13-02-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - બાપ
જે છે , જેવા છે , એમને યથાર્થ રીતે જાણીને યાદ કરવા , આ જ મુખ્ય વાત છે , મનુષ્યો
ને આ વાત બહુ જ યુક્તિ થી સમજાવવાની છે”
પ્રશ્ન :-
આખા યુનિવર્સ (વિશ્વ) માટે કયું ભણતર છે જે અહીં જ તમે ભણો છો?
ઉત્તર :-
આખા યુનિવર્સ માટે આ જ ભણતર છે કે તમે બધા આત્મા છો. આત્મા સમજીને બાપ ને યાદ કરો
તો પાવન બની જશો. આખા યુનિવર્સ નાં જે બાપ છે એ એક જ વાર આવે છે બધાને પાવન બનાવવાં.
એ જ રચયિતા અને રચના નું નોલેજ આપે છે એટલે હકીકત માં આ એક જ યુનિવર્સિટી છે, આ વાત
બાળકોએ સ્પષ્ટ કરીને સમજાવવાની છે.
ઓમ શાંતિ!
ભગવાનુવાચ -
હવે આ તો રુહાની બાળકો સમજે છે કે ભગવાન કોણ છે? ભારત માં કોઈ પણ યથાર્થ રીતે જાણતા
નથી. કહે પણ છે-હું જે છું, જેવો છું મને યથાર્થ રીતે કોઈ નથી જાણતાં. તમારા માં પણ
નંબરવાર છે. નંબરવાર પુરુષાર્થ અનુસાર જાણે છે. ભલે અહીં રહે છે પરંતુ યથાર્થ રીતે
નથી જાણતાં. યથાર્થ રીતે જાણીને બાપ ને યાદ કરવા, આ ખૂબ મુશ્કેલ છે. ભલે બાળકો કહે
છે કે ખૂબ સહજ છે પરંતુ હું જે છું, મારે નિરંતર બાપ ને યાદ કરવાના છે, બુદ્ધિ માં
આ યુક્તિ રહે છે. હું આત્મા બહુજ નાનો છું. આપણા બાબા પણ બિંદુ નાનાં છે. અડધોકલ્પ
તો ભગવાન નું કોઈ નામ પણ નથી લેતું. દુઃખ માં જ યાદ કરે છે-હે ભગવાન. હવે ભગવાન કોણ
છે? આ તો કોઈ મનુષ્ય સમજતા નથી. હવે મનુષ્યો ને કેવી રીતે સમજાવીએ-આનાં પર વિચાર
સાગર મંથન ચાલવું જોઈએ. નામ પણ લખેલું હોય છે-પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય
વિશ્વવિદ્યાલય. આનાથી પણ સમજતા નથી કે આ રુહાની બેહદ નાં બાપ ની ઈશ્વરીય વિશ્વ
વિદ્યાલય છે. હવે શું નામ રાખીએ જે મનુષ્ય ઝટ સમજી જાય? કેવી રીતે મનુષ્યો ને
સમજાવીએ કે આ યુનિવર્સિટી છે? યુનિવર્સ થી યુનિવર્સિટી શબ્દ નીકળ્યો છે. યુનિવર્સ
અર્થાત્ આખું વર્લ્ડ (વિશ્વ), એનું નામ રાખ્યું છે-યુનિવર્સિટી, જેમાં બધા મનુષ્ય
ભણી શકે છે. યુનિવર્સ નું ભણવા માટે યુનિવર્સિટી છે. હવે હકીકત માં યુનિવર્સ માટે
તો એક જ બાપ આવે છે, એમની આ એક જ યુનિવર્સિટી છે. મુખ્ય-ઉદ્દેશ પણ એક છે. બાપ જ
આવીને આખા યુનિવર્સ ને પાવન બનાવે છે, યોગ શીખવાડે છે. આ તો બધા ધર્મવાળાઓ માટે છે.
