13-03-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - પદ નો આધાર છે ભણતર , જે જૂનાં ભક્ત હશે તે સારું ભણશે અને પદ પણ સારું મેળવશે”

પ્રશ્ન :-
જે બાપ ની યાદ માં રહે છે, તેમની નિશાની શું હશે?

ઉત્તર :-
યાદ માં રહેવા વાળા માં સારા ગુણ હશે. તે પવિત્ર બનતા જશે. રોયલ્ટી આવતી જશે. પરસ્પર મીઠાં ક્ષીરખંડ થઈને રહેશે, બીજાઓ ને નહીં જુએ સ્વયં ને જોશે. તેમની બુદ્ધિ માં રહેશે - જે કરશે તે મેળવશે.

ઓમ શાંતિ!
બાળકોને સમજાવ્યું છે કે આ ભારત નો જે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ છે, તેનું શાસ્ત્ર છે ગીતા. આ ગીતા કોણે ગાઈ, આ કોઈ નથી જાણતાં. આ જ્ઞાન ની વાતો છે. બાકી આ હોળી વગેરે કોઈ આપણો તહેવાર નથી, આ બધા છે ભક્તિમાર્ગ નાં તહેવાર. તહેવાર છે તો ફક્ત એક ત્રિમૂર્તિ શિવજયંતિ. બસ. ફક્ત શિવ જયંતિ ક્યારેય પણ ન કહેવું જોઈએ. ત્રિમૂર્તિ શબ્દ ન લખવાથી મનુષ્ય સમજશે નહીં. જેમ ત્રિમૂર્તિ નું ચિત્ર છે, નીચે લખેલું હોય કે દૈવી સ્વરાજ્ય તમારો જન્મસિધ્ધ અધિકાર છે. શિવ ભગવાન બાપ પણ છે ને? જરુર આવે છે, આવીને સ્વર્ગ નાં માલિક બનાવે છે. સ્વર્ગ નાં માલિક બન્યાં જ છે રાજયોગ શીખવાથી. અંદર ચિત્રો માં તો ખૂબ જ્ઞાન છે. ચિત્ર એવાં બનાવવાનાં છે જે મનુષ્ય જોવાથી વન્ડર ખાય (મનુષ્યો ને જોવાથી આશ્ચર્ય લાગે). તે પણ જેમણે ખૂબ ભક્તિ કરી હશે, તે જ ખૂબ સારી રીતે જ્ઞાન ઉઠાવશે. ઓછી ભક્તિ કરવાવાળા જ્ઞાન પણ ઓછું ઉઠાવશે તો પદ પણ ઓછું મેળવશે. દાસ-દાસીઓ માં પણ નંબરવાર હોય છે ને? બધો આધાર છે ભણતર પર. તમારા માં ખૂબ થોડા છે જે સારી રીતે યુક્તિ થી વાત કરી શકે છે. સારા બાળકો ની એક્ટિવિટી (પ્રવૃત્તિ) પણ સારી હશે. ગુણ પણ સુંદર હોવા જોઈએ. જેટલા બાપ ની યાદ માં રહેશો તો પવિત્ર બનતા જશો અને રોયલ્ટી પણ આવતી જશે. ક્યાંક-ક્યાંક તો શુદ્રો ની ચલન ખૂબ સારી હોય છે અને અહીં બ્રાહ્મણ બાળકોની ચલન એવી છે, વાત ન પૂછો એટલે તે લોકો પણ કહે છે શું આમને ઈશ્વર ભણાવે છે? તો બાળકોની એવી ચલન ન હોવી જોઈએ. બહુ જ મીઠાં ક્ષીરખંડ બનવું જોઈએ, જે કરશે તે મેળવશે. નહીં કરશે તો નહીં મેળવશે. બાપ તો સારી રીતે સમજાવતા રહે છે. પહેલાં-પહેલાં તો બેહદ નાં બાપ નો પરિચય આપતા રહો. ત્રિમૂર્તિ નું ચિત્ર તો ખૂબ સારું છે - સ્વર્ગ અને નર્ક પણ બંને તરફ છે. ગોળા માં પણ ક્લિયર (સ્પષ્ટ) છે. કોઈ પણ ધર્મવાળા ને આ ગોળા પર તથા ઝાડ પર તમે સમજાવી શકો છો-આ હિસાબ થી તમે સ્વર્ગ નવી દુનિયા માં તો આવી નહીં શકો. જે સૌથી ઊંચો ધર્મ હતો, સૌથી સાહૂકાર હતાં, તેઓ જ સૌથી ગરીબ બન્યાં છે, જે સૌથી પહેલાં-પહેલાં હતાં, સંખ્યા પણ તેમની વધારે હોવી જોઈએ પરંતુ હિન્દુ લોકો ઘણાં બીજા-બીજા ધર્મો માં કન્વર્ટ (રુપાંતર) થઈ ગયા છે. પોતાનાં ધર્મ ને ન જાણવાનાં કારણે બીજા ધર્મો માં ચાલ્યાં ગયા છે અથવા તો હિંદુ ધર્મ કહી દે છે. પોતાનાં ધર્મ ને પણ સમજતા નથી. ઈશ્વર ને પોકારે ખૂબ છે શાંતિ દેવા, પરંતુ શાંતિ નો અર્થ સમજતા નથી. એક-બીજા ને શાંતિ ની પ્રાઈઝ (પુરસ્કાર) આપતા રહે છે. અહીં આપ વિશ્વ માં શાંતિ સ્થાપન કરવા ને નિમિત્ત બનેલા બાળકોને બાપ વિશ્વ ની રાજાઈ પ્રાઈઝ માં આપે છે. આ ઈનામ પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર મળે છે. આપવાવાળા છે ભગવાન બાપ. ઈનામ કેટલું મોટું છે-સૂર્યવંશી વિશ્વ ની રાજાઈ! હવે આપ બાળકોની બુદ્ધિ માં આખાં વિશ્વ ની હિસ્ટ્રી-જોગ્રોફી, વર્ણ વગેરે બધું જ છે. વિશ્વ ની રાજાઈ લેવી છે તો થોડી મહેનત પણ કરવાની છે. પોઈન્ટ તો ખૂબ સહજ છે. શિક્ષક જે કામ આપે છે તે કરીને દેખાડવું જોઈએ. તો બાબા જુએ કે કોના માં પૂરું જ્ઞાન છે. ઘણાં બાળકો તો મોરલી પર પણ ધ્યાન નથી આપતાં. રેગ્યુલર (નિયમિત) મોરલી વાંચતા નથી. જે મોરલી નથી વાંચતા તે શું કોઈનું કલ્યાણ કરતાં હશે? ઘણાં બાળકો છે જે કાંઈ પણ કલ્યાણ નથી કરતાં. નથી પોતાનું, નથી બીજાઓ નું કરતા એટલે ઘોડેસવાર, પ્યાદા કહેવાય છે. કોઈ થોડા મહારથી છે, પોતે પણ સમજી શકે છે - કોણ-કોણ મહારથી છે. કહે છે બાબા ગુલઝાર ને, કુમારકા ને, મનોહર ને મોકલો... કારણકે પોતે ઘોડેસવાર છે. તેઓ મહારથી છે. બાપ તો બધા બાળકોને સારી રીતે જાણી શકે છે. કોઈનાં પર ગ્રહચારી પણ બેસે છે ને? ક્યારેક સારા-સારા બાળકોને પણ માયા નું તોફાન આવવા થી બેતાલા બની જાય છે. જ્ઞાન તરફ ધ્યાન જ નથી જતું. બાબા ને દરેક ની સર્વિસ (સેવા) થી ખબર તો પડે છે ને? સર્વિસ કરવાવાળા પોતાનાં પૂરાં સમાચાર બાબા ને આપતા રહેશે.

