12-07-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમારે સાચાં - સાચાં વૈષ્ણવ બનવાનું છે , સાચાં વૈષ્ણવ ભોજન ની પરેજી ની સાથે - સાથે પવિત્ર પણ રહે છે”

પ્રશ્ન :-
કયો અવગુણ ગુણ માં પરિવર્તન થઈ જાય તો બેડો પાર થઈ શકે છે?

ઉત્તર :-
સૌથી મોટો અવગુણ છે મોહ. મોહ નાં કારણે સંબંધીઓ ની યાદ સતાવતી રહે (હેરાન કરે) છે. કોઈ નાં કોઈ સંબંધી મરે છે તો ૧૨ મહિના સુધી તેને યાદ કરતા રહે છે. મોઢું ઢાંકીને રડતા રહેશે, યાદ આવતી રહેશે. એમ જ જો બાપ ની યાદ સતાવે, દિવસ-રાત તમે બાપ ને યાદ કરો તો તમારો બેડો પાર થઈ જશે. જેમ લૌકિક સબંધી ને યાદ કરો એમ બાપ ને યાદ કરો તો અહો સૌભાગ્ય…

ઓમ શાંતિ!
બાપ રોજ-રોજ બાળકો ને સમજાવે છે કે સ્વયં ને આત્મા સમજી બાપ ની યાદ માં બેસો. આજે એમાં ઉમેરો કરે છે - ફક્ત બાપ નહીં બીજું પણ સમજવાનું છે. મુખ્ય વાત જ આ છે - પરમપિતા પરમાત્મા શિવ, એમને ગોડફાધર પણ કહે છે, જ્ઞાન સાગર પણ છે. જ્ઞાન સાગર હોવાનાં કારણે શિક્ષક પણ છે, રાજયોગ શીખવાડે છે. આ સમજાવવા થી સમજશે કે સત્ય બાપ આમને ભણાવી રહ્યાં છે. પ્રેક્ટિકલ વાત આ સંભળાવે છે. એ સર્વ નાં બાપ પણ છે, શિક્ષક પણ છે, સદ્દગતિ દાતા પણ છે અને પછી એમને નોલેજફુલ કહેવાય છે. બાપ, શિક્ષક, પતિત-પાવન, જ્ઞાન સાગર છે. પહેલાં-પહેલાં તો બાપ ની મહિમા કરવી જોઈએ. એ આપણ ને ભણાવી રહ્યાં છે. આપણે છીએ બ્રહ્માકુમાર-કુમારીઓ. બ્રહ્મા પણ રચના છે શિવબાબા ની અને હમણાં છે પણ સંગમયુગ. મુખ્ય ઉદ્દેશ પણ રાજયોગ નો છે, આપણને રાજયોગ શીખવાડે છે. તો શિક્ષક પણ સિદ્ધ થયાં. અને આ ભણતર છે જ નવી દુનિયા માટે. અહીં બેસીને આ પાક્કું કરો - અમારે શું-શું સમજાવવાનું છે. આ અંદર ધારણા હોવી જોઈએ. આ તો જાણો છો કોઈને વધારે ધારણા હોય છે, કોઈને ઓછી. અહીં પણ જે જ્ઞાન માં વધારે આગળ જાય છે તેમનું નામ થાય છે. પદ પણ ઊંચું થાય છે. પરેજી પણ બાબા બતાવતા રહે છે. તમે પૂરાં વૈષ્ણવ બનો છો. વૈષ્ણવ અર્થાત્ જે વેજિટેરિયન (શાકાહારી) હોય છે. માસ-મદિરા વગેરે નથી ખાતાં. પરંતુ વિકાર માં તો જાય છે, બાકી વૈષ્ણવ બન્યાં તો