13-06-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - પહેલાં દરેક ને આ મંત્ર કુટી - કુટીને પાક્કો કરાવો કે તમે આત્મા છો , તમારે બાપ ને યાદ કરવાના છે , યાદ થી જ પાપ કપાશે”

પ્રશ્ન :-
સાચ્ચી સેવા કઈ છે, જે તમે હમણાં કરી રહ્યા છો?

ઉત્તર :-
ભારત જે પતિત બની ગયું છે, એને પાવન બનાવવું-આ જ સાચ્ચી સેવા છે. લોકો પૂછે છે તમે ભારત ની શું સેવા કરો છો? તમે એમને બતાવો કે અમે શ્રીમત પર ભારત ની આ રુહાની સેવા કરીએ છીએ જેનાથી ભારત ડબલ સિરતાજ બને. ભારત માં જે પીસ-પ્રોસપર્ટી હતાં, એની અમે સ્થાપના કરી રહ્યા છીએ.

ઓમ શાંતિ!
પહેલો-પહેલો શબક (પાઠ) છે-બાળકો, પોતાને આત્મા સમજો અથવા મનમનાભવ, આ છે સંસ્કૃત શબ્દ. હવે બાળકો જ્યારે સર્વિસ કરે છે તો પહેલાં-પહેલાં જ એમને અલ્ફ ભણાવવાનું છે. જ્યારે પણ કોઈ આવે તો શિવબાબા નાં ચિત્ર ની આગળ લઈ જવાના છે, બીજા કોઈ ચિત્ર ની આગળ નહીં. પહેલાં-પહેલાં બાપ નાં ચિત્ર ની પાસે એમને કહેવાનું છે-બાબા કહે છે પોતાને આત્મા સમજી મુજ બાપ ને યાદ કરો. હું તમારો સુપ્રીમ બાપ પણ છું, સુપ્રીમ ટીચર પણ છું, સુપ્રીમ ગુરુ પણ છું. બધાને આ પાઠ શીખવાડવાનો છે. શરુ જ ત્યાંથી કરવાનું છે. પોતાને આત્મા સમજો અને મુજ બાપ ને યાદ કરો કારણ કે તમે જે પતિત બન્યા છો પછી પાવન સતોપ્રધાન બનવાનું છે. આ પાઠ માં બધી વાતો આવી જાય છે. બધાં કોઈ એવું કરતા નથી. બાબા કહે છે પહેલાં-પહેલાં શિવબાબા નાં ચિત્ર પર જ લઈ જવાના છે. આ બેહદ નાં બાબા છે. બાબા કહે છે મામેકમ્ યાદ કરો. પોતાને આત્મા સમજો તો બેડો પાર છે. યાદ કરતા-કરતા પવિત્ર દુનિયામાં પહોંચી જ જવાનું છે. આ પાઠ ઓછા માં ઓછો ૩ મિનિટ તો ઘડી-ઘડી પાક્કો કરવાનો છે. બાપ ને યાદ કર્યા? બાબા, બાબા પણ છે, રચના નાં રચયિતા પણ છે. રચના નાં આદિ-મધ્ય-અંત ને જાણે છે કારણ કે મનુષ્ય સૃષ્ટિનાં બીજરુપ છે. પહેલાં-પહેલાં તો આ નિશ્ચય કરવાનો છે. બાપ ને યાદ કરો છો? આ નોલેજ બાપ જ આપે છે. અમે પણ બાપ પાસેથી નોલેજ લીધી છે, જે તમને આપીએ છીએ. પહેલાં-પહેલાં આ મંત્ર પાક્કો કરવાનો છે - પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો તો ધણી નાં બની જશો. આનાં પર જ સમજાવવાનું છે. જ્યાં સુધી આ નથી સમજ્યાં ત્યાં સુધી પગ આગળ વધારવાનો જ નથી. આવાં બાપનાં પરિચય પર બે-ચાર ચિત્રો હોવા જોઈએ. તો આનાં પર સારી રીતે સમજાવવાથી એમની બુદ્ધિમાં આવી જશે-અમારે બાપ ને યાદ કરવાના છે, એ જ સર્વશક્તિમાન્ છે, એમને યાદ કરવાથી પાપ કપાઈ જશે. બાપ ની મહિમા તો ક્લિયર છે. પહેલાં-પહેલાં આ જરુર સમજાવવું જોઈએ-પોતાને આત્મા સમજી મામેકમ્ યાદ કરો. દેહ નાં બધાં સંબંધ ભૂલી જાઓ. હું સિક્ખ છું, ફલાણો છું… આ છોડી એક બાપ ને યાદ કરવાના છે. પહેલાં-પહેલાં તો બુદ્ધિમાં આ મુખ્ય વાત બેસાડો. એ બાપ જ પવિત્રતા, સુખ, શાંતિ નો વારસો આપવા વાળા છે. બાપ જ કેરેક્ટર્સ (ચરિત્ર) સુધારે છે. તો બાબા ને વિચાર આવ્યો - પહેલો પાઠ આ રીતે પાક્કો કરાવતા નથી, જે છે બિલકુલ (ખૂબ) જરુરી. જેટલું આ સારી રીતે કૂટશે એટલું બુદ્ધિ માં યાદ રહેશે. બાપ નાં પરિચય માં ભલે પ મિનિટ લાગી જાય, હટવાનું નથી. ખૂબ રુચિ થી બાપ ની મહિમા સાંભળશે. આ બાપ નું ચિત્ર છે મુખ્ય. લાઈન પૂરી આ ચિત્રની આગળ હોવી જોઈએ. બાપ નો સંદેશ બધાને આપવાનો છે. પછી છે રચના ની નોલેજ કે આ ચક્ર કેવી રીતે ફરે છે? જેવી રીતે મસાલો કુટી-કુટીને એકદમ મહીન (બારીક) બનાવાય છે ને? તમે ઈશ્વરીય મિશન છો, તો સારી રીતે એક-એક વાત બુદ્ધિ માં બેસાડવાની છે કારણ કે બાપ ને ન જાણવાના કારણે બધાં નિધન નાં બની ગયાં છે. પરિચય આપવાનો છે - બાબા સુપ્રીમ બાપ છે, સુપ્રીમ ટીચર, સુપ્રીમ ગુરુ છે. ત્રણેય કહેવાથી પછી સર્વવ્યાપી ની વાત બુદ્ધિ થી નીકળી જશે. આ તો પહેલાં-પહેલાં બુદ્ધિમાં બેસાડો. બાપ ને યાદ કરવાના છે ત્યારે જ તમે પતિત થી પાવન બની શકશો. દૈવી ગુણ પણ ધારણ કરવાનાં છે. સતોપ્રધાન બનવાનું છે. તમે એમને બાપ ની યાદ અપાવશો, આમાં આપ બાળકોનું પણ કલ્યાણ છે. તમે પણ મનમનાભવ રહેશો.

