13-01-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - પતિત
થી પાવન બનાવવા વાળા બાપ સાથે તમારો ખૂબ - ખૂબ પ્રેમ હોવો જોઈએ , સવારે - સવારે
ઉઠીને પહેલાં - પહેલાં કહો શિવબાબા , ગુડમોર્નિંગ”
પ્રશ્ન :-
એક્યુરેટ યાદ માટે કઈ ધારણાઓ જોઈએ? એક્યુરેટ યાદ વાળાની નિશાની શું હશે?
ઉત્તર :-
એક્યુરેટ યાદ માટે ધૈર્યતા, ગંભીરતા અને સમજ જોઈએ. આ ધારણા નાં આધાર થી જે યાદ કરે
છે તેમની યાદ, યાદ થી મળે છે અને બાપની કરંટ (શક્તિ) આવવા લાગે છે. આ કરંટ થી આયુ
વધશે, સ્વસ્થ બનતા જશે. દિલ એકદમ ઠરી જશે (શીતળ થઈ જશે), આત્મા સતોપ્રધાન બનતો જશે.
ઓમ શાંતિ!
બાપ કહે છે
મીઠાં બાળકો, તતત્વમ્ અર્થાત્ આપ આત્માઓ પણ શાંત સ્વરુપ છો. આપ સર્વ આત્માઓ નો
સ્વધર્મ છે જ શાંતિ. શાંતિધામ થી પછી અહીં આવીને ટૉકી બનો (વાચા માં આવો) છો. આ
કર્મેન્દ્રિયો તમને મળે છે પાર્ટ ભજવવા માટે. આત્મા નાનો-મોટો નથી થતો. શરીર
નાનું-મોટું થાય છે. બાપ કહે છે હું તો શરીરધારી નથી. મારે બાળકોની સન્મુખ મળવા
આવવાનું હોય છે. સમજો જાણે કે બાપ છે, તેમનાં દ્વારા બાળક નો જન્મ થાય છે, તો તે
બાળક એવું નહીં કહેશે કે હું પરમધામ થી જન્મ લઈ માતા-પિતા ને મળવા આવ્યો છું. ભલે
કોઈ નવો આત્મા આવે છે કોઈ નાં પણ શરીર માં અથવા કોઈ જૂનો આત્મા કોઈ નાં શરીર માં
પ્રવેશ કરે છે તો એવું નહીં કહેશે કે માતા-પિતા ને મળવા આવ્યો છું. એને આપમેળે
માતા-પિતા મળી જાય છે. અહીં આ છે નવી વાત. બાપ કહે છે હું પરમધામ થી આવીને આપ બાળકો
ની સન્મુખ થયો છું. બાળકો ને ફરીથી નોલેજ આપું છું કારણકે હું નોલેજફુલ, જ્ઞાન નો
સાગર.. હું આવું છું આપ બાળકોને ભણાવવા, રાજયોગ શીખવાડવા. રાજયોગ શિખવાડવા વાળા
ભગવાન જ છે. કૃષ્ણ નાં આત્માને આ ઈશ્વરીય પાર્ટ નથી. દરેક નો પાર્ટ પોતાનો. ઈશ્વર
નો પાર્ટ પોતાનો છે. તો બાપ સમજાવે છે મીઠાં બાળકો, સ્વયં ને આત્મા સમજો. એવું
પોતાને સમજવું કેટલું મીઠું લાગે છે! આપણે શું હતાં? હવે શું બની રહ્યા છીએ?
આ ડ્રામા કેવો
વન્ડરફુલ બનેલો છે? આ પણ તમે હમણાં સમજાવો છો. આ પુરુષોત્તમ સંગમયુગ છે આટલું ફક્ત
યાદ રહે તો પણ પાક્કું થઈ જાય છે કે આપણે સતયુગ માં જવાનાં છીએ. હમણાં સંગમ પર છીએ
પછી જવાનું છે પોતાનાં ઘરે એટલે પાવન તો જરુર બનવાનું છે. અંદર ખૂબ ખુશી થવી જોઈએ.
ઓહો! બેહદ નાં બાપ કહે છે મીઠાં-મીઠાં બાળકો, મને યાદ કરો તો તમે સતોપ્રધાન બનશો.
