12-09-2024
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો -
બ્રાહ્મણ છે ચોટલી અને શુદ્ર છે પગ , જ્યારે શુદ્ર થી બ્રાહ્મણ બને ત્યારે દેવતા બની
શકે”
પ્રશ્ન :-
તમારી શુભ ભાવના કઈ છે, જેનો પણ મનુષ્ય વિરોધ કરે છે?
ઉત્તર :-
તમારી શુભ ભાવના છે કે આ જૂની દુનિયા ખતમ થઈ નવી દુનિયા સ્થાપન થઈ જાય એનાં માટે તમે
કહો છો કે આ જૂની દુનિયા હવે વિનાશ થઈ કે થઈ. એનો પણ મનુષ્ય વિરોધ કરે છે.
પ્રશ્ન :-
આ
ઇન્દ્રપ્રસ્થ નો મુખ્ય કાયદો શું છે?
ઉત્તર :-
કોઈ પણ પતિત શુદ્ર ને આ ઇન્દ્રપ્રસ્થ ની સભા માં ન લાવી શકાય. જો કોઈ લઈ આવે છે તો
એમનાં પર પણ પાપ લાગી જાય છે.
ઓમ શાંતિ!
રુહાની બાળકો
પ્રત્યે રુહાની બાપ સમજાવે છે. રુહાની બાળકો જાણે છે આપણે પોતાનાં માટે પોતાનું દૈવી
રાજ્ય ફરીથી સ્થાપન કરી રહ્યા છીએ કારણ કે તમે બ્રહ્માકુમાર-કુમારીઓ છો, તમે જ જાણો
છો. પરંતુ માયા તમને પણ ભુલાવી દે છે. તમે દેવતા બનવા ઈચ્છો છો, તો માયા તમને
બ્રાહ્મણ થી શુદ્ર બનાવી દે છે. શિવબાબા ને યાદ ન કરવાથી બ્રાહ્મણ, શુદ્ર બની જાય
છે. બાળકોને એ ખબર છે કે આપણે પોતાનું રાજ્ય સ્થાપન કરી રહ્યા છીએ. જ્યારે રાજ્ય
સ્થાપન થઈ જશે પછી આ જૂની સૃષ્ટિ નહીં રહેશે. બધાને આ વિશ્વ થી શાંતિધામ માં મોકલી
દે છે. આ છે તમારી ભાવના. પરંતુ તમે જે કહો છો આ દુનિયા ખતમ થઈ જવાની છે તો જરુર
લોકો વિરોધ કરશે ને? કહેશે કે બ્રહ્માકુમારીઓ આ પાછું શું કહે છે? વિનાશ, વિનાશ જ
કહેતી રહે છે. તમે જાણો છો આ વિનાશ માં જ ખાસ ભારત અને સામાન્ય રીતે દુનિયાની ભલાઈ
છે. આ વાત દુનિયા વાળા નથી જાણતાં. વિનાશ થશે તો બધાં ચાલ્યા જશે મુક્તિધામ. હમણાં
તમે ઇશ્વરીય સંપ્રદાય નાં બન્યા છો. પહેલાં આસુરી સંપ્રદાય નાં હતાં. તમને ઈશ્વર
સ્વયં કહે છે મામેકમ્ યાદ કરો. આ તો બાપ જાણે છે સદૈવ યાદ માં કોઈ રહી ન શકે. સદૈવ
યાદ રહે તો વિકર્મ વિનાશ થઈ જાય પછી તો કર્માતીત અવસ્થા થઈ જાય. હમણાં તો બધાં
પુરુષાર્થી છે. જે બ્રાહ્મણ બનશે, તે દેવતા બનશે. બ્રાહ્મણો પછી છે દેવતાઓ. બાપે
સમજાવ્યું છે બ્રાહ્મણ છે ચોટલી. જેમ બાળકો બાજોલી રમે છે - પહેલાં આવે છે માથું
