12-12-2024
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - આ
ભણતર જે બાપ ભણાવે છે , આમાં અથાહ કમાણી છે , એટલે ભણતર સારી રીતે ભણતા રહો , લિંક
ક્યારેય ન તૂટે”
પ્રશ્ન :-
જે વિનાશકાળે વિપરીત બુદ્ધિ છે, એમને તમારી કઈ વાત પર હસવું આવે છે?
ઉત્તર :-
તમે જ્યારે કહો છો હવે વિનાશકાળ નજીક છે, તો તેમને હસવું આવે છે. તમે જાણો છો બાપ
અહીં બેઠાં તો નહીં રહેશે, બાપની ડ્યુટી (ફરજ) છે પાવન બનાવવાની. જ્યારે પાવન બની
જશો તો આ જૂની દુનિયા વિનાશ થશે, નવી આવશે. આ લડાઈ છે જ વિનાશ માટે. તમે દેવતા બનો
છો તો આ કળિયુગી છી-છી સૃષ્ટિ પર આવી ન શકો.
ઓમ શાંતિ!
રુહાની બાપ
રુહાની બાળકો ને સમજાવે છે. બાળકો સમજે છે અમે બહુ જ બેસમજ બની ગયા હતાં. માયા રાવણે
બેસમજ બનાવી દીધાં હતાં. આ પણ બાળકો સમજે છે કે બાપે જરુર આવવાનું જ છે, જ્યારે નવી
સૃષ્ટિ સ્થાપન થવાની છે. ત્રિમૂર્તિ નું ચિત્ર પણ છે - બ્રહ્મા દ્વારા સ્થાપના,
વિષ્ણુ દ્વારા પાલના, શંકર દ્વારા વિનાશ કારણકે કરનકરાવનહાર તો બાપ છે ને? એક જ છે
જે કરે છે અને કરાવે છે. પહેલાં કોનું નામ આવશે? જે કરે છે પછી જેનાં દ્વારા કરાવે
છે. કરનકરાવનહાર કહેવાય છે ને? બ્રહ્મા દ્વારા નવી દુનિયાની સ્થાપના કરાવે છે. આ પણ
બાળકો જાણે છે આપણી જે નવી દુનિયા છે, જે આપણે સ્થાપન કરી રહ્યા છીએ, એનું નામ છે જ
દેવી-દેવતાઓની દુનિયા. સતયુગ માં જ દેવી-દેવતા હોય છે. કોઈ બીજાને દેવી-દેવતા નથી
કહેવાતાં. ત્યાં મનુષ્ય હોતા નથી. છે જ એક દેવી-દેવતા ધર્મ, બીજો કોઈ ધર્મ જ નથી.
હમણાં આપ બાળકો સ્મૃતિ માં આવ્યા છો કે બરોબર આપણે દેવી-દેવતા હતાં, નિશાનીઓ પણ છે.
ઈસ્લામી, બૌદ્ધી, ક્રિશ્ચન વગેરે બધાની પોત-પોતાની નિશાની છે. આપણું જ્યારે રાજ્ય
હતું તો બીજા કોઈ નહોતાં. હમણાં પછી બીજા બધા ધર્મ છે, આપણો દેવતા ધર્મ નથી. ગીતા
માં શબ્દ ખૂબ સારા-સારા છે પરંતુ કોઈ સમજી નથી શકતાં. બાપ કહે છે વિનાશકાળે વિપરીત
બુદ્ધિ અને વિનાશકાળે પ્રીત બુદ્ધિ. વિનાશ તો આ સમયે જ થવાનો છે. બાપ આવે પણ છે
સંગમયુગ પર, જ્યારે પરિવર્તન થાય છે. બાપ આપ બાળકો ને બદલા માં બધું જ નવું આપે છે.