વિશ્વ નાં માલિક બનશો. બાપ કેટલો બાળકોને પ્રેમ કરે છે. એવું નથી કે ફક્ત શિક્ષક
નાં રુપ માં ભણાવીને પછી ઘરે ચાલ્યા જાય છે. આ તો બાપ પણ, શિક્ષક પણ છે. તમને ભણાવે
પણ છે. યાદ ની યાત્રા પણ શીખવાડે છે.
આવાં વિશ્વ નાં માલિક
બનાવવા વાળા, પતિત થી પાવન બનાવવા વાળા બાપ સાથે બહુ જ પ્રેમ હોવો જોઈએ. સવારે-સવારે
ઉઠતાં જ પહેલાં-પહેલાં શિવબાબા ને ગુડમોર્નિંગ કરવું જોઈએ. ગુડમોર્નિંગ અર્થાત્ યાદ
કરશો તો બહુ જ ખુશી માં રહેશો. બાળકોએ પોતાનાં દિલ થી પૂછવાનું છે અમે સવારે ઉઠીને
કેટલું બેહદ નાં બાપ ને યાદ કરીએ છીએ? મનુષ્ય ભક્તિ પણ સવારે કરે છે ને? ભક્તિ કેટલી
પ્રેમ થી કરે છે! પરંતુ બાબા જાણે છે ઘણાં બાળકો દિલ વ જાન, સિક વ પ્રેમ થી યાદ નથી
કરતાં. સવારે ઉઠી બાબા ને ગુડમોર્નિંગ કરે, જ્ઞાન નાં ચિંતન માં રહે તો ખુશી નો પારો
ચઢે. બાપ ને ગુડમોર્નિંગ નહીં કરશો તો પાપો નો બોજ કેવી રીતે ઉતરશે? મુખ્ય છે જ યાદ,
આનાથી ભવિષ્ય માટે તમારી ખૂબ ભારે કમાણી થાય છે. કલ્પ-કલ્પાન્તર આ કમાણી કામ આવશે.
ખૂબ ધૈર્ય, ગંભીરતા, સમજ થી યાદ કરવાના હોય છે. ઉપર-ઉપર થી તો ભલે એ કહી દે છે કે
અમે બાબાને ખૂબ યાદ કરીએ છીએ પરંતુ એક્યુરેટ યાદ કરવામાં મહેનત છે. જે બાપ ને વધારે
યાદ કરે છે એમને કરંટ વધારે મળે છે કારણકે યાદ થી યાદ મળે છે. યોગ અને જ્ઞાન બે ચીજો
છે. યોગ નો વિષય અલગ છે, ખૂબ ભારે વિષય છે. યોગ થી જ આત્મા સતોપ્રધાન બને છે. યાદ
વગર સતોપ્રધાન બનવું, અસંભવ છે. સારી રીતે પ્રેમ થી બાપ ને યાદ કરશો તો આપોઆપ કરંટ
મળશે, સ્વસ્થ બની જશો. કરંટ થી આયુષ્ય પણ વધે છે. બાળકો યાદ કરે છે તો બાબા પણ
સર્ચલાઈટ આપે છે. બાપ કેટલો મોટો ભારે ખજાનો આપ બાળકોને આપે છે!
મીઠાં બાળકોએ આ પાક્કું
યાદ રાખવાનું છે, શિવબાબા આપણ ને ભણાવે છે. શિવબાબા પતિત-પાવન પણ છે. સદ્દગતિ દાતા
પણ છે. સદ્દગતિ એટલે સ્વર્ગ ની રાજાઈ આપે છે. બાબા કેટલાં મીઠાં છે? કેટલું પ્રેમ
થી બાળકો ને બેસી ને ભણાવે છે? બાપ, દાદા દ્વારા આપણને ભણાવે છે. બાબા કેટલાં મીઠાં
છે? કેટલો પ્રેમ કરે છે? કોઈ તકલીફ નથી આપતાં. ફક્ત કહે છે મને યાદ કરો અને ચક્ર ને
યાદ કરો. બાપ ની યાદ માં દિલ એકદમ ઠરી જવું જોઈએ. એક બાપ ની જ યાદ સતાવવી જોઈએ
કારણકે બાપ પાસે થી વારસો કેટલો ભારે મળે છે? સ્વયં ને જોવું જોઈએ મારો બાપ સાથે
કેટલો પ્રેમ છે? ક્યાં સુધી મારા માં દૈવી ગુણ છે? કારણકે આપ બાળકો હવે કાંટા થી
ફૂલ બની રહ્યા છો. જેટલા-જેટલા યોગ માં રહેશો એટલા કાંટા થી ફૂલ, સતોપ્રધાન બનતા જશો.