આપ બાળકો જાણો છો ગીતાનાં ભગવાન આપણને વિશ્વ નાં માલિક બનાવી રહ્યાં છે. ઘણાં છે જે તે ગીતા પણ કંઠસ્થ કરી લે છે, હજારો રુપિયા કમાય છે. તમે છો બ્રાહ્મણ સંપ્રદાય જે પછી દૈવી સંપ્રદાય બનો છો. ઈશ્વર ની સંતાન પણ બધા પોતાને કહે છે પછી કહી દે છે આપણે બધા ઈશ્વર છીએ, જેમને જે આવડે છે તે બોલતાં રહે છે. ભક્તિમાર્ગ માં મનુષ્યો ની હાલત કેવી થઈ ગઈ છે? આ દુનિયા જ આયરન એજેડ (કળિયુગી) પતિત છે. આ ચિત્ર થી ખૂબ સારી રીતે સમજાવી શકશો. સાથે દૈવી ગુણ પણ જોઈએ. અંદર-બહાર સચ્ચાઈ જોઈએ. આત્મા જ જુઠ્ઠો બન્યો છે એને પછી સાચાં બાપ સાચ્ચો બનાવે છે. બાપ જ આવીને સ્વર્ગ નાં માલિક બનાવે છે. દૈવીગુણ ધારણ કરાવે છે. આપ બાળકો જાણો છો આપણે આવાં (લક્ષ્મી-નારાયણ) ગુણવાન બની રહ્યાં છીએ. પોતાની તપાસ કરતા રહો-અમારા માં કોઇ આસુરી ગુણ તો નથી? ચાલતાં-ચાલતાં માયા ની થપ્પડ એવી લાગે છે જે ઢગલો થઈ પડી જાય છે.

