12-11-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મ ી ઠ ાં બ ા ળક ો - હમણ ાં તમ ે સ ં ગમય ુ ગ પર છ ો, તમન ે આ જ ૂ ન ી કળ િ ય ુ ગ ી દ ુ ન િ ય ા ન ો ક ો ઈ પણ ખ ્ ય ા લ ન આવવ ો જ ો ઈએ ”

પ્રશ્ન :-
બાપે બાળકોને શ્રેષ્ઠ કર્મ કરવાની અથવા કર્મો ને સુધારવાની વિધિ શું બતાવી છે?

ઉત્તર :-
પોતાનાં કર્મો ને સુધારવા માટે સાચાં બાપ થી સદા સાચાં રહો, જો ક્યારેય ભૂલ થી પણ કોઈ ઉલ્ટું કર્મ થઈ જાય તો તે બાબા ને તરત લખી દો. સચ્ચાઈ થી બાબા ને સંભળાવશો તો એની અસર ઓછી થઈ જશે. નહીં તો વૃદ્ધિ થતી રહેશે. બાબા નાં પાસે સમાચાર આવશે તો બાબા એને સુધારવાની શ્રીમત આપશે.

ઓમ શાંતિ!
શિવબાબા બ્રહ્મા દ્વારા બાળકોને પૂછી રહ્યાં છે કે બાળકો તમે અહીં સવાર થી બેસી શું કરી રહ્યાં છો? તમે વિદ્યાર્થી તો છો જ. તો જરુર અહીં બેસી આ ખ્યાલ કરતાં હશો કે અમને શિવબાબા ભણાવવા આવ્યાં છે. આ ભણતર થી અમે સૂર્યવંશી બનીશું કારણકે તમે રાજયોગ શીખી રહ્યાં છો. વિષ્ણુપુરી નાં માલિક બનવાનાં માટે, આ ખ્યાલ માં બેઠાં છો કે કોઈને જવાબદારી, બાળ-બચ્ચા (બાળકો), ધંધાધોરી વગેરે યાદ આવે છે? બુદ્ધિ માં આ રહેવું જોઈએ કે આ છે ગીતા પાઠશાળા, આપણને ભગવાન ભણાવે છે અને આપણે લક્ષ્મી-નારાયણ અથવા તેમનાં કુટુંબ નાં જેવાં બનીશું. આ છે રાજયોગ. બાળકોની બુદ્ધિ માં રહેવું જોઈએ કે અમે બાબા થી ડાયરેક્ટ (સીધું) સાંભળીને સૂર્યવંશી ઘરાના (પરિવાર) જેવા બનીશું. લક્ષ્મી-નારાયણ નું ચિત્ર સામે છે, આપણું રાજ્ય હશે. દુનિયામાં લોકો ને ખબર નથી કે સ્વર્ગ કોને કહેવાય છે! આપ બાળકો કહો છો કે અમે હમણાં બાબા થી સ્વરાજ્ય વિદ્યા, સ્વર્ગ ની શિખી રહ્યાં છીએ. આપણે જ સ્વર્ગ નાં માલિક બનવા વાળા છીએ. આ અંદરમાં સિમરણ કરવાનું છે. જેમ સ્કૂલમાં વિદ્યાર્થી ની બુદ્ધિ માં રહે છે કે અમે બેરિસ્ટર-એન્જિનિયર વગેરે બનવા માટે ભણી રહ્યાં છીએ. તમને આટલું પણ યાદ રહે છે કે ભૂલી જાઓ છો? તમે ઊંચા માં ઊંચા ભગવાન નાં વિદ્યાર્થી છો. તમને ઊંચા માં ઊંચા દેવતા બનાવવા માટે બાપ ભણાવી રહ્યાં છે, તમે એમનાં બાળકો છો. આત્મા આ શરીર દ્વારા પોતાનાં ભવિષ્ય પદ ને યાદ કરી રહ્યો છે કે શરીર નાં સંબંધી, શારીરિક મિલકત, ધંધાધોરી યાદ કરે છે? અહીં જ્યારે આવો છો તો એ સમજવું જોઈએ કે અમને બેહદ નાં બાપ ભણાવવા આવે છે - બેહદ નાં માલિક બનાવવાં. પછી રાજા-રાણી બનો કે પ્રજા! માલિક તો બનો છો ને. નવી દુનિયામાં છે જ સૂર્યવંશી પરિવાર. આ તો સમજો છો ને કે આપણે પોતાની રાજાઈ કરીશું.