ચોટલી. બ્રાહ્મણો ને હંમેશા ચોટલી હોય છે. તમે છો બ્રાહ્મણ. પહેલાં શુદ્ર અર્થાત્
પગ હતાં. હવે બન્યા છો બ્રાહ્મણ ચોટલી પછી દેવતા બનશો. દેવતા કહેવાય છે મુખ ને,
ક્ષત્રિય ભુજાઓ ને, વૈશ્ય પેટ ને, શુદ્ર પગ ને. શુદ્ર અર્થાત્ શુદ્ર બુદ્ધિ, તુચ્છ
બુદ્ધિ. તુચ્છ બુદ્ધિ એમને કહેવાય છે જે બાપ ને નથી જાણતા વધારે જ બાપ ની ગ્લાનિ
કરતા રહે છે. ત્યારે બાપ કહે છે જ્યારે-જ્યારે ભારત માં ગ્લાનિ થાય છે, હું આવું
છું. જે ભારતવાસી છે બાપ એમની સાથે જ વાત કરે છે. યદા યદા હિ ધર્મસ્ય… બાપ આવે પણ
છે ભારત માં. બીજી કોઈ જગ્યાએ આવતા જ નથી. ભારત જ અવિનાશી ખંડ છે. બાપ પણ અવિનાશી
છે. એ ક્યારેય જન્મ-મરણ માં નથી આવતાં. બાપ અવિનાશી આત્માઓને જ સંભળાવે છે. આ શરીર
તો વિનાશી છે. હવે તમે શરીર નું ભાન છોડીને પોતાને આત્મા સમજવા લાગ્યા છો. બાપે
સમજાવ્યું હતું કે હોળી ઉપર કોકી બનાવે છે તો કોકી આખી બળી જાય છે, દોરો નથી બળતો.
આત્મા ક્યારેય વિનાશ નથી થતો. આનાં ઉપર જ ઉદાહરણ છે. આ કોઈ પણ મનુષ્ય માત્ર ને ખબર
નથી કે આત્મા અવિનાશી છે. તે તો કહી દે છે આત્મા નિર્લેપ છે. બાપ કહે છે – ના, આત્મા
જ સારા તથા ખરાબ કર્મ કરે છે, આ શરીર દ્વારા. એક શરીર છોડીને પછી બીજું લે છે અને
કર્મભોગ ભોગવે છે, તો તે હિસાબ-કિતાબ લઈ આવે છે ને? એટલે આસુરી દુનિયામાં મનુષ્ય
અપાર દુઃખ ભોગવે છે. આયુષ્ય પણ ઓછું રહે છે પરંતુ મનુષ્ય આ દુઃખો ને પણ સુખ સમજી
બેસે છે. આપ બાળકો કેટલું કહો છો નિર્વિકારી બનો છતાં પણ કહે છે વિષ (વિકાર) વગર અમે
રહી નથી શકતાં કારણ કે શુદ્ર સંપ્રદાય છે ને? શુદ્ર બુદ્ધિ છે. તમે બન્યા છો
બ્રાહ્મણ-ચોટલી. ચોટલી તો સૌથી ઊંચી છે. દેવતાઓ કરતાં પણ ઊંચ છે. તમે આ સમયે દેવતાઓ
કરતાં પણ ઊંચા છો કારણ કે બાપની સાથે છો. બાપ આ સમયે તમને ભણાવે છે. બાપ ઓબીડિયન્ટ
સર્વેન્ટ (આજ્ઞાકારી સેવક) બન્યા છે ને? બાપ બાળકોનાં ઓબીડિયન્ટ સર્વેન્ટ હોય છે
ને? બાળકોને જન્મ આપી, સંભાળીને, ભણાવીને પછી મોટા કરી જ્યારે વૃધ્ધ થાય છે તો બધી
મિલકત બાળકોને આપીને પોતે ગુરુ કરીને કિનારે જઈને બેસે છે. વાનપ્રસ્થી બની જાય છે.
