13-05-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બાપ દ્વારા તમને જે સૃષ્ટિ નાં આદિ - મધ્ય - અંત નું જ્ઞાન મળ્યું છે , એને તમે બુદ્ધિ માં રાખો છો એટલે તમે છો સ્વદર્શન ચક્રધારી”
 

પ્રશ્ન :-
રુહ ને પાવન બનાવવા માટે રુહાની બાપ કયું ઇન્જેક્શન લગાવે છે?

ઉત્તર :-
મનમનાભવ નું. આ ઇન્જેક્શન રુહાની બાપ નાં સિવાય કોઈ લગાવી નથી શકતું. બાપ કહે છે મીઠાં બાળકો - તમે મને યાદ કરો. બસ. યાદ થી જ આત્મા પાવન બની જશે. એમાં સંસ્કૃત વગેરે ભણવાની પણ જરુરત નથી. બાપ તો હિન્દી માં સરળ શબ્દો માં સંભળાવે છે. રુહ ને જ્યારે આ નિશ્ચય થઈ જાય છે કે રુહાની બાપ અમને પાવન બનાવવાની યુક્તિ બતાવી રહ્યાં છે તો વિકારો ને છોડતી જાય છે.

ઓમ શાંતિ!
ઓમ્ શાંતિ નો અર્થ તો બાળકો ને સમજાવ્યો છે. આત્મા પોતાનો પરિચય આપે છે. મારું સ્વરુપ શાંત છે અને મારું રહેવાનું સ્થાન શાંતિધામ છે, જેને પરમધામ, નિર્વાણધામ પણ કહેવાય છે. બાપ પણ કહે છે કે દેહ-અભિમાન છોડી દેહી-અભિમાની બનો, બાપ ને યાદ કરો. એ છે પતિત-પાવન. આ કોઈ પણ નથી જાણતું કે આપણે આત્મા છીએ. અહીં આવ્યાં છીએ પાર્ટ ભજવવાં. હમણાં ડ્રામા પૂરો થાય છે, પાછાં જવાનું છે, એટલે કહે છે, મને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે. આને જ સંસ્કૃત માં કહે છે, મનમનાભવ. બાપે કોઈ સંસ્કૃત માં નથી કહ્યું. બાપ તો આ હિન્દી ભાષા માં સમજાવે છે. જેમ ગવર્મેન્ટ કહે છે, એક જ હિન્દી ભાષા હોવી જોઈએ. બાપે પણ હકીકત માં હિન્દી માં જ સમજાવ્યું છે. પરંતુ આ સમયે અનેક ધર્મ, મઠ પણ હોવાનાં કારણે ભાષાઓ પણ અનેક પ્રકાર ની કરી દીધી છે. સતયુગ માં આટલી ભાષાઓ હોતી નથી, જેટલી અહીં છે. ગુજરાત માં રહેવા વાળા ની ભાષા અલગ. જે જ્યાં ગામ માં રહે છે, તે ત્યાંની ભાષા જાણે છે. અનેક મનુષ્ય છે, અનેક ભાષાઓ છે. સતયુગ માં તો એક જ ધર્મ, એક જ ભાષા હતી. હમણાં આપ બાળકોને સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત ની નોલેજ બુદ્ધિ માં છે, આ કોઈ શાસ્ત્ર માં નથી. એવું કોઈ શાસ્ત્ર નથી જેમાં આ નોલેજ હોય. ન કલ્પ ની આયુ નું લખેલું છે, ન કોઈને ખબર છે. સૃષ્ટિ તો એક જ છે. સૃષ્ટિ નું ચક્ર ફરતું રહે છે. નવાં થી જૂનું, જુનાં થી ફરી નવું થાય છે, આને જ કહેવાય છે સ્વદર્શન ચક્ર. જેને આ ચક્રનું નોલેજ છે, એને કહેવાય છે સ્વદર્શન ચક્રધારી. આત્મા ને જ્ઞાન હોય છે, આ સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે? તે પછી કૃષ્ણ ને, વિષ્ણુ ને સ્વદર્શન ચક્ર આપી દે છે. હમણાં બાપ સમજાવે છે, એમને તો નોલેજ પણ નથી. સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત ની નોલેજ બાપ જ આપે છે. આ છે સ્વદર્શન ચક્ર. બાકી કોઈ હિંસા ની વાત નથી, જેનાથી ગળું કપાઇ જાય. આ બધું ખોટું લખી દીધું છે. આ નોલેજ બાપ સિવાય કોઈ મનુષ્ય-માત્ર આપી ન શકે. મનુષ્ય ને ક્યારેય ભગવાન કહી નથી શકાતું, જ્યારે કે બ્રહ્મા-વિષ્ણુ-શંકર ને પણ દેવતા કહેવાય