તમે પૈગંબર છો તો બાપ નો પરિચય આપવાનો છે. એક પણ મનુષ્ય નથી, જેમને આ ખબર હોય કે બાબા આપણા બાપ પણ છે, ટીચર અને ગુરુ પણ છે. બાપનો પરિચય સાંભળવાથી તે ખૂબ ખુશ થઈ જશે. ભગવાનુવાચ-મામેકમ્ યાદ કરો તો તમારા પાપ કપાઈ જશે. આ પણ તમે જાણો છો. ગીતા ની સાથે પછી મહાભારત લડાઈ પણ દેખાડેલી છે. હવે બીજી તો કોઈ લડાઈ ની વાત જ નથી. તમારી લડાઈ છે જ બાપ ને યાદ કરવામાં. ભણતર તો અલગ છે, બાકી લડાઈ છે યાદ માં કારણ કે બધાં છે દેહ-અભિમાની. તમે હવે બનો છો દેહી-અભિમાની બાપ ને યાદ કરવાવાળા. પહેલાં-પહેલાં આ પાક્કુ કરાવો, એ બાપ, ટીચર, ગુરુ છે. હવે અમે એમનું સાંભળીએ કે તમારું સાંભળીએ? બાપ કહે છે-બાળકો, હવે તમારે પૂરે-પૂરું શ્રીમત પર ચાલવાનું છે શ્રેષ્ઠ બનવા માટે. આપણે આ જ સેવા કરીએ છીએ. ઈશ્વરીય મત પર ચાલો તો તમારા વિકર્મ વિનાશ થશે. બાપ ની શ્રીમત એ છે કે મામેકમ્ યાદ કરો. સૃષ્ટિ નું ચક્ર જે સમજાવીએ છીએ, આ પણ એમની મત છે. તમે પણ પવિત્ર બનશો અને બાપ ને યાદ કરશો તો બાપ કહે છે હું સાથે લઈ જઈશ. બાબા બેહદનાં રુહાની પંડા પણ છે. એમને બોલાવે છે હે પતિત-પાવન, અમને પાવન બનાવીને આ પતિત દુનિયાથી લઈ ચાલો. તે છે શરીરધારી પંડા, આ છે રુહાની પંડા. શિવબાબા આપણને ભણાવે છે. બાપ આપ બાળકોને પણ કહે છે ચાલતાં, ફરતાં, ઉઠતાં બાપ ને યાદ કરતા રહો. આમાં પોતાને થકાવવાની પણ જરુર નથી. બાબા જુએ છે - ક્યારેક-ક્યારેક બાળકો સવારે-સવારે આવીને બેસે છે તો જરુર થાકી જતાં હશે. આ તો સહજ માર્ગ છે. હઠ થી નથી બેસવાનું. ભલે ચક્કર લગાવો, હરો, ફરો ખૂબ રુચી થી બાપ ને યાદ કરો. અંદર થી બાબા-બાબા ની ખૂબ ઉછળ આવવી જોઈએ. ઉછળ એમને આવશે જે હરદમ (શ્વાસો-શ્વાસ) બાપ ને યાદ કરતા રહેશે. કંઈ ને કંઈ બીજી વાતો જે બુદ્ધિમાં યાદ છે, એને કાઢવી જોઈએ. બાપની સાથે અતિ પ્રેમ રહે, તે અતીન્દ્રિય સુખ ભાસતું રહે. જ્યારે તમે બાપ ની યાદ માં લાગી જશો ત્યારે જ તમોપ્રધાન થી સતોપ્રધાન બની જશો. પછી તમારી ખુશી નો પારાવાર નહીં રહેશે. આ બધી વાતોનું વર્ણન અહીં થાય છે એટલે ગાયન પણ છે - અતીન્દ્રિય સુખ ગોપ-ગોપીઓ ને પૂછો, જેમને ભગવાન-બાપ ભણાવે છે.