મુક્તિધામ જવા માટે ગુરુ કરે છે. પરંતુ તે મુક્તિધામ માં તો જઈ ન શકે. તો મા-બાપ
બાળકોની સંભાળ કરે છે. સમજો મા બીમાર પડે છે, બાળકો ખરાબ કરી દે છે તો બાપ ને ઉઠાવવી
પડે છે ને? તો મા-બાપ બાળકોનાં સેવક થયાં ને? બધી મિલકત બાળકોને આપી દે છે. બેહદ
નાં બાપ પણ કહે છે હું જ્યારે આવું છું તો કોઈ નાનાં બાળકોની પાસે નથી આવતો. તમે તો
મોટા છો ને? તમને બેસીને શિક્ષા આપે છે. તમે શિવબાબા નાં બાળકો બનો છો તો બી.કે.
કહેવાઓ છો. એની પહેલાં શુદ્રકુમાર-કુમારી હતાં, વૈશ્યાલય માં હતાં. હવે તમે
વૈશ્યાલય માં રહેવા વાળા નથી. અહીં કોઈ વિકારી રહી ન શકે. હુકમ નથી. તમે છો બી.કે.
આ સ્થાન છે જ બી.કે. ને રહેવા માટે. કોઈ-કોઈ ખૂબ અનાડી બાળકો છે જે આ સમજતા નથી કે
શુદ્ર કહેવાય છે પતિત વિકાર માં જવા વાળા ને, તેઓ ને અહીં રહેવાનો હુકમ નથી, આવી ન
શકે. ઇન્દ્ર સભા ની વાત છે ને? ઇન્દ્ર સભા તો આ છે, જ્યાં જ્ઞાન-વર્ષા થાય છે. કોઈ
બી.કે.એ અપવિત્ર ને છુપાવીને સભા માં બેસાડયા તો બંને ને શ્રાપ મળી જાય છે કે પથ્થર
બની જાઓ. સાચ્ચે-સાચ્ચે આ ઇન્દ્રપ્રસ્થ છે ને? આ કોઈ શુદ્ર કુમાર-કુમારીઓ નો સત્સંગ
નથી. પવિત્ર હોય છે દેવતાઓ, પતિત હોય છે શુદ્ર. પતિતો ને બાપ આવીને પાવન દેવતા બનાવે
છે. હમણાં તમે પતિત થી પાવન બની રહ્યા છો. તો આ થઈ ગઈ ઇન્દ્રસભા. જો પૂછ્યા વગર કોઈ
વિકારી ને લઈ આવે છે તો ખૂબ સજા મળી જાય છે. પથ્થર બુદ્ધિ બની જાય છે. અહીં પારસ
બુદ્ધિ બનીને રહ્યા છો ને? તો તેમને જે લઈ આવે છે, એમને પણ શ્રાપ મળી જાય છે. તમે
વિકારીઓને છુપાવીને શા માટે લઈ આવ્યાં? ઇન્દ્ર (બાપ) ને પૂછ્યું પણ નહીં? તો કેટલી
સજા મળે છે? આ છે ગુપ્ત વાતો. હવે તમે દેવતા બની રહ્યા છો. ખૂબ કડક કાયદા છે. અવસ્થા
જ પડી જાય છે. એકદમ પથ્થર બુદ્ધિ બની જાય છે. છે પણ પથ્થર બુદ્ધિ. પારસ બુદ્ધિ
બનવાનો પુરુષાર્થ જ નથી કરતાં. આ ગુપ્ત વાતો છે જે આપ બાળકો જ સમજી શકો છો. અહીં
બી.કે. રહે છે, એમને દેવતા અર્થાત્ પથ્થરબુદ્ધિ થી પારસબુદ્ધિ બાપ બનાવી રહ્યા છે.