છે. જે બાપ ની મહિમા છે, તે દેવતાઓની પણ નથી. બાપ તો રાજ્યોગ શીખવાડી રહ્યાં છે. એવું નહીં કહેવાશે બાળકોની પણ એ જ મહિમા છે, જે બાપ ની છે. બાળકો તો પણ પુનર્જન્મ લે છે, બાપ તો પુનર્જન્મ માં નથી આવતાં. બાળકો, બાપ ને યાદ કરે છે. ઊંચા માં ઉંચા છે ભગવાન, એ સદા પાવન છે. બાળકો પાવન બની પછી પતિત બને છે. બાપ તો છે જ પાવન. બાપ નો વારસો પણ જરુર જોઈએ, બાળકો ને. એક તો મુક્તિ જોઈએ, બીજું જીવનમુક્તિ જોઈએ. શાંતિધામ ને મુક્તિ, સુખધામ ને જીવનમુક્તિ કહેવાય છે. મુક્તિ તો બધાને મળે છે. જીવનમુક્તિ જે ભણશે એમને મળશે. ભારત માં બરોબર જીવનમુક્તિ હતી, બાકી બધા આટલાં મુક્તિધામ માં હતાં. સતયુગ માં ફક્ત એક જ ભારત ખંડ હતો. લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. બાબાએ સમજાવ્યું છે, લક્ષ્મી-નારાયણ નાં મંદિર સૌથી વધારે બનાવે છે. બિરલા વગેરે જે મંદિર બનાવે છે, તે આ નથી જાણતાં કે લક્ષ્મી-નારાયણ ને આ બાદશાહી ક્યાંથી મળી? કેટલો સમય રાજ્ય કર્યું? પછી ક્યાં ચાલ્યા ગયાં? કંઈ પણ નથી જાણતાં. તો જેમ ઢીંગલીઓની પૂજા થઈને, આને કહેવાય છે ભક્તિ. જાતે જ પૂજ્ય પછી જાતે જ પુજારી. પૂજ્ય અને પૂજારી માં બહુજ અંતર છે, એનો પણ અર્થ હશે ને. પતિત એને કહેવાય છે, જે વિકારી છે. ક્રોધી ને પતિત નહીં કહેશે, જે વિકાર માં જાય છે એને પતિત કહેવાય છે. આ સમયે તમને જ્ઞાન-અમૃત મળે છે. જ્ઞાન નાં સાગર છે જ એક બાપ. બાબાએ સમજાવ્યું છે-આ ભારત જ સતોપ્રધાન ઊંચ થી ઊંચ હતો, હમણાં તમોપ્રધાન છે, તમારી બુદ્ધિમાં છે. અહીં કોઈ રાજાઈ તો નથી. આ છે જ પ્રજા નું પ્રજા પર રાજ્ય. સતયુગ માં ખુબ થોડાક હોય છે, હમણાં તો કેટલાં છે. વિનાશ ની તૈયારીઓ પણ થાય છે. દિલ્લી પરીસ્તાન તો બનવાનું જ છે. પરંતુ આ કોઈ જાણતું નથી. તેઓ તો સમજે છે, આ નવું દિલ્લી છે. જૂની દુનિયાને બદલવા વાળા કોણ! આ કોઈને ખબર નથી. કોઈ શાસ્ત્ર માં પણ નથી. સમજાવવા વાળા એક જ બાપ છે. હમણાં આપ બાળકો નવી દુનિયા માટે તૈયારી કરી રહ્યાં છો. કોડી થી હીરા જેવાં બની રહ્યાં છો. ભારત કેટલું સોલવન્ટ (ભરપુર) હતું બીજો કોઈ ધર્મ નહોતો. હમણાં તો અનેક ધર્મ છે. હમણાં રહેમદિલ બાપ ને યાદ કરે છે. ભારત સુખધામ હતું, આ ભૂલી ગયાં છે. હમણાં તો ભારત નો શું હાલ છે! નહીં તો ભારત સ્વર્ગ હતું. બાપ નું જન્મ સ્થાન છે ને. તો ડ્રામા અનુસાર એમને તરસ આવી જાય છે. ભારત તો પ્રાચીન દેશ છે. કહે પણ છે બરોબર ક્રાઈસ્ટ થી ૩ હજાર વર્ષ પહેલાં ભારત સ્વર્ગ હતું બીજો કોઈ ધર્મ નહોતો. હમણાં ભારત બિલકુલ કિનારે આવીને પડ્યું છે. ગાય તો છે - ભારત અમારો દેશ સૌથી ઊંચો હતો. નામ જ હતું હેવન, સ્વર્ગ. ભારતની મહિમા ની પણ કોઈ ને ખબર નથી. બાપ જ આવીને ભારત ની કથા સમજાવે છે. ભારત ની કથા એટલે દુનિયાની, આને સત્ય-નારાયણ ની કથા કહેવાય છે. બાપ જ બેસી સમજાવે છે - પૂરા ૫ હજાર વર્ષ પહેલાં ભારત માં લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું, જેમનાં ચિત્ર