12-07-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમારે સાહેબજાદા થી શહેજાદા બનવાનું છે એટલે યાદ ની યાત્રા થી પોતાનાં વિકર્મો ને ભસ્મ કરો”

પ્રશ્ન :-
કઈ એક વિધિ થી તમારા બધાં દુઃખ દૂર થઈ જાય છે?

ઉત્તર :-
જ્યારે તમે પોતાની નજર બાપ ની નજર સાથે મેળવો છો તો નજર મળવાથી તમારા બધાં દુઃખ દૂર થઈ જાય છે કારણ કે પોતાને આત્મા સમજીને બાપ ને યાદ કરવાથી બધાં પાપ કપાઈ જાય છે. આ જ છે તમારી યાદ ની યાત્રા. તમે દેહ નાં બધાં ધર્મ છોડી બાપ ને યાદ કરો છો, જેનાથી આત્મા સતોપ્રધાન બની જાય છે, તમે સુખધામ નાં માલિક બની જાઓ છો.

ઓમ શાંતિ!
શિવ ભગવાનુવાચ, પોતાને આત્મા સમજીને બેસો. બાપ ફરમાવે છે શિવ ભગવાનુવાચ એટલે જ શિવબાબા સમજાવે છે બાળકો, પોતાને આત્મા સમજીને બેસો કારણ કે તમે બધાં બ્રધર્સ (ભાઈઓ) છો. એક જ બાપ નાં બાળકો છો. એક જ બાપ પાસે થી વારસો લેવાનો છે, હૂબહૂ જેવી રીતે ૫ હજાર વર્ષ પહેલાં બાપ પાસેથી વારસો લીધો હતો. આદિ સનાતન દેવી-દેવતાઓની રાજધાની માં હતાં. બાપ સમજાવે છે તમે સૂર્યવંશી અર્થાત્ વિશ્વ નાં માલિક કેવી રીતે બની શકો છો? મુજ બાપ ને યાદ કરો. તમે બધાં આત્માઓ ભાઈ-ભાઈ છો. ઊંચા માં ઊંચા ભગવાન એક જ છે. એ સાચાં સાહેબ નાં બાળકો સાહેબજાદા છો. આ બાપ સમજાવે છે, એમની શ્રીમત પર બુદ્ધિનો યોગ લગાવશો તો તમારા પાપ બધાં કપાઈ જશે. બધાં દુઃખ દૂર થઈ જાય છે. બાપ સાથે જ્યારે આપણી આંખો મળે છે તો બધાં દુઃખ દૂર થઈ જાય છે. આંખો મેળવવાનો પણ અર્થ સમજાવે છે. પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો, આ છે યાદ ની યાત્રા. આને યોગ અગ્નિ પણ કહેવાય છે. આ યોગ અગ્નિ થી તમારા જે જન્મ-જન્માંતર નાં પાપ છે, તે ભસ્મ થઈ જશે. આ છે જ દુઃખધામ. બધાં નર્કવાસી છે. તમે ખૂબ પાપ કર્યા છે, આને કહેવાય છે રાવણ રાજ્ય. સતયુગ ને કહેવાય છે રામરાજ્ય. તમે એવી રીતે સમજાવી શકો છો. ભલે કેટલી પણ મોટી સભા બેઠી હોય, ભાષણ કરવામાં વાંધો થોડી છે? તમે તો ભગવાનુવાચ કહેતા રહો છો. શિવ ભગવાનુવાચ-આપણે સર્વ આત્માઓ એમનાં સંતાન છીએ, ભાઈઓ છીએ. બાકી શ્રીકૃષ્ણ નાં કોઈ સંતાન હતાં, એવું નહીં કહેવાશે. ન એટલી રાણીઓ પણ હતી. શ્રીકૃષ્ણ નો તો જયારે સ્વયંવર થાય છે, નામ જ બદલાઈ જાય છે. હાં, એવું કહેવાશે લક્ષ્મી-નારાયણ નાં બાળકો હતાં. રાધા-કૃષ્ણ જ સ્વયંવર પછી લક્ષ્મી-નારાયણ બને છે ત્યારે એક બાળક થાય છે. પછી એમની ડિનાયસ્ટી (રાજધાની) ચાલે છે. તમારે બાળકોએ હવે મામેકમ્ યાદ કરવાનું છે. દેહ નાં બધાં ધર્મ છોડો, બાપ ને યાદ કરો તો તમારા બધાં પાપ કપાઈ જશે. સતોપ્રધાન બની સ્વર્ગ માં જશો. સ્વર્ગ માં કોઈ દુઃખ હોતું નથી. નર્ક માં અથાહ દુ:ખ છે. સુખ નું નામો-નિશાન નથી. એવી રીતે યુક્તિ થી બતાવવું જોઈએ. શિવ ભગવાનુવાચ - હે બાળકો, આ સમયે તમે આત્માઓ પતિત છો, હવે પાવન કેવી રીતે બનો? મને બોલાવ્યો જ છે - હે પતિત-પાવન આવો. પાવન હોય જ છે સતયુગ માં, પતિત હોય છે કળિયુગ માં. કળિયુગ સતયુગ જરુર બનવાનો છે. નવી દુનિયા ની સ્થાપના, જૂની દુનિયાનો વિનાશ થાય છે. ગાયન પણ છે બ્રહ્મા દ્વારા સ્થાપના. આપણે બ્રહ્માકુમાર-કુમારીઓ એડોપ્ટેડ બાળકો છીએ. આપણે છીએ બ્રાહ્મણ-ચોટલી. વિરાટ રુપ પણ છે ને? પહેલાં બ્રાહ્મણ જરુર બનવું પડે. બ્રહ્મા પણ બ્રાહ્મણ છે. દેવતાઓ છે જ સતયુગ માં. સતયુગ માં સદા સુખ છે. દુ:ખ નું નામ નથી. કળિયુગ માં અપરંપાર દુ:ખ છે, બધાં દુ:ખી છે. એવું કોઈ નહીં હશે જેમને દુ:ખ ન હોય. આ છે રાવણ રાજ્ય. આ રાવણ ભારત નો નંબરવન દુશ્મન છે. દરેક માં ૫ વિકાર છે. સતયુગ માં કોઈ વિકાર નથી હોતાં. તે છે પવિત્ર ગૃહસ્થ ધર્મ. હમણાં તો દુઃખ નાં પહાડ પડ્યા છે, બીજા પણ પડવાના છે. આ આટલાં બોમ્બ્સ વગેરે બનાવતા રહે છે, રાખવા માટે થોડી છે? ખૂબ રિફાઇન કરી રહ્યા છે પછી રિહર્સલ થશે, પછી ફાઈનલ થશે. હમણાં સમય ખૂબ થોડો છે, ડ્રામા તો પોતાનાં સમય પર પૂરો થશે ને?

