12-07-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 31.12.2010
બાપદાદા મધુબન
“ જૂનાં વર્ષ ને વિદાય
આપવાની સાથે જૂનાં સંસ્કારો ને વિદાય આપી નિર્વિઘ્ન રહેવાનો દૃઢ સંકલ્પ લો
અને રહેમદિલ ,
માસ્ટર દાતા બની મન્સા સેવા દ્વારા દુઃખી - અશાંત આત્માઓ ને સહારો આપો”
આજે બાપદાદા ચારેય
તરફ નાં બાળકો ને નવાં વર્ષ અને નવી દુનિયાની મુબારક આપવા, સૂક્ષ્મ વતન થી સ્થૂળ
વતન માં મુબારક આપવા આવ્યા છે. બધા બાળકો પણ સ્નેહ અને પ્રેમ થી પોતાનાં મધુબન ઘર
માં પહોંચી ગયા છે. દુનિયા વાળા તો ફક્ત નવું વર્ષ મનાવે છે, જે એક દિવસ નું હોય
છે. તમે લોકો નવી દુનિયાનાં સંગમ પર સદા મનાવતા રહો છો. તમારા સામે નવી દુનિયા નયનો
માં સદા સમાયેલી છે. યાદ કરો અને પહોંચી જાઓ. આંખો માં સમાયેલી છે ને! અનુભવ થાય છે
કે હમણાં-હમણાં સંગમ પર છીએ, આજે સંગમ પર છીએ અને કાલે પોતાનાં રાજ્ય માં ગયાં કે
ગયાં! એવું નયનો માં સ્પષ્ટ દેખાય છે. દુનિયા વાળા તો એકબીજા ને એક દિવસ ની મુબારક
આપે છે પરંતુ તમને બાપદાદાએ ગિફ્ટ માં સ્વર્ણિમ દુનિયા આપ્યું છે, જે ઘણો સમય ચાલવા
વાળી છે. એવી નયનો માં સમાયેલી છે જે એક સેકન્ડ માં પહોંચી શકો છો. બધાનાં સામે
પોતાની ગોલ્ડન દુનિયા નયનો માં સમાયેલી છે. એક સેકન્ડ માં પહોંચી શકો છો ને! આજે
સંગમ માં છીએ કાલે રાજ્ય અધિકારી બની રાજ્ય કરશો.
હવે સમય અનુસાર જાણો
છો કે તમારા પૂર્વજો નાં ભક્ત લોકો દુઃખી અને અશાંત હોવાને કારણે, આપ પૂર્વજ આત્માઓ
ને કેટલાં પોકારી રહ્યાં છે. અવાજ સાંભળવામાં આવે છે, કેવી રીતે દુઃખ-અશાંતિ થી
પોકારી રહ્યા છે? અમને શાંતિ આપી દો, સુખ આપી દો, ખુશી આપી દો. અવાજ સાંભળવામાં આવે
છે? આપો, આપો… તો હવે આપ આત્માઓએ રહેમદિલ, કલ્યાણકારી દાતા નાં બાળક રુપ માં
આત્માઓને મન્સા સેવા દ્વારા આપવાનું કાર્ય કરવાનું છે. બાપદાદા ને તો બહુ જ તરસ પડે
છે એ દુઃખી, અશાંત આત્માઓ પર. તમને પણ તરસ પડે છે ને! (ખાંસી આવી) (આજે બ્રહ્મા બાપ
ને ખાંસી આવી ગઈ છે) તો તમને પણ આત્માઓનાં ઉપર તરસ પડી રહ્યો છે ને! હવે આ વર્ષ
માં, કારણકે આજ નાં દિવસે વર્ષ નવું આવી પણ રહ્યું છે અને જૂનું વર્ષ જવાનું પણ છે.