ફૂલ બની ગયા પછી અહીં રહી નહીં શકો. ફૂલો નો બગીચો છે જ સ્વર્ગ. જે અનેક કાંટાઓ ને
ફૂલ બનાવે છે તેમને જ સાચાં સુગંધિત ફૂલ કહેવાશે. ક્યારેય કોઈને કાંટા નહીં લગાવશે.
ક્રોધ પણ મોટો કાંટો છે, અનેક ને દુઃખ આપે છે. હવે આપ બાળકો કાંટાઓની દુનિયા માંથી
કિનારા પર આવી ગયા છો, તમે છો સંગમ પર. જેમ માળી ફૂલો ને અલગ વાસણ માં કાઢીને રાખે
છે તેમ જ આપ ફૂલો ને પણ હમણાં સંગમયુગી વાસણ માં અલગ રાખેલા છે. પછી તમે ફૂલ સ્વર્ગ
માં ચાલ્યા જશો, કળિયુગી કાંટા ભસ્મ થઈ જશે.
મીઠાં બાળકો જાણે છે
પારલૌકિક બાપ પાસે થી આપણને અવિનાશી વારસો મળે છે. જે સાચાં-સાચાં બાળકો છે, જેમનો
બાપ-દાદા સાથે પૂરો પ્રેમ છે તેમને ખૂબ ખુશી રહેશે. અમે વિશ્વ નાં માલિક બનીએ છીએ.
હા, પુરુષાર્થ થી જ વિશ્વ નાં માલિક બનાય છે, ફક્ત કહેવાથી નહીં. જે અનન્ય બાળકો છે
તેમને સદૈવ આ યાદ રહેશે કે અમે પોતાનાં માટે ફરીથી એ જ સૂર્યવંશી, ચંદ્રવંશી રાજધાની
સ્થાપન કરી રહ્યા છીએ. બાપ કહે છે મીઠાં બાળકો, જેટલું તમે અનેકનું કલ્યાણ કરશો એટલું
જ તમને ફળ મળશે. અનેક ને રસ્તો બતાવશો તો અનેક નાં આશીર્વાદ મળશે. જ્ઞાન-રત્નો થી
ઝોલી ભરીને પછી દાન કરવાનું છે. જ્ઞાન-સાગર તમને રત્નો ની થાળીઓ ભરી-ભરીને આપે છે.
જે પછી દાન કરે છે એ જ બધાને પ્રિય લાગે છે. બાળકોની અંદર કેટલી ખુશી હોવી જોઈએ?
સેન્સિબલ (સમજદાર) બાળકો જે હશે તે તો કહેશે અમે બાબા પાસે થી પૂરો જ વારસો લઈશું,
એકદમ ચટકી પડશે. બાપ સાથે ખૂબ પ્રેમ રહેશે કારણકે જાણે છે પ્રાણ-દાન આપવા વાળા બાપ
મળ્યા છે. નોલેજ નું વરદાન એવું આપે છે જેનાથી આપણે શું થી શું બની જઈએ છીએ.
ઇનસોલવેન્ટ (કંગાળ) થી સોલવેન્ટ (સાહૂકર) બની જઈએ છીએ, એટલો ભંડારો ભરપૂર કરી દે
છે. જેટલું બાપ ને યાદ કરશે એટલો પ્રેમ રહેશે, કશિશ (આકર્ષણ) થશે. સોય સાફ હોય છે
તો ચુંબક તરફ ખેંચાઈ જાય છે ને? બાપ ની યાદ થી કાટ નીકળતો જશે. એક બાપ સિવાય બીજું
કોઈ યાદ ન આવે. જેમ સ્ત્રી નો પતિ ની સાથે કેટલો પ્રેમ હોય છે? તમારી પણ સગાઈ થઈ છે
ને? સગાઈ ની ખુશી ઓછી હોય છે શું? શિવબાબા કહે છે મીઠાં બાળકો, તમારી મારી સાથે
સગાઈ છે. બ્રહ્મા ની સાથે સગાઈ નથી. સગાઈ પાક્કી થઈ ગઈ પછી તો તેમની જ યાદ સતાવવી
જોઈએ.