પહેલાં-પહેલાં શિવબાબા નું જ્ઞાન હોવું જોઈએ. કંઈ પણ ભાષણ વગેરે શરુ કરો છો તો હંમેશા પહેલાં-પહેલાં કહેવાનું છે-શિવાય નમઃ… કારણ કે શિવબાબા ની જે મહિમા છે તે બીજા કોઈની હોઈ નથી શકતી. શિવ જયંતિ જ હીરાતુલ્ય છે. શ્રીકૃષ્ણ નાં ચરિત્ર વગેરે કંઈ નથી. સતયુગ માં તો નાનાં બાળકો પણ સતોપ્રધાન જ હોય છે. બાળકોમાં કોઈ ચંચળતા વગેરે નથી હોતી. શ્રીકૃષ્ણ માટે દેખાડે છે-માખણ ખાતા હતાં, આ કરતા હતાં, આ તો મહિમા ની બદલે વધારે જ નિંદા કરે છે. કેટલાં ખુશી માં આવીને કહે છે ઈશ્વર સર્વવ્યાપી છે. તારા માં પણ છે, મારા માં પણ છે. આ ખૂબ ભારી ગ્લાનિ છે પરંતુ તમોપ્રધાન મનુષ્ય આ વાતોને સમજી નથી શકતાં. તો પહેલાં-પહેલાં બાપનો પરિચય આપવો જોઈએ-એ નિરાકાર બાપ છે, જેમનું નામ જ છે કલ્યાણકારી શિવ, સર્વ નાં સદ્દગતિ દાતા. એ નિરાકાર બાપ સુખ નાં સાગર, શાંતિ નાં સાગર છે. હવે આટલું દુઃખ શા માટે થયું છે? કારણ કે રાવણ રાજ્ય છે. રાવણ છે બધાનો દુશ્મન, એને મારે પણ છે, પરંતુ મરતો નથી. અહીં કોઈ એક દુઃખ નથી, અપરંઅપાર દુઃખ છે. સતયુગ માં છે અપરંઅપાર સુખ. ૫ હજાર વર્ષ પહેલાં બેહદ નાં બાપ નાં બાળકો બન્યા હતાં અને આ વારસો બાપ પાસે થી લીધો હતો. શિવબાબા આવે છે જરુર, કંઈક તો આવીને કરે છે ને? એક્યુરેટ કરે છે ત્યારે તો મહિમા ગવાય છે. શિવરાત્રી પણ કહે છે પછી છે શ્રીકૃષ્ણ ની રાત્રિ. હવે શિવરાત્રી અને શ્રીકૃષ્ણ ની રાત્રિ ને પણ સમજવું જોઈએ. શિવ તો આવે જ છે બેહદ ની રાત માં. શ્રીકૃષ્ણ નો જન્મ અમૃતવેલે થાય છે, ન કે રાત્રિ માં. શિવ ની રાત્રિ મનાવે છે પરંતુ એમની કોઈ તિથિ-તારીખ નથી. શ્રીકૃષ્ણ નો જન્મ થાય છે અમૃતવેલે. અમૃતવેલા સૌથી શુભ મુહૂર્ત મનાય છે. તે લોકો શ્રીકૃષ્ણ નો જન્મ ૧૨ વાગે મનાવે છે પરંતુ તે પ્રભાત તો થઈ નથી. પ્રભાત સવારે ૨‌-૩ વાગ્યા ને કહેવાય છે જ્યારે સિમરણ પણ કરી શકે. એવું થોડી ૧૨ વાગે વિકાર થી ઉઠીને કોઈ ભગવાન નું નામ પણ લેતા હશે? બિલકુલ નહીં. અમૃતવેલા ૧૨ વાગ્યા ને નથી કહેવાતું. એ સમયે તો મનુષ્ય પતિત ગંદા હોય છે. વાયુમંડળ જ આખું ખરાબ હોય છે. અઢી વાગે થોડી કોઈ ઉઠે છે? ૩-૪ વાગ્યાનો સમય અમૃતવેલા છે. એ સમયે ઉઠીને મનુષ્ય ભક્તિ કરે છે, આ સમય તો મનુષ્યોએ બનાવ્યો છે, પરંતુ તે કોઈ સમય નથી. તો તમે શ્રીકૃષ્ણ ની વેલા કાઢી શકો છો. શિવ ની વેલા કોઈ પણ નથી કાઢી શકતાં. આ તો સ્વયં જ આવીને સમજાવે છે. તો પહેલાં-પહેલાં મહિમા બતાવવાની છે શિવબાબા ની. ગીત અંત માં નહીં, પહેલાં વગાડવું જોઈએ. શિવબાબા સૌથી મીઠાં બાબા છે, એમની પાસેથી બેહદ નો વારસો મળે છે. આજ થી ૫ હજાર વર્ષ પહેલાં આ શ્રીકૃષ્ણ સતયુગ નાં પહેલા પ્રિન્સ હતાં. ત્યાં અપરંઅપાર સુખ હતાં. હમણાં પણ સ્વર્ગ નું ગાયન કરતા રહે છે. કોઈ મરે છે તો કહેશે ફલાણા સ્વર્ગ ગયાં. અરે, હમણાં તો નર્ક છે. સ્વર્ગ હોય તો સ્વર્ગ માં પુનર્જન્મ લઈ શકે.