કહે છે સ્વયં ને આત્મા સમજો, આખા યુનિવર્સ નાં બાપ છે - ઇનકોરપોરિયલ ગોડફાધર (નિરાકાર
પરમપિતા), તો કેમ નહીં આનું નામ સ્પ્રિચ્યુઅલ યુનિવર્સિટી ઓફ સ્પ્રિચ્યુઅલ
ઇનકોર્પોરિયલ ગોડફાધર રખાય. વિચાર કરાય છે ને? મનુષ્ય એવાં છે જે આખા વર્લ્ડ માં
બાપ ને એક પણ નથી જાણતાં. રચયિતા ને જાણે તો રચના ને પણ જાણે. રચયિતા દ્વારા જ રચના
ને જાણી શકાય છે. બાપ બાળકોને બધું જ સમજાવી દેશે. બીજા કોઈ પણ જાણતા નથી. ઋષિ-મુની
પણ નેતી-નેતી કરતા ગયાં. તો બાપ કહે છે તમને પહેલાં આ રચયિતા અને રચના નું નોલેજ
નહોતું. હમણાં રચયિતાએ સમજાવ્યું છે. બાપ કહે છે મને બધા પોકારે પણ છે કે આવીને અમને
સુખ-શાંતિ આપો કારણકે હમણાં દુઃખ-અશાંતિ છે. એમનું નામ જ છે. દુઃખહર્તા સુખકર્તા. એ
કોણ છે? ભગવાન. એ કેવી રીતે દુઃખ હરીને સુખ આપે છે, આ કોઈ નથી જાણતું. તો એવું
ક્લિયર (સ્પષ્ટ) કરીને લખો જે મનુષ્ય સમજે નિરાકાર ગોડફાધર જ આ નોલેજ આપે છે.
આવું-આવું વિચાર સાગર મંથન કરવું જોઈએ. બાપ સમજાવે છે મનુષ્ય બધા છે પથ્થરબુદ્ધિ.
હમણાં તમને પારસબુદ્ધિ બનાવી રહ્યા છે. હકીકત માં પારસબુદ્ધિ તેમને કહેવાશે જે ઓછા
માં ઓછા ૫૦ થી વધારે માર્ક્સ (ગુણ) લે. નાપાસ થવા વાળા પારસબુદ્ધિ નથી. આ પણ કોઈ
સમજતા નથી કે રામ ને બાણ કેમ દેખાડ્યાં છે? શ્રીકૃષ્ણ ને સ્વદર્શન ચક્ર દેખાડયું છે
કે તેમણે બધા ને માર્યા અને રામ ને બાણ દેખાડ્યાં છે. એક ખાસ મેગેઝીન નીકળે છે, જેમાં
દેખાડ્યું છે-શ્રીકૃષ્ણ કેવી રીતે સ્વદર્શન ચક્ર થી અકાસુર-બકાસુર વગેરેને મારે છે.
બંને ને હિંસક બનાવી દીધાં છે અને પછી ડબલ અહિંસક બનાવી દીધાં છે. કહે છે તેમને પણ
બાળકો જન્મ્યા ને? અરે, એ છે જ નિર્વિકારી દેવી-દેવતા. ત્યાં રાવણ રાજ્ય જ નથી. આ
સમયે રાવણ સંપ્રદાય કહેવાય છે.
હમણાં તમે સમજાવો છો
આપણે યોગબળ થી વિશ્વ ની બાદશાહી લઈએ છીએ તો શું યોગબળ થી બાળકો નથી થઈ શકતાં? તે છે
જ નિર્વિકારી દુનિયા. હમણાં તમે શુદ્ર થી બ્રાહ્મણ બન્યા છો. એવું સારી રીતે
સમજાવવાનું છે જે મનુષ્ય સમજે આમની પાસે પૂરું જ્ઞાન છે. થોડું પણ આ વાત ને સમજશે
તો સમજાશે આ બ્રાહ્મણ કુળ નાં છે. કોઈની માટે તો ઝટ સમજી જશો-આ બ્રાહ્મણ કુળ નાં નથી.
આવે તો અનેક પ્રકારનાં છે ને? તો તમે સ્પ્રિચ્યુઅલ યુનિવર્સિટી ઓફ સ્પ્રિચ્યુઅલ
ઇનકોરપોરિયલ ગોડફાધર લખીને જુઓ, શું થાય છે? વિચાર સાગર મંથન કરી શબ્દ મેળવવાના હોય
છે, આમાં ખૂબ યુક્તિ જોઈએ લખવાની. જે મનુષ્ય સમજે અહીં આ નોલેજ ગોડફાધર સમજાવે છે
અથવા રાજયોગ શીખવાડે છે. આ શબ્દ પણ સાધારણ છે. જીવનમુક્તિ ડીટી સાવરન્ટી ઇન સેકન્ડ
(દૈવી રાજ્ય એક સેકેંડ માં). એવાં-એવાં શબ્દ હોય જે મનુષ્યો ની બુદ્ધિ માં બેસે.
