતા ની શક્તિ ની મહાનતા ને જાણી પવિત્ર અર્થાત્ પૂજ્ય દેવ આત્માઓ હમણાં થી બનો. એવું નથી કે અંત માં બની જશો. આ ઘણાં સમય ની જમા કરેલી શક્તિ અંત માં કામ આવશે. પવિત્ર બનવું કોઈ સાધારણ વાત નથી. બ્રહ્મચારી રહો છો, પવિત્ર બની ગયા છો… પરંતુ પવિત્રતા જનની છે, ભલે સંકલ્પ થી, કે વૃત્તિ થી, વાયુમંડળ થી, વાણી થી, સંપર્ક થી સુખ-શાંતિ ની જનની બનવું - આને કહેવાય છે મહાન આત્મા.

સ્લોગન :-
ઊંચી સ્થિતિ માં સ્થિત થઈ સર્વ આત્માઓને રહેમ ની દૃષ્ટિ આપો, વાઈબ્રેશન ફેલાવો.