ભગવાનુવાચ મને યાદ કરો. બાપ ની જ મહિમા બતાવવાની છે. સદ્દગતિ નો વારસો તો એક બાપ પાસે થી જ મળે છે. બધાને સદ્દગતિ મળે છે જરુર. પહેલાં બધાં જશે શાંતિધામ. આ બુદ્ધિમાં હોવું જોઈએ કે બાપ આપણને સદ્દગતિ આપી રહ્યા છે. શાંતિધામ, સુખધામ કોને કહેવાય છે? આ તો સમજાવ્યું છે. શાંતિધામ માં સર્વ આત્માઓ રહે છે. તે છે સ્વીટ હોમ, સાઈલેન્સ હોમ. ટાવર ઓફ સાઈલેન્સ. એને આ આંખો થી કોઈ જોઈ ન શકે. એ સાયન્સ વાળાની બુદ્ધિ તો અહીં આ આંખો થી જે વસ્તુ જુએ છે એના પર જ ચાલે છે. આત્માઓને તો આ આંખો થી કોઈ જોઈ ન શકે. સમજી શકે છે. જ્યારે આત્મા ને જ નથી જોઈ શકતાં તો બાપ ને પછી કેવી રીતે જોઈ શકે છે? આ સમજ ની વાત છે ને? આ આંખો થી દેખાતા નથી. ભગવાનુવાચ-મને યાદ કરો તો પાપ ભસ્મ થશે. આ કોણે કહ્યું? પૂરું સમજી નથી શકતાં તો શ્રીકૃષ્ણ માટે કહી દે છે. શ્રીકૃષ્ણ ને તો ખૂબ યાદ કરે છે. દિવસે-દિવસે વ્યભિચારી થતા જાય છે. ભક્તિ માં પણ પહેલાં એક શિવ ની ભક્તિ કરે છે. તે છે અવ્યભિચારી ભક્તિ પછી લક્ષ્મી-નારાયણ ની ભક્તિ… ઊંચામાં ઊંચા તો છે ભગવાન. એ જ વારસો આપે છે આ વિષ્ણુ બનવાનો. તમે શિવવંશી બની પછી વિષ્ણુપુરી નાં માલિક બનો છો. માળા બને જ ત્યારે છે જ્યારે પહેલો પાઠ સારી રીતે ભણે છે. બાપ ને યાદ કરવા કોઈ માસીનું ઘર નથી. મન-બુદ્ધિ ને બધી બાજુ થી હટાવી એક તરફ લગાવવાનાં છે. જે કંઈ આંખો થી જુઓ છો એનાથી બુદ્ધિયોગ હટાવી દો.