એ સોની પણ છે, ધોબી પણ છે, મોટા વેપારી પણ છે. વિરલા જ કોઈ બાપ સાથે વેપાર કરે. આ
વેપાર માં તો અથાહ ફાયદો છે. ભણતર માં ફાયદો ખૂબ હોય છે. મહિમા પણ કરાય છે કે ભણતર
કમાણી છે, તે પણ જન્મ-જન્માંતર માટે કમાણી છે. તો આવું ભણતર સારી રીતે ભણવું જોઈએ
ને? અને ભણાવવું પણ ખૂબ સહજ છું. ફક્ત એક સપ્તાહ સમજીને પછી ભલે ક્યાંય પણ ચાલ્યા
જાઓ, તમારી પાસે ભણતર આવતું રહેશે અર્થાત્ મોરલી મળતી રહેશે તો પછી ક્યારેય લિંક નહીં
તૂટશે. આ છે આત્માઓ ની પરમાત્મા ની સાથે લિંક. ગીતા માં પણ આ શબ્દ છે વિનાશકાળે
વિપરીત બુદ્ધિ વિનશયન્તી, પ્રીત બુદ્ધિ વિજયન્તી. તમે જાણો છો આ સમયે મનુષ્ય એક-બીજા
ને કાપતાં-મારતાં રહે છે. તેમનાં જેવો ક્રોધ તથા વિકાર બીજા કોઈ માં હોતા નથી. આ પણ
ગાયન છે કે દ્રૌપદીએ પોકાર્યા. બાપે સમજાવ્યું છે તમે બધા દ્રૌપદીઓ છો. ભગવાનુવાચ,
બાપ કહે છે-બાળકો, હવે વિકાર માં નહીં જાઓ. હું તમને સ્વર્ગ માં લઈ ચાલું છું, તમે
ફક્ત મુજ બાપ ને યાદ કરો. હમણાં વિનાશકાળ છે ને? કોઈનું પણ સાંભળતા નથી, લડતા જ રહે
છે. કેટલું તેમને કહે છે શાંત રહો, પરંતુ શાંત રહેતાં નથી. પોતાનાં બાળકો વગેરે થી
અલગ થઈ લડાઈ નાં મેદાન માં જાય છે. કેટલાં મનુષ્ય મરતા જ રહે છે. મનુષ્ય ની કોઈ
વેલ્યુ (મહત્વ) નથી. જો વેલ્યુ છે, મહિમા છે તો આ દેવી-દેવતાઓની. હમણાં તમે આ બનવાનો
પુરુષાર્થ કરી રહ્યા છો. તમારી મહિમા હકીકત માં આ દેવતાઓ કરતાં પણ વધારે છે. તમને
હમણાં બાપ ભણાવી રહ્યા છે. કેટલું ઊંચું ભણતર છે? ભણવા વાળા અનેક જન્મોનાં અંત માં
બિલકુલ જ તમોપ્રધાન છે. હું તો સદૈવ સતોપ્રધાન જ છું.
બાપ કહે છે હું આપ
બાળકો નો ઓબીડિયન્ટ સર્વેન્ટ (આજ્ઞાકારી સેવક) બનીને આવ્યો છું. વિચાર કરો આપણે
કેટલાં છી-છી બની ગયા છીએ? બાપ જ આપણને વાહ-વાહ બનાવે છે. ભગવાન બેસી મનુષ્યોને
ભણાવી કેટલાં ઊંચ બનાવે છે? બાપ સ્વયં કહે છે હું અનેક જન્મો નાં અંત માં તમને બધાને
તમોપ્રધાન થી સતોપ્રધાન બનાવવા આવ્યો છું. હમણાં તમને ભણાવી રહ્યો છું. બાપ કહે છે
મેં તમને સ્વર્ગવાસી બનાવ્યા પછી તમે નર્કવાસી કેવી રીતે બન્યાં, કોણે બનાવ્યાં?
ગાયન પણ છે વિનાશકાળે વિપરીત બુદ્ધિ વિનશયન્તી. પ્રીત બુદ્ધિ વિજયન્તી. પછી
જેટલા-જેટલા પ્રીત બુદ્ધિ રહેશો અર્થાત્ બહુ જ યાદ કરશે, એટલો તમારો જ ફાયદો છે.
લડાઈ નું મેદાન છે ને? કોઈ પણ આ નથી જાણતા કે ગીતા માં કયું યુદ્ધ બતાવ્યું છે?
તેમણે તો પછી કૌરવો અને પાંડવો નું યુદ્ધ દેખાડ્યું છે. કૌરવ સંપ્રદાય, પાંડવ
સંપ્રદાય પણ છે પરંતુ યુદ્ધ તો કંઈ નથી. પાંડવ એમને કહેવાય જે બાપને જાણે છે. બાપ
સાથે પ્રીત બુદ્ધિ છે. કૌરવ એમને કહેવાય જે બાપ સાથે વિપરીત બુદ્ધિ છે. શબ્દ તો ખૂબ
સારા-સારા સમજવા લાયક છે.