તો જવા વાળા વર્ષ માં તમે શું પ્લાન બનાવ્યો છે? વર્ષ તો જશે પરંતુ તમે બધા પોતાનાં
માટે વર્ષ ની સાથે શું વિદાય આપશો? જેવી રીતે વર્ષ વિદાય લેશે તેવી રીતે તમે પોતાનાં
જીવન માં શું વિદાય આપશો? અને નવું શું ભરશો? સદા નાં માટે વિદાય આપશો કે થોડા સમય
નાં માટે? કારણકે બાપદાદાએ ઇશારો આપ્યો છે કે હમણાં સુધી જે જૂનાં સંસ્કાર રહેલા છે
એ સંસ્કારો ને મન માં જોઈને, જાણીને સમાપ્ત કરવાનાં જ છે. બાપદાદાને આ જૂનાં
સંસ્કાર પુરુષાર્થ માં વિઘ્ન રુપ દેખાય છે. બાળકો એક તરફ કહે છે કે બાબા જ મારો
સંસાર છે પછી જૂનાં સંસ્કાર ક્યાંથી આવ્યાં? સંસાર જ બાપ છે તો આ જૂનાં સંસ્કાર જે
પુરુષાર્થ માં વિઘ્ન નાંખે છે, આ ખલાસ થવાં જોઈએ ને! અમૃતવેલા જ્યારે બધા રુહરિહાન
કરે છે તો બાપે જોયું કે બધા પોતાનો પોતામેલ આપે છે તો હમણાં સુધી જૂનાં સંસ્કાર જ
પુરુષાર્થ ને ઢીલો કરે છે.
તો આજ નાં દિવસે વર્ષ
ને વિદાય આપવા સાથે આ સંસ્કારો ને પણ વિદાય આપી શકો છો? આપી શકો છો? હાથ ઉઠાવો. આપવી
પડશે. હાથ ઉઠાવવો તો બહુ જ સહજ છે પરંતુ મન નો હાથ ઉઠાવવાનો છે. ઉઠાવી રહ્યા છે.
જૂનાં સંસ્કારો ને સદા માટે વિદાય આપો એટલે હાથ ઉઠાવી રહ્યા છો. ફરીથી ઉઠાવો. અચ્છા.
મેજોરીટી બાળકોએ હાથ ઉઠાવીને બાપદાદા ને ખુશ કરી દીધાં. બાપદાદા ને આ જ ખુશી છે કે
હિંમત વાળા બાળકો છે. જ્યાં હિંમત છે ત્યાં બાપદાદા નો સદા સહયોગ છે. તો હમણાં
જ્યારે હાથ ઉઠાવ્યો છે તો બાપ નાં દરેક નાનાં-મોટાં સ્થાન સદા ને માટે નિર્વિઘ્ન થઈ
ગયાં ને! કારણકે બાપદાદા ની પાસે જે રીઝલ્ટ આવે છે એનું કારણ જૂનાં સંસ્કાર હોય છે.
તો આજે સંસ્કાર સંકલ્પ થી સમાપ્ત કર્યા અર્થાત્ નિર્વિઘ્ન ભવ નું વરદાન લીધું. લીધું?
વરદાન લીધું? હિંમત નું ફળ તો મળે છે ને! અને બાપદાદા નું વરદાન મળેલું છે કે એક
કદમ બાળકો નાં હિંમત નો અને અનેક કદમ બાપ ની મદદ નાં છે જ છે. તો આ સંકલ્પ આજ થી
યાદ રાખજો અમે જૂનાં સંસ્કાર આપી દીધાં. જો માનો, તમારી પાસે પાછા આવે તો શું કરશો?
શું કરશો? પાછી આપેલી વસ્તુ પોતાની પાસે નથી રખાતી કારણકે આપી દીધી અર્થાત્ મારી નથી.
તો જ્યારે મારી નથી તો પોતાની પાસે કેવી રીતે રાખી શકાય? બાપે આપ્યું, તો બાપ ને જ
આપશો ને? પાકું છે ને, આપી દીધું ને! પાક્કું? હવે બે-બે હાથ ઉઠાવો. પાક્કું.
પાછળવાળા પણ ઉઠાવી રહ્યાં છે.
બાપદાદા ને આ જ ખુશી
છે કે કળિયુગ માં રહેતા પણ જે બાપ દ્વારા પ્રાપ્તિ થઈ છે એનો અનુભવ હવે સંગમ પર કરશો.
દુનિયા માટે કળિયુગ છે પરંતુ તમારા માટે સંગમયુગ અર્થાત્ સર્વ પ્રાપ્તિઓનો યુગ છે.
