12-11-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમે
ડ્રામા નાં ખેલ ને જાણો છો એટલે આભાર માનવાની પણ વાત નથી”
પ્રશ્ન :-
સર્વિસેબલ (સેવાધારી)
બાળકો માં કઈ આદત બિલકુલ ન હોવી જોઈએ?
ઉત્તર :-
માંગવાની. તમારે બાપ પાસે થી આશીર્વાદ કે કૃપા વગેરે માંગવાની જરુર નથી. તમે કોઈની
પાસે પૈસા પણ ન માંગી શકો. માંગવા કરતાં મરવું ભલું. તમે જાણો છો ડ્રામા અનુસાર
કલ્પ પહેલાં જેમણે બીજ વાવ્યું હશે તે વાવશે, જેમને પોતાનું ભવિષ્ય પદ ઊંચું બનાવવું
હશે તે જરુર સહયોગી બનશે. તમારું કામ જ છે સેવા કરવાનું. તમે કોઈની પાસે કાંઈ માંગી
ન શકો. ભક્તિ માં માગવાનું હોય, જ્ઞાન માં નહીં.
ગીત :-
મુજકો સહારા
દેને વાલે…
ઓમ શાંતિ!
આ બાળકો ની
અંદર થી શુક્રિયા (આભાર) શબ્દ બાપ-શિક્ષક-ગુરુ માટે નથી નીકળી શકતો કારણકે બાળકો
જાણે છે આ ખેલ બનેલો છે. શુક્રિયા વગેરે ની વાત જ નથી. આ પણ બાળકો જાણે છે ડ્રામા
અનુસાર. ડ્રામા શબ્દ પણ આપ બાળકો ની બુદ્ધિ માં આવે છે. ખેલ શબ્દ કહેવાથી જ આખો ખેલ
તમારી બુદ્ધિ માં આવી જાય છે. એટલે સ્વદર્શન ચક્રધારી તમે જાતે જ બની જાઓ છો.
ત્રણેય લોક પણ તમારી બુદ્ધિ માં આવી જાય છે. મૂળવતન, સૂક્ષ્મવતન, સ્થૂળવતન. આ પણ
જાણો છો હવે ખેલ પૂરો થાય છે. બાપ આવીને તમને ત્રિકાળદર્શી બનાવે છે. ત્રણેય કાળ,
ત્રણેય લોક, આદિ-મધ્ય-અંત નાં રહસ્ય સમજાવે છે. કાળ સમય ને કહેવાય છે. આ બધી વાતો
નોંધ કર્યા વગર યાદ નથી રહી શકતી. આપ બાળકો તો ઘણાં પોઈન્ટ્સ ભૂલી જાઓ છો. ડ્રામા
નાં સમયગાળા ને પણ તમે જાણો છો. તમે ત્રિનેત્રી, ત્રિકાળદર્શી બનો છો, જ્ઞાન નું
ત્રીજું નેત્ર મળી જાય છે. સૌથી મોટી વાત છે કે તમે આસ્તિક બની જાઓ છો, નહીં તો
નિધણ નાં હતાં. આ જ્ઞાન આપ બાળકો ને મળી રહ્યું છે. વિદ્યાર્થી ની બુદ્ધિ માં સદૈવ
જ્ઞાન મંથન થાય છે. આ પણ જ્ઞાન છે ને? ઊંચા માં ઊંચા બાપ જ જ્ઞાન આપે છે, ડ્રામા
અનુસાર. ડ્રામા શબ્દ પણ તમારા મુખ થી નીકળી શકે છે. તે પણ જે બાળકો સર્વિસ માં
તત્પર રહે છે. હવે તમે જાણો છો - આપણે ઓરફન (અનાથ) હતાં. હમણાં બેહદ નાં બાપ ધણી