બાબા જાણે છે કે બાળકોને બાહર રહેતાં, ઘરબાર, ખેતી-વાડી માં રહેતાં એટલી બાબાની યાદ નથી રહી શકતી. તો અહીં જ્યારે આવો છો તો બધાં ખ્યાલાત છોડીને આવો. તમે હમણાં એ કળિયુગી દુનિયામાં છો જ નહીં, હમણાં તમે સંગમ પર છો. કળિયુગ ને છોડી દીધો છે, બહાર કળિયુગ છે. મધુબન જે ખાસ છે, આ છે સંગમ એટલે મધુબન નું ગાયન છે. અહીં આ મોરલી નું જ સિમરણ કરવાનું છે. જે સાંભળો છો તે રીપીટ (યાદ) કરો અને વિચાર સાગર મંથન કરો. જેટલો સમય મળે ચિત્રો ની આગળ આવીને બેસી જાઓ. એને જુઓ અને ભણતાં રહો. બ્રાહ્મણીઓ જે લઈ આવે છે એમનાં પર બહુજ જવાબદારી છે. બહુજ ઓના (ફિકર) રાખવો જોઈએ. જેમ ટીચર્સ (શિક્ષક) ને ઓના રહે છે - અમારી સ્કૂલ થી જો ઓછાં પાસ થશે તો ઈજ્જત જશે. જ્યારે સ્કૂલ થી બહુજ પાસ થાય છે તો તે ટીચર્સ સારા મનાય છે. બ્રાહ્મણીઓએ વિદ્યાર્થી પર ધ્યાન આપવું જોઈએ. અહીં તમે જેમ કે સંગમ પર આવ્યાં છો, જ્યાં ડાયરેક્ટ (પોતે) બાબા સંભળાવે છે. અહીંયાનો પ્રભાવ ખૂબ સારો છે. જો અહીં ઘર-ઘાટ, ધંધો યાદ આવે તો બાબા સમજશે કે આ સાધારણ પ્રજા બનશે. આવ્યાં હતાં રાજા બનવા માટે પરંતુ… નહીં તો બાળકોને અંદર માં બહુજ ખુશી થવી જોઈએ. ચિત્ર પણ તમને બહુજ મદદ કરે છે. લોકો અષ્ટ દેવતાઓનાં અને ગુરુઓનાં ચિત્ર ઘર માં રાખે છે, યાદ નાં માટે. પરતું એમને યાદ કરવાથી મળતું કાંઈ પણ નથી. ભક્તિમાર્ગ માં જે કાંઈ કરો, નીચે જ ઉતરતાં આવ્યાં છો. આપ બાળકોએ ઊંચ જવાનો પુરુષાર્થ કરવાનો છે. ઘર માં શિવબાબા નું ચિત્ર રાખી દો તો ઘડી-ઘડી યાદ આવશે. પહેલાં તમે હનુમાન ને, કૃષ્ણ ને, રામ ને યાદ કરતાં હતાં. હવે શિવબાબા સન્મુખ કહે છે કે મને યાદ કરો. ત્રિમૂર્તિ નું ચિત્ર ખૂબ સારું છે, આ ચિત્ર સદૈવ પોકેટ (ખિસ્સા) માં રાખી દો. ઘડી-ઘડી જોતાં રહો તો યાદ રહેશે. બાબા ભગત હતાં તો લક્ષ્મી-નારાયણ નો ફોટો પોકેટ માં રાખતાં હતાં. ગાદી નાં નીચે સાથે-સાથે રાખતાં હતાં, એનાથી મળ્યું કાંઈ નહીં. હવે બાબા થી બહુજ પ્રાપ્તિ થઈ રહી છે, એમને જ યાદ કરવાનાં છે, એમાં માયા સામનો કરે છે. જ્ઞાન તો ભલે બહુજ સાંભળો-સંભળાવો છો, એમાં આગળ જાઓ છો, એવું નથી કહેતાં કે ૮૪ નું ચક્ર ભૂલાઈ જાય છે. એવું પણ નથી અહીં રહેવા વાળા વધારે યાદ કરે છે. ના, અહીં રહેતાં પણ ઘણાં છે જે ધુળછાઈ ને યાદ કરતાં રહે છે. જે બાપ થી આપણે ગોરા બનવા આવ્યાં છીએ એમને જાણતાં જ નથી. માયા નો પડછાયો બહુજ પડી જાય છે. મૂળ વાત છે યાદ ની. બાબા જાણે છે ખૂબ સારા-સારા બાળકો પણ યાદ માં નથી રહેતાં. યોગમાં રહેવાથી જ દેહ-અભિમાન ઓછું થશે, બહુજ મીઠાં રહેશો. દેહ-અભિમાન માં હોવાથી મીઠાં નથી બનતાં, બગડતાં રહે છે. બાબા બધાનાં માટે નથી કહેતાં. કોઈ સપૂત પણ છે, સપૂત એમને સમજાય છે જે યોગ માં રહે છે. તેમનાથી કોઈપણ ઉલ્ટી-સુલ્ટી વાત નહીં થશે. મિત્ર-સંબંધી વગેરે બધાંને ભૂલી જશે. આપણે અશરીરી આવ્યાં હતાં, હવે અશરીરી બની ઘરે જવાનું છે. હમણાં આપ બાળકોને જ્ઞાન નું ત્રીજું નેત્ર મળ્યું છે જેનાથી તમે પોતાનાં ઘર ને જાણો છો, રાજધાની ને પણ જાણો છો. આ પણ આપ બાળકો જાણો છો કે શિવબાબા કોઈ કાળા લિંગ નથી. જેવાં તે દેખાડે છે, તે તો બિન્દુ જેવાં છે. આ પણ આપણે જાણીએ છીએ. હવે આપણે ઘરે જઈશું, ત્યાં આપણે અશરીરી રહીએ છીએ. હવે આપણે અશરીરી બનવાનું છે. સ્વયં ને આત્મા સમજી પતિત-પાવન બાપ ને યાદ કરવાનાં છે. આ તો સમજાવાય છે આત્મા અવિનાશી છે. એમાં ૮૪ જન્મો નો પાર્ટ નોંધાયેલો છે, એનો અંત થતો નથી. થોડો સમય મુક્તિધામ માં જઈને પછી પાર્ટ માં આવવાનું છે. તમે ઓલરાઉન્ડ પાર્ટ ભજવો છો, આ સદૈવ યાદ રહેવું જોઈએ. હવે આપણે ઘરે જવાનું છે. બાબા ને યાદ કરવાથી આપણે તમોપ્રધાન થી