બ્રહ્મા દ્વારા વિષ્ણુપુરી ની સ્થાપના થાય છે. મનમનાભવ નો અર્થ છે-બાપ અને વારસા ને
યાદ કરો. તમે છો બ્રહ્મામુખ વંશાવલી બ્રાહ્મણ કુળ ભૂષણ, સ્વદર્શન ચક્રધારી. હવે તેઓ
તો સ્વદર્શન ચક્ર વિષ્ણુ ને દેખાડે છે. શ્રીકૃષ્ણ ને પણ ૪ ભુજાઓ દેખાડે છે. હવે
તેમને ૪ ભુજાઓ કેવી રીતે હોઈ શકે? બાપ કેટલું સારી રીતે સમજાવે છે. બાળકોએ ખૂબ
વિશાળબુદ્ધિ, પારસબુદ્ધિ બનવાનું છે. સતયુગ માં યથા રાજા-રાણી તથા પ્રજા પારસબુદ્ધિ
કહેવાશે ને? તે છે પારસ દુનિયા, આ છે પથ્થરો ની દુનિયા. તમને આ નોલેજ મળે છે-મનુષ્ય
થી દેવતા બનવાની. તમે પોતાનું રાજ્ય શ્રીમત પર ફરી થી સ્થાપન કરી રહ્યા છો. બાબા
આપણને યુક્તિ બતાવે છે કે રાજા-મહારાજા કેવી રીતે બની શકો છો? તમારી બુદ્ધિ માં
જ્ઞાન ભરાય જાય છે બીજાઓને સમજાવવા માટે. ગોળા પર સમજાવવું પણ ખૂબ સહજ છે. આ સમયે
જનસંખ્યા જુઓ કેટલી છે? સતયુગ માં કેટલાં થોડા હોય છે. સંગમ તો છે ને? બ્રાહ્મણ તો
થોડા હશે ને? બ્રાહ્મણો નો યુગ જ નાનો છે. બ્રાહ્મણો પછી છે દેવતાઓ, પછી વૃદ્ધિ થતી
જાય છે. બાજોલી હોય છે ને? તો સીડી નાં ચિત્ર ની સાથે વિરાટ રુપ પણ હશે તો સમજાવવા
માં ક્લિયર (સ્પષ્ટ) થશે. જે તમારા કુળ નાં હશે તેમની બુદ્ધિ માં રચયિતા અને રચના
ની નોલેજ સહજ જ બેસી જશે. તેમનાં ચહેરા થી પણ ખબર પડી જાય છે કે આ આપણા કુળ નાં છે
કે નથી? જો નહીં હોય તો તવાઈ ની જેમ સાંભળશે. જો સમજુ હશે તે ધ્યાન થી સાંભળશે. એક
વાર કોઈને પૂરું તીર લાગ્યું તો પછી આવતા રહેશે. કોઈ પ્રશ્ન પૂછશે અને કોઈ સારા ફૂલ
હશે તો રોજ જાતેજ આવીને પૂરું સમજીને ચાલ્યા જશે. ચિત્રો થી તો કોઈ પણ સમજી શકે છે.
આ તો બરોબર દેવી-દેવતા ધર્મ ની સ્થાપના બાપ કરી રહ્યા છે. કોઈને ન પૂછતા પણ જાતેજ
સમજતા રહેશે. કોઈ તો બહુ જ પૂછતા રહેશે, સમજશે કાંઈ પણ નહીં. પછી સમજાવવાનું હોય
છે, ધમાલ તો કરવાની નથી. પછી કહેશે ઈશ્વર તમારી રક્ષા પણ નથી કરતાં! હવે એ રક્ષા
શું કરે છે તે તો તમે જાણો છો. કર્મો નો હિસાબ-કિતાબ તો દરેક પોતાનો ચૂક્તુ કરવાનો
છે. એવાં ઘણાં છે, તબિયત ખરાબ થાય છે તો કહે છે રક્ષા કરો. બાપ કહે છે હું તો આવું
છું પતિતો ને પાવન બનાવવાં. તે ધંધો તમે પણ શીખો. બા૫ ૫ વિકારો પર જીત પહેરાવે છે
તો વધારે જોર થી તે સામનો કરશે. વિકારો નું તોફાન બહુ જ જોર થી આવે છે. બાપ તો કહે
છે બાપ નાં બનવાથી આ બધી બીમારીઓ ઉથલ ખાશે, તોફાન જોર થી આવશે. પૂરી બોક્સિંગ (યુદ્ધ)
છે. સારા-સારા પહેલવાનો ને પણ હરાવી દે છે. કહે છે-ન ઈચ્છતા પણ કુદૃષ્ટિ થઈ જાય છે,
રજીસ્ટર ખરાબ થઈ જશે. કુદૃષ્ટિ વાળા સાથે વાત ન કરવી જોઈએ. બાબા બધા સેન્ટર્સ (સેવાકેન્દ્ર)
નાં બાળકોને સમજાવી રહ્યા છે કે કુદૃષ્ટિ વાળા અનેક છે, નામ લેવાથી વધારે જ ટ્રેટર
(દગાબાજ) બની જશે. પોતાનું સત્યાનાશ કરવા વાળા ઉલ્ટા કામ કરવા લાગી જાય છે. કામ
વિકાર નાક થી પકડી લે છે. માયા છોડતી નથી, કુકર્મ, કુદૃષ્ટિ, કુવચન નીકળી જાય છે,
કુચલન થઈ જાય છે એટલે બહુ જ-બહુ જ સાવધાન રહેવાનું છે.