મળ્યાં છે તો ધણી નાં બન્યાં છીએ. પહેલાં તમે બેહદ નાં અનાથ હતાં, બેહદ નાં બાપ
બેહદ નું સુખ આપવા વાળા છે બીજા કોઈ બાપ નથી જે આવું સુખ આપતા હોય. નવી દુનિયા અને
જૂની દુનિયા આ બધું આપ બાળકો ની બુદ્ધિ માં છે. પરંતુ બીજાઓ ને પણ યથાર્થ રીતે
સમજાવો, આ ઈશ્વરીય ધંધા માં લાગી જાઓ. દરેક ની પરિસ્થિતિ પોત-પોતાની હોય છે. સમજાવી
પણ તે શકશે જે યાદ ની યાત્રા માં હશે. યાદ થી બળ મળે છે ને? બાપ છે જ - જૌહરદાર (ધારદાર)
તલવાર. આપ બાળકોએ જૌહર (બળ) ભરવાનું છે. યોગબળ થી વિશ્વ ની બાદશાહી મેળવો છો. યોગ
થી બળ મળે છે, જ્ઞાન થી નહીં. બાળકો ને સમજાવ્યું છે - નોલેજ સોર્સ ઓફ ઇન્કમ (આવક
નું સાધન) છે. યોગ ને બળ કહેવાય છે. રાત-દિવસ નો ફરક છે. હવે યોગ સારો કે જ્ઞાન સારું?
યોગ જ પ્રસિદ્ધ છે. યોગ અર્થાત્ બાપ ની યાદ. બાપ કહે છે આ યાદ થી જ તમારા પાપ કપાઈ
જશે. આનાં પર જ બાપ જોર આપે છે. જ્ઞાન તો સહજ છે. ભગવાનુવાચ - હું તમને સહજ જ્ઞાન
સંભળાવું છું. ૮૪ નાં ચક્ર નું જ્ઞાન સંભળાવું છું. એમાં બધું આવી જાય છે.
હિસ્ટ્રી-જોગ્રાફી છે ને? જ્ઞાન અને યોગ બંને છે સેકન્ડ નું કામ. બસ, આપણે આત્મા
છીએ, આપણે બાપ ને યાદ કરવાના છે. એમાં મહેનત છે. યાદ ની યાત્રા માં રહેવાથી શરીર ની
જાણે વિસ્મૃતિ થતી જાય છે. કલાક સુધી પણ આમ અશરીરી થઈને બેસો તો કેટલાં પાવન થઈ જાઓ.
મનુષ્ય રાત્રે કોઈ ૬, કોઈ ૮ કલાક નિંદર કરે છે તો અશરીરી થઈ જાય છે ને? તે સમય માં
કોઈ વિકર્મ નથી થતાં. આત્મા થાકીને સૂઈ જાય છે. એવું પણ નથી કે કોઈ પાપ વિનાશ થાય
છે. ના, તે છે નિંદ્રા. વિકર્મ કોઈ થતા નથી. નિંદર ન કરે તો પાપ જ કરતા રહેશે. તો
નિંદર પણ એક બચાવ છે. આખો દિવસ સેવા કરી આત્મા કહે છે હું હવે સૂઈ જાઉં છું, અશરીરી
બની જાઉં છું. તમારે શરીર હોવા છતાં અશરીરી બનવાનું છે. આપણે આત્મા આ શરીર થી ન્યારા,
શાંત સ્વરુપ છીએ. આત્મા ની મહિમા ક્યારેય નહીં સાંભળી હશે. આત્મા સત્ ચિત્ આનંદ
સ્વરુપ છે. પરમાત્મા ની મહિમા ગાય છે કે સત્ છે, ચૈતન્ય છે. સુખ-શાંતિ નાં સાગર છે.