પરમાત્મ-પ્રાપ્તિઓ, સર્વ પ્રાપ્તિઓ, સર્વગુણ, સર્વ જ્ઞાન નાં ખજાના જે પ્રાપ્ત છે
એનો પ્રેક્ટિકલ અનુભવ કરશો. તો આજ નાં દિવસે જેમણે પણ હાથ ઉઠાવ્યો છે એ બધા બાળકોને
ભલે અહીં સન્મુખ બેઠા છે, ભલે દૂર બેઠા દેશ-વિદેશ માં સાંભળી રહ્યા છે, એ બધા
બાળકોને બહુ જ દિલ થી બાપદાદા શું આપી રહ્યા છે? મુબારક તો આપી રહ્યા છે પરંતુ
મુબારક ની સાથે બધા નાં મસ્તક નાં ઉપર હાથ રાખી રહ્યા છે. તમે પણ અને બાપદાદા પણ મન
માં જ મન માં ડાન્સ કરી રહ્યા છે “વાહ બાળકો વાહ!” હમણાં તમે પણ મન માં ડાન્સ કરી
રહ્યા છો ને! બોલો, હા-જી.
હવે જુઓ ટીચર્સ. જે
પણ ટીચર્સ છે તે હાથ ઉઠાવો. ફોરેન નાં ટીચર્સ પણ છે ને! બાપદાદા ને તો દરેક બાળકો
નાં આ દૃઢ સંકલ્પ સાંભળી ખુશી છે કે બાળકોએ જે લક્ષ રાખ્યું છે - બાપ સમાન સંપન્ન
અને સંપૂર્ણ બનવાનું, એમાં આ નિર્વિઘ્ન રહેવાનો દૃઢ સંકલ્પ સંપન્ન સમય ને પણ સમીપ
લાવશે. બાપદાદાને આ પણ ખુશી છે કે બધા બાળકોએ જે સંકલ્પ કર્યો છે તે સંપન્ન કરશે અને
જે દુનિયા વાળા દુઃખી છે, અશાંત છે એમની મન્સા સેવા કરી એમને પણ કંઈ ને કંઈ સહારો
આપતા રહેશે કારણકે બાપદાદા ને બાળકોનું પોકારવાનું, ચિલ્લાવાનું સહન નથી થતું. છે
તો તમારો પણ પરિવાર ને! તો બહુ જ વધી રહ્યાં છે દુઃખ-અશાંતિ, તો હવે રહેમદિલ બનો. આ
સંકલ્પ પણ સાથે કરો કે ચાલતા-ફરતા અને વિશેષ અમૃતવેલા આત્માઓની મન્સા સેવા પણ અવશ્ય
કરીશું, આ સંકલ્પ લઈ શકો છો? જેવી રીતે આ સંકલ્પ લીધો કે સદા માટે જૂનાં સંસ્કારો
ને સમાપ્ત કરીશું, સદા માટે લીધો છે ને! થોડા સમય નાં માટે તો નથી! તો જેવી રીતે
સંસ્કાર ને સમાપ્ત કરી બાપ સમાન બનશો એવી રીતે દાતા નાં બાળકો બની માસ્ટર દાતા
સ્વરુપ થી મન્સા સેવા પણ કરવાની છે. એનાં માટે તૈયાર છો? મન્સા સેવા કરવા માટે
તૈયાર છો? હાથ ઉઠાવો, મન્સા સેવા પણ કરશો? આખાં દિવસ માં જે પણ સમય મળે, એમાં મન્સા
સેવા જરુર કરજો કારણકે આપ બાળકોએ જ સુખમય સંસાર લાવવાનો છે. બાપે આપ બાળકોને એવી
સેવા નાં માટે રાઈટ હેન્ડ બનાવ્યાં છે. હાથ થી અપાય છે ને. તો તમે બાપ નાં રાઈટ
હેન્ડ છો. તો બાપદાદા આપ રાઇટ હેન્ડ અર્થાત્ હાથ દ્વારા બધાને આ સેવા અપાવવા ઈચ્છે
છે કે કંઈ ન કંઈ આપતા રહો. તે બુમો પાડી રહ્યાં છે આપો-આપો અને તમે દુઃખીઓ ને સુખ
આપો, પરેશાન ને કંઈક શક્તિ આપીને પુણ્ય નું કામ કરો. હવે આપ બાળકો જેમણે સ્વયં
પોતાને જાણ્યા, બાપ ને જાણ્યા, વારસા નાં અધિકારી બન્યા તો બીજાઓને પણ બનાવો કારણકે
હવે બધા મુક્તિ ઈચ્છે છે. બધાને મુક્તિ માં મોકલી તમે બાપ નાં વરદાન થી રાજ્ય
અધિકારી બનશો એટલે બાપ આ જ દરેક બાળકો ને સંકલ્પ આપી રહ્યા છે -
નિર્વિઘ્ન ભવ ,
સેવાધારી ભવ . જે બાળકો બાપ નાં બની ગયા છે એ બાળકો ને સંગમયુગી બ્રાહ્મણ-જીવન ની
મજા અનુભવ થઈ રહી છે અને થતી જ રહેશે. તો ભલે નવાં આવ્યા છે, ભલે જૂનાં પણ છે પરંતુ
જે પોતાને સમજે છે, બાપ નાં વારસા નાં અધિકારી છે, અતીન્દ્રિય સુખ માં ઝૂલતા રહે છે
અને આગળ પણ જે સંકલ્પ કર્યો છે, સંસ્કાર પર વિજયી બનવાનો સંકલ્પ લીધો છે, તે બધા
આત્માઓ કોટો માં કોઈ બન્યાં છે અથવા કોઈમાં પણ કોઈ બન્યા છે? બાળકીએ કહ્યું છે ને,
જનકે, ૧૦૮ ની માળા, ૧૬ હજાર ની માળા નું ખાસ મિલન કરો. તો તમે જો સમજો છો કે અમે ૧૬
હજાર અથવા ૧૦૮ આ માળા માં આવવા જ વાળા છીએ, તે હાથ ઉઠાવો.