શું થયું? વૈષ્ણવ કુળ નાં કહેવાય છે અર્થાત્ કાંદા વગેરે તમોગુણી વસ્તુ નથી ખાતાં. આપ બાળકો જાણો છો - તમોગુણી વસ્તુ કઈ-કઈ હોય છે. કોઈ સારા મનુષ્ય પણ હોય છે, જેમને રિલીજિયસ માઈન્ડેડ અથવા ભક્ત કહેવાય છે. સંન્યાસીઓ ને કહેવાશે પવિત્ર આત્મા અને જે દાન વગેરે કરે છે તેમને કહેવાશે પુણ્ય આત્મા. આનાંથી પણ સિદ્ધ થાય છે - આત્મા જ દાન-પુણ્ય કરે છે એટલે પુણ્ય આત્મા, પવિત્ર આત્મા કહેવાય છે. આત્મા કોઈ નિર્લેપ નથી. એવાં સારા-સારા શબ્દ યાદ કરવા જોઈએ. સાધુઓ ને પણ મહાન આત્મા કહે છે. મહાન પરમાત્મા નથી કહેવાતાં. તો સર્વવ્યાપી કહેવું ખોટું છે. સર્વ આત્માઓ છે, જે પણ છે બધામાં આત્મા છે. ભણેલા-ગણેલા જે છે તે સિદ્ધ કરી બતાવે છે ઝાડ માં પણ આત્મા છે. કહે છે ૮૪ લાખ યોનિઓ જે છે તેમાં પણ આત્મા છે. આત્મા ન હોત તો વૃદ્ધિ કેવી રીતે થાત? મનુષ્ય નો જે આત્મા છે તે તો જડ માં જઈ ન શકે. શાસ્ત્રો માં એવી-એવી વાતો લખી દીધી છે. ઈન્દ્રપ્રસ્થ થી ધક્કો આપ્યો તો પથ્થર બની ગયાં. હવે બાપ સમજાવે છે, બાપ બાળકો ને કહે છે દેહ નાં સંબંધ તોડી સ્વયં ને આત્મા સમજો. મામેકમ્ યાદ કરો. બસ, તમારા ૮૪ જન્મ હવે પૂરાં થયાં. હવે તમોપ્રધાન થી સતોપ્રધાન બનવાનું છે. દુઃખધામ છે અપવિત્ર ધામ. શાંતિધામ અને સુખધામ છે પવિત્ર ધામ. આ તો સમજો છો ને? સુખધામ માં રહેવા વાળા દેવતાઓ ની આગળ માથું નમાવે છે. સિદ્ધ થાય છે ભારત માં નવી દુનિયામાં પવિત્ર આત્માઓ હતાં, ઊંચ પદ વાળા હતાં. હમણાં તો ગાય છે મુજ નિર્ગુણ હારે મેં કોઈ ગુણ નાહીં… છે પણ એવું. કોઈ ગુણ નથી. મનુષ્યો માં મોહ પણ ખૂબ હોય છે, મરેલા ની પણ યાદ રહે છે. બુદ્ધિ માં આવે છે આ મારા બાળકો છે. પતિ અથવા બાળક મરે તો તેમને યાદ કરતા રહે છે. સ્ત્રી ૧૨ મહિના સુધી તો સારી રીતે યાદ કરે છે, મોઢું ઢાંકીને રોતી રહે છે. એવું મોઢું ઢાંકીને જો તમે બાપ ને યાદ કરો દિવસ-રાત, તો બેડો જ પાર થઈ જાય. બાપ કહે છે - જેમ પતિ ને તમે યાદ કરતા રહો છો એમ મને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થઈ જાય. બાપ યુક્તિઓ બતાવે છે આમ-આમ કરો.