હવે તમને પછી કહેવાશે માસ્ટર, બાળક ને માસ્ટર પણ કહેવાય છે. તો બાપ યુક્તિઓ પણ
બતાવતા રહે છે. એવું પણ નથી કે આખો દિવસ નિંદર કરવાની છે. ના, તમારે તો યાદ માં રહી
પાપો નો વિનાશ કરવાનો છે. જેટલું બની શકે બાપ ને યાદ કરવાના છે. એવું પણ નથી કે બાપ
આપણા ઉપર રહેમ કે કૃપા કરે છે. ના, આ એમનું ગાયન છે - રહેમદિલ બાદશાહ. આ પણ એમનો
પાર્ટ છે, તમોપ્રધાન થી સતોપ્રધાન બનાવવાં. ભક્ત લોકો મહિમા ગાય છે - તમારે ફક્ત
મહિમા નથી ગાવાની. આ ગીત વગેરે પણ દિવસે-દિવસે બંધ થતા જાય છે. સ્કૂલ માં ક્યારેય
ગીત હોય છે શું? બાળકો શાંતિ માં બેઠાં રહે છે. શિક્ષક આવે છે તો ઉઠીને ઉભાં થાય
છે, પછી બેસે છે. આ બાપ કહે છે મને તો પાર્ટ મળેલો છે ભણાવવાનો, તો ભણાવવાનું જ છે.
આપ બાળકો ને ઉઠવાની (ઉભા થવાની) જરુર નથી. આત્માએ બેસીને સાંભળવાનું છે. તમારી વાત
જ આખી દુનિયા થી ન્યારી છે. બાળકો ને કહેશે શું, તમે ઉભા થાઓ. ના, તે તો ભક્તિમાર્ગ
માં કરે, અહીંયા નહીં. બાપ તો પોતે ઉભાં થઈને નમસ્તે કરે છે. સ્કૂલ માં જો બાળકો
મોડે થી આવે છે તો શિક્ષક કાં તો ફૂટપટ્ટી મારશે અથવા બહાર ઉભા કરી દેશે એટલે ડર રહે
છે સમય પર પહોંચવાનો. અહીં તો ડર ની વાત જ નથી. બાપ સમજાવતા રહે છે - મોરલીઓ મળતી
રહે છે. તે નિયમિત વાંચવાની છે. મોરલી વાંચો તો તમારી હાજરી લાગે. નહીં તો ગેરહાજરી
પડી જશે કારણકે બાપ કહે છે તમને ગુહ્ય-ગુહ્ય વાતો સંભળાવું છું. તમે જો મોરલી મિસ
કરશો તો તે પોઈન્ટ મિસ થઈ જશે. આ છે નવી વાતો, જે દુનિયામાં કોઈ નથી જાણતાં. તમારા
ચિત્ર જોઈને જ ચકિત થઈ જાય છે. કોઈ શાસ્ત્રો માં પણ નથી. ભગવાને ચિત્ર બનાવ્યાં હતાં.
તમારી આ ચિત્રશાળા છે નવી. બ્રાહ્મણ કુળ નાં જે દેવતા બનવા વાળા હશે તેમની બુદ્ધિ
માં જ બેસશે. કહેશે આ તો ઠીક છે. કલ્પ પહેલાં પણ અમે ભણ્યાં હતાં, જરુર ભગવાન ભણાવે
છે.
ભક્તિમાર્ગ નાં
શાસ્ત્રો માં પહેલાં નંબર માં ગીતા જ છે કારણ કે પહેલો ધર્મ જ આ છે. પછી અડધાકલ્પ
પછી તેની પણ ખૂબ પાછળ બીજા શાસ્ત્ર બને છે. પહેલાં ઈબ્રાહમ આવ્યાં તો એકલા હતાં. પછી
એક થી બે, બે થી ચાર થયાં. જ્યારે ધર્મ ની વૃદ્ધિ થતાં-થતાં લાખ ડોઢ લાખ થઈ જાય છે
તો શાસ્ત્ર વગેરે બને છે. તેનાં પણ અડધા સમય પછી જ બનતા હશે, હિસાબ કરાય છે ને?