સતોપ્રધાન બની જઈશું. અહીં ધંધાધોરી ને યાદ નથી કરવાનાં. અહીં તમે પૂરા સંગમયુગ પર છો. હમણાં તમે બોટ માં (નાવ માં) બેઠાં છો. કોઈ વચ્ચે ઉતરી જાય છે પછી ફસાઈ મરે છે. આનાં પર પણ શાસ્ત્રો માં એક કથા છે. હવે તમે જાણો છો પેલે પાર જઈ રહ્યાં છો, ખેવૈયા (નાવિક) શિવબાબા છે. શ્રીકૃષ્ણને ખેવૈયા કે બાગવાન નહીં કહેવાશે. શિવ ભગવાનુવાચ છે. પતિત-પાવન શિવબાબા છે. કૃષ્ણ ની તરફ બુદ્ધિ જઈ ન શકે. મનુષ્યો ની બુદ્ધિ તો ભટકતી રહે છે, બાબા આવીને ભટકવા થી છોડાવે છે. ફક્ત કહે છે પોતાને આત્મા સમજી બાબા ને યાદ કરો ત્યારે જ તમે સ્વર્ગ નાં માલિક બનશો. આ વાતો ભૂલવી ન જોઈએ. અહીંયાથી તમે બહુજ રિફ્રેશ થઈને જાઓ છો. અનુભવ પણ સંભળાવો છો, બાબા, અમે ફરી એવાં ને એવાં જ થઈ જઈએ છીએ. મિત્ર-સંબંધી વગેરેનો ચહેરો જોઈએ છીએ, લોભાયમાન થઈ જઈએ છીએ. આપ બાળકો આશિક છો, કામકાજ કરતાં માશૂક ને યાદ કરો ત્યારે ઊંચ પદ મેળવશો. જો હમણાં પુરુષાર્થ નહીં કરશો તો સિંગલ તાજ પણ નહીં મળશે. અહીં બાળકો જ્યારે આવે છે તો સમય વ્યર્થ ન કરવો જોઈએ. બીજું તો કાંઈ અહીં નથી. ફક્ત દેલવાડા મંદિર તમારું યાદગાર છે, તે તમે જોઈ શકો છો. ઉપર માં વૈકુંઠ છે. ઝાડ પણ તમારું ક્લિયર (સ્પષ્ટ) છે. નીચે રાજયોગ માં બેઠાં છો, ઉપર રાજાઈ છે. હૂબહૂ જેમ દેલવાડા મંદિર બનેલું છે. તમે જાણો છો શિવબાબા આપણને ફરી થી જ્ઞાન આપીને સ્વર્ગ નાં માલિક બનાવી રહ્યાં છે. આ કળિયુગ નો વિનાશ થવાનો છે. આ આદિદેવ, આદિનાથ કોણ છે. તમે બધાનાં ઓક્યૂપેશન (કર્તવ્ય) ને જાણો છો ને. આ સમય ની ચર્ચા પછી ભક્તિમાર્ગ માં ચાલે છે. તહેવાર, વ્રત બધું આ સમય નું છે. સાચ્ચું વ્રત છે મનમનાભવ. બાકી નિર્જળા રાખવું, ખાવાનું નહીં ખાવું, આ કોઈ વ્રત નથી. દુનિયામાં આ સમયે માયા નો પામ્પ (ભપકો) બહુજ છે. પહેલાં આ વીજળી, ગેસ વગેરે નહોતા પછી નીકળ્યાં છે. ૧૦૦ વર્ષ થયાં છે, એમાં મનુષ્ય ફસાઈ મરે છે. કહે છે અમારા માટે સ્વર્ગ અહીં જ છે. માયાનું એટલું જોર છે જે બાપ ને બિલકુલ જ યાદ નથી કરતાં, કહે છે તમે ચાલીને જુઓ - અમે કેવાં સ્વર્ગ માં બેઠાં છીએ. હવે સ્વર્ગ ની આગળ તો આ કાંઈ પણ નથી. ક્યાં સ્વર્ગ, ક્યાં નર્ક. સ્વર્ગ ની એક પણ વસ્તુ અહીં હોઈ ન શકે. ત્યાં દરેક વસ્તુ સતોપ્રધાન હશે. ગાયો પણ ફર્સ્ટ ક્લાસ (ખૂબ સુંદર) હશે. તમે પણ ફર્સ્ટ ક્લાસ બનો છો તો તમારું ફર્નિચર, ખાન-પાન વગેરે બધું ફર્સ્ટ ક્લાસ હોય છે. સૂક્ષ્મવતન માં ફળ વગેરે જોઈને આવો છો ને. નામ જ રાખે છે શૂબીરસ. દુનિયા વાળાઓને આ પણ ખબર નથી કે સ્વર્ગ છે ક્યાં? ત્યાં બધું જ સતોપ્રધાન હોય છે. આ માટી વગેરે ત્યાં નથી પડતી. દુ:ખ ની કોઈ વાત જ નથી. પરંતુ બાળકોને આ નશો હજું ચઢતો નથી કે બાબા અમને સ્વર્ગ નાં માલિક બનાવવાના માટે આ ભણતર ભણાવી રહ્યાં છે. ચિત્ર કેટલાં સ્પષ્ટ છે. ચિત્ર બનવામાં સમય તો લાગે છે. બાબા બધું જ સર્વિસ (સેવા) અર્થ બનાવતાં જ રહે છે. પરતું કોઈ તો પોતાનાં ધંધાધોરી માં એટલાં ફસાયેલા છે જે બાબા ને યાદ પણ નથી કરી શકતાં. પ્રદર્શન નાં ચિત્રો નું મેગેઝીન (પુસ્તક) પણ છે, તે પણ વાંચવું જોઈએ. ગીતા નાં જે નિયમી હોય છે, તે ક્યાંય પણ જશે તો ગીતા જરુર વાંચશે. હવે તમને સાચ્ચી ગીતા ચિત્રો સહિત મળી છે. હમણાં સારી રીતે મહેનત કરવી જોઈએ. નહીં તો ઊંચ પદ મેળવી નહીં શકશો. પછી હાય-હાય કરવી પડશે, જ્યારે સાક્ષાત્કાર થશે. પરીક્ષા પૂરી થયાં પછી બીજા ક્લાસ માં નંબરવાર બેસી જાય છે. અહીં પણ જ્યારે સાક્ષાત્કાર થઈ જશે તો નંબરવાર રુદ્ર માળા પછી વિજય માળા માં જશો. સ્કૂલ માં કોઈ બાળકો નાપાસ થાય છે તો કેટલાં દુઃખી થઈ જાય છે. તમારી છે કલ્પ-કલ્પાંતર ની બાજી (રમત).