બાપ કહે છે મામેકમ્ યાદ કરો, આમાં મૂંઝાવાનું નથી. બાપ આ રથ માં બેઠાં છે, એમની મહિમા કરે છે-એ છે નિરાકાર. આમનાં દ્વારા તમને ઘડી-ઘડી આ યાદ અપાવે છે - તમે મનમનાભવ થઈને રહો. એટલે તમે બધાં પર ઉપકાર કરો છો. તમે ખાવાનું બનાવવા વાળાને પણ કહો છો-શિવબાબા ને યાદ કરી ભોજન બનાવો તો ખાવા વાળાની બુદ્ધિ શુદ્ધ થઈ જશે. એક-બીજા ને યાદ અપાવવાની છે. દરેક કોઈ ને કોઈ સમયે યાદ કરે છે. કોઈ અડધો કલાક બેસે છે, કોઈ ૧૦ મિનિટ બેસે છે. સારું, પ મિનિટ પણ પ્રેમ થી બાપને યાદ કર્યા તો રાજધાની માં આવી જશે. રાજા-રાણી હંમેશા બધાને પ્રેમ કરે છે. તમે પણ પ્રેમ નાં સાગર બનો છો, એટલે બધાં પર પ્રેમ રહે છે. પ્રેમ જ પ્રેમ. બાપ પ્રેમ નાં સાગર છે તો બાળકો નો પણ જરુર એવો પ્રેમ હશે, ત્યારે ત્યાં પણ એવો પ્રેમ રહેશે. રાજા-રાણી નો પણ ખૂબ પ્રેમ હોય છે. બાળકોનો પણ ખૂબ પ્રેમ હોય છે. પ્રેમ પણ બેહદનો. અહીં તો પ્રેમ નું નામ નથી, માર છે. ત્યાં આ કામ-કટારી ની હિંસા પણ નથી હોતી, એટલે ભારત ની મહિમા અપરમઅપાર ગવાયેલી છે. ભારત જેવો પવિત્ર દેશ કોઈ નથી. આ સૌથી મોટું તીરથ છે. બાપ અહીં (ભારતમાં) આવીને બધાની સેવા કરે છે, બધાને ભણાવે છે. મુખ્ય છે ભણતર. તમને કોઈ-કોઈ પૂછે છે ભારત ની શું સેવા કરો છો? બોલો, તમે ઈચ્છો છો ભારત પાવન થાય? હમણાં પતિત છે ને? તો અમે શ્રીમત પર ભારત ને પાવન બનાવીએ છીએ. બધાને કહીએ છીએ બાપ ને યાદ કરો તો પતિત થી પાવન બની જશો. આ અમે રુહાની સેવા કરી રહ્યા છીએ. ભારત જે સિરતાજ હતો, પીસ-પ્રોસપર્ટી હતાં તે ફરીથી બનાવી રહ્યા છીએ, શ્રીમત પર કલ્પ પહેલાં ની જેમ, ડ્રામાપ્લાન અનુસાર. આ શબ્દ પૂરાં યાદ કરો. મનુષ્ય ઈચ્છે પણ છે વર્લ્ડ પીસ થાય. તે અમે કરી રહ્યા છીએ. ભગવાનુવાચ-બાપ આપણને બાળકોને સમજાવતા રહે છે મુજ બાપ ને યાદ કરો. આ પણ બાબા જાણે છે તમે કોઈ એટલાં યાદ થોડી કરો છો બાબા ને? આમાં જ મહેનત છે. યાદ થી જ તમારી કર્માતીત અવસ્થા આવશે. તમારે સ્વદર્શન ચક્રધારી બનવાનું છે. આનો અર્થ પણ કોઈની બુદ્ધિ માં નથી. શાસ્ત્રોમાં તો કેટલી વાતો લખી દીધી છે. હવે બાપ કહે છે જે કંઈ ભણ્યા છો તે બધું ભૂલી જવાનું છે, પોતાને આત્મા સમજવાનું છે. એ જ સાથે ચાલવાનું છે, બીજું કંઈ પણ સાથે નહીં ચાલશે. આ બાપ નું ભણતર છે, જે સાથે ચાલવાનું છે. એના માટે કોશિશ કરી રહ્યા છીએ.