હમણાં છે સંગમયુગ. આપ
બાળકો જાણો છો નવી દુનિયાની સ્થાપના થઈ રહી છે. બુદ્ધિ થી કામ લેવાનું છે. હમણાં
દુનિયા કેટલી મોટી છે? સતયુગ માં કેટલાં થોડાં મનુષ્ય હશે? નાનું ઝાડ હશે ને? તે
ઝાડ પછી મોટું થાય છે. મનુષ્ય સૃષ્ટિ રુપી આ ઉલ્ટું ઝાડ કેવું છે? આ પણ કોઈ સમજતા
નથી. આને કલ્પવૃક્ષ કહેવાય છે. વૃક્ષની નોલેજ પણ જોઈએ ને? બીજા વૃક્ષોની નોલેજ તો
બહુજ-બહુજ ઈઝી (સહજ) છે, ઝટ બતાવી દેશે. આ વૃક્ષની નોલેજ પણ એવી ઈઝી છે પરંતુ આ છે
હ્યુમન (મનુષ્ય સૃષ્ટિ રુપી) વૃક્ષ. મનુષ્યો ને પોતાનાં વૃક્ષની ખબર જ નથી પડતી. કહે
પણ છે ગોડ ઈઝ ક્રીયેટર (ઈશ્વર રચયિતા છે), તો જરુર ચૈતન્ય છે ને? બાપ સત્ છે,
ચૈતન્ય છે, જ્ઞાન નાં સાગર છે. એમનાં માં કયું જ્ઞાન છે? આ પણ કોઈ નથી સમજતાં. બાપ
જ બીજરુપ, ચૈતન્ય છે. એમના દ્વારા જ બધી રચના થાય છે. તો બાપ સમજાવે છે, મનુષ્યો ને
પોતાનાં ઝાડની ખબર નથી, બીજા ઝાડો ને તો સારી રીતે જાણે છે. ઝાડ નું બીજ જો ચૈતન્ય
હોત તો બતાવત ને પરંતુ તે તો છે જડ. તો હમણાં આપ બાળકો જ રચયિતા અને રચના નાં રહસ્ય
ને જાણો છો. એ સત્ છે, ચૈતન્ય છે, જ્ઞાન નાં સાગર છે. ચૈતન્ય માં તો વાતચીત કરી શકે
છે ને? મનુષ્ય નું તન સૌથી ઊંચ અમૂલ્ય ગવાયેલું છે. તેમનું મૂલ્ય કથન નથી કરી શકાતું.
બાપ આવીને આત્માઓ ને સમજાવે છે.
તમે રુપ પણ છો, વસંત
પણ છો. બાપ છે જ્ઞાન નાં સાગર. એમની પાસે થી તમને રત્ન મળે છે. આ જ્ઞાન-રત્ન છે, જે
રત્નો દ્વારા તે રત્ન પણ તમને અઢળક મળી જાય છે. લક્ષ્મી-નારાયણ ની પાસે જુઓ કેટલાં
રત્ન છે? હીરા-ઝવેરાત નાં મહેલો માં રહે છે. નામ જ છે સ્વર્ગ, જેનાં તમે માલિક બનવા
વાળા છો. કોઈ ગરીબ ને અચાનક મોટી લોટરી મળે છે તો પાગલ થઈ જાય છે ને? બાપ પણ કહે છે
તમને વિશ્વ ની બાદશાહી મળે છે તો માયા કેટલો વિરોધ કરે છે? તમને આગળ જઈને ખબર પડશે
કે માયા કેટલાં સારા-સારા બાળકોને પણ હપ કરી લે છે. એકદમ ખાઈ જાય છે. તમે સાપ ને
જોયો છે-દેડકા ને કેવી રીતે પકડે છે, જેમ ગજ (હાથી) ને ગ્રાહ (મગર) હપ કરે છે. સાપ
દેડકા ને એકદમ આખો ને આખો હપ કરી લે છે. માયા પણ એવી છે, બાળકોને જીવતા જ પકડીને
એકદમ ખતમ કરી દે છે જે પછી ક્યારેય બાપ નું નામ પણ નથી લેતાં. યોગબળ ની તાકાત
તમારામાં બહુ ઓછી છે. બધો આધાર યોગબળ પર છે. જેમ સર્પ દેડકા ને હપ કરે છે, આપ બાળકો
પણ આખી બાદશાહી ને હપ કરો છો. આખા વિશ્વ ની બાદશાહી તમે સેકન્ડ માં લઈ લેશો. બાપ
કેટલી સહજ યુક્તિ બતાવે છે? કોઈ હથિયાર વગેરે નથી. બાપ જ્ઞાન-યોગ નાં અસ્ત્ર-શસ્ત્ર
આપે છે. તેમણે પછી સ્થૂળ હથિયાર વગેરે આપી દીધાં છે.