સમજાવવું જોઈએ અમારી પાસે તો આટલાં વર્ષો નો અનુભવ છે, તે ફક્ત ૧૫ મિનિટ માં તો ન સમજાવી શકીએ, એમાં તો સમય જોઈએ. પહેલાં-પહેલાં તો એક સેકન્ડ ની વાત સંભળાવે છે, બેહદનાં બાપ જે દુઃખહર્તા સુખકર્તા છે, એમનો પરિચય આપે છે. એ આપણા સર્વ આત્માઓનાં બાપ છે. આપણે બી.કે. બધાં શિવબાબા ની શ્રીમત પર ચાલીએ છીએ. બાપ કહે છે તમે બધાં ભાઈ-ભાઈ છો, હું તમારો બાપ છું. હું ૫ હજાર વર્ષ પહેલાં આવ્યો હતો, ત્યારે તો શિવ જયંતિ મનાવો છો. સ્વર્ગ માં કંઈ મનાવાતું નથી. શિવ જયંતિ થાય છે, જેની પછી ભક્તિમાર્ગ માં યાદગાર મનાવાય છે. આ ગીતા એપિસોડ ચાલી રહ્યો છે. નવી દુનિયાની સ્થાપના બ્રહ્મા દ્વારા, જૂની દુનિયાનો વિનાશ શંકર દ્વારા. હવે આ જૂની દુનિયાનું વાયુમંડળ તો તમે જોઈ રહ્યા છો, આ પતિત દુનિયાનો વિનાશ જરુર થવાનો છે એટલે કહે છે પાવન દુનિયામાં લઈ ચાલો. અથાહ દુઃખ છે-લડાઈ, મોત, વિધવાપણું, જીવઘાત કરવો… સતયુગ માં તો અપાર સુખો નું રાજ્ય હતું. આ મુખ્ય લક્ષ નું ચિત્ર તો જરુર ત્યાં લઈ જવું જોઈએ. આ લક્ષ્મી-નારાયણ વિશ્વ નાં માલિક હતાં. ૫ હજાર વર્ષ ની વાત સંભળાવે છે- એમણે કેવી રીતે આ જન્મ મેળવ્યો? કયા કર્મ કર્યાં જે આ બન્યાં? કર્મ-અકર્મ-વિકર્મ ની ગતિ બાપ જ સમજાવે છે. સતયુગ માં કર્મ અકર્મ થઈ જાય છે. અહીં તો રાવણ રાજ્ય હોવાને કારણે કર્મ વિકર્મ બની જાય છે એટલે એને પાપ આત્માઓની દુનિયા કહેવાય છે. લેન-દેન પણ પાપ આત્માઓ સાથે જ છે. પેટ માં જ બાળકો હોય છે તો સગાઈ કરી દે છે. કેટલી ક્રિમિનલ દૃષ્ટિ છે. અહીં છે જ ક્રિમિનલ આઈઝડ. સતયુગ ને કહેવાય છે સિવિલાઈઝડ. આ આંખો ખૂબ પાપ કરે છે. ત્યાં કોઈ પાપ નથી કરતાં. સતયુગ થી લઈને કળિયુગ અંત સુધી હિસ્ટ્રી-જોગ્રાફી રિપીટ થાય છે. આ તો જાણવું જોઈએ ને? દુઃખધામ સુખધામ કેમ કહેવાય છે? બધો આધાર છે પતિત અને પાવન હોવાનાં ઉપર એટલે બાપ કહે છે કામ મહાશત્રુ છે, એને જીતવાથી તમે જગતજીત બનશો. અડધોકલ્પ પવિત્ર દુનિયા હતી, જેમાં શ્રેષ્ઠ દેવતા હતાં. હમણાં તો ભ્રષ્ટાચારી છે. એક તરફ કહે પણ છે આ ભ્રષ્ટાચારી દુનિયા છે પછી બધાને શ્રી શ્રી કહેતા રહે છે, જે આવે છે તે બોલી દે છે. આ બધું સમજવાનું છે. હમણાં તો મોત સામે છે. બાપ કહે છે મામેકમ્ યાદ કરો તો પાપ કપાઈ જશે. તમે સતોપ્રધાન બની જશો. સુખધામ નાં માલિક બનશો. હમણાં તો છે જ દુઃખ. કેટલી પણ તે લોકો કોન્ફરન્સ કરે, સંગઠન કરે પરંતુ એનાથી કંઈ થવાનું નથી. સીડી નીચે ઉતરતા જ જાય છે. બાપ પોતાનું કાર્ય પોતાનાં બાળકો દ્વારા કરી