નવાં-નવાં પણ ઉઠાવી
રહ્યા છે. મુબારક છે. નિશ્ચયબુદ્ધિ વિજયી હોય છે. બાપદાદા પણ જાણે છે કે જે
નિશ્ચયબુદ્ધિ છે તે આગળ જઈ શકે છે, જશો. અચ્છા. જે પહેલીવાર આવ્યાં છે તે હાથ ઉઠાવો.
બધાનાં તરફથી બાપદાદા તમને લોકો ને મુબારક આપી રહ્યા છે. નિશ્ચય જે કર્યો છે ને, એને
અમૃતવેલા સદા રિવાઇઝ કરતા રહેજો. અચ્છા. બાપદાદા ને બાળકોને જોઈ ખુશી થાય છે કે સમય
ટુ-લેટ નાં પહેલાં પોતાનાં વારસા નાં અધિકારી બની ગયા. એટલે અહીં આવેલા સર્વ પરિવાર
તરફ થી અથવા પોત-પોતાનાં સેન્ટરો પર રહેવા વાળા બધા બાળકોનાં તરફ થી પણ બાપદાદા તમને
બધાને મુબારક આપી રહ્યા છે. હવે તમે એક કમાલ કરજો, હિંમત છે? બોલે, હિંમત છે? તમારે
લોકો પહેલાથી જ નિર્વિઘ્ન રહેજો. નિશ્ચય અને નશા માં નંબરવન જજો. બાપદાદા ને ખુશી
થાય છે કે જૂનાં તો જૂનાં છે પરંતુ નવાં થોડા સમય માં કમાલ દેખાડશે. અચ્છા.
હવે બાપદાદા ભલે નવાં
છે, ભલે જૂનાં છે, બધાને એક સેકન્ડ નું કાર્ય આપે છે. બધા હમણાં-હમણાં એક સેકન્ડ
માં સ્વયં પોતાને બીજા બધા સંકલ્પો થી દૂર કરી એક સેકન્ડ માં પોતાને બિંદુ રુપ માં
સ્થિત કરી શકો છો, કરશો? એક સેકન્ડ માં હું બિંદુ છું, કોઈ સંકલ્પ નહીં બિન્દુ છું.
(ડ્રિલ કરાવી) જેમણે સેકન્ડ માં પોતાને બિંદુ સ્થિતિ માં સ્થિત કર્યા તે હાથ ઉઠાવો.