બાપ મીઠાં-મીઠાં બાળકો
ને સમજાવે છે - કોઈ પણ કાયદો નહીં તોડો. નહીં તો એમને ૫ ભૂત પકડી લેશે. કામ, ક્રોધ,
લોભ, મોહ, અહંકાર - આ પાંચ મોટા-મોટા ભૂત છે, અડધાકલ્પ નાં. તમે અહીં ભૂતો ને ભગાવવા
આવ્યા છો. આત્મા જે શુદ્ધ, પવિત્ર હતો, તે અપવિત્ર, અશુદ્ધ, દુઃખી, રોગી બની ગયો
છે. આ દુનિયામાં અથાહ દુ:ખ છે. બાપ આવીને જ્ઞાન-વર્ષા કરે છે. આપ બાળકો દ્વારા જ કરે
છે. તમારા માટે સ્વર્ગ રચે છે. તમે જ યોગબળ થી દેવતા બનો છો. બાપ સ્વયં નથી બનતાં.
બાપ તો છે સેવક. શિક્ષક પણ વિદ્યાર્થી નાં સેવક હોય છે. સેવા કરી ભણાવે છે. શિક્ષક
કહે છે હું તમારો મોસ્ટ ઓબીડિયન્ટ સર્વેન્ટ છું. કોઈને વકીલ, એન્જિનિયર, વગેરે બનાવે
છે તો સર્વેન્ટ થયાં ને? તેમ જ ગુરુ લોકો પણ રસ્તો બતાવે છે. સેવક બની મુક્તિધામ
માં લઈ જવાની સેવા કરે છે. પરંતુ આજકાલ તો ગુરુ કોઈ લઈ નથી જઈ શકતાં કારણ કે તે પણ
પતિત છે. એક જ સદ્દગુરુ સદા પવિત્ર છે, બાકી ગુરુ લોકો પણ બધાં પતિત છે. આ દુનિયા જ
આખી પતિત છે. પાવન દુનિયા કહેવાય છે સતયુગ ને, પતિત દુનિયા કહેવાય છે કળિયુગ ને.
સતયુગ ને જ પૂરું સ્વર્ગ કહેવાશે. ત્રેતા માં બે કળા ઓછી થઈ જાય છે. આ વાતો આપ બાળકો
જ સમજી અને ધારણ કરો છો. દુનિયાનાં મનુષ્ય તો કાંઈ નથી જાણતાં. એવું પણ નથી, આખી
દુનિયા સ્વર્ગ માં જશે. જે કલ્પ પહેલા હતાં, તે ભારતવાસી ફરી આવશે અને સતયુગ-ત્રેતા
માં દેવતા બનશે. તે જ પછી દ્વાપર થી પોતાને હિન્દુ કહેશે. આમ તો હિન્દુ ધર્મ માં હજી
સુધી પણ જે આત્મા ઉપર થી ઉતરે છે, તે પણ પોતાને હિન્દુ કહે છે પરંતુ તે તો દેવતા નહીં
બનશે અને ન સ્વર્ગ માં આવશે. તે ફરી પણ દ્વાપર પછી પોતાનાં સમય પર ઉતરશે અને પોતાને
હિન્દુ કહેવડાશે. દેવતા તો તમે જ બનો છો, જેમનો આદિ થી અંત સુધી પાર્ટ છે. આ ડ્રામા
મોટી યુક્તિ છે. ઘણાંની બુદ્ધિ માં નથી બેસતું તો ઊંચ પદ પણ ન મેળવી શકે.