પોતામેલ જુએ છે આજે આટલો ખર્ચો થયો, આટલો ફાયદો થયો, બેલેન્સ (હિસાબ) રોજ કાઢે છે. કોઈ મહિને-મહિને કાઢે છે. અહીં તો આ ખૂબ જરુરી છે, બાપે વારંવાર સમજાવ્યું છે. બાપ કહે છે આપ બાળકો સૌભાગ્યશાળી, હજાર ભાગ્યશાળી, કરોડ ભાગ્યશાળી, પદમ, અરબ, ખરબ ભાગ્યશાળી છો. જે બાળકો પોતાને સૌભાગ્યશાળી સમજે છે, તે જરુર સારી રીતે બાપ ને યાદ કરતા રહેશે. એ જ ગુલાબ નાં ફૂલ બનશે. આ તો નટશેલ (સાર) માં સમજાવવાનું હોય છે. બનવાનું તો સુગંધિત ફૂલ છે. મુખ્ય છે યાદ ની વાત. સંન્યાસીઓ એ યોગ શબ્દ કહી દીધો છે. લૌકિક બાપ એવું નહીં કહેશે કે મને યાદ કરો અથવા પૂછે કે મને યાદ કરો છો? બાપ બાળકો ને, બાળક બાપ ને યાદ છે જ. આ તો કાયદો છે. અહીં પૂછવું પડે છે કારણકે માયા ભુલાવી દે છે. અહીં આવે છે, સમજે છે અમે બાપ ની પાસે જઈએ છીએ તો બાપ ની યાદ રહેવી જોઈએ એટલે બાબા ચિત્ર પણ બનાવે છે તો તે પણ સાથે હોય. પહેલાં-પહેલાં હંમેશા બાપ ની મહિમા શરું કરો. આ આપણા બાબા છે, આમ તો બધાનાં બાપ છે. સર્વ નાં સદ્દગતિ દાતા, જ્ઞાન નાં સાગર નોલેજફુલ છે. બાબા આપણને સૃષ્ટિ ચક્ર નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન આપે છે, જેનાં થી આપણે ત્રિકાળદર્શી બની જઈએ છીએ. ત્રિકાળદર્શી આ સૃષ્ટિ પર કોઈ મનુષ્ય હોઈ ન શકે. બાપ કહે છે આ લક્ષ્મી- નારાયણ પણ ત્રિકાળદર્શી નથી. આ ત્રિકાળદર્શી બનીને શું કરશે? તમે બનો છો અને બનાવો છો. આ લક્ષ્મી-નારાયણ માં જ્ઞાન હોત તો પરંપરા થી ચાલત. વચ્ચે તો વિનાશ થઈ જાય છે એટલે પરંપરા તો ચાલી ન શકે. તો બાળકો એ આ ભણતર નું સારી રીતે સિમરણ કરવાનું છે. તમારું પણ ઊંચા માં ઊંચું ભણતર સંગમ પર જ હોય છે. તમે યાદ નથી કરતાં, દેહ-અભિમાન માં આવી જાઓ છો તો માયા થપ્પડ મારી દે છે. જ્યારે સોળે કળા સંપૂર્ણ બનશો ત્યારે વિનાશ ની પણ તૈયારી થશે. તેઓ વિનાશ માટે અને તમે અવિનાશી પદ માટે તૈયારી કરી રહ્યાં છો. કૌરવ અને પાંડવો ની લડાઈ થઈ નથી, કૌરવો અને યાદવો ની થાય છે. ડ્રામા અનુસાર પાકિસ્તાન પણ થઈ ગયું. તે પણ શરુ ત્યારે થયું જ્યારે તમારો જન્મ થયો. હવે બાપ આવ્યાં છે તો બધું પ્રેક્ટિકલ થવું જોઈએ ને? અહીં માટે જ કહે છે લોહી ની નદીઓ વહે છે ત્યાર પછી ઘી ની નદીઓ વહેશે. હમણાં પણ જુઓ લડતાં રહે છે. ફલાણું શહેર આપો, નહીં તો લડાઈ કરીશું. અહીં થી પસાર ન થાઓ, આ અમારો રસ્તો છે. હવે તે શું કરે? સ્ટીમર કેવી રીતે જશે? પછી સલાહ કરે છે. જરુર સલાહ પૂછતાં હશે. મદદ ની ઉમ્મીદ મળી હશે, તેઓ પરસ્પર જ ખતમ કરી દેશે. અહીં પછી સિવિલવોર (ગૃહ યુદ્ધ) ની ડ્રામા માં નોંધ છે.