સેકન્ડ માં લગાવ્યું. અચ્છા. હવે આ પ્રેક્ટિસ ૧૫ દિવસ, આખાં દિવસ માં દરેક કલાક
માં, એક સેકન્ડ માં બિંદુ લગાવો, આ પ્રેક્ટિસ દરેક કરજો અને ત્યાં વાતાવરણ માં રહીને,
પોતાનાં કાર્ય માં રહેતા ચેક કરજો કે એક સેકન્ડ માં બિંદુ રુપ માં સફળતા મળી? કારણકે
અહીં તો વાયુમંડળ પણ છે પરંતુ પોત-પોતાનાં સ્થાન માં રહેતા સેકન્ડ માં બિંદુ સ્વરુપ
માં સ્થિત થઈ શકો છો, આ અભ્યાસ કરજો કારણકે બાપદાદાએ બતાવી દીધું છે, જેટલાં આગળ
ચાલતા જશો એટલી આ એક સેકન્ડ માં બિંદુ સ્થિતિ માં સ્થિત થવાની આવશ્યકતા પડશે એટલે
પોતે સ્વયં ને ચેક કરજો અને પોત-પોતાનાં સ્થાન પર રિપોર્ટ ટીચર ને લખીને આપવું. પછી
ટીચર્સ દ્વારા ભલે અહીંયા છે અથવા નથી પણ, બધા ક્લાસ નાં માટે આ હોમવર્ક છે, આનું
રીઝલ્ટ બાપદાદા ની પાસે આવશે તો જોઈ લેશે, એનાથી ખબર પડશે કે તમે ૧૦૮ અથવા ૧૬ હજાર
ની માળા, એનાં અધિકારી છો. સેકન્ડ માં રોજ ની દિનચર્યા માં કેટલાં સફળ થયાં, એનાથી
ખબર પડશે કે તમે કેટલાં યોગ્ય છો! કારણકે હવે હાથ ઉઠાવડાવશે, કોણ પોતાને સમજે છે કે
પ્રેક્ટિકલ ધારણા માં કે અમે ૧૦૮ અથવા ૧૬ હજાર ની માળા માં આવશું, તો બધા ઉઠાવશે,
એટલે તમેં ફક્ત રીઝલ્ટ લખજો એનાથી સમજી જશે કારણકે દાદીઓ સમજો નામ આપે છે તો કોઈ
સમજશે કે અમે પણ આવી શકીએ છીએ ને, તો આ રિપોર્ટ થી ખબર પડી જશે.
બાપદાદા પૂછે છે કે
સદા સેકન્ડ માં જે રુપ અનુભવ કરવા ઈચ્છો તે કરી શકો છો? સેકન્ડ માં? પ સ્વરુપ જે
સંભળાવ્યા હતાં, તે પણ જ્યારે ઈચ્છો ત્યારે સેકન્ડ માં તે સ્વરુપ બની શકો છો? આ
પ્રેક્ટિસ કરીને સ્વયં સ્વયં ને ખબર પડે કે હું જે ઈચ્છું એ સ્થિતિ માં સેકન્ડમાં
રહી શકું છું, અથવા સમય લાગે છે! બાકી બાપદાદા ખુશ છે કે હાથ ઉઠાવવામાં, મેજોરીટી
હાથ ઉઠાવે છે. હવે આ હાથ ઉઠાવ્યો છે પરંતુ અભ્યાસ કરતાં-કરતાં આ એવું થઈ જશે જેવી
રીતે હમણાં દ્વાપર-કળિયુગ નાં અભ્યાસ માં દેહ-અભિમાન માં આવવું નેચરલ થઈ ગયું છે,
એવી રીતે જે સ્વરુપ માં પણ સ્થિત થવા ઈચ્છો તે એવું જ ઇઝી થઈ જાય કારણકે સમય એવો
આવવાનો છે જેમાં તમને આ અભ્યાસ ની આવશ્યકતા પડશે. તો આ અભ્યાસ દરેક પોત-પોતાનાં
કાર્ય માં રહેતા કરતા રહો અને રિઝલ્ટ પોતાની નિમિત્ત ટીચર્સ ને આપતા રહો. તો આ વર્ષ
ની સમાપ્તિ માં આ પ્રેક્ટિસ કરતા રહેજો. સ્વયં પોતે જ કરો, પોતાનાં ટીચર પણ તમે બનો
પરંતુ રીઝલ્ટ દેખાડવા માટે પોતાનો ચાર્ટ આપતા રહેશો તો અટેન્શન જશે. એવો અનુભવ કરો
જેવી રીતે હાથ ને જ્યાં ઈચ્છો ઉભો રહે, રહી શકે છે ને! એવી રીતે મન ને જે સ્થિતિ
માં રાખવા ઈચ્છો એ સ્થિતિ માં રહે. મહામંત્ર પણ યાદગાર માં મનમનાભવ છે. મન ની ડ્રિલ
આમાં સફળતા કેટલી છે? તે સ્વયં પોતે જ અનુભવ કરો.