ઘણાં બાળકો પૂરું મેગેઝીન વાંચતા નથી. બાળકોએ મેગેઝીન વાંચીને સેવા કરવી જોઈએ. લખે છે બાબા ફલાણી ને બદલી કરી દો. સારી બ્રાહ્મણી મોકલી દો. કોઈ-કોઈ બ્રાહ્મણી ની સાથે એટલો પ્રેમ થઈ જાય છે, બ્રાહ્મણી બદલી થવાથી નીચે પડે છે. સેવાકેન્દ્ર પર આવવાનું જ છોડી દે છે. કોઈ ઉલ્ટું કામ થઈ જાય તો સચ્ચાઈ થી તરત બાબાને લખવું જોઈએ તો પાપ ની અસર ઓછી થઈ જશે. નહીં તો વૃદ્ધિ થતી જશે. બાબા સુધારવા માટે કહે છે પરંતુ કોઈને સુધરવું નથી તો પાપ કર્મ કરવાનું છોડતાં જ નથી. તકદીર માં નથી તો બાબા ને સાચાં સમાચાર નથી આપતાં. બાબા ની પાસે રિપોર્ટ આવવાથી સુધારવાની કોશિશ કરશે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. અશરીરી બનવાનો પૂરે-પૂરો અભ્યાસ કરવાનો છે. કોઈ પણ ઉલ્ટી-સુલ્ટી વાતો નથી કરવાની. બહુજ મીઠાં બનવાનું છે. કોઈ વાત માં પણ બગડવાનું નથી.