હવે બાપ કહે છે - મીઠાં બાળકો, ખૂબ-ખૂબ સમજદાર બનો. અહીં થી બહાર ઘર માં જવાથી પછી ભૂલી ન જાઓ. અહીં તમે આવો છો કમાણી જમા કરવાં. નાનાં-નાનાં બાળકો ને લઈ આવો છો તો તેમના બંધન માં રહેવું પડે છે. અહીં તો જ્ઞાન સાગર નાં કાંઠા પર આવો છો, જેટલી કમાણી કરશો એટલું સારું છે. આમાં લાગી જવું જોઈએ. તમે આવો જ છો અવિનાશી જ્ઞાન-રત્નો ની ઝોલી ભરવાં. ગાય પણ છે ને ભોળાનાથ ભર દે ઝોલી. ભક્ત તો શંકર ની આગળ જઈને કહે છે ઝોલી ભરી દો. તે પછી શિવ-શંકર ને એક સમજી લે છે. શિવ-શંકર મહાદેવ કહી દે છે. તો મહાદેવ ઊંચા થઈ જાય. આવી નાની-નાની વાતો ખૂબ સમજવાની છે.

આપ બાળકો ને સમજાવાય છે - હમણાં તમે બ્રાહ્મણ છો, નોલેજ મળી રહી છે. ભણતર થી મનુષ્ય સુધરે છે. ચાલ-ચલન પણ સારી થાય છે. હમણાં તમે ભણો છો. જે સૌથી વધારે ભણે અને ભણાવે છે, તેમનાં મેનર્સ (શિષ્ટાચાર) પણ સારા હોય છે. તમે કહેશો સૌથી સારા મમ્મા-બાબા નાં મેનર્સ છે. આ પછી થઈ ગઈ મોટી મમ્મા, જેમાં પ્રવેશ કરી બાળકો ને રચે છે. માત-પિતા કમ્બાઈન્ડ (સાથે) છે. કેટલી ગુપ્ત વાતો છે. જેમ તમે ભણો છો તેમ મમ્મા પણ ભણતી હતી. એમને એડોપ્ટ કરી. સમજુ હતી તો ડ્રામા અનુસાર સરસ્વતી નામ પડ્યું. બ્રહ્મપુત્રા મોટી નદી છે. મેળો પણ લાગે છે સાગર અને બ્રહ્મપુત્રા નો. આ મોટી નદી થઈ તો મા પણ થઈ ને? આપ મીઠાં-મીઠાં બાળકો ને કેટલાં ઊંચે લઈ જાય છે. બાપ આપ બાળકો ને જ જુએ છે. એમને તો કોઈને યાદ કરવાના નથી. આમનાં આત્મા ને તો બાપ ને યાદ કરવાના છે. બાપ કહે છે અમે બન્ને, બાળકો ને જોઈએ છીએ. મુજ આત્મા ને તો સાક્ષી થઈ નથી જોવાનું, પરંતુ બાપ નાં સંગ માં હું પણ એમ જોઉં છું. બાપ ની સાથે રહું તો છું ને? એમનું બાળક છું તો સાથે જોઉં છું. હું વિશ્વ નો માલિક બનીને ફરું છું, જાણે કે હું જ આ કરું છું. હું દૃષ્ટિ આપું છું. દેહ સહિત બધું જ ભૂલવાનું હોય છે. બાકી બાળક અને બાપ જાણે એક થઈ જાય છે. તો બાપ સમજાવે છે ખૂબ પુરુષાર્થ કરો. બરોબર મમ્મા-બાબા સૌથી વધારે સર્વિસ કરે છે. ઘર માં પણ મા-બાપ ખૂબ સર્વિસ કરે છે ને? સર્વિસ કરવા વાળા જરુર પદ પણ ઊંચ મેળવશે તો પછી ફોલો (અનુકરણ) કરવું જોઈએ ને? જેમ બાપ અપકારીઓ પર પણ ઉપકાર કરે છે, એમ તમે પણ ફોલો ફાધર કરો. આનો પણ અર્થ સમજવાનો છે. બાપ કહે છે મને યાદ કરો બીજા કોઈને પણ નહીં સાંભળો. કોઈ કાંઈ બોલે, સાંભળ્યું-નસાંભળ્યું કરી દો. તમે હસતા રહો તો તે જાતે જ ઠંડા થઈ જશે. બાબાએ કહ્યું હતું કોઈ ક્રોધ કરે તો તમે તેનાં પર ફૂલ ચઢાવો, બોલો તમે અપકાર કરો છો, અમે ઉપકાર કરીએ છીએ. બાપ સ્વયં કહે છે આખી દુનિયા નાં મનુષ્ય મારા અપકારી છે, મને સર્વવ્યાપી કહીને કેટલી ગાળો આપે છે હું તો બધાનો ઉપકારી છું. આપ બાળકો પણ બધાનો ઉપકાર કરવા વાળા છો. તમે વિચાર કરો-આપણે શું હતાં, હમણાં શું બનીએ છીએ? વિશ્વ નાં માલિક બનીએ છીએ. સ્વપ્નમાત્ર પણ નહોતું. ઘણા ને ઘરે બેઠાં સાક્ષાત્કાર થયા છે. પરંતુ સાક્ષાત્કાર થી કાંઈ થાય થોડી છે? ધીરે-ધીરે ઝાડ ની વૃદ્ધિ થતી રહેશે. આ નવું દૈવી ઝાડ સ્થાપન થઈ રહ્યું છે ને? બાળકો જાણે છે આપણો દૈવી ફૂલો નો બગીચો બની રહ્યો છે. સતયુગ માં દેવતાઓ જ રહે છે જે ફરી આવવાનાં છે, ચક્ર ફરતું રહે છે. ૮૪ જન્મ પણ એ જ લેશે. બીજા આત્માઓ પછી ક્યાંથી આવશે? ડ્રામા માં જે પણ આત્માઓ છે, કોઈ પણ પાર્ટ થી છૂટી નથી શકતાં. આ ચક્ર ફરતું જ રહે છે. આત્મા ક્યારેય ઘટતો નથી. નાનો-મોટો થતો નથી.