બાપ સમજાવે છે મીઠાં
બાળકો, ગફલત નહીં કરો. સ્વદર્શન ચક્રધારી બનો, લાઈટ-હાઉસ બનો. સ્વદર્શન ચક્રધારી
બનવાની પ્રેક્ટિસ (અભ્યાસ) સારી થઈ જશે તો પછી તમે જાણે જ્ઞાન નાં સાગર થઈ જશો. જેમ
વિદ્યાર્થી ભણીને શિક્ષક બની જાય છે ને? તમારો ધંધો જ આ છે. બધાને સ્વદર્શન ચક્રધારી
બનાવો ત્યારે જ ચક્રવતી રાજા-રાણી બનશો એટલે બાબા સદૈવ બાળકો ને પૂછે છે સ્વદર્શન
ચક્રધારી થઈને બેઠાં છો? બાપ પણ સ્વદર્શન ચક્રધારી છે ને? બાપ આવ્યા છે આપ મીઠાં
બાળકો ને પાછા લઈ જવાં. આપ બાળકો વગર મને પણ જાણે બેઆરામ થાય છે. જ્યારે સમય થાય છે
તો બેઆરામ થઈ જાય છે. બસ, હવે હું જાઉં, બાળકો બહુ જ પોકારે છે, ખૂબ દુઃખી છે. તરસ
પડે છે. હવે આપ બાળકોએ ચાલવાનું છે ઘરે. પછી ત્યાંથી તમે પોતે જ ચાલ્યા જશો સુખધામ.
ત્યાં હું તમારો સાથી નહીં બનીશ. પોતાની અવસ્થા અનુસાર તમારો આત્મા ચાલ્યો જશે.
આપ બાળકોને આ નશો
રહેવો જોઈએ આપણે રુહાની યુનિવર્સિટી માં ભણી રહ્યા છીએ. આપણે ગોડલી સ્ટુડન્ટ (ઈશ્વરીય
વિધાર્થી) છીએ. આપણે મનુષ્ય થી દેવતા અથવા વિશ્વ નાં માલિક બનવા માટે ભણી રહ્યા છીએ.
આનાંથી આપણે આખી મિનિસ્ટરી પાસ કરી લઈએ છીએ. હેલ્થ (સ્વાસ્થ) નું એજ્યુકેશન (ભણતર)
પણ ભણીએ છીએ, ચરિત્ર સુધારવાની પણ નોલેજ ભણીએ છીએ. હેલ્થ મિનિસ્ટરી, ફુડ મિનિસ્ટરી,
લૈન્ડ મિનિસ્ટરી, બિલ્ડીંગ મિનિસ્ટરી બધું આમાં આવી જાય છે.
મીઠાં-મીઠાં બાળકો ને
બાપ સમજાવે છે જ્યારે કોઈ સભા માં ભાષણ કરો છો અથવા કોઈને સમજાવો છો તો ઘડી-ઘડી બોલો
સ્વયં ને આત્મા સમજી પરમપિતા પરમાત્મા ને યાદ કરો. આ યાદ થી જ તમારા વિકર્મ વિનાશ
થશે. તમે પાવન બની જશો. ઘડી-ઘડી આ યાદ કરવાનું છે. પરંતુ આ પણ તમે ત્યારે કહી શકશો
જ્યારે સ્વયં યાદ માં હશો. આ વાત ની બાળકો માં બહુ જ કમજોરી છે. અંદર આપ બાળકો ને
ખુશી હશે, યાદ માં રહેશો ત્યારે બીજાઓને સમજાવવા ની અસર થશે. તમારું બોલવાનું વધારે
ન હોવું જોઈએ. આત્મ-અભિમાની બની થોડું પણ સમજાવશો તો તીર પણ લાગશે. બાપ કહે છે બાળકો,
વીતી ગયું સો વીતી ગયું. હવે પહેલાં સ્વયં ને સુધારો. સ્વયં યાદ કરશો નહીં, બીજાઓને
કહેતા રહેશો, આ ઠગી ચાલી ન શકે. અંદર દિલ જરુર ખાતું હશે. બાપ ની સાથે પૂરો પ્રેમ
નથી તો શ્રીમત પર ચાલતાં નથી. બેહદ નાં બાપ જેવી શિક્ષા તો બીજું કોઈ આપી ન શકે.