તમારા માટે આ જ્ઞાન અને વિજ્ઞાન જ હોળી-ધુળેટી છે. તે લોકો પણ હોળી અને ધુળેટી મનાવે છે પરંતુ તેનો અર્થ શું છે, આ પણ કોઈ નથી જાણતું. હકીકત માં આ જ્ઞાન અને વિજ્ઞાન છે, જેનાંથી તમે પોતાને ખૂબ ઊંચા બનાવો છો. તે તો શું-શું કરે છે, ધૂળ નાખે છે કારણકે આ છે રૌરવ નર્ક. નવી દુનિયા ની સ્થાપના અને જૂની દુનિયા નાં વિનાશ નું કર્તવ્ય ચાલી રહ્યું છે. તમને ઈશ્વરીય સંતાન ને પણ માયા એકદમ ઘૂંસો એવો લગાવી દે છે જે જોર થી દુબન માં (દલદલ) પડી જાય છે. પછી એમાંથી નીકળવું ખૂબ મુશ્કેલ થાય છે, આમાં પછી આશીર્વાદ વગેરે ની કોઈ વાત નથી રહેતી. પછી આ તરફ મુશ્કેલ ચઢી શકે છે એટલે બહુ જ ખબરદારી જોઈએ. માયા નાં વાર થી બચવા માટે ક્યારેય દેહ-અભિમાન માં નહીં ફસાઓ. સદા ખબરદાર, બધા ભાઈ-બહેન છે. બાબાએ જે શીખવાડ્યું છે તે જ બહેનો શીખવાડે છે. બલિહારી બાપ ની છે નહીં કે બહેનો ની. બ્રહ્મા ની પણ બલિહારી નથી. આ પણ પુરુષાર્થ થી શીખ્યાં છે. પુરુષાર્થ સારો કર્યો છે એટલે પોતાનું કલ્યાણ કર્યુ છે. આપણને પણ શીખવાડે છે તો આપણે પોતાનું કલ્યાણ કરીએ.