બાળકો ને તો બહુજ ખુશી થવી જોઈએ. બાપ પાસે થી આપણને વારસો મળે છે. તમે જાણો છો બાપ
આપણને બધું જ્ઞાન સૃષ્ટિ ચક્ર નું સમજાવે છે. આ છે બેહદ ની હિસ્ટ્રી-જોગ્રાફી. બધા
ને કહો અહીંયા વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રાફી સમજાવાય છે જે બીજું કોઈ શીખવાડી ન શકે.
ભલે દુનિયા નો નક્શો કાઢે છે. પરંતુ એમાં આ ક્યાં દેખાડે છે કે લક્ષ્મી-નારાયણ નું
રાજ્ય ક્યારે હતું? કેટલો સમય ચાલ્યું? દુનિયા તો એક જ છે ને? ભારત માં જ રાજ્ય
કરીને ગયા છે, હમણાં નથી. આ વાતો કોઈની પણ બુદ્ધિ માં નથી. તે તો કલ્પ ની આયુ જ
લાંબી લાખો વર્ષ કહી દે છે. આપ મીઠાં-મીઠાં બાળકો ને કોઈ વધારે તકલીફ નથી આપતાં.
બાપ કહે છે પાવન બનવાનું છે. પાવન બનવા માટે તમે ભક્તિમાર્ગ માં કેટલાં ધક્કા ખાઓ
છો. હવે સમજો છો ધક્કા ખાતાં-ખાતાં ૨૫૦૦ વર્ષ વીતી ગયાં. હવે પછી બાબા આવ્યાં છે ફરી
થી રાજ્ય-ભાગ્ય આપવાં. તમને આ જ યાદ છે. જૂનાં થી નવી અને નવાં થી જૂની દુનિયા જરુર
થાય છે. હમણાં તમે જૂનાં ભારત નાં માલિક છો ને? પછી નવાં નાં માલિક બનશો. એક તરફ
ભારત ની ખૂબ મહિમા ગાતા રહે છે, બીજી તરફ પછી ખૂબ ગ્લાનિ (નિંદા) કરતા રહે છે. તે
પણ તમારી પાસે ગીત છે. તમે સમજાવો છો - હમણાં શું-શું થઈ રહ્યું છે? આ બંને ગીત પણ
સંભળાવવા જોઈએ. તમે બતાવી શકો છો - ક્યાં રામરાજ્ય, ક્યાં આ!
બાપ છે ગરીબ નિવાઝ.
ગરીબો ની જ બાળકીઓ મળશે. સાહૂકારો ને તો પોતાનો નશો રહે છે. કલ્પ પહેલાં જે આવ્યાં
હશે એ જ આવશે. ફિકર ની કોઈ વાત નથી. શિવબાબા ને ક્યારેય કોઈ ફિકર નથી થતી, દાદા ને
થશે. આમને પોતાની પણ ફિકર છે, મારે નંબરવન પાવન બનવાનું છે. આમાં છે ગુપ્ત
પુરુષાર્થ. ચાર્ટ રાખવા થી સમજ માં આવે છે, આમનો પુરુષાર્થ વધારે છે. બાપ હંમેશા
સમજાવતા રહે છે ડાયરી રાખો. ઘણાં બાળકો લખે પણ છે, ચાર્ટ લખવાથી સુધારો ખુબ જ થયો
છે. આ યુક્તિ ખૂબ સરસ છે, તો બધાએ કરવું જોઈએ. ડાયરી રાખવા થી તમને બહુ જ ફાયદો થશે.
ડાયરી રાખવી અર્થાત્ બાપ ને યાદ કરવાં. એમાં બાપ ની યાદ લખવાની છે. ડાયરી પણ મદદગાર
બનશે, પુરુષાર્થ થશે. ડાયરીઓ કેટલી લાખો, કરોડો બને છે, નોંધ વગેરે કરવા માટે. સૌથી
મુખ્ય વાત તો આ છે નોંધ કરવાની. આ ક્યારેય ભુલવું ન જોઈએ. એ જ સમયે ડાયરી માં લખવું
જોઈએ. રાત્રે હિસાબ-કિતાબ લખવો જોઈએ. પછી ખબર પડશે આ તો અમને નુકસાન થઈ રહ્યું છે
કારણકે જન્મ-જન્માંતર નાં વિકર્મ ભસ્મ કરવાના છે.