આપ બાળકો જ્યારે
પ્રદર્શન વગેરે કરો છો તો એવી યુક્તિ રચો જે કોઈ પણ સહજ સમજી શકે. આ ગીતા જ્ઞાન
સ્વયં બાપ ભણાવી રહ્યા છે, આમાં કોઈ શાસ્ત્ર વગેરે ની વાત નથી. આ તો ભણતર છે.
પુસ્તક ગીતા તો અહીં નથી. બાપ ભણાવે છે. પુસ્તક થોડી હાથ માં ઉપાડે છે? પછી આ ગીતા
નામ ક્યાંથી આવ્યું? આ બધા ધર્મશાસ્ત્ર બને જ છે અંત માં. કેટલાં અનેક મઠ-પંથ છે.
બધા નાં પોત-પોતાનાં શાસ્ત્ર છે. ડાળ-ડાળીઓ જે પણ છે, નાનાં-નાનાં મઠ-પંથ, તેમનાં
પણ શાસ્ત્ર વગેરે પોત-પોતાનાં છે. તો તે થઈ ગયા બધા બાળકો. તેમનાં થી તો મુક્તિ મળી
ન શકે. સર્વ શાસ્ત્રમઈ શિરોમણી ગીતા ગવાયેલી છે. ગીતા નું પણ જ્ઞાન સંભળાવવા વાળા
હશે ને? તો આ નોલેજ બાપ જ આવીને આપે છે. કોઈ પણ શાસ્ત્ર વગેરે હાથ માં થોડી છે? હું
પણ શાસ્ત્ર નથી ભણેલો, તમને પણ નથી પણ ભણાવતાં. તેઓ શીખે છે, શીખવાડે છે. અહીં
શાસ્ત્રો ની વાત નથી. બાપ છે જ નોલેજફુલ. હું તમને બધા વેદો-શાસ્ત્રો નો સાર બતાવું
છું. મુખ્ય છે ૪ ધર્મો નાં ૪ ધર્મશાસ્ત્ર. બ્રાહ્મણ ધર્મ નું કોઈ પુસ્તક છે શું?
કેટલી સમજવાની વાતો છે? આ બધું બાપ બેસીને વિસ્તાર માં સમજાવે છે. મનુષ્ય બધા
પથ્થરબુદ્ધિ છે ત્યારે તો આટલા કંગાળ બન્યા છે. દેવતાઓ હતાં ગોલ્ડન એજ માં (સ્વર્ણિમયુગ
માં), ત્યાં સોના નાં મહેલ બનતા હતાં, સોના ની ખાણો હતી. હમણાં તો સાચ્ચું સોનું નથી.
આખી કહાણી ભારત પર જ છે. તમે દેવી-દેવતા પારસબુદ્ધિ હતાં, વિશ્વ પર રાજ્ય કરતા હતાં.