પણ છે. પરંતુ એમને આ રાજ્ય કેવી રીતે મળ્યું? સતયુગ નાં પહેલાં શું હતું? સંગમ નાં પહેલાં શું હતું? કળિયુગ. આ છે સંગમયુગ. જેમા બાપે આવવું પડે છે કારણકે જ્યારે જૂની દુનિયા ને નવી બનાવવાની હોય ત્યારે મારે આવવું પડે છે - પતિત દુનિયાને પાવન બનાવવાં. મારા માટે પછી કહી દીધું છે સર્વવ્યાપી. યુગે-યુગે આવું છું, તો મનુષ્ય જ મુંઝાઈ ગયાં છે. સંગમયુગ ને ફક્ત તમે જાણો છો. તમે કોણ છો-બોર્ડ પર લખેલું છે, પ્રજાપિતા બ્રહ્માકુમાર-કુમારી. બ્રહ્મા નાં બાપ કોણ? શિવ ઊંચા માં ઊંચા. પછી છે બ્રહ્મા પછી બ્રહ્મા દ્વારા રચના થાય છે. પ્રજાપિતા તો જરુર બ્રહ્મા ને જ કહેવાય છે. શિવ ને પ્રજાપિતા નહીં કહેશે. શિવ બધા આત્માઓનાં નિરાકાર બાપ છે. પછી અહીં આવીને પ્રજાપિતા બ્રહ્મા દ્વારા એડોપ્ટ (દત્તક લે) કરે છે. બાપ સમજાવે છે મેં આમનામાં પ્રવેશ કર્યો છે. આમનાં દ્વારા તમે મુખ વંશાવલી બ્રાહ્મણ બનો છો. બ્રહ્મા દ્વારા જ તમને બ્રાહ્મણ બનાવી પછી દેવતા બનાવું છું. હમણાં તમે બ્રહ્માનાં બાળકો બન્યાં છો. બ્રહ્મા કોનું બાળક? બ્રહ્માનાં બાપ નું કોઈ નામ છે? એ છે શિવ નિરાકાર બાપ. એ આવીને આમનામાં પ્રવેશ કરી એડોપ્ટ કરે છે, મુખ વંશાવલી બનાવે છે. બાપ કહે છે, હું આમનાં અનેક જન્મો નાં અંત માં પ્રવેશ કરું છું. આ મારો બની જાય છે, સંન્યાસ ધારણ કરે છે. શેનો સંન્યાસ? ૫ વિકારો નો. ઘરબાર છોડવાની દરકાર નથી. ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં પવિત્ર રહેવાનું છે. મામેકમ્ યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થઇ જશે. આ જ યોગ છે, જેનાથી ખાદ નીકળી જાય છે અને તમે સતોપ્રધાન બની જાઓ છો. ભક્તિ માં તો ભલે કેટલું પણ ગંગા-સ્નાન કરે, જપ-તપ વગેરે કરે, નીચે ઉતરવાનું જરુર છે. સતોપ્રધાન હતાં, હમણાં તમોપ્રધાન છે પછી સતોપ્રધાન કેવી રીતે બને? તે બાપ સિવાય કોઈ રસ્તો બતાવી ન શકે. બાપ તો બિલકુલ જ સહજ રીત બતાવે છે - મામેકમ્ યાદ કરો. આ આત્માઓ થી વાત કરે છે. કોઈ ગુજરાતી કે સિંધી થી વાત નથી કરતાં, આ છે જ રુહાની જ્ઞાન. શાસ્ત્રો માં છે શારીરિક જ્ઞાન. રુહ નું જ જ્ઞાન જોઈએ, રુહ જ પતિત બને છે, એને જ રુહાની ઇન્જેક્શન જોઈએ. બાપ ને કહેવાય છે, રુહાની અવિનાશી સર્જન. એ આવીને પોતાનો પરિચય આપે છે કે હું તમારો રુહાની સર્જન છું. તમારો આત્મા પતિત હોવાનાં કારણે શરીર પણ રોગી થઇ ગયું છે. આ સમયે ભારતવાસી તથા આખી દુનિયા નર્કવાસી છે, પછી સ્વર્ગવાસી કેવી રીતે બની શકાય, તે બાપ સમજાવે છે. બાપ કહે છે - હું જ આવીને બધા બાળકોને સ્વર્ગવાસી બનાવું છું. તમે પણ સમજો છો, બરોબર અમે નર્કવાસી હતાં. કળિયુગ ને નર્ક કહેવાય છે. હમણાં નર્ક નો પણ અંત છે. ભારતવાસી આ સમયે રૌરવ નર્ક માં પડ્યાં છે, આને સોવરન્ટી પણ નહીં કહેશે. લડતાં-ઝઘડતાં રહે છે. હમણાં બાપ સ્વર્ગ માં લઈ જવાનાં લાયક બનાવે છે, તો એમનું માનવું જોઈએ. પોતાનાં ધર્મ-શાસ્ત્ર ને પણ નથી જાણતાં, બાપ ને જ નથી જાણતાં.