બાપ બેસીને મીઠાં બાળકો ને સમજાવે છે, કહે છે બાળકો સુખદાયી બનો. મા કહે છે ને - પરસ્પર લડો-ઝઘડો નહીં. બેહદ નાં બાપ પણ બાળકો ને કહે છે યાદ ની યાત્રા ખૂબ સહજ છે. તે યાત્રા તો જન્મ-જન્માન્તર કરતા આવ્યાં છો છતાં પણ સીડી નીચે ઉતરતા પાપ આત્મા બનતા જાઓ છો. બાપ કહે છે આ છે રુહાની યાત્રા. તમારે આ મૃત્યુલોક માં પાછા નથી આવવાનું. તે યાત્રા થી તો પાછા આવે છે પછી એવાં ને એવાં બની જાય છે. તમે તો જાણો છો આપણે સ્વર્ગ માં જઈએ છીએ. સ્વર્ગ હતું ફરી થશે. આ ચક્ર ફરવાનું છે. દુનિયા એક જ છે બાકી તારાઓ વગેરે માં કોઈ દુનિયા નથી. ઉપર જઈને જોવા માટે કેટલું માથું મારતા રહે છે. માથું મારતાં-મારતાં મોત સામે આવી જશે. આ બધું છે સાયન્સ (વિજ્ઞાન). ઉપર જશે પછી શું થશે? મોત તો સામે છે. એક તરફ ઉપર જઈને શોધ કરે છે. બીજી તરફ મોત માટે બોમ્બ્સ બનાવી રહ્યાં છે. મનુષ્યો ની બુદ્ધિ જુઓ કેવી છે? સમજે પણ છે કોઈ પ્રેરક છે. પોતે કહે છે વર્લ્ડ વોર (વિશ્વયુદ્ધ) જરુર થવાનું છે. આ એ જ મહાભારત લડાઈ છે. હમણાં આપ બાળકો પણ જેટલો પુરુષાર્થ કરશો, એટલું જ કલ્યાણ કરશો. ખુદા નાં બાળકો તો છો જ. ભગવાન પોતાનાં બાળક બનાવે છે તો તમે ભગવાન-ભગવતી બની જાઓ છો. લક્ષ્મી-નારાયણ ને ગોડ-ગોડેઝ કહે છે ને? કૃષ્ણ ને ગોડ (ભગવાન) માને છે, રાધા ને એટલું નહીં. સરસ્વતી નું નામ છે, રાધા નું નથી. કળશ પછી લક્ષ્મી ને દેખાડે છે. આ પણ ભૂલ કરી દીધી છે. સરસ્વતી નાં પણ અનેક નામ રાખી દીધાં છે. તે તો તમે જ છો. દેવીઓ ની પણ પૂજા થાય છે તો આત્માઓ ની પણ પૂજા થાય છે. બાપ બાળકો ને દરેક વાત સમજાવતા રહે છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. જેમ બાપ અપકારી પર પણ ઉપકાર કરે છે, એમ ફોલો ફાધર (બાપનું અનુકરણ) કરવાનું છે. કોઈ કાંઈ બોલે તો સાંભળ્યું-નસાંભળ્યું કરી દેવાનું છે, હસતા રહેવાનું છે, એક બાપ થી જ સાંભળવાનું છે.