રહ્યા છે. તમે પોકારો છો - પતિત-પાવન આવો, તો હું પોતાનાં સમય પર આવ્યો છું. યદા યદાહિ ધર્મસ્ય… આનો અર્થ પણ નથી જાણતાં. બોલાવે છે તો જરુર સ્વયં પતિત છે. બાપ કહે છે રાવણે તમને પતિત બનાવ્યા છે, હવે હું પાવન બનાવવા આવ્યો છું. તે પાવન દુનિયા હતી. આ પતિત દુનિયા છે. પાંચ વિકાર બધામાં છે, અપરમઅપાર દુઃખ છે. બધી બાજુ અશાંતિ જ અશાંતિ છે. જ્યારે તમે બિલકુલ તમોપ્રધાન, પાપ આત્મા બની જાઓ છો ત્યારે હું આવું છું. જે મને સર્વવ્યાપી કહી મારો અપકાર કરે છે, એવાં-એવાં નો પણ હું ઉપકાર કરવા આવ્યો છું. મને તમે નિમંત્રણ આપો છો કે આ પતિત રાવણની દુનિયામાં આવો. પતિત શરીર માં આવો. મને પણ રથ તો જોઈએ ને? પાવન રથ તો જોઈતો નથી. રાવણ રાજ્ય માં છે જ પતિત. પાવન કોઈ નથી. બધાં વિકાર થી જ પેદા થાય છે. આ વિશશ વર્લ્ડ છે, તે છે વાઈસલેસ વર્લ્ડ. હવે તમે તમોપ્રધાન થી સતોપ્રધાન કેવી રીતે બનશો? પતિત-પાવન તો હું જ છું. મારી સાથે યોગ લગાવો, ભારત નો પ્રાચીન રાજયોગ આ છે. આવશે પણ જરુર ગૃહસ્થ માર્ગ માં. કેવી રીતે વન્ડરફુલ રીતે આવે છે? આ પિતા પણ છે તો મા પણ છે કારણ કે ગૌ-મુખ જોઈએ, જેનાથી અમૃત નીકળે. તો આ માતા-પિતા છે, પછી માતાઓને સંભાળવા માટે સરસ્વતી ને હેડ (મુખ્ય) રાખ્યા છે, એમને કહેવાય છે જગત અંબા. કાળી માતા કહે છે. એવાં કાળા કોઈ શરીર હોય છે શું? શ્રીકૃષ્ણ ને કાળા કરી દીધાં છે કારણ કે કામ ચિતા પર ચઢી કાળા બની ગયા છે. શ્રીકૃષ્ણ જ સાંવરા (કાળા) પછી ગોરા બને છે. આ બધી વાતો ને સમજવા માટે પણ સમય જોઈએ. કોટો માં કોઈ, કોઈ માં પણ કોઈ ની બુદ્ધિ માં બેસતું હશે કારણ કે બધામાં પાંચ વિકાર પ્રવેશ છે. તમે આ વાત સભા માં પણ સમજાવી શકો છો કારણ કે કોઈને પણ બોલવાનો હક્ક છે, એવો મોકો લેવો જોઈએ. ઓફિશિયલ સભા માં કોઈ વચ્ચે પ્રશ્ન વગેરે નથી કરતાં... નથી સાંભળવું તો શાંતિ થી ચાલ્યા જાઓ, અવાજ નહીં કરો. એવું-એવું સમજાવો. હમણાં તો અપાર દુઃખ છે. દુઃખ નાં પહાડ પડવાના છે. આપણે બાપ ને, રચના ને જાણીએ છીએ. તમે તો કોઈનાં પણ ઓક્યુપેશન ને નથી જાણતા, બાપે ભારત ને પેરેડાઇઝ ક્યારે અને કેવી રીતે બનાવ્યું હતું? આ તમે નથી જાણતાં, આવો તો સમજાવીએ. ૮૪ જન્મ કેવી રીતે લે છે? ૭ દિવસ નો કોર્સ કરો તો તમને ૨૧ જન્મ માટે પાપ આત્મામાંથી પુણ્ય આત્મા બનાવી દેશે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. કર્મ-અકર્મ-વિકર્મ ની ગુહ્ય ગતિ જે બાપે સમજાવી છે, તે બુદ્ધિમાં રાખી પાપ આત્માઓ સાથે હવે લેવડ-દેવડ નથી કરવાની.