બાપ કહે છે - મેં તમને પતિત થી પાવન બનાવ્યાં હતાં ન કે શ્રીકૃષ્ણએ. કૃષ્ણ તો પાવન નંબરવન હતાં. એમને કહેવાય પણ છે શ્યામ-સુંદર. કૃષ્ણ નો આત્મા પુનર્જન્મ લેતાં-લેતાં હવે શ્યામ બન્યો છે. કામ-ચિતા પર બેસી કાળા બન્યાં છે. જગત-અંબા ને કાળી કેમ દેખાડે છે? આ કોઈ નથી જાણતું. જેમ કૃષ્ણ ને કાળા દેખાડ્યાં છે તેમ જગત-અંબા ને પણ કાળી દેખાડે છે. હમણાં તમે કાળા છો પછી સુંદર બનો છો. તમે સમજાવી શકો છો ભારત બહુજ સુંદર હતું. સુંદરતા જોવી હોય તો અજમેર (સોનાની દ્વારકા) માં જુઓ. સ્વર્ગ માં સોના-હીરા નાં મહેલ હતાં. હમણાં તો પથ્થર-ભિત્તર નાં છે, બધું તમોપ્રધાન છે. તો બાળકો જાણે છે - શિવબાબા, બ્રહ્મા દાદા બંને સાથે છે, એટલે કહેવાય છે બાપદાદા. વારસો શિવબાબા પાસેથી મળે છે. જો દાદા થી કહેશે તો બાકી શિવ ની પાસે શું છે? વારસો શિવબાબા પાસેથી મળે છે, બ્રહ્મા દ્વારા. બ્રહ્મા દ્વારા વિષ્ણુપુરી ની સ્થાપના. હમણાં તો રાવણ રાજ્ય છે સિવાય તમારા બધાં નર્કવાસી છે. તમે હમણાં સંગમ પર છો. હમણાં પતિત થી પાવન બની રહ્યાં છો પછી વિશ્વનાં માલિક બની જશો. આ કોઈ મનુષ્ય નથી ભણાવતાં. તમને મુરલી કોણ સંભળાવે છે? શિવબાબા. પરમધામ થી આવે છે, જૂની દુનિયા, જૂનાં શરીર માં. કોઇને નિશ્ચય થઇ જાય તો પછી બાપ થી મળ્યાં વગર રહી ન શકે. કહે, પહેલાં બેહદ નાં બાપ ને તો મળીએ, રોકી નહીં શકે. કહેશે, બેહદ નાં બાપ જે સ્વર્ગ નાં માલિક બનાવે છે, એમની પાસે અમને તરત લઈ જાઓ. જોઈએ તો ખરા, શિવબાબા નો રથ કયો છે! એ લોકો પણ ઘોડા ને શૃંગારે છે. પટકો નિશાની રાખે છે. તે રથ હતો મહોમ્મદ નો, જેમણે ધર્મ સ્થાપન કર્યો. ભારતવાસી પછી બળદ ને તિલક આપી, મંદિર માં રાખે છે. સમજે છે, આનાં પર શિવ ની સવારી થઈ. હમણાં બળદ પર તો ન શિવ ની, ન શંકર ની સવારી છે. કંઈ પણ સમજતાં નથી. શિવ નિરાકાર છે તે કેવી રીતે સવારી કરશે? પગ જોઈએ જે બળદ પર બેસી શકે. આ છે અંધશ્રદ્ધા. અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.
 

ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ થી જે જ્ઞાન અમૃત મળે છે, એ અમૃત ને પીવાનું અને પીવડાવવાનું છે. પૂજારી થી પૂજ્ય બનવા માટે વિકારો નો ત્યાગ કરવાનો છે.

2. બાપ જે સ્વર્ગ માં જવાનાં લાયક બનાવી રહ્યાં છે, એમની દરેક વાત માનવાની છે, પુરું નિશ્ચય બુદ્ધિ બનવાનું છે.

વરદાન :-
અનુભવ નાં વિલ પાવર દ્વારા માયા નાં પાવર નો સામનો કરવાવાળા અનુભવી મૂર્ત ભવ

સૌથી પાવરફુલ સ્ટેજ છે પોતાનો અનુભવ. અનુભવી આત્મા પોતાનાં અનુભવ નાં પાવર થી માયા નાં કોઈ પણ પાવર ને, બધી વાતો ને, સર્વ સમસ્યાઓ નો સહજ જ સામનો કરી શકે છે અને બધા આત્માઓને સંતુષ્ટ પણ કરી શકે છે. સામનો કરવાની શક્તિ થી સર્વ ને સંતુષ્ટ કરવાની શક્તિ અનુભવ નાં વિલ પાવર થી સહજ પ્રાપ્ત થાય છે, એટલે દરેક ખજાના ને અનુભવ માં લાવીને અનુભવી મૂર્ત બનો.
 

સ્લોગન :-
એકબીજા ને જોવાના બદલે સ્વયં ને જુઓ અને પરિવર્તન કરો.

આ અવ્યક્ત ઈશારા - સદા અચળ , અડોલ , એકરસ સ્થિતિનો અનુભવ કરો
પોતે પોતાને ચેક કરો દરેક શક્તિ નો, દરેક પ્રાપ્તિ નો, દરેક ગુણ નો અનુભવ છે? જો અનુભવ ની ઓથોરિટી છે તો કોઈ પણ પરિસ્થિતિ અનુભવ ની ઓથોરિટી ની આગળ કંઈ પણ પ્રભાવ નથી નાખી શકતી. અનુભવી મૂર્ત ક્યારેય પણ કોઈ પણ પરિસ્થિતિ માં અચળ-અડોલ રહે છે. હલચલ માં નથી આવતા કારણકે સૌથી મોટામાં મોટી ઓથોરિટી અનુભવ છે. આહવાન કરો જે સમયે જે શક્તિ નું તે સેકન્ડ માં સહયોગી બનશે.