બાપ રસ્તો બતાવે છે -
પોતાનાં ઉપર રહેમ અથવા કૃપા કરવાની છે. શિક્ષક તો ભણાવે છે, આશીર્વાદ નહીં કરશે.
આશીર્વાદ, કૃપા, રહેમ વગેરે માંગવા કરતાં મરવું ભલું. કોઈની પાસે થી પૈસા પણ ન
માંગવા જોઈએ. બાળકો ને સખ્ત મનાઈ છે. બાપ કહે છે ડ્રામા અનુસાર જેમણે કલ્પ પહેલાં
બીજ વાવ્યું છે, વારસો મેળવ્યો છે તે જાતે જ કરશે. આપ કોઈ કામ માટે માંગો નહીં. નહીં
કરશે તો નહીં મેળવશે. મનુષ્ય દાન-પુણ્ય કરે છે તો રિટર્ન માં મળે છે ને? રાજા નાં
ઘરે અથવા સાહૂકાર નાં પાસે જન્મ થાય છે. જેમને કરવું હશે તે જાતે જ કરશે, તમારે
માંગવાનું નથી. કલ્પ પહેલાં જેમણે જેટલું કર્યુ છે, ડ્રામા એમની પાસે કરાવશે.
માંગવાની શું જરુર છે! બાબા તો કહેતાં રહે છે હૂંડી ભરાતી રહે છે, સર્વિસ માટે.
આપણને બાળકો ને થોડી કહેશે પૈસા આપો? ભક્તિમાર્ગ ની વાત જ્ઞાનમાર્ગ માં નથી હોતી.
જેમણે કલ્પ પહેલાં મદદ કરી છે, તે કરતા રહેશે, પોતે ક્યારેય માંગવાનું નથી. બાપ કહે
છે બાળકો ચંદો (ડોનેશન) વગેરે તમે ભેગું ન કરી શકો. આ તો સંન્યાસી લોકો કરે છે.
ભક્તિમાર્ગ માં થોડું પણ આપે છે, એનાં બદલે એક જન્મ માટે મળે છે. આ પછી છે
જન્મ-જન્માંતર માટે. તો જન્મ-જન્માંતર માટે બધું જ આપી દેવું સારું છે ને? આમનું તો
નામ ભોળા ભંડારી છે. તમે પુરુષાર્થ કરો તો વિજય માળા માં પરોવાઈ શકો છો, ભંડારો
ભરપૂર કાળ કંટક દૂર છે. ત્યાં ક્યારેય અકાળે મૃત્યુ નથી થતું. અહીં મનુષ્ય કાળ થી
કેટલાં ડરે છે. થોડું કાંઈ થાય છે તો મોત યાદ આવી જાય. ત્યાં આ વિચાર જ નથી, તમે
અમરપુરી માં ચાલો છો. આ છી-છી મૃત્યુલોક છે. ભારત જ અમરલોક હતું, હમણાં મૃત્યુલોક
છે.