નાનાં-નાનાં બાળકો ને પણ ઓછા ન સમજો. જેટલાં નાનાં એટલું ખૂબ નામ કરી શકે છે. નાની-નાની બાળકીઓ બેસી મોટા-મોટા વૃદ્ધો ને સમજાવશે તો કમાલ કરી દેખાડશે. એમને પણ આપ સમાન બનાવવાના છે. કોઈ પ્રશ્ન પૂછે તો રિસ્પોન્સ આપી શકો, એવી તૈયારી કરો. પછી જ્યાં-જ્યાં સેન્ટર્સ હોય કે મ્યુઝિયમ હોય તો એમને મોકલી દો. એવાં ગ્રુપ તૈયાર કરો. સમય તો આ જ છે. એવી-એવી સર્વિસ કરો. મોટા વૃદ્ધો ને પણ નાની કુમારીઓ સમજાવશે તો કમાલ છે. કોઈ પૂછે તમે કોના બાળકો છો? બોલો, અમે શિવબાબા નાં બાળકો છીએ. એ નિરાકાર છે. બ્રહ્મા-તન માં આવીને અમને ભણાવે છે. આ ભણતર થી જ આપણે લક્ષ્મી-નારાયણ બનવાનું છે. સતયુગ આદિ માં લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું ને? એમને એવા કોણે બનાવ્યાં? જરુર એવાં કર્મ કર્યા હશે ને? બાપ બેસી કર્મ, અકર્મ, વિકર્મ ની ગતિ સંભળાવે છે. શિવબાબા આપણને ભણાવે છે. એ જ બાપ, ટીચર, ગુરુ છે. તો બાપ સમજાવે છે મૂળ એક વાત પર જ ઉભાં રહીને સમજાવવાનું છે. પહેલાં-પહેલાં અલ્ફ, અલ્ફ ને સમજી જશે પછી આટલાં પ્રશ્ન વગેરે કોઈ પૂછશે નહીં. અલ્ફ સમજ્યા વગર તમે બાકી બીજા ચિત્રો પર સમજાવશો તો માથું ખરાબ કરી દેશે. પહેલી વાત છે અલ્ફ ની. આપણે શ્રીમત પર ચાલીએ છીએ. એવાં પણ નીકળશે જે કહેશે અલ્ફ સમજી લીધું, બાકી આ ચિત્ર વગેરે શું જોવાના છે? અમે અલ્ફ ને જાણવાથી બધું જ સમજી લીધું છે. ભિક્ષા મળી, આ ગયાં. તમે ફર્સ્ટક્લાસ ભિક્ષા આપો છો. બાપ નો પરિચય આપવાથી જ બાપ ને જેટલાં યાદ કરશે તો તમોપ્રધાન થી સતોપ્રધાન બનશે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. અતીન્દ્રિય સુખ નો અનુભવ કરવા માટે અંદર બાબા ની ઉછળ આવતી રહે. હઠ થી નહીં, રુચિ થી બાપ ને ચાલતાં-ફરતાં યાદ કરો. બુદ્ધિ બધી બાજુ થી હટાવી એક માં લગાવો.

2. જેવી રીતે બાપ પ્રેમ નાં સાગર છે, એવી રીતે બાપ સમાન પ્રેમ નાં સાગર બનવાનું છે. બધાં પર ઉપકાર કરવાનો છે. બાપ ની યાદ માં રહેવાનું અને બધાને બાપ ની યાદ અપાવવાની છે.

વરદાન :-
શાંતિ ની શક્તિ નાં સાધનો દ્વારા વિશ્વ ને શાંત બનાવવા વાળા રુહાની શસ્ત્રધારી ભવ

શાંતિ ની શક્તિનું સાધન છે શુભ સંકલ્પ, શુભકામના અને નયનો ની ભાષા છે. જેવી રીતે મુખની ભાષા દ્વારા બાપ નો તથા રચના નો પરિચય આપો છો, એવી રીતે શાંતિ ની શક્તિ નાં આધાર પર નયનો ની ભાષા થી નયનો દ્વારા બાપ નો અનુભવ કરાવી શકો છો. સ્થૂળ સેવા નાં સાધનો થી વધારે સાઈલેન્સ ની શક્તિ અતિ શ્રેષ્ઠ છે. રુહાની સેના નું આ જ વિશેષ શસ્ત્ર છે - આ શસ્ત્ર દ્વારા અશાંત વિશ્વ ને શાંત બનાવી શકો છો.

સ્લોગન :-
નિર્વિઘ્ન રહેવું અને નિર્વિઘ્ન બનાવવા - આ જ સાચ્ચી સેવાનું સબૂત (પ્રમાણ) છે.