બાપ કહે છે મીઠાં બાળકો, આ જૂની દુનિયા ને હવે ભૂલી જાઓ. અંત માં તો આ બધું ભૂલી જ
જવાનું છે. બુદ્ધિ લાગી જાય છે પોતાનાં શાંતિધામ અને સુખધામ માં. બાપ ને યાદ
કરતા-કરતા બાપ પાસે ચાલ્યા જવાનું છે. પતિત આત્મા તો જઈ ન શકે. તે છે જ પાવન આત્માઓ
નું ઘર. આ શરીર ૫ તત્વો થી બનેલું છે. તો ૫ તત્વો અહીં રહેવા માટે ખેંચે છે કારણકે
આત્માએ આ જાણે કે પ્રોપર્ટી લીધેલી છે, એટલે શરીર માં મમત્વ થઈ ગયું છે. હવે એમાંથી
મમત્વ કાઢીને જવાનું છે પોતાનાં ઘરે. ત્યાં તો આ ૫ તત્વ નથી. સતયુગ માં પણ શરીર
યોગબળ થી બને છે. સતોપ્રધાન પ્રકૃતિ હોય છે એટલે ખેંચતી નથી. દુઃખ નથી હોતું. આ બહુ
જ મહીન વાતો છે સમજવાની. અહીં ૫ તત્વો નું બળ આત્મા ને ખેંચે છે એટલે શરીર છોડવાનું
મન નથી થતું. નહીં તો આમાં ખૂબ જ ખુશ થવું જોઈએ. પાવન બની શરીર એવી રીતે છોડશો જેમ
માખણ માંથી વાળ. તો શરીર માંથી, બધી વસ્તુઓ માંથી મમત્વ એકદમ કાઢી નાખવાનું છે, એની
સાથે આપણું કોઈ કનેક્શન નથી. બસ, આપણે જઈએ છીએ બાબા ની પાસે. આ દુનિયા માં પોતાનાં
બેગ-બેગેજ તૈયાર કરીને પહેલાં થી જ મોકલી દીધાં છે. સાથે તો ચાલી ન શકે. બાકી
આત્માઓ ને જવાનું છે. શરીર ને પણ અહીં છોડી દીધું છે. બાબાએ નવાં શરીર નો
સાક્ષાત્કાર કરાવી દીધો છે. હીરા-ઝવેરાત નાં મહેલ મળી જશે. એવાં સુખધામ માં જવા માટે
કેટલી મહેનત કરવી જોઈએ? થાકવું ન જોઈએ. દિવસ-રાત ખૂબ કમાણી કરવાની છે એટલે બાબા કહે
છે નિંદર ને જીતવા વાળા બાળકો મામેકમ્ યાદ કરો અને વિચાર સાગર મંથન કરો. ડ્રામા નાં
રહસ્ય ને બુદ્ધિ માં રાખવાથી બુદ્ધિ એકદમ શીતળ થઈ જાય છે. જે મહારથી બાળકો હશે તે
ક્યારેય હલશે નહીં. શિવબાબા ને યાદ કરશો તો તે સંભાળ પણ કરશે.
બાપ આપ બાળકો ને દુઃખ
થી છોડાવીને શાંતિનું દાન આપે છે. તમારે પણ શાંતિ નું દાન આપવાનું છે. તમારી આ બેહદ
ની શાંતિ અર્થાત્ યોગબળ બીજાઓ ને પણ એકદમ શાંત કરી દેશે. ઝટ ખબર પડી જશે, આ આપણા ઘર
નાં છે કે નથી. આત્મા ને ઝટ કશિશ થશે આ અમારા બાબા છે. નાડી (નસ) પણ જોવાની હોય છે.