આ છે સત્યનારાયણ ની
કથા. તે તો ખોટી કથા સંભળાવે છે, એનાથી કોઈ લક્ષ્મી કે નારાયણ બને થોડી છે? અહીં તમે
પ્રેક્ટિકલ માં બનો છો, કળિયુગ માં છે જ બધું જૂઠ્ઠું. જુઠ્ઠી માયા… રાવણ નું રાજ્ય
છે જ જૂઠ્ઠું. સચખંડ બાપ બનાવે છે. આ પણ આપ બ્રાહ્મણ બાળકો જાણો છો, તે પણ નંબરવાર
પુરુષાર્થ અનુસાર કારણ કે ભણતર છે, કોઈ ખૂબ થોડું ભણે છે તો નાપાસ થઈ જાય છે. આ તો
એક જ વાર ભણતર થઈ શકે છે. પછી તો ભણવાનું મુશ્કેલ થઈ જશે. શરુઆત માં જે ભણીને શરીર
છોડીને ગયાં છે તો સંસ્કાર તે લઈને ગયાં છે. પાછા આવીને ભણતા હશે. નામ-રુપ તો બદલાઈ
જાય છે. આત્મા ને જ પૂરો ૮૪ નો પાર્ટ મળેલો છે, જે ભિન્ન-ભિન્ન નામ, રુપ, દેશ, કાળ
માં પાર્ટ ભજવે છે. આટલો નાનો આત્મા એને કેટલું મોટું શરીર મળે છે? આત્મા તો બધામાં
હોય છે ને? આટલાં નાનાં આત્મા આટલાં નાના મચ્છર માં પણ છે. આ બધી ખૂબ સૂક્ષ્મ
સમજવાની વાતો છે. જે બાળકો આ સારી રીતે સમજે છે તે જ માળા નાં દાણા બને છે. બાકી તો
જઈને પાઈ-પૈસાનું પદ મેળવશે. હમણાં તમારો આ ફૂલો નો બગીચો બની રહ્યો છે. પહેલાં તમે
કાંટા હતાં. બાપ કહે છે કામ વિકારનો કાંટો ખૂબ ખરાબ છે. આ આદિ, મધ્ય, અંત દુ:ખ આપે
છે. દુઃખ નું મૂળ કારણ જ છે કામ. કામ ને જીતવાથી જ જગતજીત બનશો, એમાં જ ઘણાં ને
મુશ્કેલીઓ અનુભવ થાય છે. ખૂબ મુશ્કેલીથી પવિત્ર બને છે. જે કલ્પ પહેલાં બન્યા હતાં
તે જ બનશે. સમજી શકાય છે કોણ પુરુષાર્થ કરી ઊંચા માં ઊંચાં દેવતા બનશે? નર થી
નારાયણ, નારી થી લક્ષ્મી બને છે ને? નવી દુનિયામાં સ્ત્રી-પુરુષ બંને પાવન હતાં.
હમણાં પતિત છે. પાવન હતાં તો સતોપ્રધાન હતાં. હમણાં તમોપ્રધાન બની ગયા છે. અહીં
બંનેએ પુરુષાર્થ કરવાનો છે. આ જ્ઞાન સંન્યાસી આપી નથી શકતાં. તે ધર્મ જ અલગ છે,
નિવૃત્તિ માર્ગ નો. અહીં ભગવાન તો સ્ત્રી-પુરુષ બંને ને ભણાવે છે. બંનેને કહે છે હવે
શુદ્ર થી બ્રાહ્મણ બનીને ફરી લક્ષ્મી-નારાયણ બનવાનું છે. બધાં તો નહીં બનશે.
લક્ષ્મી-નારાયણ ની પણ રાજધાની હોય છે. એમણે રાજ્ય કેવી રીતે લીધું - એ કોઈ નથી જાણતાં.
સતયુગ માં આમનું રાજ્ય હતું, આ પણ સમજે છે પરંતુ સતયુગ ને પછી લાખો વર્ષ કહી દીધાં
છે તો આ અજ્ઞાનતા થઈ ને? બાપ કહે છે આ છે જ કાંટાઓનું જંગલ. તે છે ફૂલોનો બગીચો. અહીં
આવ્યા પહેલાં તમે અસુર હતાં. હમણાં તમે અસુર થી દેવતા બની રહ્યા છો. કોણ બનાવે છે?