હમણાં સ્મૃતિ આવી છે, આપણે સ્વર્ગ નાં માલિક હતાં પછી નર્ક નાં માલિક બન્યા છીએ. હવે
ફરી પારસબુદ્ધિ બનીએ છીએ. આ જ્ઞાન આપ બાળકોની બુદ્ધિ માં છે જે પછી બીજાઓને
સમજાવવાનું છે. ડ્રામા અનુસાર પાર્ટ ચાલતો રહે છે, જે સમય પસાર થાય છે તો એક્યુરેટ
ફરી પણ પુરુષાર્થ તો કરાવશે ને? જે બાળકોને નશો છે કે સ્વયં ભગવાન અમને હેવન (સ્વર્ગ)
નાં માલિક બનાવવા માટે પુરુષાર્થ કરાવે છે તેમનો ચહેરો બહુ જ ફર્સ્ટ ક્લાસ ખુશનુમા:
રહે છે. બાપ આવે પણ છે બાળકોને પુરુષાર્થ કરાવવા, પ્રારબ્ધ માટે. આ પણ તમે જાણો છો,
દુનિયા માં થોડી કોઈ જાણે છે? હેવન નાં માલિક બનાવવા ભગવાન પુરુષાર્થ કરાવે છે તો
ખુશી થવી જોઈએ. ચહેરો બહુ જ ફર્સ્ટ ક્લાસ ખુશનુમા: હોવો જોઈએ. બાપ ની યાદ થી તમે
સદૈવ હર્ષિત રહેશો. બાપ ને ભુલવાથી જ મુરઝાઈશ આવે છે. બાપ અને વારસા ને યાદ કરવાથી
ખુશનુમા: થઈ જાઓ છો. દરેક ની સર્વિસ થી સમજાઈ જાય છે. બાપ ને બાળકોની સુગંધ તો આવે
છે ને? સપૂત બાળકો થી સુગંધ આવે છે, કપૂત થી દુર્ગંધ આવે છે. બગીચા માં સુગંધિત ફૂલ
ને ઉઠાવવા માટે દિલ થશે. અક ને કોણ ઉઠાવશે? બાપ ને યથાર્થ રીતે યાદ કરવાથી જ વિકર્મ
વિનાશ થશે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. માયા ની
બોક્સિગ માં હારવાનું નથી. ધ્યાન રહે ક્યારેય મુખ થી કુવચન ન નીકળે, કુદૃષ્ટિ,
કુચલન, કુકર્મ ન થઈ જાય.
2. ફર્સ્ટ ક્લાસ
સુગંધિત ફૂલ બનવાનું છે. નશો રહે કે સ્વયં ભગવાન આપણને ભણાવે છે. બાપ ની યાદ માં રહી
સદૈવ હર્ષિત રહેવાનું છે, ક્યારેય મુરઝાવાનું નથી.
વરદાન :-
ચેલેન્જ અને
પ્રેક્ટિકલ ની સમાનતા દ્વારા સ્વયં ને પાપો થી સેફ રાખવા વાળા વિશ્વ સેવાધારી ભવ
આપ બાળકો જે ચેલેન્જ
કરો છો એ ચેલેન્જ અને પ્રેક્ટિકલ જીવન માં સમાનતા હોય, નહીં તો પુણ્ય આત્મા ને બદલે
બોજ વાળા આત્મા બની જશો. આ પાપ અને પુણ્ય ની ગતિ ને જાણીને સ્વયં ને સેફ રાખો કારણકે
સંકલ્પ માં પણ કોઈ પણ વિકાર ની કમજોરી, વ્યર્થ બોલ, વ્યર્થ ભાવના, ધૃણા અથવા ઇર્ષા
ની ભાવના પાપ નાં ખાતા માં વધે છે એટલે પુણ્ય આત્મા ભવ નાં વરદાન દ્વારા સ્વયં ને
સેફ રાખી વિશ્વ સેવાધારી બનો. સંગઠિત રુપ માં એક મત, એકરસ સ્થિતિ નો અનુભવ કરાવો.
સ્લોગન :-
પવિત્રતા ની
શમા ચારેય તરફ પ્રગટાવો તો બાપ ને સહજ જોઈ શકશો.
અવ્યક્ત ઈશારા -
એકાંતપ્રિય બનો એકતા અને એકાગ્રતા ને અપનાવો
પ્રત્યક્ષા નો ઝંડો
લહેરાવતા પહેલાં ફક્ત બે શબ્દ દરેક કર્મ માં લાવો. એક સર્વ સંબંધ, સંપર્ક માં
પરસ્પર એકતા. અનેક સંસ્કાર હોવા છતાં, અનેકતા માં એકતા અને દૃઢતા આ જ સફળતા નું
સાધન છે. ક્યારેક-ક્યારેક એકતા હલી જાય છે. આ કરે, તો હું કરું… ના. તમારું સ્લોગન
છે સ્વ પરિવર્તન થી વિશ્વ પરિવર્તન, વિશ્વ પરિવર્તન થી સ્વ પરિવર્તન નથી.