આપ બાળકો આ સમયે કહો
છો-આપણે શું થી શું બની ગયા હતાંં? જે ઈચ્છો તે કહો, આપણે આવા હતાં જરુર. ભલે હતાં
તો મનુષ્ય જ પરંતુ ગુણ અને અવગુણ તો હોય છે ને? દેવતાઓ માં દૈવીગુણ છે એટલે તેમની
મહિમા ગાય છે-આપ સર્વગુણ સંપન્ન… હમ નિર્ગુણ હારે મેં કોઈ ગુણ નાહી. આ સમયે આખી
દુનિયા જ નિર્ગુણ છે અર્થાત્ એક પણ દેવતાઈ ગુણ નથી. બાપ, જે ગુણ શિખવાડવા વાળા છે,
એમને જ નથી જાણતા એટલે કહેવાય વિનાશકાળે વિપરીત બુદ્ધિ. હવે વિનાશ તો થવાનો જ છે
સંગમયુગ પર. જ્યારે જૂની દુનિયા વિનાશ થાય છે અને નવી દુનિયા સ્થાપન થાય છે. આને
કહેવાય છે વિનાશકાળ. આ છે અંતિમ વિનાશ પછી અડધોકલ્પ કોઈ લડાઈ વગેરે થતી જ નથી.
મનુષ્યો ને કાંઈ પણ ખબર નથી. વિનાશકાળે વિપરીત બુદ્ધિ છે તો જરુર જૂની દુનિયાનો
વિનાશ થશે ને? આ જૂની દુનિયા માં કેટલી આપદાઓ છે. મરતા જ રહે છે. બાપ આ સમય ની હાલત
બતાવે છે. ફરક તો ખૂબ છે ને? આજે ભારત ની આ હાલત છે, કાલે ભારત શું હશે? આજે આ છે,
કાલે તમે ક્યાં હશો? તમે જાણો છો પહેલાં નવી દુનિયા કેટલી નાની હતી. ત્યાં તો મહેલો
માં કેટલાં હીરા-ઝવેરાત વગેરે હોય છે. ભક્તિમાર્ગ માં પણ તમારા મંદિર કાંઈ ઓછા થોડી
હોય છે? ફક્ત કોઈ એક સોમનાથ નું મંદિર થોડુ હશે? એક કોઈ બનાવશે તો તેમને જોઈ બીજા
પણ બનાવશે. એક સોમનાથ મંદિર માંથી જ કેટલું લુંટ્યું છે! પછી પોતાનું યાદગાર બનાવ્યું
છે. તો દિવાલો માં પથ્થર વગેરે લગાવે છે. આ પથ્થરો ની શું વેલ્યુ હશે? આટલાં નાનકડા
હીરા ની પણ કેટલી કિંમત છે? બાબા ઝવેરી હતાં, એક રત્તી નો હીરો રહેતો હતો, ૯૦ રુપિયા
રત્તી. હવે તો એની કિંમત હજારો રુપિયા છે. મળતા પણ નથી. બહુ જ વેલ્યુ વધી ગઈ છે. આ
સમયે વિદેશ વગેરે તરફ ધન ખૂબ છે, પરંતુ સતયુગ ની આગળ આ કાંઈ પણ નથી.