આજે હોળી છે, હવે હોળી નું જ્ઞાન પણ સંભળાવતા રહે છે. જ્ઞાન અને વિજ્ઞાન. ભણતર ને જ્ઞાન કહેવાય છે. વિજ્ઞાન શું ચીજ છે, કોઈને પણ ખબર નથી. વિજ્ઞાન છે જ્ઞાન થી પણ પરે. જ્ઞાન તમને અહીં મળે છે, જેનાંથી તમે પ્રારબ્ધ મેળવો છો. બાકી તે છે શાંતિધામ. અહીં પાર્ટ ભજવીને થાકી જાય છે તો પછી શાંતિ માં જવા ઈચ્છે છે. હમણાં તમારી બુદ્ધિ માં આ ચક્ર નું જ્ઞાન છે. હવે આપણે સ્વર્ગ માં જઈશું પછી ૮૪ જન્મ લેતાં નર્ક માં આવીશું. ફરી એ જ હાલત થશે, આ ચાલતું જ રહેશે. આનાથી કોઈ છૂટી ન શકે. કોઈ કહે છે આ ડ્રામા બન્યો જ કેમ? અરે, આ તો નવી દુનિયા અને જૂની દુનિયા ની રમત છે. અનાદિ બનેલી છે. ઝાડ પર સમજાવવા નું ખૂબ સરસ છે. સૌથી પહેલી મુખ્ય વાત છે બાપ ને યાદ કરો તો પાવન બની જશો. આગળ ચાલીને ખબર પડતી જશે - કોણ-કોણ આ કુળ નાં છે જે બીજા ધર્મો માં કન્વર્ટ થઈ ગયા છે, તે પણ નીકળતા જશે. જ્યારે બધા આવશે તો મનુષ્ય વન્ડર ખાશે. બધાને આ જ કહેવાનું છે કે દેહ-અભિમાન છોડી દેહી-અભિમાની બનો. તમારા માટે ભણતર જ મોટો તહેવાર છે, જેનાંથી તમારી કેટલી કમાણી થાય છે! તે લોકો તો આ તહેવારો ને મનાવવા માં કેટલાં પૈસા વગેરે બરબાદ કરે છે, કેટલાં ઝઘડા વગેરે થાય છે. પંચાયતી રાજ્ય માં કેટલાં ઝઘડા જ ઝઘડા છે, કોઈને રિશ્વત (લાંચ) આપીને પણ મરાવવાની કોશિશ કરે છે. આવાં ખૂબ દાખલા થતા રહે છે. બાળકો જાણે છે સતયુગ માં કોઈ ઉપદ્રવ થતાં જ નથી. રાવણ રાજ્ય માં ખૂબ ઉપદ્રવ છે. હમણાં તો તમોપ્રધાન છે ને? એક-બીજા સાથે મત ન મળવાનાં કારણે કેટલાં ઝઘડા છે એટલે બાપ સમજાવતા રહે છે આ જૂની દુનિયા ને ભૂલી એકલા બની જાઓ, ઘર ને યાદ કરો. પોતાનાં સુખધામ ને યાદ કરો, કોઈની સાથે વધારે વાત પણ ન કરો, નહીં તો નુકસાન થઈ જાય છે. ખૂબ મીઠાશ, શાંતિ, પ્રેમ થી બોલવાનું સારું છે. વધારે ન બોલવું, સારું છે. શાંતિ માં રહેવું સૌથી સારું છે. આપ બાળકો તો શાંતિ થી વિજય મેળવો છો. એક બાપ સિવાય બીજા કોઈ સાથે પ્રીત નથી લગાવવા ની. જેટલી બાપ પાસે થી પ્રોપર્ટી (સંપત્તિ) લેવા ઈચ્છો એટલી લઈ લો. નહીં તો લૌકિક બાપ ની પ્રોપર્ટી પર કેટલાં ઝઘડા થઈ જાય છે. આમાં કોઈ ખીટ-ખીટ નથી. જેટલું ઈચ્છો એટલું પોતાનાં ભણતર થી લઈ શકો છો. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સાચાં બાપ સાચાં બનાવવા આવ્યાં છે એટલે સચ્ચાઈ થી ચાલવાનું છે. પોતાની તપાસ કરવાની છે - અમારા માં કોઈ આસુરી ગુણ તો નથી? અમે વધારે વાત તો નથી કરતાં? ખૂબ મીઠાં બની શાંતિ અને પ્રેમ થી વાત કરવાની છે.

2. મોરલી પર પૂરું ધ્યાન આપવાનું છે. રોજ મોરલી વાંચવાની છે. પોતાનું અને બીજાઓ નું કલ્યાણ કરવાનું છે. શિક્ષક જે કામ આપે છે તે કરીને દેખાડવાનું છે.

વરદાન :-
હોળી શબ્દ નાં અર્થ ને જીવન માં લાવીને પુરુષાર્થ ની સ્પીડ ને તીવ્ર કરવા વાળા તીવ્ર પુરુષાર્થી ભવ

હોળી અર્થાત્ જે વાત થઈ ગઈ, વીતી ગઈ એને બિલકુલ ખતમ કરી દેવી. વીતેલા ને વીતેલી કરી આગળ વધવું આ જ છે હોળી મનાવવી. વીતેલી વાત એવી રીતે મહેસુસ (અનુભવ) થાય જાણે ખૂબ જૂની કોઈ જન્મ ની વાત છે, જ્યારે એવી સ્થિતિ થઈ જાય છે ત્યારે પુરુષાર્થ ની સ્પીડ તેજ (તીવ્ર) થાય છે. તો પોતાની અથવા બીજા ની વીતેલી વાતો ને ક્યારેય ચિંતન માં નહીં લાવતાં, ચિત્ત પર નહીં રાખતાં અને વર્ણન તો ક્યારેય નહીં કરતાં. ત્યારે જ તીવ્ર પુરુષાર્થી બની શકશો.