તમારો અડધોકલ્પ બહુજ
છી-છી પસાર થયો છે. નીચે પડતા આવ્યાં છો. જગન્નાથપુરી માં બહુ જ ગંદા-ગંદા ચિત્રો
છે. બાબા તો અનુભવી છે ને? ચારેય તરફ ફરેલા છે. ગોરા થી કાળા બન્યાં છે. ગામડા માં
રહેવા વાળા હતાં. હકીકત માં આ આખું ભારત ગામ છે. તમે ગામડા નાં છોકરા છો. હવે તમે
સમજો છો કે આપણે વિશ્વ નાં માલિક બનીએ છીએ. એવું નહીં સમજતા અમે તો બોમ્બે માં રહેવા
વાળા છીએ. બોમ્બે પણ સ્વર્ગ ની આગળ શું છે? કાંઈ પણ નથી, એક પથ્થર પણ નથી. આપણે
ગામડા નાં છોકરા નિધણ નાં બની ગયા છીએ હવે ફરી આપણે સ્વર્ગ નાં માલિક બની રહ્યાં
છીએ તો ખુશી રહેવી જોઈએ. નામ જ છે સ્વર્ગ. કેટલાં હીરા-ઝવેરાત મહેલો માં લાગેલા હોય
છે. સોમનાથ નું મંદિર જ કેટલું હીરા-ઝવેરાતો થી ભરેલું હતું. પહેલાં-પહેલાં શિવ નું
મંદિર જ બનાવે છે. કેટલાં સાહૂકાર હતાં. હમણાં તો ભારત ગામ છે. સતયુગ માં બહુ જ
માલામાલ હતું. આ વાતો દુનિયા માં તમારા સિવાય કોઈ પણ નથી જાણતાં. તમે કહેશો કાલે અમે
બાદશાહ હતાં, આજે ફકીર છીએ. ફરી વિશ્વ નાં માલિક બનીએ છીએ. આપ બાળકોએ પોતાનાં ભાગ્ય
પર આભાર માનવો જોઈએ. અમે પદમાપદમ ભાગ્યશાળી છીએ. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. વિકર્મો થી
બચવા માટે આ શરીર માં રહેતાં અશરીરી બનવાનો પુરુષાર્થ કરવાનો છે. યાદ ની યાત્રા એવી
હોય જે શરીર ની વિસ્મૃતિ થતી જાય.
2. જ્ઞાન નું મંથન કરી
આસ્તિક બનવાનું છે. મોરલી ક્યારેય પણ મિસ નથી કરવાની. પોતાની ઉન્નતિ માટે ડાયરી માં
યાદ નો ચાર્ટ નોંધ કરવાનો છે.
વરદાન :-
રુહાની શક્તિ
ને દરેક કર્મ માં યુઝ કરવા વાળા યુક્તિયુક્ત જીવનમુક્ત ભવ
આ બ્રાહ્મણ-જીવન ની
વિશેષતા છે રુહાનિયત. રુહાનિયત ની શક્તિ થી જ સ્વયં ને તથા સર્વ ને પરિવર્તન કરી શકો
છો. આ શક્તિ થી અનેક પ્રકાર નાં શારિરીક બંધનો થી મુક્તિ મળે છે. પરંતુ યુક્તિયુક્ત
બની દરેક કર્મ માં લુઝ હોવાને બદલે, રુહાની શક્તિ ને યુઝ કરો. મન્સા-વાચા અને કર્મણા
ત્રણેય માં સાથે-સાથે રુહાનિયત ની શક્તિ નો અનુભવ થાય. જે ત્રણેય માં યુક્તિયુક્ત
છે તે જ જીવનમુક્ત છે.
સ્લોગન :-
સત્યતા ની
વિશેષતા દ્વારા ખુશી અને શક્તિ ની અનુભૂતિ કરતા ચાલો.
અવ્યક્ત ઈશારા -
અશરીરી અથવા વિદેહી સ્થિતિ નો અભ્યાસ વધારો
જે પણ પરિસ્થિતિ આવી
રહી છે અને આવવાની છે, એમાં વિદેહી સ્થિતિ નો અભ્યાસ બહુ જ જોઈએ એટલે બીજી બધી
વાતોને છોડી આ તો નહીં થશે, આ તો નહીં થશે… શું થશે… આ પ્રશ્ન ને છોડી દો, હવે
વિદેહી સ્થિતિ નો અભ્યાસ વધારો. વિદેહી બાળકો ને કોઈ પણ પરિસ્થિતિ અથવા કોઈ પણ હલચલ
પ્રભાવ નથી પાડી શકતી.