2. શ્રીમત પર પોતાનો બુદ્ધિયોગ એક બાપ સાથે લગાવવાનો છે. સતોપ્રધાન બનવાનો પુરુષાર્થ કરવાનો છે. દુઃખધામ ને સુખધામ બનાવવા માટે પતિત થી પાવન બનવાનો પુરુષાર્થ કરવાનો છે. ક્રિમિનલ દૃષ્ટિ ને બદલવાની છે.

વરદાન :-
નોલેજફુલ બની સર્વ વ્યર્થ નાં પ્રશ્નો ને યજ્ઞ માં સ્વાહા કરવા વાળા નિર્વિઘ્ન ભવ

જ્યારે કોઈ વિઘ્ન આવે છે તો શું-કેમ નાં અનેક પ્રશ્નો માં ચાલ્યા જાઓ છો, પ્રશ્નચિત્ત બનવું અર્થાત્ પરેશાન થવું. નોલેજફુલ બની યજ્ઞ માં સર્વ વ્યર્થ પ્રશ્નો ને સ્વાહા કરી દો તો તમારો પણ સમય બચશે અને બીજાઓનો પણ સમય બચી જશે, એમાં સહજ જ નિર્વિઘ્ન બની જશો. નિશ્ચય અને વિજય જન્મ સિદ્ધ અધિકાર છે-આ શાન માં રહો તો ક્યારેય પણ પરેશાન નહીં થશો.

સ્લોગન :-
સદા ઉત્સાહ માં રહેવું અને બીજાઓને ઉત્સાહ અપાવવો - આ જ તમારું ઓક્યુપેશન (કર્તવ્ય) છે.