બાપદાદા આ જ ઈચ્છે છે
કે એક-એક બાળકો હમણાં સંગમયુગ નાં સુખ, સંગમયુગ ની પ્રાપ્તિઓ, દરેક પ્રાપ્તિ નાં
અનુભવી બને. સ્વયં પોતે ચેક કરજો, દરેક પ્રાપ્તિ, દરેક શક્તિ, દરેક જ્ઞાન નાં રહસ્ય
ને, યોગ ની દરેક વિધિ ને, ધારણા માં પણ દરેક ધારણા માં અનુભવી બન્યો છું? પોતાની બધી
ચેકિંગ કરતા રહો અને આગળ થી આગળ વધતા રહો. તો આજે બાપદાદા ચેકિંગ અને પ્રાપ્તિ આને
ચેક કરવા માટે કહી રહ્યા છે. કોઈ પણ પ્રાપ્તિ માં ઓછું થઈ ગયું તો ડ્રામાનુસાર
પરીક્ષાઓ પણ સમય અનુસાર તે જ આવશે એટલે બધા સબ્જેક્ટ માં સંપન્ન અને સંપૂર્ણ ની
ચેકિંગ કરો અને ચેન્જ કરો.
આજ નાં દિવસે બાપદાદા
તમારા બધાનાં સાધારણ સ્વરુપ માં પણ તમારા ભવિષ્ય નું રુપ, પ્રાપ્તિઓનું રુપ જોઈ
રહ્યા છે. અચ્છા. બધા તરફ નાં સિકીલધા, બાપદાદા નાં દિલ તખ્તનશીન, બાપદાદા નાં
ફરમાનવરદાર, આજ્ઞાકારી, તીવ્ર પુરુષાર્થી બાળકો ને બાપદાદા આ બહુજ-બહુજ દિલ નો
પ્રેમ અને બાપદાદા ની મુબારક છે, મુબારક છે મુબારક છે. બાપદાદા ને પણ બાળકોને જોઈ
ખુશી થાય છે વાહ, વાહ, વાહ! મારા બાળકો વાહ!
આખું વર્ષ નિર્વિઘ્ન
અને ખુશમિજાજ રહેજો. પોતાનાં ચલન અને ચહેરા થી બધાને ખુશી અને હર્ષિતમુખતા શીખવાડજો.
સદા ઉડજો અને ઉડાવજો. ચાલતાં નહીં ઉડજો. ઉડતી કળા સર્વ ને પ્રિય છે. તો ઉડતા-ઉડતા
સંદેશ આપજો. બધા તમને જોઈને ખુશી નાં ઝુલા માં ઝુલવા લાગ્યાં. હેપ્પી હેપ્પી હેપ્પી
ન્યુ ઈયર. અચ્છા - ઓમ્ શાંતિ.
વરદાન :-
ઈશ્વરીય ભાગ્ય
માં લાઈટ નું ક્રાઉન પ્રાપ્ત કરવા વાળા સર્વ પ્રાપ્તિ સ્વરુપ ભવ
દુનિયામાં ભાગ્ય ની
નિશાની રાજાઈ હોય છે અને રાજાઈ ની નિશાની તાજ હોય છે. એવી રીતે ઈશ્વરીય ભાગ્ય ની
નિશાની લાઈટ નું ક્રાઉન છે. અને આ ક્રાઉન ની પ્રાપ્તિ નો આધાર છે પ્યોરિટી. સંપૂર્ણ
પવિત્ર આત્માઓ લાઈટ નાં તાજધારી હોવાની સાથે-સાથે સર્વ પ્રાપ્તિઓ થી પણ સંપન્ન હોય
છે. જો કોઈ પણ પ્રાપ્તિ ની કમી છે તો લાઈટ નું ક્રાઉન સ્પષ્ટ દેખાશે નહીં.
સ્લોગન :-
પોતાની રુહાની
સ્થિતિ માં સ્થિત રહેવા વાળા જ મન્સા મહાદાની છે.
અવ્યક્ત ઇશારા -
જ્વાળા સ્વરુપ સ્થિતિ માં રહી શક્તિશાળી યાદ નો અનુભવ કરો
હમણાં સારું-સારું કહે
છે, પરંતુ સારા બનવું છે આ પ્રેરણા નથી મળી રહી. એનું એક જ સાધન છે - સંગઠિત રુપ
માં જ્વાળા સ્વરુપ બનો. એક-એક ચૈતન્ય લાઈટ-હાઉસ બનો. સેવાધારી છો, સ્નેહી છો, એક બળ,
એક ભરોસા વાળા છો, આ તો બધું ઠીક છે, પરંતુ માસ્ટર સર્વશક્તિમાન ની સ્ટેજ, સ્ટેજ પર
આવી જાય તો બધા તમારા આગળ પરવાના ની જેમ ચક્ર લગાવવા લાગશે.