2. મોરલી નું સિમરણ કરવાનું છે. જે સાંભળો છો એનાં પર વિચાર સાગર મંથન કરવાનું છે. મનમનાભવ નું વ્રત રાખવાનું છે.

વરદાન :-
સદ ા દ ે હ - અભ િ મ ા ન ક ે દ ે હ ન ી દ ુ ર ્ ગ ં ધ થ ી દ ૂ ર રહ ે વ ા વ ા ળ ા ઇન ્ દ ્ રપ ્ રસ ્ થ ન િ વ ા સ ી ભવ

કહેવાય છે ઇન્દ્રપ્રસ્થ માં સિવાય પરીઓનાં કોઈ પણ મનુષ્ય નિવાસ નથી કરી શકતાં. મનુષ્ય અર્થાત્ જે પોતાને આત્મા ન સમજે દેહ સમજે છે. તો દેહ-અભિમાન અને દેહ ની જૂની દુનિયા, જૂનાં સંબંધો થી સદા ઉપર ઉડતા રહે. જરા પણ મનુષ્યપણા ની દુર્ગંધ ન હોય. દેહી-અભિમાની સ્થિતિ માં રહો, જ્ઞાન અને યોગ ની પાંખો મજબૂત હોય ત્યારે કહેવાશો ઇન્દ્રપ્રસ્થ નિવાસી.

સ્લોગન :-
પોતાનાં તન, મન, ધન ને સફળ કરવું કે સર્વ ખજાનાઓ ને વધારવા વાળા જ સમજદાર છે.

આ અવ્યક્ત ઇશારા - બ્રહ્મા બાપ સમાન સંપન્ન અને સંપૂર્ણ સ્થિતિ નો અનુભવ કરો

સંપૂર્ણતા નંબરવાર હશે. માળા નાં ૧૦૮ મણકા છે, એમાં નંબરવન મણકો અને ૧૦૮ મણકા બંને ને સંપૂર્ણ કે વિજયી રત્ન તો કહેવાશે. વિજયી રત્ન અર્થાત્ પોતાનાં નંબર પ્રમાણે સંપૂર્ણતા ને પ્રાપ્ત થયેલાં, એમની માટે આખાં ડ્રામા ની અંદર એ જ સંપૂર્ણતાની ફર્સ્ટ સ્ટેજ છે.