બેહદ નાં બાપ. દેવતાઓનું રાજ્ય હતું તો બીજા કોઈ નહોતાં. આ પણ તમે સમજો છો. જે નથી
સમજી શકતાં, એમને જ પતિત કહેવાય છે. આ છે બ્રહ્માકુમાર-કુમારીઓ ની સભા. જો કોઈ
શૈતાનીનું કામ કરે છે તો પોતાને શ્રાપિત કરી દે છે. પથ્થર બુદ્ધિ બની જાય છે. સોના
ની બુદ્ધિ નર થી નારાયણ બનવા વાળા તો નથી–પ્રૂફ (પ્રમાણ) મળી જાય છે. થર્ડ ગ્રેડ
દાસ-દાસીઓ જઈને બનશે. હમણાં પણ રાજાઓની પાસે દાસ-દાસીઓ છે. આ પણ ગાયન છે - કિનકી દબી
રહેગી ધૂલ મેં… આગ નાં ગોળા પણ આવશે તો ઝેર નાં ગોળા પણ આવશે. મોત તો આવવાનું છે
જરુર. એવી-એવી ચીજો તૈયાર કરી રહ્યા છે જે કોઈ મનુષ્ય ની કે હથિયારો વગેરે ની જરુર
જ નહીં રહેશે. ત્યાંથી બેઠાં-બેઠાં એવાં બોમ્બ છોડશે, એની હવા એવી ફેલાશે જે ઝટ
ખલાસ કરી દેશે. આટલાં કરોડો મનુષ્ય નો વિનાશ થવાનો છે, નાની વાત છે શું? સતયુગ માં
કેટલાં થોડા હોય છે? બાકી બધાં ચાલ્યા જશે શાંતિધામ, જ્યાં આપણે આત્માઓ રહીએ છીએ.
સુખધામ માં છે સ્વર્ગ, દુઃખધામ માં છે આ નર્ક. આ ચક્ર ફરતું રહે છે. પતિત બની જવાથી
દુઃખધામ બની જાય છે પછી બાપ સુખધામ માં લઈ જાય છે. પરમપિતા પરમાત્મા હવે સર્વ ની
સદ્દગતિ કરી રહ્યા છે તો ખુશી થવી જોઈએ ને? મનુષ્ય ડરે છે, એ નથી સમજતા મોત થી જ
ગતિ-સદ્દગતિ થવાની છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. ફૂલો નાં
બગીચા માં ચાલવા માટે અંદર જે કામ-ક્રોધ નાં કાંટા છે, એમને કાઢી નાખવાનાં છે. એવાં
કોઈ કર્મ નથી કરવાનાં જેનાથી શ્રાપ મળી જાય.
2. સચખંડ નાં માલિક
બનવા માટે સત્યનારાયણ ની સત્ય કથા સાંભળવી અને સંભળાવવાની છે. આ જુઠ ખંડ થી કિનારો
કરી લેવાનો છે.
વરદાન :-
લાઈટ નાં આધાર
પર જ્ઞાન - યોગ ની શક્તિઓનો પ્રયોગ કરવા વાળા પ્રયોગશાળી આત્મા ભવ
જેવી રીતે પ્રકૃતિ ની
લાઈટ સાયન્સ નાં અનેક પ્રકાર નાં પ્રયોગ પ્રેક્ટિકલ માં કરીને દેખાડે છે, એવી રીતે
આપ અવિનાશી પરમાત્મ-લાઈટ, આત્મિક-લાઈટ અને સાથે-સાથે પ્રેક્ટિકલ સ્થિતિ ની લાઈટ
દ્વારા જ્ઞાન-યોગ ની શક્તિઓનો પ્રયોગ કરો. જો સ્થિતિ અને સ્વરુપ ડબલ લાઈટ છે તો
પ્રયોગ ની સફળતા ખૂબ સહજ થાય છે. જ્યારે દરેક સ્વયં પ્રત્યે પ્રયોગ માં લાગી જશે તો
પ્રયોગશાળી આત્માઓનું પાવરફુલ સંગઠન બની જશે.
સ્લોગન :-
વિઘ્નો નાં
અંશ અને વંશ ને સમાપ્ત કરવા વાળા જ વિઘ્ન વિનાશક છે.