હમણાં બાપ કહે છે
વિનાશકાળે વિપરીત બુદ્ધિ છે. તમે કહો છો વિનાશ સમીપ છે તો મનુષ્ય હસે છે. બાપ કહે
છે હું કેટલો સમય બેઠો રહીશ, મને કાંઈ અહીં મજા આવે છે શું? હું તો નથી સુખી, નથી
દુ:ખી થતો. મારી ઉપર જવાબદારી છે પાવન બનાવવાની. તમે આ હતાં, હમણાં આ બની ગયા છો,
ફરી તમને આવા ઊંચ બનાવું છું. તમે જાણો છો આપણે ફરી તે બનવાનાં છીએ. હવે તમને આ સમજ
આવી છે, આપણે આ દૈવી ઘરાના નાં સભ્ય હતાં. રાજાઈ હતી. પછી આવી રીતે આપણી રાજાઈ
ગુમાવી. પછી બીજા-બીજા આવવા લાગ્યાં. હવે આ ચક્ર પૂરું થાય છે. હવે તમે સમજો છો લાખો
વર્ષ ની તો વાત જ નથી. આ લડાઈ છે જ વિનાશ ની, તે તરફ તો ખૂબ આરામ થી મરશે. કોઈ
તકલીફ નહીં થશે. હોસ્પિટલ વગેરે જ નહીં હોય. કોણ બેસીને સેવા કરશે અને રડશે. ત્યાં
તો આ રિવાજ જ નથી. તેમનું તો મોત સહજ થાય છે. અહીં તો દુઃખી થઈને મરે છે કારણકે તમે
સુખ બહુ જ જોયું છે તો દુઃખ પણ તમારે જોવાનું છે. લોહી ની નદી અહીં જ વહેશે. તે સમજે
છે આ લડાઈ પછી શાંત થઈ જશે પરંતુ શાંત તો થવાની નથી. મિરુઆ મૌત મલુકા શિકાર. તમે
દેવતા બનો છો, પછી કળિયુગી છી-છી સૃષ્ટિ પર તો તમે આવી ન શકો. ગીતા માં પણ છે
ભગવાનુવાચ, વિનાશ પણ જુઓ, સ્થાપના જુઓ. સાક્ષાત્કાર થયા ને? આ સાક્ષાત્કાર બધા અંત
માં થશે - ફલાણા-ફલાણા આ બને છે પછી તે સમયે રડશે, ખૂબ પસ્તાશે, સજા ખાશે, નસીબ
કૂટશે. પરંતુ કરી શું શકશે? આ તો ૨૧ જન્મો ની લોટરી છે. સ્મૃતિ તો આવે છે ને?
સાક્ષાત્કાર વગર કોઈને સજા નથી મળી શકતી. ટ્રીબ્યુનલ બેસે છે ને? અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સ્વયં માં
જ્ઞાન-રત્ન ધારણ કરી રુપ-વસંત બનવાનું છે. જ્ઞાન-રત્નો થી વિશ્વ ની બાદશાહી ની લોટરી
લેવાની છે.
2. આ વિનાશકાળ માં
બાપ સાથે પ્રીત રાખી એક ની જ યાદ માં રહેવાનું છે. એવું કોઈ કર્મ નથી કરવાનું જે
અંત સમયે પસ્તાવું પડે અથવા નસીબ કુટવું પડે.
વરદાન :-
સદા સ્નેહી બની
ઉડતી કળા નું વરદાન પ્રાપ્ત કરવા વાળા નિશ્ચિત વિજયી નિશ્ચિંત ભવ
સ્નેહી બાળકો ને
બાપદાદા દ્વારા ઉડતી કળા નું વરદાન મળી જાય છે. ઉડતી કળા દ્વારા સેકન્ડ માં બાપદાદા
ની પાસે પહોંચી જાઓ તો કેવા પણ સ્વરુપ માં આવેલી માયા તમને સ્પર્શી નહીં શકશે.
પરમાત્મ-છત્રછાયા ની અંદર માયા ની છાયા પણ નથી આવી શકતી. સ્નેહ, મહેનત ને મનોરંજન
માં પરિવર્તન કરી દે છે. સ્નેહ દરેક કર્મ માં નિશ્ચિત વિજયી સ્થિતિ નો અનુભવ કરાવે
છે, સ્નેહી બાળકો દરેક સમયે નિશ્ચિંત રહે છે.
સ્લોગન :-
નથિંગ ન્યુ ની
સ્મૃતિ થી સદા અચલ રહો તો ખુશી માં નાચતા રહેશો.