સ્લોગન :-
સ્નેહ જ સહજ યાદ નું સાધન છે એટલે સદા સ્નેહી રહેવું અને સ્નેહી બનાવજો.

માતેશ્વરી જી નાં અણમોલ મહાવાક્ય

“ ગુપ્ત બાંધેલી ગોપિકાઓ નું ગાયન છે”

ગીત - બિન દેખે પ્યાર કરું, ઘર બેઠે યાદ કરું…

હવે આ ગીત કોઈ બાંધેલી મસ્ત ગોપી નું ગાયેલું છે, આ છે કલ્પ-કલ્પ વાળી વિચિત્ર રમત. જોયા વગર પ્રેમ કરે છે, દુનિયા બિચારી શું જાણે, કલ્પ પહેલાં વાળો પાર્ટ હૂબહૂ રિપીટ થઈ રહ્યો છે. ભલે તે ગોપી એ ઘરબાર નથી છોડ્યું પરંતુ યાદ માં કર્મબંધન ચૂક્તું કરી રહી છે, તો આ કેટલી ખુશી માં ઝૂમી-ઝૂમી ને મસ્તી માં ગાઈ રહી છે. તો હકીકત માં ઘર છોડવાની વાત નથી. ઘરે બેઠાં જોયા વગર તે સુખ માં રહી સર્વિસ (સેવા) કરવાની છે. કઈ સેવા કરવાની છે? પવિત્ર બની પવિત્ર બનાવવાની, તમને ત્રીજું નેત્ર હમણાં મળ્યું છે. આદિ થી લઈને અંત સુધી બીજ અને ઝાડ નાં રહસ્ય તમારી નજરો માં છે. તો બલિહારી આ જીવન ની છે, આ નોલેજ દ્વારા ૨૧ જન્મો માટે સૌભાગ્ય બનાવી રહ્યાં છીએ, આમાં જો કાંઈ પણ લોક-લાજ વિકારી કુળ ની મર્યાદા છે તો તે સર્વિસ નહીં કરી શકે, આ છે પોતાની કમી. ઘણાઓ ને વિચાર આવે છે કે આ બ્રહ્માકુમારીઓ ઘર તોડાવવા આવી છે પરંતુ આમાં ઘર છોડવાની વાત નથી, ઘરે બેઠાં પવિત્ર રહેવાનું છે અને સર્વિસ કરવાની છે, આમાં કોઈ કઠણાઈ નથી. પવિત્ર બનશો ત્યારે પવિત્ર દુનિયામાં ચાલવાનાં અધિકારી બનશો. બાકી જે નથી ચાલવાવાળા, તે તો કલ્પ પહેલાવાળી શત્રુતા નો પાર્ટ ભજવશે, આમાં કોઈનો દોષ નથી. જેમ આપણે પરમાત્મા નાં કાર્ય ને જાણીએ છીએ તેમ ડ્રામા ની અંદર દરેક નાં પાર્ટ જાણી ચુક્યાં છીએ તો આમાં ઘૃણા નથી આવી શકતી. આવી તીવ્ર પુરુષાર્થી ગોપીઓ રેસ કરી વિજય માળા માં પણ આવી શકે છે. અચ્છા.

અવ્યક્ત ઇશારા - સત્યતા અને સભ્યતા રુપી કલ્ચર ને અપનાવો

જે પણ જ્ઞાન ની ગુહ્ય વાતો છે, એને સ્પષ્ટ કરવાની વિધિ તમારી પાસે ખૂબ સારી છે અને સ્પષ્ટિકરણ છે. એક-એક પોઈન્ટ ને લોજીકલ સ્પષ્ટ કરી શકો છો. પોતાની ઓથોરિટી વાળા છો. કોઈ મનોમય કે કલ્પના ની વાતો તો નથી. યથાર્થ છે. અનુભવ છે. અનુભવ ની ઓથોરિટી, નોલેજ ની ઓથોરિટી, સત્યતા ની ઓથોરીટી… કેટલી ઓથોરિટીસ્ છે. તો ઓથોરિટી અને સ્નેહ - બંને ને સાથે-સાથે કાર્ય માં લગાવો.