2. સુખદાયી બની બધાને સુખ આપવાનું છે, પરસ્પર લડવા-ઝઘડવાનું નથી. સમજદાર બની પોતાની ઝોલી અવિનાશી જ્ઞાન-રત્નો થી ભરપૂર કરવાની છે.

વરદાન :-
સાગર નાં તળિયા માં જઈ અનુભવ રુપી રત્ન પ્રાપ્ત કરવા વાળા સદા સમર્થ આત્મા ભવ

સમર્થ આત્મા બનવા માટે યોગ ની દરેક વિશેષતા નો, દરેક શક્તિ નો અને દરેક જ્ઞાન નાં મુખ્ય પોઈન્ટ નો અભ્યાસ કરો. અભ્યાસી, લગન માં મગન રહેવા વાળા આત્મા ની સામે કોઈ પણ પ્રકાર નું વિધ્ન ઊભું રહી નથી શકતું એટલે અભ્યાસ ની પ્રયોગશાળા માં બેસી જાઓ. હજી સુધી જ્ઞાન નાં સાગર, ગુણો નાં સાગર, શક્તિઓ નાં સાગર માં ઉપર-ઉપર ની લહેરો માં લહેરાઓ છો, પરંતુ હવે સાગર નાં તળિયા માં જાઓ તો અનેક પ્રકાર નાં વિચિત્ર અનુભવ નાં રત્ન પ્રાપ્ત કરી સમર્થ આત્મા બની જશો.

સ્લોગન :-
અશુદ્ધિ જ વિકાર રુપી ભૂતો નું આહવાન કરે છે એટલે સંકલ્પો થી પણ શુદ્ધ બનો.

અવ્યક્ત ઇશારા - સંકલ્પો ની શક્તિ જમા કરી શ્રેષ્ઠ સેવા નાં નિમિત્ત બનો

જેવી રીતે બ્રહ્મા બાપે વિશેષ શ્રેષ્ઠ સંકલ્પ થી બાળકો નું આહવાન કર્યુ અર્થાત્ રચના રચી. આ સંકલ્પ ની રચના પણ ઓછી નથી. શ્રેષ્ઠ શક્તિશાળી સંકલ્પે પ્રેરીત કરી ભિન્ન-ભિન્ન ધર્મ નાં પડદાઓ માંથી કાઢીને નજીક લાવ્યાં. એવી રીતે આપ બાળકો પણ શક્તિશાળી શ્રેષ્ઠ સંકલ્પધારી બનો. પોતાનાં સંકલ્પો ની શક્તિ નો વધારે ખર્ચ ન કરો, વ્યર્થ ન ગુમાવો. તો શ્રેષ્ઠ સંકલ્પ થી પ્રાપ્તિ પણ શ્રેષ્ઠ થશે.