બાપ ની યાદ માં રહી પછી જુઓ આ આત્મા આપણા કુળ નો છે. જો હશે તો એકદમ શાંત થઈ જશે.
જે આ કુળ નાં હશે એમને જ આ વાતો માં રસ બેસશે. બાળકો યાદ કરે છે તો બાપ પણ પ્રેમ કરે
છે. આત્મા ને પ્રેમ કરાય છે. આ પણ જાણે છે જેમણે ખૂબ ભક્તિ કરી છે એ જ વધારે ભણશે.
એમનાં ચહેરા થી ખબર પડતી જશે કે બાપ માં કેટલો પ્રેમ છે? આત્મા બાપ ને જુએ છે. બાપ
આપણ ને આત્માઓ ને ભણાવી રહ્યા છે. બાપ પણ સમજે છે હું આટલાં નાનાં બિંદુ આત્મા ને
ભણાવું છું. આગળ ચાલી તમારી આ અવસ્થા થઈ જશે. સમજશો અમે ભાઈ-ભાઈ ને ભણાવીએ છીએ.
ચહેરો બહેન નો હોય તો પણ દૃષ્ટિ આત્મા તરફ જાય. શરીર પર દૃષ્ટિ બિલ્કુલ ન જાય, આમાં
બહુ જ મહેનત છે. આ ખૂબ મહીન વાતો છે. ખૂબ ઊંચું ભણતર છે. વજન કરો તો આ ભણતર ની બાજુ
ખૂબ ભારે થઈ જશે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતાની ઝોલી
જ્ઞાન-રત્નો થી ભરીને પછી દાન પણ કરવાનું છે. જે દાન કરે છે તે સર્વ ને પ્રિય લાગે
છે, એમને અપાર ખુશી રહે છે.
2. પ્રાણદાન દેવા વાળા
બાપ ને ખૂબ પ્રેમ થી યાદ કરતા બધાને શાંતિ નું દાન આપવાનું છે. સ્વદર્શન ચક્ર ફેરવતા
જ્ઞાન નાં સાગર બનવાનું છે.
વરદાન :-
અંતઃવાહક શરીર
દ્વારા સેવા કરવાવાળા કર્મબંધન મુક્ત ડબલ લાઈટ ભવ
જેવી રીતે સ્થૂળ શરીર
દ્વારા સાકારી ઈશ્વરીય સેવા માં બીઝી રહો છો એવી રીતે પોતાનાં આકારી શરીર દ્વારા
અંતઃવાહક સેવા પણ સાથે-સાથે કરવાની છે. જેવી રીતે બ્રહ્મા દ્વારા સ્થાપના ની વૃદ્ધિ
થઈ તેવી રીતે હવે પોતાનાં સૂક્ષ્મ શરીરો દ્વારા, શિવશક્તિ નાં કમ્બાઈન્ડ રુપ નાં
સાક્ષાત્કાર દ્વારા સાક્ષાત્કાર અને સંદેશ મળવાનાં કાર્ય થવાનાં છે. પરંતુ આ સેવા
માટે કર્મ કરતા પણ કોઈ પણ કર્મબંધન થી મુક્ત સદા ડબલ લાઈટ રુપ માં રહો.
સ્લોગન :-
મનન કરવા થી
જે ખુશી રુપી માખણ નીકળે છે એ જ જીવન ને શક્તિશાળી બનાવે છે.
પોતાની શક્તિશાળી
મન્સા દ્વારા સકાશ દેવાની સેવા કરો
કોઈ પણ આ ન કહી શકે
કે અમને તો સેવા નો ચાન્સ નથી. કોઈ બોલી ન શકે. મન્સા વાયુમંડળ થી સુખ ની વૃત્તિ,
સુખમય સ્થિતિ થી સેવા કરો. તબિયત ઠીક નથી તો ઘરે બેઠાં પણ સહયોગી બનો, ફક્ત મન્સા
માં શુદ્ધ સંકલ્પો નો સ્ટોક જમા કરો, શુભ ભાવનાઓ થી સંપન્ન બનો.